ટૅગ્સ

, , , , , , , , , , , , ,

As i keep repeating . . . wait , wait & wait till 3 – 4 minutes & fruit of GIF‘s would be ready & lengthy post too 😉 . same with this time also .

E n j o y 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

26} Man of Steel , 2013

70-80નાં દાયકાની સુપરમેન સીરીઝ , ત્યારબાદ નાના પડદે ચાલતી સ્મોલવીલે તથા લુઈ & ક્લાર્ક જેવી ટીવી સીરીઝો અને છેલ્લે બ્રાયન સિંગર’ની સુપરમેન રીટર્ન્સ બાદ સુપરમેન સીરીઝ પર કદાચિત પડદો પડું પડું થતો જ હતો . . . ત્યાં જ ક્રિસ્ટોફર નોલાન અને ડેવિડ ગોયર’ની આ સીરીઝ સાથે સંકલનનાં ખબરથી રસિયાઓમાં રસ ફૂંકાયો અને લાર્જર ધેન લાઈફ એવા આ પાત્રમાં પ્રાણ ફૂંકાયો . . .ત્યારથી ,કે જયારે આ ફિલ્મનું નિર્માણ શરુ થયું તે ત્યાં સુધી કે જયારે તે રીલીઝ થઇ , ત્યાં સુધી આટલો જબરદસ્ત જુવાળ ક્યારેય પણ જોવા નથી મળ્યો !

સ્ટોરીમાં . . . ક્રિપ્ટોન ગ્રહ નાશ થવાના આરે છે . આ બાજુ ક્રિપ્ટોનનાં જીનીયસ વૈજ્ઞાનિક જોર-એલ વર્ષોથી ચાલી આવતી જીનેટીકલી એન્જીનીયર્ડ ( કે જ્યાં બાળકોનો હેતુ / ભવિષ્ય પહેલેથી જ નક્કી કરી દેવાય છે . . . વૈજ્ઞાનિક / રાજનેતા / સૈનિક / વ્યપારી / મજુર ! ) બાળકની ભૂમિકા પરથી ઉપર ઉઠીને પોતાનું પહેલું કુદરતી બાળક જન્માવવાની તૈયારીમાં છે . . . ત્યાં બીજી બાજુ જન્મથી એક લડવૈયા તરીકે જન્મેલા સેનાપતિ જનરલ ઝોડ સત્તા સામે બળવો પુકારે છે અને થોડી વારમાં નિષ્ફળ પણ જાય છે , પણ તે દરમ્યાન તેની અને જોર-એલ’ની લડાઈમાં જોર-એલ મૃત્યુ પામે છે .  પણ તે પહેલા તે પોતાના નવજાત પુત્રને દુરના ગ્રહ પૃથ્વી પર મોકલવામાં સફળ રહે છે અને તે પણ ક્રિપ્ટોન’નાં બધા જ ભાવી બાળકોની જીનેટિક બ્લુ પ્રિન્ટ ધરાવતા અદભુત ” કોડેક્ષ ” સાથે . . . ત્યારબાદ કાલ-એલ ( ભવિષ્યનો સુપરમેન ) પૃથ્વી પર એક સામાન્ય ખેડૂત દંપતીને ત્યાં ઉછરે છે . . . પણ આ બાજુ ક્રિપ્ટોન ગ્રહ તો નાશ પામે છે પણ જનરલ ઝોડ અને તેના સાથીદારો નાસી છૂટવામાં સફળ રહે છે અને સમયાંતરે તેઓ કાલ’ને શોધતા શોધતા પૃથ્વી પર આવી ચડે છે , અને ત્યારબાદ તો આપ ખુદ જ . . . . 🙂

DC કોમિક્સ’નાં બે જબરદસ્ત સુપરહીરો એટલે બેટમેન અને સુપરમેન . . . કે જ્યાં બેટમેન‘નાં માતા-પિતા નાનપણમાં તેની સામે જ કમોતે મરતા તે એકલો જ પોતાના ડર સામે લડે છે અને પડતા આખડતા પોતાની જાતને ઘડે છે , ત્યાં બીજી બાજુ સુપરમેન પણ જન્મની સાથે જ પોતાના માં-બાપ’ને ગુમાવે છે પણ કુદરત જાણે સાટું વળતી હોય તેમ તેને બીજા અત્યંત પ્રેમાળ અને સમજદાર માતાપિતા આપે છે અને તેમની જ કેળવણી અને ઉછેરથી તે ધીર ગંભીર અને સ્થિર બને છે !

