ટૅગ્સ
Bollywood, Delhi safari, Jaane kaha se aayi hai, Jab tak hai jaan, Khiladi 786, Luv Shuv tey chicken khurana, Monthly Reviews
ઈચ્છા તો હતી કે , અગાઉથી જ ચાલુ રહેલી 5b3 સીરીઝ આપું . . . પણ બણ ને પણ . . ભેદી કારણોસર શક્ય ન બન્યું 😦 . . . અને પહેલીથી જ તૈયાર આ પોસ્ટ મુકવી પડી . . . તો એમાં શું ! . . . આપણે રોટલાનું કામ કે ટપાકાનું ? { આવું , મારી મમ્મી ક્યારેક મને કહેતી હોય છે 😀 } . . . 5b3 નો સાજ શણગાર થાય જ છે , બસ ઘોડે ચડે એટલી વાર 🙂
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
Our Side { Bollywood } :
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
1} Khiladi 786 , 2012
ખિલાડી 786 , એટલે જાણે બપોરના સમયે જે વાનગી વધી હતી , તેનો સાંજ પડ્યે મરી મસાલા નાખીને બનાવેલી નવી વાનગીના નામે કરાયેલો આપણી માથે પ્રયોગ 😀 . . . એ જ . . . હવામાં ઉલળતા એક્સ્ટ્રા કલાકારો + એક આઈટમ સોંગ + અચાનક જ વિદેશી લોકેશન્સ પર પહોંચી જઈને ગીત ગાવા માંડવું + ટેલેન્ટ હોવા છતાં સડક છાપ એક્ટિંગથી દિન-પ્રતિદિન વધુ ને વધુ મોટો હથોડો બની રહેલો અક્ષય કુમાર . . . હા , પણ અસીન ” મરાઠી ” સાડીમાં ખુબ સુંદર લાગે છે . . . ” હુક્કા બાર ” અને ” સારી સારી રાત ” એ બંને ગીતો ખુબ મીઠાશભર્યા હતા 🙂 That’s all my lord 😉
ક્યા જોયું અને કેમ ? : “ઘર” 786 / બસ બે કલાક મગજને Standby પર મુકવું હતું 😀
Verdict : [ 😦 ] < 😐 < 🙂 < + 🙂 < 😀 < + 😀
Retired + Tired + Retarded Khiladi 😉 અને પેલી N.R.I પુત્રવધુઓ . . . 😀
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
2} Jab Tak Hai Jaan , 2012
એક ખુશમિજાજ ” બેકાર / મહેનતુ ” 🙂 અને એક ” રૂપસુંદરી / અંધશ્રદ્ધાળુ ” 😀 ની પ્રેમકહાની . . . સાથે છે , With Twist & Turn આપણી કાનુડી , હરેક પળે જીવંત એવી ‘જીવિકા’ . . ઉપ્પ્સ ” અકીરા ” { એક ડઝન ટૂંકી ચડ્ડીઓ સાથે 😀 } . . [ અકીરા શબ્દનો અર્થ થાય . . .તેજસ્વી / બુદ્ધિશાળી ] . . . ઘરે મુવી જોવાનો ફાયદો એ કે , તમને લોકોને મૂવીની સ્ટોરી કહેવી ન પડે અને સીધી વાત નો બકવાસ શક્ય બને 🙂 . . .મતલબ કે મુવીના સારા/નરસા પાસા વિષે તરત જ વાત થાય . . . સ્ટોરીની દ્રષ્ટિએ જોઈએ તો ઠીક ઠીક કહી શકાય . . .
યશ ચોપરાની હર મુવીઝ્ની માફક , Lead Female Characters એકદમ સુંદર અથવા તો અતિસુંદર અને મ્યુઝીક અત્યંત લુભાવનારુ . .પણ અહિયાં , એ આર રહેમાને મન મારીને સંગીત ભાણામાં પીરસ્યું હોય તેવું લાગ્યું 😦 . . . { તેમ છતાય , જીયા રે , સોંગ અત્યંત અદભુત છે , નીતિ મોહનના અવાજમાં . . વાહ , ગાંડી તું તો કાનમાંથી સોંસરવી થઇ હૃદયમાં ઉતરી ગઈ 🙂 } . . જેમ કે ” સાંસ ” ગીત જયારે શરુ થાય છે , ત્યારે તેનો ઉપાડ શ્રેયાનાં સ્વરે અદભુત છે , પણ પછી ગીત ક્યાં ડચકા ખાવા માંડે છે , એ ખ્યાલ જ નથી રહેતો 😦 { અને પાછું આ ગીતમાં , શાહરૂખ અને કેટરીના કેવા ડફોળ જેવા લાગે છે :evil:}
કેટરીના અત્યંત અત્યંત સુંદર લાગે છે , પણ એકદમ ભાવવાહી દ્રશ્યોમાં , તેની પીપુડી વાગી જાય છે અને સાવ ચંબુ જેવી લાગે છે 😦 . . . શાહરૂખ પ્રથમ ભાગમાં એકદમ નવા નિશાળિયા જેવો , વિના કારણ સતત હસ્યે જ રાખે છે પણ બીજા ભાગમાં તેનામાં કૈક જાન આવે છે ( જબ તક , અનુષ્કા હે તબ તક ! ) . . . અનુષ્કા દર વખતની જેમ બીજાની આંખો આંજી નાખે છે , પોતાની મ્હો-ફાડ સ્માઈલ આપીને અને અત્યંત જીવંત અભિનય કરીને [ પણ અહિયાં , તે પણ ક્યારેક ક્યારેક Artificial લાગે છે ! ] . . .પણ પણ . . પણ , હંમેશની જેમ અનીલ મેહતા [ સીનેમેટોગ્રાફર ] બધાયને ઓવરટેક કરી જાય છે , ફિલ્મ Visually અત્યંત સુપર્બ છે 🙂 . . પણ વળી પાછી થોડી વધુ પડતી લાંબી પણ છે . . . રિશી – નીતુનો કેમિયો એકદમ બોગસ છે [ અને કેટલાય વર્ષો બાદનું , માં – દીકરીનું એ દ્રશ્ય કે . . . જેની નીતુ સિંહ અને કેટરીનાએ બરાબરની પપુડી બોલાવી દીધી , આટલું બોગસ દ્રશ્ય મેં યશ ચોપરાની મૂવીઝમાં ક્યારેય પણ નથી જોયું 🙄 ] . . અરે , હાં ફિલ્મની Opening Sequenceમાં આવતી પેલી Poem અને તે Scene પણ ખુબ જ સુંદર છે .
ક્યા જોયું અને કેમ ? : જબ તક હે ઘર / ” Yash Chopra ” + કેટરીના + અનુષ્કા 😎
Verdict : 😦 < [ 😐 ] < 🙂 < + 🙂 < 😀 < + 😀
સદગત , યશ ચોપરા વિશેના , જય વસાવડાના લેખ તો આપે વાંચ્યા જ હશે પણ , વડીલ સલીલ દલાલના આ બે લેખ પણ આપને ખુબ જ ગમશે . . . [ 1 ] & [ 2 ]
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
3} Luv Shuv Tey Chicken Khurana , 2012
ઓમી ઘરેથી ભાગી ગયેલો એક બદમાશ જુવાનીયો અને હવે એક નિષ્ફળ અને ખોટથી ખરડાયેલ , લંડન જેવા મોંઘા શહેરમાંનો એક બેકાર હતો 🙂 હવે તે પુન: પંજાબ પાછો કાઈક , પૈસાનો જુગાડ કરવા આવે છે . . . તેના ઘરમાં એક ચુપચાપ અને ચિત્રવિચિત્ર હરકતો કરતા દાદાજી , કાકા/કાકી અને એક પિત્રાઈ ભાઈ અને વધારામાં . . .
