ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

ચંદ્રકાંત બક્ષી‘ને વાંચવાના બહુ મોડેથી શરુ કર્યા અને જયારે હવે હું શરુ થયો છું ( એક સાથે છ પુસ્તકો ) ત્યારે મને એ લોકોની ઈર્ષ્યા આવે છે કે જેઓએ તેમના મહતમ પુસ્તકો વાંચી લીધા છે ( જેમકે ; મૌલિકા’જી , રજનીભાઈ અને કાર્તિકભાઈ . . અને ઘણા બ્લોગર મિત્રો / વડીલો ) . . . પણ સાથે સાથે મને એમ પણ લાગે છે કે તેઓને પણ હવે મારી ઈર્ષ્યા આવશે કેમકે મારી સફર હવે શરુ થઇ છે અને મને આગળ ખુબ જ મજા પડવાની છે ( જ્ઞાન’ની અથવા કહીએ તો ચિક્કાર જ્ઞાન’ની , ચાબખા’ની , કટાક્ષ’ની , હિંમત’ની , સામા પૂરે વહેવાની અને તે પણ છપ્પન’ની છાતી લઈને . . . તેમના પ્યારા ચાહકોને મોજ કરાવવાની મજા ! )

a ખુબ જ ધૂંધળી સ્મૃતિઓમાં તેમના સંદેશ’માં આવતી કટારનાં લેખો વાંચ્યાનું યાદ છે . . . પણ તે પણ ખુબ જ જુજ . ત્યારબાદ સારા એવા સમય સુધી તેમના વૈવિધ્યરૂપી પુસ્તકોથી અળગા રહેવાનું થયું અને એક વાર જયારે પુસ્તકો લેવા પહોંચ્યો ત્યારે એક સાથે તેમના છ પુસ્તકો વસાવી લીધા { 1) પેરેલીસીસ 2) વિવિધ ગુજરાત 3) સાહિત્ય અને સર્જન 4) 64 લેખો 5) 35 લેખો 6} અમેરિકા અમેરિકા } કે જેમાંથી માત્ર ” અમેરિકા અમેરિકા ” જ વાંચવાનું બાકી છે અને આજે તમારી સાથે ” સાહિત્ય અને સર્જન ” પુસ્તક’ની વાત કરવાનો છું .

આમ તો બક્ષી’જીના અદભુત લેખોની સંગ્રહમાળા સમાન અદભુત બ્લોગ નેહલભાઈ‘એ તો ક્યારનો શરુ કરી દીધો છે [ બાકાયદા બક્ષી ] અને એમ કરતા કરતા ત્યાં પણ તેમના લેખો ચિક્કાર માત્રામાં વંચાયા છે ( એ રીતે તેઓએ મને બક્ષી’ને નિયમિત વાંચતો કર્યો છે ) . . . નેહલભાઈ ખુબ જ અદભુત રીતે જોડણી’ની ભૂલો વગર અને ખુબ જ દુર્લભ ગણાતા એવા જુના અને સોના જેવા લેખો ખુબ જ નિયમિત રીતે આપણ’ને પ્રાપ્ય કરાવતા રહ્યા છે , તે બદલ તેમનો ખુબ ખુબ આભાર . અને મારી ધારણા પ્રમાણે ” સાહિત્ય અને સર્જન ” પુસ્તકમાંથી કદાચિત હજુ સુધી તેઓએ કોઈ રસપાન કરાવ્યું નથી , માટે હું આ પુસ્તક’માંથી મને ગમતા કેટલાક અંશો વહેંચવા જઈ રહ્યો છું . આશા છે કે મારી જેમ જ આપની મગજ’રૂપી બેટરી રીફ્રેશ થઇ જશે 🙂 અને હાં , એક ઘોષણા : . . . હવે જયારે જયારે નવા પુસ્તકો લેવાનું થશે , ત્યારે તેમાં બક્ષી’જીના એક થી બે પુસ્તકો તો હશે જ 🙂 

