ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


Exif_JPEG_420 સંપાદક શ્રી પ્રકાશભાઈ વેગડે અસંખ્ય ગુજરાતી / બંગાળી / હિન્દી અને અંગ્રેજી ગ્રંથ , પુસ્તક , સામયિકો અને સંદર્ભ સુચીઓનો આશ્રય લઈને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના જીવનની એ હળવી અને રમૂજથી ભરપુર બાજુ આપણી સમક્ષ ગુજરાતી ભાષામાં મુકવાનો પ્રયાસ કર્યો છે કે જે પહેલા ક્યારેય ઉપસ્થિત નહોતી .

આ પુસ્તકમાં ગુરુદેવ ટાગોરની એક કવિ , ચિત્રકાર કે પછી મહાન દાર્શનિક છબીથી હટીને , તેમની એક અત્યંત મનમોહક અને ખુશનુમા છબી આલેખાઈ છે કે જે તમારી તેમની પહેલી ઝલકથી લઈને માંડીને અત્યાર સુધીની સાંભળેલી બધી જ દંતકથાઓને એક નવા જ કોણથી આલેખશે . તેમની ટૂંકી વાર્તાઓ , પત્રાવલીઓ , પ્રહસનો , નિબંધ , પ્રવાસવર્ણનો અને કવિતાઓમાંથી તારવેલા આ અંશો છે .

નવી તેમજ જૂની પેઢીને . . . એક હાસ્ય અને સહજતાથી તરબોળ રવીન્દ્રનાથ ટાગોરનો વધુ ને વધુ પરિચય થાય તે હેતુથી આ પોસ્ટ રજુ કરું છું . અને આટલું સાદું , સુંદર અને સહજ પુસ્તક તૈયાર કરવા બદલ પ્રકાશભાઈ વેગડનો આભારી છું . તો માણીએ થોડા અંશો કે જે મને ટચી ગયા ! મતલબ કે સ્પર્શી ગયા 😉 . . . તો ચાલો ફરી રવીન્દ્ર્સફરે . . .

આ પહેલાની રવીન્દ્ર સફરના પગથીયાઓ :

1} ચાલો રવીન્દ્ર સફરે . . ! – પ્રથમ પગલું  2} ચાલો રવીન્દ્ર સફરે . . ! – દ્રિતીય પગલું

3} ચાલો રવીન્દ્ર સફરે . . ! – તૃતીય પગલું 4} પાંદડે પાંદડે રવિ

5} રવીન્દ્રનાથ સાથે વાંચનયાત્રા


વિક્ટોરિયા ઓકામ્પો સાથેનો વિનોદ

[ Page 15 / Chapter 1 – રવીન્દ્રનાથનો અસલી ચહેરો ]

Victoria Ocampo

Victoria Ocampo / વિક્ટોરિયા ઓકામ્પો

એક દિવસ ટાગોરના કહેવાથી ઓકામ્પોએ પ્રખ્યાત ફ્રેંચ કવિ ‘ બોદલેર ‘નાં ” Invitation & Voyage ” કાવ્યનો અંગ્રેજી અનુવાદ કરી સંભળાવ્યો . ત્યાં તો રવિબાબુએ હસીને કહ્યું : મને તારો આ ફર્નીચર કવિ નાં ગમ્યો ! ઓકામ્પો હસી પડ્યા . તેમણે કહ્યું કે : મારો અનુવાદ એટલો ભયંકર હતો કે તેણે ફ્રાન્સના એક મહાન કવિને ‘ ફર્નીચર કવિ ‘ બનાવી દીધો ! ખરેખર ખરાબ અનુવાદ ક્યારેક ઘાતકી સિદ્ધ થાય છે !

