ટૅગ્સ

, , , , , , ,

Good bye for Two Months ! + ! = !!

ક્યારેક તમારે તો ક્યારેક મારે . . . અટકવું જ પડે છે , પરાણે અથવા તો પ્રેમથી . . . કામ સબબ અથવા તો કંટાળ્યા હોય માટે ! . . . વિરામ હોય અથવા તો રામ રામ હોય !! . . . માટે , ઉપરોક્ત કારણોમાંથી કોઈ એકને કારણે , મુજ ‘નિજ’ને પણ વિરામ લેવો પડી રહ્યો છે , આ અદભુત અને મોજથી ભરપુર બ્લોગીંગમાંથી 😦 . . . અંદાજે બે – અઢી મહિના સુધી હું નિષ્ક્રિય રહીશ , હા તે દરમિયાન પુસ્તકો અને મુવીઝમાંથી પસાર થવાનું રહેશે જ . . . પણ , બ્લોગીંગ નહિ થઇ શકે 😦 . . . પણ જતા જતા , એક લાંબી લચક અને ચિત્ર અને વિચિત્ર [ GIF images ]થી ભરપુર , આ મનભાવન પોસ્ટ ખાસ તમારે માટે 🙂 . . . હાં , જો મેળ પડશે , તો ફિલ્મોના ટ્રેઇલર્સ જેવી હાથવગી પોસ્ટ જરૂર મુકીશ 🙂

Our Side { Bollywood } :

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

1} Special Chabbis , 2013

Where is your Aadhar Card ?

Where is your Aadhar Card ? , here is mine !

સર્વે વાચકમંડળને ખ્યાલ જ હશે કે કથાવસ્તુ અને સાચી વસ્તુ શું છે 😉 . . . ફિલ્મની શરૂઆતની જ 15 થી 20 મિનીટ જ બઘબઘાટી , ધબધબાટી અને અરેરાટી મચાવવા પુરતી છે 🙂 . . . ફિલ્મના કેટલાક  દ્રશ્યોમાં તે ક્ષણો દર્શકોના દિમાગમાં સજ્જડ બેસી ગઈ અને એક જ અવાજ ગુંજી ઉઠ્યો . . . . અસલી પાવર દિલ મેં હોતી હૈ !!! [ હવે હું મારો મોબાઈલ મારા દિલથી ચાર્જ કરીશ 😀 ] . . . ઘણા દિવસે આપણી બોલીવુડ ફિલ્મોમાં અદભુત ઓપનીંગ સિક્વન્સ જોઈ 🙂 . . એ દ્રશ્યોમાં ખરેખર , દર્શકોને મોજ પડી ગઈ અને તેનો જવાબ તેમણે સીટી મારીને આપ્યો અને ચીસાચીસ કરીને પણ 🙂 🙂 [ અને , મેં લુચ્ચું હસીને ❗ ]

ઇસ ચાંટે કી ગુંજ . . .

ઇસ ચાંટે કી ગુંજ . . .

મૂળ કથાવસ્તુ . . . 1987માં થયેલ મુંબઈના ઓપેરા હાઉસ પર ધોળે દહાડે પડેલી નકલી CID ની રેઇડ પર આધારિત છે અને કદાચિત તેઓ હજી સુધી પકડાયા પણ નથી ! . . . અને તે જ દિલધડક કવાયત પર બની છે , આશરે પાંચ વર્ષનાં વિરામ બાદ , ” અ વેનસ્ડે ” નાં દિગ્દર્શક , નીરજ પાંડે તરફથી આ મોજે-દરિયા ફિલ્મ 🙂 . . . ફિલ્મની કાસ્ટના ત્રણ અનમોલ રતન છે . . . અક્ષય , અનુપમ ખેર અને મનોજ બાજપાઈ . . . અક્ષય કુમારનું પોતાનું એક ઓડીયન્સ છે , ક્યારેક હું પણ તેમાં સામેલ હતો ! + ! = !! . . . પણ, સતત ઉટ અને પટાંગ પ્રકારની ફિલ્મો દ્વારા તે મને ખોઈ બેસ્યો 😉 . . . અને મનોજ તો જાણે વાસેપુરથી રીચાર્જ થઈને જ આવ્યો છે 😉 . . . પણ પણ , આ ફિલ્મમાં સૌથી વધુ મોજ જો મારા મતે કોઈએ પાડી હોય તો તે છે . . . પમ પમ . . ” અનુપમ ખેર ” સાહેબે 🙂

