ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , ,

Give me your 2 Minutes . . to settle up the POST or say for loading the IMAGES other else haveMaggi ” 😉

& wait . . don’t forget to have a look on Superb trailers of ” The Fifth Estate ” & ” 12 Years a slave ” at the end of POST .

E n j o y 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Their Side { Hollywood }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

12} Proof of Life , 2000

સાઉથ અમેરિકાના એક દેશમાં , ” પીટર ” કે જે એક ડેમ અંગેના બાંધકામનો એક નિષ્ણાત એન્જીનીયર હોય છે અને થોડા સમયથી ત્યાં પોતાની પત્ની એલીસ ( Meg Ryan ) સાથે રહેતો હોય છે . ત્યાની સરકાર ઉથલાવવાના પ્રયાસોમાં સતત લાગેલી ગોરિલા સૈનિકોની એક સેના સતત આતંકવાદી પ્રવૃતિઓ કર્યે રાખતી હોય છે અને તે દરમ્યાન તે વિદેશી નાગરિકો તથા અમીર લોકોને પણ સતત અપહરણ કર્યે રાખતી હોય છે . . . અને એક દિવસ તેઓ પીટરને જ ઉપાડી જાય છે , અને હવે ચિત્રમાં પ્રવેશ થાય છે , ટેરી‘નો ( Russell crowe ) કે જે આતંકવાદીઓ સાથે લવાદ સાધનારો અને જરૂર પડ્યે સૈનિક કાર્યવાહી કરનારો અધિકારી પણ હોય છે . . . તે લોકો પહેલા  વિકલ્પ તરીકે તેમને જોઈતા પૈસા આપવાનો ઠરાવ કરે છે , પણ ત્યારબાદ પરીસ્થીતોમાં બદલાવ આવતા તેઓ ઘણી રીતે એકલા પડી જાય છે . . .  દિવસો પછી દિવસો વિતતા જાય છે અને આ બાજુ પીટરનો સહારો હોય છે – એલીસ’નો એકમાત્ર ફોટો . . .  . . . અને આ બાજુ હોય છે , ટેરી અને એલીસ . . . ટેરી અને એલીસ એકબીજાની નજદીક આવવા લાગે છે , અને . . . આગે ખુદ હી દેખીએ ” જીવન’નાં પુરાવામાં ”

1

મેં તો આ ફિલ્મ રસેલ ક્રો અને મેગ રાયનને કારણે જોયેલી . . . અને ઘણે અંશે તે ખરી પણ ઉતરે છે , પણ ક્યારેક તે એકદમ ધીમી પડી જાય છે અને સરવાળે ફિલ્મ ખુબ લંબાઈ જાય છે ( સવા બે કલાક ! )

પણ જે Latin American દેશમાં આ શુટિંગ થયેલું છે , તેની સુંદરતા અદભુત દેખાડી છે . . . આઉટડોર લોકેશન્સ ખુબ જ અદ્ભુત છે . એટલી બધી થ્રીલર પણ નથી અને જબરદસ્ત એક્શન પણ નથી .

Verdict : 6 / 10 < Home >

IMDb : 6.1 / 10 by 39,000 + People { by July 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

13} The World Unseen , 2007

વર્ષ : 1950 અને જગ્યા છે : રંગભેદ અને જાતિવાદની શિખર પર બેઠેલું દક્ષીણ આફ્રિકા ! વાત છે , બે સ્ત્રીઓની . . .તેમની બે અલગ અલગ દુનિયાની . . . તેમના વિચારોની / રહેણીકહેણી’ની . . . અને તે વિચારો અમલમાં લાવી શકાય કે કેમ ? . . . તેની સ્વતંત્રતાની ! અમીના ( Sheetal Sheth )એક ભારતીય હોય છે , અને ત્યાં એક નાનકડું કેફેટેરીયા ચલાવતી હોય છે , અને તે પણ એક કાળા વ્યક્તિની સાથે છુપી ભાગીદારીમાં !!! તેણી સાહસિક અને મુક્ત વિચારોવાળી હોય છે અને બીજી બાજુ મીરીયમ ( Lisa Ray) કે જે કશું નથી . . . તેની દુનિયા છે , તેનો જડસુ અને લફરાબજ પતિ ઓમાર અને તેના નાના બાળકો . . . બહારની દુનિયામાં શું ઘટી રહ્યું છે , તેની તેણીને કશી જાણ નથી અને તેના પતિના મત મુજબ તેને કાઈ જરૂર પણ નથી , તેણીનું જીવન માત્ર તેના પતિ અને તેના પરિવાર સાથે જ સંકળાયેલું હોવું જોઈએ !!!

