ટૅગ્સ

, , , , , , , , , , , , , , , ,

4 Months . . . more than 25 English Movies . . . Enjoy 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Their Side { Hollywood }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

1} Pocahontas , 1995

1 સમય છે , 17મી સદીની આસપાસનો . . . વહાણો નીકળી પડ્યા છે , નવી જમીનની તલાશમાં . . . નવા પરાક્રમો અને નવી દંતકથાઓ રચવા . . . અથવા તો એમ કહીકે ” સોના “ની તલાશમાં ! અને તેઓ આવી ચડે છે , ” નવી જમીન ” પર . . . કે જ્યાં પહેલાથી જ રેડ ઇન્ડિયન આદિવાસીઓ વસેલા હતા . . . અને આ કહાની તે જ આદિવાસીઓના મુખીયાની દીકરી ” પોકેહોન્ટાસ  ” અને જહાજમાં આવેલ તરવરીયા અને સાહસિક જુવાનીયા કેપ્ટન જ્હોન સ્મિથ વચ્ચે પાંગરેલા પ્રેમની છે . સંઘર્ષની છે .  વિશ્વાસની છે . મુલ્યોની છે . અને દ્રષ્ટિકોણની છે .

18 વર્ષ પહેલાનું એનીમેશન . . . અને દંગ થઇ જવાય તેવું કુદરતી દ્રશ્યોનું પુર . સાદું અને દાદુ . ફિલ્મમાં જંગલો , નદીનાળા , પર્વતો , ઝરણાઓ અને પ્રાણી પંખીઓનું અદભુત નિરૂપણ . . . હળવી અને મ્યુઝીકલ મુવી . . . ભારે સંદેશ હળવા અંદાજમાં . જોઈ જ નાખો , શાંત ઝરુખે 🙂

યાદ રાખો : સોનામાં ગમે તેટલી સુગંધ ભળે , પણ માટીની સુગંધ એટલે . . . ધૂમતાનાનાનાના 🙂

નોંધ ( Non The ) : ફિલ્મને બેસ્ટ મ્યુઝીક અને ઓરીજીનલ સોંગ [ Colors of the wind ] માટેના 1996ના વર્ષના 2 ઓસ્કાર પણ મળી ચુકેલા છે .

Verdict : 7.5 / 10 < Home >

IMDb : 6.4 / 10 by 63,000 + People { by July 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} Dumbo , 1941

સર્કસમાં રહેતા અને કામ કરતા પ્રાણીઓ અત્યંત ખુશ છે , કારણકે હવે તેમના ઘરે નવા મહેમાન આવવાના છે , અને એ પણ ઉડીને !!! ઉડતા બતકો / હંસો બધા જ પ્રાણીઓ માટે તેમના નવા જન્મેલા બાળકોની ડીલીવરી આપવા આવી રહ્યા છે !!! હા , અહીંયા બાળકો જન્મતા નથી , પણ હવામાંથી ડીલીવર થાય છે ❗ બધા જ પ્રાણીઓના બચ્ચાઓ આવી જાય છે , પણ જમ્બો નામની હાથણીનું બચ્ચું હજી આવ્યું નથી . . . ખુબ મોડેથી , પણ તે આવે છે જરૂર . . . પણ આ શું ? તેના કાન તો એક હાથ જેવડા લાંબા છે અને ચાલતા સમયે પણ નીચે ઢસડાઇ રહ્યા છે . . . નાનું મદનીયુ બીજા પ્રાણીઓમાં હાંસીને પાત્ર બને છે અને તે લોકો તેને જમ્બોની જગ્યાએ ડમ્બો કહીને બોલાવવા લાગે છે 😦

આખરે મીસીસ જમ્બો તેના બાળકની હાંસી ઉડાવતા જોઇને ગુસ્સે ભરાઈને બધું ખેદાન મેદાન કરી નાખે છે અને સરવાળે તેણીને તેના બાળકથી દુર કરાય છે અને એક પિંજરામાં પૂરી દેવાય છે 😦 . . . નાનકડું ડમ્બો એકલું અને ઉદાસ બની જાય છે , ત્યારે જ એક દોસ્ત હાજર થાય છે , નાનકડો ઉંદરડો ! . . . અને તે ડમ્બોનો એકમાત્ર દોસ્ત બને છે અને તેઓ બંને ભેગા મળીને કેવી રીતે ડમ્બોની તકલીફ નિવારે છે , તે તો તમારે જોવું જ રહ્યું 🙂

