ટૅગ્સ

, , , , , , , , , ,

આ વખતે , ” Verdict ” પાછા થોડા બદલાવ્યા ❗ . . અને , હાં , ” Pleasant Watch “નો પણ ઉમેરો કરવામાં આવ્યો છે કે . . . કે જેમાં એવા મુવીઝનો સમાવેશ થયો હોય કે જેમાં નહાવા – નીચોવાનું ભલે કાઈ ન હોય પણ , મોજ તો જરૂર પાકી હોય 🙂

Their Side { Hollywood } :

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

1} Arthur Christmas , 2011

Santa & sons Ltd !

Santa & sons Ltd !

Arthur & Elf

Arthur & Elf

Only child remained

Only child remained

ઉતર ધ્રુવ પર સાન્તાક્લોઝનું આખું પરિવાર વસે છે અને હવેના જમાનામાં તેઓ એક અત્યંત ઝડપી અવકાશયાનની મદદથી , લાખો બાળકોને એક જ રાત્રીમાં અત્યંત આધુનિક ટેકનીકથી . . પાંદડું પણ ન હલે એટલી તકેદારીથી હજારો Elf ની મદદથી અવનવી ભેટ નાનકડા બાળકોને પહોંચાડે છે 🙂 . . .  પણ ન કરવું નારાયણ અને એક બાળક રહી જાય છે અને તે નાના બાળકે અત્યંત આસ્થાથી સાન્તાને એક પત્ર લખી એક સાયકલની માંગણી કરી હતી . . પણ સાન્તાનું આખું યુનિટ , એક બાળક માટે પાછું એટલે બધે દુર જવા માટે તૈયાર નથી . . . પણ સાન્તાનો નાનો દીકરો કે જે અત્યંત માયાળુ હોય છે , તે પોતાના સનકી દાદા ( કે જે તેમના જમાનામાં રેન્ડીયરવાળી ગાડી લઈને જતા હતા ) ની સાથે ચુપચાપ પાછલા બારણેથી નીકળી જાય છે અને શરુ થાય છે , એક વિશ્વાસની સફર . . .  શું એક બાળકને ક્રિસમસ પર ભેટ નહિ મળે તો શું આભ તૂટી જશે ? જવાબ છે : આભ કરતા પણ મોટો એવો એક વિશ્વાસ તૂટી જશે . . . અને અહી હોડમાં લાગે છે . . માન / મોભો / સાન્તાની ભાવી ખુરશી { કે જે સાન્તાના બે છોકરાઓમાંથી કોઈ એકને મળવાની છે }

Work in progress !

Work in progress !

અદભુત , અદભુત અને અદભુત 🙂 હૃદયને અડી જાય તેટલી સરળતાથી તેઓએ જે વિષય રજુ કર્યો છે , જલસા પાડી દીધા ‘સાન્તા‘એ 😀 . . શરૂઆતનું 15 મીનીટનું ભેંટની વહેંચણીનું દ્રશ્ય અદભુત છે , Just Smooth & Crispy Animation ! વચ્ચેના એક દ્રશ્યમાં સિંહોની એક ટોળકી સાથે દાદા/પૌત્ર ની જોડીની લડાઈ તો બસ મોજે દરિયા કરાવી દે છે !!!  અને એમાય ” ગીફ્ટ ” Wrap કરતુ પેલું નાનકડું Elf તો બસ દિલ ગાર્ડન ગાર્ડન કરી દયે છે 😆 . . . અને એક તબ્બકે જયારે ચાર ચાર સાન્તા ભેગા થાય છે ત્યારે જે ભાવુક્તાની ચરમસીમા રચાય છે . . . તેના માટે તો તમારે Arthur Christmas જોવું જ રહ્યું 🙂

ક્યાં જોયું અને કેમ ?ઘરે જ નાતાલની કેક ખાધી / “કેક” ખાવા માટે હું ક્યાય પણ જઈ શકું છું 😉

Verdict : 😦 < 😐 < 🙂 < 😎 < [ 😀 ] < 😆

Mind it ! every child matters 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} The Sorcerer and the White Snake , 2011

The Sorcerer

The Sorcerer

કરુણા , આકસ્મિકતા , વિકટતા , સંઘર્ષ , વિલંબ , ત્યાગ , બલિદાન  . . આ બધા “પ્રેમ” શબ્દના સમાનર્થી છે . . .  એ બધી જ વસ્તુ કે જેને કારણે પ્રેમ પાંગરે છે અને અશક્યને પણ શક્ય બનાવે અને વાસ્તવિકને પણ સ્વપ્ન સમાન કરી બેસે ! . . માણસ પ્રેમમાં હોય છે { નિસ્વાર્થ પ્રેમ } ત્યારે થોડા સમય માટે તે દેવત્વ પ્રાપ્ત કરી લે છે પણ આજુબાજુની પરિસ્થિતિઓ ફરી તેને ધરતી પર પટકે છે અને શરૂઆત થાય છે સંઘર્ષની . . . પ્રાચીન ચીનની વાત છે , ત્યારે એક અલૌકિક નાગકન્યાને એક ગરીબ યુવાન પ્રત્યે પહેલી નજરે જ પ્રેમ થઇ જાય છે અને ત્યારે તે તેની હકીકત છુપાવીને તેની સાથે ઘરસંસાર માંડે છે . . . પણ તે નાગકન્યા તો ભલી હતી , પણ અન્ય દુષ્ટ જાદુઈ તાકાતો કે જે માનવોનું નિકંદન કાઢી રહ્યા હતા ,  તેમની સામે પડ્યા હોય છે એક અદભુત આભા ધરાવતા બૌદ્ધ ધર્મગુરુ . . . તે પેલી નાગકન્યાને પેલા યુવકની જિંદગીમાંથી ચાલ્યા જવાનું કહે છે પણ નાગકન્યા તેનો વિરોધ કરે છે , અને શરુ થાય છે ધર્મ/કર્મ  અને પ્રેમ વચ્ચેનો સંઘર્ષ . . .

White Snake

White Snake

નાગકન્યાનો અભિનય કરતી Shengyi Huang પૂરી ફિલ્મ પર એકલપંડે અદભુત છાપ છોડે છે . . ફિલ્મ Visually અને Background Score ની રીતે ખુબ સરસ છે . ક્લાઇમેક્ષ થોડો લાંબો છે અને પૂરી ફિલ્મમાં પણ ઘણા ગાબડા છે પણ એકંદરે ફિલ્મ માણવાલાયક બની છે 🙂

ક્યાં જોયું અને કેમ ? : યા “હોમ” કરો ફતેહ છે આગે 😉 / ચાઇનીઝ એક્શન મુવીઝ 💡

Verdict : 😦 < [ 😐 ] < 🙂 < 😎 < 😀 < 😆

Go for White Snake Only 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

3} House of Flying Daggers , 2004

ફરી એ જ પ્રાચીન ચીનની જ વાત છે . . . ઘણા વર્ષો પહેલા , ચીનમાં Tang રાજવંશનું અન્યાયી શાસન હતું અને તેમના અન્યાયની સામે પડ્યું હતું એક અતિ રહસ્યમય સંગઠન . . .  ” ફલાયિંગ ડેગર્સ ” [ શુદ્ધ ગુજરાતીમાં , સનનન કરતા હવામાંથી ઉડતા આવતા ચાકુઓની ટોળકી 😉 ] . . . ઉપરથી અધિકારીઓ પર ખુબ જ દબાણ વધ્યે જ જાતું હતું , અને તેથી એક કાબીલ પોલીસ અધિકારીલીઓ ‘ [ ના ના , કાઈ લેવું નથી 😉 ] , તેના જ એક સાથી પોલીસ અધિકારી , ‘ જીન ‘ [ તો તો , ચિરાગ પણ હશે 😉 ] ને અંડરકવર એજન્ટ તરીકે ,

Such a Graceful

Such a Graceful

એક આંધળી છોકરી [ મેઇ Or મેં ] પાછળ લગાડી દે છે !  કારણકે એવી શંકા હતી કે તે અંધ છોકરી [ કે જે નૃત્ય અને માર્શલ આર્ટસમાં નિપુણ હોય છે ] ” ફલાયિંગ ડેગર્સ “નાં ભૂતપૂર્વ લીડરની જ છોકરી હતી અને હવે તે તેના ઠેકાણા પર પાછી ફરશે અને સરવાળે તે ગુપ્ત સંગઠન પકડાઈ જશે . . .

અને તેમ ઉતર દિશા તરફ આગળ વધતા , જીન અનેમેંએકબીજાની વધુ નજીક આવતા જાય છે . . . ઘણા સૈનિકોથીમેં ‘ની રક્ષા કરતા કરતા , જીન પણ સાચે જ તેણી પ્રત્યે ખેચાણ અનુભવે છે . . . તો શું જીન તેના મિશનમાંથી ‘ મેં ‘ ને ખાતિર પીછેહઠ કરશે ? . . . શું આગળ જતા આટલી આસાનીથી ” ફલાયિંગ ડેગર્સ “નું ઠેકાણું મળી જશે ? . . . શું’ લીઓ ‘ને આ ખતરાની ગંધ આવી ચુકી છે ? . . . એ માટે તો તમારે , આ મુવી જોવું જ રહ્યું 🙂 . . . .  વિઝ્યુંઅલી Almost હરેક ચાઇનીઝ મુવીઝ [ છેલ્લા 10 વર્ષથી ] અત્યંત અદભુત હોય છે અને આ મુવી પણ છે . . .

Mei & Jin

Mei & Jin

ચીનની પાનખર ઋતુને અહી ખુબ જ અદભુત ઢંગે અહી દર્શાવી છે . . . ત્રણેય મુખ્ય કલાકારોમાંથી , ” Ziyi zhang ” મેદાન મારી જાય છે . . . પૂરી ફિલ્મ પર તેનો જાદુ છવાયેલ છે . . . અને ફરી પાછું મ્યુઝીક અને માર્શલ આર્ટસ અત્યંત અદભુત છે 🙂 . . . શરૂમાં આવતી ” Ziyi Zhang ” ની ( એક્શન + નૃત્ય ) સિક્વન્સ જસ્ટ અમેઝિંગ છે . . . હાં , ફરી કલાયમેક્ષ થોડો વધુ લંબાવાઈ ગયો છે . . . પણ મજા જરૂર આવશે , તો પછી , થઇ જાય 🙂

ક્યાં જોયું અને કેમ ? : House of mine / Ancient Chinese War drama .

Verdict : 😦 < 😐 < 🙂 < [ 😎 ] < 😀 < 😆 ,

Ziyi Zhang , is flying all over . . .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

4} TMNT , 2007

TMNT

TMNT

ચાલો કોણે કોણે , મારા સિવાય ટર્ટલ નિન્જા સીરીઝ . . થોડી ઘણી પણ જોઈ છે . . ? ચાલો થોડાકે તો જોઈ છે 😉 . . એ જ ટીવી સીરીઝ પરથી બનેલ મુવી એટલે , TMNT . . . . અહીંયા ચાર નિન્જા યોદ્ધાઓની કહાની છે . . . ખાલી ફેર એટલો છે કે તેઓ , કાચબાઓ છે અને તે પણ સુપર ફાસ્ટ ! . . અને તેમના ગુરુજી છે પાછા , “ શિયાળ ” [ પાછા એ ધીમા છે – અને બીજી વાત , જોયું એ લોકો પણ નાત-જાતમાં નથી માનતા . . . નહિતર તો એ પણ પોતાના જેવા જ ગુરુ શોધેત ને 😀 ] . . . હવે સ્ટોરી કઈક , એવી છે કે . . . દર 300 વર્ષે કોઈ એક નક્ષત્રના તારાઓ એક જ લાઈનમાં આવે અને તેના તેજ-પુંજથી . . . એક બીજી જ દુનિયાનો દરવાજો ખુલે કે જેમાં અવનવા મોન્સ્ટરસ ભર્યા પડ્યા હોય . . . અને , કોઈક આવો દરવાજો આ વર્ષે ખોલવાનું છે અને આપણા હીરો લોગ તેને અટકાવવાના છે . . . બસ , સિમ્પલ સ્ટોરી છે અને ધબધબાટી અને બઘબઘાટી છે [ મનેટીવગર નથી ચાલતું ! , એક  કપ ટી મારે જોઈએ જ , પાછો હું કપટી તો નથી જ હો 😆 ]. . . એનીમેશન એકંદરે ઠીક છે . . . બહુ એવો જોરદાર રોમાંચ પણ નથી [ એ સારું . . . કાઈ  વારેવારે થોડું રોમાંચિત થવાય ❓ ] . . . તો એક વાર જોઈ નાખવામાં કોઈ વાંધો નહિ અને તેર તૂટે તો કોઈ સાંધો નહિ :p

ક્યાં જોયું અને કેમ ? : H | O | M | E | / એનીમેશનીયા 🙂

Verdict : 😦 < [ 😐 ] < 🙂 < 😎 < 😀 < 😆 ,

કાચબાઓ હંમેશા ધીમા નથી હોતા

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

5} Wheels on Meals , 1984

Jumping Jack !

Jumping Jack !

કેટલા . . . . .  દિવસે જેકી ચાનનું [ અથવા , ચેન . . એવું તો ચાલ્યા જ કરશે 😉 ] મુવી જોયું અને મનેય વાંદરાની જેમ ગુલાંટીયા ખાવાનું મન થઇ ગયું 😀 . . . મને ચાઇનીઝ ફિલ્મો ગમવાનું ખરું કારણ જ આ માણસ છે . . . ખરેખર માર સુટીયા [ ગુજરાતીમાં ગાભા કાઢી નાખવા ! ] . . . કેટકેટલા વર્ષોથી તે આમથી તેમ કુદી કુદીને . . નીતનવીન સ્ટંટ કરીને અને તે જ માસુમ હાસ્ય આપીને , મારા જેવાને તેના ફેન [ ચા-હક ] બનાવી જાય છે ! . . . Hats ઓફ [ ગુજલીશ 😉 ] . . . સ્ટોરીમાં તો , બે મિત્રો એક વાનમાં તેની હરતી-ફરતી રેસ્ટોરાં ચાલવતા હોય છે અને એક દિવસ તેમને ભેટો થાય છે , એક ખુબસુરત ચોરટીનો !l [ ખરેખર , અદભુત સુંદર હતી ( Lola Forner – Miss Spain 1979 ) . . . જાણે સામેથી જ મારું પર્સ તેને દઈ દઉં 😉 ] . . . અને ઘણી વાર તેમને છેતર્યા બાદ પણ તે બંને જણા , તેની મદદ કર્યે જ રાખે છે . . . ઘણા દિવસોથી ગુંડાઓની એક ટોળકી , તે છોકરી પાછળ પડી હોય છે . . . એવું તે શું રહસ્ય હોય છે કે આ બંનેનાં એક ત્રીજા જાડીયા ચીની મિત્ર કમ ડિટેકટીવને પણ આ છોકરીનો પત્તો  શોધવાનું કામ સોપાયું હોય છે ? . . . આ જ બધા તાણાવાણા આસપાસ ગૂંથાઈ છે , એક હળવી અને મજેદાર એવી જેકી ‘ રૂપી ‘ ચાદર with rough & silly action Sequences . . . કે જે તમને ઓઢવાનું બહુ ગમશે 🙂 . . . [ અને હાં , જેકી ચેનની ફિલ્મોમાં સ્ટોરીની બહુ આશા ન રાખવી કારણકે અહી આશા અમર નથી , કારણકે આશા પહેલેથી જ પારેખ છે 😀 ]

a

ક્યાં જોયું અને કેમ ? : Mouse on House { હવે કાઈ , 1984નું મુવી થોડું ટોકીઝમાં જોયું હશે ? ?? ??? }/ સતના પારખા ન હોય 😉