આ અફરાતફરીનાં માહોલમાં બંને સ્ત્રીઓ એકબીજાના જીવનમાં પ્રવેશે છે અને જાણેઅજાણે એકબીજાની લાગણીઓનો પડઘો પાડે છે . . . શું આટલા રૂઢીચુસ્ત અને અનેક બદીઓથી ખદબદતા સમાજમાં આ સ્ત્રીઓ રસ્તો કાઢી શકશે ? શું તેઓ બંને એકબીજા સાથે જીવનસફર આગળ વધારી શકશે ? . . . ખુદ જ જોઈ લ્યો ” અણદેખી દુનિયામાં ”

Verdict : 7.5 / 10 < Home >

IMDb : 6.4 / 10 by  1,500 + People { by July 2013 }

14} I Can’t Think Straight , 2008

ટાલા ( Lisa Ray ) જોર્ડનનાં એક ધનાઢ્ય પરિવારની પુત્રી હોય છે કે જેમનો ઘણો ખરો બીઝનેસ લંડનમાં પણ હોઈ તે બંને સ્થળોએ ઉડાન ભરતી રહેતી હોય છે . ટાલાની સગાઇ નક્કી થઇ ચુકી હોય છે . આ બાજુ તેની મુલાકાત તેના ઘનિષ્ઠ મિત્ર અલી સાથે ડેટિંગ કરી રહેલી લૈલા ( Sheetal Sheth ) સાથે થાય છે , કે જે એક બિન્ધાસ્ત , શરમાળ , પ્રામાણિક અને સર્જનશીલ છોકરી હોય છે કે જે પોતાના પિતાના બિઝનેસમાં મદદ કરવાની સાથે છુપી રીતે એક લેખક બનવા માટે પણ સંઘર્ષ કરતી હોય છે . ટાલા તેણીની વાર્તાઓ વાંચે છે અને તેને ખરેખર આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે . આ દરમ્યાન બંને ઘણી નજદીક આવે છે અને એક ક્ષણ પુરતું સાથે જીવન જીવવાના સપના પણ જુવે છે . . .

1

પણ , ટાલા’ને તેમના સંબંધો અંગે અચાનક જ કઈક અનુભૂતિ થતા તે ફરી પાછી ચાલી જાય છે . . . શું આ સંબંધો શક્ય છે ? શું બે સ્ત્રીઓ તેમનું ભવિષ્ય કોઈની પણ ડખલ વગર આગળ વધારી શકશે ? . . . એ તો તમારે જ જોવું રહ્યું , ” હું સીધું નથી વિચારી શકતી’ ” માં . . .

Verdict : 7 / 10 < Home >

IMDb : 6.3 /  10 by  3,300 + People { by July 2013 }

– – – – – – – – – – – – – – – – – – – –

Shamim sarif ” નામક મહિલા દિગ્દર્શક તરફથી એક જ વિષય ( લેસ્બિયન અથવા તો ગે સંબંધો ) પર બે સુંદર ફિલ્મો , કે જેમાંની ” The World Unseen ” તો તેણીની જ નોવેલ પર આધારીત છે . . . કે જ્યાં એકબાજુ ” The World Unseen ” માં દક્ષીણ આફ્રિકા’માં તે સમયે ચાલી રહેલી રંગભેદની નીતિ અને રૂઢીચુસ્તતા , ઘરેલું હિંસા જેવા મુદાઓનો અદભુત સમાવેશ થયો છે ત્યાં બીજી બાજુ ” I Can’t think Straight “માં 20મી સદીનાં લંડન’ની હળવીફૂલકી દુનિયામાં આ બંને સ્ત્રીઓ એકબીજા પ્રત્યે ખેંચાણ અનુભવે છે અને સાથે પોતાની જાત પ્રત્યે પ્રમાણિક રહેવાના મુદ્દા’ને પણ ઝક્ઝોળે છે . . . બંને સ્ત્રી કલાકારો ” શીતલ શેઠ “અને ” લીઝા રે “નું પરફોર્મન્સ અદભુત છે , કે જ્યાં પહેલી ફિલ્મમાં શીતલ શેઠ બોલ્ડ વિચારોની છે ત્યાં બીજી ફિલ્મમાં લીઝા રે બોલ્ડ બની છે . . . પણ બંને ફિલ્મોમાં જે રીતે તેઓએ સ્વીચઓવર કરેલ છે , તે કાબીલેદાદ છે .