7 કોઈ પણ સુપરમેન ફિલ્મ્સથી વિપરીત અહીંયા શરૂઆતમાં ક્રિપ્ટોનની સ્ટોરી દેખાડાઈ છે અને એ પણ ક્લાસિક CGI ઈફેક્ટસથી ભરપુર અવતાર ફિલ્મની દુનિયા માફક . . . . . અહીંયા સુપરમેનનો S સિમ્બોલ બધા જ ક્રિપ્ટોન વાસીઓમાં કોઈ ને કોઈ રીતે પહેલેથી જ દર્શાવેલ છે કે જેનો મૂળ અર્થ તેમના પ્રમાણે આશા છે ( તે રીતે પૃથ્વી જયારે બીજો ક્રિપ્ટોન બનવા જઈ રહી છે ત્યારે સુપરમેન આશાના પ્રતિક તરીકે ઉભરે છે ) મેન ઓફ સ્ટીલ એ રીતે ઘણે ખરે અંશે સુપરહીરો ડ્રામા કરતા એક Sci – Fi ડ્રામા વધુ જણાય છે . નોલાન’ની બેટમેન સીરીઝ બાદ દરેક સુપરહીરો ફિલ્મ્સ તેનાથી પ્રભાવિત થયા વિના રહી નથી , જાણે કે નોલાને સુપરહીરો ફિલ્મ્સ’નું વહેણ જ બદલી નાખ્યું ( એક ધીર ગંભીર અને પ્રચંડ વહેણ – નહિ કે ચંચળ અને મોજીલું ! ) .

ફિલ્મ’ની ઈમોશનલ કોર ખુબ જ મજબુત છે કે જેમાં બાપ-દીકરાના સંબંધો / લાગણીઓ / અપેક્ષાઓ અને માર્ગદર્શનનાં અદ્ભુત પાસાઓ દર્શાવ્યા છે ( જોગાનુજોગ ફિલ્મ અમેરિકામાં રીલીઝ થઇ ત્યારે આજુબાજુ ફાધર્સ ડે પણ હતો . . . દેશી ગુજરાતીમાં કહીએ તો બાપા દિવસ 😉 ) . ફિલ્મ’નો પ્રથમ ભાગ સંબંધો અને માનવીય બાજુ પર વધુ ભાર મુકે છે સુપર સાઈડ કરતા વધુ હ્યુમન સાઈડ . . . ક્લાર્ક’નાં માબાપ નાનપણથી જ તેની શક્તિને જાણે છે અને કોઈ પણ સામાન્ય માણસ કરતા વધુ પરિપક્વતાથી તેને હેન્ડલ પણ કરી જાણે છે . . . 3 જયારે માં તેને પોતાની અતીન્દ્રિય શક્તિઓથી ડરવાને બદલે જોઈતી વસ્તુ પર જ ફોકસ કરતા શીખવે છે . ત્યાં બાપ તેને ધીરજ રાખીને તેની શક્તિઓને દુનિયાના ભલા માટે અને તે બહાને થોડી વધુ રાહ જોતા શીખવાડે છે ( અને તે માટે જોનાથન કેન્ટ સ્મોલ્વીલે પર ત્રાટકતા વાવાઝોડા દરમ્યાન , પોતે કેટલો પોતાની વાત પર મક્કમ છે તેનો પુરાવો પણ આપી દે છે – કારણકે જો ક્લાર્ક’ની શક્તિઓ સમયથી વહેલી જ પ્રદર્શિત થઇ જાય તો તો . . . – ફિલ્મના અદભુત દ્ર્શ્યોમાનું એક  )

જ્યાં બીજા ભાગમાં ક્લાર્ક’ને ફરી તેના જૈવિક પિતા જોર-એલ નો ભેટો થાય છે અને તે તેને બુદ્ધિ અને પોતાની ભૂતકાળની ભૂલોમાંથી માર્ગદર્શન આપી તેની હવે પછીની જિંદગીનો બીજો પાઠ ભણાવે છે . ( એ કેવી રીતે ? . . .તે તો તમારે જ જોવું રહ્યું . . . ફિલ્મનું એ સરપ્રાઈઝ પેકેજ છે ! ) . . . તે દરમ્યાન લુઇસ અને જોર-એલ પણ નાનકડી ધમાચકડી મચાવી દે છે . . . Lois & Superman હા , લુઇસ’નું પાત્ર પણ સુપરમેન સીરીઝનું એક મહત્વનું અંગ છે કે જ્યાં જૂની ફિલ્મોની લુઇસ એક બાઘી / નાજુક અને ભોળી છોકરડી હતી , ત્યાં અહીયાની લુઇસ ડેરિંગ અને સ્માર્ટ છે અને તેનો સુપરમેન’ની શક્તિઓથી પરિચય  પણ ઘણો જ વહેલો થઇ જાય છે . . . હા , સુપરમેન અને લુઇસનો રોમેન્ટિક ટ્રેક થોડો અસહજ અને ઉતાવળિયો ફિલ્માવાઈ ગયો હોય તેવું લાગ્યું !. . . કદાચિત આવનાર સિકવલમાં તેઓનો સંબંધ વધુ બારીકાઈથી દેખાડાય , કારણકે અહીંયા તો સર્જકોની પ્રાથમિકતા કલાર્કમાંથી સુપરમેન’નો વિકાસ અને ક્લાર્ક’ની તેના માતાપિતા સાથેનો સંબંધ રહ્યો છે ( અંગત નોંધ : એમી એડમ્સ લુઇસ તરીકે ભારે કાનુડી લાગે છે 🙂 – અંગત અને કાનુડી નોંધ પૂરી ! )

