ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

આજે તૃતીય પગલું છે . . . કદાચિત ચોથું અને અંતિમ પગલું પણ આવશે અને પુરા પુસ્તક’ને આવરવાનો પ્રયાસ પૂર્ણ થશે . . . આજે વાતો માંડી છે , વિશ્વ-સિનેમા’ની અવિસ્મરણીય હસ્તી ” અકીરા કુરોસાવા ” તેમજ હિન્દી કાવ્ય-જગતના અભૂતપૂર્વ કવિ ” સુર્યભાનુ ગુપ્ત “ની . . .

આશા છે , ફરી આજે બે અંતિમો વચ્ચે રમણ કરવાની મજા આવશે .

નોંધ : સુર્યભાનુ ગુપ્ત તથા અન્ય કવિઓ’ની રચના મૂળ હિન્દી’માં જ રખાઈ છે કે જેથી રસભંગ ન થાય { હું ” ગુજીન્દી ” ભાષામાં નથી માનતો 😉 } ]

Disclaimer on Images : Sourced from Wikipedia , Tumblr , WordPress & Rest of Web-World ( i.e – Google Images 🙂 ).

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

વીસમી સદીએ વિશ્વને ‘ સિનેમા ‘ નામની એક નવી કલા આપી , જેમાં વિજ્ઞાન’નો કલા માટે પ્રયોગ અને ઉપયોગ કરવામાં આવ્યો હતો . સિનેમાએ વિરાટ નામો આપ્યા અને એશિયાએ બે જબરદસ્ત કદાચ સર્વોત્કૃષ્ટ નામો આપ્યા : હિન્દુસ્તાન’નાં સત્યજીત રાય ( રે ) [ & ] અને જાપાન’નાં અકીરા કુરોસાવા [ & ]! સપ્ટેમ્બર 6 , 1998ને દિવસે 88 વર્ષે અવસાન થયું ત્યારે કુરોસાવા 30 વર્ષમાં 55 ફિલ્મો વિશ્વસિનેમાને આપી ચુક્યા હતા . સત્યજીત રાય’ની જેમ એમને પણ 1990માં અમેરિકાએ એકેડમી એવોર્ડ આપ્યો હતો , લાઈફટાઈમ એચીવમેન્ટ કે જીવનભરની સિધ્ધિઓ માટે , સત્યજીત રાય’ને ‘ શેક્સપીયર ઓફ સિનેમા ‘નું બિરુદ મળ્યું હતું . કુરોસાવા ‘ તોલ્સતોય વિથ અ કેમેરા ‘ કહેવાતા હતા .

Below are the Pictures of both legends together ( Ray & Kurosawa ) earlier at Taj Mahal , India ( 70’s ) & later at Venice Film Festival in Italy ( 80’s ) .

જાપાને એમને મરણોપરાંત પીપલ્સ ઓનર એવોર્ડ આપ્યો હતો , જે એવોર્ડ 21 વર્ષમાં માત્ર 14 વ્યક્તિઓને જ અપાયો છે . સપ્ટેમ્બરની 13મીએ એમની અંતિમ વિધિમાં જાપાન અને જગતભરમાંથી અંદાજે 35,000 જેટલા માણસો આવ્યા હતા . . . જાપાને 20મી સદીની પોતાની એક જીવંત દંતકથાને ખોઈ નાખી હતી . કુરોસાવાને દફન કરતી વખતે એ જ પોશાક શરીરને પહેરાવવામાં આવ્યો હતો જે પોશાક માટે એ વિશ્વના સીનેમાંપ્રેમીઓમાં મશહુર હતા . હેટ , સનગ્લાસીસ , ઓસ્કાર એનાયત થયો હતો ત્યારે અપાયેલું જેકેટ . . . જાપાને એમને સિનેમાના સમ્રાટ તરીકે અંજલી આપી હતી .

