ટૅગ્સ

, , , , , ,

ઈચ્છા તો હતી કે , અગાઉથી જ ચાલુ રહેલી 5b3 સીરીઝ આપું . . . પણ બણ ને પણ . . ભેદી કારણોસર શક્ય ન બન્યું 😦 . . . અને પહેલીથી જ તૈયાર આ પોસ્ટ મુકવી પડી . . . તો એમાં શું ! . . . આપણે રોટલાનું કામ કે ટપાકાનું ? { આવું , મારી મમ્મી ક્યારેક મને કહેતી હોય છે 😀  } . . . 5b3 નો સાજ શણગાર થાય જ છે , બસ ઘોડે ચડે એટલી વાર 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Our Side { Bollywood } :

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Khiladi 786

Khiladi 786

1} Khiladi 786 , 2012

ખિલાડી 786 , એટલે જાણે બપોરના સમયે જે વાનગી વધી હતી , તેનો સાંજ પડ્યે મરી મસાલા નાખીને બનાવેલી નવી વાનગીના નામે કરાયેલો આપણી માથે પ્રયોગ 😀 . . . એ જ . . . હવામાં ઉલળતા એક્સ્ટ્રા કલાકારો + એક આઈટમ સોંગ + અચાનક જ વિદેશી લોકેશન્સ પર પહોંચી જઈને ગીત ગાવા માંડવું + ટેલેન્ટ હોવા છતાં સડક છાપ એક્ટિંગથી દિન-પ્રતિદિન વધુ ને વધુ મોટો હથોડો બની રહેલો અક્ષય કુમાર . . . હા , પણ અસીન ” મરાઠી ” સાડીમાં ખુબ સુંદર લાગે છે . . . ” હુક્કા બાર ” અને ” સારી સારી રાતએ બંને ગીતો ખુબ મીઠાશભર્યા હતા 🙂 That’s all my lord 😉

ક્યા જોયું અને કેમ ? : “ઘર” 786 / બસ બે કલાક મગજને Standby પર મુકવું હતું 😀

Verdict : [ 😦 ] < 😐 < 🙂 < + 🙂 < 😀 < + 😀 

Retired + Tired + Retarded Khiladi 😉 અને પેલી N.R.I પુત્રવધુઓ . . . 😀

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

It's Chilling !

Too Cold Chemistry !!!

2} Jab Tak Hai Jaan , 2012

એક ખુશમિજાજ ” બેકાર / મહેનતુ ” 🙂 અને એક ” રૂપસુંદરી / અંધશ્રદ્ધાળુ ” 😀 ની પ્રેમકહાની . . . સાથે છે , With Twist & Turn આપણી કાનુડી , હરેક પળે જીવંત એવી ‘જીવિકા’ . . ઉપ્પ્સ ” અકીરા ” { એક ડઝન ટૂંકી ચડ્ડીઓ સાથે 😀 } . . [ અકીરા શબ્દનો અર્થ થાય . . .તેજસ્વી / બુદ્ધિશાળી ] . . .  ઘરે મુવી જોવાનો ફાયદો એ કે , તમને લોકોને મૂવીની સ્ટોરી કહેવી ન પડે અને સીધી વાત નો બકવાસ શક્ય બને 🙂 . . .મતલબ કે મુવીના સારા/નરસા પાસા વિષે તરત જ વાત થાય . . . સ્ટોરીની દ્રષ્ટિએ જોઈએ તો ઠીક ઠીક કહી શકાય . . .

Live Wire !

Live Wire !

યશ ચોપરાની હર મુવીઝ્ની માફક , Lead Female Characters એકદમ સુંદર અથવા તો અતિસુંદર અને મ્યુઝીક અત્યંત લુભાવનારુ . .પણ અહિયાં , એ આર રહેમાને મન મારીને સંગીત ભાણામાં પીરસ્યું હોય તેવું લાગ્યું 😦 . . . { તેમ છતાય , જીયા રે , સોંગ અત્યંત અદભુત છે , નીતિ મોહનના અવાજમાં . .  વાહ , ગાંડી તું તો કાનમાંથી સોંસરવી થઇ હૃદયમાં ઉતરી ગઈ  🙂 } . . જેમ કે ” સાંસ ” ગીત જયારે શરુ થાય છે , ત્યારે તેનો ઉપાડ શ્રેયાનાં સ્વરે અદભુત છે , પણ પછી ગીત ક્યાં ડચકા ખાવા માંડે છે , એ ખ્યાલ જ નથી રહેતો 😦 { અને પાછું આ ગીતમાં , શાહરૂખ અને કેટરીના કેવા ડફોળ જેવા લાગે છે :evil:}

