ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , ,

ઘણા સમયે હોલીવુડ આવ્યું . . . નહિ ? તો ચાલો એ પવિત્ર ઝાડ’ની પ્રદક્ષિણા કરવા 🙂

3 Months & just 12 Movies . . . This is not done 😦

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Their Side { Hollywood }

1) Jack the Giant Slayer , 2013

a Jack & Beanstalk નામક બ્રિટીશ પરીકથા પરથી બનેલું એકદમ સાદું મુવી .

જાદુઈ બીજને પાણીનો સ્પર્શ થતા એક રાક્ષસી વેલો ઉગી નીકળે છે કે જે એટલી ઉંચાઈએ પહોંચે છે કે જ્યાં વાદળોની પેલે પાર મહાકાય રાક્ષસો રહેતા હોય છે અને જોગાનુજોગ રાજકુંવરી પણ ત્યાં પહોંચી જાય છે . . . તેને બચાવવા સેનાપતિ / સૈનિકો / રાજકુંવરીને ન ગમતો તેણીનો મંગેતર અને એક જુવાનીયો ( ખેડૂત ) ચાલી નીકળે છે . . .

પછી તો તમે જાણો જ છો . . . રાક્ષસોએ તા’રાજ’ કર્યું અને આ લોકોએ , ખાઈ પી ને રાજ કર્યું 🙂

. . . એકમાત્ર સ્પેશિઅલ ઈફેક્ટ દાદુ છે , બાકી બધું સાદું છે !

My Verdict : 6 / 10 < Home >

IMDb : 6.3 / 10 by 60,000 + people ( by October 2013 )

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} The Wolverine , 2013

એક્સ-મેન 3 બાદ’ની આ ઘટના છે . . . વુલ્વરીન હવે એકલો જ રહે છે , ફરી એ જ સંતાતો ભાગતો . . . ખાસ તો જીન ગ્રે’ને મારી નાખવાના અપરાધ ભાવથી પીડાતો . . . પણ , ત્યારે યુકીઓ નામની એક જાપાની છોકરી તેને પોતાના માસ્ટર પાસે જાપાન લઇ જવા આવે છે કે જેને બીજા વિશ્વયુદ્ધ સમયે વુલ્વરીને અણુબોમ્બ’થી બચાવેલો . . . અને તે સૈનિક તો હવે વૃદ્ધ થઇ ચુક્યો હોય છે , પણ જાપાન’નો અત્યંત અમીર વૃદ્ધ . . . અને તે વુલ્વરીન’ને એક ઓફર કરે છે . . . તેને તેની આ અજર અમર રહેવાની શક્તિ’માંથી છુટકારો મેળવવાની ! ( કે જે એક પ્રકારે વુલ્વરીન માટે શ્રાપ નીવડી રહી છે ) . . . ઘટના આટલી સરળ નથી . . . શું વુલ્વરીન આ ઓફર સ્વીકારે છે ? . . .

જો તમે એક્સ-મેન સાગા’ના ફેન હોવ તો તમારે આ ફિલ્મ જોવી રહી . . . નહિતર એકલો વુલ્વરીન તમને બોર કરી શકશે , કારણકે અહીંયા વુલ્વરીન સિવાય જુના કોઈ પણ એક્સ-મેન નથી કે નથી કોઈ અન્ય મજા આવે તેવા મ્યુટંટ . . . ફિલ્મ’ના મહતમ કલાકારો નવા છે અને ફિલ્મ’ને જે જાપાની ટચ આપ્યો છે એ મને ક્લાસિક લાગ્યો ( આમ પણ , મને જાપાની બેકગ્રાઉન્ડ વાળી ફિલ્મો બહુ ગમે છે , અને જાપાની એક્ટ્રેસ પણ . .  જેમકે , અહીંયા પોતાની પહેલી જ ફિલ્મ કરી રહેલી Tao Okamoto 🙂 ) . . . પણ , ફિલ્મ’નાં કલાયમેક્ષ સિવાય એટલી બધી થ્રિલ નથી . . .

he is flying ! હાં , એ રીતે વુલ્વરીન છેક છેલ્લે એક વસ્તુથી છુટકારો મેળવે છે . . . કઈ વસ્તુ ? એ તો તમારે જ જોવું રહ્યું . . . અને હાં , પેલી બુલેટ ટ્રેન પરની ફાઈટ સિક્વન્સ મસ્ત છે .