અકીરા કુરોસાવા’ની ફિલ્મ ” રશોમોન ” 1950માં આવી અને જાપાનનો ફિલ્મ-ઉદ્યોગ દુનિયાની આંખમાં આવી ગયો . એક પછી એક યશસ્વી ફિલ્મો આવતી ગઈ અને કુરોસાવાની એ અસર આવી કે હોલીવુડ અને અમેરિકન દિગ્દર્શકો પણ એમની નકલ કરીને ફિલ્મો ઉતારતા ગયા . મેકબેથ અને કિંગ લીયર પરથી એણે જાપાનીઝ રૂપાંતરો આપ્યા , જે જાપાનના ઈતિહાસ’ને અનુરૂપ હતા . કેટલાક માને છે કે એની શ્રેષ્ઠ ફિલ્મ ‘ ઇકીરું ‘ ( જીવવું ) હતી અને મારું માનવું છે કે ‘ ડર્સું ઉઝાલા ‘ એની શ્રેષ્ઠ ફિલ્મ હતી . ઇકીરુ 1952માં આવી , ડર્સું ઉઝાલા 1975માં આવી . પણ કુરોસાવા’માંથી શ્રેષ્ઠ એક ફિલ્મ શોધવી જરા અઘરું કામ છે , આમાં કઈ ફિલ્મ ઓછી સારી છે એ પસંદ કરવાનું છે , માટે પસંદગી કઠીન બની જાય છે !

એશિયાના મહાન ફિલ્મ દિગ્દર્શક અને વિશ્વની સર્વકાલીન મહાન ફિલ્મ વિભૂતિઓમાં સ્થાન પામનાર કુરોસાવા’એ આત્મકથા લખી છે : ” Something like an Autobiography ( Link ) ” અથવા ‘ આત્મકથા જેવું કઈક ‘ ! આ આત્મકથા 20મી સદીના આરંભના જાપાનીઝ જીવન પર સરસ પ્રકાશ ફેંકે છે . આ આત્મકથા એની ફિલ્મ ‘રશોમોન‘ ( 1950) સુધી આવીને અટકી જાય છે . 1910માં જન્મેલા કુરોસાવાએ જાપાની સંયુક્ત કુટુંબ વિષે લખ્યું છે . 1942માં એ ફિલ્મ દિગ્દર્શક બને છે અને 1945માં એની પ્રથમ ગણાતી ફિલ્મ ” The man who tread on the tiger’s tail ” આવે છે . પણ આ આત્મકથાનો કદાચ સૌથી રસિક ભાગ એના જાપાનીઝ બાળપણ’નો છે , તત્કાલીન ટોક્યો’નો છે . 1981માં એ 71 વર્ષનો હતો ત્યારે તેણે આ આત્મકથા લખી હતી અને એ પછી કુરોસાવા 17 વર્ષ જીવે છે , પણ આત્મકથામાં કઈ ઉમેરો કરતો નથી . પ્રસ્તાવનામાં કુરોસાવા એક એકરાર કરે છે કે એના પર ફ્રેંચ ફિલ્મ દિગ્દર્શક ઝ્યાં રેન્વાની ( Jean Renoir ) અમીટ અસર છે , આશ્ચર્યની વાત એ છે કે સત્યજીત રાય ઉપર પણ રેન્વા’ની જ અસર હતી અને એમણે રેન્વા’નાં સહાયક તરીકે કામ કર્યું હતું ! કુરોસાવા’ની ઈચ્છા હતી કે કામ કરતા કરતા સેટ ઉપર જ દેહાંત થઇ જાય . . .

કુરોસાવા અટક છે અને અકીરા નામ છે . આત્મકથાનું પહેલું વાક્ય છે : હું બાથટબ’માં નાગો હતો . . . કારણકે કુરોસાવાની પોતાના વિશેની આ પ્રથમ સ્મૃતિ છે ! પછી કુરોસાવા ઉમેરે છે , હું જન્મ્યો હતો એ તો સ્વાભાવિક રીતે . . .  મને યાદ નથી , પણ મારી મોટી બહેન કહેતી હતી કે હું મારી મમ્મીના ગર્ભાશયમાંથી નીકળ્યો ત્યારે અવાજ કર્યો ન હતો અને મુઠ્ઠીઓ જોરથી વાળેલી હતી . કુરોસાવાની નાનપણની બીજી એક સ્મૃતિ હતી , અજવાળામાંથી એકાએક અંધારામાં જવાની અને વર્ષો પછી એને સમજાયું કે એની નર્સ એને પીઠ પર બાંધીને જ ટોઇલેટ’માં લઇ જતી હતી ! છ ફીટ ઊંચા અને 150 પાઉન્ડથી વધારે વજનવાળા કુરોસાવા અકીરા લખે છે : What an Insult / કેવું અપમાન !

