ટૅગ્સ

, , , , , , , , , , , , , , ,

1} હમણા 2013’ની ફિલ્મો વિશે’ની વાતો વિશેષ આવશે , કારણકે વર્ષાંતે 2013’ની ફિલ્મોના લેખાજોખા માંડવાનો વિચાર છે .

2} આપ સૌએ નોંધ્યું જ હશે કે ગયા મહિના’ની આસપાસ માત્ર બે જ પોસ્ટ શક્ય બની શકી . . . કારણ એક જ , નાદુરસ્ત તબિયત 😦 અને તેને જ પગલે એક કઠોર નિર્ણય લેવાયો છે ( મારા માટે વિશેષ ) કે હવેથી મહીને માત્ર બે થી ત્રણ પોસ્ટ જ શક્ય બનશે . . .

કારણ તો એ જ ઢીલી તબિયત , બ્લોગ’ને આપી શકાતો ઓછો સમય અને જીવન’માં આવેલા કેટલાક વળાંકો . . . કે જ્યાં વળવું જ પડશે , અને તેના ફળ સ્વરૂપે ( અથવા તો દુષ્ફલ સ્વરૂપે ) હવેથી પુસ્તકો’ની પોસ્ટ્સ બંધ કરાશે ( એ જ જૂની લાંબી અને પાછી બે ત્રણ ભાગોમાં વહેંચાયેલી અને મારી પ્રિયતમ પોસ્ટ્સ . . . ) .

3} આ નિર્ણય ખુબ કઠોર મન કરી લેવાયો છે , માટે પ્લીઝ સહકાર આપશો . . . પુસ્તકો સંબંધિત એ પોસ્ટ્સ દરમ્યાન તો જાણે લાઈક , કમેન્ટ્સ અને મુલાકાતીઓ’નો તો જાણે પ્રવાહ વહેતો ( આપ ખુદ ચેક કરી શકો છો , આ કોઈ બડાઈ નથી . . . મને પણ એ પોસ્ટ્સ બનાવવી ખુબ ગમતી ) . . . ફિલ્મો’ની પોસ્ટ્સ એ રીતે ખુબ ઓછી મહેનત માંગી લે છે , કારણકે તે વિભાગમાં ખુબ ઓછા લખાણ’થી પતાવટ કરવામાં આવે છે અને જયારે ને ત્યારે ફિલ્મ જોવાઈ ગયા બાદ તુરંત જ 5 – 10 મિનીટ’માં તે સંદર્ભે લખાણ લખી લેવાય છે . . . જયારે પુસ્તકોમાં તે થોડું વિશેષ સમય , ધીરજ અને જવાબદારી માંગી લે છે .

4} પણ , મારે બે ભારતીય પ્રતિભાઓ વિષે વિસ્તૃત’થી પુસ્તક પરિચય કરાવવો હતો અને તે નજીકના ભવિષ્યમાં કરાવીશ પણ ખરો ( તે બે પ્રસંગ પુરતી પુસ્તક સંબંધિત પોસ્ટ્સ પુન: જીવિત થઇ ઉઠશે 🙂 ) .

5} હાં , પણ એક વાત પાક્કી . . . કે હું તે દરમ્યાન વંચાતા બધા જ પુસ્તકો’ની ટૂંકી વિગત અને માહિતી જરૂર’થી વહેંચીશ અને તે રીતે તે વિભાગ પણ તદ્દન મૃતપાય નહિ થાય અને ભવિષ્ય’માં તેની  ફરીથી શરુ થવાની આશા જીવંત રહેશે 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Total Movies9 ~ ~ ~  Pictures23 steady & 13 Movable ( Gif )

It would take 2 minutes to load the whole post .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

1} Gangster Squad , 2013

વાત છે 1949’ની . . . સ્થળ છે , લોસ એન્જલેસ અને રાજ ચાલતું હોય છે ખૂંખાર માફિયા / ડોન મિકી કોહેન‘નું ( Sean penn ) . . . પણ જયારે બધું જ હાથમાં જતું લાગે છે , ત્યારે પડદા પાછળ અનઅધિકારીક રીતે રચના થાય છે , એક સ્કવોડ’ની . . . ” ગેંગસ્ટર સ્કવોડ “ની . . . કે જેના સભ્યો ( કે પછી જેવા સાથે તેવા થતા . . અસભ્યો ! ) મિકી કોહેન’ની હાલત ખોખરી કરી નાખે છે , તેના ગેરકાયદે ચાલતા વિવિધ એકમો ભાંગી – તોડીને . . . અને આ સ્કવોડ’નો મુખીયા હોય છે , સાર્જન્ટ ઓ’મારા ( Josh Brolin ) .

