ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

> સાહિત્ય અને સર્જન શ્રેણી ચાલુ જ છે , કદાચિત હજુ બે ભાગ આવશે . ત્યાં સુધી થોડુક ” ચિંતાતા ચીતા ચીતા ચિંતાતા તા ” કરી લઈએ 😉

> હવેથી જૂની ફિલ્મોનો પટારો પણ ખોલવામાં આવશે ( ક્યારેક થોડા શબ્દોમાં  , ક્યારેક વધુ શબ્દોમાં ! ) With . . . Gone with the wind { Old is Gold . . . Not always , i say !}

> અને હરહંમેશ’ની જેમ પોસ્ટને આપ બે થી ત્રણ મિનીટ આપશો તો પોસ્ટ આપની આભારી રહેશે 🙂 , & Don’t forget to watch New Trailers at last . . .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Our Side { Bollywood }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

1} Listen … Amaya , 2013

અમાયા એટલે . . . રાત્રી દરમ્યાન વરસતો વરસાદ , કે જે મોટાભાગે સંભળાતો જ હોય છે , દેખાતો નથી ! જીવનના આખરી તબક્કામાં માતા કે પિતાના બીજા કોઈ પાત્ર સાથે ફરીથી લગ્ન કરવાની બાબત અને સંતાનોનું તે વિષય વિરુદ્ધનું વલણ . . . આ વિષય પર બનેલી ફિલ્મ એટલે ” લિસન અમાયા

ફિલ્મ જોઈ હતી , સ્વરા ભાસ્કર’ને લીધે અને કામ ગમી ગયું , ફારુક શેખ’નું . . અહીંયા વરસાદને પણ એક પાત્ર તરીકે દર્શાવી અમાયા શબ્દ’ને અર્થ અપાયો છે . . . ફિલ્મ એક શાંત અને સહજ રીતે ચાલ્યા જતા ડ્રામા જેવી અનુભવાય છે . અને થોડી ઢીલી ઢીલી પણ લાગે છે . જેમને શાંત ફિલ્મો ગમતી હોય તેઓએ જોવી .{ નહીતર અક્ષય કુમાર’નીઅશાંતફિલ્મ જોવી 😉 }

યાદોને જીવવી હોય તો હૃદયમાં રાખવી અને કોઈને દેખાડવી હોય તો તસ્વીર’માં .

{ આવું ફારુક શેખ અને હું બંને કહીએ છીએ . }

My Verdict : 6 / 10

IMDb : 6 / 10 , by 190 + People { by Sep. 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} Shootout at Wadala , 2013

An Encounter એટલે મુલાકાત . . . મીટીંગ . પણ હવે આ શબ્દનો અર્થ બદલાઈ ગયો છે . . . ઢીંચયાવવ્વવ્વ્વભારતીય પોલીસનું પહેલું સત્તાવાર એન્કાઉન્ટર . ” માન્યા સુર્વે “નું એન્કાઉન્ટર .

હકીકતમાં માન્યા સુર્વે એક સામાન્ય કદ કાઠી’નો સુકલકડી માણસ હતો , પણ અહીંયા જહોન અબ્રાહમ . . . જવા દો હવે . જયારે બોલીવુડવાળાઓ સત્યઘટના પર ફિલ્મ બનાવે છે ત્યારે મોટાભાગે સત્ય શબ્દ સાઈલેન્ટ બની જાય છે !!! સંજય ગુપ્તાની ફિલ્મ હોય એટલે હિંસા / ગાળો અને સેક્સ’ની ભરમાર હોય માટે જે લોકો આવી ફિલ્મો ન જોતા હોય તેઓએ દુર રહેવું { એટલે હું કાઈ આવી ફિલ્મોનો શોખીન નથી ! પણ આ ફિલ્મ’ને પણ એક ફિલ્મ તરીકે જ જોવાઈ છે , નહિ કે કોઈ કક્ષા પાડીને } . ફિલ્મ હુસૈન ઝૈદી’ની ” from dongri to dubai ” પર આધારિત છે અને ઘણું મીઠું મરચું નાખીને બનાવી છે . પણ અનીલ કપૂર , મનોજ બાજપાઈને લીધે અને કઈક અંશે મિલાપ ઝવેરીના કેચી વન લાઈનર જેવા ડાયલોગ્સથી ફિલ્મ થોડી ઉપર ઉઠી છે .