એ પ્રેમાળ અને જુવાન ડોસો ચાલ્યો ગયો :(

એ પ્રેમાળ અને જુવાન ડોસો ચાલ્યો ગયો 😦

કેટરીના અત્યંત અત્યંત સુંદર લાગે છે , પણ એકદમ ભાવવાહી દ્રશ્યોમાં , તેની પીપુડી વાગી જાય છે અને સાવ ચંબુ જેવી લાગે છે 😦 . . . શાહરૂખ પ્રથમ ભાગમાં એકદમ નવા નિશાળિયા જેવો , વિના કારણ સતત હસ્યે જ રાખે છે પણ બીજા ભાગમાં તેનામાં કૈક જાન આવે છે ( જબ તક , અનુષ્કા હે તબ તક ! ) . . . અનુષ્કા દર વખતની જેમ બીજાની આંખો આંજી નાખે છે , પોતાની મ્હો-ફાડ સ્માઈલ આપીને અને અત્યંત જીવંત અભિનય કરીને [ પણ અહિયાં , તે પણ ક્યારેક ક્યારેક Artificial લાગે છે ! ] . . .પણ પણ . . પણ , હંમેશની જેમ અનીલ મેહતા [ સીનેમેટોગ્રાફર ] બધાયને ઓવરટેક કરી જાય છે , ફિલ્મ Visually અત્યંત સુપર્બ છે 🙂 . . પણ વળી પાછી થોડી વધુ પડતી લાંબી પણ છે . . . રિશી – નીતુનો કેમિયો એકદમ બોગસ છે [ અને કેટલાય વર્ષો બાદનું , માં – દીકરીનું એ દ્રશ્ય કે . . .  જેની નીતુ સિંહ અને કેટરીનાએ બરાબરની પપુડી બોલાવી દીધી , આટલું બોગસ દ્રશ્ય મેં યશ ચોપરાની મૂવીઝમાં ક્યારેય પણ નથી જોયું 🙄 ] . . અરે , હાં ફિલ્મની Opening Sequenceમાં આવતી પેલી Poem અને તે Scene પણ ખુબ જ સુંદર છે .

ક્યા જોયું અને કેમ ? : જબ તક હે ઘર / ” Yash Chopra ” + કેટરીના + અનુષ્કા 😎

Verdict : 😦 < [ 😐 ] < 🙂 < + 🙂 < 😀 < + 😀

સદગત , યશ ચોપરા વિશેના , જય વસાવડાના લેખ તો આપે વાંચ્યા જ હશે પણ , વડીલ સલીલ દલાલના આ બે લેખ પણ આપને ખુબ જ ગમશે . . . [ 1 ] & [ 2 ]

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

3} Luv Shuv Tey Chicken Khurana , 2012

ઓમી ઘરેથી ભાગી ગયેલો એક બદમાશ જુવાનીયો અને હવે એક નિષ્ફળ અને ખોટથી ખરડાયેલ , લંડન જેવા મોંઘા શહેરમાંનો એક બેકાર હતો 🙂 હવે તે પુન: પંજાબ પાછો કાઈક , પૈસાનો જુગાડ કરવા આવે છે . . . તેના ઘરમાં એક ચુપચાપ અને ચિત્રવિચિત્ર હરકતો કરતા દાદાજી , કાકા/કાકી અને એક પિત્રાઈ ભાઈ અને વધારામાં . . .

Tittu

Tittu

એક સનકી અને આખો દિવસ માત્ર ગંજી પહેરીને રેડિયો સાંભળતો , દુરનો મામો [ ટિટુ ] હોય છે 😀 . . . . શું ટોપીબાજ ઓમી ઘરનાને કોઈને ટોપી પહેરાવી શકે છે ? . . . રોજ દાદાજીને તપાસવા આવતી ડોક્ટર , તો તે જયારે ઘરેથી ભાગી ગયો હતો ત્યારની પ્રેમિકા નીકળી !!!! . . અને તેની સગાઇ પાછી તેના જ નાના ભાઈ સાથે  નક્કી થઇ ચુકી હોય છે ! . . . અહીંયા તમને મળશે . . પ્રેમ . . બેમ . . અને ખીચડી – શાક { હું શાક-આહારી છું અને મારા મતે , ખીચડીને ગુજરાતનું રાજકીય ખાણું ઘોષિત કરી દેવું જોઈએ 😉 }

Pure Rough & પંજાબી Background . . . સતત Background માં વાગતું હળવું અને દ્રશ્યને અનુરૂપ પંજાબી સંગીત અને શુધ્ધ પંજાબી દેશી ગીત . . . દિગ્દર્શક તરીકેની પહેલી જ ફિલ્મમાં સમીર શર્મા , પુરેપુરી ફિલ્મમાં એક દ્રશ્યમાંથી બીજા દ્રશ્યમાં એકદમ સહજતાથી લઇ જાય છે 🙂 . . .