a

ફિલ્મ’માં ઘણા ઊંચા અને જાણીતા કલાકારો ઠાંસી ઠાંસી’ને ભર્યા છે છતાં પણ ફિલ્મ તેટલો પંચ નથી ધરાવતી  . . . પણ ઘણી વાર છૂટક છૂટક સારી લગતી ફિલ્મ એકસાથે જોતા ઘણી સામાન્ય લાગે છે , સિવાય કે સાર્જન્ટ ઓ’મારા’ની ધાંસુ એન્ટ્રી અને છેક છેલ્લે’ના કલાયમેક્ષ’ના .

GANGSTER SQUAD

. . . કારણકે પૂરી સ્કવોડ’નાં પાત્રો એવા કઈ ખાસ ઉપજાવ્યા નથી અને ફિલ્મ પૂરી થયે યાદ પણ રહેશે નહિ !! મહતમ ફિલ્મ ડાર્ક બેકગ્રાઉન્ડ’માં સેટ કરાઈ છે . . .

ફિલ્મ’નો એક ડાયલોગ મિકી કોહેન : વો ખૂન નહિ થા , પર તરક્કી થી ઔર મેં તરક્કી હું !

My Rating : 6.5 / 10 < Home >

IMDb : 6.7 / 10 by 1,12,000 + People { by Nov. 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} After Earth , 2013

પૃથ્વી પરથી માણસો જતા રહ્યા હોય છે અને અન્ય સૌરમંડળમાં વસી ચુક્યા હોય છે અને ત્યાં પણ Ursa નામક ભયાનક પ્રાણી’થી ત્રસ્ત થઇ ચુક્યા હોય છે કે જે માણસો’નો શિકાર તેમનો ભય સુંઘીને કરી લેતા હોય છે . . . આ બાજુ સમય સમયે એક જૂથ આકાશગંગા’માં અન્યત્ર વસવાટ’ની શોધ ચલાવતું હોય છે અને આવા જ એક મિશનમાં તેઓનું યાન ઉલ્કાઓ’ની અડફેટે ચડી જતા તાકીદે ઉતરાણ કરતા કરતા એક ગ્રહ પર ભાંગી પડે છે . . . એ ગ્રહ હોય છે , પૃથ્વી . . . અને એ પણ માણસો’ના ગયા પછીના 1000 વર્ષો બાદની . . . આ જ મિશનમાં હોય છે કથાનકના હીરોઝ ,બાપ – બેટા’ની જોડી ( વિલ સ્મિથ અને જેડન સ્મિથ ) કે જેઓ બાપ દીકરા કરતા એક કમાન્ડર અને કેડેટ વધુ હોય છે . . . અને અહીંયા જ પરીક્ષા શરુ થાય છે તેઓના સંબંધની અને પૃથ્વીના હવેના વિષમ વાતાવરણ’ની તેઓ પરની . . .

ખૂંખાર વન્ય જીવો અને વિષમ કરતા પણ ચડિયાતું અસમાન વાતાવરણ . . . મદદ માટે’નું એકમાત્ર સાધન ( મેસેજ મોકલતું ‘બીકન ‘ ) છેક 100 કિમી દુર યાન’ના બીજા છેડામાં હોય છે અને વિલ સ્મિથ’નો એક પગ ભાંગી ચુક્યો હોય છે અને આ બીકન લેવાની જવાબદારી આવી પડે છે , ‘ કીટાઈ ‘ ( જેડન સ્મિથ ) પર . . .

ફરી પ્લોટ મસ્ત છે , પણ વિલ સ્મિથે ખુદ લખેલી અને પ્રોડ્યુસ કરેલી ફિલ્મ એવી જબ્બર પક્કડ ઉભી નથી કરી શકતી . . . અને ખાસ તો મનોજ નાઈટ શ્યામલન’નું ડીરેક્શન સુધ્ધા પણ નહિ ! અહીંયા ડર’ની વાત વિશેષ છેડાઈ છે કે આપણે એક ડરથી બચવા બીજા કોઈ અજ્ઞાત જ ડર’ના પિંજરામાં ભરાઈ પડીએ છીએ . Danger is real . . . Fear is choice !

e

હાં કીટાઈ અને એક મહાકાય પક્ષી’નો નાનકડો કિસ્સો સરસ છે , યાદ રાખીને જોજો . અને છેલ્લે છેલ્લે , વિલ સ્મિથ ખુબ જ ભારે અને કુત્રિમ એક્ટિંગ કરતો હોય તેવો લાગ્યો ❗ આવી કાઈ જરૂર જ નહોતી દોસ્ત 😉 ખી ખી ખી  . . .

