ટૅગ્સ
Annual report, પુસ્તકો, ફિલ્મો, બ્લોગીંગનું પ્રથમ વર્ષ, Books, First Blogivesary of Nirav says, Maiden year of blogging, Movies, One year of blogging, Short films, Trailers
Precious First year
And hereby i am celebrating the FIRST Anniversary of my little blog . . . . . . . ” Nirav says ” 🙂 which’s been continuously on the track & been full of life through all of your comments & liking’s throughout the year . . . despite the the biggest language barrier , you all Non – Gujarati fellows kept visiting my blog & by all your active interaction , the BLOGGING was full of fun & cheerful 🙂
Thanks to all my Non – Gujarati followers from all different states & different countries { Should i say different planets ? 😉 }
You can have a look on newly created INDEX , just above .
& last but not the least . . . Thanks a ton to WORDPRESS.COM
મોંઘેરું પ્રથમ વર્ષ
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
” અત થી ઇતિ “ : બ્લોગજન્મ – નિરવ ઘેર આનંદ ભયો , જય હો વર્ડપ્રેસ લાલ કી
સૌપ્રથમ જયારે બ્લોગ જગતની ઝાંખી થઇ . . . એ ક્ષણ હતી , ગુગલ પર કોઈ શોધખોળની કે જે અનાયાસે જ મને ઉડાવીને લઇ ગઈ , એક મસ્ત બ્લોગ પર . . . કે જ્યાં લેખક ઉર્ફે બ્લોગરની ઘણા અવનવા વિષયો પરની અદભુત પકડ આંખે ઉડીને દેખાતી હતી . . . અને તે બ્લોગર હતા , ” રુતુલભાઈ જોશી ” . . . અને વિચારો અને અભિવ્યક્તિઓનાં અદભુત તાંતણા ગૂંથતો તે અદભુત બ્લોગ એટલે , ” ચરખો ” . [ ત્યાં સુધી બ્લોગજગત વિષે મને મીલીગ્રામ* જેટલી પણ જાણ ન હતી ]
* – મીલીગ્રામ એટલે ‘મિલી’નું ગ્રામ ન સમજવું ! અને ગ્રામમા રહેતી મિલી પણ ન સમજવું 😀
– – – – – – – – – – – – – – – – – – – – – –
અને ત્યારબાદ નજર પડી . . . તેમણે બનાવેલ ” બ્લોગરોલ ” પર . . . કે જ્યાંથી આ લખનાર ભુલકું ❗ ભૂલું પડ્યું અવનવા વિષયો અને મુખ્યત્વે તો “ગુજરાતી ભાષા”થી સુશોભિત એવા સુંદર ગુજરાતી બ્લોગ જગત તરફ . . . અને છતાં પણ ત્યારે પોતાનો કોઈ બ્લોગ બનાવવાની કોઈ ઈચ્છાનો સળવળાટ સુધ્ધા ન હતો !
* * – અને તે જ બ્લોગરોલને તર્પણ સમો , એક બ્લોગરોલ મે , મારે આંગણે બનાવ્યો . . . ” મારી મુલાકાતો આ બ્લોગ્સ પર ” { કે પછી , મુક્કાલાતો 😉 }
* * – અને તે બ્લોગરોલ થકી , મારી જેમ જ અન્ય બ્લોગ્સ પર જતા લોકોની , Total Clicks : 4322
– – – – – – – – – – – – – – – – – – – – – –
તે સમયગાળા દરમ્યાન ઘણા બ્લોગ્સ પર ધીમે ધીમે પ્રતિક્રિયાઓ આપવાનું થયું અને તેના પ્રતિફળ રૂપે સર્વે બ્લોગર્સના ફ્રેન્ડલી રિપ્લાય પણ ખુબ મળ્યા અને તે રીતે બ્લોગ વર્લ્ડ સાથે ખુબ જ ઘનિષ્ઠ સંબંધ બનતો ગયો અને થોડા સમયમાં જ ઘણા બધા બ્લોગ્સની અપડેટ મેળવવાનું કામ દુષ્કર બનતા , તેના માટે એક અલગ જ ઈ – મેઈલ એકાઉન્ટ ખોલવામાં આવ્યું { સ્પેશ્યલી અથવા તો ઈસ્પેશ્યલી ! } : nirav.is.reading@gmail.com
– – – – – – – – – – – – – – – – – – – – – –
પણ , એકદા લેખક બિરાદર ” જય વસાવડા * ” નાં બ્લોગ પર હરહંમેશની જેમ કોઈ રસપ્રદ ચર્ચા છેડાઈ હતી , ત્યારે જ અચાનક મનમાં એક ઝબકારો થયો { ત્યાં સુધી પાવરકટ હતો 😉 } અને માનસપુત્ર એવા બ્લોગને જન્મ આપવાનો વિચાર સળવળ્યો . અને એ અરસામાં જ હાથ લાગી , અમીશ ત્રિપાઠીની ” મેલુહાં ” . . . અને એ અદભુત પુસ્તકની ઝાંખી કરાવવાના ઈચ્છા સ્વરૂપે બ્લોગરૂપી આ માનસપુત્રનો જન્મ થયો . . . દિવસ હતો , 4 જુલાઈ .
અને હાં , હું બ્લોગીંગ કરું છું , તેની જાણ મિત્ર અંકિત સિવાય બીજા કોઈને નથી ( મમ્મીને પણ નહિ ! ). . . એ બહાને હું થોડો અંતરંગ અથવા તો અંતર્મુખી છું . . . હું ઈચ્છું છું કે બ્લોગજગતમાં હું માત્ર મારા નામ અને વિચારોથી જ ઓળખાઉં . . . માટે જ મેં ક્યારેય મારી અન્ય વિગતો જાહેર નથી કરી અને આપનો પણ આભાર કે આપે ક્યારેય પૂછી નથી 😉
– – – – – – – – – – – – – – – – – – – – – –
મૂળમાં તો હું નાનપણથી જ રસ અને આનંદના સહજ પર્યાયસમી વાર્તાઓનો શોખીન હતો . . . જાણે વાર્તાઓ કદાપી ખૂટે જ નહિ તો કેવું સારું ! . . . અને વાર્તાઓમાં પછી ભળ્યા વિચારો . . . અને આખરે તે પ્રબળ ઝંખના મને દોરી ગઈ તે નદીકિનારે . . . કે જેના બે કીનારામાંથી એક કિનારો હતો ” પુસ્તકો “નો અને બીજો હતો ” ફિલ્મો “નો . . . વાર્તાઓ અને વિચારોનો કદાપી ન ખૂટે તેવો ખજાનો . . . એવો ખજાનો કે જે , જેમ જેમ વહેંચાતો જાય તેમ તેમ વધુ ને વધુ મીઠા સંસ્મરણો અને યાદોની મધુર મહેક છોડતો જાય . . . અને આજે પણ જયારે હું મારા બ્લોગની જૂની પોસ્ટ્સને જોઉં છું , ત્યારે તે વધુ ને વધુ મીઠી લગતી જાય છે . . . તે બદલ આપ સૌ મિત્રોનો આભાર . . . હૃદયાભાર 🙂
– – – – – – – – – – – – – – – – – – – – – –
પુસ્તકો અને ફિલ્મો વિષે આ પહેલા ગુજરાતી બ્લોગજગતમાં બ્લોગીંગ કરતા જે બ્લોગ્સ/બ્લોગર્સ હતા , તે હતા . . . 1] હરસુખ થાનકી 2] શિશિર રામાવત 3] જય વસાવડા . . . પણ તેઓ પાસે વિષયવૈવિધ્યનો પાર ન હોવાથી તેઓ ઘણી અન્ય પરિસ્થિતિઓ અને વિષયવસ્તુઓ પર પણ બ્લોગીંગ કરતા . . . ત્યારે મેં વિચાર્યું કે , શા માટે હું , માત્ર ને માત્ર ફિલ્મો અને પુસ્તકો વિષેની જ વાર્તાઓ અને ગોષ્ઠી માંડતો બ્લોગ શરુ ન કરું ? . . . અને લ્યો ગરમાગરમ ગુજરાતી થાળી તૈયાર છે 🙂 { કિંમત : માત્ર આપનો પ્રેમ અને હાસ્ય 🙂 }
{ હાં , હજી શ્રી જય વસાવડાનું આગમન અહીંયા બાકી છે . . . જો આપ કોઈના છેડા અડતા હોય તો જરૂર અડાડજો અને તેમને જાણ કરજો . . . કારણકે તેમના થકી જ આ બ્લોગની પ્રસુતિ થઇ છે , પણ પેંડા ખાવા તેઓ હજુ આવ્યા નથી 😉 }
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
ગુજરાતી બ્લોગજગતમાં ઘણા એવા અભ્યાસુ અને જાણકાર મિત્રો / બ્લોગબંધુઓ અને બ્લોગભગિનીઓ છે કે જે મારા કરતા પણ પુસ્તકો અને ફિલ્મો વિષે અદભુત માહિતી અને વિસ્તરણ કરવાની કળા ધરાવે છે . . . .