2 બે વ્યક્તિઓને સાથે જીવન જીવવામાં અને એકબીજા સાથે ઘરડા થવામાં જરૂર હોય છે . . .પ્રેમ’ની અને એકબીજાને સન્માન આપવાની . . . જો આ અતિ મહત્વના પરિબળો તમને ” ગે ” અથવા તો ” લેસ્બિયન ” સંબંધોમાંથી મળતા હોય તો એમાં કશું ખોટું નથી ( અને બીજી અત્યંત મહત્વ’ની વાત : ગે કે લેસ્બીયન કોઈ પોતાની મરજીથી બનતું નથી અને તે અંદરથી જ ઉગી નીકળતી ઘટના છે . . . માટે જો આપણે તેઓનો સ્વીકાર ન કરી શકીએ , તો કાઈ નહિ , પણ તેમને ધિક્કારીએ તો નહિ જ . ) . . . કારણકે , અત્યારના અને પહેલાના કેટલાય લગ્નજીવનો’ને જો મૂલવીએ તો ખ્યાલ આવે છે કે મહતમ ભાગે આ બંને તત્વો ( પ્રેમ અને સન્માન ) સિવાય બીજું બધું જ છે તેમની પાસે , એકબીજાને આપવા માટે !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

15} The Karate Kid , 1984

Verdict : 7 / 10 < Home >

IMDb : 7.1 / 10 by  77,000 + People { by July 2013 }

16} The Karate Kid – Part 2 , 1986

Verdict : 7.5 / 10 < Home >

IMDb : 5.6 / 10 by  32,000 + People { by July 2013 }

17} The Karate Kid, Part III , 1989

Verdict : 5.5 / 10 < Home >

IMDb : 4.6 / 10 by  20,000 + People { by July 2013 }

2

ડેનિયલ અને તેની માતા’ને ન્યુજર્સીથી કેલીફોર્નીયા ઘર બદલવાનું થાય છે . . . નવા શહેરમાં સ્થાનિક સંજોગોને બાદ કરતા ડેનિયલને માથાભારે છોકરાઓની એક ગેંગ સાથે પણ પનારો પાડવાનો  થાય છે . ત્યારે જ તેની મદદે આવે છે , તેના ઘરની આગળ રહેતા મી. મિયાગી કે જેઓ એક જાપાનીઝ હોય છે અને અહીંયા એક મિકેનિક તરીકે સેવા આપતા હોય છે . તે ડેનિયલને કરાટેના મૂળભૂત દાવપેચ શીખવે છે અને તેને માનસિક રીતે સુસજ્જ કરે છે , તે જ માથાભારે છોકરાનો કરાટે કોમ્પીટીશનમાં સામનો કરવા કે જેમાં તે ગયા વર્ષનો વિજેતા હોય છે !

1

. . . બીજા ભાગમાં , ડેનિયલ મી મિયાગી સાથે  જાપાન જાય છે , અને ફરી ત્યાં . . . કરાટે શું છે ? , તે દુશ્મનને પણ દોસ્ત બનાવી શકે છે અને સાચા અર્થમાં તેનો ઉપયોગ શાંતિની સ્થાપના માટે કરાય છે , તેનો પાઠ ભણે છે

. . . ત્રીજા ભાગમાં તેઓ ફરી પાછા ફરે છે , એક નવી મુશ્કેલીઓનો સામનો કરવા અને . . . બોન્સાઈ વૃક્ષો થકી જીવનના પાઠ ભણવા .