 અહીંયા આજની પોસ્ટ’માં પ્રસિદ્ધ ફિલસૂફ ખલિલ જિબ્રાન‘ વિશેના તેમના લેખો . . . પ્રકરણ 3 { ફૂલનું નહિ , ખુશ્બુ’નું ચિત્ર ચીતરવાની વાત . . . Page 13 } અને પ્રકરણ 51 { અને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં હું સુઈ જઈશ . . . ! Page 216 } , એમ બંનેમાંથી સંયુક્ત રીતે મૂકી રહ્યો છું . . . આશા છે કે જિબ્રાન’ની ફિલસુફી બક્ષીના અંદાજમાં કઈક નવી જ દિશા દેખાડશે . . . અને હાં , કદાચિત આ પુસ્તક ” સાહિત્ય અને સર્જન ” સંબંધિત , હું બે અથવા તો ત્રણ ભાગ કરીશ . . . તો રાહમાં રહેજો , આજે પ્રસ્તુત છે : ભાગ 1 ( એકડે એક ! )

Kahlil gibran

Kahlil gibran

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

અને પછી અલમિત્રા ફરીથી બોલી , અને પૂછ્યું : અને લગ્ન’નું શું , ગુરુદેવ ? અને એણે ઉતર આપ્યો : તમે ( લગ્નમાં ) સાથે જન્મ્યા હતા . . . અને મૃત્યુ’ની સફેદ પાંખો તમારા દિવસો ખંખેરી નાખશે ત્યાં સુધી તમે સાથે રહેશો અને ઈશ્વર’ની શાંત યાદમાં પણ તમે સાથે હશો . પણ તમારા સાહચર્ય’ની વચ્ચે જગ્યાઓ રાખજો . તમારી બે’ની વચ્ચે સ્વર્ગ’ની ખુશ્બુઓ’ને નાચવા દેજો . . .

આ અવતરણ ખલિલ જિબ્રાન’નાં અમર પુસ્તક ‘ ધ પ્રોફેટ ‘માંથી છે , જેમાં મુખ્ય પાત્ર અલમુસ્તફા અથવા ધ માસ્ટર અથવા ધ પ્રોફેટ કે પયગમ્બર અથવા ખલિલ જિબ્રાન સ્વયં જીવનના વિવિધ પ્રશ્નો પર દાર્શનિક ઉત્તરો આપતા રહે છે . જિબ્રાન’ની ગણના વિશ્વના 20મી સદીઓના રહ્સ્યવેતાઓમાં થાય છે . ભાષા અને રૂપકો મધ્યકાલીન આરબ છે અને ક્યારેક એ પ્રાચીન કાલીન પણ લાગે છે . વિચારો પાણી પર દોડતી વિદ્યુત’ની લાકીરોની જેમ દોડે છે .

પ્રેમ કરજો એકબીજાને , પણ પ્રેમની સાંકળ ન બનાવશો . તમારા બે આત્માઓનાં કિનારાઓની વચ્ચે એક ઘૂઘવતો સમુદ્ર રાખજો . એકબીજાના પ્યાલાઓ ભરી દેજો પણ એક જ પ્યાલાઓમાંથી પીશો નહિ . સાથે ગાજો , સાથે નાચજો , સાથે ખુશ રહેજો પણ તમે બંને એકલા રહેજો . જે રીતે એક જ વાદ્યનાં તાર એકલા હોય છે , પણ એક જ સંગીત’માં ઝણઝણતા રહે છે . તમારા હૃદયો આપજો , પણ સોંપી દેશો નહિ . સાથે ઉભા રહેજો પણ બહુ પાસે પાસે નહિ . મંદિર’નાં થાંભલાની જેમ દુર રહેજો .ઓક’નું વૃક્ષ અને સાયપ્રસ’નું વૃક્ષ એકબીજાના પડછાયામાં ઉગતા નથી . . .

ખલિલ જિબ્રાન’ની રહસ્યભાષા જેવા જ તેમના રહસ્યચિત્રો અથવા રેખાચિત્રો છે , જે જિબ્રાને સ્વયં ચીતર્યા છે . અંતિમ વર્ષોમાં રવીન્દ્રનાથ ટાગોરે પણ ‘ ડુડલીન્ગ્સ  ‘ બનાવ્યા હતા અને પછી અદભુત ચિત્રો ચીતર્યા હતા . જયારે શબ્દ અર્થ કહી શકતા નથી ત્યારે રેખાનું શરણ લેવું પડે છે , કલાકારે પોતાની અભિવ્યક્તિ માટે . શબ્દ પાસે અર્થથી આગળ કઈ જ હોતું નથી અને અર્થ’ની પરિધિ સીમાબદ્ધ હોય છે .