1} જો પુસ્તકોની દુનિયાની વાતો કરીએ તો . . . . પ્રજ્ઞાજુ મેમ , હિનાદીદી ( પારેખ ) , કાર્તિકભાઈ , રજનીભાઈ અગ્રાવત , જુગલકીશોરદાદા , સ્નેહાબેન પારેખ અને એવા ઘણા નામો કે જેમનો ઉલ્લેખ યાદશક્તિનાં અભાવે કદાચ અત્યારે હું નથી કરી શકતો . . . કે જેઓ મારા કરતા ઘણું અને ક્યાય વધુ જાણે છે , છતાં પણ તેમનો સહકાર અને નમ્રતા પ્રશંસનીય છે .
2} અને જો ફિલ્મોની વાત કરીએ તો , તેમાં પણ પ્રશમભાઈ , પીનાકીન , વિરાજભાઈ , યુવરાજભાઇ અને હમઝાભાઈ જેવા ફિલ્મોના રસિયાઓ , મારા કરતા ક્યાય વધુ ફિલ્મોને જાણે છે અને માણે છે . . . અને વિસ્તરણ કરવાની તેમની ક્ષમતા પણ મારા કરતા ક્યાય વધુ ગુણવતાસભર છે . . . તેઓના નમ્ર સહકાર બદલ આભાર .
પુસ્તકો વિષે
પુસ્તકો વિષે તો આપને ખ્યાલ જ છે કે , હું કેવી રીતે એક પુસ્તકનો પરિચય કરવું છું . . . મુખ્યત્વે તો , મને ગમતા અને મનગમતા પુસ્તકમાંના ” અંશ” થી . . . અને તેમ કરવાનું એક કારણ એ કે . . . જયારે તમે ક્યાય બહાર જમવા ગયા હોય અને ત્યાની કોઈ મશહુર અને સ્વાદિષ્ઠ મીઠાઈ તમે ચાખી હોય અને ઘરે આવીને તમે શું એમ કહેવાના કે . . . . અહા , મીઠાઈ શું અદભુત અને રસભર હતી . . . કે પછી મીઠાઈનો એક ટુકડો જ સીધો લાવીને સામેવાળાના મ્હોંમાં મૂકી દેવાનો અને પછી કહેવાનું કે . . . . કેમ બાકી , મીઠાઈ 🙂 . . . . હું પુસ્તકો વિષે ઝાઝી પ્રસ્તાવના કે વિચારવિમર્શ કરતો નથી , કારણકે જયારે અહીંયા હું લખવા બેઠો હોઉં , તો તેનો મતલબ તો એક જ હોય ને કે મને પુસ્તક ગમ્યું અને તમને તેનો એક ટુકડો ચખાડવા આવ્યો છું . . . આનાથી સુંદર રીત કે પછી સ્વાદિષ્ઠ રીત મને બીજી કોઈ નથી આવડતી !
પહેલા મને એમ હતું કે , મેં સારી એવી સંખ્યામાં પુસ્તકો વાંચ્યા છે . . . , પણ ગુજરાતી બ્લોગજગતમાં પગ મુકતા જ મારો એ નાનો સો અહંકાર ટાય ટાય ફીશ થઇ ગયો 😉 . . . . આભાર , આપ સૌ મિત્રો , બાળમિત્રો અને વડીલમિત્રોનો મારું ટાય ટાય ફીશ કરવા માટે ! . . . પહેલા પુસ્તક અવનવા કિસ્સાઓ અને જાણકારી મેળવવા માટે જ વંચાતું હતું પણ જે દિવસથી તેના દ્વારા મનમાં મનોમંથન ઉઠવા લાગ્યું , તે દિવસથી પુસ્તકો જેટલો નશો મને કોઈ ચીજથી થયો નથી . . . ફિલ્મોથી પણ નહિ ❗ હવે એવી હાલત છે કે પુસ્તકો માટે રાખી મુકાયેલી રકમ પણ ટૂંકી પડવા લાગી છે અને જયારે પણ હું કોઈ પુસ્તક લેવા જાઉં છું , ત્યારે વધુ પડતા પુસ્તકો લેવાઈ જ જાય છે અને નાણાતંત્ર વિખેરાઈ જાય છે 🙂 . . . હાલમાં પણ મારી પાસે 20ની આસપાસ પુસ્તકો વંચાયા વિનાના ઘણા સમયથી પડ્યા છે { કે જેમાં થોથા જેવા , દુખિયારા અને સ્ટીવ જોબ્સનું પુસ્તક મુખ્ય છે ! }
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
ફિલ્મો વિષે
અને ફિલ્મો વિષે તો આપ સૌ જાણો જ છો કે , હું પછી કાબુમાં નથી રહેતો 😉 . . . અને મારું બધું તત્વ કાગળ પર ઉછાળા મારવા માંડે છે ! . . . ખરેખર તો ફિલ્મો વિષે હું એટલો બધો જાણકાર પણ નથી . . . , હા તેના વિષે વાતો અને ગપાટા મારવાનું વિશેષ પસંદ છે , મતલબ કે ક્યારેક એવું પણ બને કે જેને મેં ખરાબ ફિલ્મ ગણીને ઓછા ગુણ આપ્યા હોય , એ આપ બહુમતી લોકોને પસંદ પણ પડી હોય અને તેનાથી ઉલટું . . . કે જયારે મેં કોઈ ફિલ્મના અતિશય વખાણ કર્યા હોય અને તે ફિલ્મ આપને બોરિંગ પણ લાગે !!! . . . મતલબ કે મારે ભરોસે ન રહેવું અને મેલડી ખાઈને ખુદ જાન જાવું 😉
– – – – – – – – – – – – – – – – – – – – – –
હકીકતે ફિલ્મો સાથે જયારે પહેલો પરિચય થયો ત્યારે તેનું કોઈ ખાસ આકર્ષણ મને નહોતું , પણ સમય વિતતા તે માધ્યમનું એક ગજબનાક ખેંચાણ મને તેની તરફ ખેંચતું ગયું અને ફાઈનલી , તેમાં ઝબરદસ્ત ઉછાળો આવ્યો , “ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ” થી . . . . તે થોડા વર્ષો તો હું રીતસર શાહરુખના પાત્રની અસર હેઠળ હતો { શાહરૂખનાં નહિ હોં ! , તેના પાત્રની વાત થાય છે } . . . . એક જોલીગુડ માણસ , ચબરાક , તિક્ષ્ણ , સામેથી ચાલ્યો આવતો હોય ત્યાં જ મુખ પર એક હલકી સી મુસ્કાન આવી જાય , એક ફલર્ટ પણ ચારિત્ર્યવાન [ જોકે છોકરીઓ સામે આવતા હજુ પણ મારી બોલતી બંધ થઇ જાય છે 😉 ], પ્રેમાળ [ પછી તે પ્રેયસી હોય કે બાપ હોય ] , નટખટ , જવાબદાર , ઉછાંછળો , બહાદુર . . . . અને પરિસ્થિતિઓ પ્રમાણે અવનવા કલેવર ધારણ કરતો જુવાનીયો .