ફિલ્મ’માં એક મસ્ત ડાયલોગ / દ્રશ્ય છે કે ; અમિતાભે પોલીસ તરીકે ફિલ્મોમાં આડેધડ ફાઈટીંગ કરીને અમારી પોલીસવાળાઓની પતર ખાંડી નાખી છે 😉

My Verdict : 5.5 / 10

અગાઉ હુસૈન ઝૈદી’ની બુક પરથી અનુરાગ કશ્યપ’ની બ્લેક ફ્રાઈડે બનેલી .

IMDb : 5.7 / 10 , by 2,400 + People { by Sept. 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

3} Aurangzeb , 2013

અર્જુન કપૂર અને તે પણ ડબલ રોલ્સમાં . . . ! હજમ અને સહન કરવું અઘરું છે , પણ અર્જુને બંને પાત્રને અલગ અલગ રીતે સારા ઉપસાવ્યા છે . . . ફિલ્મ થ્રિલર અને ડ્રામા’ની મિક્સ ભેળ છે . . . ઘણી જગ્યાએ ફિલ્મ મસ્ત ચઢાણ ચડે છે , પણ વળી ક્યાંક ક્યાંક શીરા જેવી ઢીલી થઇ જાય છે . પણ , હાં દક્ષીણ’નાં પૃથ્વીરાજ સુકુમારનનું કામ મસ્ત છે . . . રિશી કપૂર પણ નકારત્મક પાત્રમાં ખીલી ઉઠે છે . . . ફિલ્મ’ની એક લાઈન મસ્ત છે : અપનો કી કિંમત સપનો સે જ્યાદા હોતી હૈ .

8

ફિલ્મ સતત સાચા – ખોટા નિર્ણયો , પાવર / ભ્રષ્ટાચાર , ફરજ / ગરજ અને સંબંધોની અસમંજસતાની કેડીએ ચાલતી રહે છે . . . શરૂઆત’નો બેકગ્રાઉન્ડ સ્કોર બેટમેન ફિલ્મ’ની યાદ અપાવે છે . . . અને છેલ્લે ઔરંગઝેબ શું કહે છે , સાંભળો મતલબ કે વાંચો : Kingship knows no kinship ! ( બાદશાહત ભાઈચારાને નથી માનતી ! )

7

એક મસ્ત પોલ પણ ખોલી નાખી { ભારતની જ તો બીજી કોની ? } : ભવિષ્યમાં ભારતને બે જ સત્તા ચલાવશે : કોર્પોરેટ કલ્ચર અને મુર્ખ / ભ્રષ્ટાચારી રાજકારણ !

My Verdict : 6.5 / 10

IMDb : 6.6 / 10 , by 1,400 + People { by Sept. 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

4} Raanjhanaa , 2013

e પહેલી નજર . . . આકર્ષણ . . . ઈંતેઝાર . . . ઝનુન . . . વિસર્જન , અને ફરી પાછું સર્જન . ( અને એ પણ સમર્પણવાળું ! ) નાનપણ’નાં ભોળપણથી લઈને જુવાનીના ગાંડપણ બાદ શાણપણ મળે છે , પણ કિંમત ચૂકવ્યા બાદ ! . . . જ્યાં સુધી ભયંકર ધબડકો ઘટી ન જાય ત્યાં સુધી શાણપણ રૂપી શાંતિ ( નિંદ્રા ) નથી મળતી અને પછી તે જ ધબડકો સોહામણા સ્વપ્ન’રૂપે નિંદ્રા ઉડાડી જાય છે !! . . . સફર છે , પ્રારબ્ધ’થી લઈને નિસ્તબ્ધ સુધીની . . . એક વ્યક્તિની . . . નામ છે , ” કુંદન “. . . કે જેની જિંદગીનું કેન્દ્ર હોય છે , એક નમણી નાર . . ” ઝોયા ” .

a

કેટલીક ફિલ્મો આંખોથી અને તર્કથી નહિ , પણ હૃદયથી જોવી પડે છે અને તે ધરાર જોવડાવે પણ છે . . . કારણકે દર્દ / આંસુઓ અને સંવેદનાઓરૂપી ગંગા હૃદયરૂપી ગૌમુખમાંથી જ ઉદભવે છે .