કુરોસાવાના પિતા જૂની સામુરાઈ પ્રણાલિકાવાળા લશ્કરી અફસર હતા , જેમણે જાપાનનો પ્રથમ તરણહોજ બાંધ્યો હતો : ઘરમાં સખત શિસ્ત હતી . એક વાર એક સફેદ કુતરો આંખ સામે બે ભાગમાં કપાઈ ગયો , એ પછી કુરોસાવા 30 વર્ષ પછી પણ ગુલાબી કે લાલ માછલી ખાઈ શકતો ન હતો ! નાનપણમાં ચામડાના નહિ પણ લાકડાના બુટ પહેરાવીને બાળકોને સ્કુલે મોકલાતા હતા . અકીરા પર એનાથી થોડા મોટા ભાઈ હેઈગો’ની ભરપુર અસર હતી અને અકીરા એના મોટા ભાઈ’ની પાછળ પડછાયા’ની જેમ ફરતો રહેતો હતો . . એણે અકીરાને પાણીમાં ફેંકીને ડૂબકીઓ મરાવી મરાવીને તરતા શીખવ્યું હતું ! એ આખો પ્રસંગ લગભગ દર્દનાક છે . હેઈગો’એ અકીરાને પાણીની બહાર કાઢીને સમજાવ્યું : ડૂબતો માણસ હંમેશા હસતો હસતો મરે છે ! તું પણ એમ જ કરતો હતો . . .

જાપાન’નાં એ તાઈશો યુગમાં ( 1912 – 1926 ) શિક્ષક એ રાક્ષસનું બીજું સ્વરૂપ હતું . પ્રાથમિક સ્કુલમાં કુરોસાવાની સાથે ભણતો યુકુસાં કાઈનોસુકે જિંદગીભર અકીરા કુરોસાવાની ફિલ્મોના સ્ક્રિપ્ટ-લેખક તરીકે એની સાથે રહ્યો . એ જ રીતે જાપાન’નો મુખ્ય ઈરો તોશીરો મિફ્યુંન પણ કુરોસાવાની ઘણી ફિલ્મોમાં એનો હીરો રહ્યો હતો ( સત્યજીત રાય’ની ઘણીખરી ફિલ્મોમાં સૌમિત્ર ચેટરજી જ હીરો રહેતો હતો . )

અકીરાથી હેઈગો દસ વર્ષ મોટો હતો અને ત્રણ મોટી બહેનો હતી . અકીરા કુટુંબમાં સૌથી નાનો હતો . અકીરા જન્મ્યો ત્યારે સૌથી મોટી બહેન પરણી રહી હતી . અકીરા ચોથા ધોરણ’માં હતો ત્યારે એની સૌથી વ્હાલી બહેન એકાએક બીમાર પડી અને મરી ગઈ . મૃત્યુ સમયે એ 16 વર્ષની હતી . મૃત્યુ પછી બૌદ્ધ પરંપરા પ્રમાણે એને જે નામ આપવામાં આવ્યું એ હતું : પીચ’ના વનમાં સ્વચ્છ સૂર્યકિરણ સહૃદય સ્ત્રી !

Akira Kurosawa (third from right, front row) with his mother (to his right), his father (standing behind him), and his brother, Heigo (Right end , front row). 1914.

Akira Kurosawa (third from right, front row) with his mother (to his right), his father (standing behind him), and his brother, Heigo (Right end , front row). 1914.

નાનપણમાં છોકરાઓને તલવારબાજી શીખવવામાં આવતી હતી અને વાંસની તલવારોથી તાલીમ અપાતી હતી , એ ‘ કેન્ડો ‘ તલવારપટુતા હતી . કુરોસાવા એની સ્કુલના વર્ગશિક્ષક વિષે લખે છે કે જિંદગીમાં પ્રથમ વાર મેં મનુષ્યહૃદયની બર્બરતા’નો અનુભવ કર્યો !

જાપાનમાં નાના છોકરાઓ કેલીગ્રાફી’નાં વર્ગો ભરતા , જેમાં અક્ષરો સરસ ચીતરવા અને લખવાની તાલીમ અપાતી હતી . શિક્ષકે અકીરાને કહ્યું કે હાથથી લખેલા અક્ષરોમાંથી ખુશ્બુ આવવી જોઈએ , છપાયેલા અક્ષરોમાંથી મરેલાની વાસ આવે છે ! વર્ષો પછી એક દિવસ એક શિક્ષકે કહ્યું હતું : કુરો-સાન’નું ( ‘સાન’ જાપાનમાં માનાર્થે લખાય છે , આપણા ‘જી ‘ની જેમ . . . ) લખવું એ લખવું નથી , ચિતરવું છે ! . એક પ્રકરણમાં નાનપણમાં સાંભળેલા અવાજોનું માત્ર વર્ણન છે , જેમાંથી ભવિષ્યમાં પ્રકટ થનારા મહાન ફિલ્મ દિગ્દર્શક અકીરા કુરોસાવાનું માનચિત્ર ખડું થાય છે .