મતલબ કે ફિલ્મો વિષે હંમેશા હલકો જ અભિપ્રાય ન રાખવો . . . ક્યારેક આપણે પણ થાપ ખાઈ જતા હોય છે , તેને પરખવામાં ! . . . કારણકે મહતમ 90% ફિલ્મો તો માત્ર તેનું ટ્રેઇલર જોવાય ત્યાં જ પરખાઈ જતી હોય છે , છતાં પણ મહતમ વર્ગ સહપરિવાર અથવા તો મિત્રમંડળ સાથે ટોકીઝમાં જતો હોય છે અને પછી અઠવાડીયા સુધી રોદણા રોતો હોય છે કે પૈસા ડૂબી ગયા ! . . . ક્યારેક ક્યા સંજોગોમાં કયું મુવી ફીટ બેસે તેની જાણ પણ ઘણા કહેવાતા ભણેલાઓને નથી હોતી ! [ જેમ કે : અમારા એક નજીકના સગાના પુત્રની સગાઇ થઇ ત્યારે તેઓ બંને ( યુગલ ) “શાંઘાઈ” ફિલ્મ { ઇમરાન હાશમી અને અભય દેઓલવાળું } જોવા ગયા ❗ અને પછી કહે કે ફિલ્મમાં કોઈ દમ નહોતો 😉 ]
– – – – – – – – – – – – – – – – – – – – – –
અને મહતમ એ લોકો કે જેઓ ફિલ્મનું નામ સાંભળતા જ મોઢું ચડાવી લ્યે છે અથવા તો માત્ર જુની ફિલ્મો જ સારી હતી તેવું કહ્યા રાખે છે . . . તેઓએ કદાચ આધુનિક ગાળાની સારી અને વિચારણીય ફિલ્મો તો જોઈ જ નથી હોતી . વીતેલા વર્ષોમાં સિનેમાની માફક સમાજની , મનુષ્યની અને પરિસ્થિતિઓનું અદભુત અને ભાવવાહી નિરૂપણ કરતુ આટલું સબળ માધ્યમ બીજું એકપણ નથી રહ્યું . સમાજના મહતમ વર્ગે તો માત્ર ટાઈમપાસ કહી શકાય તેવી અને પોતાના મગજ પર કોઈ ઝાઝો ભાર ન પડે તેવી જ ફિલ્મો જ જોઈ હોઈ છે ! અને તે સાથે એ વાત પણ સાચી કે . . . કચરા જેવી બીગબજેટ ફિલ્મોનો રાફડો ફાટ્યો છે અને હજુ વધુ ફાટશે . . . પણ નજીકના ભવિષ્યમાં તેનો પણ ફુગ્ગો ફૂટશે , પણ તમારી જાણ ખાતર નજીકનું એ ભવિષ્ય ખાસ્સું દુર છે :।
ચાલો તો હવે અટકું . . . પહેલું વર્ષ થયું તો પછી કાઈ બહુ ઠેકડા ન મારવાના હોય 😉
બ્લોગજગતના તાંતણા અને એક ઈચ્છા
હું ઘણા બ્લોગ્સને ફોલો કરું છું . . . કે જેમાં મુવીઝ બ્લોગ્સ , ટ્રાવેલોગ , ફોટોબ્લોગ , ફૂડ & ફેશન , ક્વોટસ અને ફિલોસોફી મુખ્યત્વે છે . . . અને મારા ફોલોઅર્સની વાત કરીએ તો ગુજરાતી ન જાણતા 25 થી 30 અદભુત બ્લોગર્સ પણ ભાષાની આ વાડ તોડીને નિયમિતપણે મુલાકાત લઈને મને પ્રોત્સાહિત કરે છે 🙂 . . . . વિવિધ બ્લોગ્સ પર મારા દ્વારા અંદાજીત 950+ કમેન્ટ્સ અપાઈ છે અને લાઈક્સની સંખ્યા તો ભૂલી જ જાવ [ કારણકે તેનો રેકોર્ડ રાખવો ખુબ અઘરો છે 😉 ]
– – – – – – – – – – – – – – – – – – – – – –
હા મારી એક મસ્ત ઈચ્છા એ છે કે નજીકના 2 થી 3 વર્ષના ગાળામાં , આ બ્લોગ હું મારા નામે ચડાવી લઉં . . . મતલબ કે પાછળથી વર્ડપ્રેસની અટક નીકળી જાય 😉 અને પાંચ વર્ષના ગાળામાં આ બ્લોગ એ હદે પુસ્તકો અને ફિલ્મોની મસ્ત વાતોથી ઉભરાતો હોય કે બસ મોજેમસ્તરામ થઇ જવાય 😀 તો જોઈએ કે હવે આગામી વર્ષોમાં શું થાય છે ? એક વર્ષ સુધી જે પેશન અને મોજથી બ્લોગીંગ કર્યું એ શું ટકશે કે પછી ભ”ટકશે” !
. . . . આ ગયું એ પાછલા વર્ષમાં જ એકદા એવી ઈચ્છા થઇ હતી કે બ્લોગ બંધ કરી દઉ , પણ પછી અંદરનો માહ્યલો સળવળ્યો અને આખરે હું સળવળ્યો અને બ્લોગ પણ આખરે સળવળેલો જ રહ્યો 😉 અને આળસ અને દિશાશુન્યતા પર મહેનત અને મોજની જીત થઇ [ ‘ મહેનત ‘ એટલા માટે કહ્યું કે મારી પોસ્ટ આપ સૌને તો ખબર જ છે કે કેટલીલીલી લાંબી હોય છે અને ચિત્ર – વિચિત્રથી ફાટફાટ થતી હોય છે ! ]
First Book / First Movie
First Book : કેલિડોસ્કોપ / મોહંમદ માકડ સાહેબ
{ અદભુત પુસ્તક . . . દરેકે વાંચી જ લીધું હશે , તેમ ધારું છું . મારા પપ્પાનું પુસ્તક હતું અને મેં એમ જ ટાઈમપાસ કરવા વાંચેલ હતું , પણ ખરેખર હૃદયસ્પર્શી નીકળ્યું . થેન્ક્સ પપ્પા }
– – – – – – – – – – – – – – – – – – – – – –
First Movie at Big Screen : Jurassic Park / Galaxy
{ 1993/94નું વર્ષ . . . મારો ગેલેક્સી સાથેનો પ્રથમ પરિચય , મારા પપ્પા સાથે ( થેન્ક્સ પપ્પા , Again 🙂 ). . . પ્રથમ વાર જ આગળ પાછળ થતી સીટોનો રોમાંચ . . . પ્રથમ વાર બ્લેકમાં લીધેલ ટીકીટોનું વિસ્મય . . . ત્રણ ત્રણ વાર થયેલા ધક્કા . . . દર વખતે હાઉસફુલ . . . બીજા ધક્કા સમયે લીધેલા ડાયનાસૌરનાં તે પ્લાસ્ટીકના જોઈન્ટ થાય તેવા રમકડા . . . . અને ત્રીજા સમયે બેંગ . . . મોઢામાંથી લાળો ટપકાવતુ તે ભયાનક ડાયનાસૌર . . . થેન્ક્સ સ્ટીવન સ્પીલબર્ગ . . . તે દિવસનું જે વળગણ લાગ્યું છે . . . થેન્ક્સ ગેલેક્સી . . . . . માત્ર ગેલેકસીમાં જ 150 + ફિલ્મો જોઈ નાખી છે અને તેમાંથી 125ની આસપાસ તો માત્ર હોલીવુડ ફિલ્મો જ છે ! . . . અને આ નાનકડી યાત્રામાં મોટો સાથ નિભાવ્યો છે , મિત્ર અંકિતે . . . 50થી વધુ ફિલ્મોમાં સાથ આપીને 🙂 . . . . . થેન્ક્સ બડી , આવતી ફિલ્મ તું દેખાડ્જે બસ ;)}
Fast & Furious Facts of my 1st YEAR
[ from 4/7/2012 to 3/7/2013 ]
1st Follower : જુગલકીશોર દાદા { jjkishor.wordpress.com }
1st Comment : મેહુલભાઈ ભટ્ટ { Uttung.wordpress.com }
Top 5 Posts : having Most Hits
1} 2012 ends , but i survived ! [ Link ] – 456 clicks
2} મેલુહા ( The Immortals of Meluha ) [ Link ] – 335 clicks
3} મારું સત્ય – 1 [ Link ] – 278 clicks
4} Where the wild things are [ Link ] – 228 clicks
5} Trailers are raining : with the blades of Wolverine [ Link ] – 205 clicks
Top 5 Posts : having Most Comments
1} જીના ઇસી કા નામ હૈ [ Link ] / 40 Comments
2} 2012 ends , but i survived ! [ Link ] / 37 Comments
3} Monthly Reviews – 1a { July } [ Link ] / 30 Comments
4} Monthly Reviews – 1b-2 { July } & 2b { Aug. } [ Link ] / 25 Comments
5} મેલુહા ( The Immortals of Meluha ) [ Link ] / 24 Comments
Top 5 Posts : having Most Likes
1} Oscar nominated Animated Short Movies [ Link ] / 36 Likes
2} Just Shorts . . . Nothing else ! [ Link ] / 26 Likes
3} Monthly Reviews – 5 b2 { Nov. } [ Link ] / 24 Likes
3} Monthly Reviews – 7a { Jan. } [ Link ] / 24 Likes
3} 2012 ends , but i survived ! [ Link ] / 24 Likes
4} Where the Wild Things Are [ Link ] / 22 Likes
5} મારું સત્ય – 2 [ Link ] / 20 Likes
5} નાના મોટા માણસ , ઝીણી ઝીણી વાત [ Link ] / 21 Likes ( updated )
– – – – – – – – – – – – – – – – – – – – – –
Maximum Hits on a Single Day : 314 { 9 Dec. 2012 }
Total Comments : 751 Comments
Total Likes : 1028 Likes
– – – – – – – – – – – – – – – – – – – – – –
Most Comments Given by
1} પ્રશાંતભાઈ ગોડા – 37 2} યુવરાજભાઈ જાડેજા – 36
Most Likes Given by
1} પ્રજ્ઞાજુ મેમ = 55 2} વિરાજભાઈ = 48
– – – – – – – – – – – – – – – – – – – – – –
Total Posts published : 72
About books : 12
About Movies : 24
About Short films : 5
About Trailers : 30
Re-blog : 1
– – – – – – – – – – – – – – – – – – – – – –
Funny & Different Searches
ટપકી કેલા , છે હાથ માં છે તોય કાબુ બહાર છે.. , “પોતાને ના સમજાય એને વાચકો મળે છે એને લોકોને ના સમજાય એને વિવેચકો મળે છે…. , મારું નસીબ , હોડી ના ઘર માં રહેનારા લોકો , હાથની મહેંદી book , ગાળો નો મતલબ , નીરવ કે નિરવ , posters ભ્રષ્ટાચાર , દુધિયા દાંત , મારે કઈ રીતે જવું , ધનુર માટેના ઉપાયો , નવું શહેર……નવા લોકો …….નવા રસ્તાઓ બધુજ નવું નવું છે અહિયાં ….. , કાઠીયાવાડી ડોસો , કશું જ લખવું નથી , ભારતની ઝુંપડ પટ્ટીઓ , ચંદ્રકાંત બક્ષી કે જય વસાવડા કોણ ઉત્તમ ? ગાંધીજીની જેમ હું સત્ય બોલું તો , તમે ચરબી નથી અને તે તેના આવા વાહિયાત કહી દો ચરબી ન હતા 😀
– – – – – – – – – – – – – – – – – – – – – –
Total Hits : ( from 4/7/2012 to 3/7/2013 )
31,615 Views
– – – – – – – – – – – – – – – – – – – – – –
The Day , when achieved 1st Spot in Gujarati Blog World : 13 – 14 dec / 2012 – – – ” મારું સત્ય – 2 [ Link ] ” { તમે મને હરખપદુડો પણ કહી શકો અને નાની નાની ખુશીઓ ઉજવતો નાનકો પણ કહી શકો . . . પણ , આ ક્ષણ તમારી સાથે વહેંચવાની લાલચ હું રોકી નાં શક્યો . . . ઇતના તો બનતા હૈ :)}
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
Foreign Country that visited the most ( Amongst 70 Contries )
*} United States : 2512 clicks
– – – – – – – – – – – – – – – – – – – – – –
One & only Spam Comment that wasn’t SPAM
Kartik Mistri’s 1st Comment 🙂
{ કાર્તિકભાઈનો Gravatar ત્યારે ખતરનાક લાલ રંગનો હતો , માટે કદાચ . . . . . ;)}
– – – – – – – – – – – – – – – – – – – – – –
Spam Comments detected by AKISMET : 558
– – – – – – – – – – – – – – – – – – – – – –
પુસ્તકો અને ફિલ્મોની આ યાત્રા એવી તો આરંભાઈ છે કે જ્યારે પણ આંખો મીંચાશે , ત્યારે આંખોમાં શબ્દો અને ચિત્રોનો ભંડાર તગ્તગતો હશે . . . અને સામે પારના પ્રદેશમાં પણ મુસાફરી સમયે રસ્તામાં કોઈક સંસ્મરણો તો જોઇશે જ ને 🙂
અને હાં , તમારે સૌ મિત્રો કમ વાંચકો માટે જ સરળ અને સહજ અનુક્રમણીકા / Index બનાવી છે , તો ત્યાં નજર નાખવાનું ચુકતા નહિ 🙂 INDEX
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
લટકામાં . . !