Disclaimer : All Images are sourced from Web World .

પ્રશ્નો પુછાતા રહે છે : ધુમ્મસી સમુદ્ર પર જહાજ આવીને ઉભું રહી ગયું છે . જવા’નો , પ્રયાણ’નો , વિદાય’નો , મહાપ્રસ્થાન’નો , મહાભિનીષ્ક્રમણ’નો સમય આવી ગયો છે . જે ઓર્ફેલીસ નગરમાં એણે બાર વર્ષો ગુજાર્યા હતા , એ નગર છોડવાનું છે અને નગરજનો એકત્ર થઇ ચુક્યા છે . અંતિમ પ્રશ્નો પૂછાઈ રહ્યા છે અને આ રૂપક છે , દ્યોતક છે , જીવનની અંતિમ સફર , જિંદગીનું ‘ તમામ શુદ ‘ , અલ-વિદા ( અરબીમાં અલ-વિદઅ ) , ઉપસંહાર , અંજામ , પ્રશ્નો ગંભીર છે , મોતના પ્રશ્નો , હયાતના પ્રશ્નો , કાયનાત’ના પ્રશ્નો અને  ઉતરો છે , ક્ષણને જ્યોતિર્મય કરે તેવા ઉતરો છે . હૃદયને નિર્ભાર કરવાની વાત છે . વિક્ષિપ્ત પ્રાશ્નીક’ને વિશ્રાંત કરવાનો દાર્શનિક અભિગમ છે . જિબ્રાન’ની વિશેષતા વિચારોની વિપરીતતામા છે , વિરોધીતામાં છે અને વિષયોની વિવીધામાં છે .

એક વિદ્વાન બોલે છે : અમને બોલવા વિષે કહો ! અને ‘ ધ પ્રોફેટ ‘ કહે છે : જયારે તમે તમારા વિચારોની શાંતિથી ત્રાસો છો , ત્યારે તમે બોલો છો . તમારા ઘણાખરા બોલવામાં વિચારોની અર્ધ-હત્યા થઇ જાય છે . વિચાર અવકાશનું પક્ષી છે , જે શબ્દોના પિંજરામાં રહેલું છે , એ પાંખો ફફડાવે છે પણ ઉડી શકતું નથી . એક જવાન કહે છે : અમને મૈત્રી વિષે કહો ! અને એ કહે છે : તમારી જરુરતોનો જવાબ એ તમારો મિત્ર છે . મૈત્રી એ ધરતી છે જેમાં તમે પ્રેમ વાવો છો અને આભાર લણો છો . મૈત્રીમાં શબ્દો વિનાના વિચારો , ઈચ્છાઓ , અપેક્ષાની સાઝેદારી હોય છે .

વર્ષે એક વાર આવતા એક સાધુ એ કહ્યું : અમને મજા વિષે કહો ! તેણે કહ્યું : મજા સ્વાતંત્ર્ય-ગીત છે , સ્વાતંત્ર્ય નથી . એ પિંજરામાંથી છૂટીને ફડફડી રહેલી પાંખો છે . એ ગહરાઈનું ઊંચાઈને આહવાન છે . તમારામાંના કેટલાક વડીલો મજાને નશામાં કરેલી ભૂલોની જેમ દોષભાવથી યાદ કરે છે , પણ ગ્લાની એ મનનું ઘેરાઈ જવું છે . એ લોકોએ એમની મજાઓને આભારવશ યાદ કરવી જોઈએ . ઉનાળાની ફસલની જેમ . છતાં પણ ગ્લાનીથી જો સુકુન મળતો હોય તો એમને સુકુન મળવા દો . . . બુલબુલ રાતની શાંતિ’ને જખ્મી કરશે ? આગિયા આકાશના તારાઓનો અવિવેક કરશે ? . . . મજાને નકારીને તમે ઈચ્છાઓને તમારા અહં’માં પૂરી દીધી છે . તમારા શરીરને એના વારસાની ખબર છે અને એને ઠગી શકાશે નહિ . તમારું શરીર તમારા આત્માનું વાદ્ય છે . આપણી ફરજ છે નક્કી કરવાની . સુમધુર સંગીત કે બેસુરો કોલાહલ ?