3

72 વર્ષ પહેલાનું એનીમેશનઅત્યંત નિર્દોષ અને ભોળું ભટ્ટ મુવી . જો તમારે તમારા બાળકને કોઈ એનીમેશન મુવી બતાવવાનું શરુ કરવું હોય તો પહેલી ફિલ્મ આ બતાવજો ! . . . આટલી નાની ફિલ્મમાં કેટલા બધા મુલ્યોનો ઠાંસી ઠાંસીને સમાવેશ કરાયો છે અને તે પણ મનોરંજક સ્ટાઈલમાં . . . તે તો તમે જોશો ત્યારે જ મજા આવશે 🙂

2

ફિલ્મમાં હાથીઓનાં ખેલ સમયેની દરેક સિક્વન્સ અત્યારના સમયે પણ મોંમાંથી વાહ નીકળી જાય તેટલી અદભુત છે ! 1940માં આવેલા ખર્ચાળ ડીઝની મુવીઝ Pinocchio અને Fantasia ની ઝબરદસ્ત નિષ્ફળતાને પગલે Dumbo ને ખુબ જ ટાઈટ બજેટમાં બનાવ્યું હતું અને તેણે જબરદસ્ત વકરો કરી બતાવ્યો હતો !

( Non The ) : 1942નો બેસ્ટ મ્યુઝીકલ ફિલ્મ માટેનો ઓસ્કાર મળેલ છે અને ” Baby Mine ” માટે નોમીનેશન . જુઓ આ હૃદયસ્પર્શી ગીત / દ્રશ્ય .

Verdict : 8.5 / 10 < HomeMy Recommendation . Must watch .

IMDb : 7.3 / 10 by 48,000 + People { by July 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

3} Confidence , 2003

આધુનિક ઠગોની એક ટોળકી જાણે માખણના લોંદામાંથી વાળ ખેંચી કાઢે એમ મોટા મોટા માથાઓને ઠગતી હોય છે . . . હોય છે માત્ર ચાર જ લોકો . . પણ ચુમ્માલીસ જેવા ! . . . પણ , અચાનક એક દિવસ તેઓ ખોટા વ્યક્તિને લુંટી લે છે અને બીજે જ દિવસે , આ ચારમાંના એક સાથીદારની લાશ મળે છે ! . . . હવે ટીમનો લીડર ” જેક ” [ એડ્વર્ડ બર્ન્સ ] , વધુ કાઈ બગડે એ પહેલા જેણે આ બદલો પોતાના પૈસા માટે લીધેલો હોય છે , એવા ખતરનાક ક્રિમીનલ ” કિંગ ” [ ડસ્ટીન હોફમેન ] ને સામેથી જ મળવા જાય છે અને તેને કહે છે કે હું તારા વતી કોઈને ઠગવાનું કામ કરીશ અને બાદમાં તેમાંથી તું તારો હિસ્સો લઇ લેજે  . . . અને , કિંગ તેને પોતાના હરીફ એવા પ્રતિષ્ઠિત બેંકર પાસેથી કેટલોક ભારે દલ્લો લુટીને લઇ આવવાનું કહે છે . . .

4

અને , પછી શરુ થાય છે ષડ્યંત્ર અને ચાલાકીનો દૌર . . . કે જેમાં કોણ કોને બેવકૂફ બનાવતું હોય છે , એ ઘડીક તો ખ્યાલ જ નથી આવતો ! . . . . અહીંયા , ડસ્ટીન હોફમેન અને રાચેલ વેઈઝ એકદમ મસ્ત અભિનય કરે છે . . . પૂરી ફિલ્મ થોડી નીરસ ફિલ્માવાઈ હોય એવું ક્યારેક લાગે છે . . . બોલીવુડમાંથી કેટલીય વાર આ ફિલ્મનો પ્લોટ ચોરાયો છે !! . . . પણ , દોઢ કલાકમાં જ આખી ધબધબાટી પૂરી થઇ જતી હોય તો લુટાવામાં કાઈ વાંધો નહિ 😉 . . . અને હાં , એન્ડી ગાર્સિયા પણ નાના રોલમાં પોતાની અદા દેખાડી જાય છે 🙂

Verdict : 6.5 / 10 < Home >

IMDb : 6.7 / 10 by 25,000 + People { by July 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