My Rating : 6 / 10 < Home >

IMDb : 5 / 10 by 82,000 + People { by Nov. 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

3} The Croods , 2013

એક નાનકડું જંગલી પરિવાર ( છ સભ્યોનું ) હંમેશા દિવસ સિવાય ગુફામાં જ ભરાયેલું રહે છે , કારણકે પરિવારના મુખ્ય વ્યક્તિ ‘ Grug ‘નું માનવું છે કે અંધારામાં બહાર નીકળવું નહિ , કોઈ સાહસ કરવું નહિ અને મુખ્ય તો કઈ કરતા કાઈ નવું કરવું જ નહિ ! . . . માટે જ તો નજીકના આટલા વિસ્તારમાં તેઓ એક જ પરિવાર જીવતું બચ્યું છે . . . યુગ ચાલી રહ્યો છે કે જયારે સાતેય ખંડો એક હતા અને હવે તેઓ અલગ થઇ રહ્યા હતા . . . પણ , ગાય નામક એક વ્યક્તિના આવવાથી પરિસ્થિતિ બદલાય છે અને તેઓએ ગુફા છોડીને બહાર નીકળવું પડે છે . ( કારણકે હવે ચારેબાજુ વિનાશ જ થઇ રહ્યો હોય છે અને હવે તેઓએ ઉત્તર-પૂર્વ’ની દિશામાં જ જવું જરૂરી હોય છે . ) . . . આગળ તો તમારે જ જોવું રહ્યું 🙂

ધ ક્રુડ’સ પહેલી નજરે બીજા એનીમેશન જેવું જ બબલી અને રીપીટેટીવ લાગે અને પહેલી 20 મિનીટ તો એવું લાગે સુધ્ધા છે . પણ પછી Grug અને Guy એ બંનેની અલગ સોચ અને અલગ જ એક્શન’ની મજા જ કઈ ઔર બતાવી છે . . . મૂળ તો તે સફર દરમ્યાન આવતી અવનવી લીલોતરી’થી ખચાખચ સૃષ્ટિ અને નીતનવીન / ચિત્રવિચિત્ર પ્રાણીઓ મોજ પડાવી દે છે 🙂 ( ચાર પાંખોવાળા કાચબા , ચાલતી વ્હેલ માછલી , બિલાડી જેવો કદાવર છતાં પણ ક્યુટ એવો વાઘ , મગર જેવા મોઢા’વાળો કુતરો , એક જ પૂછડી’એથી જોડાયેલા બે વાંદરાઓ ! ) . . . મતલબ કે મૂળ કેરેક્ટર્સ તો ઠીક પણ સાથે સાથે પ્રવાહમાં ઉમેરતા નાનકડા કેરેક્ટર્સ પણ મોજ પડાવી ધ્યે છે . . . એમાં પણ પેલું નાનકડું સ્લોથ ( કે જે વારંવારે એક જ વાક્ય બોલતું હોય છે . . . ટણ ણ ણ ણ , અને તેની હરકતો તો . . 😀 ) .

f

ફિલ્મ આખરી 30 મીનીટમાં ગજબ’ની જીવંત થઇ ઉઠે છે અને ખરેખર આપણને તે બધાય પાત્રો સાજા-નરવા તેમની જગ્યાએ પહોંચી જશે કે નહિ , તેની ચિંતા થાય છે . . . એનીમેશન હરહંમેશ’ની જેમ જ ધાંસુ અને ક્રિસ્પી છે ( તેઓએ અવનવી સૃષ્ટિ અને જીવો દેખાડવામાં કલ્પનાઓની સીમા દેખાડી દિધી છે . એટલી તો કલરફૂલ દુનિયા દેખાડી છે કે રંગઅંધ માણસ પણ રંગો જોવા માંડે ! મતલબ કે આ ફિલ્મ એક વિઝ્યુઅલ જલસો છે 🙂 )

અને ડીરેક્ટર જોડી ( Kirk De MiccoChris Sanders ) માંથી Chris Sanders એ How to train your Dragon‘નાં ડીરેક્ટર પણ હતા .