જેમ આપણે ત્યાં ચાર દિન કી ચાંદની કહેવાય છે , એમ જાપાનમાં ‘ ત્રણ દિવસના સાધુ ‘ જેવો શબ્દપ્રયોગ થાય છે . કુરોસાવા સ્વીકારે છે કે એની પાસે વૈજ્ઞાનિક અભિગમ નથી . કાર ચલાવતા આવડતી ન હતી , કુરોસાવા લખે છે કે હું જયારે ફોન કરતો હોઉં ત્યારે ચિમ્પાન્ઝી’ની જેમ રીસીવર પકડું છું એમ  મારો પુત્ર કહે છે ! શારીરિક શિક્ષણમાં કુરોસાવા’ને શૂન્ય મળતા હતા .

સપ્ટેમ્બર 1 , 1923ને દિવસે ટોક્યોમાં ભયંકર ધરતીકંપ થયો હતો અને મોટાભાઈએ નાના 13 વર્ષના અકીરાને સાથે લઈને જબરદસ્તી ફેરવ્યો હતો . આગ અને રક્ત અને લાશો તથા મલબા બતાવ્યા હતા . બુઢ્ઢી પરિણીતાઓ જાપાનમાં દાંત રંગાવતી હતી . 1930માં લશ્કરમાં ભરતી થવાનો હુકમ આવ્યો હતો , પણ વીસ વર્ષીય કુરોસાવા નાપાસ થયો હતો . પછી કમ્યુનીસ્ટ આંદોલનમાં કુરોસવાના વર્ષો ગયા . મોટો ભાઈ સાઈલંટ ફિલ્મોની કોમેન્ટ્રી આપવાનું કામ કરતો હતો , પછી ટોકીઝ આવી અને એનું કામ બંધ થઇ ગયું . એક દિવસ મોટા ભાઈ હેઈગો’એ 27મેં વર્ષે આત્મહત્યા કરી નાખી ! એ હંમેશા કહેતો હતો કે મારે 30માં જન્મદિવસ પહેલા મરી જવું છે . જિંદગીભર જેના પડછાયામાં એ મોટો થયો હતો એ તેજસ્વી મોટો ભાઈ સીડી ચડીને છેલ્લે બોલ્યો હતો : ‘ અકીરા , તું જા હવે . . ! ‘

અને છાપામાં આવેલી એક જાહેરખબર કુરોસાવાએ વાંચી : આસીસ્ટંટ ડાયરેક્ટરોની જરૂર છે ! અકિરાએ અરજી કરી અને કુરોસાવા નામની દંતકથાનો જન્મ થયો ! ‘ આત્મકથા જેવું કઈક ‘ પુસ્તક એક જીનીયસને સમજવા માટે પણ વાંચવું પડે એવું છે . . .

{ Chap. 49કુરોસાવા અકીરા ( 1910-1998 ) : આત્મકથા જેવું કંઈક , Page – 207 }

Find Documentary on Akira Kurosawa in 6 parts , here

[ 1 / 2 / 3 / 4 / 5 / 6 ]

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

હિન્દી કવિતા સાથે એક જુનો નાતો રહ્યો છે , 1950નાં દશકથી જયારે મૈથિલીશરણ ગુપ્ત‘ને વાંચ્યા હતા :

था अनुरूप एक राहुल ही , रहे सदा यह अनुगामी

मेरे दुःखमें भरा विश्वसुख क्यों न बनू फिर में हामी

बुध्धं शरणं , धम्मं शरणं , संघं  शरणं गच्छामि !

પછી સુભદ્રાકુમારી ચૌહાણ‘ની ઝાંસી કી રાની કવિતા લગભગ પૂરી ઝબાની હતી :

लेफ़िट्नंट वोकर आ पहुंचा , आगे बढ़ा जवानो मे

रानीने तलवार खिंच ली , हुआ द्वंद असमानों में !

અને ,

रानी बढ़ी कालपी आई , कर सौ मिल निरंतर पार

घोड़ा थका , गिरा भूमि पर , गया स्वर्ग तत्काल सिधार !