Sitting in garden કવિએ વિદાય લીધી ત્યારે મેડમ ઓકામ્પોએ તેમને એક આરામખુરશી ભેટ આપેલી . એ કદીયે તેમનાથી વિખુટી પડી નહોતી . આજે પણ એ શાંતિનિકેતનનાં સંગ્રહાલયમાં સચવાયેલી છે . કવિશ્રી અવારનવાર તેનો ઉલ્લેખ કરતા . એક પત્રમાં તેમણે લખ્યું છે : હું તારી ખુરશીમાં દિવસે મોટા ભાગે ને રાત્રે તો એથીયે વધારે ખૂંચ્યો રહું છું . તારી એ ખુરશીએ બોદ્લેરના એ કાવ્યનું મને ઊર્મિસભર અર્થઘટન કરી આપ્યું , જેનું મેં તારી સાથે પઠન કર્યું હતું .


મૈત્રેયી દેવી

મૈત્રેયી દેવી

સ્વર્ગેર કાછાકાછી

[ Page 27 / Chapter 2 – રવીન્દ્રનાથનો પત્રવિનોદ ]

મૈત્રેયી દેવી પ્રત્યેના સ્નેહનું એક રમ્ય દ્રષ્ટાંત સ્વયં તેમના જ શબ્દોમાં માણીએ : ( મૈત્રેયીદેવી લિખિત સંસ્મરણોમાંથી )

તે દિવસે વિદાય લેતી વખતે તને નકામો ઠપકો આપ્યો . કશું મનમાં લાવીશ નહિ હોં ,  ડાહી છોકરી ! તું પાસે હોય છતાં ગુસ્સો બતાવવા માટે મારે શું ઘરના માણસોને બોલાવવા ! ! !


“જીવનસ્મૃતિ” અને “છેલેબેલા”માં વિનોદ

[ Page 32 / Chapter 3 ]

કાયદાના અભ્યાસ માટે જયારે રવીન્દ્રનાથને ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા ત્યારે , થોડા સમય માટે તેઓ લંડનમાં એક શિક્ષક દંપતી મી બેકરના પેઈંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા . તેમણે એ દંપતીનો પરિચય આપતા લખ્યું છે કે : તેઓ વિદ્યાર્થીઓને પોતાના ઘરે રાખીને પરીક્ષાઓ માટે તૈયાર કરતા . તેમના ઘરમાં નમ્ર અને યુવાન સ્ત્રી સિવાય બીજી એક પણ આકર્ષક વસ્તુ નહોતી ! આવા શિક્ષકોને શા માટે શિષ્યા મળી આવતા હશે એ સહેલાઈથી સમજાય જાય તેમ છે . એના જેવા માણસને સ્ત્રી કેવી રીતે મળી જાય છે તેનો વિચાર દયા ઉપજાવે તેવો છે . મીસીસ બેકરનો એક માનીતો કુતરો હતો .જયારે મી બેકર પોતાની સ્ત્રી પર ગુસ્સે થતા ત્યારે તેઓ પોતાની બધી રીસ એ  કુતરા પર ઠાલવતા , એટલે મીસીસ બેકરની લાગણીઓનું ક્ષેત્ર તે કુતરાને લીધે જરા વિશાળ થયું હતું .

– – – – – – – – – – – – – – – – – – – – – –

[ Page 32 / Chapter 3 ]

એક વાર તેઓ પોતાના ભાઈ જ્યોતીન્દ્રનાથની સાથે કુટુંબની જમીનદારી જોવા ગયેલા . “” એટલામાં એક વાઘ ત્યાં છે એવી ખબર આવી . એટલે જ્યોતીન્દ્રે પોતાની સાથે મને પણ તે વાઘનો શિકાર કરવાને લઇ લીધો . મારી પાસે કઈ હથિયાર પણ નહોતું ! જંગલમાં દાખલ થતા પહેલા અમે અમારા જોડાઓ બહાર મુક્યા અને ઉઘાડે પગે જંગલમાં પેઠા . છેવટે અમે વાંસની ઝાડીમાં ચાલવા લાગ્યા અને તેની કાંટા જેવી ડાળીઓ કાપીને બનાવેલ રસ્તે હું જ્યોતીન્દ્રની પાછળ લપાતો લપાતો ચાલતો હતો . છેવટે શિકાર થયો , પણ દેવયોગે જો એ વાઘે મારા પર પોતાનો પંજો ઉપાડ્યો હોત તો તેને મારવા મારી પાસે પગમાં જોડું પણ નહોતું !!