ઝોયા'ના પગમાં ઝાંઝર જોઇને ઘડીક તો કુંદન સ્તબ્ધ થઇ જાય છે - ફિલ્મ'નાં અદભુત દ્ર્શ્યોમાંનું એક

ઝોયા’ના પગમાં ઝાંઝર જોઇને ઘડીક તો કુંદન સ્તબ્ધ થઇ જાય છે – ફિલ્મ’નાં અદભુત દ્ર્શ્યોમાંનું એક

. . . રાંઝણા જોયા પછી ઘણું બધું મનમાં ઉમટતુ હતું અને ત્યાં સુધીમાં જય સર’નાં બંને લેખ પણ વાંચ્યા નહોતા ( મતલબ કે બુકમાર્ક કરીને રાખી મુક્યા હતા ) અને જયારે ફિલ્મ જોયા પછી તે બંને લેખ વાંચ્યા ત્યારે લાગ્યું કે મનમાં જે કોઈ પણ વાતો / સંવેદનાઓ જન્મી હતી કે પછી જે કોઈ પણ દ્રશ્યો કે સંવાદો ગમી ગયા હતા , તે બધાય એટલે બધાય અહી શબ્દોનું રૂપ લઇ ચુક્યા હતા અને હવે ફરી પાછું તેનાથી વિશેષ કોઈ સ્વરૂપ આપી શકાશે નહિ [ એવી મારી ત્રેવડ પણ નથી 🙂 ]. . .  માટે , રાંઝણા વિષે અત થી લઈને ઇતિ સુધી બધું માત્ર PlanetJV પર . . . { કુંદન અને ઝોયા ઉપરાંત મુરારી અને બિંદીયા જેવા પાત્રો , બનારસ અને દિલ્હી’ની એકદમ સામસામે’ની દુનિયાઓ અને બેકગ્રાઉન્ડ સ્કોરથી લઈને માં-બદોલત એ આર રહેમાન’નાં સંગીત સુધી  }

રાંઝણા – – – [ ભાગ 1 ] & [ ભાગ 2 ] – – – રાંઝણા

d એ.આર.રહેમાન’નાં સંગીત વિષે : તેમના દરેક સંગીત સમયે , પહેલી નજરે ( અથવા કાને ! ) તે ગીત સામાન્ય અને કાઈક વિચિત્ર લાગે પણ જેમ જેમ તે ઘૂંટાતું જાય તેમ તેમ તે જાણે સબ-કોન્શિયસ માઈન્ડ પર કબજો લઇ લ્યે અને ક્યારે હું તેને શબ્દશ: ગણગણવા માંડુ તેની ખબર જ નાં રહે !!! { રાંઝણાનું મારું સૌથી પ્રિય ગીત : તુમ તકસમર્પણ’ને સમર્પિત ગીત } – – – હાં , પણ આવું શું કામ થાય છે , તેની મને કે રહેમાન બંનેમાંથી કોઈને ખબર નથી 😉 જ્યાંથી અભિષેક / જ્હોન / સલમાન / શાહરૂખ’ની અભિનયમાં હદ આવી જાય છે ત્યાંથી જ ઈરફાન / નસરુદ્દીન / નવાઝુદ્દીન / આમીર અને ધનુષ જેવા એક્ટર્સની હદ શરુ થાય છે અને તે રીતે અભિનયમાં ઘણી કાચી એવી સોનમે ધનુષ સામે બરાબરની ઝીંક ઝીલી છે !

नमाज़ में वो थी लेकिन लगा की . . . कबूल हमारी हुई

नमाज़ में वो थी लेकिन लगा की . . . कबूल हमारी हुई

My Verdict : 8 / 10

नैनो के घाट ले जा , नैनों की नैया

पतवार तू है मेरी , तू खेवैया

जाना है पार तेरे , तू ही भंवर है

पहोंचेंगी पार कैसे , नाज़ुक सी नैया

IMDb : 7.7 / 10 , by 8,000 + People { by Sept.  2013 }

પહેલી મુલાકાતમાં નોંધ ન લેવાય એ વાજબી છે ( કેટલીક વાર તો તેણી’ઓ નોંધ લઇ ચુકી હોય છે ) પણ સતાવાર રીતે નોંધ લેવાઈ ગયા બાદ પણ જયારે બીજી મુલાકાતમાં પણ નોંધ નથી લેવાતી ત્યારે . . . તમને ખ્યાલ જ છે , કે હું ક્યા દ્રશ્યની વાત કરું છું 😉