Fabulous four ! - ચબરાક ચાર

Fabulous four ! – ચબરાક ચાર

તેમના ચહેરાના હાવભાવની કક્ષા તો તમે જોઈ જ હશે કે જયારે તે CID ઓફિસર હોય છે ત્યારથી લઈને જયારે તે એક સામાન્ય લલ્લુ – પંજુ ગૃહસ્થ હોય છે , ત્યાં સુધી 🙂 . . . આટલા અદ્ભુત હાવભાવ થોડાક જ કલાકાર દેખાડી શક્યા છે , બોલીવુડમાંથી . . . [ , એમાં ગોવિંદા પણ આવી જાય હો 🙂 ] . . . બોલીવુડ તરફથી હંમેશા આવી ઉંદર બિલાડી ટાઈપ ચોર પુલીસની , ચબરાક લુંટ-કથાની [ Smart Heist movies ] કમી રહી છે 😦 . . . કે જે અહી મહદઅંશે પૂરી થઇ છે [ ધૂમ , સીરીઝ તો એક નંબરનો ડબ્બો હતી 🙂 – શુધ્ધ સોરઠી ભાષામાં એને ફીશ્યારી કહેવાય 😉 , સજ્જન લોકોએ બંટી – બબલીનું નામ પણ ન લેવું 😉 ]

Asli power Dil me Hoti hai !!! - Mind it

Asli power Dil me Hoti hai !!! – Mind it

હકીકતે , સ્પેશિઅલ છ્બ્બીસ . . શુધ્ધ Thriller નહિ , પણ [ Thriller +Drama + Entertainment ] નું મસ્ત કોકટેઈલ કહી શકાય 🙂 પાવરફુલ એન્ટ્રી . . . સોલીડ બેકગ્રાઉન્ડ મ્યુઝીક . . . દર પંદરથી વીસ મીનીટે ચોંકવાની મજા . . . સાઈડમાં ચાલતો , સોફ્ટ પ્રેમ – મુહબ્બતનો ટ્રેક [ જેઠાલાલની ભાષામાં કહીએ તો , રોમાનસ્ટીક 😀 ] . . . 80નાં દશકાનું વાયરોનાં ગૂંચળાથી ભેરવાયેલું ભારત [ મતલબ કે , Urgencyથી મુક્ત એવું મોબાઈલ અને કોમ્પ્યુટર વિહીન એવું BSNLનાં ભૂંગળાઓનું જગત 😆 ] . . . એ જ દિલ્હી / કોલકત્તા/ પટના / ચંદીગઢની ખાલી અને ખમ ગલીઓ અને પહોળા રસ્તાઓ . . . કનોટ પેલેસ તથા ખરબચડા અને ઉજ્જડ એરપોર્ટનો નજારો . . . દરેકે દરેક દ્રશ્યોનું એ ભરાવદારપણું , મતલબ કે દરેક દ્રશ્યને એકદમ વાસ્તવિક બનાવવા , તેની પાછળની હર એ વસ્તુઓને હાજર રાખવી કે જેના થકી , તે જ જુનો અને જાણીતો માહોલ તાદ્રશ થાય . . .

Cycling with smile , keeps Docter away !

Cycling with smile , keeps Docter away !

નાની નાની અને મીઠડી ક્ષણો . . કે જેમાં ” રાજેશ શર્મા – પેલો લવ શવ વાળો ટીટુ ” , સવારના પહોરમાં નીચે જમીન પર સુતા દસ બાર જણાંને ઠેકતો ઠેકતો , તેની બા ‘ને પગે લાગીને બીજાને ચૂનો ચોપડવા જાય છે . . . કે પછી , ચોથો ઠગ [ કિશોર કદમ ] , ઘરે નવરો પડ્યો નથી કે , બૈરી કામ લઈને હાજીર 🙂 કે પછી , જાડા અને ઘોઘરા અવાજવાળી ” કાજલ અગ્રવાલ ” 🙂

Now , this is called the ENTRY

Now , this is called the ENTRY

અને અને અનેકે.કે , કીર્તિ સાગઠીયા , અમન ત્રિખા અને એમ.એમ.કરીમનાં અવાજમાં ગવાયેલા . . . કાનથી લઈને હૃદય સુધી પહોંચી ગયેલા મસ્ત ઢાળવાળા ગીતો [ હાં , ગીતો ન નાખ્યા હોત તો ચાલેત . . . પણ , એટલી જ ટીકીટમાં ગીત જોવાઈ જાય તો વાંધો શું 😉 ]

અને , મારફાડ સંવાદો તો ખરા જ 😀

Beauty with BRAINS !

Beauty with BRAINS !

1} અસલી કામ તો યે લોગ કરતે હૈ , સરજી 😉 – જીમી અને દિવ્યા દત્તા [ એ પણ પાછું , દિવ્યા દત્તાના અવાજમાં 🙂 ] 2} હમારે ઝમાનેમે TV નહિ થા , ના ❗ – અનુપમની ખેર નથી 😉 3} અને , પાવર મેનેજમેન્ટવાળો , પેલો ડાયલોગ તો ચર્ચાય ગયો જ 😀

ક્યાં જોયું અને કેમ ? : બાહિરે , Special ” Galaxy ” / નીરજ પાંડે + અક્ષય + અનુપમ = અનુપમ

Any Theater Moment ? : બસ બધા મોજમાં હતા અને સીટીઓ મારતા હતા . . અને મને સીટી ન વગાડી શકવાનો અફસોસ હતો !

Verdict : 😦 < 😐 < 🙂 < 😎 < [ 😀 ] < 😆

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} Gangoobai , 2013

Gangoo & Malan - friends are forever

Gangoo & Malan – friends are forever

Gangoobai  હજી તો લગ્નને એક વર્ષ પણ નહોતું થયું અને ગંગુનો પતિ , પતી ગયો 😦 . . . તે દહાડાની તે શરુ થઇ હતી . . . તે હવે સીનીયર સીટીઝન થઇ ગઈ ત્યાં સુધી , બસ . . . કેટલાય ઘરોના વૈતરા કરી કરીને . . . માથેરાનના રેલ્વે સ્ટેશને સામાન ઉપાડીને . . . ઉનાળામાં રસ્તા પર સરબત વેંચીને। . . જિંદગીરૂપી ઘડિયાળની રેતી ઓછી કર્યે જતી હતી 😦 . . . કુદરતે જેમ દારુણ ગરીબી અને અકાળે વૈધવ્ય આપીને ગંગુની મશ્કરી કરી , એમ ગંગુએ પણ સામે વિધાતાની મશ્કરી કરવા . . . જિંદગી સામે એક ફરિયાદ સુધ્ધા ન કરી . . બસ તેણી ભલી અને તેનું કામ ભલું . . . ઈમાનદારી અને કરુણા તો જાણે ગળથુંથીમાં જ તેને ડબલ ડોઝ પાયો હોય તેવી મળી હતી . . . સારાયે દિવસની તનતોડ અને મુખ્યત : અંતવિહીન મહેનતને અંતે , એકમાત્ર સખી ” માલણ “ની સાથે થોડી પેટ છૂટી વાતો અને નાનકડી રૂમમાં પડેલી એકમાત્ર ખાટલી પર સામેની બારીમાંથી દેખાતા નઝારાને જોતા જોતા ક્યારે નિંદ્રા આવે ને વહેલું પડે સવાર ❗ . . ને વળી પાછો એ જ ક્રમ શરુ . . . જિંદગી જાણે થાકતી જ નહોતી !

હવે ઠેક , તેણી જીવનના આખરી ઉંબરે ઉભી હતી , અને . . . . . એક દિવસ શેઠની છોકરીને પારસીઓની એક અદભુત કલાકારીગરી અને ગુંથણવાળીગારા ” સાડી પહેરેલી જોઈ અને , મગજમાં ધુનતાનાના થઇ ગયું . . . અરે આ શું ? આવો જાદુ ભગવાને કોના હાથમાં આપ્યો છે ? અને જાણે ક્યાથી આવીને , આ સાડી ગંગુબાઈનું દલડું ચીરી ગઈ 🙂 . . . મારો મરદ તો ખુશીઓ વિના મરી ગયો , પણ હું નહિ મરું ❗ બસ આજ એ સાડી છે કે જે હું પહેરીશ . . ભલે પછી મારી આખી જિંદગીની બચત સાફ થઇ જાય . . . સાડી હતી માત્ર 45000 રૂ ની ❗ ગંગુ દોડી ઘરે અને પેટી – પટારા , જે કાઈ હતું તે બધું વીંખી નાખ્યું અને નીકળ્યા , માત્ર પાંચેક હજાર 😦

પૈસો હાથનો મેલ છે , પણ ગંગુએ ક્યારેય હાથ મેલા કર્યા નથી !

પૈસો હાથનો મેલ છે , પણ ગંગુએ ક્યારેય હાથ મેલા કર્યા નથી !

Raj zutshi as a Designer & Gangoo

Raj zutshi as a Designer & Gangoo

અને , તે માત્ર મળે છે , મુંબઈનાઆદ્રા ડિઝાઈનર હાઉસ “માં ! . . . અને તે પણ 45000 માં !! . . . અને શરુ થાય છે , તનતોડ મહેનત . . . અને ભેગા થાય છે , પચ્ચીસ હજાર . . અને થોડા સમયમાં જ તે રૂપિયા બમણા કરવા , તેણી તે પૈસા ઘોડાની રેસમાં લગાડે છે અને ઉલટાનું 20000 રૂ હારી બેસે છે 😦

Gangoo & Monisha

Gangoo & Monisha

ફરી શરુ થાય છે , ચાર ચાર વર્ષનો તનતોડ અને દિશાવિહીન ઢસરડો . . અને , ભેગા થાય છે , 50,000 રૂ. , અને , હવે આખી જિંદગીની કમાણી લઈને તે મુંબઈનો રસ્તો પકડે છે . . કે , અત્યાર સુધીમાં તો તેણીએમાથેરાનબહાર કદી પગ પણ નહોતો મુક્યો અને હવે શરુ થાય છે , મુંબઈ તરફની મેરેથોન દોડ . . પોતાનું એકમાત્ર તોતિંગ સ્વપ્ન પૂરું કરવા !

Let's Rope , Let's Hope - Vaman

Let’s Rope , Let’s Hope – Vaman

એકેએક દ્રશ્યમાં , ” સરિતા જોશી “નો અદભુત અભિનય . . માત્રને  માત્ર હાવભાવથી પણ સામેવાળાને ચલિત અને દ્રવિત કરી મુકવાની અદભુત કુશળતા . . . ગંગુનાં સરળ અને મોહક અસ્તિત્વથી , મુંબઈગરોના નીરસ અને ઉતાવળા . . કઈક અંશે સ્વાર્થી અને ખરબચડા બની ગયેલા સંબંધોમાં અદભુત જીવન ફૂંકાય છે 🙂 . . . ધીમે ધીમે તે સૌને પોતાના કરવાના અણજાણ્યા મિશન પર લાગી જાય છે અને નિષ્પ્રાણ બની રહેલા સંબંધોમાં અમૃત રેડે છે . . .

મોનીશા - કાળી ને કલ્યાણી . .

મોનીશા – કાળી ને કલ્યાણી . .

સાથે સાથે , વામન – આદ્રાનો એકાઉન્ટન્ટ  [ પૂરબ કોહલી ] અને મોનીશા – આદ્રાની મુખ્ય મોડેલ [ નિધિ સુનીલ – કિંગફિશરની મોડેલ . . . કોને સારાભાઇ વાળી ચુલબુલી મોનીશા યાદ આવી ગઈ 😉 ] ની ખરબચડી અને સ્વીટ સ્વીટ લવ સ્ટોરી પણ પાંગરે છે . . . અને , તેને પણ દિશા દેખાડે છે , ગંગુ . . ઉપ્પ્સ ગંગુબાઈ ;). . . પણ આ બધામાં ગંગુબાઈની પેલી ” ગારા ” સાડીનું શું થયું ? શું તેની જિંદગીનું એકમાત્ર સ્વપ્ન પૂરું થાય છે કે પછી કિનારે આવીને હુડ્કું ડૂબી જાય છે ?? . . એ માટે તો તમારે , જાતે જ જોવું રહ્યું . . . NFDC દ્વારા નિર્માણાધીન [ NFDC , હવે ધીમે ધીમે મોજ પાડી રહી છે ! ] અને મહિલા દિગ્દર્શિકા , પ્રિયા ક્રિષ્નાસ્વામી દ્વારા બનેલી એકમાત્ર માયાળુ બાઈ . . . ગંગુબાઈ 🙂 . . અગ . . બાઈ 😀

Sarita Joshi & Priya Krishnaswamy

Sarita Joshi & Priya Krishnaswamy

શરુ શરૂમાં , આ ફિલ્મ પણ દરેક સ્ટારકાસ્ટ વિહીન ફિલ્મોની જેમ જ શરુ જ થઇ શકી નહોતી ! . . . પણ , આખેર ત્રણ વર્ષોના અથાગ પરિશ્રમ બાદ , NFDCની મંજુરી મળ્યા બાદ . . અને તે પણ અગાઉના બજેટ કરતા ત્રીજા ભાગમાં તેને બનાવવાની મંજુરી મળી . . . [ અંદાજે દોઢ થી બે કરોડમાં જ ! ] અને , તેને સૌ પ્રથમ મુંબઈ ફિલ્મ ફેસ્ટીવલમાં દર્શાવાઈ અને , ગંગુબાઈએ ખરેખર ગુણવત્તાનાં આગ્રહી દર્શકોને મોજ પાડી દીધી અને છાતીને ભેદતી તે સીધી હૃદયને અડી ગઈ 🙂 . . . ત્યારે , દિગ્દર્શિકા ” પ્રિયા ક્રિષ્નાસ્વામી “એ કહયું કે તેણી આ ફિલ્મ ખાસ કરીને ભારતના સીનીયર સીટીઝન અને પોતાની પ્યારી અને માયાળુ દાદીને અર્પણ કરે છે કારણકે ફિલ્મની પ્રેરણા તેઓએ જ આપી છે .