વિશ્વાસ . . . અને તે પણ ખુદ પર કરવો ! અને સતત જાળવી પણ રાખવો !! . . . કે જે ઘણું દુષ્કર કામ છે . . . આપણે જિંદગીમાં ઘણા લોકો પર સગા કે પરાયા પર વિશ્વાસ કરીએ છીએ પણ ક્યારેય ખુદ પર નહિ ! . . . ઘણી જલ્દીથી તે વિશ્વાસ મુશ્કેલીઓ . . . અને ઘણી વખત તો માત્ર મુશ્કેલીઓ આવવાની છે તે ડરના સપાટે જ ઉડી જાય છે !!! મુશ્કેલીઓ કરતા ઘણી વાર , મુશ્કેલીઓનો ભય જ આપણા મુળિયા હલાવી જાય છે . . . પણ ક્યારેક કોઈ એવું મળી જાય છે કે જે આપણને જ આપણી શક્તિઓથી વાકેફ કરાવે છે અને આપણી આંતરખોજ શરુ કરાવીને છેક આપણા મુળિયા સુધી દોરી જાય છે અને ત્યારે ખબર પડે છે કે આપણા મુળિયા તો પહેલેથી જ મજબુત હતા , જરૂર હતી માત્ર યોગ્ય હવાની અને દિશાની 🙂

ધ્યાન , શ્વાસ , નિયમ , મહેનત , દ્રષ્ટિ , ધૈર્ય અને ” વિશ્વાસ ” . . . આ બધા ગુણોને દર્શાવતી અને સમજાવતી , મસ્ત ફિલ્મોનો ગુચ્છો , એટલે કરાટે કીડ ટ્રાયોલોજી . ધૈર્યવાન વ્યક્તિત્વની ઝાંખી કરવી હોય તો , મિ મીયાગીનું પત્ર ભજવતા કલાકાર ઘણા સમય સુધી તમારી નજરમાંથી નહિ હઠે , તેની ગેરેંટી મારી 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

18} Fast & Furious 6 , 2013 

4 સ્પેશિઅલ એજન્ટ “ હોબ્સ ” ( The Rock ) ફરીવાર ટોરેટો‘ને ( Vin Diesel) શોધી કાઢે છે અને તેનો સહકાર માંગે છે , પણ ટોરેટો આ બધામાંથી બહાર નીકળી ગયો હોવાથી ઇનકાર કરી દે છે . . . પણ , હોબ્સ પાસે પણ જબરદસ્ત કારણ હોય છે . . . અને તે છે ,  ટોરેટો’ની ભૂતપૂર્વક પ્રેમિકા “ લેટી ” ( Michelle Rodriguez ) કે જેને મૃત ઘોષિત કરાઈ હતી , પણ હમણાં જ તેણીને જીવતી જોવાઈ હતી અને તે પણ લંડનમાં અફરાતફરી બોલાવતી એક ખતરનાક અને અત્યાધુનિક ગાડીઓથી સજ્જ ગેંગનાં સદસ્ય તરીકે . . . કે જેનો લીડર હોય છે , ભૂતપૂર્વ મીલીટરી ઓફિસર ” શો ” ( Luke Evans ) . . . . અને હવે શરુ થાય છે રહસ્ય શોધવાની અને કોઈને રોકવાની રમત . . . અને એ પણ ધાંસુ એક્શન સાથે . . . કૃપયા અપની અપની ખુરશીઓ કી પેટી બાંધ લે 😉

3 જો ફાસ્ટ એન્ડ ફ્યુરીઅસનું ગુજરાતી કરીએ તો મસ્ત શબ્દ બને . . . ધબ અને ધબાટી 😉 . . . ફા & ફા . . ની એક સીરીઝ સ્થપાઈ ગઈ છે અને 7મો ભાગ પણ આવતા વર્ષે જ આવવાના એંધાણ છે ! પણ જ્યાં , ચાર ભાગ સુધીમાં લોકો એક નજર નાખી લેતા હતા અથવા તો જોઇને નીકળી જતા હતા , તેમને 5માં ભાગથી જબ્બર આંચકો લાગ્યો . . . 5મો ભાગ એટલે ફા & ફા સીરીઝ’નો સૌથી ધાંસુ ભાગ . . . ખરેખર ફન + ફાસ્ટ & ફ્યુંરીઅસ . અને જો તે જ આશા સાથે ફા & ફા – 6 માં જઈએ તો ત્યાં ગાભા કાઢી નાખે તેવી એક્શન અને ઝક્કાસ ગાડીઓના ઢગલા તો છે જ . . . પણ સ્ટોરીમાં કઈક મોટીવ ઓછું પડતું લાગે છે અને બસ , તેઓને ગાડીઓને ઉડાડવાની જ જલ્દી હોય તેવું લાગે છે ! હા , પૂર્વ પ્રેમિકા ( Michelle Rodriguez – આ કાનુડી અમને બહુ ગમે છે 🙂 ) ને પાછી મેળવવાની વાત ઠીક છે , પણ . . . અને વિલન તરીકે ” શો ” પણ એવી જબરદસ્ત અસર નથી પાડી શક્યો [ મારા પર ! ] કે નથી જે વસ્તુ પાછળ બધા ભાગતા હતા , તેમાં કાઈ મજા પડી ❗ ( મીલીટરી ચીપ )

