ટૅગ્સ

, , , , , , , , , ,

Precious First year 

And hereby i am celebrating the FIRST Anniversary of my little blog . . . . . . . ” Nirav says ” 🙂 which’s been continuously on the track & been full of life through all of your comments & liking’s throughout the year . . . despite the the biggest language barrier , you all Non – Gujarati fellows kept visiting my blog & by all your active interaction , the BLOGGING was full of fun & cheerful 🙂

Thanks to all my Non – Gujarati followers from all different states & different countries { Should i say different planets ? 😉 }

You can have a look on newly created INDEX , just above .

& last but not the least . . . Thanks a ton to WORDPRESS.COM

x

મોંઘેરું પ્રથમ વર્ષ

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

” અત થી ઇતિ “બ્લોગજન્મ – નિરવ ઘેર આનંદ ભયો , જય હો વર્ડપ્રેસ લાલ કી

સૌપ્રથમ જયારે બ્લોગ જગતની ઝાંખી થઇ . . . એ ક્ષણ હતી , ગુગલ પર કોઈ શોધખોળની કે જે અનાયાસે જ મને ઉડાવીને લઇ ગઈ , એક મસ્ત બ્લોગ પર . . . કે જ્યાં લેખક ઉર્ફે બ્લોગરની ઘણા અવનવા વિષયો પરની અદભુત પકડ આંખે ઉડીને દેખાતી હતી . . . અને તે બ્લોગર હતા , ” રુતુલભાઈ જોશી ” . . . અને વિચારો અને અભિવ્યક્તિઓનાં અદભુત તાંતણા ગૂંથતો તે અદભુત બ્લોગ એટલે , ” ચરખો ” . [ ત્યાં સુધી બ્લોગજગત વિષે મને મીલીગ્રામ* જેટલી પણ જાણ ન હતી ]

* – મીલીગ્રામ એટલે ‘મિલી’નું ગ્રામ ન સમજવું ! અને ગ્રામમા રહેતી મિલી પણ ન સમજવું 😀

– – – – – – – – – – – – – – – – – – – – – –

અને ત્યારબાદ નજર પડી . . . તેમણે બનાવેલ ” બ્લોગરોલ ” પર . . . કે જ્યાંથી આ લખનાર ભુલકું ❗ ભૂલું પડ્યું અવનવા વિષયો અને મુખ્યત્વે તો “ગુજરાતી ભાષા”થી સુશોભિત એવા સુંદર ગુજરાતી બ્લોગ જગત તરફ . . .  અને છતાં પણ ત્યારે પોતાનો કોઈ બ્લોગ બનાવવાની કોઈ ઈચ્છાનો સળવળાટ સુધ્ધા ન હતો !

* * – અને તે જ બ્લોગરોલને તર્પણ સમો , એક બ્લોગરોલ મે , મારે આંગણે બનાવ્યો . . . ” મારી મુલાકાતો આ બ્લોગ્સ પર ” { કે પછી , મુક્કાલાતો 😉 }

* * – અને તે બ્લોગરોલ થકી , મારી જેમ જ અન્ય બ્લોગ્સ પર જતા લોકોની ,                Total Clicks : 4322

– – – – – – – – – – – – – – – – – – – – – –

તે સમયગાળા દરમ્યાન ઘણા બ્લોગ્સ પર ધીમે ધીમે પ્રતિક્રિયાઓ આપવાનું થયું અને તેના પ્રતિફળ રૂપે સર્વે બ્લોગર્સના ફ્રેન્ડલી રિપ્લાય પણ ખુબ મળ્યા અને તે રીતે બ્લોગ વર્લ્ડ સાથે ખુબ જ ઘનિષ્ઠ સંબંધ બનતો ગયો અને થોડા સમયમાં જ ઘણા બધા બ્લોગ્સની અપડેટ મેળવવાનું કામ દુષ્કર બનતા , તેના માટે એક અલગ જ ઈ – મેઈલ એકાઉન્ટ ખોલવામાં આવ્યું { સ્પેશ્યલી અથવા તો ઈસ્પેશ્યલી ! } : nirav.is.reading@gmail.com

– – – – – – – – – – – – – – – – – – – – – –

પણ , એકદા લેખક બિરાદર ” જય વસાવડા * ” નાં બ્લોગ પર હરહંમેશની જેમ કોઈ રસપ્રદ ચર્ચા છેડાઈ હતી , ત્યારે જ અચાનક મનમાં એક ઝબકારો થયો { ત્યાં સુધી પાવરકટ હતો 😉 } અને માનસપુત્ર એવા બ્લોગને જન્મ આપવાનો વિચાર સળવળ્યો . અને એ અરસામાં જ હાથ લાગી , અમીશ ત્રિપાઠીની ” મેલુહાં ” . . . અને એ અદભુત પુસ્તકની ઝાંખી કરાવવાના ઈચ્છા સ્વરૂપે બ્લોગરૂપી આ માનસપુત્રનો જન્મ થયો . . . દિવસ હતો , 4 જુલાઈ .

અને હાં , હું બ્લોગીંગ કરું છું , તેની જાણ મિત્ર અંકિત સિવાય બીજા કોઈને નથી ( મમ્મીને પણ નહિ ! ). . . એ બહાને હું થોડો અંતરંગ અથવા તો અંતર્મુખી છું . . . હું ઈચ્છું છું કે બ્લોગજગતમાં હું માત્ર મારા નામ અને વિચારોથી જ ઓળખાઉં . . . માટે જ મેં ક્યારેય મારી અન્ય વિગતો જાહેર નથી કરી અને આપનો પણ આભાર કે આપે ક્યારેય પૂછી નથી 😉

– – – – – – – – – – – – – – – – – – – – – –

મૂળમાં તો હું નાનપણથી જ રસ અને આનંદના સહજ પર્યાયસમી વાર્તાઓનો શોખીન હતો . . . જાણે વાર્તાઓ કદાપી ખૂટે જ નહિ તો કેવું સારું ! . . . અને વાર્તાઓમાં પછી ભળ્યા વિચારો . . . અને આખરે તે પ્રબળ ઝંખના મને દોરી ગઈ તે નદીકિનારે . . . કે જેના બે કીનારામાંથી એક કિનારો હતો ” પુસ્તકો “નો અને બીજો હતો ” ફિલ્મો “નો . . . વાર્તાઓ અને વિચારોનો કદાપી ન ખૂટે તેવો ખજાનો . . . એવો ખજાનો કે જે , જેમ જેમ વહેંચાતો જાય તેમ તેમ વધુ ને વધુ મીઠા સંસ્મરણો અને યાદોની મધુર મહેક છોડતો જાય . . . અને આજે પણ જયારે હું મારા બ્લોગની જૂની પોસ્ટ્સને જોઉં છું , ત્યારે તે વધુ ને વધુ મીઠી લગતી જાય છે . . . તે બદલ આપ સૌ મિત્રોનો આભાર . . . હૃદયાભાર 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – –

પુસ્તકો અને ફિલ્મો વિષે આ પહેલા ગુજરાતી બ્લોગજગતમાં બ્લોગીંગ કરતા જે બ્લોગ્સ/બ્લોગર્સ હતા , તે હતા . . . 1] હરસુખ થાનકી 2] શિશિર રામાવત 3] જય વસાવડા . . . પણ તેઓ પાસે વિષયવૈવિધ્યનો પાર ન હોવાથી તેઓ ઘણી અન્ય પરિસ્થિતિઓ અને વિષયવસ્તુઓ પર પણ બ્લોગીંગ કરતા . . . ત્યારે મેં વિચાર્યું કે , શા માટે હું , માત્ર ને માત્ર ફિલ્મો અને પુસ્તકો વિષેની જ વાર્તાઓ અને ગોષ્ઠી માંડતો બ્લોગ શરુ ન કરું ? . . . અને લ્યો ગરમાગરમ ગુજરાતી થાળી તૈયાર છે 🙂 { કિંમત : માત્ર આપનો પ્રેમ અને હાસ્ય 🙂 }

{ હાં , હજી શ્રી જય વસાવડાનું આગમન અહીંયા બાકી છે . . . જો આપ કોઈના છેડા અડતા હોય તો જરૂર અડાડજો અને તેમને જાણ કરજો . . . કારણકે તેમના થકી જ આ બ્લોગની પ્રસુતિ થઇ છે , પણ પેંડા ખાવા તેઓ હજુ આવ્યા નથી 😉 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

ગુજરાતી બ્લોગજગતમાં ઘણા એવા અભ્યાસુ અને જાણકાર મિત્રો / બ્લોગબંધુઓ અને બ્લોગભગિનીઓ છે કે જે મારા કરતા પણ પુસ્તકો અને ફિલ્મો વિષે અદભુત માહિતી અને વિસ્તરણ કરવાની કળા ધરાવે છે . . . .