અને એક હિન્દી કવિતાની અમર લીટીઓ :

धार से कुछ फासले पर स्वप्न देखा मैंने भयंकर

एक मुर्दा , बैठ कर गाता रहा जलती चिता पर !

કોની હતી આ ઉપરોક્ત કવિતા ?

मेरे नगरपति , मेरे विशाल

मेरी जननी के हिमकिरीट , मेरे भारत के दिव्य भाल 

,નાં રચયિતા રામધારીસિંહ દિનકર હતા એમને કલકત્તા’ની સેંટ ઝેવિયર્સ કોલેજમાં વિદ્યાર્થી હતા ત્યારે જોયા , સાંભળ્યા હતા અને હરિવંશરાય બચ્ચન’ની મધુશાલા . . .

પછી 1969માં કલકત્તા છૂટી ગયું અને હિન્દી કવિતાઓ પણ છૂટી ગઈ . કવિ સંમેલનો છૂટી ગયા . ટીવી-કવિ સંમેલનોમાં ગોપાલદાસ નીરજ’નો મદહોશ ખેંચાતો અવાજ સાંભળતા રહેવા સુધી હિન્દી કવિતાનો નાતો રહ્યો . મિત્રો મળતા હતા , કહેતા રહેતા હતા કે હિન્દી કવિતાનું એ ધોરણ હવે ક્યા ? અને દુષ્યંતકુમારની કવિતાઓ વાંચવા મળી , ફરીથી હવાનો એક ઝોંકો આવ્યો અને એ 1950નો જાહોજલાલ દશક દિમાગ’માં ઝલઝલી ગયો . હિંદી કવિતાથી સંબંધ છૂટી ગયો હતો એ સત્ય હતું અને ફરીથી એક કાવ્યસંગ્રહ આવ્યો , નામ હતું : ” एक हाथ की ताली ” ! અને 1997માં પ્રકટ થયેલા આ કાવ્યસંગ્રહના કવિ હતા : સુર્યભાનુ ગુપ્ત ( सूर्यभानु गुप्त ) જે ગુજરાતી કાવ્યરસિકો અને પ્રબુદ્ધ શ્રોતાઓમાં ગુજરાતીના શીર્ષસ્થ કવિઓ જેટલા જ પ્રિય છે .

સુર્યભાનુ ગુપ્ત’નો આ પહેલો અને છેલ્લો કાવ્યસંગ્રહ છે અને એમાં ગીતથી ગઝલ અને હાઈકુ’થી દોહા સુધીના પ્રકારોની ગેય કવિતાઓ સંકલિત છે . 58 વર્ષીય સુર્યભાનુ ગુપ્ત 40 વર્ષોથી લખે છે અને 600 જેટલી કવિતાઓ સર્જી ચુક્યા છે અને ફિલ્મો માટે પણ ગીતો લખ્યા છે . એમની કવિતાઓમાં હિન્દી કવિઓની માત્ર ‘ વ્યંગ્ય કસવા ‘ની ઉપદ્રવી ખાસિયત નથી , પણ વિષાદાનંદ છે , અનુભવાનંદ છે . એ લખે છે : लोग . . . जन्मपत्रिया ओढ़े उम्र काट देते है ! ભાષાને રમાડવાનો એક કસબ કવિ પાસે છે : आईने चहेरा गए दिन-रात के सारे ! ‘ મંચો ‘ની સાથે ‘તમંચો’નો પ્રાસ છે . કવિને પોતાના પેશા વિષે જાગરૂકતા છે . લખે છે :

दोस्तों ! कविता , अपने नकली दांतों से

/ हंसती भी है / और / बड़े बड़े अखरोट भी तोडती है ! 

કદાચ સુર્યભાનુ ગુપ્ત એ સમજે છે , કારણકે ‘ શહર ‘ કાવ્યમાં એ એકરાર કરે છે :

मेरे अन्दर / गोली खाया एक जख्मी जानवर !

કવિ પાસે વેદનાની જબરદસ્ત નકશી છે : सांस भी लोगे तो निशान पड़ेंगे मिट्टी पर  ! અને . . . उस घाट के पास / जहा नदी बेहद उदास होती है ! આ વાત કવિ ‘ નિરાલા ‘ વિષે લખે છે . . . तुम वसंत में जन्मे / और उम्र भर / वसंत के लिए तरसते रहे  ! સુર્યભાનુ ગુપ્ત’ની વેદનાની નક્કાશી નશીલી છે . લખે છે : खेल मौसम भी खूब करता है / छींटे आते है मेरे अन्दर तक ! . . . અને જરા આગળ એક કલ્પન : तेज़ नाख़ून है यूँ हवाओके / लिखके हंसता है एक संन्यासी / बर्फ पर नाम अप्सराओंके !