Verdict : 😦 < 😐 < [ 🙂 ] < 😎 < 😀 < 😆 ,

વિદ્યા બાલને , તો બહુ મોડું કીધું પણ આ માણસે ઘણા સમય પહેલા કહી દીધું હતું કેએન્ટરટેઈનમેઇન્ટ . . એન્ટરટેઈનમેઇન્ટ . . અને એન્ટરટેઈનમેઇન્ટ ” 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

6} The Losers , 2010

The Loosers કમાન્ડોની એક ટુકડી એક ગુપ્ત જગ્યાએ જંગલમાં આવેલ એક હાઈ – ટેક અડ્ડા પર છાપો મારવા જાય છે અને ખુદનો જ છાપો મરાઈ જાય છે 😉 મતલબ કે ખુદ જ કોઈ કાવત્રાનો શિકાર બની જાય છે અને મિશન ખુદ તેમના પર જ બેકફાયર થાય છે  . . . અને અકસ્માતવત કેટલાય નિર્દોષોની જાન દાવ પર લાગી જાય છે . . . અને હવે તેઓ પર બદનક્ષીનો દાવો લગાવાય છે અને તેઓને સૈન્યમાંથી કાઢી મુકાય છે ! . . . અને હવે શરુ હાય છે , એક ખાનગી મિશન કે જેમાં તેઓ એ શોધવામાં લાગી જાય છે કે કોણે તેમની પીઠમાં છરો માર્યો હતો ??? . . . અને ફરી એજ ધાય ધાય અને ઢીશુમ ઢીશુમ ❗ . . . . પહેલેથી લઈને છેલ્લે સુધી , સ્ટોરીમાં કાઈ કરતા કાઈ ભલી વાર નથી અને બધા જ એકટરો સાવ ચમનીયા જેવા લાગે છે . . . કોઈ પણ પકડ નહિ અને કોઈ પણ ધરપકડ નહિ 😉 . . . ભૂલે ચૂકેય જોતા નહિ , લાગે બાગે લોહીની ધાર . . . મારા પર નામ નહિ 😉

ક્યાં જોયું અને કેમ ? : આ તારું ઘર આ મારું ઘર ! / દર્શક માત્ર ભૂલને પાત્ર 😯

Verdict : [ 😦 ] < 😐 < 🙂 < 😎 < 😀 < 😆 ,

Losers & Sons Ltd 😉

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Fist of Fury 7} Fists of Fury , 1971

Verdict : [ 😦 ] < 😐 < 🙂 < 😎 < 😀 < 😆 ,

ફીસ્ટ ઓફ ફ્યુરી હોય તો , મારે શું ? . . હાં , ફીસ્ટ ઓફ “રસ – પૂરી” હોય તો વાત અલગ છે 😉

Way of dragon 8} The Way of the Dragon , 1972

Verdict : [ 😦 ] < 😐 < 🙂 < 😎 < 😀 < 😆 ,

તમારી પાસે ડ્રે’ગન’ છે , તો અમારી પાસે દેવ’ગન’ છે [ કોમ્બો પેકમાં ,પાછી “કાજોલ” પણ ભેગી આવે 😀 ]