1} ફિલ્મો અને પુસ્તકોની ઓળખાણ અને રજુઆતમાં હવે સારા એવા ફેરફારની શક્યતા છે . હવે પુસ્તકો અંગેની પોસ્ટમાં બે થી ત્રણ પુસ્તકોનો પરિચય કરાવાશે અને ફિલ્મો અંગેની પોસ્ટમાં 8.5/10 થી નીચેના રેટિંગસ પામેલ દરેક મુવીઝ એકદમ ટૂંકાણમાં ચર્ચિત થશે ! { હા , હવે અપૂર્ણાંકમાં રેટિંગ્સ દેવાશે અને સ્માઈલીઓની પ્રથા બંધ થશે ! } અને સ્થગિત થઇ ચુકેલી Towards IMDb top 250 ફરીથી ધમધમતી થશે { મહિનાના 3 થી 4 મુવીઝ લેખે } .
2} અંદાજે નિશ્ચિત ફિલ્મો જ જોવાશે કે જેમાં બોલીવુડની 7 ફિલ્મો , હોલીવુડની 7 ફિલ્મો અને IMDb 250માં સ્થાન પામી ચુકેલી 4 ફિલ્મોનો સમાવેશ થશે 🙂 માટે ફિલ્મોની ત્રણ પોસ્ટ અને પુસ્તકની એક પોસ્ટ એમ ચાર પોસ્ટ તો ફરજીયાત કરવાની આશા છે અને ટ્રેઇલર્સ અંગેની પોસ્ટ વિષે તો આપ જાણો જ છો કે તેનું કોઈ ટાઈમટેબલ હોતું નથી , જેમ જેમ નવા ટ્રેઇલર્સ આવશે તેમ તેમ આપની માથે ઝીંકાશે . . . ઉપ્સ રજુ કરાશે 😉
– – – – – – – – – – – – – – – – – – – – – –
અને છેલ્લે ફરીથી આભાર માની લઉં . . . . રુતુલભાઈ જોષી / જય વસાવડા { બ્લોગના જન્મ અને સર્જન સાટે નિમિત બનવા માટે } અને મારા પ્રિયતમ વાંચકો ઉર્ફે કમેન્ટર્સનો કે જેમની મીઠી મીઠી કમેન્ટ્સથી આ બ્લોગ આખું વર્ષ મઘમઘતો રહ્યો 🙂 તમારી જ કમેન્ટ્સ થકી આટલી બધી પોસ્ટ્સ શક્ય બની અને બ્લોગ ખરેખર જીવંત બન્યો { યાદ રાખજો : તમે સૌ કમેન્ટ્સ કરો છો માટે , નવી પોસ્ટ બને છે . . . નહિ કે હું પોસ્ટ બનવું છું એટલે કમેન્ટ આવે છે ! . . . . જો મારે એકલા એકલા જ લખવું / બોલવું અને બકવાસ કરવો હોય તો તો , હું ઘરે બેઠો ડાયરી ન લખતો હોવ !+? . . . અને તમારી જાણ સારું કે હજી સુધી એકપણ ખરાબ કમેન્ટ નથી આવી કે જેને મારે દુર કરવી પડે ! . . . એ તમારો પ્રેમ જ છે ને 🙂 }
બ્લોગ નો જન્મદિન મુબારક …. પણ કેક ક્યાં છે?
LikeLike
આભાર પ્રીતીજી . . . અને કેક તો બનાવવા આપી છે 🙂 . . . ધીરજની કેક મીઠી હોય છે 🙂 🙂
LikeLike
હેપ્પી બર્થડે બ્લોગ લાલુ…… જીયો હજારો સાલ.
LikeLike
થેન્ક્સ દોસ્ત . . . બ્લોગ તો હજાર સાલ જીવશે જ પણ . . . મારું નક્કી નહિ 😀
‘બેટમેન’ની જેમ હું પણ મારો બ્લોગ કોઈક ‘રોબીન’ને આપતો જઈશ 😉
LikeLike
બ્લૉગની પ્રથમ વર્ષગાંઠ મુબારક.
આપનો આ બ્લૉગ દિવસે ન વધે એટલો રાત્રે વધે અને રાત્રે ન વધે એટલો દિવસે વધે એવી શુભેચ્છાઓ… અને જલ્દીથી તમારે ‘ઠેકાણે પડો’ એવી આશા.. (એટલે કે એડ્રેસમાં પાછળથી વર્ડપ્રેસને ‘રજા’ આપો)
બસ આમ જ… લગે રહો MAAY BWOY !
LikeLike
થેંક યુ દર્શિતભાઈ 🙂 . . . તમે અમને વધવાના એવા તો આશીર્વાદ આપી દીધા છે કે હવે છૂટકે કે નાછૂટકે વધવું જ પડશે 😉
અને રહી વાત ઠેકાણે પડવાની તો . . . હું અને મારો બ્લોગ એમ બંનેનો વારો બાકી છે , જોઈએ પહેલો કોનો વારો ચડે છે 😉
. . . હાં , જયારે બ્લોગ અપગ્રેડેશનની વાત આવશે ત્યારે માર્ગદર્શન જરૂર કરશો નહિતર હું અ’તિથી’ની જેમ ટપકી પડીશ 🙂
( From : BWOY ) – over & out 😀
LikeLike
સૌથી પહેલા તો હેપ્પી બર્થડે ટુ યોર બ્લોગ!!
એક વર્ષથી આટલું મસ્ત મસ્ત બ્લોગની થાળીમાં પીરસ્યું છે એ માટે તો અમારે આભારી થવું પડે અને આભારી છીએ જ….
અત્યાર સુધી ન્યુઝ પેપરમાં કે નેટ પર પણ કોઈ મુવી વિષે લખેલું હું કોઈ દિવસ આખું નહોતો વાંચતો, પણ તમારા બ્લોગ ના કલરફૂલ અને ફૂલ ઓફ પિક્ચર્સ પ્રેઝન્ટેશન ના લીધે અને તમારી મસ્ત મજાની લેન્ગવેજના યુઝ ના લીધે વાંચવાની મજા આવી છે!
આમ તો મારે ઘણું બધું કહેવાની ઈચ્છા હતી પણ જેમ જેમ આગળ વાંચતો ગયો એમ એમ આગળ શું કહેવાનું હતું તે બધું ભૂલી ગયું, પણ બધું સારું સારું જ હતું જે કહેવાનું હતું….