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Below 6 / 10

1} Ishkq in Paris , 2013

પ્રીતિ ઝીન્ટા’એ કમબેક જ ન કર્યું હોત તો સારું થાત . . . મેં જોયેલા ફાલતું ફિલ્મોનો સરદાર એટલે આ ફિલ્મ ! . . . ભારત માતા કી જય ( કારણકે ફિલ્મ અંગે વાતો કરવા જેવું બીજું કશું નથી )

My Verdict : 1 / 10

IMDb : 3.2 / 10 by 290 + People { 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Gone with the wind ! / થોડી બક’બક અને બક’વાસ સાથે !

Skip it < 50 – fifty < Go 4 it

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

1} The Train , 1970 ( રેલગાડી )

એમ હતું કે છે થ્રિલર . . . પણ નીકળી ચિલ્લર . . . ગમે ત્યારે ટપકી પડતા માવઠા જેવા ગીતો . . . સીલી દ્રશ્યો / વાર્તા અને સીલી કલાયમેક્ષ ! . . . , રાજેશ ખન્ના / નંદા’ના ચમનવેડા . . .  એકમાત્ર આશ્વાસન , કોમેડિયન ” રાજેન્દ્રનાથ “મારો ફેવરીટ 🙂

My Verdict : Skip it

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} Teesri Manzil , 1966 ( ત્રીજો માળ )

દિગ્દર્શન વિજય આનંદ અને પ્રકાર ફરી થ્રિલર . . . પણ , ફિલ્મ ખતરનાક લાઉડ એક્ટિંગ’થી સુસજ્જ છે !!! અને થ્રિલ થવા જેવું કાઈ નથી , સિવાય કે ચાલુ ફિલ્મે મચ્છર કરડે !!!

એકમાત્ર આશ્વાસન : શમ્મી કપૂર ( મારો પ્રિય કલાકાર 🙂 ) , તથા ” પ્રેમનાથ ” ( ઠસ્સો હોય તો તેનોવાંચો અહીંયા ) અને અફલાતુન ગીતો : { ઓ હસીના ઝુલ્ફોવાલી , આજા આજા મેં હું પ્યાર તેરા , દીવાના મુજ સા નહિ , ઓ મેરે સોના રે સોના રે , દેખિયે સાહીબો વો કોઈ ઔર થી , તુમને મુજ્હે દેખા . . . – એ રીતે આ ફિલ્મ’ને થ્રિલરને બદલે મ્યુઝીકલ કહી શકાય 🙂 }

My Verdict : 50 – Fifty

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

3} Hulchul , 1971 ( અફરાતફરી – કોઈ બીજું ભાષાંતર તમારા ધ્યાનમાં છે ? )

પુલ નીચે સમારકામ કરતા પીટર , બે પ્રેમી-પંખીડા’ની વાતો સાંભળી જાય છે , જે મુજબ પુરુષ તેની પત્નીનું ખૂન કરીને પ્રેમિકાને પોતાની પત્ની મતલબ મિસિસ મહેશ જેટલી બનાવશે . . . હડબડાટમાં તે ટેલીફોન ડિરેક્ટરીમાંથી ત્રણ મહેશ જેટલી’નાં નામ મળી આવતા ત્રણેયની પત્નીઓને ફોન કરીને ચેતવી દ્યે છે કે તમારો પતિ તમારું ખૂન કરવાનો છે !!! . . .

15

પ્રકાર : સીલી + થ્રિલર . . . ફિલ્મની શરૂઆત મસ્ત થાય છે , પણ અંતે મહાબક્વાસ ! . . . અંત તો ખરેખર ચમનછાપ છે . . . ખતરનાક લાંબી ફિલ્મ . . . ( અરે યાર કોઈને થ્રિલ અનુભવવી છે , અને કોઈ થ્રિલ કરાવનારું નથી . . . ઉપરવાલે તું સુન રહા હે ? 😉 )

