ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

Lots of Images , please spare your 2 to 3 minutes to settle the POST 🙂

આજે 11 ફિલ્મોની વાતો છે પણ તેમાયે જૂની ફિલ્મોની વાતો જરા વધુ થઇ ગઈ છે . . . કે જેમાં મહતમ સઈદ અખ્તર મિર્ઝા‘ની ચાર ફિલ્મો સામેલ છે ( કે જેઓ Indian Parallel Cinema‘માં સન્માનીય સ્થાન ધરાવે છે ) . . . તો ચાલો શરુ કરીએ . . .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Our Side { Bollywood }

1} Ghanchakkar , 2013

પંડિત ( રાજેશ શર્મા ) , ઇડરીસ ( નમિત દાસ ) અને સંજુ ( ઇમરાન હાશ્મી ) ભેગા મળીને બેંક લુંટે છે અને પૈસા સંજુ પાસે રખાવે છે . . . 3 મહિના બાદ જયારે તેઓ પૈસા લેવા આવે છે ત્યારે એક એક્સીડેન્ટ’માં સંજુ પોતાની અડધી-પડધી યાદદાસ્ત ગુમાવી ચુક્યો હોય છે !

Hainnnn . . . !

Hainnnn . . . !

ફિલ્મ ડાર્ક કોમેડી છે , પણ એવી બધી પણ હસવાની ક્ષણો નથી સિવાય કે વિદ્યા બાલન’નુંહેં . . !

અને હાં , બેંક લુંટવા સમયે ત્રણે લોકોએ જે અમિતાભ , ધર્મેન્દ્ર અને ઉત્પલ દત’નાં મહોરા પહેર્યા હોય છે તે સિક્વન્સ’માં ઉત્પલ દત’નું મહોરું ખરેખર મોજ કરાવે છે ( ઉત્પલ દત , મારા પ્રિય કલાકાર . . . ખાલી મહોરું જ આટલું કમાલ કરી શકે તો એમનું તો પૂછવું જ શું ? 🙂 )

અને આખરે , કલાયમેક્ષ’માં તમને બે એવા ફળો’ની માહિતી મળે છે કે જેમને ધોયા વગર જ ખાઈ શકાય છે 😆 . . . મતલબ કે ફિલ્મ’માં મજા પડેત , પણ પડી નહિ !

My Verdict : 6 / 10 < Home >

IMDb : 5.6 / 10 by 1,600 + People { by Oct. 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} Fukrey , 2013

ચાર છોકરાઓ ઉર્ફે ફૂકરા’ઓ ( દિલ્હી’ની ભાષામાં ! ) . . . અલગ અલગ જરૂરિયાતો’ને લીધે પૈસા’ની જરૂર પડતા ખોટી જગ્યાએ દાવ લગાડી દ્યે છે અને થાય છે , લાખના બાર હજાર !!! . . . હની ( પુલકિત સમ્રાટ ) અને  ચુચા‘ની ( વરુણ શર્મા ) જોડી મસ્ત છે . . . ચુચા ઉટપટાંગ સપનાઓ જુએ છે અને હની તેના ચિત્રવિચિત્ર અર્થ કાઢીને તેના પરથી લોટરી રમે છે અને જીતે પણ છે . . . પણ , એક વાર દાવ ઉંધો પડે છે અને તે પણ ભોલી પંજાબન ( રીચા ચઢ્ઢા ) સામે !

. . . ફિલ્મ’નો પ્લોટ સારો છે પણ પહેલી એકથી સવા કલાક બહુ જ કંટાળાજનક છે . . . છેક છેલ્લી અડધી પોણી કલાક મોજ કરાવે છે . . . હની અને ચુચા’ની જોડીની જેમ જ લાલી ( મનજોત સિંઘ ) અને એક ભિખારી કમ ચોર‘નો પ્લોટ પણ મસ્ત છે . . . અને એકમાત્ર સુંદર ગીત : અંબર સરીયા ( સોના મહાપાત્રા ) . . . ભોલી પંજાબન’નું કેરેક્ટર પણ કઈક અલગ જ છે પણ છેલ્લે તેમાં પણ કાઈ બહુ મજા ન આવી ! . . . અને હા ચારેય ફૂકરા’ઓમાંથી ઝફર’નું પાત્ર મહાબક્વાસ છે ( છેક સુધી , ફિલ્મમાં તેની જરૂર જ શું છે , તે ખબર જ નાં પડી ! )

c

My Verdict : 6 / 10 < Home >

IMDb : 6.6 / 10 by 2,500 + People { by Oct. 2013 }

Nice Animation Opening Sequence 

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

3} D-Day , 2013

કોઈ પણ સાહસ શરુ ત્યારે જ થાય છે , કે જયારે તે સંબંધિત નિયત જન્મ લે છે . . . એક ઈરાદો સેવાય છે અને ત્યારબાદ મક્કમ પગલાઓ લેવાય છે . . . કહાની છે , દાઉદ’ને પકડવાની અને તે પણ પાકિસ્તાનમાંથી તેના જ દીકરાના નિકાહ’માંથી . ડી-ડે , વિષે એક વાત મને ખુબ જ ગમી કે એ ચુપચાપ બિલ્લીપગે આવી અને ચર્ચા જગાવી ગઈ ( કોઈ પણ ફાલતું પ્રમોશન વગર . . તદુપરાંત , આ વિષય પર કોઈ ફિલ્મ બની રહી છે , તેવી કોઈ જાહેરાત વગર . . . )