જેમકે મેં ઝાઝી બધી વાર કહી દીધું તેમ . . . સુપરમેન માટે તેનો ભૂતકાળ ( ક્રિપ્ટોન ) અને ભવિષ્ય ( પૃથ્વી ) તેના માતાપિતા છે . . .

કે જ્યાં ક્રિપ્ટોનમાં જોર-એલ એક સાહસિક અને દુરદ્રષ્ટા બાપ અને લારા એક મક્કમ માં તરીકે તેની જિંદગીને આગળ ધપાવે છે ( અને એ બહાને , ભવિષ્યનાં ક્રિપ્ટોન વાસીઓને પણ )

14

ત્યાં , જોનાથન પણ એક દુરદ્રષ્ટા અને ધીરજનાં પર્યાય સમો તથા માર્થા કેન્ટ પણ તેના આખરી તબક્કામાં લાગણીરૂપી ટેકો બની રહે છે . . . અને એ રીતે ક્લાર્ક પર તેના બંને માતા પિતા માંથી જોનાથન અને માર્થા’નું પલડું વધુ અસર કરી જાય છે .

12

અન્ય પાત્રોની વાત કરીએ તો . . . . .

Henry Cavill ( ક્લાર્ક / સુપરમેન ) : અગાઉની સુપરમેન ફિલ્મો તો નથી જોવાયેલી પણ અહીંયા હેન્રી સુપરમેન તરીકે ધાંસુ લાગે છે . . . ચહેરા પરના એકદમ પ્રબુદ્ધ હાવભાવ અને ભીતરની અગાથ શક્તિઓ સાથે . . . . ( એ તેટલા માટે કેમકે , સુપરમેન એટલે સાદો અને સહજ હીરો . . . ચહેરેથી પણ અને વ્યવહારથી પણ . . . કદાચિત એટલે જ ડેવિડ ગોયરે તેનું પાત્ર ઝઝૂમતું બતાવ્યું છે પણ વધુ પડતું ગૂંચવાડાઓથી ભરપુર નથી બતાવ્યું . . . હાં , એ બહાને થોડું ઓછું હ્યુમર ફિલ્મમાં રહ્યું છે , પર ચલતા હૈ 🙂 ) .

Michael Shannon ( જનરલ ઝોડ ) : મહતમ સુપરહીરોસ ફિલ્મોનાં વિલનની માફક તે કોઈ મેનીયાક નથી પણ પોતાની જ જાતિને નાશ થવાના આરે જોતો એક મરણીયો યોદ્ધો છે કે જે થોડી સહાનુભુતિ પણ મેળવી લે છે અને એ પાત્રમાં શેનોને સારો એવો રંગ રાખ્યો છે .

Antje Traue ( ફાઓરા ) : જનરલ ઝોડની નીચે કમાન્ડર ફાઓરાના પાત્રમાં ખાસ્સી એવી પ્રભાવક લાગે છે , અને ક્યારેક તો એવું લાગે છે કે તેણી મુખ્ય વિલન હોવી જોઈતી હતી ( તેણીની આંખોમાં એ ઝનુન દેખાય છે )

અન્ય મહત્વની બાબતોમાં . . .

1} 1978ની ફિલ્મનો જ્હોન વિલિયમ્સ’નો સ્કોર આટલા વર્ષો બાદ પણ હાન્સ ઝીમરનાં સ્કોરને હંફાવી શકે તેવો મજબુત છે 2} Man Of Steel નામ તરીકે નામકરણ થકી ફિલ્મ મહદઅંશે પોતાની તરફ ધ્યાન આકર્ષવામાં સફળ રહી છે , કે જ્યાં પૂરી ફિલ્મમાં માત્ર એક જ વખત ” સુપરમેન ” એવો શબ્દ આવે છે !!

3} Amir Mokri’ની સિનેમેટોગ્રાફી માં-કસમ ધાંસુ છે ( ક્રિપ્ટોનની ભવ્યતા અને પતનથી માંડીને નાનકડા એવા સ્મોલવીલે ગામની સરળતાનું અજબ કોન્ટ્રાસ દેખાડ્યું છે ) 4} સુપરમેન મતલબ . . .  સીધું હવામાં . . . મતલબ પક્ષી કરતા તેને ઉડતો જોવામાં સૌને વધુ રસ હોય અને એ રીતે તેની બધી જ ફલાયિંગ સિક્વન્સ સોલીડ જબરદસ્ત છે .