My Rating : 8 / 10 < Home >

IMDb : 7.3 / 10 by 62,000 + People { by Nov. 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

4} Tangled , 2010

ટેંગલ્ડ’ની સ્ટોરી તો જેઓએ ફિલ્મ ન જોઈ હોય તેઓએ પણ ક્યાંક સાંભળી હશે . . . એક અત્યંત લાંબા વાળ’વાળી રાજકુમારી’ને એક ડાકણે એક એકદંડિયા મહેલમાં પૂરી રાખી હોય છે અને જયારે તે ડાકણ બહારથી પાછી ફરે ત્યારે તે રાજકુમારી તેણી’ના વાળ નીચે ફેંકે અને પેલી ઉપર ચડી જાય !! . . . અહીંયા પણ તે જ કથાવસ્તુ છે , પણ થોડા ફેરફાર સાથે . . . રાજકુમારીના વાળ અત્યંત લાંબા તો હોય જ છે , પણ જયારે એક ખાસ ગીત ગવાય ત્યારે તે જ વાળ કોઈ પણ દર્દ મટાડવાની અદભુત શક્તિ પણ ધરાવે છે , અને તે જ જાદુ થકી પેલી ડાકણ આટલા વર્ષોથી યુવાન હોય છે .

i

. . . આમને આમ રાજકુમારી 18’માં વર્ષમાં પ્રવેશે છે , પણ હજુ સુધી તેણી કોઈ દિવસ બહાર નથી ગઈ ! . . . તેને બહારની દુનિયા જોવી છે , એક ખાસ દ્રશ્ય માટે . . . . કે જે દર વર્ષે તેણીના જન્મદિવસે આકાશમાં સર્જાય છે . . . તે છે રાત્રીના હજારો ઉડતા ફાનસો’નું દ્રશ્ય . . . . કે જે તેણીના અસલી માં-બાપ જ તેઓની એકમાત્ર ગુમ થયેલી દીકરી માટે કરતા હોય છે . . . . પણ એક દિવસ તે એકદંડિયા મહેલમાં એક ચોર આવી ચડે છે અને . . . આગળ તો તમારે જ જોવું રહ્યું . . . શું રાજકુમારી તે અદભુત દ્રશ્ય જોઈ શકશે ?

j

આ ફિલ્મ ડીઝની’ની 50મી એનીમેશન ફિલ્મ છે અને માટે જ અત્યંત ખાસ રીતે બનાવાઈ છે . ફિલ્મ તે રીતે અત્યંત રીચ છે . . . અદભુત એનીમેશન . . . k અને તે પણ હાથેથી દોરાયેલ ત્રિ-પરિમાણમાં . . . ઘણા સમય બાદ આ ટેકનીક વપરાઈ છે અને તે પણ ખુબ જ ઉચ્ચ દરરજાની CGI ટેકનીક’ને તેની સાથે મિક્ષ કરીને . . . આ ફિલ્મ ડીઝની’ની 50મી ફિલ્મ હોય’ને અત્યાર સુધીની સૌથી મોંઘી એનીમેશન મુવી છે ! . . . ફિલ્મ’માં ચાલતા કોઈ પણ મુખ્ય પાત્ર’ની પાછળ’નું દ્રશ્ય લઇ લો તો ખ્યાલ આવશે કે તે દ્રશ્ય કેટલી હદે ઝીણવટ ભરેલું છે ( મહેલ , ધોધ , ગુફા , જંગલ , પેલો એક્દંડીયો મહેલ  )

. . . ફિલ્મ’નાં બે નાના છતાં પણ મહત્વના પાત્રો એટલે પાસ્કલ નામક દેડકા જેવો કાંચીડો અને વધુ પડતો તેજીલો અને હોંશિયાર એવો મેક્સીમસ નામક ઘોડો ! . . . રાજકુમારી અત્યંત નિર્દોષ અને મુગ્ધ દેખાડાઈ છે , તે રીતે તેણીના હરેક હાવભાવ ખુબ અદભુત દેખાડ્યા છે . . . ફિલ્મ થોડેક અંશે મ્યુઝીકલ પણ છે . . . છેક છેલ્લે આવતું હજારો ઉડતા ફાનસો’નું દ્રશ્ય ખરેખર અદભુત છે અને એક લોકલ બાર’માં રાજકુમારી અને કેટલાય બદમાશો સાથેનું એક રમતિયાળ ગીત પણ અત્યંત અદભૂત છે .

l

બે વાતો ખુબ સરસ કહેવાઈ છે . . .