ફિલ્મ મહદઅંશે ઈરફાન ખાન’નાં નરેશન’માં કહેવાઈ છે કે જે અદભુત માહોલ ઉભો કરી આપે છે ( તેની આંખો અને તેનો અવાજ તેના બે ધારદાર આકર્ષણ છે . ) ફિલ્મ’ની બાકીની લીડ પણ સરસ છે . . . અર્જુન રામપાલ પણ એક આર્મી ઓફિસર તરીકે ફીટ થાય છે અને તે પ્રમાણે ખુન્નસ’ભર્યું વ્યક્તિત્વ ઉપજાવવામાં પણ સફળ થયો છે . . . હુમા કુરેશી તે રીતે વેડફાઈ ગઈ છે ( કદાચિત તેનું પાત્ર ન હોત તો પણ ચાલેત ! ) અને બાકી વધ્યું , દાઉદ’નું પાત્ર . . . તો તે ભજવ્યું છે હમણાથી ગ્રે કેરેક્ટર્સ’માં ધબધબાટી બોલાવતા રિશી કપૂરે ( જાણે દાઉદના રોલમાં કોઈ બીજું હવે જોવું ગમે જ નહિ , છતાં પણ ફર્સ્ટ હાફ’માં તેમનું પાત્ર ખુબ જ ઓછું અને ધીમું છે . . પણ ઈન્ટરવલ બાદ તેમના પાત્રની ખરેખરી બાજુ જોવાની મજા પડે છે . )

ફિલ્મ એક એક્શન પેક્ડ થ્રીલર તરીકે રજુ કરાઈ છે , પણ બીજા ભાગમાં જતા જતા તે એક અલગ જ રુખ ધારણ કરી લે છે અને સરવાળે નથી અહીની રહેતી કે નથી ત્યાની ! ( કારણકે પહેલા ભાગ પ્રમાણે પ્લોટ એવો છે કે દાઉદ’ને પાકિસ્તાન’માંથી ઉપાડી લાવવો . . જયારે બીજા ભાગમાં સિક્રેટ એજન્ટ અને આર્મી ઓફિસર્સ’ની અંગત જિંદગી અને તેમના પરિવાર સંબંધિત સમસ્યાઓ દર્શાવી છે ) . . એ રીતે જોઈએ તો બંને ભાગ સ્વતંત્ર રીતે અદભુત ફિલ્માવાયેલા છે , પણ જો બંને’ને જોડીને એક સળંગ ફિલ્મ બનાવીએ તો દાળ’માં કૈક કાળું હોવાની શક્યતા લાગે !!! . . . તે જ રીતે ફિલ્મ’નો કલાયમેક્ષ પણ કઈક વિચિત્ર જ નીપજાવી દીધો હોય તેવું લાગ્યું ( છેલ્લી 10 મિનીટ – દાઉદ’ની ભારત’ને લપેટા’માં લેતી સ્પીચ જબ્બર છે હો ! ) .

g . . પણ છતાયે , ઘણા સમયે કોઈએ આવી જુદી જ ફિલ્મ બનાવી એટલે તેની મજા જ કાઈ ઔર હોય . . . અર્જુન રામપાલ અને શ્રુતિ હાસન’ની કેમેસ્ટ્રી કમાલની લાગે છે ( અને વાર્તામાં તેમનો પ્રવાહ પણ – દર્દ’નો સંબંધ ) . . તેમના બંને પર ફિલ્માવાયેલા બંને ગીતો અદ્ભુત છે ( ખાસ તો ” અલવિદા ” ગીત – એક નવીન પ્રયાસ ) . . . તે જ રીતે ઈરફાન ખાન અને તેનાં નાનકડા પરિવાર’નું બોન્ડીંગ અને તેમની નાનકડી દુનિયા ખુબ જ સુંદર દેખાડી છે .

My Verdict : 7.5 / 10  < Home >

IMDb : 6.8 / 10 by 2,200 + People { by Oct. 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Below 6 / 10

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

4} Yeh Jawaani Hai Deewani , 2013

સ્ટોરી તો સૌ જ્ઞાનીજનો’ને ખબર જ છે . . . માટે બોર નહિ કરું ! . . પહેલી વસ્તુ તો ફિલ્મ’નું ટાઈટલ જ દુર સુધી ક્યાય બંધ બેસતું નથી !! ( શરૂઆત જ માધુરીના બંડલ આઈટમ સોંગ’થી થાય છે ) . . . અને પછી શરુ થાય છે અનેક રોમેન્ટિક ( અને પાછળથી ઉપદેશ ઝાડતી ) ફિલ્મોની મિક્સ ભેળ જેવી સફર . . . 🙂 ફિલ્મ’નાં ફર્સ્ટ હાફ’માં એવું કહેવાય છે કે હોંશિયાર / ભણેશ્રી’ઓને ક્યાંક ને ક્યાંક રખડું અને આઝાદ પંખીઓ જેવા લોકોની ઈર્ષા થાય છે ( મતલબ કે તેમની જિંદગી જીવવાનું મન થાય છે ) અને બીજા હાફ’મા એવું કહેવાય છે કે જાણે જેઓ રખડી રખડીને થાક્યા હોય તેમ તેઓને જેઓ ઠરી ગયેલા છે ( મતલબ કે ઘર વસાવીને ) તેમની ઈર્ષા આવે છે 😀