4} The Hunt for Red October , 1990

એ સમયની વાત છે કે જયારે અમેરિકા અને રશિયા વચ્ચેનું ઠંડુ યુદ્ધ તેમની ચરમસીમાએ હોય છે . . . એક રશિયન સબમરીન ચુપચાપ અમેરિકન તાબા હેઠળના વિસ્તારમાં હંકારી જતી હોય છે અને પાછી તે , અત્યંત આધુનિક ટેકનીકથી તાજેતરમાં જ બનાવેલી એવી એકમાત્ર સબમરીન હોય છે કે જે ચાલવા સમયે જરા પણ અવાજ નથી કરતી અને તદઉપરાંત સોનારની પકડમાં પણ નથી આવતી . . . તે સબમરિનનો કેપ્ટન પાછો , યુદ્ધની અવનવી ચાલબાજીઓમાં તેના સમયનો એક અત્યંત આગળ પડતો ખિલાડી હોય છે કે જેના પેંતરાથી દુશ્મનોને છક્કડ ખવરાવી દે છે . . . અમેરિકનોને ક્યાંકથી બાતમી મળે છે કે રશિયનોની ગતિવિધિઓ કઈક શંકાસ્પદ બનતી જાય છે અને આ બાજુ રશિયનો , અમેરિકાને એવું નિવેદન કરે છે કે , તે સબમરિનનો કેપ્ટન અમારા તાબામાં નથી અને તમે કૃપયા તેને પકડવામાં અમારી મદદ કરો

5

. . . અચાનક આ બાજુ , સબમરીનનો કેપ્ટન , સબમરીનના જ ઉચ્ચ સરકારી અધિકારીને મારી નાખે છે અને તેના ગળામાં રહેલી એ બીજી મિસાઈલની ચાવી પણ કાઢી લે છે કે જેની અને તેની પાસે રહેલી બીજી ચાવીની મદદથી જ મિસાઈલ દાગી શકાય છે ! . . . 6 આ બાજુ C.I.A માંથી એક નવલોહીયો જાસુસ એવી અરજ કરી રહ્યો છે કે આ સબમરીનને ફૂંકી ન મારશો . . . વાત કૈક અલગ જ છે ! . . . આ બધી માથાકૂટમાંથી અસલી વાત શું છે તેનો અંદાજો છેક છેલ્લે સુધી નથી આવતો !

અહીંયા તમને શૌન [ અથવા સીન ] કોનેરી અને એલેક બાલ્ડવિન જેવા મોટા માથાઓ જોવા મળશે કે જે ઘડીક તમારા મગજનું દહીં કરી નાખશે અને પછી તેની જ લસ્સી તમને પીવડાવશે 😉 . . . પણ , ક્યારેક એક દ્રશ્યમાંથી બીજા દ્રશ્યમાં અને પાછા તેમાંથી ત્રીજા દ્રશ્યમાં . . . જતા જતા ફિલ્મ કઈક અઘરી બનાવી દીધી છે અને જયારે ફિલ્મના અંતે રહ્સ્યોદઘાટન થાય છે ત્યારે ઠીક રીતે ફિલ્મનો ફોડ પણ નથી પડાતો 😦 . . . દરિયાના અંદરનાં દ્રશ્યો પણ અત્યંત સામાન્ય છે અને જાણે કોઈ નાની ટાંકીમાં જ ફિલ્માવી દીધા હોય તેવું લાગે છે 😦 પણ હા , અસલી સબમરીનો અને અસલી યુધ્ધ જહાજોનો સમાવેશ અહીંયા ઉતેજના જગાવી જાય છે . . . ફિલ્મનું કથાનક બહુ જ સરસ છે પણ ઘણી જગ્યાએ મોટી નિરાશા સાંપડે છે ! ફિલ્મનું દિગ્દર્શન , પ્રખ્યાત ફિલ્મો જેવી કે , ” ડાય હાર્ડ ” , ” ડાય હાર્ડ – 3 ” , પ્રિડેટર નાં દિગ્દર્શક ” John McTiernan “એ કરેલું છે .

( Non The ) : વર્ષ 1991નો બેસ્ટ ઈફેક્ટ અને સાઉન્ડ એડીટીંગનો ઓસ્કાર મળેલ છે .