ફિલ્મની બે મુખ્ય એક્શન સિક્વન્સ : 1) પેલી હાઈવે પરની હવામાં મિલનવાળી સિક્વન્સ ( મારી ફેવરીટ 🙂 )

zz

અને 2) અંતિમ કાર્ગો પ્લેન’ની રનવે પરની ધબધબાટી . . . જો ફિલ્મમાં કાઢી નાખીએ તો પાછળ કાઈ વધે તેવું લાગતું નથી 😦 . . . એક્શન ફિલ્મ જો દોઢ કલાકમાં જ પૂરી થઇ જતી હોય તો તેનાથી ઉતમ કાઈ નહિ , પણ અહીંયા . . . 130 મીનીટસ ! ઉપ્પ્સ ! ત્રીજા ભાગથી ફિલ્મ’ની સાથે સંકળાયેલા ” Justin Lin ” હવે આગામી સીરીઝમાં કદાચ નહિ દેખાય .

Any Theater Moment ?

Verdict : 7 / 10 > Theater <

ImDb : 7.4 / 10 by 1,02,000 + People { July 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

19} Rango , 2011

આ કહાની છે , ” રેન્ગો ” ( Voice : Johnny Depp ) નામના કાંચીડા’ની . . . કે જે એક દિવસ અચાનક તેની ‘ પાલતું પ્રાણી ‘ તરીકેની સુખી દુનિયામાંથી અચાનક જ રણ’ની ગરમ અને તેજીલી હવાઓમાં આવી પહોંચે છે . . . કે જ્યાં પાણી’ની એક એક બુંદ દુષ્કર હોય છે , અને પાછા અવનવા જીવલેણ ખતરાઓ તો ખરા જ . . . છતાં પણ જેમતેમ કરીને તે એક ગામ સુધી પહોંચે છે અને નસીબના તથા પોતાના ચિત્ર વિચિત્ર કારનામાઓથી તે ત્યાનો શેરીફ બની જાય છે . . . અને હવે તે છેલ્લા ઘણા સમયથી ખૂટી પડેલા પાણી’ની શોધમાં લાગે છે . . . પણ કોઈ છે કે જે તેના રસ્તામાં મુસીબત બનીને નડવાનું છે . . . શું રેન્ગો પાણી શોધી શકશે ? શું છે પાણીનું રહસ્ય ? ગામનાં કેટલાય લોકો ધીરે ધીરે ગુમ થઇ રહ્યા છે . . અને વસ્તી / રોજગાર ઘટી રહ્યા છે . . શું રેન્ગો બધાનો તારણહાર બની શકશે ? . . . . . જુઓ કાંચીડા’ની જેમ રંગ બદલતા આ અદભુત એનિમેશનમાં 🙂

Mouse hunt , Pirates of Caribbean – Trilogy , The Ring & The Lone ranger  જેવી બહેતરીન ફિલ્મોના ડીરેક્ટર ” Gore Verbinski ” નું અદભુત લાઈવ કેપ્ચર એનીમેશન . Gore Verbinski અને Johnny Depp ની જોડી હોય પછી કાઈ પૂછવાનું ન હોય ! . . એટલીસ્ટ , અત્યાર સુધી તો બંનેએ મોજ કરાવી દિધી છે ( પાઈરેટસ ઓફ કેરેબિયન – ટ્રાયોલોજી )

સુપર્બ એનીમેશન , ધાંસુ ડાયલોગ્સ ( હિન્દીમાં પણ એટલા જ મોજીલા છે – હેટ્સ ઓફ ડબિંગ 🙂 ) , અને સોલીડ હ્યુમર . . . .