– – – – – – – – – – – – – – – – – – – – –

આ તો મારી ટાપ ‘લી‘ અને નીકળ્યો , બ્રુસ ‘લી‘ 😀 . . . કેટલાય દિવસોથી હું ઉત્સાહિત હતો બ્રુસ લીના હી . . હા , જોવા માટે . . . પણ , છેલ્લે , હાથમાં શું આવ્યું . . . ચોટ ‘લી‘ 😉 [ મતલબ કે મને ચોટ લાગી ❗ ] . . . એકસાથે ત્રણેય મુવી [ ઉપરોક્ત ] . . . સાથે જ રાખ્યા હતા , જોવા માટે . . . પણ પણ ને પણ . . . પહેલા બે મુવીઝ તો એટલા રેઢીયાળ નીકળ્યા કે તેના રિવ્યુઝ લખવા માટે , હું મારી આંગળીઓ પણ નહિ દુખાડું !!! . . . પહેલું મુવી તો એટલું બોગસ છે કે વાત જ જવા ધ્યો અને બીજું મુવી તો ખુદ બ્રુસ લીએ ડીરેક્ટ કર્યું છે . . . પણ , તેમાય માત્ર એક્શન સિક્વન્સને બાદ કરતા કાઈ કરતા કાઈ “ભલી” વાર નથી [ બ્રુસ લીની સારી બહેનનું નામ , ભ’લી’ હતું 😀 ] . . . અને , છેલ્લે માંડ માંડ , વોર્નર બ્રધર્સ ચિત્રમાં આવ્યું અને ત્રીજી સીરીઝ પોતાના હાથમાં લીધી .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

9} Enter the Dragon , 1973

e અહીંયા બ્રુસ લી , એક અત્યંત પ્રતિષ્ઠિત માર્શલ આર્ટસ સ્કૂલનો , એક પ્રતિભાશાળી વિદ્યાર્થી [ લી ] હોય છે કે જેણે તેની બધી જ તાલીમ પૂરી કરી લીધેલ હોય છે અને હવે ગુરુદક્ષિણાનાં રૂપે તેના ગુરુજી તેની પાસે એક વસ્તુની માંગણી કરે છે , એ હોય છે . . . એ ભૂતપૂર્વ વિદ્યાર્થીને [ હાન ] પકડાવવાનું કે જેણે ભૂતકાળમાં અહીંયા તાલીમ લીધેલ હોય છે અને હવે તે એક ખતરનાક ગુનેગાર તરીકે ઊભરી રહ્યો હોય છે અને તેમની આ પવિત્ર પ્રણાલીને પૂરી દુનિયામાં બદનામ કરી રહ્યો હોય છે ! . . . હાન , દર વર્ષે તેના એક પ્રાઈવેટ ટાપુ , પર એક અનોખી માર્શલ આર્ટસ પ્રતિયોગીતા યોજે છે અને ભારે ઇનામી રકમ આપે છે . . . અને , લી ‘ નું ત્યાં જવાનું ગોઠવાય છે . . . અને શરુ થાય છે , એ ભેદી ટાપુનું રહસ્ય કે જ્યાં આ પ્રતિયોગીતા યોજાવાની હોય છે અને સાથે રહેલા બીજા આફ્રિકન-અમેરિકન કરાટેબાજોની બ્રુસ લી સાથેની લડાઈ ! . . . .  એ દિવસોમાં બ્રુસ લીનો ભારે ક્રેઝ હતો અને તેને જ કારણે , તેની બધી જ ફિલ્મો એશિયન માર્કેટમાં અને ખાસ કરીને હોંગકોંગમાં ટીકીટબારી છલકાવી દેતી ! . . . આ ભાગ , એક સારી ફિલ્મની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઠીક ઠાક છે અને બ્રુસ લી ક્યારેક વધારે પડતા પોતાના સ્નાયુઓ ખેંચી ખેંચીને , આપણા મગજની નસ પણ ખેંચે છે 😀

ક્યાં જોયું અને કેમ ? : Enter the HOME / થોડી તોડ-ફોડ કરવાની ઈચ્છા હતી માટે 😉

Verdict : 😦 < [ 😐 ] < 🙂 < 😎 < 😀 < 😆 ,

હવે ડ્રેગનમાં એન્ટર કરી જ ગયા છો , તો થોડું હું હા કરી ને જ જાવ 😉

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Winner :  Arthur Christmas   Pleasant WatchWheels on Meals

LooserFists of Fury

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

1} Second Trailer of , ” Jack the Giant Slayer

2} Second Trailer of , ” Oblivion

Advertisements