તો ટૂંકમાં જ કહી દઉં,
Congratulations and All The Best!! 😀
LikeLike
1} સૌ પ્રથમ , આપનું હેપ્પી બર્થડે મારા બ્લોગ વતી હું સ્વીકારું છું 🙂
2} ત્યારબાદ મિત્રતા અને બ્લોગીંગમાં ‘આભાર’ની લેવડદેવડ પ્રતિબંધિત છે , તેનો ‘ભાર’ લાગે છે 😉
3} અને દોસ્ત , સૌપ્રથમ આભાર આપનો . . . કે શરૂઆતથી જ આપ જેવા મિત્રો સતત સાથે રહ્યા અને પાનો ચડાવતા રહ્યા . . . અર્જુનવાળી પોસ્ટથી લઇ આજ સુધી . . . . Thanks to all fellow bloggers 🙂
મારે પણ ઘણું કહેવું છે , પણ . . . . માત્ર , આભાર દોસ્તો અને દોસ્તીઓ 🙂
LikeLike
Congrats!! Keep up the awesome blog 🙂
LikeLike
Thanks Meera . . . i presume that you could understand Gujarati as well 🙂 . . . if not , then after . . . thanks for been there . I appreciate all you bloggers who just don’t know my language but still were there to make me go further . Thanks again 🙂
LikeLike
Your welcome. Yes I understand Gujarati, however just can’t read it. You have a great blog with great posts, so keep it up. Well done! 😀
LikeLike
પ્રથમ તો Happy Birthday to u “Blog Babu”
અને તમને પણ શુભ કામના તમે અને તમારો બ્લોગ ઉતરોતર પ્રગતિ અને અમારા(મારા) જેવા reader ‘s ને જ્ઞાન વહેચતા રહો.
ઉફ્પ્સ……………………….. આ ફરી વખત મસ મોટી પોસ્ટ 🙂 🙂 🙂 🙂
LikeLike
આભાર પ્રશાંતભાઈ . . . આપે પણ ખુબ જ સાથ નિભાવ્યો અને આ લાંબી યાત્રા નાનકડી અને મોજીલી બનાવી 🙂
અને હા આ લાંબી લાંબી પોસ્ટ્સ અત્યારે માણી લો . . . જ્યારે નહિ માણવા મળે ત્યારે યાદ આવશે 😉
LikeLike
અરે નીરવભાઈ, મજાક ને મગજ ઉપર હાવી થોડી થવા દેવાય તમતમારે લખો મોટી કે નાની પોસ્ટ 😉
અને હા social sites પર ક્યાં હોવ તો address ઉપર ટપકાવ જો.
LikeLike
No facebook . . as i said above in top most left side 🙂 , no twitter as i am not a sparrow 😉 . . . Only WordPress 🙂
LikeLike
તુમ જીઓ હજારો સાલ….યહી હૈ મેરી આરઝુ!
LikeLike
આભાર વિપુલભાઈ . . . બ્લોગમાં હંમેશા નીતનવીન અને વૈવિધ્યપૂર્ણ માહિતી પીરસવા માટે , સદાય આપનો બ્લોગ નજર સામે રહેશે .
LikeLike
એક વર્ષ ?
ડઝન વર્ષની સામગ્રી પીરસી દીધી
મજો કરાવી દીધો
અનેકાનેક શુભેચ્છાઓ અને અભિનંદન
LikeLike
આભાર પ્રજ્ઞાજુ બા . . . શરૂઆતથી જ બ્લોગની કેડીએ કેડીએ ચાલ્યા આવનાર પ્રમુખ નામોમાં પણ આપનું નામ પ્રમુખ છે 🙂
. . . બ્લોગજગતના અસંખ્ય બ્લોગ્સની મુલાકાતો બાદ પણ આપ મારા બ્લોગ પર મુલાકાત લ્યો છો અને ઘણી વાર ઉપયોગી ટીપ્પણીઓ પણ આપો છો , તે બદલ આપનો ખુબ ખુબ આભાર . . . . ક્યારેક કોઈ આવે ન આવે , પણ આપ સૌ પહેલા મુલાકાત લઇ આ બ્લોગમાં પ્રાણ ફૂંકો છો . . . . 🙂
આપના જ્ઞાન અને નમ્રતા બદલ બ્લોગજગતમાં હંમેશા આપનું નામ ગૌરવપૂર્વક યાદ કરાશે .
LikeLike
મને જરાય અહેસાસ ના હતો કે તમે માત્ર એક વર્ષ થી લખી રહ્યા છો.
ઘણો જ સારો બ્લોગ છે અને ખુબ સારી માહિતી હોય છે.
ઘણી વાર હું આ બ્લોગ માં વાંચી ને પછી એ મુવી વિષે માહિતી એકઠી કરવા બેસી જાઉં છું 🙂
ખુબ વધો ને પુષ્કળ પોસ્ટ લખો
કેક નહિ તો કેક નો ફોટો આપશો, અમે તો એમાં પણ ખુસ છીએ દોસ્ત…
LikeLike
1} થેંક યુ , અનુરાગભાઇ . . . આપે થોડા ઝાઝા વખાણ કરી દીધા , પણ યાદ રાખો વખાણેલી ખીચડી દાઢે વળગી શકે છે 😉 [ જે લોકો ખીચડી નથી ખાતા અને જેઓને દાઢ જ નથી હોતી , તેમણે આ કહેવત ન વાંચવી 😀 ]
2} આપનો અનુરાગ સદા જાળવી રાખશો અને મારા નાના મોટા બકવાસ માફ કરતા રહેશો 🙂 આશા છે મારા રિવ્યુઝ વાંચીને ત્યારબાદ આપે જોયેલ મુવી પણ આપની અપેક્ષાએ ખરી નીવડતી હશે .
3} અને આખું વર્ષ મેં બીજા કેટલાય બ્લોગર્સ પાસેથી ઉજવણીના સમયે કેકની માંગણી કરી અને જયારે મારો વારો આવ્યો ત્યારે હું જ પાણીમાં બેસી ગયો ! આને કહેવાય દશેરાએ જ ઘોડું ન દોડ્યું 😉
LikeLike
એલા આ તો મારું નામ!!! દિલ જંગલ જંગલ થઇ ગયું, (ગાર્ડન ગાર્ડન નું “પેસિફિક રીમ” વર્ઝન).
૧ – આ બ્લોગ માં લખાયેલા રીવ્યુ ને હું સીરીયસલી લઉં છું, સ્પેશિયલી વ્હેર ધ વાઈલ્ડ થીંગ્સ આર વાળી પોસ્ટ પછી નિયમિત હું આ બ્લોગ વાંચું છું.
૨- અહિયા જે રીતે એનીમેટેડ gif મુકે છે એ કદાચ ગુજરાત માં પહેલો ઈન્ટરેસ્ટીંગ બ્લોગ છે જેમાં આ ફીચર નો નિયમિત યુઝ થાય છે.. કોન્ગ્રેટ્સ
..
..
..
..
બાકી તું અનસ્ટોપેબલ ફોર્સ છે અને આ બ્લોગ ઈમ્મુવેબલ ઓબ્જેક્ટ બને એવી પ્રાર્થના.