Verdict : 7 / 10 < Home >

IMDb : 7.6 / 10 by 1,00,000 + People { by July 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

5} Three Kings , 1999

ઈરાકમાં ખેલાયેલા ગલ્ફ યુદ્ધ બાદ જયારે અમેરિકી લશ્કરનો કબજો સ્થાપાઈ ચુક્યો હતો , ત્યારે ચારેબાજુ અંધાધુંધી ફેલાઈ ચુકી હતી . ત્યારે ત્યાના અમેરિકન કેમ્પમાં ત્રણ સૈનિકો આર્ચી ( George clooney ), ટ્રોય ( Mark wahlberg ) અને ચીફ ( Ice cube ) ને એક ગુપ્ત નકશો મળે છે કે જેના અનુસાર અહીની નજીકની જ કોઈ જગ્યાએ ઈરાકના સૈનિકો દ્વારા કુવૈતનું લુંટાયેલુ સોનું સંતાડેલ હતું અને જો એ હાથમાં આવી જાય તો તો આખી જિંદગીનું દળદર ફીટી જાય !!! તે ત્રણેય સૈનિકો ધીમેકથી કોઈને કહ્યા વગર , ત્યાંથી સોનું શોધવા ચાલી નીકળે છે . . . પણ , સ્ટોરી એટલી સિમ્પલ નથી , ધીમે ધીમે ખ્યાલ આવે છે કે ઈરાકી સૈનિકો કોઈ પણ માલ સમાન લઇ જવાની અમેરિકન સૈનિકોને નાં જ નથી પાડતા ! . . . પણ ત્યાં જઈને ત્રણેય સૈનિકોને ખ્યાલ આવે છે કે ઈરાકી સૈનિકો ત્યાના સ્થાનિક ઈરાકી નાગરીકો પર ખુબ જ ત્રાસ ગુજારતા હતા અને યુદ્ધની આડમાં સદામ હુસૈન વિરુદ્ધનો સંભવિત બળવો ડાબી દેવા સ્થાનિક લોકોને કચુમ્બરની માફક કાપી નાખતા હતા !!! . . . . સ્થાનિક લોકો અમેરિકન સૈનિકોની મદદ માંગે છે . . . શું એ ત્રણેય સૈનિકો સોનું લઇ જઈને ભાગી જશે ? કે પછી ઈરાકી સૈનિકો સામે બાથ ભીડશે ? . . . હવે આગળ તો તમારે જ જોવું રહ્યું 🙂

7

2010માં આવેલ The Fighter અને 2012ની ચર્ચાસ્પદ ફિલ્મ Silver Lining Playbook ના ડાયરેક્ટર ડેવિડ.ઓ.રસેલની આ ફિલ્મ છે . શરુ શરૂમાં ફિલ્મ કોઈ કોમેડી ડોક્યુમેન્ટ્રીની માફક શરુ થાય છે , પણ ધીમે ધીમે તેની પકડ ખુબ જ મજબુત થતી જાય છે . ક્યારેક તમને અમેરિકનો સાચા લાગે અને ક્યારેક ઈરાકીઓ !!! . . . ફિલ્મમાં એક ચોથા સૈનિકનો રોલ કરતા એક્ટરનું કામ ખુબ જ સોલીડ છે { અત્યારે નામ યાદ નથી ! } અને જ્યોર્જ ક્લુની અને માર્કનું તો કાઈ પૂછવા પણું જ ન હોય . . .

8

ફિલ્મના દ્રશ્યોની સીનેમેટોગ્રાફી કઈક અલગ જ મનમોહક છે અને ઘણાખરા ફિલ્માવાયેલા ધીમા દ્રશ્યો { Slow motion scenes } એકદમ ઝક્કાસ છે ; જેમ કે 1} દૂધનું એક આખું ટેન્કર જયારે તોડી પડાય છે અને નાનકડા એક ચોકમાં નાનકડું પુર આવી જાય છે 2} સુરંગના એક ક્ષેત્રમાં મીની ટ્રક જયારે દાખલ થઇ જાય છે અને સુરંગો ફાટે છે , ત્યારે . . . અને હાં , આ ફિલ્મ ઈરાકમાં પ્રતિબંધિત ઘોષિત કરાઈ હતી !