પક્ષી પાંખોથી હવાઓ પર લખે છે , ‘ ફાગુન ‘ કાવ્યમાં અને ‘ સબરંગ ‘ કાવ્યમાં :

लड़के-लड़की की एक कहानीमे

तैरना बर्फ का मुकदर था

एक दिन खुद ही अपने पानी में ! 

સુર્યભાનુ ગુપ્ત’ની ફટકાર ક્યારેક ઇલેક્ટ્રિક હંટર’ની જેમ વિંઝાઈ જાય છે : वही सुबह – शाम / वही वही काम / बिना लगे गोली , मन / बोले है राम ! અને . . . અંતે , घर बाँधा कुछ हटकर / कब्रों के पास . .એમની બે અત્યંત વેધક અને પ્રસિદ્ધ કવિતાઓ છે : પિતાજી કા બચ્ચા અને સુર્યાસ્ત . પિતાજી કાવ્યમાંથી એક અંશ :

पिताजी के अन्दर / पिताजी पड़े है

पिताजी के बाहर / पिताजी खड़े है ! 

બીજી કવિતા સુર્યાસ્ત’માં ચહેરાઓ વિષે વાત છે . ભાષાની રવાની અનવરત છે . એક પંક્તિ :

चेहरे मरे हुए कोलम्बस / चेहरे चुल्लू बने समंदर

चेहरे पत्थर की तहज़ीबे / चेहरे जलावतन पयगम्बर !

ગઝલસર્જનમાં પણ સુર્યભાનુ ગુપ્ત’ની એ જ મસ્તમિજાજી સપાટી પર આવી જાય છે :

दिल के दरवाज़े होते है अन्दर को खुलनेवाले

मै अन्दर आकर पछताया और इक चेहरा याद आया ! 

ગઝલોને લગભગ શીર્ષકો નથી , કદાચ જરૂર પણ નથી . એક એક લીટીનો પોતાનો અભિમાની પડઘો છે . એક અંશ અને થોડી લીટીઓ : पहाडो के कदों की खाइया है / बुलंदी पर बहुत निचाईया है . . ! અને , बीके पानी समंदर के किनारे . . ! ક્યારેક ટીસ ઉઠી જાય એવી લીટીઓ આવી જાય છે : दांतों के बिच दांत तन्हा / खालिस सोने मै मढा हुआ ! . . . અને એ જ ગઝલમાં : सतयुग में एक आदमी था / कलियुगमें वो देवता हुआ ! . . . અને આગળ , અન્ય કૃતિમાં : उम्रभर जोंपडो में दिखाती रही / रोज़ कश्मीर के पोस्टर जिंदगी !

એક ગઝલના ચંદ શેર :

रंज इसका नहीं की हम टूटे / ये तो अच्छा हुआ भरम टूटे 

एक अफवाह थे सभी रिश्ते / टूटना तय था और हम टूटे 

शायरी , इश्क , भूख , खुद्दारी / उम्रभर हम तो हर कदम टूटे 

तुज पे मरते है जिंदगी अब भी / जूठ लिक्खे तो ये कलम टूटे . . .

સુર્યભાનુ ગુપ્ત’ને વાંચ્યા પછી , નીરજ અને દુષ્યંતકુમાર પછીનો સિલસિલો સમજાતો ગયો છે . આ કવિતાઓ પૌરુષિક વેદનાની કવિતાઓ છે . આમાં सहरा में जला पानी . . . ની વાત છે અને अपने ही गले लगके , रोने की सज़ा पानी . . . ની વાત પણ છે . . !

{ Chap. 54સુર્યભાનુ ગુપ્ત : હિન્દી કવિતાના અભિમાની પડઘા . . .  , Page – 228 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

नान्रूषि : कविरित्युक्तं ऋषिश्च किल दर्शनात

અર્થ : ઋષિ એટલે એ વ્યક્તિ , જે દર્શન કરી શકે અને ઋષિ ન હોય એવી કોઈ વ્યક્તિ ક્યારેય કવિ બની શકે નહિ . ( from page 95 )

{ અને મારા નમ્ર મતે ઉપરોક્ત વ્યક્તિઓમાંથી એક પાસે દર્શન છે અને બીજા પાસે કાવ્ય .}

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –