ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , ,

Let the POST be loaded first for 2 to 3 minutes , as it contains lots of pictures . Enjoy 🙂

પહેલા ભાગમાં [ Link ] ફિલ્મોની વાત થઇ હતી . . . અને હવે આ ભાગમાં નવ ફિલ્મોની વાત છે . . . માટે તમારી ખાણી / ધાણી / પીણી‘ની વ્યવસ્થા કરી લેવા વિનંતી , પાછળથી કોઈ પણ ફરિયાદ સાંભળવામાં આવશે નહિ અને વેંચેલો માલ પરત રાખવામાં આવશે નહિ

હુકમ થી 😀

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

My Verdicts Ranging

😥 = 1 to 2 , 😦 = 3 to 4 , 😐 = 5 to 6 ,

🙂 = 7 , 😀 = 8 , 😎 = 9 , 😆 = 10

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Our Side { Bollywood }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

7} I, Me aur Main , 2013

ઇશાન [ જ્હોન ] , ‘ સ્વ ‘નાં રૂપ અને ગુણમાં પાગલ એક મહત્વકાંક્ષી યુવક હોય છે [ થોડે ઘણે અંશે બધા હોય જ છે , હું પણ છું 😉 ] અને તે અનુષ્કા [ ચિત્રાંગદા ] સાથે લીવ – ઇન માં રહેતો હોય છે . . . પણ બધી જવાબદારીઓથી દુર અને સુખી ! ધીમે ધીમે બંનેનાં સંબંધોમાં તિરાડ પડે છે અને તેઓ છુટા પડે છે , તે દરમ્યાન ઈશાનનાં કેરિયરનાં પણ વળતા પાણી થાય છે અને તેને એક સામાન્ય ફ્લેટમાં રહેવા આવવું પડે છે . . . કે જ્યાં તેની મુલાકાત બટકબોલી અને આત્મવિશ્વાસથી ભરેલી પોતાના પગ પર ઉભી એવી ગૌરી સાથે થાય છે [ આપણે સૌ પણ પગ પર ઉભા હોઇએ જ છીએ  પણ એક સમય એવો આવે છે કે જ્યારે બીજી વાર એ જ પગ પર ઉભા થવું પડે છે 😉 ] , અને તે ઈચ્છા / અનિચ્છાએ અજાણપણે તેના તરફ ખેંચાતો જાય છે અને આ તરફ અનુષ્કાને ખ્યાલ આવે છે કે તેણી પ્રેગનેન્ટ છે , અને . . .

ઘણી સારી ફિલ્મોમાં આસી. ડીરેક્ટર રહી ચૂકેલ , કપિલ શર્માનું મધ્યમ દિગ્દર્શન . જ્હોન / ચિત્રાંગદા / પ્રાચીમાંથી , પ્રાચીનું ઉમદા પરફોર્મન્સ . એઝ યુઝવલ જ્હોન , ઘણા ઊંડાણવાળા અને પરિપક્વ દ્રશ્યોમાં હાંફી જાય છે 😦 પણ પ્રાચી થકી ફિલ્મના ક્યારેક બોરિંગ અને બોઝિલ વાતાવરણમાં સ્પાર્ક આવે છે . ફરીથી ફિલ્મ પૂરી થવા આવે ત્યાં સુધી કઈ એવું ખાસ નથી પણ છેલ્લે જે ટ્વિસ્ટ તેમણે ફિલ્મને આપ્યો તે મને ગમ્યો , તે બદલ એક સ્ટાર વધુ તેમના માટે 🙂

1 લીવ – ઇન / લગ્નસંસ્થા / દ્રિતીય નજરે થતો પ્રેમ/ જવાબદારી / ઉછેર . . . આ બધી નાની નાની અને નાજુકલી બાબતો વિષે ફિલ્મ હળવું અજવાળું પાડે છે . . . માટે , એક્સ્ટ્રા બલ્બ લઈને ફિલ્મ જોઈ નાખો 🙂

અને હાં , જ્હોન અને પ્રાચી વચ્ચે 16 અને ચિત્રાંગદા અને પ્રાચી વચ્ચે 12 વર્ષનો ગેપ છે . . . [ વાચક : તો મારે શું ? 😀 ] , અને હાં , પેલો રાઈમા સેનનો ‘કેમિયો’ ખરેખર બોગસ છે .

Verdict : 😥 < 😦 < [ 😐 ] < 🙂 < 😎 < 😀 < 😆

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

8} ABCD (Any Body Can Dance) , 2013

ફિલ્મ મસ્ત છે એમ આપણે ક્યારે કહી શકીએ ? . . કે જયારે તેનું મ્યુઝીક સરસ હોય ? , કે જયારે તેની એક્શન સિક્વન્સ સરસ હોય ? કે તેના લોકેશન્સ સરસ હોય ? . . કે તેમાં કોઈ સુપરસ્ટાર અને મેગાહિરોઇન હોય ત્યારે ? . . . આ બધા પરિબળો ક્યારેક થોડોઘણો હાઈપ ઉભો કરી શકે છે પણ ઘોડે ચડીને આવતો અસલી વરરાજો તો હંમેશાથી ” વાર્તા ઉર્ફે સ્ટોરી ” જ રહી છે ” અને તેમાં અદભુત જીવ નાખી દેતા કલાકારો અને તેમના હાવભાવ અને અંગભંગિમા [ અંગભંગિમાબોડી લેન્ગવેજ , યુ સી . . તમે શું સમજ્યા ? માં અંગ ભાંગી નાખે એમ 😉  ] . . . . કે જે અહીંયા ABCD માં આ ભવે તો શું આવતા જન્મે પણ તમને નહિ મળે :। . . . કોઈ જ પેટર્ન નહિ અને કોઈ જ જકડી શકે તેવો ડ્રામા નહિ . . . પ્રભુદેવા એક્ટિંગમાં એટલો ફાલતું લાગે છે કે તમને ત્યારે બાજુમાં જ નાનકડી એક્ટિંગ કરતો ગણેશ આચાર્ય પણ સારો લાગવા માંડે 😉

ABCD

બેઝુબા ” સોંગ મસ્ત છે , માટે થોડી “રાહત” રહી , પણ બાકીમાં “ફતેહ અલી ખાન” ન થયું ❗

No story + no subplots + poor direction + worst actors & finally predic’table’ table 😉

Verdict : [ 😥 ] < 😦 < 😐 < 🙂 < 😎 < 😀 < 😆

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

9} Mohan Joshi Hazir Ho! , 1984

nfdcનું વધુ એક ઉતમ નિર્માણ એટલે , મોહન જોશી હાજીર હો . . . ફિલ્મનો મુખ્ય વિષય . . મુખ્ય પ્રકાશ પડ્યો છે . . . પાંચ સેમી ની ચ્યુંઈંગ ગમમાંથી ખેંચાઈ ખેંચાઈને પાંચ કિલોમીટરનાં બની ચુકેલા , ભારતનાં ન્યાયતંત્ર પર . . . 100 – 125 વર્ષોથી ઉભેલી ખખડધજ ચાલના રીપેરીંગ માટે એક , નિવૃત થઇ ચૂકેલું યુગલ કોર્ટમાં ઘા નાખે છે અને શરુ થાય છે . . . ક્યારેય ન પૂરો થવાવાળો સંઘર્ષ . . . એક સામાન્ય માણસ માટે .

મકાનમાલિક , તે યુગલને ચિત્ર વિચિત્ર કેસમાં ફસાવ્યે રાખે છે અને યુગલના વકીલ પણ એક ટેબલ ખુરશીમાંથી , એક વિશાળ ઓફીસ બનાવી લ્યે છે , પણ કેસ તો ચાલીની જેમ જ “જુનો અને જાણીતો” થતો જાય છે { અમારે રાજકોટમાં ય ગોરધનભાઈ ચેવડાવાળા જુના અને જાણીતા છે 😉 }

અદભુત અને ખરેખર અભિનય કરી જાણતા કલાકારોનો શંભુમેળો . . . ફિલ્મમાં મોહન જોશીનો રોલ નિભાવતા ભીષ્મ સાહની  બલરાજ સહાનીનાં ભાઈ થાય / સઈદ અખ્તર મિર્ઝાનું સુંદર દિગ્દર્શન . . . અને મારા પ્રિય કલાકારોમાંના દીના પાઠક , દીપ્તિ નવલ , અમજદ ખાન , રોહિણી હ્ત્ગંડી , નસીરુદ્દીન શાહ અને સતીશ શાહ તો ખરા જ 🙂

Verdict : 😥 < 😦 < 😐 < 🙂 < [ 😎 ] < 😀 < 😆

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

10} Chashme Baddoor , 2013

ક્લાસિક્સની પતર ઠોક્વાની ફેક્ટરીમાંથી નીકળ્યો , હજુ એક ચાઇનીઝ માલ , એટલે ડેવિડ ધવનની ” ચશ્મે બદ્દૂર ” . . . એવું નથી કે ડેવિડ ધવનની ફિલ્મો મને ક્યારેય નથી ગમી { મારા ફેવરીટ ફીલ્મોમાનું એક : હસીના માન જાયેગી 🙂 } પણ અહીંયા ” ચશ્મે બદ્દૂર “ની રીમેક બનાવતા બનાવતા , તેમણે ‘ ચશ્મે લંગુર ‘ બનાવી નાખી છે 😉 . . . . સ્ટોરીમાં નજાકત તો જાણે હવા જ થઇ ગઈ છે !

Cheek massage !

Cheek massage !

ત્રણેય મિત્રોનાં પાત્રમાંથી સિદ્ધાર્થ તો ખરેખર હથોડો લાગે છે [ ચહેરાના ચિત્ર વિચિત્ર હાવભાવ આપીને ]. . . દીવ્યેંદુ ક્યારેક થોડી ઘણી મુસ્કાન આપી જાય છે [ તેની ચીલાચાલુ શાયરીઓથી ] અને અલી ઝફર પણ વધુ પડતી સ્માઈલ આપવામાં જ સમય વેડફે છે . . . અને ” તાપસી પન્નું ” તો જાણે બે પહેલવાનોને ભાંગીને બનાવી હોય તેમ રોલર ફેરવતી જાય છે  [ ફરીવાર નજાકતની હજામત ! – બાય ધ વે : મને તો તાપસી ગમે છે અને મારી પાસે તેના ઘણા વોલપેપર પણ છે , પણ અહીંયા મજા ન આવી અને તાપસી પન્નું’નો પન્નો ટૂંકો પડ્યો ! ]

Verdict : [ 😥 ] < 😦 < 😐 < 🙂 < 😎 < 😀 < 😆

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

11} Nautanki Saala! , 2013

રામ પરમાર [ આયુષ્માન ] એક નાટ્યકર્મી હોય છે ! અને પરોપકારી પણ . . . અને એક દિવસ મંદારને [ કુનાલ રોય કપૂર  ] મૃત્યુના મુખમાંથી બચાવીને પોતાના મુખમાં લઇ લે છે મતલબ કે પોતાની દુનિયામાં લઇ આવે છે 😉 . . . અને ધીમે ધીમે તેની લાઈફ સેટ કરતા કરતા , તેની વિખાતી જાય છે અને જાણે અજાણે બનતી પણ જાય છે !

4 ફિલ્મની હરેક ફ્રેમ અને રેમ [ મેમોરેબલ મોમેન્ટસ ] માં આયુષ્માન છવાયેલો છે અને તેની બોર્ડર પર કુણાલ કપૂર રોય 😉 . . . ફિલ્મ એકંદરે મોજે મસ્તરામ છે અને નાની મોમેન્ટસ ઉર્ફે ક્ષણોની મજા જ કઈક અલગ છે 🙂 . . . અને આયુષ્માને સીન્ગેલા મતલબ કે ગાયેલા ગીતો તો તમે જાણો જ છો કે ધુન્તાનાના કરવા માટે ઈનફ ઉર્ફે કાફી છે 🙂

પણ બૌદ્ધિક રીતે મૂલવવા જઈએ તો ફિલ્મમાં સ્ટોરી છે જ નહિ અને બસ ધકેલ પંચા દોઢસો જ કર્યે રાખે છે , સ્ટોરી પણ ફિલ્મ ” Apres Vous ” માંથી પ્રેરિત ❗ છે [ અથવા તો ઉઠાંતરીત છે ]. . . પણ જેમ અગાઉ કહેલ તેમ , નાની નાની મોમેન્ટસ મજાની છે . . . જેમ કે ,

1] પેલી હોસ્પિટલની નર્સ કે જે શું બોલે છે તે સમજાતું જ નથી અને બાજુવાળો તે જ મીનીટે તેનું ટ્રાન્સલેશન કરી આપે 😉 અથવા

2] તો જ્યારે સોફાની બાજુમાં આયુષ્માન અને તેની પ્રેમિકા વાતો કરતા હોય છે , ત્યારનું હાથવાળું દ્રશ્ય !

3] અને પેલો દખ્ખણનાં ઉચ્ચારવાળો મેનેજર 😉

5 ફિલ્મના બે પાત્રોમાં , એક કુણાલ રોય કપૂર કે જે એકદમ ડલ , ડફોળ અને ચમનની ભૂમિકામાં એકદમ ધાંસુ અભિનય કરે છે ત્યાં જ બીજી ભૂમિકામાં નંદીનીની ભૂમિકામાં પૂજા સાલવી એકદમ નવશીખી અને સીલી લાગે છે { She Lee , નહિ હોં } શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બાઘા જેવી . . .

[ આમેય છોકરાઓને આંટા વગરની છોકરીઓ જલ્દી પસંદ આવે છે 😀 અને પાછું જોવા જેવું પણ ખરું કે તેવી છોકરીઓ ખુબસુરત પણ હોય છે { મુર્ખ છોકરીઓ મુજ મૂર્ખને ક્ષમા કરે ! } ]

Verdict : 😥 < 😦 < 😐 < [ 🙂 ] < 😎 < 😀 < 😆

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

12} Jolly LLB , 2013

આ કહાની છે , જોલીની અને તેના જોલીવેડાની 😉 . . . ડીસ્ટ્રીકટ કોર્ટમાં વકીલ તરીકે સતત નિષ્ફળ જતા આખરે તે દિલ્હીની વાટ પકડે છે . . . પણ અહીંયા તો તેને કેવી કેવી રીતે પૈસાનો જુગાડ કરવો પડે છે , તે તો તમે આતંકવાદીઓની પહેચાનનું એક દ્રશ્ય જોશો ત્યાં જ ખ્યાલ આવી જશે 😉

એક હીટ & રન કેસમાં તે પ્રખ્યાત વકીલ રાજપાલને ધુંવાધાર દલીલો કરતા જુએ છે , ત્યારે મનોમન તે અભિભૂત થઇ જાય છે અને કશીયે તક નાં મળતા આખરે તે જ કેસ જ્યારે બંધ થઇ ચુક્યો હોય છે ત્યારે PIL કરી નાખે છે . અને તે સાથે જ એક સાક્ષી તેને મળવા આવે છે અને કેસમાં તેનો સાથ દેવાનું કહે છે . જોલીને તો હવે રાજપાલને હરાવવાના અને તે બહાને પ્રસિદ્ધ થઇ જવાના સપના આવવા માંડે છે , પણ . . . પિક્ચર અભી બાકી હૈ દોસ્ત . . . અને જોલીના એક પછી એક , એમ બધાય પાસા અવળા પાડવા માંડે છે અને તેની પથારી ફરવાની જ તૈયારી હોય છે ત્યાં . . . .

ફિલ્મ આપણને એકદમ જોલીગુડ ફેલો ફિલ કરાવી દે તેવું સિમ્પલ અને સોબર છે [ ગુજરાતીમાં કહીએ તો : સાદું અને દાદુ ! ] . જાણે અર્શદ વારસી અને બોમન જેવા કેટલાકને અભિનય શીખવાડવો જ ન પડે . . તેટલા કુદરતી અને ધાંસુ અને બીજાઓ આખી જિંદગી આપણી પતર ખાંડવા માટે હીટ ઉપર હીટ આપ્યે રાખે 😦

ફિલ્મમાં અર્શદ વારસી અને બોમન ઈરાની હોય ત્યારે બીજા કોઈની જરૂર પડે ? . . . નાં , પણ છતાં જલસા પાડી દ્યે તેવા ” જજ “નાં રોલમાં સૌરભ શુક્લા પણ મેદાન મારી જાય છે અને નાના નાના ચરિત્ર રોલ્સ કરતા કલાકારોની તો અહીંયા ફોજ જ છે [ રમેશ દેવ , સંજય મિશ્રા , મોહન અગાશે , મોહન કપૂર અને મનોજ પાહવા ] , હાં અમૃતા રાવનો રોલ કોઈ એવો ખાસ નથી પણ અહીંયા તેણીને જે રીતે અત્યંત સાદી અને અદભુતા દેખાડી છે તે જોતા “વિવાહ”ના દિવસો યાદ આવી ગયા 🙂

ગીત / સંગીત માં , ” ચલો સનમ અજનબી બન જાયે ” ને બાદ કરતા કઈ દમ નથી અને તેને અદભુત રીતે તો યુવરાજભાઈએ વિસ્તૃત કર્યું જ છે , [ અહીંયા ] . ફિલ્મમાં નાની નાની ક્ષણો અને ભાવવાહી દ્રશ્યોનો પાર નથી અને તેનાં માટે જવાબદાર છે , દિગ્દર્શક સુભાષ કપૂર [ ફસ ગયા રે ઓબામાનાં , દિગ્દર્શક ]

મસ્ત અને અલમસ્ત દ્રશ્યોમાં :

4 1] જજ , જ્યારે જોલીને એફિડેવિટનાં કેટલા કેટલા સ્પેલિંગ ખોટા છે , એ ગણાવે છે ત્યારે { અપીલ ને બદલે એપલ , પ્રોસીક્યુશન ને બદલે પ્રોસ્ટીટ્યુશન . . . અને એ બહાને ન્યાયતંત્રને સ્હળી પણ કરી લીધી 😉 }

2] નજીકના નંબર હોય તો પણ , મોબાઈલ પર મેસેજ કર્યા કરતો જજ 3] યે કોર્ટ હૈ , નૌટંકી નહિ 😀

4] વારેઘડીએ જજનો હથોડો ખોવાઈ જવો અને સતત ચા માંગ્યે રાખવી !

5] જજ [ સૌરભ શુક્લા ] રીસેસમાં જમતો હોય છે ત્યારે એક સાથે ઓડકાર ય ખાય છે અને વાછૂટ પણ કરતો જાય છે પણ જમવાનું મુકતો નથીઆ એક પ્રકારનો કટાક્ષ જ છે , સમજી શકો તો .

6] વિટનેસ માટે એડવાન્સ નોટીસનું તિકડમ !

સોલીડ દ્રશ્ય : જોલી જ્યારે એક મથામણમાં હોય છે અને ચાલતા ચાલતા એક પુલ નીચેના નાળાની દીવાલ પર પેશાબ કરવા જતો હોય છે . . . ત્યાં જ એક મજુર પરિવાર તેને રોકતા કહે છે : સાહેબ , તમે જરા આઘા જઈને કરશો . . . અહીંયા અમારી સુવાની જગ્યા છે ! . . અને જોલી [ અર્શદ વારસી ] ની આંખો ફાંટી રહી જાય છે અને દિમાગ સુન્ન 😦  – નિર્વિવાદ રીતે મારા તરફથી વર્ષ 2013નું સૌથી ધાંસુ દ્રશ્ય . . . ઘડીકવારમાં આત્માને અડીને આંખોમાંથી OUTPUT સ્વરૂપે બહાર !

સોલીડ ડાયલોગ : જો આ કેસ છ મહિના હજી ચાલ્યો તો , હીટ & રનની ગાડી લેન્ડક્રુઝર નહિ પણ એક ટ્રક હતી તેમ સાબિત થઇ જશે

Verdict : 😥 < 😦 < 😐 < 🙂 < 😀 < [ 😎 ] < 😆

અને કૈલાશ ખેરની ગાયેલી પેલી પંક્તિઓ : નમાઝ બક્ષવાને ગયે થે ઔર , રોઝે ગલે પડે ગયે !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

13} Commando , 2013

કમાન્ડો . . . એટલે ? . . . , મતલબ કે એવો ગાંડો કે જેના હાથમાં કમાન હોય 😉 . . . ફિલ્મની સ્ટોરીમાં તો એક છોકરીને / કન્યાને / બાળાને [ પૂજા ચોપરા – પછી ભલે ને તેણીએ ચોપડાઓની પૂજા કરી ન હોય !  ] તથાકથિત ગુંડાઓથી બચાવવા પરાણે મેદાનમાં કુદી પડતો હીરો [ વિદ્યુત જામવાલ – કે જેના કરંટથી ભલભલાના વાલ ( વાલ્વ ) જામ થઇ જાય ! ] . . . અને ધીમે ધીમે કરતા એક એક કરીને બધાયની પથારી ફેરવી નાખે !!

મતલબ કે , બે પ્રકારની ચા [ ટી / Tea ] અહીંયા જોવા મળે . . . 1] ધબધબા”ટી” અને 2] બ્યુ”ટી” { હિરોઈન તો ખરી જ , પણ હિમાચલનું પ્રાકૃતિક સૌન્દર્ય ભૂલી જાવ તે કેમ ચાલે  😉 } . . . બીજું સામાન્ય ભારતીયને જોઈએ પણ શું !!! અને ફિલ્મ હીટ અને સિકવલની પણ ઘોષણા !

1 વિદ્યુત જામવાલનું ફીઝીક સોલીડ છે અને બધા જ સ્ટંટ તેણે જાતે જ કર્યા છે . અક્ષય કુમાર બાદ અને કદાચિત તેના કરતા પણ વધુ સ્ફૂર્તિવાળો કલાકાર . . . થોડા હાવભાવ અને સંવાદો પર પકડ જવાવે તો આગળ વધવાની ઉજ્જવળ શક્યતા { એક ડાયલોગમાં , પૂજા તેને અમથી નથી કહેતી કે ” તારો ચહેરો ઈસ્ત્રી કરેલો લાગે છે “ 😉 } . . . અને પૂજા ચોપ્રામાં બબલી હિરોઈન બનવાના બધા જ ગુણ છે એટલીસ્ટ કેટરીના કરતા તો વધુ જ ! . . . હા , બાકી બધામાં નાહી નાખવું ❗ . . . અને પેલો ધોળી આંખોવાળો વિલન તો ભૂલાય જ કેમ હોં રાજ . . . { જયદીપ આહલાવત – ગેંગસ ઓફ વાસેપુરમાં મનોજ વાજપાઈનો પિતા બનેલ તે કલાકાર }

Verdict : 😥 < 😦 < [ 😐 ] < 🙂 < 😎 < 😀 < 😆

અને હાં , અદભુત ફિલ્માવાયેલું તે ગીત . . . ” સાવન બૈરી ” . . . Superb

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

14} Aashiqui 2 , 2013

2 શિખરને હંમેશા તળેટીનું આકર્ષણ હોય છે અને તળેટીને હંમેશા શિખરનું . . . બંને એક જ પરિવર્તનમાંથી પસાર થાય છે , પણ આખરે કોઈ એક પોતાની ઓળખ ગુમાવી દે છે અને બીજો અન્ય પરિવર્તનમાંથી પસાર થાય છે . . . ખેર , આવું દહીં તો મગજમાં જામતું જ રહે છે ! સ્ટોરી તો આપને ખ્યાલ જ હશે . . . રાહુલ જયકર , એક અત્યંત સફળ પણ હવે એક નિષ્ફળ ગાયક હોય છે અને દારુ અને અંધાધુંધી તેના બે શોખ બની ગયા હોય છે . . . પણ , એક દિવસ એક બારમાં તેની નજર પડે છે , ત્યાં ગીત ગાતી આરોહી [ શ્રધ્ધા કપૂર . . . આઉ લોલિતા 😉 ] પર . . . અને તેણીની આંખોમાં અને અવાજમાં તેને ફરી પોતાનું વિસારે પાડી દીધેલું લક્ષ્ય દેખાય છે . . . અને શરુ થાય છે , સફર . . . સંઘર્ષની , સફળતાની અને પ્રેમની . . . દરકારની અને બેદરકારની . . . સમર્પણની [ આરોહી ] અને પણ’ની [ રાહુલની દારુની ટેવની ] !

3 ફિલ્મનું મુખ્ય આકર્ષણ મહતમ ( 95 % ) તેના ગીતો જ છે , જો તેની બાદબાકી  નાખીએ તો ફિલ્મનો પ્રાણ જ ઉડી જાય , પણ પાછું એમ સાવ કાઈ નથી . . . પૂરી ફિલ્મમાં બંને મુખ્ય પાત્રો જ  છવાયેલા છે . . . એ રીતે જોઈએ તો આદિત્ય અને શ્રદ્ધા તેમને ફાળવેલા અને તેમનું ચિત્રણ કરતા પાત્રોમાં ઘુસી જાય છે . . . શ્રદ્ધા એક સીધી સાદી અને આંખોમાં કઈક આશા લીધેલી અને આદિત્ય બેફીકર અને કૈક ન કળી તેવો ! { મેં પહેલા જ કહેલું કે આ ફિલ્મનું પ્રબળ આકર્ષણ મારા માટે શ્રધ્ધા જ છે અને હું શ્રધ્ધાળુ છું 😉 હાં , તેણીની Luv ka the End પણ મસ્ત છે , જોઈ નાખજો .}

પણ , ફિલ્મનું એડીટીંગ મને સાવ બોગસ લાગ્યું . . . એક દ્રશ્યમાંથી બીજા દ્રશ્યમાં જતા ફિલ્મ ઘણા સમયે ડચકા ખાય છે , અને તેની અસર સીધી જ બંને કલાકારો પર પડે છે અને સરવાળે તેઓ પણ ક્યાંક ક્યાંક ડચકા ખાય છે ! , જેમ કે બંને જયારે પહેલી વખતે મળે છે ત્યારે . . . તે દ્રશ્યમાં કાઈ જ અપીલિંગ ( મનમોહક ! – એટલીસ્ટ , મને તો ન જ લાગ્યું ) ન હતું . . . ગીતો વિષે તો હું પહેલા જ કહી ચુક્યો છું કે આ પ્રીતમ’રૂપી દાઢીબાવાએ શું સંગીત આપ્યું છે અને એક એક ગીત માટે શું અવાજ નક્કી કર્યા છે [ તુલસી કુમાર’ને છોડીને ! ] . . . ગાભા કાઢી નાખ્યા ! મારા ને મારા કમ્પ્યુટર બેઉ નાં 🙂 . . . અરિજિત સિંહ / અંકિત તિવારી / કે કે /  મુસ્તફા ઝાહીદ અને શ્રેયા ઘોષાલ . . . મારું પ્રિયતમ માં પ્રિયતમ : સુન રહા હે તું & તુમ હી હો .

ચાલુ ફિલ્મે મને આવેલા ચાલુ વિચારો :

1] નિષ્ફળતાનો પણ એક નશો હોય છે { જેમને વ્યસન નથી તેમને ખ્યાલ નહિ આવે ! }

2] અટકેલ હોય , ભટકેલ હોય તો ચાલે . . . પણ , ” ફટકેલ ” તો નહિ જ ! { જેમને ભટકાણા હશે તેમને ખ્યાલ હશે ! }

3] આપણને સૌથી વધુ ઠેંસ નજીકના લોકો જ પહોચાડી શકતા હોય છે { કારણકે તેમના પગ નજીક હોય છે ! }

4] જાગવાની પણ એક ક્ષણ હોય છે { પણ મને દુ:સ્વપ્નો ખુબ જ પસંદ છે ! }

Verdict : 😥 < 😦 < 😐 < [ 🙂 ] < 😎 < 😀 < 😆

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

15} Go Goa Gone , 2013

ભારતની પહેલી ઝોમ – કોમ  . . . અને ખરેખર નિશાના પર 🙂 . . . ડીરેક્શન મારા પ્રિય ડીરેક્ટર્સ ડ્યુઓ [ દિગ્દર્શક યુગલ ! ] ક્રિશ્ના ડી કે અને રાજ નીદીમોરુ‘નું . . { કે  જેમના અગાઉના મુવીઝ 99 અને શોર ઇન ધ સીટી પણ મોજે મસ્તરામ હતા . } . . . ત્રણ મિત્રો ગોવામાં મોજ કરવા જાય છે અને નજીકના ટાપુ પર ઝોમ્બીઓ વચ્ચે સલવાઈ જાય છે અને શરુ થાય છે ધડબડાટી . . . મસ્તી’ની અને વાટ લાગવાની 😉

d

સુપર્બ સ્ટારકાસ્ટ . . . સુપર્બ વન લાઈનર્સ . . . અને  સુપર્બ એક્ટિંગ . . , બધાની એટલે બધાની ! . . . બધાયમાં મેદાન મારી જાય છે , કુણાલ ખેમુ . . . કે જેણે અહીંયા ડાયલોગ્સ લખવામાં અને તેને ધાંસુ રીતે બોલવામાં પણ હાથ માર્યો  છે . . . બીજે ક્રમે સંયુક્ત રીતે આવે છે . . . વીર દાસ અને આનંદ તિવારી { વીર દાસ અહીંયા થોડોક ઢીલો લાગે છે , થોડોક જ ! , અને મુખ પરના હાવભાવ તો , આનંદ તિવારીના જ :mrgreen:} . . . પૂજા ગુપ્તા મીઠડી અને કાનુડી લાગે છે 🙂 [ Boys will be always boys 😉 ]

go-goa-gone

અને સૈફ પણ આચાર / વિચાર અને ઉચ્ચારમાં અદ્દલ રશિયન જ લાગે છે ! . . . હાં , પણ ઇન્ટરવલ પહેલા ફિલ્મ જેટલી ચબરાક અને ચાલક હતી , તેટલી ઇન્ટરવલ બાદ નથી . સ્ટોરી ત્યારબાદ એક રૂટીન પકડી લ્યે છે અને 10 થી15 મિનીટ લંબાઈ વધી જાય છે . . . પણ , ફિલ્મ અનેક બાબતોમાં મેદાન મારે છે ; જેમ કે સચિન / જીગરનો બેકગ્રાઉન્ડ સ્કોર કે પછી અફલાતુન કેમેરાવર્ક { પૂજા ગુપ્તા ઉપરાંત , ટાપુને પણ અત્યંત મસ્ત દેખાડ્યો છે ! – ડેન મેકઆર્થર } . . . ઝોમ્બીઓનો સોલીડ મેકઅપ – Sean Genders / Tom Luhtala / Sonam chandna . . . ફિલ્મના ગીત પણ જબરદસ્ત છે { બ્લડી મંડે – સોલીડ , બાબાજી કી બુટ્ટી – મનમોહક અને ખુશ્મદીદ – શાંત ઝરણું }

. . . . અને છેલ્લે , છોકરાઓનું એક અલગ જ જગત હોય છે કે જેમાં તેમની એક અલગ જ મસ્તી , બેફિકરાઈ અને અલ્લડતા હોય છે . માટે જ એક છોકરીને કદાચ છોકરાઓના ગ્રુપમાં મોજ આવી શકે પણ એક છોકરાને ,છોકરીઓનાં ગ્રુપમાં નહિ !

c

🙂 What do we know ? What have we learnt ? 🙂

બાબાજીમાં માનતા નશેડીઓ માટે : { My Favorite 🙂 }

બાબાજી કી જય હો , જય હો બાબાજી કી . . . યહાં અમીર ગરીબ મેં કોઈ ભેદ નહિ હૈ !

બાબા કે સીધે પ્રસારણ મેં રુકાવટ તો હૈ મગર , રુકાવટ કે લિયે સાલા કોઈ ખેદ નહિ હૈ 😀

Verdict : 😥 < 😦 < 😐 < 🙂 < [ 😎 ] < 😀 < 😆

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Winner : Jolly LLB / Matru ki Bijlee ka Mandola / Leela

Looser : ABCD / Race 2 / Chashme baddoor /

Pleasant Watch : Mere dad ki Maaruti / Nautanki saala / Go goa gone

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

1} અને કાનુડી “પરીણીતી” પાછી ફરી છે . . . ફરી ચુલબુલા અંદાજમાં . . . ” Shuddh Desi Romance

2} રીચા ચઢઢાના નામ સાથેના સર્ચ પરથી , અચાનક  મળી આવેલો વિડીઓ . . . સેન્સર બોર્ડની શું ફીરકી ઉતારી છે 😀 . . . થોડીક હાર્ડ લેન્ગવેજ છે [ જરા સંભાળીને ! ]

3} Official Trailer : Bhaag Milkha Bhaag