Verdict : 8 / 10 < Home > My Recommendation

IMDb : 7.2 / 10 by 1,02,000 + People { by July 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

6} RocknRolla , 2008

લેની લંડનનો એક ખતરનાક માફિયા ડોન હોય છે . એક રશિયન માફિયા સાથે તે એક મોટી ડીલ કરે છે . રશિયન માફિયા પોતાની ડીલ સુખરૂપ પૂરી થઇ જાય તે માટે તેને પોતાનું લકી ચિત્ર આપે છે . પણ લેનિનને ત્યાંથી ચિત્ર ચોરાઈ જાય છે અને રશિયન માફિયાને પણ કેટલીક લોકલ ટોળકી ઠગી લે છે . હવે ધીમે ધીમે બધો જમેલો જામે છે અને બધી કડીઓ વધુ ગૂંચવાતી જાય છે . બસ હવે તમે જાતે જ . . . સમજી ગયા ને 🙂

8

આ ગાય રીચીની ફિલ્મ છે { ગાય રીચી = ક્રાઈમની દુનિયા અંગેના આટાપાટા સમજતો એક ધાંસુ મગજ / બહારની દુનિયામાં ગાય રીચી એટલે મેડોનાનો ભૂતપૂર્વ પતિ . . . પણ હોલીવુડમાં , મેડોના એટલે ગાય રીચીની ભૂતપૂર્વ પત્ની ! }. . . મતલબ કે જેમને ગાય રીચી કોણ છે એ ખ્યાલ હશે તો તેમને ખબર જ હશે કે ગાય રીચીની ફિલ્મ એટલે . . . ધબ અને ધબાટી . . . બઘ અને ડાટી . . . એક પ્રકારની અવ્યવસ્થા અને છેલ્લે નીકળતી સાનુકુળ વ્યવસ્થા 😉 . . . ઝાઝા બધા કલાકારો . . . બધાયનાં નાના નાના પાત્રો . . . એકબીજાનું હરેક સાથે લીંક અપ . . . અને છેલ્લે બધોય જમેલો ભેગો થાય અને ધબધબાટી શરુ . . . . ચોરી / ખૂન / લુંટ / દગો / નશો / રહસ્ય . . . આ બધા મૂળ તત્વો ગાય રીચીની ફિલ્મમાં હોય હોય ને હોય જ ! અને છતાં દર વખતે તમને જકડી રાખતી મસ્ત ફિલ્મ બનાવે , સોલીડ બેકગ્રાઉન્ડ સ્કોરની સાથે . . . ચુસ્ત એડીટીંગ અને મસ્ત કલાકારો સાથે

Verdict : 7 / 10 < Home >

IMDb : 7.3 / 10 by 1,34,000 + People { by July 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

7} EuroTrip , 2004

સ્કોટને તેના ગ્રેજ્યુએશનનાં દિવસે જ તેની ગર્લફ્રેન્ડ ડમ્પ કરીને ચાલી જાય છે . અને આ બાજુ ગુસ્સામાં ને ગુસ્સામાં સ્કોટ તેના જર્મનીમાં રહેતા ચેટ ફ્રેન્ડ “માઈક” ( Mike ) સાથે બધા જ સંબંધો કાપી નાખે છે કે જેની સાથે તેને ખુબ જ ભળતું હોય છે . . . પણ , અચાનક તેને ખબર પડે છે કે તે Mike નામનો છોકરો નહિ પણ Mieke નામની સુંદર છોકરી હોય છે !!! અને તે સાથે જ તે પોતાના મિત્ર કુપર સાથે જર્મની જવા નીકળે છે , પણ તેમને માત્ર લંડન સુધીની જ ફ્લાઈટ મળે છે . ત્યાંથી આગળ કોઈ રીતે પહોંચી જવાશે તેવું વિચારીને તેઓ લંડન પહોચે છે , અને ત્યાં તેઓને મળે છે બે જોડિયા ભાઈ બહેન કે જેઓ તેની જ કોલેજમાં હતા અને તે બંને તે જોડિયા ભાઈ બહેનની ખુબ મજાક ઉડાવતા હતા . . . અને હવે શરુ થાય છે , ચારે લોકોની યુરોટ્રીપ . . . લંડનથી જર્મની સુધીની . . . કે જે ભરપુર હોય છે . . . મજાક / મસ્તી / ભૂલો – ભયાનક ભૂલો અને ધબધબાટીથી 🙂

9

ઓકે , હવે આ એક એડલ્ટ કોમેડી છે . . . માટે જે લોકો એડલ્ટ નાં હોય તે લોકોએ નાં જોવી 😉 અને જે લોકો વારેવારે ભારતીય સંસ્કૃતિનાં ગાણા ગાતા હોય તેઓએ પણ નાં જોવી 😉 😉 જે લોકોને હસી કાઢતા ના આવડતું હોય તેઓએ પણ ના જોવું 😀

Verdict : 6.5 / 10 < Home >

IMDb : 6.5 / 10 by 1,13,000 + People { by July 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