અપરિચિત ( 1914 )

[ Page 35 / Chapter 4 – ટૂંકી વાર્તાઓમાં વિનોદ ]

મારા પિતા એક કાળે ગરીબ હતા . વકીલાત કરીને તેઓ પુષ્કળ પૈસો કમાયા પણ એ ભોગવવાનો તેમને એક પણ પળનો સમય મળ્યો નહિ . મરતી વખતે તેમણે છુટકારાનો જે શ્વાસ મુક્યો એ જ તેમની પહેલી ફુરસદ હતી .

– – – – – – – – – – – – – – – – – – – – – –

પ્રાયશ્ચિત ( 1984 )

[ Page 42 / Chapter 4 – ટૂંકી વાર્તાઓમાં વિનોદ ]

સાધારણ માણસો તરફ અનાથબંધુ ખાસ અવજ્ઞાની નજરે જોતા હતા , કારણ કે એ લોકો અત્યંત સામાન્ય માણસો છે ; અને અસાધારણ માણસો પ્રત્યે તેમને બિલકુલ માન નહોતું , કારણકે તેમને ખાતરી હતી કે ” હું ધારું તો તેમના કરતાયે વધારે અસાધારણ બની શકું છું “ અનાથબંધુની ખ્યાતી , સુખસંપતી , સૌભાગ્ય વગેરે બધુયે દેશકાળથી પર અસંભવિતતાનાં ભંડારમાં ગુપ્ત હતું .

વિધાતાએ તેમને વાસ્તવરાજ્યમાં એક પૈસાદાર સસરો અને સુશીલ સ્ત્રીનું દાન કર્યું હતું .


યુરોપયાત્રિર ( 1891 )

[ Page 61 / Chapter 6 – નિબંધ , પ્રવાસ , કવિતા વગેરેમાં વિનોદ ]

અહીં રસ્તા પર ફરવાની મજા પડે છે . કોઈ સુંદર ચહેરો નજર પડે જ .શ્રીમાન દેશાનુરાગ માટે શક્ય હોય તો મને માફ કરે . માખણ જેવા સુકોમળ શુભ રંગ ઉપર જરા પાતળા ચળકતા હોઠ , પ્રમાણસર નાક અને લાંબી પાંપણોથી યુક્ત નિર્મળ નીલનેત્ર જોતા જ ઘરથી દુર હોવાનું દુખ દુર થઇ જાય . શુભેચ્છકો શંકાશીલ બનશે અને વિચારમાં પડશે . પ્રિય મિત્રો મશ્કરી કરશે , છતાં મારે એ વાતનો સ્વીકાર કરવો જ પડશે કે સુંદર ચહેરો મને સુંદર લાગે છે .

વિચારમગ્ન ગુરુદેવ ટાગોર

વિચારમગ્ન ગુરુદેવ ટાગોર

સુંદર હોવું અને મધુર રીતે હસવું એ જાણે મનુષ્યને આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવી શક્તિ છે . પરંતુ દુખની વાત છે કે મારા ભાગ્યે એ હાસ્ય આ દેશમાં મને ઘણા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે . કેટલીયે વાર રાજમાર્ગ પર જતા કોઈ નીલનયના પાન્થરમણિની બરાબર સન્મુખ આવી જતા જ તે મારા ચહેરા તરફ જોઇને હાસ્ય અટકાવી શકતી નહોતી . ત્યારે બુમ પાડીને કહેવાની ઈચ્છા થાય છે કે , સુંદરી મને હાસ્ય બહુ ગમે છે , પણ આટલું બધું નહિ . . . કે નીલાબ્જ નયની , હું તો કોઈ અંગ્રેજની જેમ અસભ્ય લાગે તેવું ટૂંકું ખમીસ અને વધારે પડતી લાંબી નેતરની ટોપલી જેવી ટોપી પહેરતો નથી . તો પછી આ હાસ્ય શું જોઇને ?