અને એક કવિએ કહ્યું : અમને સૌન્દર્ય વિષે કહો ! અને એણે કહ્યું : પડછાયાનાં ડરથી થરકતા મંદ પ્રકાશબિંદુની જેમ આપણી ખામોશીઓમાંથી ઉઠતો સ્વર એ સૌંદર્ય છે . . . સૌંદર્ય જરૂરત નથી , ઉન્માદ છે . એ મુખની પ્યાસ નથી , ખાલી હથેળીની યાચના નથી , એ હૃદયનું ભડકવું છે , આત્માનું પારા-પારા થઇ જવું છે . . . સૌંદર્ય એ આયનામાં પોતાને જોઈ રહેલો અનંતકાલ છે . અને તમે સ્વયં અનંતકાલ છો , તમે સ્વયં આયનો છો , ઓર્ફેલીસ’નાં નગરજનો !

ખલિલ જિબ્રાન’ની ભાષા અને તાત્પર્યાર્થો વિષે ઉત્કુષ્ટથી નિકૃષ્ટ સુધી અભિપ્રાયો વિશ્વભરના પ્રાજ્ઞ અભિપ્રાયજ્ઞોએ આપ્યા છે . જિબ્રાન’ની ઉડાન અને જિબ્રાન’ની ફ્લાસફરાના રવાની’ને ગુજરાતી ભાષામાં મુકવાનું દુ:સાહસ બહુ લેખકો કરી શક્યા નથી . કારણકે વિચારોનાં પ્રત્યેક બુંદમાં સપ્તરંગી મેઘધનુષ્યો ઘોળાયેલા છે , જિબ્રાન’ને પ્રસ્તુત કરવા એ ફૂલનું નહિ પણ ખુશ્બુ’નું ચિત્ર ચીતરવા જેવું દુશવાર કામ છે . ચિત્રકાર મોનેં’ને પૂછવામાં આવ્યું હતું કે તમે આ શું ચીતર્યું છે ? ચિત્ર સ્ટીલ લાઈફ’નું હતું . અને મોનેં’એ નિસંકોચ  સાહજીકતાથી કહી દીધું : મેં તડકો ચીતર્યો છે ! ખલિલ જિબ્રાન’ને વાંચતા વાંચતા , વર્ષો પછી ફરીથી વાંચતા વાંચતા ઉર્દુના મહાન શાયર ફ્યઝ અહમદ ‘ ફ્યઝ ‘ની લીટીઓ બેસાખ્તા યાદ આવી જાય છે :

નસીમ તેરે શબીસ્તાન સે હો કે આયી હૈ

મેરે સહર મેં મહક હૈ તેરે બદન કી – સી . . . !

( હવાની લહર જરૂર એ જગ્યાએથી આવી છે જ્યાં તું લેટેલી ખ્વાબ જોતી હતી / મારી સવાર તારા શરીરની ખુશ્બુથી સુવાસિત થઇ ગઈ છે . )

અને એક સ્ત્રી બોલી , અમને દર્દ વિષે કહો ! તેઓ બોલ્યા : દર્દ તમારી સમજદારીનું કવચ તોડવાનું નામ છે . જેમ ફળ’નો ઠળીયો તૂટવો જોઈએ . એમ તમારે દર્દને સમજવું પડશે . . . અને તમારે તમારા હૃદયની બદલાતી મૌસમોને સ્વીકારવી પડશે . . . તમારું ઘણુંખરું દર્દ તમે ખુદ પસંદ કરેલું છે . . . જે મીટ્ટી’ની પ્યાલી તમે હોઠે લગાડી રહ્યા છો એને કુંભારના પવિત્ર આંસુઓથી ભીંજાવવામાં આવી હતી .