ગંગુબાઈ “ની યાત્રામાં તમને રુદનની એવી પરાકાષ્ઠા પણ જોવા મળશે કે જ્યાં તેનું ડૂસકું પણ નહિ સંભળાય [ જેટલો મોટો ફટકો  , તેટલું જ મૂંગું રુદન 😦 ] અને કોઈ ઋષિઓએ સેંકડો વર્ષોની તપસ્યા બાદ મળેલ , સિદ્ધિ જેવી ગંગુની સાહજીકતા , ત્યાગ અને વૈરાગ્ય પણ મળશે . . . લટકામાં , સ્પાઈડરમેન ફિલ્મ જેવી અપસાઈડ – ડાઉનસાઈડ ” કિસ ” પણ જોવા મળશે 🙂 . . . ફિલ્મ , એટલી તો હળવી અને સાહજિક છે . . જેવી કે ઉનાળામાં અગાશીએ સુતા હોઈએ અને હવાની લહેરખીઓ આપણી લટને એની સાથે જ ઉડાડી જવા મથતી હોય 🙂 . . To BUY Online : [ Flipkart Link ]

ફિલ્મના અદભુત સંવાદમાં . . .

પૌધો [ છોડવાઓ ] કો પતા હૈ , કહા મુડના હૈ . . . વો અપની રોશની ખુદ હી ઢુંઢ લેંગે , હમારા કામ હૈ ખાલી . . . પાની ડાલના . . જ્યાદા યા કમ 🙂

Talking with Speechless !

Talking with Speechless !

ક્યાં જોયું અને કેમ ? : અમે ભાઈમાણા , બીજે ક્યાં જઈએ . . . ઘરે 🙂 / અભિનયની લેડી અમિતાભ = સરિતા જોશી 🙂 + NFDC

Verdict : 😦 < 😐 < 🙂 < 😎 < 😀 < [ 😆 ]

સારું / હકારત્મક ,માણસ એક એવી ચેપી બીમારીનો રોગી છે કે જે આજે નહિ તો કાલે તમને ય સકંજામાં લઇ લેશે 🙂 અને , તમે પણ હકારાત્મકતા રૂપી હાક-છી કરવા માંડશો 😀

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

3} Kai po che! , 2013

Kai po che ઓકે , હવે એ તો બધાને ખબર જ છે કે આ ફિલ્મ ચેતન ભગતની ત્રણ ભૂલો પરથી બની છે 😉 . . . તો , ચેતન અને તેમની અચેતન મન પર ચેતના પાડતી વાતો પછી કરીએ અને પહેલા , શરુ કરીએ કાઈ પો “ચે” . . . ઉપ્સ , ” કાઈ પો છે ” ને ઢીલ દેવાની વાતો 🙂 મૂળત: ચેતન ભગતની નોવેલ અને સરવાળે અભિષેક કપૂર દિગ્દર્શિત આ ફિલ્મ વણી લે છેયુવાન ભારતની અને ક્રમશ : તેમાં જીવતા જુવાનીયાઓની એવી વાતો કે જ્યાં અત્ર તત્ર સર્વત્ર જોવા મળે છે . . . વિરોધાભાસ કે સંઘર્ષ . . . તેમના સપનાઓ જીવવાનો અને તેને પુરા કરવાનો ! . . . સંઘર્ષ , નાની નાની કે મોટી બાબતોમાં કે . . . વિચારધારાઓમાં અથવા તો લોંગટર્મ કે શોર્ટટર્મ સંબંધોમાં . . અથવા તો રૂઢિગત બાબતોમાં કે તેની સામે પાડીને તેને શીંગડા ભરાવવામાં . . .

Kai . . Po . . & Che !

Kai . . Po . . & Che !

ફિલ્મના ત્રણેય મુખ્ય પાત્રોમાં , એ જ સંઘર્ષ ઝીલાય છે પછી એ પૈસા બનાવવાની સામાન્ય ગુજરાતી માનસિકતા અને સામાન્ય છતાં અસમાન્ય જિંદગી જીવવામાં હોય [ ગોવિંદ – રાજકુમાર યાદવ ]  કે પછી સામા પૂરે તરીને તોફાની વાવાઝોડાઓમાં એક નાજુક સપનું ઉછેરવાનું ઝનુન હોય [ ઇશાન – સુશાંતસિંહ રાજપૂત ] , કે પછી હવા જ્યાં લઇ જશે કે નદીનું વહેણ જે દિશામાં તાણશે , તેનાથી અજાણ એવા મિત્રોને જ ભરોસે મુકાયું હોય તેવું ભોળપણ હોય [ ઓમી – અમિત સાધ ] . . .