એક સનકી અને આખો દિવસ માત્ર ગંજી પહેરીને રેડિયો સાંભળતો , દુરનો મામો [ ટિટુ ] હોય છે 😀 . . . . શું ટોપીબાજ ઓમી ઘરનાને કોઈને ટોપી પહેરાવી શકે છે ? . . . રોજ દાદાજીને તપાસવા આવતી ડોક્ટર , તો તે જયારે ઘરેથી ભાગી ગયો હતો ત્યારની પ્રેમિકા નીકળી !!!! . . અને તેની સગાઇ પાછી તેના જ નાના ભાઈ સાથે નક્કી થઇ ચુકી હોય છે ! . . . અહીંયા તમને મળશે . . પ્રેમ . . બેમ . . અને ખીચડી – શાક { હું શાક-આહારી છું અને મારા મતે , ખીચડીને ગુજરાતનું રાજકીય ખાણું ઘોષિત કરી દેવું જોઈએ 😉 }
Pure Rough & પંજાબી Background . . . સતત Background માં વાગતું હળવું અને દ્રશ્યને અનુરૂપ પંજાબી સંગીત અને શુધ્ધ પંજાબી દેશી ગીત . . . દિગ્દર્શક તરીકેની પહેલી જ ફિલ્મમાં સમીર શર્મા , પુરેપુરી ફિલ્મમાં એક દ્રશ્યમાંથી બીજા દ્રશ્યમાં એકદમ સહજતાથી લઇ જાય છે 🙂 . . .
દાદાજીના રોલમાં ” વિનોદ નાગપાલ ” હમ લોગના દિવસોની યાદ અપાવી જાય છે { ત્યારે તો હું નાનો હતો !!! પણ તો શું રીપીટ ટેલીકાસ્ટ પણ અમે નહિ જોયું હોય ??? વાત કરો છો ! } , કુણાલ કપૂર સહિતના બધા જ પાત્રો અદભુત અભિનય કરે છે અને હુમા કુરેશી તો મૂંગે મૂંગી જાણે આંખોથી જ આપણને હલબલાવી જાય છે . . . આખેઆખું મસ્ત પંજાબ જ અહીંયા ઉભું કરી દીધું છે 😎
કેટલાક અદભુત દ્રશ્યોમાં . . .
1] દાદા અને જુવાન ઓમી વચ્ચેનું ” પપ્પી અંગેની મંત્રણાનું ” દ્રશ્ય 😉 . . .
2] આંટી : ટીટુ તેરે કચ્છે કા સાઈઝ ક્યાં હૈ ? ઓમી લંડન સે કચ્છે લાના ભૂલ ગયા ! ટીટુ : 90 ટાઈટ . . 95 ઢીલા 😀 . . . જીત ( કુણાલ[ ઓમી ]નો કઝીન ) : પર , મામે તું સી તો કચ્છે પહનતે હી નહિ !!! . . . ટીટુ : તો ક્યાં હુઆ ! દિલ બડા હોના ચાહિયે 😀 😀
ફિલ્મ કેટલાક દ્રશ્યો અત્યંત શાંત પણ છે અને તમારી સુધી મૌન દ્વારા પહોંચે છે . . . અહીંયા સંબંધોનું મહત્વ ખુબ જ સરસ દર્શાવાયું છે . . . અહી માત્ર પ્રેમ , પ્રેમ અને પ્રેમ સિવાય કશું જ નથી . . . સિવાય થોડાક ગરબડ ગોટાળા . . અને થોડુક રહસ્ય 🙂
ક્યાં જોયું અને કેમ ? : લવ શવ તે ઘર / અજ્ઞાન કા બડા આનંદ હોતા હૈ ❗ ફિલ્મનો એક સંવાદ
Verdict : 😦 < 😐 < 🙂 < + 🙂 < [ 😀 ] < + 😀
તેરે ઉથ્થે મર જાવા ગુડ ખા કે
{ પાછું થોડું ઘી અને લોટ મળી જાય તો તો શીરો બની જાય & I Just Love ” શીરો “}
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
4} Jaane Kahan Se Aayi Hai , 2010
ઘણા સમયથી આ મૂવીની રાહ હતી અને પછી જે થયું તે છે . . . . ઉંધે મોઢે પટ્કાવું , બીજું શું 😆 . . . અચાનક એક એલીયન [ જેકલીન ] પૃથ્વી પર પ્રેમની તલાશમાં આવે છે અને તેને પૃથ્વી પર સાચો પ્રેમ મેળવી આપવા પ્રયત્ન કરતો હોય છે ; રીતેશ દેશમુખ ! . . . સ્ટોરી તો આપ , આગળ અનુમાન કરી જ શકો એવી છે . . . બાકી તો , સ્ટોરીના સપોર્ટીંગ પ્લોટમાં એવા તુક્કા માર્યા છે કે જેમાં છે ; રિતેશના મમ્મી-પપ્પાનો પ્લોટ [ જમીનનો નહિ 😉 ] અને અન્ય હીરો ‘ દેશ ‘ અને તેની બહેન ‘ નતાશા ‘ નો પ્લોટ !!! . . . પૂરી ફિલ્મમાં , ‘ જેકલીન ‘ એક આંટો ઢીલો હોય તેવી રીતે જ હસ્યા જ રાખે છે [ ફિલ્મ પૂરી થઇ ત્યાં સુધીમાં તો મારી આંખો અંજાઈ ગઈ હતી 😀 ] . . . રીતેશ પણ ઠીકઠાક લાગે છે . . . સ્ટોરીમાં કઈ કરતા કઈ ઉકાળી લેવા જેવું નથી [ ઘરે આવીને ચા ઉકાળી શકો છો ! ] માત્ર ને માત્ર , તમને જો એક મલકાટ કોઈ આપી જતું હોય તો . . . તે છે , રિતેશનો દોસ્તના રોલમાં ” વિશાલ મલ્હોત્રા ” . . .
ક્યાં જોયું અને કેમ ? : in House with mouse / એક હી ભૂલ 😉
Verdict : [ 😦 ] < 😐 < 🙂 < + 🙂 < 😀 < + 😀
લંકાની લાડી [ જેકલીન ] અને ઘોઘા જેવો વર [ રીતેશ ] 😆
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
5} Delhi Safari , 2012
ઘણા સમય બાદ , બોલીવુડમાંથી એનીમેશન આવ્યું અને અને અને . . . એનીમેશનને બદલે . . આ તો સ્ટોરી કમાલ કરી ગઈ ❗ . . એક નાનકડા અને સુખી વાઘ પરિવારનો , મુખ્ય માણસ . . ઉપ્પ્સ . . વાઘ [ પિતા ] {ડબિંગ – સુનીલ શેટ્ટી }, જંગલને કાપનાર એક કન્સ્ટ્રકશન કંપનીના હાથે માર્યો જાય છે અને તે નાનું વાઘબાળ પોતાના હીરો એવા પિતાને જ તેની નજરો સામે મરતા જુવે છે . . . અને તે નાનું બચ્ચું નક્કી કરે છે કે તે આ પ્રાણીઓ અને જંગલોના વિનાશને રોકશે અને તેના માટે તે દિલ્હી – પાર્લામેન્ટમાં જઈને રજૂઆત કરશે !!! અને તે નીકળી પડે છે , એક બટકબોલા વાંદરા [ ડબિંગ – ગોવિંદા , અને એ પણ મસ્ત અંદાજમાં ]અને ચપડ ચપડ રમુજો કરતા રીંછ [ ડબિંગ – બોમન ઈરાની કે બમન ઈરાની 🙂 ], તેની માં [ ડબિંગ – ઉર્મિલા માન્તોડકર , હો જા રંગીલા રે ! ] અને એક માણસોની ભાષામાં વાત કરતા પોપટ [ ડબિંગ – અક્ષય ખન્ના – Good One ] સાથે દિલ્હી જવા ઉપડે છે . . . અને શરુ થાય છે , સંઘર્ષરૂપી મરી અને મીઠારૂપી મુસીબતોથી ભભરાવેલ મસ્ત કથા . . .