માપદંડ લઈને તમારું જ્ઞાન માપવા બેસશો નહિ . તમારા સ્વપ્નોમાં જોયેઆ નગ્ન શરીરને તમે તમારી આંગળીઓથી સ્પર્શ કરશો . કહેશો નહિ કે મને સત્ય મળી ગયું છે , પણ કહેજો કે મને એક સત્ય મળ્યું છે . . . આત્મા ઘાસની જેમ ઉગી જતો નથી . આત્મા કમળની પત્તીઓની જેમ ધીરે ધીરે ઉઘડે છે . . . એ પહેલી ક્ષણ જયારે આસમાનમાં તારાઓ ફેંકવામાં આવ્યા હતા , એ હજી તમારામાં છે . ગઈકાલ એ આજની સ્મૃતિ છે , આવતીકાલ એ આજનું સ્વપ્ન છે . આજે ભેટી લઈએ, ભૂતકાળને યાદદાસ્તથી , ભવિષ્ય કાળને અપેક્ષાથી .

અને અલમિત્રા બોલી , હવે અમને મૃત્યુ વિષે કહો ! અને એણે કહ્યું : તમે મૃત્યુનું રહસ્ય સમજી જશો . પણ જ્યાં સુધી જીવનના હાર્દ સુધી નહિ જાઓ ત્યાં સુધી મૃત્યુનું રહસ્ય કેવી રીતે સમજશો ? જીવન અને મૃત્યુ એક જ છે , નદી અને સમુદ્ર એક જ છે તેમ જ . . . પવનમાં નગ્ન ઉભા રહેવું અને ધૂપમાં ઓગળી જવું , એ સિવાય મૃત્યુ છે શું ? શાંતિની નદીમાંથી પીશો અને તમે ગાશો , પર્વતનાં શિખર પર પહોંચશો અને તમે ચડવું શરુ કરશો . ધરતી તમારા હાડકા સ્વીકારી લેશે પછી તમે નૃત્ય શરુ કરશો . . . 

– – – – – – – – – – – – – – – – – – – –

ખલિલ જિબ્રાન’ની આ શૈલી , આ લાઘવ , આ મૌલિકતાએ વિશ્વના બૌદ્ધિકોને ઝકઝોર કરી નાખ્યા .પશ્ચિમે સત્યની આવી ભાષાનો અનુભવ કર્યો ન હતો . આ ઓરીએન્ટલ મિસ્ટીસિઝ્મ અથવા પૌવાર્ત્ય રહસ્યવાદ હતો .જ્યાં ભાષા રૂપકોની હતી , વ્યંજના’ની હતી , તુલના’ની હતી , સાતત્ય’ની હતી . અહીં સંશ્લેષણ કે વિશ્લેષણની જરૂર ન હતી , કારણકે અર્થઘટન અને મર્મઘટન સામુહિક નહિ પણ વૈયક્તિક હતા . એક પછી એક વિષયને જિબ્રાન રોમાંસની અને રહસ્યની રોચક ભાષામાં પ્રસ્તુત કરે છે . વિદાય સમયના વાક્યો દાર્શનિક ઉદાતતા પ્રાપ્ત કરી લે છે . કિશોરલાલ મશરૂવાળાએધ પ્રોફેટ ‘નો જે અનુવાદ કર્યો છે તેનું નામ પણ છે : વિદાય વેળાએ ! વિદાય કાલીન આ ગદ્યખંડના અંતે ખલિલ જિબ્રાનનું કદાચ સૌથી સુખ્યાત વાક્ય છે :

થોડી વાર , . . . હવા પર વિશ્રામની એક ક્ષણ , . . .

અને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં હું સુઈ જઈશ . . . !