14 લોકો અત્યારે આઈટમ સોંગ’નું નામ આવતા રાડોરાડ કરવા માંડે છે ( એમાં હું એ સામેલ છું ! ) પણ ત્યારે પણ એટલા જ વાહિયાત અને કોઈ પણ પ્રકારની ટાઈમિંગ વિનાના આઈટમ સોંગસ ફિલ્મોમાં ભભરાવતા કે વાત જ નાં પૂછો . . . અહીંયા પણ એટલું જ એક ફાલતું અને લાંબુ આઈટમ સોંગ છે . . . . . અને હાં , ફિલ્મ’માં અશ્લીલ દ્રશ્યોની ભરમાર છે . . . ઓ પી રાલ્હન , કોઈ ને કોઈ પ્રકારે બસ મોકો શોધે છે અને લોકો અત્યારની ફિલ્મોને અશ્લીલ કહે છે . . . ખરેખર તો 70 થી 90નાં દશકામાં જ આવા દ્રશ્યોથી ભરપુર ફિલ્મોનું ઘોડાપુર આવી ચુક્યું હતું { આ ફિલ્મ કોઈનાં સ્ટ્રોંગ ભલામણ પર જોવામાં આવેલી ! . . અને કદાચિત ઝીન્નત અમાન’ની આ પહેલી હિન્દી ફિલ્મ છે !}

My Verdict : Skip it

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

4} Dhund , 1973 ( ધુમ્મસ )

દિગ્દર્શન : બી આર ચોપરા અને પ્રકાર : થ્રીલર . . . બીજું આપણે શું જોઈએ અને એય ને કુદી પડ્યા . . . પણ વળી આ તો ડ્રામા નીકળ્યો ( તુમ મુજ્હે થ્રિલર દો . . મેં તુમ્હે રીવ્યુ દુંગા 😉 ) . એક અજનબી ધુમ્મસ’વાળી રાત્રે ગાડી બગડતા નજીકના ઘરે મદદ માંગવા જાય છે અને જઈને જુએ છે તો પતિ ( ડેની ) મરેલો પડ્યો છે અને પત્ની’નાં હાથમાં હથિયાર છે . . .

17

ફિલ્મ થોડી ઘણી થ્રીલર છે . . .પણ પેલું અફાટ મૂર્ખાઈનાં દરિયામાં શાણપણનાં ટાપુ જેટલી ! . . . ઝીન્નત અમાન ખરેખર સાવ નવી નિશાળીયા જેવી લાગે છે . . . અધૂરામાં પૂરું બે બે મુજરાનાં ગીતો ભભરાવ્યા છે . . . હાં , મને મદન પૂરી’નો અવાજ અને તેમની છટા ખુબ ગમે છે ( એટલે થોડી મજા આવી ) . . . પણ એ ન સમજાણું કે ખૂન’નાં કેસની તપાસ કરતા હતા એ ત્રણ પોલીસ ઓફિસર્સ સતત સાથે ને સાથે અને એક સરખા ડ્રેસ પહેરીને જ શા માટે ફર્યા રાખતા હતા ? ( કોઈ સીનીયર નહિ – કોઈ જુનીયર નહિ . . . હમ સબ એક હૈ ! )

16

. . . પણ , હાં છેલ્લે છેલ્લે અશોક્ કુમાર કોર્ટનાં દ્રશ્યોમાં મોજ પડાવી દ્યે છે ( ફરી એકવાર મારા પ્રિય અભિનેતા – અશોક કુમાર . . . ખાલી ચુપચાપ એક ખૂણામાં ઉભા હોય તોયે આખું પિક્ચર જોઈ નાખું 🙂 )

My Verdict : 50 – Fifty

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

5} 36 Ghante , 1974 ( 36 કલાક અથવા દોઢ દિવસ )

ફરી બી.આર.ચોપરા પ્રોડક્શન . . અને ફરી થ્રીલર અને એ પણ 36 કલાક્વાળું 😉 . . . કલાકારો મસ્ત છે એટલે જોવાની મજા આવશે { થ્રિલ થવાની નહિ ! } . . . સુનીલ દત્ત / માલા સિંહા / પરવીન બાબી / રણજીત / ડેની અને જાની . . . રાજકુમાર ! સ્ટોરીમાં તો ત્રણ લુંટારા કમ ખૂનીઓ રાજકુમારના ઘરમાં ઘુસી જાય છે અને ધાય ધાય . . . ઢીસુમ ઢીસુમ . એકંદરે ટાઈમપાસ કહી શકાય કે જે મેં કરી લીધો 😉