તમે એટલે તમે , બાકી બધા અમે !

તમે એટલે તમે , બાકી બધા અમે !

દાદાજીના રોલમાં ” વિનોદ નાગપાલ ” હમ લોગના દિવસોની યાદ અપાવી જાય છે { ત્યારે તો હું નાનો હતો !!! પણ તો શું રીપીટ ટેલીકાસ્ટ પણ અમે નહિ જોયું હોય ??? વાત કરો છો ! } , કુણાલ કપૂર  સહિતના બધા જ પાત્રો અદભુત અભિનય કરે છે અને હુમા કુરેશી તો મૂંગે મૂંગી જાણે આંખોથી જ આપણને હલબલાવી જાય છે . . . આખેઆખું મસ્ત પંજાબ જ અહીંયા ઉભું કરી દીધું છે 😎

કેટલાક અદભુત દ્રશ્યોમાં . . .

1] દાદા અને જુવાન ઓમી વચ્ચેનું ” પપ્પી અંગેની મંત્રણાનું ” દ્રશ્ય 😉 . . .

2] આંટી : ટીટુ તેરે કચ્છે કા સાઈઝ ક્યાં હૈ ? ઓમી લંડન સે કચ્છે લાના ભૂલ ગયા ! ટીટુ : 90 ટાઈટ . . 95 ઢીલા 😀 . . . જીત ( કુણાલ[ ઓમી ]નો કઝીન ) : પર , મામે તું સી તો કચ્છે પહનતે હી નહિ !!! . . . ટીટુ : તો ક્યાં હુઆ ! દિલ બડા હોના ચાહિયે 😀 😀

Size doesn't matter !

Size doesn’t matter !

ફિલ્મ કેટલાક દ્રશ્યો અત્યંત શાંત પણ છે અને તમારી સુધી મૌન દ્વારા પહોંચે છે . . . અહીંયા સંબંધોનું મહત્વ ખુબ જ સરસ દર્શાવાયું છે . . . અહી માત્ર પ્રેમ , પ્રેમ અને પ્રેમ સિવાય કશું જ નથી . . . સિવાય થોડાક ગરબડ ગોટાળા . . અને થોડુક રહસ્ય 🙂

ક્યાં જોયું અને કેમ ? : લવ શવ તે ઘર / અજ્ઞાન કા બડા આનંદ હોતા હૈ ❗  ફિલ્મનો એક સંવાદ

Verdict : 😦 < 😐 < 🙂 < + 🙂 < [ 😀 ] < + 😀

તેરે ઉથ્થે મર જાવા ગુડ ખા કે

{ પાછું થોડું ઘી અને લોટ મળી જાય તો તો શીરો બની જાય & I Just Love ” શીરો “}

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

jaane kaha se aayi hai !

jaane kaha se aayi hai !

4} Jaane Kahan Se Aayi Hai , 2010

ઘણા સમયથી આ મૂવીની રાહ હતી અને પછી જે થયું તે છે . . . . ઉંધે મોઢે પટ્કાવું , બીજું શું 😆 . . . અચાનક એક એલીયન [ જેકલીન ] પૃથ્વી પર પ્રેમની તલાશમાં આવે છે અને તેને પૃથ્વી પર સાચો પ્રેમ મેળવી આપવા પ્રયત્ન કરતો હોય છે  ;  રીતેશ દેશમુખ ! . . . સ્ટોરી તો આપ , આગળ અનુમાન કરી જ શકો એવી છે . . . બાકી તો , સ્ટોરીના સપોર્ટીંગ પ્લોટમાં એવા તુક્કા માર્યા છે કે જેમાં છે ; રિતેશના મમ્મી-પપ્પાનો પ્લોટ [ જમીનનો નહિ 😉 ] અને અન્ય હીરો ‘ દેશ ‘ અને તેની બહેન ‘ નતાશા ‘ નો પ્લોટ !!! . . . પૂરી ફિલ્મમાં ,  ‘ જેકલીન ‘ એક આંટો ઢીલો હોય તેવી રીતે જ હસ્યા જ રાખે છે [ ફિલ્મ પૂરી થઇ ત્યાં સુધીમાં તો મારી આંખો અંજાઈ ગઈ હતી 😀 ] . . . રીતેશ પણ ઠીકઠાક લાગે છે . . . સ્ટોરીમાં કઈ કરતા કઈ ઉકાળી લેવા જેવું નથી [ ઘરે આવીને ચા ઉકાળી શકો છો ! ] માત્ર ને માત્ર , તમને જો એક મલકાટ કોઈ આપી જતું હોય તો . . . તે છે , રિતેશનો દોસ્તના રોલમાં ” વિશાલ મલ્હોત્રા ” . . .