9

5} જનરલ ઝોડ સાથેની સુપરમેન’ની પહેલી ફાઈટ ઝક્કાસ છે 6} Earth Drilling Machines વડે પૃથ્વીને ઘમરોળવાનો કન્સેપ્ટ ક્યાંક ક્યાંક ટ્રાન્સફોર્મર્સ જેવો લાગે છે પણ , છે મહાપ્રલયકારી અને મહાકાય !

7} માત્ર બે જ પાસાઓ થોડા નિરાશ કરે તેવા છે એક તો …. લુઈ અને ક્લાર્ક વચ્ચેની કેમેસ્ટ્રી થોડી નીરસ લાગે છે અને બીજું ….. ઝોડ અને સુપરમેન વચ્ચેની લડાઈનો બબ્બે કલાયમેક્ષ ધરાવતો મેગા કલાયમેક્ષ 40 થી 45 મિનીટ’ની આસપાસ લાંબો છે કે જેમાં નિરંતર ગાભા કાઢી નાખે તેવી લડાઈ છે અને તે પણ મેટ્રોપોલિસ શહેરની વચ્ચે ( મતલબ કે મારા લખાણ’ની માફક જ કલાયમેક્ષ વધુ પડતો લાંબો છે 😉 )

My Verdict : 8 / 10 > Theater <

પાપા જોનાથન કેન્ટ , ‘ ક્લાર્ક ‘ જયારે બીજાઓની મદદ કરવા માટે ઉતાવળ કરીને પોતાની શક્તિઓને દ્દેખાડવા માંગતો હોય છે ત્યારે સતત તેને રોકે છે અને ખરા સમયની રાહ જોવાનું કહે છે અને એ બહાને સૌ પ્રથમ તેઓ ક્લાર્કને પોતાને માટે અને ત્યારબાદ દુનિયા માટે સજ્જ કરે છે . . . ( કારણકે અજાણી વસ્તુઓ / શક્તિઓ / ઘટના’ને . . . જો માનવજાત સમજી નાં શકે તોકા તો પૂજવા માંડે છે અને કા તો સજ્જડ ધિક્કારવા માંડે છે . તે બંનેનો માધ્યમ માર્ગ તેમને ખબર જ નથી હોતો ! )

IMDb : 7.6 / 10 by  2,16,000 + People { by July 2013 }

Any Theater Moment ?

દસેક વર્ષની આસપાસનાં બારથી પંદર ટાબરિયાવ ક્યાંકથી આવી ચડ્યા અને તે પણ ફૂલ તૈયારી સાથે ( પેપ્સી / વેફર્સ / સેન્ડવીચ / મોબાઈલ / વોટર બોટલ ! ) . . . અને તે પણ એકલા . . . અને પછી તો શી ધમાલ મચાવી છે . . . અંદરો અંદર એકબીજા સાથે સીટ બદલાવતા જ રહ્યા , ફિલ્મના અંત સુધી 🙂

અને હાં , બાજુની સીટ પર એક લવ કપલ પણ આવી ચડ્યું હતું અને . . . સતત ગપસપ અને ગુસપુસ કર્યે રાખતું હતું ! . . . ભગવાન તેમની ગુસપુસ’ને શાંતિ આપે 😉

Have a look here : Man of Steel Special

શ્રી જય વસાવડા’ની સુપરમેન પરની સુપર પોસ્ટ વાંચો , અહીંયા [ Link ]

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

27} World War Z , 2013

છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મોના ઘણા પ્રકારોમાંનો એક રોમાંચક પ્રકાર એટલે ” ઝોમ્બી’સ ” . . . અને એમાં પણ પેટા પ્રકાર એટલે . . . ઝોમ્બી – હોરર , ઝોમ્બી – એક્શન , ઝોમ્બી – કોમેડી અને . . . છેલ્લે છેલ્લે તો ઝોમ્બી – રોમાન્સ પણ આવી ગયું ( વોર્મ બોડીઝ – પાસે છે , પણ જોવાયું નથી ! ) . . . અને , આ બધાયની જેમ જ World War Z , પણ થોડી જુદી , એક પ્રકારે ઝોમ્બી – સર્વનાશ‘ની ( Zombie Disaster Action ) થીમ પર આધારિત છે .