ફિલ્મ’નાં ઓલમોસ્ટ બધા જ સોંગ્સ આડેધડ મુકાયા છે ( ફિલ્મ’માં સ્ટોરી વચ્ચે એ જેટલા વિચિત્ર લાગે છે , તેટલા જ ચાર્ટબસ્ટર તરીકે એકલા સારા લાગે છે !બેની દયાલનું બદતમીઝ દિલ . . . ક્રેઝી શબ્દો’વાળું ક્રેઝી ગીત – My Favorite , અને સુનિધિ’નું હાઈ પીચ વાળું દિલ્હી’વાલી ગર્લફ્રેન્ડ ) . . . કોઈ પણ મુદ્દો કે ઘટના વ્યવસ્થિત રીતે કહેવાયા નથીં અને ફિલ્મ ખતરનાક રીતે બસ લંબાયે જ જાય છે ! . . . દીપિકા ક્યારેક ક્યારેક ઝબરદસ્ત કન્ફયુઝિંગ લાગે છે ( ચશ્માં પહેરવાથી ડોક્ટર નથી લગાતું ! )

અને . . . ખરાબ સ્ક્રીપ્ટ ( વાંચો ચવાઈ ગયેલી ! ) તથા ધર્મા પ્રોડક્શન રણબીર કપૂર પાસે પણ લબાડ / ડલ અને મોનોટોનસ એક્ટિંગ કરાવી શકે છે , તેનું આ એક મસ્ત ઉદાહરણ છે 🙂 . . . આ સૌમાં જો કોઈ ધ્યાન ખેંચતું હોય તો એ બે જ લોકો છે . . . કલ્કી અને ફારુક શેખ ! . . . ખરેખર તો રણબીર અને દીપિકા કરતા રણબીર અને ફારુક શેખ’ના દ્રશ્યો ખુબ જ સુંદર છે અને ફારુક શેખ શું કામ આલા દરરજા’નો કલાકાર ગણાય છે , એ ખ્યાલ આવે છે .

My Verdict : 5.5 / 10 < Home >

IMDb : 6.4 / 10 by 8,400 + People { by Oct. 2013 }

ફિલ્મ’નો એક ડાયલોગ : શરૂઆત આઈ લવ યુ’થી થાય છે , પણ પછી એ બે લોકો , તે ત્રણ શબ્દો’ને સાચવી નથી શકતા 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

5} Gippi , 2013

. . . સ્ટોરી છે ગીપ્પી‘ની , કે જે ટીનએજથી આગળ વધી રહી છે અને તે દરમ્યાન’ની મુશ્કેલીઓ . . તદુપરાંત પોતાના સ્થૂળ હોવા અંગેની ગીલ્ટ  . . . મમ્મી-પપ્પા’નાં ડિવોર્સ ચાલી રહ્યા હોય છે ! અને અધૂરામાં પૂરું તે ક્લાસ’ની ટોપ સ્કોલર છોકરીને હેડ-ગર્લ’ની સ્પર્ધામાં હરાવવાની ચેલેન્જ કરી બેસે છે , અને . . .

ગીપ્પી’નો કન્સેપ્ટ સરસ હતો , પણ ઈન્ટરવલ બાદની ધીમી સ્ટોરી અને ખુદ મુખ્ય પાત્ર ‘ ગીપ્પી ‘ જ ઘણી જગ્યાએ ગોથું ખાઈ જતું હોય તેવું લાગ્યું ! ( આપણે ત્યાં ટીનેજ ડ્રામા બહુ ઓછા બને છે અને બને તો કેટલાક આવી જ રીતે મધ્યમાં આવીને દમ તોડી દે છે ! )

. . . ગીપ્પી કરતા તેની મિત્ર’નું પાત્ર ભજવતી ‘ આંચલ ‘ અને ગીપ્પી’નો ભાઈ ‘ બુબુ ‘ મસ્ત અભિનય કરે છે . અને દિવ્યા દત્તા‘ને ( ગીપ્પી’ની મમ્મી  ) કોઈ દી ભૂલાય ? 🙂

My Verdict : 5.5 / 10 < Home >

IMDb : 5.3 / 10 by 350 + People { by Sept. 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Gone with the wind ! / થોડી બક-બક અને બકવાસ સાથે !

Skip it < 50 – fifty < Have it

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

1} Arvind Desai Ki Ajeeb Dastaan , 1978

અરવિંદ દેસાઈ . . . એક મુંઝાયેલો યુવક . . પિતા’ની જાજમ અને શાલ’ની દુકાન’નો એકમાત્ર વારસદાર . પણ તેનો જીવ તેમાં લાગતો નથી . . . એ કશુક ને કશું ગોતતો જ રહે છે , તેને ખુદને ખબર નથી કે તેની દિશા કઈ છે ? ઘડીક પોતાના સામ્યવાદી દોસ્તને ત્યાં જઇ ચડે છે અને તેને અને તેની વાતોને સમજવાનો પ્રયત્ન કરે છે અને ઘડીકમાં પોતાની મોટી બહેન’નાં સાસરે જઈ તેની સાથે માથાપચ્ચી કરે છે . . . એ દરેકને કઈક ને કઈક કહેતો રહે છે , પણ પોતાને માટે તેની પાસે કાઈ નથી .

. . અતીધાર્મિક અને મૂંજી માં , બીઝનેસમેન બાપો , કોમ્યુનીસ્ટ મિત્ર , સેક્રેટરી કમ પ્રેમિકા , વેશ્યા , બુકશોપ’ની ઉચ્ચ વિચારોના ભારથી લદાયેલી બુક્સ અને કઈક એવું બધું . . . . આ બધાયમાં એ ફાંફા મારતો રહે છે . . . એનું ખિસ્સું ભરેલું છે પણ તેનું મન ખાલી છે . એ સતત કાઈક શોધમાં છે . . પણ તેને ક્યાય ઉતર મળતો નથી . . . .