8} G.I. Joe: Retaliation , 2013

G I Joe નાં ટ્રેઈનીગ કેમ્પ પર હુમલો થાય છે અને મોટાભાગના સૈનિકો માર્યા જાય છે . અમેરિકામાં પણ પ્રેસિડેન્ટની જગ્યાએ તેનો બહુરુપીયો પ્રેસિડેન્ટ આવી ચુક્યો હોય છે . અને ખૂંખાર કોબ્રા કમાન્ડર જેલમાંથી ભાગી છૂટવામાં સફળ થાય છે . અને નકલી પ્રેસિડેન્ટ G I Joes ને જ આતંકવાદી ઘોષિત કરે છે . . . હવે શરુ થાય છે , અસલી લડાઈ . . .

10

કોમિક્સ આધારિત ફિલ્મો બે પ્રકારની હોય છે 1} બેટમેન , સુપરમેન . . . [ સુપરપાવર + ફેન્ટસી ] 2} જી આઈ જો . . . પ્રકારની [ મેનપાવર ] . કાર્ટુન નેટવર્ક પર આવતી ની આખી સીરીઝ મેં પૂરી કરી હતી , ક્યારેક તો ફિલ્મોની સરખામણીએ તેમાં સુપર્બ અને ધાંસુ સ્ટોરી પ્લોટ આવતા હતા . G.I.Joeનાં બીજા ભાગ કરતા મને તેનો પહેલો ભાગ ગમ્યો હતો . . . કારણકે તેમાં હતું . . . હાઈ ફાઈ ગેજેટ્સ + વિલનના હાઈ ફાઈ અડ્ડાઓ + સોલીડ સ્પેશિઅલ ઇફ્ફેકટસ અને મસ્ત લાગે તેવો પ્લોટ . . . જોકે તેને બહુ સારા રેટિંગ નહોતા મળ્યા , કારણકે સ્ટોરીની રીતે તે થોડી સાદી અને સરળ હતી . . . અને ઉલટાનું આ બીજો ભાગ સારા રેટિંગ મેળવે છે ત્યારે મને આ વખતે બહુ કાઈ દમ ન આ લાગ્યો 😦 . . . એકમાત્ર , પેલી બરફના પહાડોમાં ફિલ્માવાયેલી એક્શન સિક્વન્સ સિવાય .

Verdict : 4 / 10 > Theater <

Any Theater Moment ?

કાઈ યાદ નથી . ચાલો હું બદામ ખાતો આવું 🙂 હાં , પણ ભંગાર ઓડીયન્સ તો શાશ્વત રહેશે જ .

IMDb : 6.1 / 10 by 43,000 + People { by July 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

9} The Ghost and the Darkness , 1996

11 18મી સદીનો આખરી સમયગાળો ચાલી રહ્યો છે . કર્નલ જ્હોન પીટરસન ( Val Kilmer ) એક સિવિલ એન્જીનીયર હોય છે અને તેમને ઇસ્ટ આફ્રિકામાં એક પુલ બાંધવા મોકલાય છે . તે એક કુશળ નિશાનેબાજ પણ હોય છે અને તેની સાબિતી તેણે ત્યાં જતા જ એક ખૂંખાર સિંહને ઠાર મારીને આપી દિધી કે જે ઘણા સમયથી મજુરોને પોતાનો કોળીયો બનાવી રહ્યો હતો . પણ , આ શાંતિ તોફાન  પહેલાની શાંતિ હતી કેમ કે ટૂંક સમયમાં જ સિંહનો માનવ શિકાર ફરી શરુ થઇ ગયો અને તે પણ બે ખૂંખાર અને ભયાનક સિંહો દ્વારા . . . દરેક વખતે તેઓ મજુરોને ઉપાડી જતા . . . અને તે પણ ગમે તેટલા છટકા ગોઠવાયેલા હોય તો પણ . . . અને તેટલી જ બિહામણી રીતે . . . જાણે કે તેમનામાં કોઈ શેતાની આત્મા હોય . . . જાણે તેમનો કોઈ દોરીસંચાર કરતુ હોય . . . સિંહો જાણે માનવોનું અસ્તિત્વ જ મિટાવી  માંગતા હોય તે હદે માનવભક્ષી થઇ ગયા હોય છે . . . અને હવે પ્રવેશ થાય છે પ્રખ્યાત શિકારી ” રેમીન્ગટન “નો ( Michael Douglas ). . . પણ થોડા દિવસોમાં સિંહોએ રેમીન્ગટનને પણ સારા એવા સાણસામાં લીધો અને ત્યારબાદ . . . આગળ તો તમારે જ સિંહો સાથે બાથ ભીડવી પડશે 🙂 ટીવીના સ્ક્રીન પર 🙂