ફિલ્મ 2006માં આવેલ મેક્ષ બ્રુક’ની વર્લ્ડ વોર ઝી ( અથવા ઝેડ ) / World War Z નામક નવલકથા પર આધારિત છે . અને તેના ડીરેક્ટર છે ‘ કવાંટમ ઓફ સોલેસ ‘ વાળા ” Marc Foster ” અને તેને પ્રોડ્યુસ પણ મુવીના લીડ એકટર બ્રાડ પીટે જ કરી છે ! ફિલ્મ ઘણા દિવસોથી લંબાયે જતી હતી , અગાઉ ફિલ્મ ગયા વર્ષ’ની ક્રિસમસ પર રીલીઝ કરવાની યોજના હતી , પણ ઘણા બધા ભાગોનું રી-શૂટ . . . પ્રોડક્શન’નાં ડખ્ખા . . . છ છ લેખકો દ્વારા પૂરી ફિલ્મનું લેખન અને ડીરેક્ટર/પ્રોડ્યુસર વચ્ચેની માથાકૂટને કારણે ફિલ્મ છેક આ વર્ષે મધ્યમાં રીલીઝ થઇ શકી . . . અને આખરે આટલા બધા દિવસોનું સાટું વાળતી હોય તેમ ફિલ્મ જબ્બર આવકાર પામી ( ક્વોલીટી + ક્વોન્ટીટી { પૈસા 🙂 } ) . . . મહતમ તો ફિલ્મનો આખરી ભાગ ( છેલ્લી 30 થી 40 મિનીટ ) કે જે થર્ડ એક્ટ કહેવાતો હતો તેનું રીશુટ થયેલું કે જેમાં નવલકથાના મૂળ અંતને બદલીને , બીજો અલગ જ અંત રખાયો છે ( નવલકથા અનુસાર ફિલ્મના અંતનું તો રશિયામાં શુટિંગ પણ થઇ ગયેલું ! ) . . . મતલબ કે ઘી છેલ્લે લાપસીમાં જ પડ્યું – કુછ મીઠા હો જાયે 🙂

સ્ટોરીમાં . . . ફિલાડેલ્ફીયા’માં અચાનક લોકો ઝોમ્બી બનવા માંડે છે , કોઈને પણ કારણ ખબર નથી . . . ચારેકોર હાહાકાર મચી ગયો છે . . . ગેરી ( બ્રાડ પીટ ) અને તેનો પરિવાર પણ આ બધાથી અજાણ શહેરના ટ્રાફિકમાં અટવાયેલા પડ્યા છે અને જયારે આ બધાની ખબર પડે છે ત્યારે તેઓ પણ માંડ માંડ બચીને ત્યાંથી નીકળી શકે છે . . . તેઓને હજુ વધુ ખબર પડે ત્યાં તો તેના એક ભૂતપૂર્વ સાથી’નો અમેરિકન સૈન્યમાંથી ફોન આવે છે કે તમને બચાવવા એક હેલીકોપ્ટર આવી રહ્યું છે . . . તને અને તારા પરિવારને બચાવી લેવામાં આવશે , પણ તે બદલ તારે અમારું એક કામ કરી આપવું પડશે !

. . . ગેરી , આ અગાઉ UN’માં History & Travelling સંદર્ભે સંશોધનકર્તા હતો , અને તે સબબ તેણે ઘણા દેશોમાં કપરામાં કપરી પરિસ્થિતિઓમાં પણ કામ બજાવેલ હતું . . . ગેરી અને તેના પરિવારને મધદરિયે એક લડાયક જહાજ પર લઇ આવવામાં આવે છે . . . હવે તેને ખરી જાણ  થાય છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ પણ મૃત્યુ પામી ચુક્યા છે અને વિશ્વમાં મોટાભાગે બધે જ આ મુસીબત ત્રાટકી ચુકી છે અને શહેરોના શહેર ઝોમ્બી બની ચુક્યા છે . અને હવે ગેરી’ને આ બધાનું મૂળ શોધવા એક વાયરોલોજીસ્ટ { કે જે વિવિધ પ્રકારના વાયરસનો અભ્યાસ કરે છે } સાથે દક્ષીણ કોરિયા જવાનું છે અને તે વાયરોલોજીસ્ટ’ને બધી પ્રકારે મદદ કરવાની છે . . . ગેરી’ને અંતે તૈયાર થવું જ પડે છે . . . પોતાના પરિવારને મહામહેનતે મનાવીને તે ચાલી નીકળે છે . . . અને તેની સફર દક્ષીણ કોરિયાથી શરુ થઈને ઇઝરાયેલ અને આખરે વેલ્સ સુધી પહોચે છે . . . સવાલો તો સફરમાં હતા જ . . . શું આ કોઈ વાઈરસ’નો ઉત્પાત છે ? સૌપ્રથમ ઝોમ્બી કોણ બન્યું ? આનો ઉપાય શું ? આની શરૂઆત ક્યા દેશમાં થઇ ? ગેરી’ને એક સેટેલાઈટ ફોન પણ અપાયો છે કે જેના વડે તેણે સંપર્ક સ્થાપવાનો રહેશે અને જો લાંબા સમય સુધી સંપર્ક નહિ સ્થપાય તો ગેરીના પરિવારને જહાજ પરથી ઉતારીને કિનારે છોડી અવાશે ! શું ગેરી સફળ રહેશે ? એ માટે તો આપને ખબર જ છે કે શું કરવાનું છે . . . 🙂 ( ઝોમ્બી’ને કોઈ નાત / જાત / ધર્મ / કર્મ / ભાષા / વેશ / વ્યવહાર / વાણી / વર્તન કે સીમાડા હોતા નથી . . . બસ જોયું નથી કે સામેવાળાને બચકું ભર્યું નથી . . . અને સામેવાળો પણ બની જાય છે , ઝોમ્બી . . આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા 😉 . . . એ રીતે ઝોમ્બી સર્વ પ્રકારે સેક્યુલર છે . . . તેનું સૂત્ર છે ” સર્વધર્મ સમભાવ . . . અને તેમની આદર્શ સ્થિતિ છે – વસુધૈવ કુટુંબક્મ 🙂 )