1} જો પુસ્તકોની દુનિયાની વાતો કરીએ તો . . . . પ્રજ્ઞાજુ મેમ , હિનાદીદી ( પારેખ ) , કાર્તિકભાઈ , રજનીભાઈ અગ્રાવત , જુગલકીશોરદાદા , સ્નેહાબેન પારેખ અને એવા ઘણા નામો કે જેમનો ઉલ્લેખ યાદશક્તિનાં અભાવે કદાચ અત્યારે હું નથી કરી શકતો . . . કે જેઓ મારા કરતા ઘણું અને ક્યાય વધુ જાણે છે , છતાં પણ તેમનો સહકાર અને નમ્રતા પ્રશંસનીય છે .

2} અને જો ફિલ્મોની વાત કરીએ તો , તેમાં પણ પ્રશમભાઈ , પીનાકીન , વિરાજભાઈ , યુવરાજભાઇ અને હમઝાભાઈ જેવા ફિલ્મોના રસિયાઓ , મારા કરતા ક્યાય વધુ ફિલ્મોને જાણે છે અને માણે છે . . . અને વિસ્તરણ કરવાની તેમની ક્ષમતા પણ મારા કરતા ક્યાય વધુ ગુણવતાસભર છે . . .  તેઓના નમ્ર સહકાર બદલ આભાર .

પુસ્તકો વિષે

પુસ્તકો વિષે તો આપને ખ્યાલ જ છે કે , હું કેવી રીતે એક પુસ્તકનો પરિચય કરવું છું . . . મુખ્યત્વે તો , મને ગમતા અને મનગમતા પુસ્તકમાંના ” અંશ” થી . . . અને તેમ કરવાનું એક કારણ એ કે . . . જયારે તમે ક્યાય બહાર જમવા ગયા હોય અને ત્યાની કોઈ મશહુર અને સ્વાદિષ્ઠ મીઠાઈ તમે ચાખી હોય અને ઘરે આવીને તમે શું એમ કહેવાના કે . . . . અહા , મીઠાઈ શું અદભુત અને રસભર હતી . . . કે પછી મીઠાઈનો એક ટુકડો જ સીધો લાવીને સામેવાળાના મ્હોંમાં મૂકી દેવાનો અને પછી કહેવાનું કે . . . . કેમ બાકી , મીઠાઈ 🙂 . . . . હું પુસ્તકો વિષે ઝાઝી પ્રસ્તાવના કે વિચારવિમર્શ કરતો નથી , કારણકે જયારે અહીંયા હું લખવા બેઠો હોઉં , તો તેનો મતલબ તો એક જ હોય ને કે મને પુસ્તક ગમ્યું અને તમને તેનો એક ટુકડો ચખાડવા આવ્યો છું . . . આનાથી સુંદર રીત કે પછી સ્વાદિષ્ઠ રીત મને બીજી કોઈ નથી આવડતી !