( A little while , a moment of rest upon the wind , and another women shall bear me )

ખલિલ જિબ્રાન’નો અનુવાદ કરવો દુષ્કર છે . કારણકે એ ગદ્ય કાવ્યમય દર્શનની કક્ષાનું છે અને એમની ભાષા ગદ્ય અને પદ્યની વચ્ચેની લગભગ અર્ધજાગૃતાવસ્થાની , ટ્રાન્સની ભાષા છે . સાંજ પડે છે , જહાજ આવી ગયું છે અને ધ માસ્ટર , ધ પ્રોફેટ , અલ-મુસ્તફા , પસંદીદા અને પ્યારા ભવિષ્યવેતા ( the chosen and the beloved ) . . .  ઓર્ફેલીસ નગરની સ્ત્રી અલ્પમિત્રાને કહે છે : એ હું હતો જે બોલ્યો હતો ? શું હું શ્રોતા પણ ન હતો ? . . . ઓર્ફેલીસના નગરજનો ! હું હવાઓની સાથે જ રહ્યો છું . . . મૃત્યુ મને સંતાડી દેશે , પણ હું ચઢતી ભરતીની સાથે પાછો આવીશ . . . માણસની જરૂરતો બદલાય છે , એનો પ્રેમ બદલાતો નથી . સમજી લો . . . હું વધારે વિરાટ ખામોશીમાંથી પાછો ફરીશ . . . તમારો શ્વાસ મારા ચહેરા પર હતો . હું તમને બધાને ઓળખું છું . . . હું તમને શબ્દોમાં કહું છું જે તમે વિચારોમાં સમજો છો . તમારા વિચારો અને મારા શબ્દો એક કૈદ સ્મૃતિમાંથી આવતા મોજાઓ છે . . . તમે તમારા શરીરોમાં બંધ નથી . . .

ફેર યુ વેલ , ઓર્ફેલીસ’નાં નગરજનો , આ દિવસ પૂરો થાય છે , ભૂલશો નહિ કે હું તમારી પાસે પાછો આવવાનો છું , થોડી વાર . . . મારી અપેક્ષાઓ બીજા શરીર માટે મિટ્ટી અને ફીણ ભેગું કરશે . . . અને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં હું સુઈ જઈશ . . . ! ફેરવેલ ટુ યુ . . . અને એ જવાની જે મેં તમારી સાથે ગુજારી હતી . ગઈ કાલે જ આપણે મળ્યા હતા , એક ખ્વાબમાં , સ્મૃતિની ગોધુલીમાં આપણે એક વાર ફરીથી મળીશું , આપણે ફરીથી એક ભાષા બોલીશું અને તમે મને એક વધારે મધુર ગીત સંભળાવશો . .

Memorial – Kahlil Gibran (1883–1931) at Washington, DC

Memorial – Kahlil Gibran (1883–1931) at Washington, DC

ખલિલ જિબ્રાન’નું ‘ ધ પ્રોફેટ ‘ વિશ્વસાહિત્યના મહાપુસ્તકોમાં સ્થાન પામે છે . આ માધ્યમ પૌવાર્ત્ય છે . ફક્ત અલમિત્રા શાંત છે , જોઈ રહી છે . જહાજ ધુમ્મસમાં અદ્રશ્ય થતું જાય છે . . .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . . !

ગુજરાતી બ્લોગજગતમાં આ પહેલા પણ ખલિલ જિબ્રાન‘ની કૃતિ ” ધ પ્રોફેટ “નો અદભુત રીતે પરિચય કરાવાઈ ચુક્યો છે , થોડીક લિંક્સ ( ઉર્ફે કડીઓ ! ) }

1} વાંચનયાત્રા બ્લોગમાં શ્રી અશોકભાઈ મોઢવાડીયા‘એ કિશોરલાલ મશરૂવાળા અનુવાદિત ‘ વિદાય વેળાએ ‘ પુસ્તકમાંથી જુદા જુદા વિષયો પર કુલ આઠ પોસ્ટ્સ રજુ કરી હતી , જુઓ અહીંયા [ ” ટેગ – ખલિલ જિબ્રાન ” હેઠળ , Total 8 posts ]

2} હિનાબેન પારેખ‘નાં બ્લોગ પર : ‘ મૃત્યુ ‘ વિષે [ Link ]

3} રીડગુજરાતી પર : ‘ લગ્ન ‘ વિષે [ Link ]

4} અને અક્ષરનાદ પર : ધર્મ અને પ્રાર્થના વિષે [ Link ]

Kahlil Gibran – 1883-2007