WWZ’નો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે , તેની Mega & Massive સ્તરે ફિલ્માવાયેલી ઝોમ્બી’ઓના ટોળાઓની સિક્વન્સ . . . અને મોટાભાગે ઝાઝા બધા પાત્ર પર ફોકસ કર્યા વિના પણ ધાંસુ રીતે ચાલુ રહેતું વાર્તાનું કથાનક !

અહીના ઝોમ્બીઓ અગાઉની ફિલ્મો કરતા કાંઈક અલગ જ છે . . . તે ગોકળગાયની જેમ ધીમા નથી ( ભાગ મિલ્ખા ભાગ’ની જેમ તેજીલા તોખાર છે ! ) . . . તેઓ બેઠા બેઠા મૃતદેહોને ચુંથતા નથી રહેતા અને ચિત્ર વિચિત્ર અંગોને ખેંચી ખેંચીને ખાધા પણ નથી રાખતા . . . અવાજ પ્રત્યે ગજબના સંવેદનશીલ છે , અવાજ સંભળાયો નથી કે દોડ્યા નથી . . . અત્યંત ઝનૂની અને બળવાન છે . . . જયારે તેઓ નિષ્ક્રિય હોય ત્યારે સુનમુન તાક્યા કરે છે અથવા તો નજીકની દીવાલમાં કે કાચમાં સતત માથા ભટકાડયા કરે છે અને સખ્ત રીતે દાંત ભીસીને કચકચાવ્યા કરે છે . . . અને સૌથી અગત્યનું અને ભયંકર . . . કે તેઓ માત્ર 20 થી 25 સેકન્ડમાં જ સ્વસ્થ માણસમાંથી એક ખૂંખાર ઝોમ્બી બની જાય છે કે જેઓનું એકમાત્ર લક્ષ્ય હોય છે સામેવાળા માણસને બચકું ભરવાનું અને આગળ નીકળી જવાનું અને વળી કોઈક નવું લક્ષ્ય ગોતવાનું ( તે રીતે તેઓ કર્મ કરે છે અને ફળની આશા નથી રાખતા ! ) તેઓ એ હદે બચકા ભરવામાં ઝડપ રાખે છે , જાણે કે કોઈ સેલ્સમેન’ને આખરી દિવસોમાં ધાર્યું લક્ષ્યાંક પૂરું કરવાનું હોય !!! અને જોતજોતામાં તો ઝોમ્બીઓના મોજામાં મોજું ભળતા ભળતા ઝોમ્બીઓનું સુનામી ત્રાટકે છે !