એમાં પણ , રણ’માં ફિલ્માવાયેલી એક સેંકડો પ્રાણીઓવાળી ચેઝ સિક્વન્સ ( સાથે ફાઈટ સિક્વન્સ પણ ખરી ) તો ગાભા કાઢી નાખે તેવી ઝોરદાર છે 🙂 અને , રણ’ની વચ્ચે થઈને નીકળતા એક હાઈવે’ને ઓળંગવા સમયે એક શાહુડી રેન્ગો’ની સાથે જે ફિલોસોફીકલ વાતો કરે છે , તે તો મોજેમસ્તરામ છે . . . અને જયારે આખરે બધી માથાકૂટમાં રેન્ગો હતાશ થઇ જાય છે , ત્યારે એક મસ્ત એન્ટ્રી થાય છે ” સ્પીરીટ ઓફ વેસ્ટ “ની ( કે જેના દ્વારા ” ક્લીન્ટ ઇસ્ટવુડ “ને મસ્ત અંજલી અપાઈ છે ) . . .

2

જોઈ જ નાખો અને ધોઈ નાખો . . જો રેન્ગો નામક કાંચીડો તમારા મોઢાના રંગ ન બદલી નાખે તો તમતમારે મારો રંગ બદલી નાખજો 😉

( Non The ) : બેસ્ટ એનીમેટેડ ફીચર ફિલ્મ’નો 2012નો ઓસ્કાર મળેલ છે , જેની સર્વે ભાવિકોએ નોન-ધ લેવી 😀

જુઓ એનીમેશન અને તેની પાછળ’ની મહેનત . . . અને તેની મસ્તી 🙂

Verdict : 8 / 10 < Home >

IMDb : 7.3 / 10 by  1,16,000 + People { by July 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

20} Rise of the Guardians , 2012

બાળક એટલે આપણી મોજીલી ગઈકાલ . . . એટલે આપણી આંખોમાં અંજાયેલી સપનાઓની આવતીકાલ . . . એટલે કૌતુક . . . એટલે વિશ્વાસ . . . એટલે ખુશમિજાજ . . . એટલે મોજેમોજ . . . એટલે કળી ન શકાય તેવું અકળ મનમોહક રૂપ . . . એટલે સાદગી . . . એટલે જટિલતા . . . એટલે નિર્ભય . . . એટલે માસુમ . . . એટલે હાસ્ય . . . એટલે ઝીણી ઝીણી વાતોનું નિરીક્ષણ . . . એટલે તેનું જ પ્રતિબિંબ , એટલે કે દેવદૂત . . . એક ગાર્ડિયન ( દેવદૂત ). . . જાણે કે બાળકના વિશ્વાસમાંથી . . પ્રેમમાંથી અને અચરજમાંથી જન્મે છે અને શક્તિશાળી બને છે .

આ વાત એવા જ થોડાક ગાર્ડિયનની છે કે જેમના માથે ” બુગીમેન / પીચ ” નામક ( શૈતાન / રાક્ષસ  ) કાળા છાયાની નજર પડતા તેઓનું અસ્તિત્વ ઓગળવા માંડે છે . . . કે પછી કલબલાટ અને મસ્તીનાં પર્યાય સમા બાળકોનું અસ્તિત્વ . . . ?

સેંકડો વર્ષોથી બાળકો પરીકથાઓ અને દેવદૂતોમાં વિશ્વાસ રાખતા આવ્યા છે . . . બાળકો તેમનું પ્રમાણ નથી માંગતા કારણકે તેઓ જાણે છે કે તેઓ છે અને તેમને જોઈ રહ્યા છે . . . . વર્ષોથી આવા જ વિશ્વાસ અને આશાના બળ પર સાંતા ક્લોઝ , ઈસ્ટર બની , ટુથ ફેરી અને સેન્ડમેન જેવા ફરિશ્તાઓ બાળકોની રખેવાળી કરી રહ્યા છે અને તારું તુજને અર્પણ’નાં ન્યાયે તે જ બધી અમુલ્ય વસ્તુઓ { આશા , વિશ્વાસ , સાહસ અને કલ્પનાશીલતા } તેમને પરત આપી રહ્યા છે . . .