ક્યાં જોયું અને કેમ ? : in House with mouse / એક હી ભૂલ 😉

Verdict : [ 😦 ] < 😐 < 🙂 < + 🙂 < 😀 < + 😀

લંકાની લાડી [ જેકલીન ] અને ઘોઘા જેવો વર [ રીતેશ ] 😆

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

5} Delhi Safari , 2012

ઘણા સમય બાદ , બોલીવુડમાંથી એનીમેશન આવ્યું અને અને અને . . . એનીમેશનને બદલે . . આ તો સ્ટોરી કમાલ કરી ગઈ ❗ . . એક નાનકડા અને સુખી વાઘ પરિવારનો , મુખ્ય માણસ . . ઉપ્પ્સ . . વાઘ [ પિતા ] {ડબિંગ – સુનીલ શેટ્ટી }, જંગલને કાપનાર એક કન્સ્ટ્રકશન કંપનીના હાથે માર્યો જાય છે અને તે નાનું વાઘબાળ પોતાના હીરો એવા પિતાને જ તેની નજરો સામે મરતા જુવે છે . . . અને તે નાનું બચ્ચું નક્કી કરે છે કે તે આ પ્રાણીઓ અને જંગલોના વિનાશને રોકશે અને તેના માટે તે દિલ્હી – પાર્લામેન્ટમાં જઈને રજૂઆત કરશે !!! અને તે નીકળી પડે છે , એક બટકબોલા વાંદરા [ ડબિંગ – ગોવિંદા , અને એ પણ મસ્ત અંદાજમાં ]અને ચપડ ચપડ રમુજો કરતા રીંછ [ ડબિંગ – બોમન ઈરાની કે બમન ઈરાની 🙂 ], તેની માં [ ડબિંગ – ઉર્મિલા માન્તોડકર , હો જા રંગીલા રે ! ] અને એક માણસોની ભાષામાં વાત કરતા પોપટ [ ડબિંગ – અક્ષય ખન્નાGood One ] સાથે દિલ્હી જવા ઉપડે છે . . . અને શરુ થાય છે , સંઘર્ષરૂપી મરી અને મીઠારૂપી મુસીબતોથી ભભરાવેલ મસ્ત કથા . . .

The Players . .

The Players . .

ફીલ્મની મધ્યમાં , આવતું એક થીમ સોંગ ” નહી ભઈ નહી . .  ” ખુબ જ મસ્ત એનીમેટેડ કરાયું છે . . . . . અને  જયારે , પૂરી ટોળકી , આપણા ગુજરાતના કચ્છમાં પ્રવેશે છે , ત્યારે આવતું ” ફ્લેમિંગો “નું સ્વાગતમ સોન્ગનું એનીમેશન અને થીમ બંને ખુબ સરસ છે 🙂 . . . એક મનોરંજક વાર્તામાં જે કઈ પણ હોવું જોઈએ તે બધા જ Twist & Turns અને થોડી થોડી વારે આવતા સબપ્લોટ્સ ખુબ જ સરસ રીતે ઉમેરાયા છે . અને ફિલ્મી કલાકારોનું ડબિંગ તો બસ મોજે મોજ છે . . . [ ગોવિન્દા એટલે ભાઈ , ગોવિંદા { વાંદરા સાથે પરફેક્ટ મેચ 😉 } ] . . . અને છેલ્લે છેલ્લે , પોપટ મસ્ત રીતે કલાઇમેક્ષ પૂરો કરે છે . . . All is well if END is well , Oh Chachu all is well 🙂

ક્યાં જોયું અને કેમ ? : “HOME” Safari / बस एवै ही 😎

Verdict : 😦 < 😐 < 🙂 < [ + 🙂 ] < 😀 < + 😀 ,

Not for the Animation , but for the Story 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Winner { January } : Luv Shuv Tey Chicken Khurana

Looser { January }  : Jaane Kahan Se Aayi Hai

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

1} સ્પેશિઅલ છ્બ્બીસનું , પ્રણયથી ભરેલું નાજુક ગીત 🙂

2} અને સાહિબ , બીવી ઔર ગેંગસ્ટર રિટર્ન્સનું ટ્રેઇલર . . [ મોટાભાગે તો બધાયે જોઈ જ લીધું હશે ! ] . . પણ તેમ છતાયે , મારા અને ઈરફાન માટે જોવામાં કશો વાંધો નહિ . . . ” જંગ , હોગી ઔર ઘમાસાન હોગી ❗ ”