My Verdict : 7 / 10 < Theater >

IMDb : 7.1 / 10 by 87,000 + People ( by October 2013 )

Any Theater Moment ?સોરી દોસ્તો , કાઈ યાદ આવતું નથી . . . હવે ઉંમર થતી જાય છે ! ( મારી અને વુલ્વરીન બંનેની )

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

3} Olympus Has Fallen , 2013

વ્હાઈટ હાઉસ પર હુમલો . . . હુમલાખોરો દ્વારા પ્રેસિડેન્ટ’ને બંધક બનાવવું અને અભેદ્ય બંકરમાં ચાલ્યા જવું . . . એક જ આશા . . . વ્હાઈટ હાઉસમાં રહેલો પૂર્વ સુરક્ષા અધિકારી ” માઈક બેનીંગ ” ( Gerard Butler ) , કે જે વ્હાઈટ હાઉસ’નો એકે એક ખૂણો જાણતો હોય છે અને શરુ થાય છે ‘ ડાય હાર્ડ ‘ સીરીઝ જેવી સ્ટોરી !

જયારે વ્હાઈટ હાઉસ પર હુમલો થાય છે અને તે લોકો માત્ર 13 જ મિનીટ’માં તેનો કબજો લઇ લે છે , તે સિક્વન્સ ખરેખર ખૂંખાર છે . . . પણ જે રીતે તેઓનો માર્ગ શરૂઆતમાં જ અંદર ઘુસવા માટે મોકળો થાય છે તે કાઈ જામ્યું નહિ 😦 . . . મોટાભાગનાં દ્રશ્યો અને એક્શન રાત્રીના છે , તેથી પણ થોડી મજા મરી ગઈ !

. . . સ્ટારકાસ્ટ સોલીડ છે , બટલર / મોર્ગન ફ્રીમેન / એરોન એકહાર્ટ . . . અને હાં , હાથોહાથ’ની લડાઈ મસ્ત છે ( જો જાહેર જીવનમાં કરવી હોય તો જોઈ લેવી 😉 )

ડીરેક્ટર Antoine Faqua‘એ આ અગાઉ પણ 2007’માં શુટર નામનું મસ્ત મુવી બનાવ્યું હતું ( My Verdict – 8/10 ) અને ટ્રેઈનીંગ ડે ( 2001 )’નાં પણ સારા વખાણ સાંભળ્યા છે { પાસે છે પણ જોવાયું નથી ! }

My Verdict : 6 / 10 < Home >

IMDb : 6.4 / 10 by 1,00,000 + people ( by October 2013 )

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

4} Premium Rush , 2012

દોઢ કલાક’ની ફિલ્મ અને દોઢ કલાક’નો જ ઘટનાક્રમ . . . વાત છે એક સાયકલ’સવાર કુરિયર’વાળાની , કે જેને કોઈ બંધ કેબીન’ની જોબ નથી ગમતી . . . તેને તો બસ સાયકલ જ ચલાવવી છે . . . પુરપુરાટ , અને તે પણ કોઈ બ્રેક વગર !!!

પણ એક દિવસ તેના માટે ભારે ઉગે છે અને એક માથાભારે પોલીસ’વાળો તેની પાછળ પડે છે , તેનું જ એક પાર્સલ છીનવી લેવા માટે ! . . . શું હોય છે , પાર્સલમાં ? . . . અને પછી શરુ થાય છે , ન્યુયોર્ક’નાં ધસમસતા ટ્રાફિક’માં પકડા-પકડીની રમત !