કાવ્યપ્રસુતી

[ Page 68 / Chapter 7 – રવીન્દ્રનાથના જીવનના હાસ્યપ્રસંગો ]

રવીન્દ્રનાથના ચિત્રોની એક પ્રદર્શની કોઈ શહેરમાં યોજાઈ હતી . આથી તેઓ નંદલાલ બોઝ અને આચાર્ય ક્ષિતિમોહન સેન સાથે ટ્રેનમાં જઈ રહ્યા હતા . એકાએક તેઓ મનોમન કોઈ ગીતની ધૂન ગણગણવા લાગ્યા . એ જોઇને બંને મિત્રોને ખ્યાલ આવી ગયો કે તેમને કાવ્યસ્ફૂરણા થવા લાગી છે . આથી તેમને ખલેલ ન થાય એ આશયથી બંને જણા એક પછી એક ધીરેથી બાથરૂમમાં ચાલ્યા ગયા . થોડી વારમાં આવ્યા ત્યારે કવિએ મલકાતા કહ્યું : તમે અહી નહોતા એ દરમ્યાન મને કાવ્યપ્રસુતિ થઇ ! ” અમને ખબર છે ” ક્ષીતીબાબુએ હસતા હસતા કહ્યું , ” પ્રસુતીવેળાએ પુરુષોની હાજરી નિષિદ્ધ હોઈ અમે બાથરૂમમાં ચાલ્યા ગયેલા ! “ એ સાથે ત્રણે જણ ખૂબ હસ્યા .

– – – – – – – – – – – – – – – – – – – – – –

ઝેર

[ Page 70 / Chapter 7 – રવીન્દ્રનાથના જીવનના હાસ્યપ્રસંગો ]

ગાંધીજી 1925માં શાંતિનિકેતન ગયેલા ત્યારે રવીન્દ્રનાથે તેમના સન્માનમાં પ્રીતિભોજન યોજ્યું હતું . અલબત ગાંધીજીનો આહાર જુદો હતો , તેમ છતાં રવિબાબુની થાળીમાં પુરીઓ જોઈ તેમણે ટકોર કરી : તળેલી પુરીઓ ઝેર થઇ જાય છે !

ટાગોરે હસીને કહ્યું કે : એ ઝેર ઘણું ધીમું હોવું જોઈએ ! હું મારી આખી જિંદગી પૂરી ખાતો આવ્યો છું , પણ એનાથી મને કોઈ નુકશાન થયું નથી !

– – – – – – – – – – – – – – – – – – – – – –

ટાલ

[ Page 71 / Chapter 7 – રવીન્દ્રનાથના જીવનના હાસ્યપ્રસંગો ]

એક વાર કોઈ ટાલવાળા ભાઈ ગુરુદેવને મળવા આવ્યા . તેમની એકદમ લીસી અને ચળકતી ટાલ જોઇને તેમણે હસતા હસતા કહ્યું કે : ચંદ્ર જેવા ચહેરાઓ ઘણા જોયા છે , પણ ચંદ્ર જેવી ટાલ  આજે જ જોઈ !

એ ભાઈએ પ્રસન્ન થતા કહ્યું : મારા પિતાજીની પણ આવી જ ટાલ  હતી !

ગુરુદેવે મલકાતા કહ્યું : તું તો જબરો આજ્ઞાકારી પુત્ર જણાય છે !


સંપાદક : પ્રકાશ વેગડ           કિંમત : 60 રૂ.

પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન , નીશાપોળ , ઝવેરીવાડ

રીલીફ રોડ , અમદાવાદ – 380001


લટકામાં . . !