ચકો , મકો અને . . . ધુ'મકો'

ચકો , મકો અને . . . ધુ’મકો

કે પછી સંઘર્ષ હોય . . . . શૈક્ષણીક ક્ષેત્રે સેઈફ કારકિર્દી બનાવવાનો કે સંઘર્ષમઢેલી રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો ? . . . કે , રોજબરોજની વ્યવહારિકતા જાળવવાનો કે આદર્શોથી મઢેલા સિદ્ધાંતોની કેડીએ ચાલવાનો ?  . . . કે પછી હળવો અને નાજુક, ગોવિંદનાં ગણિત અને વિદ્યાનાં બાયોલોજીનો સંઘર્ષ હોય 😉

A ફિલ્મની કથાવસ્તુ ,આપણને એ માટે પોતીકી લાગશે કે . . . અહીંયા વાત થાય છે , ભારતના રોજબરોજના ચર્ચાતા એ ત્રણ મુદ્દાઓની . . . ક્રિકેટ , ધર્મ , પૈસો . . . અને તેની સાથે વણાયેલા ત્રણ બીજા જીવાદોરી જેવા . . . પ્રેમ , દોસ્તી અને સંબંધોની [ વિસ્તરતા જતા અને ક્યારેક નવું જ નામ પામતા ]  ! સંઘર્ષની સાથે સાથે , 19મી સદીથી 20મી સદી તરફ જતો એ ગાળો પણ છે કે જ્યાં ઉદય થઇ રહ્યો છે , ખુદ ” ઉદય “નો . . .  નવા અને પ્રાદેશિક રાજકીય પક્ષોનો ઉદય / નવી નેતાગીરીનો ઉદય / ઉદારીકરણનો ઉદય / ભારતનાં રાજકારણમાં ગુજરાતનો ઉદય / ક્રિકેટજગતમાં ભારતનો ઉદય / મોબાઈલ કોમ્યુનીકેશનનો ઉદય / મોલ કલ્ચરનો ઉદય . . . અને છેલ્લે , આ બધાનું સમીકરણ ઊંધું વાળી દેતી કુદરતી આફતોનો ઉદય . . . અને લટકામાં , તેમાં વધારો કરતી . . માનવીય ભૂલોનો ઉદય ❗ [ સારું છે , અહીંયા ઉદય ચોપડા નથી 😀 ]

નહિ માફ નીચું નિશાન , આ છે ઇશાન !

નહિ માફ નીચું નિશાન , આ છે ઇશાન !

અને આ કોલાહલમાં શ્વસે છે , ત્રણ જીગરજાન મિત્રો અને તેમની અતુટ દોસ્તી . . . ત્રણેય દોસ્તો એકબીજાના પુરક છે , કે જ્યાં ઇશાન ઝનૂની અને સ્વપ્નદ્રષ્ટા છે , ત્યાં ગોવિંદ ગણતરીબાજ ( છતાં પણ , સજ્જન ! ) , ઊંચા લક્ષ્યાંકવાળો અને બધાથી આગળ નીકળી જવામાં માને છે અને આ બંનેથી વિપરીત , મિત્રોને જ પોતાની દુનિયા માનતો ભોળોભટ્ટ અને આસાનીથી દોરવાઈ જતો ઓમકાર ( ઓમી ) છે . . . અને , ત્રણેયના મિશ્રણસમું સાહસ ખેડાય છે , એ દુકાન સ્વરૂપે કે જે એક રમતગમતનાં સાધનો વેંચતી જગ્યા પણ હોય છે અને ક્રિકેટનું પ્રશિક્ષણ આપતી એકેડમી પણ . . . અને બાકીના સમયમાં , ટ્યુશન કલાસીસ પણ !!!

એકડો , બગડો અને . . ઠેકડો !

એકડો , બગડો અને . . ઠેકડો !

ધીમે ધીમે જિંદગી ઘટતી જાય છે અને સપનાઓ વધતા જાય છે . . બધું જ સરખું થવા લાગતું હોય છે , ત્યાં જ . . . . શરુ થાય છે , જિંદગીની ઈનીંગ !!! કે જે , તમારે જ જોવી રહી 🙂

ઇશાનનું પાત્ર ભજવતા , પહેલા જ બોલમાં છક્કો માર્યો છે , સુશાંતસિંહ રાજપૂતે . . . તેની આંખોમાં એ ઝનુનની . . એ ઘેલછાની તરસ દેખાય છે . . . અને , તેનું નામ પણ જાણે એ રીતે જ રખાયું છે . . . ” ઇશાન ” ખૂણેથી વહેતો પવન 🙂 . . . . ગોવિંદનું પાત્ર ભજવતા રાજકુમાર યાદવ તો રંગભૂમિનો એક્કો છે અને જે રીતે તેણે એક સામાન્ય ગુજરાતી યુવકને ઉપસાવ્યો છે . . વાત જ જવા દ્યો [ તેણે પહેરેલા સાદા શર્ટ , તો જાણે તેના માટે જ સ્વર્ગમાંથી ઉતર્યા છે 🙂 ]

અખીયો સે ગોલી મારે !