ફિલ્મ’માં હવા સાથે વાતો કરતી પુરપુરાટ ભાગતી સાયકલ’નાં દ્રશ્યો જબરદસ્ત છે ( જે રીતે તે આટલા ભયંકર ટ્રાફિક’માં રસ્તો પહેલેથી જ નક્કી કરે છે , તે મસ્ત છે 🙂 )

. . . પણ , એક તબક્કા બાદ સ્ટોરી ખુબ જ અનુમાન બાંધી શકાય તેવી બની જાય છે અને છેલ્લે છેલ્લે કલાયમેક્ષ સુધી પહોંચતા પહોંચતા હાંફી જાય છે ( આખરી 10 મિનીટ ખુબ જ ઢીલીઢફ છે ! ) . . . પણ , છતાય સાયકલ-સવાર માટે એક વાર ફિલ્મ જોવા જેવી ખરી 🙂

My Verdict : 6 / 10 < Home >

IMDb : 6.5 / 10 by 63,000 + people ( by October 2013 )

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

5} Red , 2010

RED એટલે ” Retired : Extremely Dangerous  ” . . . જી હાં , અહીંયા બધા જ મુખ્ય કિરદાર નિવૃત છે અને છતાં પણ ઈચ્છા/અનિચ્છા’એ પ્રવૃત છે ! . . . બ્રુસ વીલીસ , હેલન મીરેન , મોર્ગન ફ્રીમેન આ બધાય મસ્ત કલાકારો નિવૃત CIA એજન્ટ્સ છે કે જેમના પર અચાનક હુમલાઓ થવા માંડે છે અને તેમને મારી નાખવાનું કાવતરું ઘડાઈ ચુક્યું હોય છે . . .

આ બાજુ ફ્રેંક મોઝીસ ( બ્રુસ વીલીસ ) નિવૃત જીવન જીવતા જીવતા , એક છોકરી’નાં પ્રેમમાં પડે છે કે જેનો તેણે ખાલી અવાજ જ સાંભળ્યો હોય છે ! અને હવે તેણીના જીવન પર પણ ખતરો હોઈ ફ્રેંક તેને તેણીના ઘરેથી જ ઉઠાવી લ્યે છે . અને હવે શરુ થાય છે . . . ઘરડે ઘડપણે ગાડા વાળવાની શરૂઆત 🙂 j . . . ફિલ્મ એક લાઈટ કોમેડી એક્શન ફિલ્મ છે કે જેનો બીજો ભાગ પણ હમણાં જ આવી ચુક્યો છે . . . જુના અને જાણીતા કલાકારો હોવાથી મજા આવશે , સ્ટોરીમાં ખાસ એવું કશું નથી { આટલુ લખાણ તાવ’માં લખાયેલું છે , વિશ્વાસ ન આવતો હોય તો અક્ષરો’ને અડી જુઓ . . . ગરમ હશે ! . . . અરે ભલા માણસ તમે અડી પણ લીધું ! એ તો તમારી સ્ક્રીન ગરમ હશે . . . હાં , પણ હું તાવ’માં જુઠ્ઠું નથી બોલતો , પણ જેવો તાવ ઉતર્યો કે . . . 😉 } i

અને હાં માર્વિન’નું ( John Malkovich ) પાત્ર મસ્ત અને ધૂની છે . . . અને પેલા મહાઘરડા રેકોર્ડ-કીપર’નું પણ 🙂

My Verdict : 6 / 10 < Home >

IMDb : 7 / 10 by 1,63,000 + people ( by October 2013 )

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

6} Yes Man , 2008

જયારે મગજ’માં મૃતકોષો વધવા માંડે અને મગજ કામ કરતું બંધ થઇ જાય , ત્યારે તમારો એકમાત્ર તારણહાર બની શકે . . . જીમ કેરી 😀 ( બાપરે . . કેટલા દિવસે જીમ કેરી’નું મુવી જોયું ! અમે બંને’એ ભેગા થઈને ગાંડા ગદોડ્યા . . 😀 )

કાર્લ એલન’ની ( જીમ કેરી ) ઓલરેડી બેન્ડ વાગી ચુકી હોય છે ( છ જ મહિનામાં ડિવોર્સ , અણગમતી નોકરી , ખુબ જ ઓછા દોસ્ત અને સાચા દોસ્તો’નો સામનો કરવાથી ડરવું , આખો દિવસ ઘરમાં બેઠો બેઠો કા તો સુઈ જાય અથવા ફિલ્મો જોયે રાખે . . . રોજ’ની એજ સવાર અને એ જ સાંજ 😦 )