j

ફિલ્મનાં મુખ્ય વિષયની શરૂઆત માત્ર 5 થી 7 મીનીટમાં જ થઇ જાય છે . ફિલ્મ એ બાબતે ગજબની ઝડપ ધરાવે છે . . . એક ઘટનામાંથી બીજી ઘટનામાં જતા તે વિલંબ નથી કરતી . . . પહેલી નજરે , જો કોઈ પાત્રો તમારી નજરે વધુ ચડે છે , તો તે છે . . . ગેરી ( Brad Pitt ) , ગેરીની પત્ની ‘ કરીન ‘ અને ઈઝરાયેલી મહિલા સૈનિક ‘ સેગન ‘ . નિર્વિવાદ પણે પૂરી ફિલ્મ ગેરી ઉર્ફે બ્રાડ પિટ’ની આસપાસ જ ફરે છે કે જ્યાં પહેલા ભાગમાં તે તેની પત્નીની સાથે ઝોમ્બીઓનો સામનો કરે છે , ત્યાં બીજા ભાગમાં તે સેગન’ની સાથે સ્ક્રીન શેર કરે છે , અને બંને જગ્યાએ તેનો Sharing & Caring’નો એટીટ્યુડ આંખે ઉડીને વળગે છે . ગેરી એક સીધો સાદો પારિવારિક વ્યક્તિ જ છે કે જે પોતાના પરિવારની સાથે રહેવા માટે UN’ની નોકરી સુધ્ધા છોડી દ્યે છે . . તેને તેના બાળકોને મોટા થતા જોવા છે . . . ઝોમ્બી’ઓની અચાનક આવી પડેલી આફત સમયે પણ તે ગજબની કુનેહ ધરાવે છે . તેની પાસે નથી કોઈ કસાયેલું શરીર કે નથી તે કોઈ ઝનૂન . . . પણ , તેની પાસે છે ” નજર . . . અનુભવ . . . વર્તારો અને ત્વરિત નિર્ણય શક્તિ ” . કપરાથી કપરા સંજોગોમાં પણ તે પોતાનું સાનભાન નથી ગુમાવતો અને સતર્ક રહે છે { એક દ્રશ્યમાં : ઝોમ્બી સાથેની ઝપાઝપીમાં ઝોમ્બીનું લોહી મોઢામાં ચાલ્યા જતા તેનાથી પીછો છોડાવીને તાત્કાલિક તે અગાશીની પાળીએ ચઢી જાય છે અને ત્યાંથી કુદવાની તૈયારી સાથે 1 થી 20’ની ગણતરી કરે છે . . . કે ક્યાંક હું ઝોમ્બી બની ન જાઉં અને મારા જ પરિવારને બચકું ન ભરી લઉં ! } . . . તે અલગ અલગ સ્થળોએ ફરે છે . . . માંડ માંડ બચે છે . . . નાની નાની વિગતો નોંધે છે અને વળી આગળ નીકળી પડે છે { મનના એક ખૂણે સતત પોતાની પત્ની અને બે પુત્રીઓની ચિંતા કરતો કરતો . કે જેમાની એક પુત્રીને તો અસ્થમા હોય છે ! }

જેમકે હમણાં જ કહ્યું તેમ પાત્રો કરતા ઘટના અને સંજોગો મહત્વના દર્શાવ્યા છે { કારણકે આખરે તો સંજોગો જ માણસને ઘડતા હોય છે } . ગેરી’નાં એક પુરુષ પાત્રની સામે ફિલ્મમાં બે મહિલા પાત્રો પણ સમાંતરે ચાલ્યા રાખે છે . કરીન’નાં પાત્રમાં Mireille Enos‘એ એક શાંત – સમજદાર – ધીર – ગંભીર પત્નીનું પાત્ર ઉપસાવ્યું છે અને બીજી બાજુ ઈઝરાયેલી મહિલા સૈનિક તરીકે Daniella Kertesz પણ ગેરી’નો સાથ નિભાવતા પાત્રમાં અદભુત દર્શાવાઈ છે . { તે રીતે સ્ત્રીઓનો મુસીબતો સાથે ઝઝુમવાનો અનુભવ અને સહનશીલતા’નો ગુણ પુરુષોનું મનોબળ ટકાવી રાખે છે , તે દ્રષ્ટિકોણ સુંદર રીતે પ્રસ્તુત થયો છે . }

d

અને છેલ્લે , જે લોકોને ઝોમ્બીઓનાં ચીતરી ચડે તેવા દ્રશ્યોવાળી ફિલ્મો ન ગમતી હોય તેઓને પણ આ ફિલ્મ જરૂર ગમશે , કારણકે ફિલ્મને PG-13 રેટિંગ મળ્યું હોવા છતાં પણ તેમાં ક્યાય લોહીયાળ દ્રશ્યો અને મારફાડ/ચીરફાડ  નથી બતાવી . ફિલ્મ એટલી ટેન્શન , એક્સાઈટમેન્ટ અને શ્વાસ થંભાવી દે તથા હૃદયભગ્ન કરી દે તેવા દ્રશ્યોથી ભરપુર છે કે ખરેખર ફિલ્મ આપની સ્મૃતિમાં રહેશે .

અદભુત દ્રશ્યોમાં . . .