અખીયો સે ગોલી મારે !

અને , આ બધામાં બાજી મારી જાય છે . . આંખોથી જ જાણે અભિનય કરવાનું નક્કી કરી લીધું હોય તેવો . . . આંખનું મટકું પણ ન મારતો , અમિત સાધ [ ઓમી ] . . . મૌખિક હાવભાવ અને બોડી લેંગ્વેજની તેણે જે રેંજ બતાવી છે 🙂 🙂 🙂 . . . અરે , મીઠડી ગુજરાતણ અને પોપટ જેવા અવાજવાળી એવી , અમૃતા પૂરી [ વિદ્યા ] ને કાઈ ભુલાઈ ખરી 🙂 . . . અને , ઓમીના બિટ્ટુમામાના પાત્રમાં માનવ કૌલનો રોલો કૈક અલગ જ છે અને તેમનો સાથ પુરાવ્યો છે , પહાડી અવાજ થકી ન ભુલાતા એવા ગુજરાતી , આશિષ કક્કડે 🙂

વિદ્યા વિનયથી શોભે પણ . . .અહીંયા ગોવિંદથી શોભે છે !

વિદ્યા વિનયથી શોભે પણ . . .અહીંયા ગોવિંદથી શોભે છે !

ચેતન ભગતની મૂળ કથામાંથી સ્ક્રિપ્ટ તરફ લઇ , જવામાં ચચ્ચાર લોકો . . ખુદ ભગત , અભિષેક કપૂર , પુબાતી ચૌધરી અને સુપ્રતિક સેને [ સંવાદ ] અદભુત રંગ રાખ્યો છે અને તેમાં કક્કાવાર અને તારીખવાર ક્લાસિક એડીટીંગ કર્યું છે , દીપા ભાટિયાએ [ કે જેમાં , ગુજરાતનો ભૂકંપ , કોલકાતાની એ ઐતીહાસિક ટેસ્ટ અને ગુજરાતના રમખાણોનો સમાવેશ થાય છે ] . . . અને આ બધું તાદ્રશ્ય કર્યું છે અદભુત સિનેમેટોગ્રાફી વડે ” અનય  ગોસ્વામી “એ  . . અને તેમાં ધબકાર પૂર્યો છે , બેકગ્રાઉન્ડ સ્કોર વડે ” હિતેશ સૌનીકે ” . . . પણ પણ પણ , અહીંયા પણ મેદાન મારી જાય છે અદભુત અને ” રોકિંગ ” દિગ્દર્શન વડે અભિષેક કપૂર અને માઈન્ડ બ્લોઇંગ મ્યુઝીક વડે ” અમિત ત્રિવેદી ” એ [ ત્રણ જ ગીત . . પણ વર્ષનું કદાચ શ્રેષ્ઠ આલ્બમ આવી ચુક્યું છે . . . મારું અંગત : મીઠી બોલીયામિલી નાયર 🙂 , “એ આર રહેમાન”નો જબરદસ્ત વિકલ્પ પાકી રહ્યો છે  ] , અને , “સ્વાનંદ કીરકીરે“ને શબ્દોની અદભુત ગૂંથણી બદલ કોણ ભૂલી શકે ? , હું તો નહિ જ 🙂

ફિલ્મ અત્યંત અત્યંત અને ત્રીજી વાર . . . અત્યંત ખુબસુરત બની છે . . . બોલીવુડને ત્રણ દોસ્તોનો બ્રોમાન્સ [ Bromance ! ] હંમેશા ફળ્યો છે . . . ત્રણ દોસ્તોની જિંદગી / ભૂલોને , કુદરત પોતાનાં સ્પર્શ કે પછી કહો કે પાટુંપ્રહારથી કેવો આઘાત પહોંચાડે છે , એ તો તમારે જોવું જ રહ્યું ! . . . અદ્દલ જિંદગીની જેમ જ સૌપ્રથમ બાળસહજ શરૂઆત , ત્યારબાદ વિવિધ વિષયો અને ધ્યેય પ્રત્યે આકર્ષણ અને પછી કાળે/અકાળે ઝટકા ખાવાનો વારો અને , અંતત: સહજપણે અથવા તો પરાણે કેળવાતી પુખ્તતા [ Maturity ] .