1) શું તમે માણસ નથી . . જો હા , તો તમારું કોઈ સ્વપ્ન જરૂર હોવું જોઈએ 🙂

2) રાજકુમારી : મને ડર લાગે છે કે ઘણા વર્ષો સુધી સેવેલું આ સ્વપ્ન પૂરું થઇ જશે , પછી શું ? ચોર : પછી ફરી એક નવું સ્વપ્ન 🙂

My Rating : 8 / 10 < Home >

IMDb : 7.8 / 10 by 1,55,000 + People { by Nov. 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

5} Horton Hears a Who! , 2008

હોર્ટન નામનો એક મસ્ત મોજીલો અને નિર્દોષ હાથી હોય છે અને તેને એક વાર અચાનક જ હવામાં ઉડતા એક નાનકડા તણખલા જેવા રૂંવા’માંથી અવાજ સંભળાય છે અને થોડીવાર’માં તો ખ્યાલ આવે છે કે અંદર તો અત્યંત નાનકડા ( નરી આંખે ન દેખી શકાય તેવા ) જીવો’ની એક આખી દુનિયા હોય છે . . . કે જેઓને ખુદને ખબર નથી હોતી કે તેઓની આ ટચુકડી દુનિયાની બહાર કોઈ અત્યંત મહાકાય દુનિયા પણ છે . . . હોર્ટન તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે અને સદભાગ્યે તે નાનકડી ( છતાં પણ વિશાળ ) દુનિયામાંથી , ત્યાનો મેયર જ તેનો અવાજ સાંભળી જાય છે ! . . . અને જયારે તે મેયર’ને આ અચરજ માલુમ થાય છે ત્યારે તે હોર્ટન’ને વિનંતી કરે છે કે તેઓને કોઈ અત્યંત સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવે કે જેથી કરીને તેઓને કોઈ નુકશાન ન થાય અને હોર્ટન’ને એક સ્થળ મળે છે . . . દુર પહાડ’ની ટોચ પર . . . પણ ત્યાં સુધી જવાનો માર્ગ સરળ નથી . . . પછી શું થાય છે , તે તો આપે જ જોવું રહ્યું 🙂

આ જ નામે અગાઉ 1970‘માં શોર્ટ ફિલ્મ બની હતી અને હવે 2008’માં બની . . . હોર્ટન’નો અવાજ દીધો છે , જીમ કેરી’એ અને પેલા મેયર’નો અવાજ છે , સ્ટીવ કેરલ’નો . . . સ્ટોરી ખુબ વાર લગાડીને ઝડપ અને પક્કડ ઉભી કરે છે અને નાના નાના પાત્રો’ની કમી પણ વર્તાય છે ( કે જે મહતમ એનીમેશન ફિલ્મો’નો મહત્વનો હિસ્સો હોય છે . )

A Person is a person . No matter how small .

A Person is a person . No matter how small .

. . . પણ , એક બાજ અને હોર્ટન’ની પકડાપકડી અને છેક છેલ્લે’ના કલાયમેક્ષ ( ભાવનાત્મક અંત 🙂 ) સિવાય ફિલ્મ થોડી સાદી લાગે છે .

My Rating : 7 / 10 < Home >

IMDb : 6.9 / 10 by 81,000 + People { by Nov. 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

6} Oblivion , 2013

Oblivion એક Post Apocalyptic ફિલ્મ છે કે જેમાં તમને સ્ટોરી કરતા વિઝ્યુઅલ્સ’માં જામો પડી જશે . . . ઘણા વર્ષો પહેલા એલીયન એટેક થયો હતો અને તેઓએ આપણો ચંદ્ર નષ્ટ કરી નાખ્યો હતો અને તે પગલે આવેલ ભયાનક ધરતીકંપ , પુર અને સુનામી’એ પૃથ્વી’ને ઘમરોળી નાખી હતી , પણ આખરે ન્યુક્લીયર મિસાઈલ્સ’નાં હુમલા બાદ મનુષ્યો’ની જીત થઇ હતી . . . પણ હવે પૃથ્વી પર કોઈ રહેતું નથી અને બધા જ શનિ’નાં ઉપગ્રહ ટાઈટન પર ચાલ્યા ગયા છે . . . અને આગળ તો તમે જ જોઈ લેશો એવી મને હૈયાધારણા છે 😉 { તા.ક : હૈયા અને ધારણા એ બે બહેનો’નાં નામ નથી ! – તા.ક પૂરું અને ધીનાધીન શરુ 😀  }