y

પહેલા મને એમ હતું કે , મેં સારી એવી સંખ્યામાં પુસ્તકો વાંચ્યા છે . . . , પણ ગુજરાતી બ્લોગજગતમાં પગ મુકતા જ મારો એ નાનો સો અહંકાર ટાય ટાય ફીશ થઇ ગયો 😉 . . . . આભાર , આપ સૌ મિત્રો , બાળમિત્રો અને વડીલમિત્રોનો મારું ટાય ટાય ફીશ કરવા માટે ! . . . પહેલા પુસ્તક અવનવા કિસ્સાઓ અને જાણકારી મેળવવા માટે જ વંચાતું હતું પણ જે દિવસથી તેના દ્વારા મનમાં મનોમંથન ઉઠવા લાગ્યું , તે દિવસથી પુસ્તકો જેટલો નશો મને કોઈ ચીજથી થયો નથી . . . ફિલ્મોથી પણ નહિ ❗ હવે એવી હાલત છે કે પુસ્તકો માટે રાખી મુકાયેલી રકમ પણ ટૂંકી પડવા લાગી છે અને જયારે પણ હું કોઈ પુસ્તક લેવા જાઉં છું , ત્યારે વધુ પડતા પુસ્તકો લેવાઈ જ જાય છે અને નાણાતંત્ર વિખેરાઈ જાય છે 🙂 . . . હાલમાં પણ મારી પાસે 20ની આસપાસ પુસ્તકો વંચાયા વિનાના ઘણા સમયથી પડ્યા છે { કે જેમાં થોથા જેવા , દુખિયારા અને સ્ટીવ જોબ્સનું પુસ્તક મુખ્ય છે ! }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

ફિલ્મો વિષે

અને ફિલ્મો વિષે તો આપ સૌ જાણો જ છો કે , હું પછી કાબુમાં નથી રહેતો 😉 . . . અને મારું બધું તત્વ કાગળ પર ઉછાળા મારવા માંડે છે ! . . . ખરેખર તો ફિલ્મો વિષે હું એટલો બધો જાણકાર પણ નથી . . . , હા તેના વિષે વાતો અને ગપાટા મારવાનું વિશેષ પસંદ છે , મતલબ કે ક્યારેક એવું પણ બને કે જેને મેં ખરાબ ફિલ્મ ગણીને ઓછા ગુણ આપ્યા હોય , એ આપ બહુમતી લોકોને પસંદ પણ પડી હોય અને તેનાથી    ઉલટું . . . કે જયારે મેં કોઈ ફિલ્મના અતિશય વખાણ કર્યા હોય અને તે ફિલ્મ આપને બોરિંગ પણ લાગે !!! . . . મતલબ કે મારે ભરોસે ન રહેવું અને મેલડી ખાઈને ખુદ જાન જાવું 😉

Mantal BWOY - that's me !

Mantal BWOY – that’s me !

– – – – – – – – – – – – – – – – – – – – – –

હકીકતે ફિલ્મો સાથે જયારે પહેલો પરિચય થયો ત્યારે તેનું કોઈ ખાસ આકર્ષણ મને નહોતું , પણ સમય વિતતા તે માધ્યમનું એક ગજબનાક ખેંચાણ મને તેની તરફ ખેંચતું  ગયું અને ફાઈનલી , તેમાં ઝબરદસ્ત ઉછાળો આવ્યો , “ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ” થી . . . . તે થોડા વર્ષો તો હું રીતસર શાહરુખના પાત્રની અસર હેઠળ હતો { શાહરૂખનાં નહિ હોં ! , તેના પાત્રની વાત થાય છે } . . . . એક જોલીગુડ માણસ , ચબરાક , તિક્ષ્ણ , સામેથી ચાલ્યો આવતો હોય ત્યાં જ મુખ પર એક હલકી સી મુસ્કાન આવી જાય , એક ફલર્ટ પણ ચારિત્ર્યવાન [ જોકે છોકરીઓ સામે આવતા હજુ પણ મારી બોલતી બંધ થઇ જાય છે 😉 ], પ્રેમાળ [ પછી તે પ્રેયસી હોય કે બાપ હોય ] , નટખટ , જવાબદાર , ઉછાંછળો , બહાદુર . . . . અને પરિસ્થિતિઓ પ્રમાણે અવનવા કલેવર ધારણ કરતો જુવાનીયો .