. . . . અને એક દિવસ તે હારી / કંટાળી’ને એક પ્રોગ્રામ’માં જઈ ચડે છે . . . એક મોટીવેશનલ પ્રોગ્રામ કે જેનો ટ્રેઈનર લોકો’ને ” હાં ( Yes ) ” કહેતા શીખવતો હોય છે ❗ . . . જીવન’ને હાં કહો , આવનારી તક’ને હાં કહો . . . ગમે તે સંજોગ હોય / દેશ હોય કે પહેરવેશ હોય . . . તેને બિન્ધાસ્ત હાં કહી નાખો  . . . પછી જુઓ એક પછી એક સમસ્યાઓ ઉકેલવા માંડે છે કે નહિ . . . જિંદગી’ને ‘ હાં ‘ નામની એક તક આપો . . . . અને આપણા આ ભાઈ’ને મગજમાં બેસી જાય છે અને પછી જે ધમાલ બોલાવે છે કે બસ !

. . . શરુઆત’મા જ એક ભિખારીને લીફ્ટ આપે છે , ત્યારબાદ પોતાના ફોનમાંથી વાત કરવા દે છે ( બેટરી ખલાસ થઇ જાય ત્યાં સુધી ! ) અને છેલ્લે પોતાનાં બધા જ પૈસા સુધ્ધા તેને આપી દ્યે છે !!! . . . પણ આવા જ ચિત્ર વિચિત્ર વાનરવેડા કરતા કરતા તેને એક મન’ની માણીગર એવી એલિસન’નો ( zooey deschanel ) ભેટો થાય છે . . .

પણ શું કહેલી ‘હાં’ હૃદય’માંથી નીકળેલી ન હોવી જોઈએ ? શું હર સમય સામેવાળાને / જિંદગીને ખુશ રાખી શકીએ ? શું દરેક હાં તમને બેવકૂફ તો ઠરાવતી ને ? બધુય અહીંથી જાણવા મળશે અને એ પણ જીમ કેરી’ના અંદાજમાં 🙂 o તેની સાથે Zooey’ની જોડી પણ મસ્ત અને રિફ્રેશિંગ લાગે છે ( એટલે મારો કહેવાનો મતલબ કે zooey સરસ મજાની કાનુડી લાગે છે , એમ છે . . . 🙂 ) . . . જીમ કેરી હોય એટલે એક વિચિત્ર અને નવી જ વાર્તા તો હોવાની પણ આ કથાનક ખરેખર તો Danny Wallace નામક બ્રિટીશ લેખક / પ્રોડ્યુસર / પત્રકાર’ની ઓટોબાયોગ્રાફી આધારિત છે કે જેણે સતત એક વર્ષ સુધી ગમે તે સંજોગો / ઘટનાને ‘ હાં ‘ કહેવાનું વ્રત ( ! ) પાળ્યું હતું !!! અને કરી પણ બતાવ્યું હતું ! . . . તો બોલો , શું તમારી હાં છે ? 😉 ( અરે વિવાહ માટે નથી પૂછતો !!! )

હાં , પણ જીમ કેરી’એ આ ફિલ્મ’માં અગાઉની સરખામણીએ ઓછા ગાંડા કાઢ્યા છે , પણ કાઢ્યા છે જરૂર 🙂 . . . . . તો . . . ” સાજા હોય કે માંદા , ચાલો કાઢીએ ગાંડા ” . . . ” ગરોળી હોય કે વાંદા , ચાલો કાઢીએ ગાંડા ” . . . ” પરણેલા હોય કે વાંઢા , ચાલો કાઢીએ ગાંડા ” અને છેલ્લે , , , આપ સૌને ન હોય કોઈ વાંધા , તો . . . ચાલો કાઢીએ ગાંડા 😀

My Verdict : 7.5 / 10 < Home >

IMDb : 6.8 / 10 by 1,98,000 + people ( by October 2013)