આ છે , અરવિંદ દેસાઈની વિચિત્ર કથા ! સઈદ અખ્તર મિર્ઝા’નું દિગ્દર્શન . . . મૂંગા દ્રશ્યો’ની હારમાળ ( કદાચિત આ બધા દ્રશ્યો કાઢી નાખીએ તો ફિલ્મ 35-40 મિનીટ ટૂંકી થઇ જાય ! – પણ કઢાય નહિ ! ) . . . સળંગ  દ્રશ્યો’ની ભરમાર ( મતલબ કે એક વ્યક્તિ જો ત્રીજે માળથી ઉતરતો હોય તો . . . ત્રીજે માળથી છેક નીચે સુધી પહોંચી જાય ત્યાં સુધીનું લંબાવાયેલું દ્રશ્ય !!! ) . . . જુનું બોમ્બે અદભુત દેખાડ્યું છે પણ સાથે સાથે ભયંકર કંટાળા’ની ખાતરી પણ આપું છું . મતલબ કે જો ગમશે તો ગમશે નહિતર ભમશે ! ( શું ? . . . મગજ 🙂 )

4

ક્યાંકથી થાકી/કંટાળી’ને આવ્યા હોય તો આ ફિલ્મ તો શું . . . ફિલ્મ’નું પોસ્ટર પણ નાં જોવું , પણ જો મંથન કરવું હોય તો પોસ્ટર તો શું ફિલ્મ પણ ઓછી પડશે !

My Verdict : Have it ( લાગે બાગે લોહીની ધાર , મારા પર નામ નહિ 😉 )

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} Albert Pinto Ko Gussa Kyon Ata Hai , 1980

ફરી સઈદ અખ્તર મિર્ઝા . . . અને ફરી એ જ ધાંસુ અને ખરા અર્થમાં સમાંતર ધારા’ની ભારતીય ફિલ્મો . . . કે જેમનો અર્થ સમજાય કે નાં સમજાય , પણ તેમનો કઈક અર્થ તો હોય જ છે . . . ફરી એ જ ધીમી અને નક્કર ઝડપે પીસાતો વાર્તાનો પ્રવાહ અને ભારતીય સમાજ .

a વાત છે આલ્બર્ટ પિંટો‘ની ( નસરુદ્દીન શાહ ) કે જે સતત આ મધ્યમ કરતા પણ નીચી એવી દુનિયામાંથી ભાગી જવા માંગે છે પણ તેને ખુદને જ તેની દિશા ખબર નથી . . . ગેરેજ’માના મિત્રોથી દુર એકલો બેસે છે . . . સુંદર એવી ગર્લફ્રેન્ડ’ને ( શબાના આઝમી ) સતત ચિત્ર-વિચિત્ર વાતો સંદર્ભે સમજાવ્યા / ખીજાયે રાખે છે ( કેમકે તેની ગર્લફ્રેન્ડ’નાં બોસ’ની નજર તેણી પર હોય છે  ). . . નાનો ભાઈ બેકારીથી કંટાળીને ચોરીને રવાડે ચડી ગયો છે , તેને પણ ઠેકાણે પાડવાનો છે . . . બાપા એક કાપડ મિલ’માં 28 વર્ષથી મજુર છે અને હવે તેઓ સહીત સર્વે મજુરોએ પણ હડતાલ પાડતા કેટલાય દિવસોથી ઘરે બેઠા છે . . એક બહેન છે ( સ્મિતા પાટીલ ) તે પણ અપંગ , છતાં પણ તેનો જુસ્સો સામેવાળાને એક પલ માટે અચંબિત કરી દે છે . . . હવે તમે જ કહો કે આલ્બર્ટ’ને ગુસ્સો શું કામ આવે છે ?

ફિલ્મ હરહંમેશની જેમ ધીમી જ શરુ થશે અને છેક પૂરી થવા આવશે ત્યારે એક અસર છોડતી જશે . . . સઈદ અખ્તર મિર્ઝા આવી રીતે જ કામ કરે છે . . . નસીરુદ્દીન શાહ જબરદસ્ત કોમિક ટાઈમિંગ’ની સાથે જે નાસીપાસ થવાના ભાવ ઉપસાવે છે , તે તો તમારે જોવું જ રહ્યું . . . અને તેને ટક્કર આપે છે થીયેટર’ની બે શ્રેષ્ઠ અભિનેત્રીઓ . . . શબાના અને સ્મિતા . સ્મિતા પાટીલ’નો રોલ નાનો છે પણ તેમાં પણ તેણીએ આંખો’થી જે છાપ છોડી છે . . .

ફિલ્મ 80નાં દશકામાં થયેલી કાપડમિલ’ના મજદૂરો’ની હડતાળ પર આધારિત છે . ( કે જેમાં હજારો મજુરો સામેલ હતા અને કદાચિત તે બે વર્ષ સુધી ચાલી હતી ! ) અને તે રીતે તેમના પરિવારો અને સરવાળે એક સામાન્ય પીસાતા ભારતીય પર આધારિત છે . . . અંતે આલ્બર્ટ’ને તેનો રસ્તો મળે છે અને જુવાળ’ની શરુઆત થાય છે . . .

અંતમાં આલ્બર્ટ જયારે મજુરોની દ્રષ્ટિ’એ તેમનું વિશ્વ નિહાળે છે ત્યારે  . . .