મતલબ કે ફિલ્મો વિષે હંમેશા હલકો જ અભિપ્રાય ન રાખવો . . . ક્યારેક આપણે પણ થાપ ખાઈ જતા હોય છે , તેને પરખવામાં ! . . . કારણકે મહતમ 90% ફિલ્મો તો માત્ર તેનું ટ્રેઇલર જોવાય ત્યાં જ પરખાઈ જતી હોય છે , છતાં પણ મહતમ વર્ગ સહપરિવાર અથવા તો મિત્રમંડળ સાથે ટોકીઝમાં જતો હોય છે અને પછી અઠવાડીયા સુધી રોદણા રોતો હોય છે કે પૈસા ડૂબી ગયા ! . . . ક્યારેક ક્યા સંજોગોમાં કયું મુવી ફીટ બેસે તેની જાણ પણ ઘણા કહેવાતા ભણેલાઓને નથી હોતી ! [ જેમ કે : અમારા એક નજીકના સગાના પુત્રની સગાઇ થઇ ત્યારે તેઓ બંને ( યુગલ ) “શાંઘાઈફિલ્મ { ઇમરાન હાશમી અને અભય દેઓલવાળું } જોવા ગયા ❗ અને પછી કહે કે ફિલ્મમાં કોઈ દમ નહોતો 😉 ]

– – – – – – – – – – – – – – – – – – – – – –

અને મહતમ એ લોકો કે જેઓ ફિલ્મનું નામ સાંભળતા જ મોઢું ચડાવી લ્યે છે અથવા તો માત્ર જુની ફિલ્મો જ સારી હતી તેવું કહ્યા રાખે છે . . . તેઓએ કદાચ આધુનિક ગાળાની સારી અને વિચારણીય ફિલ્મો તો જોઈ જ નથી હોતી . વીતેલા વર્ષોમાં સિનેમાની માફક  સમાજની , મનુષ્યની અને પરિસ્થિતિઓનું અદભુત અને ભાવવાહી નિરૂપણ કરતુ આટલું સબળ માધ્યમ બીજું એકપણ નથી રહ્યું . સમાજના મહતમ વર્ગે તો માત્ર ટાઈમપાસ કહી શકાય તેવી અને પોતાના મગજ પર કોઈ ઝાઝો ભાર ન પડે તેવી જ ફિલ્મો જ જોઈ હોઈ છે ! અને તે સાથે એ વાત પણ સાચી કે . . . કચરા જેવી બીગબજેટ ફિલ્મોનો રાફડો ફાટ્યો છે અને હજુ વધુ ફાટશે . . . પણ નજીકના ભવિષ્યમાં તેનો પણ ફુગ્ગો ફૂટશે , પણ તમારી જાણ ખાતર નજીકનું એ ભવિષ્ય ખાસ્સું દુર છે :।

ચાલો તો હવે અટકું . . . પહેલું વર્ષ થયું તો પછી કાઈ બહુ ઠેકડા ન મારવાના હોય 😉

બ્લોગજગતના તાંતણા અને એક ઈચ્છા 

હું ઘણા બ્લોગ્સને ફોલો કરું છું . . . કે જેમાં મુવીઝ બ્લોગ્સ , ટ્રાવેલોગ , ફોટોબ્લોગ , ફૂડ & ફેશન , ક્વોટસ અને ફિલોસોફી મુખ્યત્વે છે  . . . અને મારા ફોલોઅર્સની વાત કરીએ તો ગુજરાતી જાણતા 25 થી 30 અદભુત બ્લોગર્સ પણ ભાષાની આ વાડ તોડીને નિયમિતપણે મુલાકાત લઈને મને પ્રોત્સાહિત કરે છે 🙂  . . . . વિવિધ બ્લોગ્સ પર મારા દ્વારા અંદાજીત 950+ કમેન્ટ્સ અપાઈ છે અને લાઈક્સની સંખ્યા તો ભૂલી જ જાવ [ કારણકે તેનો રેકોર્ડ રાખવો ખુબ અઘરો છે 😉 ]

– – – – – – – – – – – – – – – – – – – – – –

હા મારી એક મસ્ત ઈચ્છા એ છે કે નજીકના 2 થી 3 વર્ષના ગાળામાં , આ બ્લોગ હું મારા નામે ચડાવી લઉં . . . મતલબ કે પાછળથી વર્ડપ્રેસની અટક નીકળી જાય 😉 અને પાંચ વર્ષના ગાળામાં આ બ્લોગ એ હદે પુસ્તકો અને ફિલ્મોની મસ્ત વાતોથી ઉભરાતો હોય કે બસ મોજેમસ્તરામ થઇ જવાય 😀 તો જોઈએ કે હવે આગામી વર્ષોમાં શું થાય છે ? એક વર્ષ સુધી જે પેશન અને મોજથી બ્લોગીંગ કર્યું એ શું ટકશે કે પછી ભ”ટકશે” !