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

7} Snitch , 2013

” સ્નીચ ” સત્ય ઘટનાઓ’થી પ્રેરિત ફિલ્મ છે . . . કે જ્યાં , જ્હોન મેથ્યુસ’નો ( ધ રોક ) દીકરો જાણે-અજાણે ડ્રગ્સ’ની લેવડ-દેવડમાં ફસાઈ જાય છે અને તેની માથે તોળાય છે અંદાજે 10 વર્ષની જેલની સજા ! . . . કોઈ પણ પ્રયત્નો કારગત ન નીવડતા આખરે જ્હોન નાર્કોટીક્સ વિભાગ’નો ગુપ્ત ખબરી બની એક મોટા ડ્રગ ડીલરને પકડવાના અભિયાનમાં સામેલ થાય છે . . . કે જો તે પકડાય તો જ તેનો દીકરો મુક્ત થઇ શકે . . . . Snitch પૂરી ફિલ્મ માત્ર ને માત્ર ડ્વાયન જહોન્સન’નાં ( ધ રોક ) ખભે જ ઊંચકાઈ છે અને એક સત્યકથાનક’ને સારો ન્યાય પણ આપી શકી છે . . . છેલ્લે છેલ્લે કલાયમેક્ષ આ ઘટનાત્મક થ્રીલર’માં સારો એવો જીવ ફૂંકે છે , અન્યથા ફિલ્મ થોડી ડલ લાગી શકે !

My Verdict : 7 / 10 < Home >

IMDb : 6.5 / 10 by 36,000 + people ( by October 2013)

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

8} Epic , 2013

મેરી પોતાના પિતાને મળવા જંગલ’ની વચ્ચોવચ સ્થિત એક જુના પુરાણા ઘરમાં મળવા આવે છે કારણકે તેણીની માતા , તેના પિતાથી હવે જુદી રહેતી હોય છે , અને મેરી પણ પોતાના પિતાની પોતાના કરતા વધુ તેમના રહસ્યમય સંશોધનોમાં ( જંગલમાં રહેતા જીવંત લીલોતરી અને જીવજંતુઓ . . . આંગળીના વેઢા જેવા ટચુકડા લોકો ! ) વધુ રૂચી રહેતી હોય , માત્ર એક છેલ્લી વાર મળવા આવી હોય છે . . .

પણ તેણીની સાથે કૈક એવું થાય છે કે તે ખુદ એક નાનકડી ટબુડી બની જાય છે અને જંગલમાં તેણીની પર એક મોટી જવાબદારી આવી પડે છે . . . એક જાદુઈ કળી’ને તેના નિયત મુકામે પહોંચાડવાનું . . . તે પણ પાનખર અને સડા’ના પ્રતિક સમાન દુશ્મનથી બચીને . . .

z Epic વિષે જયારે સૌપ્રથમ ટ્રેઇલર જોવાનું થયું . . . ત્યારે સારો એવો ઉત્સાહ હતો . . . પણ ઝક્કાસ એનીમેશન’ને બાદ કરતા વાર્તા ખુબ જ ઢીલી ઢફ્ફ પડે છે . . . જંગલ’ની અજીબોગરીબ દુનિયાને લાજવાબ દેખાડી છે અને ઘડીક તો આપણને તે હરિયાળીમાં પહોંચી જવાનું મન થાય છે . . . હાં , પણ નાનકડા ટેણીયાવ અને પરિવાર સહીત જોવા જેવું ફુલ્લી એનીમેશન તો ખરું જ . . .

ડીરેક્ટર છે Chris Wedge, કે જેમણે Ice Age‘નો પહેલો ભાગ બનાવ્યો હતો .

My Verdict : 7 / 10 < Home >

IMDb : 6.6 / 10 by 35,000 + people ( by October 2013)

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Below 6 / 10

1} Hansel & Gretel: Witch Hunters , 2013

જર્મનીના બ્રધર્સ ગ્રીમ્સ’ની કથાઓમાની એક ફેન્ટસી . . . હેન્સલ & ગ્રેટેલ , કે જેની મૂળ વાર્તા પ્રમાણે બે બાળકો ( જોડિયા ભાઈ બહેન ) એક ડાકણ’ની ઝુંપડીમાં ભૂલથી પહોંચી જાય છે ! અને ડાકણ તેમને વિવિધ પ્રોલોભનો આપીને મારી નાખવા માંગતી હોય છે . . .