જો આપ ” સફારી “નાં નિયમિત વાંચક હશો , તો આપ સૌને ખ્યાલ જ હશે કે તેમાં એકવાર ” The Man eaters of Tsavo ” નામની સત્યઘટનાનો પરિચય કરાવાયો હતો . . તે આ જ . . . માત્ર થોડા મહિનાના ગાળામાં સિંહોએ બધું મળીને કદાચિત 130થી વધુ લોકોને મારી નાખ્યા હતા !!! અને જેટલાના શબ ના મળ્યા હોય તે જુદા ! . . . સિંહો કદી આટલી ઘાતકી રીતે શિકાર નથી કરતા , તો અહીંયા તેઓ આવી વર્તણુક કેમ દાખવી રહ્યા હતા ? જાણે તેઓ એક પ્રકારે Psycho થઇ ગયા હતા ! . . . આજથી 17 વર્ષ પહેલા , ફિલ્મમાં સિંહોને ખુબ જ અદભુત દેખાડ્યા છે કે ઘડીક તો તમે ” નાર્નિયા “માં આવતા સિંહને ભૂલી જાવ ! ફિલ્મમાં માત્ર એક જ જગ્યાએ એનીમેશન અને બીજી તરકીબોથી કુત્રિમ સિંહ બતાવાયો છે , મતલબ કે પૂરી ફિલ્મમાં બંને સિંહો અસલી અને સો ટચનાં છે ! અને જે બે સિંહો કર્નલે મારેલા એ અત્યારે શિકાગો મ્યુઝીયમમાં રખાયા છે . . . પુરા નવ ફૂટના ❗ 9 ❗

12 ફિલ્મની પકડ ખુબ જ સોલીડ છે . જાણે તમે આફ્રિકાના એ સવાના પ્રદેશમાં જ સિંહોના ભયના ઓથાર વચ્ચે રહી રહ્યા છો અને ક્યારે કઈ ઘડીએ શું થશે , કોણ જાણે ? . . . કે સિંહ જાણે 😉 Val Kilmer ની અને Michael Douglas ની એક્ટિંગ સોલીડ છે . જોઈ જ નાખો અને સિંહના નામનું નાહી નાખો 😉

( Non The – 1 ) ફિલ્મને 1997નો બેસ્ટ ઈફેક્ટસનો અને સાઉન્ડ ઈફેક્ટસ એડીટીંગનો ઓસ્કાર મળેલ છે .

( Non The – 2 ) કર્નલ જ્હોન પીટરસન દ્વારા આ દિલધડક ઘટના પર લખાયેલ પુસ્તક જુઓ , અહીંયા [ Link ] અને જુઓ શરૂઆતનું એક દિલધડક દ્રશ્ય .

Verdict : 7.5 / 10 < Home >

IMDb : 6.7 / 10 by 32,000 + People { by July 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

10} The Fugitive , 1993

02_the_fugitive_blu-ray ડો રિચર્ડ કિમ્બલની પત્નીનું ખૂન થઇ જાય છે અને આરોપી તરીકે ડો રિચર્ડ કિમ્બલને પકડવામાં આવે છે , પણ રિચર્ડ નિર્દોષ હોય છે , પણ તેની વાત માને કોણ ? રિચર્ડને મૃત્યુદંડ મળે છે . જયારે તેને કસ્ટડીમાં એક વાનમાં લઇ જવાતો હોય છે , ત્યાં જ રસ્તામાં તેની વાનનો ભયંકર અકસ્માત થતા તે ભાગી છૂટે છે ! અને હવે ખુદ પોતે જ તેની પત્નીના હત્યારાની તલાશમાં લાગી જાય છે . પણ હવે તેની પાછળ લાગે છે , બાહોશ યુ એસ માર્શલ ” સેમ્યુઅલ ગેરાર્ડ “કે જે કોઈ પણ ભોગે તેને પકડવા માંગે છે . . . . આગળ તો હવે આપ જ . . . . 🙂