. . . . આ ગયું એ પાછલા વર્ષમાં જ એકદા એવી ઈચ્છા થઇ હતી કે બ્લોગ બંધ કરી દઉ , પણ પછી અંદરનો માહ્યલો સળવળ્યો અને આખરે હું સળવળ્યો અને બ્લોગ પણ આખરે સળવળેલો જ રહ્યો 😉 અને આળસ અને દિશાશુન્યતા પર મહેનત અને મોજની જીત થઇ [ ‘ મહેનત ‘ એટલા માટે કહ્યું કે મારી પોસ્ટ આપ સૌને તો ખબર જ છે કે કેટલીલીલી લાંબી હોય છે અને ચિત્ર – વિચિત્રથી ફાટફાટ થતી હોય છે ! ]

First Book / First Movie

First Book : કેલિડોસ્કોપ / મોહંમદ માકડ સાહેબ

{ અદભુત પુસ્તક . . . દરેકે વાંચી જ લીધું હશે , તેમ ધારું છું . મારા પપ્પાનું પુસ્તક હતું અને મેં એમ જ ટાઈમપાસ કરવા વાંચેલ હતું , પણ ખરેખર હૃદયસ્પર્શી નીકળ્યું . થેન્ક્સ પપ્પા }

– – – – – – – – – – – – – – – – – – – – – –

First Movie at Big Screen : Jurassic Park / Galaxy

{  1993/94નું વર્ષ . . . મારો ગેલેક્સી સાથેનો પ્રથમ પરિચય , મારા પપ્પા સાથે ( થેન્ક્સ પપ્પા , Again 🙂 ). . . પ્રથમ વાર જ આગળ પાછળ થતી સીટોનો રોમાંચ . . . પ્રથમ વાર બ્લેકમાં લીધેલ ટીકીટોનું વિસ્મય . . . ત્રણ ત્રણ વાર થયેલા ધક્કા . . . દર વખતે હાઉસફુલ . . . બીજા ધક્કા સમયે લીધેલા ડાયનાસૌરનાં તે પ્લાસ્ટીકના જોઈન્ટ થાય તેવા રમકડા . . . . અને ત્રીજા સમયે બેંગ . . . મોઢામાંથી લાળો ટપકાવતુ તે ભયાનક ડાયનાસૌર . . . થેન્ક્સ સ્ટીવન સ્પીલબર્ગ . . . તે દિવસનું જે વળગણ લાગ્યું છે . . . થેન્ક્સ ગેલેક્સી . . . . . માત્ર ગેલેકસીમાં જ 150 + ફિલ્મો જોઈ નાખી છે અને તેમાંથી 125ની આસપાસ તો માત્ર હોલીવુડ ફિલ્મો જ છે ! . . . અને આ નાનકડી યાત્રામાં મોટો સાથ નિભાવ્યો છે , મિત્ર અંકિતે . . . 50થી વધુ ફિલ્મોમાં સાથ આપીને 🙂 . . . . . થેન્ક્સ બડી , આવતી ફિલ્મ તું દેખાડ્જે બસ ;)}

Fast & Furious Facts of my 1st YEAR

[ from 4/7/2012 to 3/7/2013 ]