( ” સ્વર્ગની લગોલગમાંથી ” ) / [ Page 78 / Chap. 8 – હાસ્યોક્તી અને હાસ્યકથનો ]

આપણા દેવો બહેરા છે અને એટલે તેમને જગાડવા માટે આટલો બધો ઘોંઘાટ કરવો પડે છે !

Tagore (1)

તારાપ્રસન્નની કીર્તિ ( 1891 )

[ Page 38 – Chap.4 / ટૂંકી વાર્તાઓમાં વિનોદ  ]

દાક્ષાયણીને દ્રઢ વિશ્વાસ હતો કે વિદ્યામાં , બુદ્ધિમાં ને શક્તિમાં મારા પતિની તોલે આવે એવું દુનિયામાં કોઈ નથી . તે ઘણી વાર આગ્રહ કરીને તેમના લેખો સાંભળતી , પણ એમાનું કશુયે એને સમજાતું નહિ અને જેમ ન સમજાતું તેમ તેને પોતાના પતિની બૌદ્ધિક શક્તિ પ્રત્યે વધારે અહોભાવ જન્મતો !

તેણે લગ્ન પૂર્વે કૃતીવાસનું રામાયણ વાંચ્યું હતું , કાશીદાસનું મહાભારત વાંચ્યું હતું , કવિ કંકણ- ચંડી પણ વાંચી હતી અને કથાઓ પણ વાંચી સાંભળી હતી . એ બધુયે એને નીતર્યા નીર જેવું સાફ સમજાતું હતું , એટલે સુધી કે અભણ માણસ પણ અનાયાસે સમજી શકતા . પણ સંપૂર્ણપણે દુર્બોધ બનવાની આવી અજબ શક્તિ પોતાના પતિ સિવાય બીજા કોઈનામાં એણે કદી જોઈ નહોતી ! તે મનોમન કલ્પના કરતી કે આ ચોપડી જયારે છપાશે અને જયારે એનો એકેય અક્ષર કોઈ સમજી શકશે નહિ ત્યારે આખા દેશના માણસો દંગ થઇ જશે !

તેથી તેણે સેંકડો વાર પતિને કહ્યું હતું કે  : આ બધું તમે છપાવો !

– – – – – – – – – – – – – – – – – – – – – –

* * * *

[ Page 38 / Chap.4 / ટૂંકી વાર્તાઓમાં વિનોદ ]

એક દિવસ એક અજાણ્યા ગૃહસ્થની સાથે મારો પરિચય થયો . તેમણે તરત પૂછ્યું , ” તમે જ નિર્ઝરીણી દેવીના પતિ ને ? ”

મેં કહ્યું : હું તેમનો પતિ છું કે નહિ એનો જવાબ હું આપવા ઈચ્છતો નથી , પણ તે મારી સ્ત્રી છે તે વાત એટલી જ સાચી !

બહારના લોકોની સામે સ્ત્રીના પતિ તરીકેની પ્રખ્યાતી મેળવવી એને હું ગૌરવનો વિષય સમજતો નથી .


ચબરાકિયા \ Epigrams

[ Page 54 / Chap. 6 – નિબંધ , પ્રવાસ , કવિતા વગેરેમાં વિનોદ ]

a) સપનું એ પત્ની છે . એણે તો બોલવું જ રહ્યું ; ઊંઘ પતિ છે , એ ચુપચાપ સહન કરે છે !

b) સંભવે અસંભવને પૂછ્યું કે ; તારું રહેઠાણ ક્યાં છે ? એણે જવાબ આપ્યો :  નપુંસકોનાં સપનામાં

c) માણસ પશુ હોય છે ત્યારે એ પશુથી પણ વધારે નઠારો હોય છે .

d) તમે જ છો એ તમને નથી દેખાતું અને જે તમને દેખાય છે તે તમારો પડછાયો છે .

e) આંખ પોતાની દ્રષ્ટિ પર ગર્વ નથી કરતી , પણ પોતાના ગોગલ્સ પર કરે છે !

હાસ્યેન સમાપયેત

હાસ્યેન સમાપયેત