ફિલ્મ જે હદે શરુ થાય છે અને જે જે દ્રશ્યો તેમણે તબાહી બાદ’ના દર્શાવ્યા છે તે ખરેખર અદભુત અને સ્ટનીંગ છે . . . પણ જે રહસ્ય’ની આસપાસ તેઓએ જાળું બાંધેલ અને વાર્તાપ્રવાહ આગળ ધપાવેલ તે એક તબક્કે ઘણો ઢીલો બની જાય છે .

4

. . ટોમ ક્રુઝ હજુ પણ એટલો જ સ્ફૂર્તિલો લાગે છે ( 50’નો થયો અને વન’માં પહોંચી ગયો તોયે 😉 . . ) અને તેના સિવાય કોઈના પણ અભિનયમાં ભલી વાર નથી લાગતી . . . અને જેમ અગાઉ પણ કહ્યું તેમ , કે ફિલ્મ આગળ જતા તેની સ્ટોરી કરતા તેની અદભુત સ્પેશીયલ ઈફેક્ટ અને અસલી લોકેશન પર કરાયેલ શુટિંગ માટે યાદ કરાશે ! હાં , ફિલ્મ’નો સાઉન્ડટ્રેક પણ જબરદસ્ત છે . . . સાંભળજો જરૂર 🙂

Bubbleship

અને હાં , જે ટુ-સીટર પ્લેન કે જે ” બબલશીપ “નાં નામે દર્શાવાયું છે , તે મસ્ત બનાવાયું છે ( સાચે સાચું એસેમ્બલ કરીને ! )

My Rating : 7 / 10 < Home >

IMDb : 7 / 10 by 1,99,000 + People { by Nov. 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

7} The Last Stand , 2013

એક ખુબ ખૂંખાર ડોન જેલમાંથી નાસી છૂટ્યો હોય છે અને તે પણ એક સ્પોર્ટ્સ કાર’માં . . . હાં , તેને એવો ઢઢળીયો અને લટકામાં એવો ફાંકો હોય છે કે તેને કોઈ પકડી નહિ શકે અને તે નજીકમાં જ આવેલી મેક્સિકો’ની સરહદે પહોંચી જશે ( આ ભાઈ ભૂતપૂર્વ રેસિંગ ચેમ્પિયન પણ રહી ચુક્યા હોય છે ! ) . . રસ્તામાં તેના માણસો તેની આડે આવતી અડચણો હટાવતા રહેતા હોય છે ( રોડ પરની . . . આપણે અહીંયા ગુજરાતમાં આવું કોઈ ગાડી લઈને નાસી છૂટ્યું હોય તો રસ્તે આવતા ખાડા અને ગાય-ભેંસ જ તેની પથારી ફેરવી નાખે 😀 ) . . . પણ , તેના આખરી પડાવ’ની વચ્ચે આવે છે , એક નિવૃત થવાના આરે ઉભેલો શેરીફ ( આર્નોલ્ડ ) કે જે તેની બેન્ડ બજાવી દયે છે 🙂

. . . ફિલ્મ’માં આમ તો વિશેષ કાઈ નથી , પણ ફિલ્મ’માં ખબર નહિ કેમ પણ મજા આવી ગઈ 🙂 તેનું એક કારણ આર્નોલ્ડ’ની સિમ્પલ અને ગાલમાં ડીમ્પલ પડાવે તેવી મોજીલી એક્ટિંગ અને અન્ય સીલી કેરેક્ટર્સ ! . . . છેલ્લે , એક માજી’નો ધાંસુ સીન આવે છે , જોજો જરૂર . . . ઢીંચ્યાવ 🙂

My Rating : 7 / 10 < Home >

IMDb : 6.4 / 10 by 67,000 + People { by Nov. 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