પણ હવે તેમને પડકારવા આવી પહોંચ્યો છે , એક દુષ્ટ આત્મા ( પીચ – ધ બુગીમેન ) કે જે નિરાશા , ડર , શંકા , અંધકાર અને બિહામણા સ્વપનોથી બાળકોનાં તે જ ગાર્ડિયન’નું અસ્તિત્વ ભુંસી નાખવા માંગે છે અને તેને તેમ કરતા એક અલગ જ ગાર્ડિયન રોકી શકે છે . . .  એક નાનકડો દેવદૂત  – ” જેક ફ્રોસ્ટ ” . . . કે જે ખુદ ગુમનામીના અંધારામાં હોય છે . . વર્ષોથી એકલો . . . કોઈ તેને જાણતુ નથી અને કોઈ તેનામા વિશ્વાસ ધરાવતું નથી . . . શું બધા દેવદૂતો આ મુશ્કેલીમાંથી નીકળી શકશે ? શું જેક ફ્રોસ્ટ તેમની આગેવાની લઇ શકશે ? . . . એ માટે તો તમારે જોવું જ રહ્યું . . . ” દેવદૂતો’નો ઉદય ”

1

મસ્ત મુવી . નાની અને નાજુકલી વાતોમાં સહજ અને સુંદર અભિવ્યક્તિ .

( અહીંયા સેન્ડમેન’નું કામ સૌથી મસ્ત છે {કલ્પના અને સપનાઓનો રાજા } )

Verdict : 7.5 / 10 < Home >

IMDb : 7.2 / 10 by  54,000 + People { by July 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

21} Executive Decision , 1996

1 એથેન્સથી અમેરિકા આવતી ફ્લાઈટ આતંકવાદીઓ દ્વારા હાઈજેક કરાય છે . . માંગ છે , તેમના લીડર’ને છોડવાની ! . . . પણ , ઈન્ટેલીજન્ટસ’ના કહેવા પ્રમાણે તે પ્લેનમાં કાઈક એવું રહસ્યમય છે કે જેને અમેરિકાની ધરતી પર ઉતરાણ કરવા દેવું યોગ્ય નહિ રહે . . . હવે એક પ્લાન ઘડાય છે કે જેના પ્રમાણે એક રડાર’મા પકડાય નહિ તેવા અત્યંત નાના પ્લેનની મદદથી થોડા કમાન્ડો અને ઈન્ટેલીજન્ટસ’નો મુખ્ય અધિકારી ડો.ડેવિડ ગ્રાન્ટ ( Kurt Russell ), ચાલુ સફરે હવામાં જ તે પ્લેનના તળિયેથી અંદર દાખિલ થશે અને આગળની કારવાહી કરશે . . . .

થોડા ઘણા અંશે જકડી રાખતો પ્લોટ . . . ઘણી જગ્યાએ કંટાળો આવી જાય છે , પણ જે અરસામાં ફિલ્મ રજુ થયેલી તે સમય માટે પ્લોટ ખાસ્સો આધુનિક અને સાહસિક કહી શકાય .

Verdict : 6 / 10 < Home >

IMDb : 6.3 / 10 by  30,000 + People { by July 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Below 6 ( Out of 10 )

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

22} The Proposal , 2009

રોમેન્ટિક કોમેડી . . . ઢીલી સ્ટોરી . . . ઓકે ઓકે એક્ટિંગ અને સીલી કલાયમેક્સ ❗ , હાં , ફિલ્મમાં સાન્દ્રા બુલોક કરતા અલાસ્કા મસ્ત દેખાડ્યું છેThat’s all My lord ( મારા મતે )

prpsl''

Verdict : 5 / 10 < Home >

IMDb : 6.7 / 10 by 1,29,000 + People { by July 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

23} A Good Day to Die Hard , 2013

આગળની ડાય હાર્ડ સીરીઝ’નું નામ બોળતી ફિલ્મ . . . ભંગાર પ્લોટ . . . દિશાવિહીન અને બોગસ એક્ટિંગ . આના કરતા દોઢ કલાક સુઈ જવું સારું .

die hard

ભગવાન સૌને સદબુદ્ધિ આપે અને શરૂઆત . . . 😉 આભાર 🙂

Verdict : 3 / 10 < Home >

IMDb : 5.4 / 10 by  83,000 + People { by July 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Winner : Rango , Rise of the Guardians

Pleasant Watch : The World Unseen , I Can’t think Straight

Looser : A Good day to Die Hard

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

*} The Fifth Estate , 2013

( Based on WikiLeaks founder Julian Assange )

*} 12 Years a Slave , 2013

( Based on true events . . . struggle of a Black man during the Civil War of America )

Advertisements