1st Follower : જુગલકીશોર દાદા { jjkishor.wordpress.com }

1st Comment : મેહુલભાઈ ભટ્ટ { Uttung.wordpress.com }

Top 5 Posts : having Most Hits

1} 2012 ends , but i survived ! [ Link ] – 456 clicks

2} મેલુહા ( The Immortals of Meluha ) [ Link ] – 335 clicks

3} મારું સત્ય – 1 [ Link ] – 278 clicks

4} Where the wild things are [ Link ] – 228 clicks

5} Trailers are raining : with the blades of Wolverine [ Link ] – 205 clicks

Top 5 Posts : having Most Comments

1} જીના ઇસી કા નામ હૈ [ Link ] / 40 Comments

2} 2012 ends , but i survived ! [ Link ] / 37 Comments

3} Monthly Reviews – 1a { July } [ Link ] / 30 Comments

4} Monthly Reviews – 1b-2 { July } & 2b { Aug. } [ Link ] / 25 Comments

5} મેલુહા ( The Immortals of Meluha ) [ Link ] / 24 Comments

Top 5 Posts : having Most Likes 

1} Oscar nominated Animated Short Movies [ Link ] / 36 Likes

2} Just Shorts . . . Nothing else ! [ Link ] / 26 Likes

3} Monthly Reviews – 5 b2 { Nov. } [ Link ] / 24 Likes

3} Monthly Reviews – 7a { Jan. } [ Link ] / 24 Likes

3} 2012 ends , but i survived ! [ Link ] / 24 Likes

4} Where the Wild Things Are [ Link ] / 22 Likes

5} મારું સત્ય – 2 [ Link ] / 20 Likes

5} નાના મોટા માણસ , ઝીણી ઝીણી વાત [ Link ] / 21 Likes ( updated )

– – – – – – – – – – – – – – – – – – – – – –

Maximum Hits on a Single Day : 314 { 9 Dec. 2012 }

Total Comments : 751 Comments

Total Likes : 1028 Likes

– – – – – – – – – – – – – – – – – – – – – –

Most Comments Given by

1} પ્રશાંતભાઈ ગોડા – 37 2} યુવરાજભાઈ જાડેજા – 36

Most Likes Given by

1} પ્રજ્ઞાજુ મેમ  = 55     2} વિરાજભાઈ  = 48

– – – – – – – – – – – – – – – – – – – – – –

Total Posts published : 72

About books : 12

About Movies : 24

About Short films : 5

About Trailers : 30

Re-blog : 1

– – – – – – – – – – – – – – – – – – – – – –

Funny & Different Searches

ટપકી કેલા , છે હાથ માં છે તોય કાબુ બહાર છે.. , “પોતાને ના સમજાય એને વાચકો મળે છે એને લોકોને ના સમજાય એને વિવેચકો મળે છે…. , મારું નસીબ , હોડી ના ઘર માં રહેનારા લોકો , હાથની મહેંદી book , ગાળો નો મતલબ , નીરવ કે નિરવ , posters ભ્રષ્ટાચાર , દુધિયા દાંત , મારે કઈ રીતે જવું , ધનુર માટેના ઉપાયો , નવું શહેર……નવા લોકો …….નવા રસ્તાઓ બધુજ નવું નવું છે અહિયાં …..કાઠીયાવાડી ડોસોકશું જ લખવું નથી , ભારતની ઝુંપડ પટ્ટીઓ , ચંદ્રકાંત બક્ષી કે જય વસાવડા કોણ ઉત્તમ ? ગાંધીજીની જેમ હું સત્ય બોલું તો , તમે ચરબી નથી અને તે તેના આવા વાહિયાત કહી દો ચરબી ન હતા 😀

– – – – – – – – – – – – – – – – – – – – – –

Total Hits : ( from 4/7/2012 to 3/7/2013 )

31,615 Views

– – – – – – – – – – – – – – – – – – – – – –

The Day , when achieved 1st Spot in Gujarati Blog World : 13 – 14 dec / 2012 – – – ” મારું સત્ય – 2 [ Link ] ” { તમે મને હરખપદુડો પણ કહી શકો અને નાની નાની ખુશીઓ ઉજવતો નાનકો પણ કહી શકો . . . પણ , આ ક્ષણ તમારી સાથે વહેંચવાની લાલચ હું રોકી નાં શક્યો . . . ઇતના તો બનતા હૈ :)}

13 dec 2012

Click & Zoom

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Foreign Country that visited the most ( Amongst 70 Contries )