1] મને હવે ટીબી થઇ ગયો છે , ડોક્ટર કહે છે કે ખર્ચો આવશે ! 2] મારી આંખોમાં એટલો ધુમાડો ગયો છે કે હવે બધું કાળું જ ભાસે છે 3] મારા હાથ જ મારી હકીકત છે , જો એ નહિ હોય તો મને કોઈ પૂછવા પણ નહિ આવે 4] આ એક જ રૂમ’માં પથારી / રસોડું / સંડાસ / કચરો / બાળક અને બીમારીઓ રહે છે . . . .

અને આ બધાને અંતે મિલમાલિક કહે છે : હડતાળ સમેટી લો . . . દેશ’ને નુકશાન જાય છે ( પણ , દેશ એટલે કોણ ? હું અને તમે , કે પછી . . . સરકાર અને શેઠિયાઓ ! )

My Verdict : Have it

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

3} Salim Langde Pe Mat Ro , 1989

ફરી પાછું સ.અ.મિર્ઝા ! . . . હાં , એક વાર હું જેની પાછળ પડી જાઉં છું તેની આગળ કોઈ દિવસ નથી રહેતો !! અરે ભાઈ ઘણી રેઢીયાળ ફિલ્મો જોવાના પાપમાંથી મુક્તિ તો માત્ર આવી જ ફિલ્મો આપી શકે ને 🙂

સઈદ અખ્તર મિર્ઝા વિષે તો ઉપરની જ ફિલ્મોમાં ઘણું ચર્ચાઈ ચુક્યું છે . . . તેમની રીત અને તેમની ભાત કે જે હિન્દી સમાંતર ધારાઓની ફિલ્મો પર પડી ચુકી છે ( અરે ભાઈ Parallel Films અથવા તો Art Films . . . ) . . . હા એક બીજી વાત મને એ પણ મળી કે તેમના પિતા પણ એક સ્ક્રીપ્ટરાઈટર હતા અને તેઓએ નયા દૌર અને વક્ત જેવી ફિલ્મોમાં પણ યોગદાન આપ્યું હતું . અને આ વારસો તેમના કરતા પણ દસ ગણા સ્વરૂપે તેમના પુત્રમાં આવ્યો . શરૂઆત થઇ 1980’ની અરવિંદ દેસાઈ કી અજબ દાસ્તાન‘થી ( તે સમયે તેમને આ ફિલ્મ માટે ફિલ્મફેર’નો ક્રિટિક એવોર્ડ પણ મળ્યો હતો . ) , પણ તે પહેલા પણ તેઓએ થોડીક સુંદર ડોક્યુમેન્ટ્રી બનાવી હતી , પણ હાલ તેના કોઈ વાવડ નથી . . . પણ ત્યારબાદ એક વિષય તેમને સુઝ્યો કે જે હતો તત્કાલીન સ્થિતિમાની લઘુમતીઓની હાલતની . . . અને એ ઉપર તેમણે ” આલ્બર્ટ પિંટો કો ગુસ્સા કયું આતા હૈ ? ” પણ બનાવી ( ક્રિશ્ચયન માઈનોરીટી ) .

પણ ત્યારબાદ ઘણા સમયે તેઓ હિંમત કરી શક્યા , મુંબઈ’ની તે સમયની મુસ્લિમ લઘુમતી અને તેમના સંજોગો / મજબુરીઓની વાત કરવાની . . . એક જોતા જ ગમી જાય તેવા મવાલી ” સલીમ પાશા ” ઉર્ફે ” સલીમ લંગડા ” થકી . . .

સલીમ ( પવન મલ્હોત્રા ) એક મવાલી હોય છે અને મુંબઈ’ની એક બસ્તી’માં તેના માં-બાપ અને બહેન સાથે રહેતો હોય છે . . . તેનો મોટો ભાઈ કે જે ભણીગણી’ને નોકરીએ લાગ્યો જ હોય છે , તેનું અકાળે મૃત્યુ થઇ ચુક્યું હોય છે . . બાપા’ને 28 વર્ષની નોકરી બાદ મિલ’માંથી હાંકી કઢાયા હોય છે , અને હવે તેઓ નોકરી માટે ફાંફા મારતા હોય છે . . . સલીમ’ની બહેન માટે એક છોકરો પસંદ કરાય છે , અસલમ ( રાજેન્દ્ર ગુપ્તા  ) . . . પણ સલીમ’ની નજરમાં તે અતિ ભણેલો અને તેથી જ અત્યંત ઓછું કમાતો લાગે છે ! સલીમ’નાં બે જીગરજાન દોસ્તો હોય છે . . . પીરા ( મકરંદ દેશપાંડે ) અને અબ્દુલ ( આશુતોષ ગોવારીકર ) કે જેઓ સલીમ જે કરે છે તેમાં આંખ મીંચીને ઝંપલાવી દે છે . . . સલીમ’ને એક છોકરી મુમતાઝ ( નીલિમા અઝીમ ) ખુબ જ ગમે છે કે જે કોઠા પર નાચતી હોય છે , પણ તેને છોડાવવી ખુબ મુશ્કેલ છે , પણ બંને જણાં એકદિવસ લગ્ન કરવાના ખ્વાબ જોતા રહે છે . . . આ છે સલીમ અને સલીમ’ની આજુબાજુનો સર્વ ઝમેલો .