તે જ કથાનું આધુનિક સંસ્કરણ એટલે આ ફિલ્મ . . . અહીંયા બંને ભાઈ બહેન ડાકણો’ને મારતા શિકારી બન્યા છે . . . r નબળો સ્ક્રીનપ્લે / નબળા ડાયલોગ્સ / સારા કલાકારો અને જરા પણ પકડ નહિ ! . . . તમતમારે આગળ નીકળી જાઓ , ભૂલેચૂકેય પાછળ જોતા નહિ . . . જય હિન્દ .

My Verdict : 3 / 10 < Home >

IMDb : 6.1 / 10 by 89,000 + people ( by October 2013)

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} London boulevard , 2010

સ્ટોરી છે . . . એક ત્રણ વર્ષ પછી જેલમાંથી છુટેલા ક્રિમીનલ , એક પાપારાઝી’થી છુપાઈને ઘરમાં જ કેટલાય દિવસોથી બેઠેલી હિરોઈન’ની અને એક ડેન્જર ડોન’ની ( અને મેં ફિલ્મ જોઈ એટલે મારી 😉 )

શું કહેવા માંગતા હતા કે પછી શું કરવા માંગતા હતા . . . એ તો રામ જાણે ( જો તમે આસ્તિક હો તો ) અથવા તો કુદરત જાણે ( . . નાસ્તિક હો તો ! )

My Verdict : 3 / 10 < Home >

IMDb : 6.2 / 10 by 30,000 + people ( by October 2013)

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

3} Parker , 2013

લુંટ . . . દગો . . . બદ.લો . . . જે.લો . . . પામ રિસોર્ટ !

જોયું એકદમ સાદી ઘી ચોપડ્યા વિનાની રોટલી જેવો જ ફિલ્મ’નો પ્લોટ છે 🙂 હાં , અમેરિકાના પામ રિસોર્ટ ફરવા જવા પહેલા તેને ચેક કરવો હોય તો આ ફિલ્મ અવશ્ય જોવી . . .

જે.લો અને રિસોર્ટ બંને સુંદર લાગે છે અને જેસન સ્ટેથમ બંદર લાગે છે !

My Verdict : 4 / 10 < Home >

IMDb : 6.1 / 10 by 48,000 + people ( by October 2013)

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

4} Mirror Mirror , 2012

સ્નો વ્હાઈટ” ફેરીટેલ્સ’નું હજુ એક નવીન સંસ્કરણ . . . એટલે “ મિરર મિરર ” ( તેની સાથે જ પેલું ક્રિસ્ટીન સ્ટીવર્ટ’વાળું મુવી આવ્યું હતું . . . યાદ છે ? – સ્નો વ્હાઈટ & હન્ટસમેન ) . . .

પૂરું મુવી એક રમતિયાળ અંદાજ’માં હિંસાથી દુર બનાવાયું છે , પણ તેની સામે સ્ટોરીમાં એવો કાઈ દમ નથી કે જે તમને એક્ની એક ગાથા કે જે તમે જોઈ ચુક્યા હોય તેમાં રસ ઉભો કરી બતાવે !

દુષ્ટ રાણી તરીકે જુલિયા રોબર્ટ્સ છે ( કે જે મહાબક્વાસ લાગે છે 😉 ) અને પ્યારી સ્નો-વ્હાઈટ તરીકે લીલી કોલીન્સ છે ( કે જે ભારે નાજુક અને નમણી રાજકુમારી લાગે છે 😉 😉 )

. . . હાં , પેલા 7 ઠીંગણા’ઓમાં ઘડીક મજા આવે છે , પણ પછી નહિ . . . ! ઠીંગણાઓ’નો એક સરસ ડાયલોગ છે : આપણાથી ઊંચા લોકોનો વિશ્વાસ ન કરવો 🙂 w My Verdict : 5.5 / 10 < Home >

IMDb : 5.5 / 10 by 49,000 + people ( by October 2013)

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Winner : Yes Man  Pleasant Watch : Epic , RED

Looser : London Boulevard

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

The Grand Budapest Hotel , 2014

Remember , Moonrise Kingdom ? Wes Anderson is back . . . 🙂

Superman 75th Anniversary Animated short from DC Comics