ફોર્સ ઇઝ ઓલ્વેસ વિથ યુ એન્ડ લીવ લોંગ એન્ડ પ્રોસ્પર \\//
LikeLike
અરે આ તો પ્રશમભાઈ જેવું કોઈક લાગે છે 😉 . . . . જાણે દિવસો બાદ વાદળો પાછળથી સૂર્ય નીકળ્યો અને અમ ચંદ્રને પ્રકાશવાનો મોકો મળ્યો . . . { નોંધ : સૂર્ય અને ચંદ્રને વાદળો સાથે કોઈ લેવા દેવા હોતી નથી , માટે આ બકવાસ માફ કરવો 😀 , અને મુખ પર આવેલ મલકાટને ઝગમગતો જ રાખવો 🙂 }
1} ” વ્હેર ધ વાઈલ્ડ થીંગ્સ આર “વાળી પોસ્ટ ખરેખર જેટલું પણ દિલ અને લાગણીઓ હતી તેટલું નીચોવીને લખી હતી . . . કબુલ કરું છું , પછી આટલી પ્રામાણિક પોસ્ટ ક્યારેય લખી શક્યો નથી 😦 , અને એ આપની દરિયાદિલી છે કે આપ હર વખતે તેનો ઉલ્લેખ કરો છો . . . . કૃપયા ક્યારેક અમને પણ માઉન્ટ મેઘદૂતમાં ક્લાસિક ફિલ્મોનું રસદર્શન કરાવો 🙂
2} અને આપની અનિયમિતતા અમ ફાલતું લેખકને વધુ ફાલતું ફિલ કરાવે છે , તો અહીંયા નિયમિત રહેવું નહિતર વાર્ષિક ગુણમાં મુશ્કેલી પડી શકે છે 😉
3} . . . . અને હા વાત રહી ફોર્સની , તો તે તો હું છું જ પણ વિક ફોર્સ [ ચાર ફોર્સમાનું એક ] . . . ક્યારે ખરી પડું એની કોઈ ખાતરી નહિ ❗
LikeLike
*ખૂબ ખૂબ અભિનન્દન એકજ વર્ષમા આટલુ બધુ અર્પણ કરવા બદલ. *
*
*
*આપની સર્વ ઇચ્છાઓ ફળીભૂત થાય એવી અપેક્ષા અને પ્રાર્થના.*
LikeLike
આભાર અનિલા મેમ . . . આપની શુભેચ્છાઓ બદલ .
આપના અભીપ્રાય સતત આ બાજુ વાળતા રહેજો કે જેથી કરીને અમને વહેવાની ખબર પડે 🙂
LikeLike
અભિનંદન!! તમારી ‘gif’o અમને બૌ ગમે! 🙂
LikeLike
Django . . . ‘ D ‘ is silent 😀 , આપે પહેલા જ આ બદલ અમને [ મતલબ મને અને મારા બ્લોગને 😉 ] સન્માનિત કર્યા છે અને આ બીજી વાર ” બૌ ” વિશેષણ વાપરીને તમે અમને ગદગદિત કર્યા છે 🙂
જો વાંચકો માટે પોસ્ટ લોડ થવાની મુશ્કેલી ન હોત તો તો . . . GIF નું પુર જ આવેત 😉 પણ સારું છે , ” અતિ ની ગતિ નહિ ” એ ન્યાયે હું થોડો કાબુમાં રહું છું 😉
LikeLike
હેપ્પી બર્થ ડે niravsays. તમારી બધી ઈચ્છા પૂરી થાય અને અમને વધારે ને વધારે જ્ઞાન પીરસો. તમારા બ્લોગ થી હું પણ બ્લોગ લખવાનો અને પુસ્તકો વાચવા પ્રેયાયો છું. આભાર
LikeLike
આભાર કલ્પેશભાઈ . . . કદાચિત આપે હજુ બ્લોગ નથી બનાવ્યો અથવા તો મારી જાણ બહાર રહી ગયું હશે . . . જો આપનો કોઈ બ્લોગ હોય તો જરૂર જણાવશો , તેની મુલાકાત લેવાનું જરૂર ગમશે 🙂
Nirav says ની યાત્રામાં હંમેશા આપનું સ્વાગત છે .
LikeLike
મેં બ્લોગ બનાવ્યો છે. પણ હજી સુધી મેં કઈ અપડેટ નથી કર્યું કેમ કે અત્યારે હું નવા નવા પુસ્તકો વાચું છું તમારા બ્લોગ નિયમિત વાચું છું.ડાયરી પણ લખવાનું ચાલુ કર્યું છે. મને ખબર નથી પડતી લખવાનું ક્યાંથી ચાલુ કરું, કયા વિષય પર (( મારી મુંજવણ)) લખું …. મારો બ્લોગ marizindginichetana.wordpress.com. તમારું સ્વાગત છે મારા બ્લોગ પર….. તમારો ઇમેલ આઈડી આપવા વિનંતી
LikeLike
કાઈ નહિ , કલ્પેશભાઈ . . . તમને જે કાર્યમાં વિશ્વાસ હોય તેના વિષે બેધડક બ્લોગીંગ કરો , બસ આનંદ આવવો જોઈએ 🙂 હું તમારા બ્લોગની જરૂર મુલાકાત લઈશ .
nirav.is.reading@gmail.com
LikeLike
ખૂબ ખૂબ અભિનંદન બ્લોગની પ્રથમ વર્ષ ગાંઠે ! આવનારા દિવસોમાં બ્લોગ જગતમાં ઊંચા શિખરો સર કરો તેવી હાર્દિક શુભેચ્છાઓ !
LikeLike
ખુબ ખુબ આભાર , અરવિંદદાદા . . .
આશા છે કે આપ પુસ્તકો સંબંધિત પોસ્ટ્સની મુલાકાત અચૂક લેતા હશો . . . આપના અમુલ્ય પ્રતિભાવોની રાહ હંમેશા રહેશે .
LikeLike
ખુબ ખુબ અભિનંદન નીરવભાઈ …. આ બ્લોગ ની વર્ષગાંઠ પર હું ખુબ આનંદિત છું
આખી પોસ્ટમાં બે વાર મારો ઉલ્લેખ થયેલ છે એમાં બીજીવાર ના ઉલ્લેખમાં આપેલ ક્રેડીટ નો સહર્ષ સ્વીકાર અને પહેલી વાર ના ક્રેડીટ માટે ……!!!!! થોડું વધારે પડતું લખાઈ નથી ગયું ? હે ભાઈ ?
મહંમદ માંકડ …. આપના પિતા નું એટલે એમની માલિકી નું કે એમણે લખેલું ? જરા કન્ફયુઝન ક્લીયર કરશો મારી ?
આ બ્લોગે ખુબ પ્રગતિ કરી છે , હજી વધુ ને વધુ કરી રહ્યો છે …. ટોપ પોસ્ટ માં એક વાર શું અનેક વાર સ્થાન પામી હશે આપની પોસ્ટ એવો મારો ખાતરીપૂર્વક નો વિશ્વાસ છે . અનડાઊટેબલી , ગુજરાતી બ્લોગ્સમાં સૌથી વધુ વાંચતા ટોપમોસ્ટ બ્લોગ માંનો એક આ બ્લોગ . ( મારી ધારણા તો એવી છે કે સૌથી વધુ વાંચતા ૫ બ્લોગ્સમાં આ બ્લોગ શામેલ હશે જ , અને એકાદ ટકા જો આઘું પાછુ હશે તો પણ ટોપ ૫ માં વહેલા મોડા થઇ જ જશે એવું આપડું છાતી ઠોકી ને કહેવું છે )
જલસા નું બીજું નામ – “નિરવ સેય્સ “….!!!! ચીયર્સ !!ચીયર્સ !!ચીયર્સ !!
LikeLike
1} મને હંમેશા શુદ્ધ દેશી કમેન્ટ્સનો ભારે આગ્રહ રહ્યો છે અને સદાય તે ખ્વાહીશ આપે રંગે ચંગે પૂરી કરી છે 🙂 માટે મારા તરફથી પેંડા લઈને ખાઈ લેવા વિનંતી 😉 સમય આવે બીલ જરૂર ચુકવાશે !