ફીલ્મની મધ્યમાં , આવતું એક થીમ સોંગ ” નહી ભઈ નહી . . ” ખુબ જ મસ્ત એનીમેટેડ કરાયું છે . . . . . અને જયારે , પૂરી ટોળકી , આપણા ગુજરાતના કચ્છમાં પ્રવેશે છે , ત્યારે આવતું ” ફ્લેમિંગો “નું સ્વાગતમ સોન્ગનું એનીમેશન અને થીમ બંને ખુબ સરસ છે 🙂 . . . એક મનોરંજક વાર્તામાં જે કઈ પણ હોવું જોઈએ તે બધા જ Twist & Turns અને થોડી થોડી વારે આવતા સબપ્લોટ્સ ખુબ જ સરસ રીતે ઉમેરાયા છે . અને ફિલ્મી કલાકારોનું ડબિંગ તો બસ મોજે મોજ છે . . . [ ગોવિન્દા એટલે ભાઈ , ગોવિંદા { વાંદરા સાથે પરફેક્ટ મેચ 😉 } ] . . . અને છેલ્લે છેલ્લે , પોપટ મસ્ત રીતે કલાઇમેક્ષ પૂરો કરે છે . . . All is well if END is well , Oh Chachu all is well 🙂
ક્યાં જોયું અને કેમ ? : “HOME” Safari / बस एवै ही 😎
Verdict : 😦 < 😐 < 🙂 < [ + 🙂 ] < 😀 < + 😀 ,
Not for the Animation , but for the Story 🙂
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
Winner { January } : Luv Shuv Tey Chicken Khurana
Looser { January } : Jaane Kahan Se Aayi Hai
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
લટકામાં . . !
1} સ્પેશિઅલ છ્બ્બીસનું , પ્રણયથી ભરેલું નાજુક ગીત 🙂
2} અને સાહિબ , બીવી ઔર ગેંગસ્ટર રિટર્ન્સનું ટ્રેઇલર . . [ મોટાભાગે તો બધાયે જોઈ જ લીધું હશે ! ] . . પણ તેમ છતાયે , મારા અને ઈરફાન માટે જોવામાં કશો વાંધો નહિ . . . ” જંગ , હોગી ઔર ઘમાસાન હોગી ❗ ”
yuvrajjadeja said:
સાચી વાત છે અક્ષય ટેલેન્ટેડ હોવા છતાં આવી ફિલ્મો ! જબ તક સ્ટોરી વાઈઝ ઠીક અધર વાઈઝ ગ્રેટ… રેસ્ટ ઓફ રિવ્યુઝ એઝ યુઝઅલ justifying & with creative images
LikeLike
નિરવ ની નજરે . . ! said:
જોઈએ હવે , અક્ષયની સ્પેશિઅલ છબ્બીસમાં , નીરજ પાંડે રંગ રાખે છે કે અક્ષય રંગ બગાડે છે 😉
LikeLike
ધવલ સુધન્વા વ્યાસ said:
મને તો લાકે છે કે જેમ ગોવિંદાએ પાછળથી પોતાની એક બ્રાન્ડ ઈમેજ ઊભી કરી દીધી હતી જેમાં તે ગાંડા જેવા કોમેડી રોલ્સ કરતો થઈ ગયો હતો, તેમ જ અક્ષયભાઈ પણ પોતાની એક આગવી છાપ ઊભી કરવા માંગતા લાગે છે…
LikeLike
નિરવ ની નજરે . . ! said:
કારણકે , એક હદ બાદ હવે અક્ષય કુમાર હીટ અને ફ્લોપથી ઘણો આગળ નીકળી ગયો છે . . . અને , તે બસ સતત કઈક ને કઈક નવું કર્યે જ રાખે છે . . . ચાહે તે ઉંધે મોઢે પછડાય કે અચાનક તેને જેકપોટ લાગે [ રાઉડી રાઠોડ ! ] . . . તેની રેન્જ ક્યારેક , ઓહ માય ગોડ સુધી પહોંચે છે . . . તો ક્યારેક . . . તીસમારખા સુધી 😉
LikeLike
yuvrajjadeja said:
૨૬ માં અક્ષય અને નીરજ બંને એ રંગ રાખ્યો 🙂
LikeLike
નિરવ ની નજરે . . ! said:
હજી બસ જોઇને જ આવ્યો 🙂 અને માત્ર મોજે મોજ . . . ખાસ તો , અનુપમ ખેર . . . 😀
LikeLike
Ankit said:
મને તો પેલો મામો (ટિટુ) યાદ આવે ..કેવો ખાધુડકો ….. ઉપર થી પેલો dialogue “…….કરને સે પ્યાર બઢતા હૈ”…..મોજે મસ્તરામ હો ભાઈ।।।
LikeLike
નિરવ ની નજરે . . ! said:
એ મામા માટે , આપણી કાઠીયાવાડી ભાષામાં એક પરફેક્ટ શબ્દ છે ” સુધરો ” પણ , :arrow:જેઓ આ શબ્દ ન જાણતા હોય , તેમના માટે આ શબ્દને . . . ‘સ’ અડધો અને ‘હ’ અડધો , એમ બંને અક્ષર ભેગા કરીને બોલવું 😉 . . અને લઘરો પણ ખરું 😀
LikeLike
RonakHD said:
પેહલી વાર એવું બન્યું કે તમારા રીવ્યુ માંથી એક પણ મૂવી મેં જોયેલું નથી …. પણ હવે અમુક મૂવી તો એમાંથી જોવા જ પડશે …
LikeLike
નિરવ ની નજરે . . ! said:
આ તો બોલી શકતા ઝાડનું અપમાન છે [ બોલીવુડ ] 😳 . . કાઈ વાંધો નહિ , ઘરના જ છે . . . મોડા જોશો તો પણ કોઈ નહિ ખીજાય 😉
LikeLike
RonakHD said:
nice one …. and sure….
LikeLike
M.D.Gandhi, U.S.A. said:
તમે જે રિવ્યુઝ આપ્યાં છે તે બરાબર છે…..!!!!
LikeLike
નિરવ ની નજરે . . ! said:
My pleasure , Gandhi Sir 🙂 , આશા છે કે તમે મજા માણતા હશો .
LikeLike
paras detroja said:
Nothing can better describe “JKSAH” than “લંકાની લાડી [ જેકલીન ] અને ઘોઘા જેવો વર [ રીતેશ ]” 😛 😛 Just Perfect. You are writing very nicely, eager to see you as Rajiv Masend of gujarati language. thanks 🙂
LikeLike
નિરવ ની નજરે . . ! said:
Welcome aboard , Parasbhai 🙂 . . . ખરેખર , તો એ અચાનક ઝબ્કેલી વીજળી જેવો ઝબકાર જ હતો . . . કે જે બંધબેસતો ફીટ થઇ ગયો . . . આટલુ ઝીણવટભર્યું વાંચશો , તો લખવાની વધુ મજા આવશે 🙂 . . . અને હાં , મેં ફિલ્મ રિવ્યુઝની સીરીઝનાં બે ભાગ , રાજીવ મસંદ પરથી નહિ [ જો કે તેઓ , પણ Our films અને Their films એમ બે અલગ વિભાગ રાખે છે ] પણ સત્યજીત રે પરથી રાખ્યા હતા . . . કારણકે , તેઓએ પણ તે નામક આવી ડોક્યુમેન્ટ્રી બનાવી હતી .આવતા રહેશો 🙂
LikeLike
ધવલ સુધન્વા વ્યાસ said:
આ Delhi Safariનો રિવ્યુ વાંચીને લાગે છે કે બાળકોને બતાવવી જ પડશે કેમકે એ બહાને પોતાને પણ જોવા મળી જશે… 🙂 આભાર
LikeLike
નિરવ ની નજરે . . ! said:
હાં , દિલ્હી સફારી એકંદરે તો મોટાઓને સંદેશ આપવા માટે છે , પણ તેને જોવા માટે તો બાળકનું હૃદય અને તેમની આંખો જોઇશે 🙂 . . . બાળકોને બતાવશો , તેઓ ખુબ રાજી થશે . . . હાં , ખુબ જ ઉચ્ચ કક્ષાનું એનીમેશન નથી પણ એક ભારતીય સ્પર્શ તો ખરો જ .
LikeLike
Prashant Goda said:
sans songs 2 good
LikeLike
નિરવ ની નજરે . . ! said:
95 % 🙂
LikeLike