ફિલ્મ 1960નાં દશકામાં આવેલી The Fugitive નામક ટીવી સીરીઝ પર આધારિત હતી . ફિલ્મની ચેઝિંગ સિક્વન્સ ઘણી સુંદર છે . હેરીસન ફોર્ડ તો પહેલેથી જ આપણો પસંદીદા કલાકાર છે અને ટોમી લી જોન્સ પણ ઝક્કાસ { જાણે હોલીવુડનો ઓમ પૂરી 😉 – અરે ” ગુપ્ત ” મુવીમાં પણ ઓમ પૂરી આવા જ રોલમાં હતો , નહિ ? – ‘ ગુપ્ત ‘ નો બેકગ્રાઉન્ડ સ્કોર મસ્ત હતો હોં બાકી 🙂 } . . . નોર્થ કેરોલીના પાસેના ડેમની ચેઝ સિક્વન્સ પણ એકદમ ધાંસુ છે . ઓવરઓલ ફિલ્મ જકડી રાખે તેવી છતાં એકદમ સિમ્પલ સ્ટોરી છે 🙂 , તો રાહ શેની જુઓ છો ? . . . ભાગેડુ બનીને માંડો ભાગવા 😀

13 ( Non The ) : ‘ ટોમી લી જોન્સ ‘ને આ ફિલ્મ માટે વર્ષ 1994નો બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો ઓસ્કાર મળેલ હતો .

Verdict : 8 / 10 < Home >

IMDb : 7.8 / 10 by 1,55,000 + People { by July 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

11} Percy Jackson & the Olympians: The Lightning Thief , 2010

ઝીયુસની { ગ્રીક દંતકથાનો ઇન્દ્ર } વીજળી ચોરાઈ જાય છે અને મુખ્ય શંકા આવી પડે છે , પોસેઈડન’નાં { વરુણદેવ } પૃથ્વી પર રહેતા દીકરા પર્સી પર !!! કે જેને ખુદને ખબર નથી હોતી કે તે વરુણનો દીકરો છે !! દેવતા અને મનુષ્યના સંતાનો ડેમીગોડ { અર્ધદેવતા } તરીકે ઓળખાય છે , પર્સીની માતા તેને આ હકીકતથી વાકેફ કરે છે અને તેને એક દેવતાઈ કેમ્પ સુધી મુકવા માટે સાથે આવે છે , પણ ત્યાં જ હેડીસ’નો { પાતાળનો રાજા – અને ઇન્દ્ર અને વરુણનો ભાઈ ! } એક રાક્ષસ આવી પર્સી’ની માતાને ત્યાંથી ઉપાડી જાય છે અને પર્સીને કહે છે કે વીજળી આપી જા અને તારી માતાને લઇ જા !

14

. . . અને હવે શરુ થાય છે , વીજળી મેળવવાની . . . વીજળી ચોરને શોધવાની . . . માતાને શોધવાની અને દેવતાઓ વચ્ચે ફાટી નીકળવાના સંભવત યુદ્ધને અટકાવવાની સફર . પર્સીની સાથે ચાલી નીકળે છે , તેનો રક્ષક ગ્રોવર { માથા પર શીંગડા અને પગમાં ખરી ! } અને દેવી એથેના’ની ડેમીગોડ દીકરી એન્નાબેથ .

15 સ્ટોરીનો પ્લોટ ઘણાખરાને હેરી પોટર જેવો જ લાગે છે , પણ સ્ટોરીટેલીંગ એટલું મસ્ત નથી . મોટાભાગનાં લોકોની એક્ટિંગ ઓકે ઓકે છે ! અને ફિલ્મ ઘણી જગ્યાએ હાંફી જાય છે , પણ સ્પેશિઅલ ઈફેક્ટસ ઘણી જગ્યાએ સરસ છે અને ફિલ્મ એક મસ્ત ટાઈમપાસ બની શકે તેમ છે , જો થોડાક ગાબડાઓ નજરઅંદાજ કરી શકો તો 🙂 ડીરેક્શન ઘણી હિટ ફિલ્મોનાં ડીરેક્ટર રહી ચુકેલા ક્રીસ કોલંબસનું છે અને તેની સિકવલ પણ આ વર્ષે જ આવી રહી છે .

Verdict : 6 / 10 < Home >

IMDb : 5.8 / 10 by 77,600 + People { by July 2013 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Winner : Dumbo , Three Kings , The Fugitive

Pleasant Watch : Eurotrip 

Looser : G.I.Joe – Retaliation

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

*} The Boxtrolls , 2014

*} Cloudy with a Chance of Meatballs 2 , 2013