2} અને ક્રેડીટ આપી છે . . . તો સાચી જ હોય , તેમાં કોઈ બેમત નથી , હાં ડેબીટ કદાચ ખોટી હોઈ શકે 😉
3} અને મારા પપ્પાનું પુસ્તક મતલબ . . . . તેમણે ખરીદેલું અને મેં ધીમેકથી તફડાવેલુ 😉
4} અને છેલ્લા ફકરામાં આપે જરા ઝાઝા વખાણ કરી દીધા [ , જુઓ ઉપર અનુરાગભાઈને ખીચડી માટે મેં શું કીધું છે ? ] . . . ખરેખર હજી જેટલા પણ લોકો ગુજરાતી બ્લોગ્સ સાથે સંકળાયેલા હશે [ વાંચક + બ્લોગર ] . . . તેમાંના 5 % લોકોને આવો કોઈ બ્લોગ છે તેની જાણ પણ નહિ હોય ❗ . . . માટે હું અને મારો બ્લોગ તો હજી ગીરનાર પર ચડતી કીડી સમાન જ છે [ પણ યાદ રાખવું , કીડી ખુબ મહેનતુ હોય છે 🙂 ]
5} અને હાં દુખો તો માણસનાં નસીબમાં જ લખાઈને આવે છે , પણ જલસા આપણે જરૂર કરી શકીએ અને એ તો હું મરતે દમ સુધી કરવાનો જ છું , વચ્ચે નાની નાની રિશેષ આવે . . . પણ એ તો ચાલ્યા રાખે 🙂
આખું વર્ષ સાથે રહેવા બદલ આભાર 🙂 Nirav says 🙂
LikeLike
happy birthday to nirav says …ame to ahin lakhay chhe e sthan ne happy birthday kahie ne ??!! ha pan e lakhnar sharmal ane pustak premi chhe e jaani ne khub gamyu ..aa blog rupi pustako na abhayasi chhe ..have aa varsh varshona sath ma badlay e shubhechcha sah preeti …. 😀 😀
LikeLike
આભાર પ્રીતિ મેમ . . . આ લખનાર અને બ્લોગ , એ બંને એક જીવ અને બે શરીર જેવું જ કાઈક છે , માટે બ્લોગને આપેલી શુભેચ્છાઓ હું તફડાવી લઉં છું 🙂 . . . પુસ્તકો વિષે જરૂર ધ્યાન દોરતા રહેશો , કારણકે તે ખજાનો ભેગો કરતા હું ક્યારેય થાકીશ જ નહિ 🙂
LikeLike
પ્રથમ વર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓ….
ખરેખર, આપનો blog ખુબ સુંદર અને રસપ્રદ છે…
આપનું blog પરનું presentation મૌલિક વિચારો અને
of course, લખવાની અનેરી છટા…..
બસ આવી જ રીતે આપના વિચારો આપની અનોખી શૈલીમાં અમારી સાથે હંમેશા વહેંચતા રહો…..
LikeLike
આભાર પ્રેમપ્રીયાજી . . . કદાચિત આ આપનું નામ નહિ હોય , પણ આપનું આ નામ ઘણું જ સુંદર છે 🙂
કદાચિત ફિલ્મોમાં આપને બહુ રસ નહિ હોય . . . પણ પુસ્તકો અંગેની પોસ્ટ્સમાં આપના અમુલ્ય પ્રતિભાવ જરૂર આપશો અને કોઈ મનનીય પુસ્તક વિષે પણ જરૂરથી ધ્યાન દોરશો .
LikeLike
હા, આપની વાત સાચી છે આ મારું લૌકિક નામ નથી પણ …. અહીંની અલૌકિક દુનિયા મને મારું નામ પસંદ કરવાની તક મળી છે તો હુ “પ્રેમપિયા” રહેવા માંગુ છું….
ફિલ્મો અને પુસ્તકો બંને પ્રત્યે મને અત્યંત પ્રિય છે પરંતુ એટ્લું નિયમિત નથી રહી શકાતું એ માટે કાન પકડ્વા પડે એટ્લો રસપ્રદ છે આપનો બ્લોગ….
પરંતુ સમયના અભાવે હુ મારા બ્લોગને પણ પુરતો ન્યાય આપી શકતી નથી….. ક્દાચ ગુજરાતી typingમાં થોડી slow છું…..કોઈ useful tool હોય તો જણાવો…
LikeLike
હું તો શરૂઆતથી જ ગુગલ ટ્રાન્સલીટરેટથી જ ગુજરાતી લખતો આવ્યો છું અને ઘણે ખરે અંશે થોડું વિચિત્ર હોવા છતાં મને તે ફાવી ગયું છે અને એટલે જ બીજુ કોઈ ટુલ માફક નથી આવતું . . . હાં , પણ એકવાર અહીંયા હાથ બેસી જાય પછી કાઈ વાંધો નહિ 🙂
તો ચાલો , જયારે નિયમિત ન રહી શકો ત્યારે સ્વયં કાન પકડી લેજો 🙂
LikeLike
🙂
LikeLike
Congratulations for finishing first year! Keep coming with your interesting posts, we enjoy it 🙂
LikeLike
Thanks Saksharbhai . . . interesting posts come only , on the cost of interesting comments 😉 as you all enjoy through post but i enjoy at comments 🙂
just kidding . . . thanks for adoring 🙂
LikeLike
Congrats and I really like the way you described your 1st year….Way to go.. 🙂
LikeLike
Thanks Harsha , for being Part of my Journey . . . glad that you liked my blog & it’s style . & yes . . . A long way to go 🙂
LikeLike
Congratulations with the first year! 🙂
LikeLike
Thanks Bente 🙂 . . it’s a journey worth it .
LikeLike
એ હું આવ્યો અહીં મોડો મોડો 🙂
LikeLike
એ આવો આવો . . . બાપલીયાવ . . . ખમ્મા ઘણી , છેવટે કોસ્મીક કેઓસ’નું પેન્ડોરા પર આગમન થયું 🙂
જેમને વાંચતા વાંચતા . . . વાંચતા શીખ્યો , તેમની કમેન્ટ વાંચીને મન મોર બનીને નાચી ઉઠ્યું 🙂 આપનું સ્વાગત છે મારા નાનકડા બ્લોગ પર કે જેના ઉદભવ’નું બીજ આપને ત્યાંથી ઉડીને મારે આંગણે અંકુરિત થયું હતું અને જોતજોતામાં નાનકડો અને નમણો છોડ પણ બની ગયું !
હજુ પણ મારી પાસે આપના એ ” સ્ટ્રાઈકર ” કોલમ’નાં જુના લેખ ( ખાસ કરીને હોલીવુડ મુવીઝવાળા ) સચવાઈને રખાયા છે અને એ જ રીતે આપની આ કમેન્ટ પણ હૃદયના કોઈ ખૂણે સચવાઈ રહેશે . . . ફરીથી જરૂર પધારજો , જય સર ( બ્લોગ પર નહિ તો કમ સે કમ ઘરે તો જરૂર આવજો . . . હું પણ નાનકડા રાજકોટ’માં જ રહું છું 🙂 )
LikeLike
Congratulation Nirav
LikeLike
Thanks Bhattji Uncle 🙂 it’s a memorable journey . & again thanks for adoring .
LikeLike