*} United States : 2512 clicks 

– – – – – – – – – – – – – – – – – – – – – –

One & only Spam Comment that wasn’t SPAM 

Kartik Mistri’s 1st Comment 🙂

{ કાર્તિકભાઈનો Gravatar ત્યારે ખતરનાક લાલ રંગનો હતો , માટે કદાચ . . . . . ;)}

– – – – – – – – – – – – – – – – – – – – – –

Spam Comments detected by AKISMET : 558

– – – – – – – – – – – – – – – – – – – – – –

પુસ્તકો અને ફિલ્મોની આ યાત્રા એવી તો આરંભાઈ છે કે જ્યારે પણ આંખો મીંચાશે , ત્યારે આંખોમાં શબ્દો અને ચિત્રોનો ભંડાર તગ્તગતો હશે . . . અને સામે પારના પ્રદેશમાં પણ મુસાફરી સમયે રસ્તામાં કોઈક સંસ્મરણો તો જોઇશે જ ને 🙂

અને હાં , તમારે સૌ મિત્રો કમ વાંચકો માટે જ સરળ અને સહજ અનુક્રમણીકા / Index બનાવી છે , તો ત્યાં નજર નાખવાનું ચુકતા નહિ 🙂  INDEX

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

1} ફિલ્મો અને પુસ્તકોની ઓળખાણ અને  રજુઆતમાં હવે સારા એવા ફેરફારની શક્યતા છે . હવે પુસ્તકો અંગેની પોસ્ટમાં બે થી ત્રણ પુસ્તકોનો પરિચય કરાવાશે અને ફિલ્મો અંગેની પોસ્ટમાં 8.5/10 થી નીચેના રેટિંગસ પામેલ દરેક મુવીઝ એકદમ ટૂંકાણમાં ચર્ચિત થશે ! { હા , હવે અપૂર્ણાંકમાં રેટિંગ્સ દેવાશે અને સ્માઈલીઓની પ્રથા બંધ થશે ! } અને સ્થગિત થઇ ચુકેલી Towards IMDb top 250 ફરીથી ધમધમતી થશે { મહિનાના 3  થી 4 મુવીઝ લેખે } .

2} અંદાજે નિશ્ચિત ફિલ્મો જ જોવાશે કે જેમાં બોલીવુડની 7 ફિલ્મો , હોલીવુડની 7 ફિલ્મો અને IMDb 250માં સ્થાન પામી ચુકેલી 4 ફિલ્મોનો સમાવેશ થશે 🙂 માટે ફિલ્મોની ત્રણ પોસ્ટ અને પુસ્તકની એક પોસ્ટ એમ ચાર પોસ્ટ તો ફરજીયાત કરવાની આશા છે અને ટ્રેઇલર્સ અંગેની પોસ્ટ વિષે તો આપ જાણો જ છો કે તેનું કોઈ ટાઈમટેબલ હોતું નથી , જેમ જેમ નવા ટ્રેઇલર્સ આવશે તેમ તેમ આપની માથે ઝીંકાશે . . . ઉપ્સ રજુ કરાશે 😉

– – – – – – – – – – – – – – – – – – – – – –

z અને છેલ્લે ફરીથી આભાર માની લઉં . . . . રુતુલભાઈ જોષી / જય વસાવડા { બ્લોગના જન્મ અને સર્જન સાટે નિમિત બનવા માટે } અને મારા પ્રિયતમ વાંચકો ઉર્ફે કમેન્ટર્સનો કે જેમની મીઠી મીઠી કમેન્ટ્સથી આ બ્લોગ આખું વર્ષ મઘમઘતો રહ્યો 🙂 તમારી જ કમેન્ટ્સ થકી આટલી બધી પોસ્ટ્સ શક્ય બની અને બ્લોગ ખરેખર જીવંત બન્યો { યાદ રાખજો : તમે સૌ કમેન્ટ્સ કરો છો માટે , નવી પોસ્ટ બને છે . . . નહિ કે હું પોસ્ટ બનવું છું એટલે કમેન્ટ આવે છે ! . . . . જો મારે એકલા એકલા જ લખવું / બોલવું અને બકવાસ કરવો હોય તો તો , હું ઘરે બેઠો ડાયરી ન લખતો હોવ  !+? . . . અને તમારી જાણ સારું  કે હજી સુધી એકપણ ખરાબ કમેન્ટ નથી આવી કે જેને મારે દુર કરવી પડે ! . . . એ તમારો પ્રેમ જ છે ને 🙂 }