1} શરૂઆતનું જ એ દ્રશ્ય , કે જ્યાં ગેરી અને તેનો પરિવાર ટ્રાફિકમાં અટવાયેલા હતા અને પાછળથી મુસીબત ટકોરા દઈ રહી હતી . . . અને પછી જે એ લોકો ભાગ્યા છે કે . . . ! 2} પેલી ઝોમ્બી’નું લોહી મોં’માં જવાવાળું દ્રશ્ય

3} ગેરી અને વાયરોલોજીસ્ટ’વાળી ટીમ’નું રાત્રીના ઘોર અંધકારમાં ભર વરસાદે પ્લેનમાંથી ઉતરાણ અને ચારે બાજુનો સન્નાટો 4} ગેરી’નું તે જ જગ્યાએથી સાઈકલમાં નીકળવું ( એ કેવી રીતે ? તે તમે ખુદ જ જોઈ લેજો 🙂 )

5} ગેરી’ની પત્નીનો ખોટા સમયે કરાયેલો ફોન કોલ !( એ પણ સાથે સાથે જોઈ જ લેજો . . . જે જે પતિઓને પત્નીના ફોન કરવાથી વાંધો હશે , તે લોકો પોતાની પત્નીને જરૂર આ દ્રશ્ય દેખાડે 😉 ) 6} ઇઝરાયેલ’માં પરિસ્થિતિ અને ત્યાંથી પલાયન

7} ફિલ્મનું સૌથી ધાંસુ દ્રશ્ય : ઝોમ્બીઓના ટોળાઓનું એક ઉપર એક ચડીને ( કીડીઓની માફક ) ઉંચી દીવાલ ઓળંગવું [ ઘડીક તો રૂંવાડા ઉભા થઇ ગયા ! ]

w6

8} ઝોમ્બીઓનું એક ટોળું તો એટલું ધસમસતું આવે છે કે વચ્ચે પડેલી બસને પણ ઉથલાવી નાખે છે !

9} આકાશમાં ઉડી રહેલા પ્લેનમાં ઝોમ્બી’નું હોવું અને ગોળીબાર ( નોંધઆ સ્પોઈલર નથી , કારણકે તે દ્રશ્ય અગાઉથી જ ટ્રેઇલર’માં દર્શાવાઈ ચુક્યું હતું , જુઓ અહીંયા )

10} વેલ્સ’નાં મેડીકલ સેન્ટરમાં ઝોમ્બીઓનાં ટોળાઓ વચ્ચેથી દવા લેવા જવું 11} દાંત કચકચાવતો એક ઝોમ્બી ( દ્રશ્ય છે ગંભીર , પણ તમારા મોં પર મુસ્કાન લાવી દેશે ! )

અને છેલ્લે એક દ્રશ્યનો સંવાદ : ભારતમાં શું પરિસ્થિતિ છે ? શું તેઓને કોઈ ઉપાય મળી ચુક્યો છે ? જવાબ : ભારતમા તો સૌ રામભરોસે છે . . . બસ , ચારેબાજુ અંધાધુંધી બીજું કાઈ નહિ ! ( દુખદ , પણ કદાચિત કડવું સત્ય ! )

My Verdict : 8 / 10 > Theater <

વાયરોલોજીસ્ટ એન્ડ્ર્યુ’નાં મુખેથી બોલાયેલો એક સનાતન સત્ય જેવો મહાધાંસુ ડાયલોગ . . . Must Read

Andrew Fassbach: Mother Nature is a serial killer. No one’s better, or more creative. Like all serial killers, she can’t help but have the urge to get caught or what good would all those brilliant crimes do if no one takes the credit? So she leaves crumbs. Now the hard part, is seeing the crumbs, the clues there. Sometimes it’s in your thoughts where the most brutal part of a virus is. Turns out to be the chink in its armor. And she loves disguising her weaknesses as strengths. She’s a bitch.

અને બીજા એક પાત્ર દ્વારા બોલાયેલું બીજું એક કાતિલ સત્યમાણસજાતને અર્પણ !

Jurgen Warmbrunn: Most people don’t believe something can happen until it already has. That’s not stupidity or weakness, that’s just human nature.

IMDb : 7.2 / 10 by  1,08,000 + People { by July 2013 }

Any Theater Moment ?

મિત્ર અંકિત’ની બાજુમાં જ એક જીવતો જાગતો ઝોમ્બી આવી ચડ્યો હતો . . . સતત કારણ વિના જ અટ્ટહાસ્ય કર્યે રાખતો હતો , કદાચિત તેને સ્ક્રીન પરના ઝોમ્બીઓમાં પોતાનું ભવિષ્ય દેખાતું હશે . . . તે વ્યક્તિ એટલું તો હસ્યો કે જાણે કે ફિલ્મ કોઈ કોમેડી હોય  . . . ખબર નહિ પણ કેમ જાણે તિહાર જેલ’માંથી છૂટીને આવ્યો હશે એવું લાગ્યું . . . દુનિયા આવા મફતિયા’ઓથી જ ભરેલી પડી છે કે જેની કિંમત આપણે ચૂકવવી પડે છે

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Winner : World War Z      Pleasant Watch : Man of Steel

Looser : – –

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

} First lookX-Men Days of Future Past , 2014

[ Wolverine is sent to the past by X-Men . . & then 🙂 ]

Beast, Xavier and Wolverine

Beast, Pro. Xavier and Wolverine

} Cloudy With A Chance of Meatballs 2 , 2013 : Character Posters