8} Pacific Rim , 2013

ફરી એકવાર , એલીયન એટેક . . . પણ એક નવા અને જુના અંદાજ’માં . . . નવો એ રીતે કે એલીયન આ વખતે અંતરીક્ષ’માંથી નહિ પણ પ્રશાંત મહાસાગરમાં પડેલ એક જબ્બર ફાંટ’માંથી આવ્યા છે . . . અને જુનો એ રીતે કે આ એટેક મહાકાય ગોડ્ઝીલા દ્વારા થયો છે . . . . નિશ્ચિત સમયે , થોડા થોડા દિવસોએ આ મહાકાય ફાંટ’માંથી કદાવર અને જોરાવર ગોડ્ઝીલા’ઓ નીકળે છે અને દરિયાકિનારા’ઓના શહેરો અને આસપાસના વિસ્તારોની પથારી ફેરવી નાખે છે . . . અને તેમની સામે પડ્યા છે મહાકાય રોબોટ’સ કે જેમનું સંચાલન તેમની અંદર જ રહેલા બે લોકો કરે છે કે જેઓ તેમની સાથે મસ્તિષ્ક’થી પણ જોડાયેલા છે અને સરવાળે આ બંને લોકો એકબીજાથી પણ જોડાયેલા છે . . . મહતમ ફાઈટ’માં આ મહાકાય રોબોટ ( કે જેમને યેગર કહેવાય છે અને પેલા ગોડ્ઝીલા’ઓને કાઈજુ કહેવાય છે ! ) જ જીતે છે , પણ અનહદ ખુવારી અને નુકશાન વેઠીને . . .

ધીમે ધીમે નાણા’નું ભંડોળ ખૂટવા લાગે છે અને બધા જ દેશોના મંડળ આ પ્રોગ્રામ’ને ( યેગર પ્રોગ્રામ ) બંધ કરવા ઈચ્છે છે . . . પણ જનરલ સ્ટેકર તેને બંધ કરવા નથી ઈચ્છતા અને એક આખરી વાર સજ્જડ વાર કરવા માંગે છે કેમકે ધીમે ધીમે તેમને અને તેમની વૈજ્ઞાનિક ટોળકી’ને આ સમગ્ર ઘટનાક્રમ સમજાવા લાગે છે . . . પણ હવે આ ખર્ચાળ રોબોટ’સને ચલાવવા માટેના પાયલોટ પણ ઘટવા લાગે છે અને સમગ્ર ઘટનાક્રમ એક મહાભયંકર વળાંક પકડે છે . . . . એ માટે તો તમારે જ આગળ જોવું રહ્યું 🙂

પહેલી નજરે સમગ્ર ઘટના અને તેના પરથી બનેલ આ મુવી સામાન્ય લાગી શકે , પણ જયારે તેની સાથે જીનીયસ દિગ્દર્શકો’માંનું એક નામ Guillermo del Toro જોડાય ત્યારે એક મસ્ત / રૂંવાડા ઉભા કરી દેતી મહાકાય અને લાર્જર ધેન લાઈફ મુવી બની શકે અને સરવાળે બની પણ છે . . . ફિલ્મ’માં સરવાળે સ્ટોરી જ બધા પાત્રો પર છવાયેલ રહી છે . . . એક પણ પાત્ર એવા નથી કે જે સ્મૃતિમાં રહી જાય ( જનરલ’નું પાત્ર ભજવતા Idris Elba સિવાય અને રૂંવાડા ઉભા કરી દેતા કાઈજુ સિવાય 🙂 ) છતાં પણ ફિલ્મ એટલી તો થ્રીલીંગ અને મોજે-મસ્તરામ બની છે કે દિલ ખુશ થઇ જાય 🙂

. . . મહતમ ફાઈટ’નાં દ્રશ્યો રાત્રીના અને દરિયામાં ફિલ્માવાયેલા છે , છતાં પણ કંટાળો નથી આવતો અને ધીમે ધીમે વાર્તાનો પ્રવાહ ગજબ’ની પકડ ઉભી કરે છે . . . આટ-આટલી બઘડાટી વચ્ચે પણ બે વૈજ્ઞાનિક ભાઈઓ’ની એક જોડી જબ્બર મોજ પાડી દ્યે છે . . . અને છેલ્લે છેલ્લે , હોંગકોંગ’ની સડકો પર એક જબ્બર ફાઈટ થાય છે , કે જ્યાં રોબોટ ( યેગર ) પેલા ગોડ્ઝીલા’ની એક બે ને ત્રણ કરવા ધોકા’ના પ્રતિક જેવું એક આખેઆખું જહાજ જ ઉપાડી લ્યે છે અને પછી , દે ધનાધન – મતલબ કે ધોકાવાળી !!!  ) , તે વખતનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક તો એટલું સોલીડ છે કે મનેય એકવાર તો હાથોહાથ કરવાની ઈચ્છા થઇ આવી 😉 છેલ્લે આટલું કાતિલ ધડબડાટી વાળું મુવી ક્યારે જોયું , યાદ નથી .