. . સ્ટોરી હું આગળ નથી વધારતો , કારણકે તમે જાતે જ જુઓ તો સલીમ’નું પાત્રાલેખન અને સલીમ’નાં પાત્રમાં પવન મલ્હોત્રા કેટલો ધાંસુ અભિનય કરે છે , તેની તમને જાણ થશે ! . . . હરહંમેશ’ની જેમ જ અહીંયા એટલા બધા એક’થી ચઢે તેવા એક કલાકારો’નો શંભુમેળો છે કે એકેએક’ને લઈને પણ જો અલગ ફિલ્મ બનાયવી હોય તો ય જલસો પડી જાય . . . અને તેમાંથી મોટાભાગનાં કલાકારો અત્યાર સુધી ટીવી’નાં પડદે ધૂમ મચાવી પણ ચુક્યા છે .

d

અદભુત સંવાદો અને દ્રશ્યો’ની તો હારમાળા છે , કે જેમાં . . . બબ્બે વાર આવતું સલીમ અને અસલમ વચ્ચેની હુલ્લડો અને હિંદુ/મુસ્લિમ માન્યતાઓ અંગેની ચર્ચા’નું દ્રશ્ય . . . બાપ-દીકરો સાથે નોકરી’ની અરજી દેવા માટે જાય છે , તે દ્રશ્ય . . . કે પછી બસ્તીમાં એક સામાજિક કાર્યકર દ્વારા અગાઉ ભીવંડી’માં થયેલા દંગા-ફસાદ’નાં કરપીણ દ્રશ્યો અને તેના લીધે સર્જાતી અસરો . . . કે પછી તે સમયે જ જાણે અગમવાણી કરી ચુક્યા હોય તેવો સંવાદ : લોકો એકસરખા સંગીત / શોખ / ભાષા / વિઝન અને વાણી-વ્યવહાર’ને લીધે એકબીજા સાથે જોડાય છે અને નજીક આવે છે . . . નહિ કે એકસમાન ધર્મ હોય છે માટે ! ( જેમકે ‘ બાંગ્લાદેશ ‘ ભાષાને લીધે સર્જાયો અને બીજું સનાતન ઉદાહરણ એટલે મિત્રો . . . કે જે અગાઉ વર્ણવાયેલી સમાનતાઓને લીધે મિત્રો બને છે , નહિ કે ધર્મ કે જાતી સમાન હોવાને લીધે !! )

f

અને છેવટે વિચારોનું તુમુલયુદ્ધ શરુ થાય છે કે હું કોણ છું ? . . . વ્યક્તિ જયારે શાંત થઇ જાય છે ત્યારે ખરેખર તો અંદરથી ઘમસાણ શરુ થઇ ચુક્યું હોય છે . . . ( ફિલ્મ ખરેખર જીવંત છે , તેના પાત્રો અને તેમની સંઘર્ષમય જિંદગી’ જ જેમ . )

. . સતત સલીમ’નું . . . કાઈકું ? ( Why ? ) જ દિમાગમાં સંભળાતું રહે છે અને અસલમનો પોતાની જ કોમ પ્રત્યે પછાત , નિરક્ષર અને ચીલાચાલુ અલગાવવાદી’ઓના હાથે તેમનો હાથો બની જવાનું દુખ આક્રોશ’રૂપે પડઘાતું રહે છે .

My Verdict : Have it rather Run 4 it ! ( Hats off . . . PAVAN MALHOTRA )

સલીમ જયારે એક હિપ્પી’ને ( ટોમ અલ્ટર ) કહે છે કે અહીંયા શું છે ? તું તારા દેશ શું કામ નથી ચાલ્યો જતો ? ત્યારે હિપ્પી કહે છે કે : મરવા માટે ભારત’થી શ્રેષ્ઠ બીજી એક પણ જગ્યા નથી !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

4} Rajnigandha , 1974

આ ફિલ્મ વિદ્યા સિંહા અને બાસુ ચેટર્જી‘ને કારણે જોવામાં આવેલી . . . અને અપેક્ષિત ધારણાઓ સાથે ખરી પણ નીવડી . એક યુવતી’નું બે અલગ જ સ્વભાવ અને વ્યવસાયમાં રહેલ બે યુવકો પ્રત્યેનું ખેંચાણ અને તેમાંથી નીપજતી અસમંજતા . . .

ફિલ્મ’નાં ત્રણ મુખ્ય પાત્રો વિદ્યા સિંહા , અમોલ પાલેકર અને દિનેશ ઠાકુર પર જ સારીયે કથા આકાર લે છે અને ત્રણેય પાત્રો પણ ગજબના નીવડે છે . . . ( ભારતીય સિનેમા’માં , સાદગી અને સુંદરતા’નું કદાચ પહેલો અદભુત કક્ષાનો મેળાપ એટલે . . . વિદ્યા સિંહા . )

My Verdict : 50 – fifty

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

5} Gharaonda , 1977

હજુ તો હું વિદ્યા સિંહા‘ની વાત કરતો હતો , ત્યાં તો ઉતાવળે ઉતાવળે બોલતી આ માનુની તો ભુલાઈ જ ગયા ! સાદગીમાં જ સુંદરતા’નું બીજું એક ઉદાહરણ – ઝરીના વહાબ . . . ઘણા સમય પહેલા તેણીને અને અમોલ પાલેકરને ચિતચોર‘માં જોયેલા અને હવે ફરી તે જ જોડી નજર સામે આવીને ઉભી રહી . . . એક એવા પ્રેમી યુગલ’ના સ્વરૂપમાં કે જેઓ પાસે કશું નથી , સિવાય સ્વપનો’નાં . . . અને તેમનું એક સોનેરી સ્વપ્ન હતું એક નાનકડો સંસાર વસાવવાનું અને તે પણ પોતાના એક નાનકડા ઘરોંદા’માં . . . માળામાં . . .