Big Child & small Child !

Big Child & small Child !

ચેતન ભગતની , આ કૃતિનો વાચક વર્ગ અને ટીકાકારોનાં વર્ગ દ્વારા જબ્બર જવાબ મળ્યો હતો . . . તેમના ચાહકોને આ નોવેલ પ્રથમ બંને નોવેલ્સ કરતા થોડી ઉતરતી લાગી હતી અને ટીકાકારોએ તો ધબધબાટી બોલાવી દીધી હતી ! . . મેં પણ વાંચેલ છે , અલબત્ત ચેતન ભગત સાથેની અક્ષરદેહે આ મારી પ્રથમ મુલાકાત હતી અને મને શરૂઆતનો થોડો મેલોડ્રામા બાદ કરતા , અત્યંત તીક્ષ્ણ અને ચમકદાર લાગી હતી [ પણ , મારી અત્યંત અત્યંત પ્રિય : ફાઈવ પોઈન્ટ સમવન ], અને હવે તે જ કૃતિને અક્ષરદેહમાંથી , સિનેમાનાં દેહ રૂપે રજુ કરતા ચારેબાજુથી ફૂલોની વૃષ્ટિ થાય છે . . . અને , તે ત્યારે જ બને કે જયારે મૂળ કૃતિમાં કાઈ દમ હોય , તે વિના તેના પર બનેલ ફિલ્મ આવો દમ દાખવી નાં શકે . . . ચેતન ભગતે , પણ કહ્યું હતું કે મૂળ કૃતિમાં પણ કેટલીક કમી હતી [ હાં , જેમ ઘણા લોકો કહે છે , તેમ તે બકવાસ તો નહોતી જ . . . એટલી મારી ગેરેંટી 🙂 ]. . કે જે આટલા સમય દરમીયાન મેં અને અભિષેકે , તેમાં અવનવા તત્વોની રંગોળી પૂરીને સરભર કરવા પ્રયત્ન કર્યો છે , અને આ અક્ષરદેહને પોતાના સામર્થ્ય અને સ્પર્શથી અદભુત માસ્ટરપીસ બનાવ્યું છે , ડીરેક્ટર અભિષેક કપૂરે 🙂 . . . એકેએક દ્રશ્ય અને પાત્રોને નિખારવામાં તેની મહેનત આંખે ઉડીને વળગે છે , Two thumbs up ❗ ❗

Abhishek , Sushant & Amit

Abhishek , Sushant & Amit

ચેતન ભગતની , “રેડીફ.કોમ “ને આપેલી મસ્ત મુલાકાત માટે [ Link ]

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

મળેલા જીવ . . . ચાલો ” દીવ “ !

ક્યા જોયું અને કેમ ? : બાહિરે , જોયું ચે 😉 / રોક ઓન + અમિત ત્રિવેદી + ચેતન ભગત + અમૃતા પૂરી 🙂 , અને આપણું ” ગુજરાત ” . . . ફિલ્મો જુવે , ગુજરાત !

Any Theater Moment ? : ગેલેક્સીએ પહોંચ્યા અને ખબર પડી , મુવી તો અડધી કલાકથી શરુ થઇ ગયું છે [ ન્યુઝપેપરનાં ટાઈમટેબલની એક બે ને (એક + બે) 😉 ] . . વળી પાછા , હડીયાપટ્ટી કરતા , સમય અને પેટ્રોલની ચકાસણી કરતા કરતા . . . છેક , ગામની બહાર કોસ્મોપ્લેક્ષમાં ગયા . . . અને ત્યાં તો , એયને ટીકીટ ઓછી અને જગ્યા ઝાઝી . . . તો ક્યા કરેગા કાઝી 😉 . . . કોસ્મોપ્લેક્ષની પુરા સૌરાષ્ટ્રમાં મસ્ત મઝાની , પોંચી પોંચી અને પહોળી પહોળી સીટ પર . . . પલાંઠી વાળીને . . . ” કાઈ પો છે ” 😀

Verdict : 😦 < 😐 < 🙂 < 😎 < 😀 < [ 😆 ]

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Winner : Kai po che! , Gangoobai     Pleasant WatchSpecial Chabbis

Looser : હું પોતે , કે જે આ ત્રણેય પર દલડું હારી બેઠો 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

1} Trailer of , Aaditya Motwane‘s Next ” Lootera

2} From Behind the scenes , with Abhishek Kapoor from ” Kai Po Che

3} Old Chashme Buddoor getting re-releasing on 5th april