. . . એક સામાન્ય વિષયમાંથી એક ધાંસુ ફિલ્મ કેમ બની શકે તેનો શ્રેય તો ડીરેક્ટર Guillermo del Toro’નેજ જાય ( કારણકે , મોન્સ્ટર વિરુદ્ધ રોબોટ’ના જંગ’ની ગાથાઓ જાપાન સહીત’ના એશીયાઇ દેશમાં ઘણી જૂની છે અને ઘણા વર્ષોથી ત્યાં આ વિષયમાં ઘણું ખેડાણ થઇ ચુક્યું છે . . . ઊલટાની આ ફિલ્મ તો જાપાન અને ચીન’માં વર્ષની મેગા મેગા હિટ સાબિત થઇ ચુકી છે ! )

ફિલ્મ ઈમોશનલી એટલી રીચ નથી , પણ જયારે ફીમેલ લીડ’માની એક માકો ( Rinko Kikuchi )’નાં ભૂતકાળ’ની સ્ટોરી આવે છે ત્યારે કઈક કન્સેપ્ટ ડેવલપ થાય છે અને તદ્દન તે જ રીતે જયારે પેલી પોપ્યુલર અને કાગળ પર સામાન્ય દેખાતી છતાં પણ જયારે જનરલ દ્વાર બોલાય છે ત્યારે ઝક્કાસ લાગતી સ્પીચ પણ  🙂

D Today at the edge of our hope, at the end of our time.  We have chosen to believe not only in ourselves but in each other!  Today we face the monsters that are at our door and bring the fight to them! Today we are cancelling the apocalypse!

જેમ કે પહેલા જ મેં કીધું તેમ , ફિલ્મ’નો બેકગ્રાઉન્ડ સ્કોર જબરદસ્ત અને જોશીલો છે કે તમનેય મેદાનમાં ઉતારવાનું મન થઇ જાય ( By Ramin djawadi ) .

મારા થીયેટર્સ’માં જોયેલા યાદગાર અને ઉત્તેજના’થી ભરપુર ફિલ્મો’માનું એક એટલે . . . ” પેસિફિક રીમ ” . . . કાઈજુ સાથે બાથ ભીડવાની મજા આવી ગઈ 🙂 , કાશ આ ફિલ્મ આઈ-મેક્ષ ‘માં જોવા મળી હોત !

Main Titles – Superb

End Titles – Again Superb

My Verdict : 9 / 10My Mega Recommendation ! > Theater <

IMDb : 7.2 / 10 by 1,73,000 + People { by Nov. 2013 }

Any Theater Moment ?સોરી મિત્રો , કાઈ યાદ આવતું નથી . . . મતલબ કે કાઈ ખરાબ તો બન્યું ન જ હતું 😉

Pacific Rim Special : HERE

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Below 6 / 10

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

9} The Hangover Part III , 2013

સ્ટોરીમાં તો આ વખતે હેંગઓવર જેવું કાઈ નથી ! મતલબ કે સ્ટોરીમાં પણ નહિ અને ટેલીંગ’માં પણ નહિ . . . પહેલો ભાગ એ રીતે એકદમ ઓરીજીનલ અને ફૂલ ઓફ સરપ્રાઈઝ હતો ( તેમાં ગાંડા ગદોડવાની કોઈ લિમીટ બાકી નહોતી રાખી ) , પણ બીજો ભાગ ફરી એ જ હેંગઓવર’ની થીમ પર બન્યો અને જરા પણ મજા ન આવી અને આ ત્રીજો ભાગ તો સાવ ખાડે નાખી દીધા જેવો છે .

The Hangover- Part 3

. . . પેલો એક આંટા’વા ઓછો દાઢી બાવો ( Zach Galifianakis ) પણ ઢીલો ઢફ લાગ્યો અને ફિલ્મ માંડ માંડ પૂરી થઇ !

My Rating : 2 / 10 < Home >

IMDb : 5.9 / 10 by 1,03,000 + People { by Nov. 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Winner : Pacific Rim , The Croods , Tangled

Pleasant / Surprise Watch : The Last Stand

Looser : The Hangover – Part 3

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

at LAST . . !

} Short film by Wes AndersonCastello Cavalcanti ” ( slightly late . . . )

z

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Advertisements