ફિલ્મ ખુબ જ અદભુત છે . અને પાછું મેં જેવી સ્ટોરી ધારેલી હતી ( ફિલ્મ જોયા પહેલા ) તેના કરતા તે એકદમ અલગ જ નીકળી અને મારા આશ્ચર્ય વચ્ચે મને ખુબ જ ગમી ( એક રીતે સંઘર્ષ કરતા સરેરાશ ભારતીય’નું પ્રતિબિંબ ઝીલાયું હોય તેવું લાગ્યું . . અને જિંદગી આવા જ ખેલ ભજવે છે , તે ફલિત થયું .) . . . વાર્તા’નો પ્રવાહ જેમ જેમ આગળ વધ્યો તેમ બીજું એક આશ્ચર્ય મળ્યું . . . ડો. શ્રીરામ લાગુ’નાં સ્વરૂપમાં ! . . . ખરેખર આ ફિલ્મે મને તેમનો એક પ્રશંષક બનાવી દિધો . . . કે જે રીતે ફિલ્મ’માં તેમનું પાત્ર હતું , તે એટલું જટિલ અને બીજી બાજુએ જોઈએ તો તેટલું જ સરળ હતું . . . અને તે પાત્રને ખરેખર એક આભા આપી દીધી , તેમના અદભુત સ્થિર અભિનયે . ક્યાંક ક્યાંક તો , તેઓ અમોલ પાલેકર પર પણ ભારે પડે છે ( બહુ પહેલાથી જ મને તેઓનો અવાજ ખુબ જ ગમતો 🙂 )

. . . ફિલ્મના ઘણા સંવાદો અને દ્રશ્યો ખુબ જ ઊંડાણ ધરાવે છે , તે રીતે છેક ફિલ્મ પૂરી થઇ ત્યારે મને ખ્યાલ આવ્યો કે ઓતેરી . . ! આ ફિલ્મ તો ગુલઝારે લખી છે ❗ { સંપૂરન સિંહ કાલરા એટલે સંપૂરન સિંહ કાલરાગુલઝાર’નું મૂળ નામ 🙂 ) } . બે સંવાદો : 1] જેમકે કાર્ડિયોગ્રામ એટલે હૃદય’ની ભાષા ! અને 2] અહીંયા ( મુંબઈ’માં ) રોવા માટે ખભો નથી મળતો , પણ માણસ જયારે મરી જાય ત્યારે ખભો મળે છે !!

અને આ બે આલા કલાકારો સામે મસ્ત ઝીંક જીલી છે . . . ફટાફટ સંવાદ બોલ્યે જાતી સુંદર ” ઝરીના વહાબે . . . એકે એક ફ્રેમ’માં તેણી જીવંત થઇ ઉઠી છે . . . કે પછી તેનું અને અમોલ પાલેકરનું રેલ્વે-બ્રીજ પર મળવાનું દ્રશ્ય હોય કે પછી શ્રી રામ લાગુ સાથે જયારે તેણી ગામડે જાય છે ત્યાર’ની તેણીની આંખોનું આશ્ચર્ય અને ભોળપણ હોય . . . ( ગામડાના તે દ્ર્શ્યોમાનું એક રામલીલા‘નું દ્રશ્ય આવશે , તે જરૂર જોજો . . . થોડીક મીનીટો’નાં તે દ્રશ્યમાં રામલીલા’વાળાઓએ કમાલ કરી નાખી છે 🙂 )

Hilarious Ramleela Scene

અને છેલ્લે તમારા કાનોમાં એક મધમીઠું ગીત સંભળાતું રહી જશે . . . ભુપીન્દર સિંહ’નાં અવાજવાળું . . . ” એક અકેલા ઇસ શહેર મેં . . . ” અને . . . અમોલ પાલેકર’નો ચહેરો , ઝરીના વહાબ’ની આંખો . . . કોઈ એકનો માળો બની રહ્યો હોય છે અને બીજાનો વિખાઈ રહ્યો હોય છે . . .

My Verdict : Have it ( in your Gharoanda )

ઘરોંદા’નાં દિગ્દર્શક છે , પેલી પ્રખ્યાત એકતા’નો સંદેશ આપતી ટચુકડી એનીમેશન મુવી બનાવનાર ” ભીમસેન ” . . જુઓ અહીંયા . . . એક ચીડિયા . . અનેક ચીડીયા ( મારા બચપણ’નું ફેવરીટ ગીત / પીક્ચરાઇઝેશન 🙂 )

Ek Anek Ekta ( 1974 ) / by director of Gharoanda

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

6} Naseem , 1995

નસીમ એટલે ” સવારની ખુશનુમા હવા ” . . એટલે એક નિર્દોષ અને મુગ્ધ છોકરી . . . . આ કહાની છે , બાબરી મસ્જીદ’નાં તૂટવાના થોડાક મહિનાઓ પહેલાની . . . એ તંગદીલ હવાઓની . . . ભારતમાંથી ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહેલા હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય’ની ( કે જ્યાં પહેલા હિંદુ / મુસ્લિમ ઘણી સહજતાથી સાથે રહેતા અને વહેંચીને ખાતા અને ચુપચાપ પોતાની પૂજા અને બંદગી સાથે કરતા . . . જાણે એ વાત હવે સ્વપ્નવત થઇ ગઈ ચુકી છે ! ) અને આ બધાથી ઉપર . . . મરણપથારીએ રહેલા દાદા અને તેની પૌત્રી વચ્ચેના કિસ્સાઓ’ની મજેદાર દુનિયાની 🙂

આ ફિલ્મ મારા માટે એક જબ્બર સિનેમેટિક અનુભવ બની રહી . . . અચાનક જ આ ફિલ્મ જોવાનું બન્યું અને કાયમ માટે દિલ’માં સંઘરો કરી ગઈ ! તે હદે આ ફિલ્મ વાસ્તવિક અને સરળ છે . . .