18

. . . . આ ફિલ્મમાં જેટલું રાજકુમારે આડા અવળું જોઇને અભિનય કર્યો છે , તેટલું કોઈ ફિલ્મમાં નહિ કર્યો હોય { મતલબ કે દ્રશ્ય અહીંયા ચાલતું હોય અને ભાઈ પેલી બાજુ જોઇને સંવાદ બોલતા હોય !!! } અને ડેની’ને તો એટલો વિચિત્ર બિહામણો બતાવ્યો છે કે આજેય તેના મોટા થઇ ગયેલા છોકરા બીય જાય 😆

My Verdict : 50 – Fifty

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

6} Paroma , 1984 ( પરમા – બંગાળીમાં ઉચ્ચાર પરોમા થાય  )

કાકીમાં . . ભાભી . . દીદી . . માં . . . સુનતી હો ! . . . બહુ . . . . . સૌ કોઈ તેને બોલાવી રહ્યા છે અને આ બધું જ ત્યાં બેઠેલી એક વિદેશી છોકરી જોઈ રહી છે . તેણી પૂછે છે : પણ તેણીનું સાચું નામ શું છે ? બધાય હસી પડે છે . . . ” પરોમા ” .

જાણે આ નામ તો ક્યાંક ભુંસાઈ જ ગયું છે ! . . . એક એવી ગૃહિણી કે જે ઘરની અદ્રશ્ય દીવાલ સમાન ટેકા જેવી છે , સૌ કોઈ તેની આરપાર ચાલ્યા જાય છે પણ તેની નોંધ નથી લેતા ! અને જ્યારે બંગાળ’નાં ઉત્સવો દરમ્યાન ઘરના જ એક સદસ્યનો મિત્ર કે જે લાઈફ મેગેઝીન’માં પ્રખ્યાત ફોટોગ્રાફર હોય છે ( રાહુલ ), તેની નજર પડે છે ‘ પરોમા ‘ પર . . . અને તેને તેનામાં પોતાને જોઈતી જ એક ભાવસૃષ્ટિનાં દર્શન થાય છે અને તે પરોમાના પરીવારવાળાઓને પરોમાનું એક ગૃહિણી તરીકેનું ફોટોશુટ કરવા રાજી કરી લે છે . . . . . અને આ ફોટોશૂટ દરમ્યાન તે તેણીને સાચી પરોમા દેખાડે છે કે જે ક્યાંક ખોવાઈ ગયેલી . . . અને તે દરમ્યાન પરોમા પણ રાહુલ તરફ ખેંચાતી જાય છે . એક એવો વ્યક્તિ કે જે પરોમા’ને જાણે છે , તેના અંતરનાં ભાવ’ને જાણે છે , તેની ઈચ્છાઓ / શોખ અને મર્યાદાઓને જાણે છે . . . .

અપર્ણા સેન’ની સુંદર ફિલ્મ . . . કોઈ પણ ભવ્ય સેટ વગર જ કોલકાતા’નાં અસલી સ્થળો’એ કરેલુ શુટિંગ . . . આ પહેલા હું જયારે રાખી’ને જોતો , ત્યારે એક જ વાક્ય ગુંજી ઉઠતું . . . ” મેરે કરન અર્જુન આયેંગે 😉 ” , પણ હવે તે ચહેરો ‘પરોમા’ નામક પાત્રને ઉભારનાર અભિનેત્રી તરીકે પણ યાદ રખાશે .

Aparna sen

Aparna sen

અપર્ણા સેન પણ અહી પરોમાની મિત્ર’નાં પાત્રમા છે . એકદમ સરળ પાત્ર કે જે માત્ર એક જ પરોમાને સમજે છે . . . . અપર્ણા સેન અને તેની પુત્રી ( કોંકણા સેન ) અદ્દલ એકબીજા જેવો જ અભિનય કરે છે . . . એ જ હાવભાવ . . એ જ લઢણ અને તે જ ઉચ્ચારો !

My Verdict : Go 4 it

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Winner : Raanjhanaa , Paroma  Pleasant Watch : – – –

LooserIshkq in Paris , Hulchul , Shootout at Wadala

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . . !

} Qissa : The ghost is a lonely Traveller , 2013 ( Must Watch )

Kochadaiiyaan , 2013 ( Rajnikanth is here . . Mind it ! )

Gori Tere Pyaar Mein , 2013