આ ફિલ્મ’માં દાદા ( શબાના આઝમી’ના પિતા – કૈફી આઝમી ) અને પૌત્રી‘ની ( મયુરી કાંગો – પહેલી ફિલ્મ ) એક દુનિયાદારીથી દુર સહજ અને કિસ્સાઓ’થી ભરેલી એક અજાયબ દુનિયા છે . ફિલ્મ શરુ થાય છે જુન / 1992થી . . પછી જુલાઈ અને પછી ઓગષ્ટ’માં પ્રથમ વાર તંગદીલીના એંધાણ મળે છે અને તે સાથે જ દાદા પાસે પોતાની નસીમ માટે પોતાના સમયનો ( અંગ્રેજોના વખત’નો ) એક કિસ્સો હાજર થાય છે . . . પછી તો ઈદ’નો સમય અને દાદા’નો , નસીમ’ના ભાઈ’ના મિત્ર સાથેની ચર્ચા ( કે જ્યાં પેલો મિત્ર { કે.કે.મેનન } કહે છે કે રમખાણોમાં બિચારો મુસલમાન જ મરે છે , ત્યારે દાદાજી કહે છે કે બિચારો મુસલમાન નહિ પણ બિચારો ગરીબ મરે છે !! – સરળ અને સચોટ  )

Click & Zoom

Click & Zoom

ધીમે ધીમે નસીમ’ની આંખોથી જોવાયેલી મજેદાર દુનિયા કઈક તંગ અને અવાસ્તવિક ( ખરેખર તો વાસ્તવિક ) બનવા લાગે છે . . . પણ આ બધાયથી દુર રાખે છે , તેણીને તેના દાદા’જાન . . . કૈક નવો જ દ્રષ્ટિકોણ’થી સજ્જ નવા જ કિસ્સાઓ વડે ( ફ્લેશબેકમાં લઇ જતા તે કિસ્સાઓ’નાં દ્રશ્યો / પાત્રો અને માહોલ અત્યંત અદભુત ફીલ્માંવાયેલો છે – ખાસ કરીને નસીમ’ની દાદી’જાન’નું પાત્ર ભજવતી ” સીમા કેલકર “ ) આખરે એ ખૂણો પણ ખાલી થઇ જાય છે , પલંગ પણ અને કિસ્સાઓ પણ . . . અને બાબરી ધ્વંસ પછી , એ યુગ પણ . . . છેલ્લે કે.કે.મેનન ( તેને દાદાજીની આ કિસ્સાઓ અને વિચારોની દુનિયા સાથે ખુબ જ સંઘર્ષ થતો રહેતો ) કહે છે કે તમે પણ ગયા અને તે સમય પણ ગયો !

ઘણા દ્રશ્યો બસ અદભુત છે . . . પડોશ’ની એક હિંદુ સ્ત્રી જયારે ગૃહકલેશ’ને કારણે સળગીને મરી જાય છે ત્યારે ઝફર ( નસીમ’ના ભાઈ’નો મિત્ર – કે.કે.મેનન ) કહેવા લાગે છે કે કેમ હિંદુ સ્ત્રીઓના સ્ટવ / ચુલ્લા જ ફાટે છે . . . ત્યારે નસીમ’ની અમ્મીજાન તટસ્થતાથી કહે છે : ફર્ક ખાલી એટલો છે કે આપણામાં બુરખો અને તલાક તેની ગરજ પૂરી કરી દયે છે ! ( એટલે અમને સ્ટવ’ની જરૂર નથી પડતી  ) . . . પૂરી ફિલ્મ’માં ત્રણેય પેઢીઓનો ( દાદાજી , નસીમ’નાં માતાપિતા , નસીમ અને તેનો ભાઈ & તેનો મિત્ર ) વર્તમાન પરિસ્થિતિઓમાંથી અલગ સાર અને અલગ દ્રષ્ટિકોણ કેળવતા દેખાડાયા છે .

. . . આખરે નસીમ’ની યાદોમાં એક દ્રશ્ય ઉભરે છે . . . દાદાજી , આકાશ ભૂરા રંગનું કેમ હોય છે ? દાદાજી : કારણકે પીળો રંગ મને નથી ગમતો ! નસીમ ( હસી’ને ) : શું તમે પણ દાદાજી ! તમને તો કઈ ખબર નથી . . . દાદાજી : પણ , મને એટલી તો ખબર છે ને કે , તું હસી . . અને ખુશ થઇ 🙂

Why the Sky is Blue ?

Why the Sky is Blue ?

જયારે કોઈ પણ સારા કે નરસા સંજોગોમાં નસીમ’નાં દાદાજી જેવા લોકો યુવાપેઢીને ઘડશે ત્યારે ભારતમાંથી કોમવાદ અને નફરતનો અંત થશે . . . અને નસીમ ઉર્ફે સવાર’ની ખુશનુમા હવા વહેવા માંડશે . . . . Hats OffSaeed Akhtar Mirza ” .

My Verdict : Have it ( really a Morning Breeze )

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Winner : Naseem , Salim Langde pe mat ro , Ghroanda

Pleasant Watch : D-Day , Albert Pinto Ko Gussa Kyon Ata Hai

LooserYeh Jawaani Hai Deewani , Gippi

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

} Naseem , 1995 – Whole Movie

{ One of the Finest work of ” Saeed Akhtar Mirza ” }