ટૅગ્સ

, , , , , ,

ઘણા સમયથી IMDb Top 250 ની સફર શરુ કરવાની ઈચ્છા હતી કે જેમાં તે મુવી અત્યારે IMDb Top 250નો ભાગ હોય અથવા તો નજીકના ભૂતકાળમાં તે તેનો હિસ્સો રહી ચુક્યું હોય અને આ બધી મસ્ત ફિલ્મો જો તમે જોઈ નાં હોય તો . . . . તો બસ તમે હજી કાઈ જ નથી જોયું ! , પણ કોઈ રીતે હુડ્કું કિનારે જ પહોંચતું ન હતું . . [ એક નોંધ : જબરદસ્ત પ્રતિસ્પર્ધાને કારણે ; મુવીઝ્નું સ્થાન બદલાતું રહે છે અને આ લીસ્ટ સતત અપડેટ થતું રહે છે ] { અને એક સન્માનનીય નોંધ : 3 ઇડીયટસ છેલ્લા ઘણા દિવસોથી સતત 240 થી 250 માં નંબરની આસપાસ રહ્યું છે . . . કદાચ ભારતનું પહેલું એવું મુવી કે જે IMDb Top 250 નો હિસ્સો બન્યું હોય :)}

તો હવે શરુ થશે , એક સીરીઝ IMDb Top 250 નાં નામે . . .  કે જેમાં થશે સિનેમા જગતની દિગ્ગજ ફિલ્મોની વાત . . . હજી પણ આ સફર ઓફીશયલી શરુ નથી થઇ . . . પણ આજની પોસ્ટમાં જ બે મસ્ત મુવીઝ્નો સમાવેશ થઇ જાય છે કે જેઓ એક સમયે તેમનો હિસ્સો હતા , તો કરીએ એક નવી સીરીઝના શ્રી ગણેશ 🙂 કે જેનું નામ છે . . . Towards the IMDb Top 250 .

{ કે જેમાં જાણકારોના મત મુજબ પોસ્ટ લાંબી થવાની ખુબ જ શક્યતા છે 😉 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Their Side { Hollywood } :

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

1} Skyfall , 2012

સ્ટોરી તો આપ સૌ જાણતા જ હશો કે નાટોનાં એજન્ટ્સનાં નામવાળી હાર્ડડિસ્ક ગુમ થાય છે અને કોઈ MI6નાં હેડક્વાર્ટર પર , ખાસ કરીને ‘ M ‘ પર દાઝ રાખીને હુમલો કરે છે , અને શરુ થાય છે ‘બોન્ડ‘ની ધબધબાટી . . .જયારે ડેનિયલ ક્રેગને નવા બોન્ડ તરીકે Sign કરાયો હતો . . ત્યારે ખુબ અફરાતફરી મચી હતી . . પણ જેવું કેસીનો રોયાલ રીલીઝ થયું કે એકેએકની બોલતી બંધ કરી દીધી . . નવા બોન્ડે પણ અને ડીરેક્ટર માર્ટીન કેમ્પબલ [કે જેમણે પીયર્સ બ્રોસ્નનની પહેલી બોન્ડ મુવી ” ગોલ્ડનઆઈ ” પણ બનાવેલી ! ] દ્વારા કૈક અલગ જ અપાયેલી ટ્રીટમેન્ટે પણ . . . { કે જેમાં સ્ટોરી , લોકેશન્સ , મ્યુઝીક અને એક્શનનો પણ સમાવેશ થઇ ગયો ! } . . . અને તે જ ઉંચી ધારણાઓ લઈને જોવા ગયેલા લોકો ” કવાંટમ ઓફ સોલેસ “માં ધોવાઈ ગયા 😦 અને હવે છેક ચાર વર્ષે બોન્ડની 50મી એનીવર્સરી નિમિતે ” સ્કાયફોલ ” મુવીએ ફરી કેસીનો રોયાલ સમયનો ક્લાસ ( ગુણવત્તા 🙂 ) તાજો કરી દિધો !

Fall starts . . !

Fall starts . . !

શરૂઆત જ થાય છે , એક 15 મિનીટ લાંબી દિલધડક Chase Sequence થી . . એ પણ ટર્કીના સાંકડી બજારોની ગલીઓ { ટર્કીની આ સાંકડી ગલીઓ , One of the Top most Tourist Attractions છે ! } અને તેના છાપરાઓ પરથી ! . . . અહીંયા સ્ટોરીમાં ઘડીક ગજબ એક્શન સિક્વન્સ આવે છે તો થોડી વાર આવે છે ખુબ જ ગંભીર Talkative Scenes ! . . . અને અંદાજે અડધી કલાક બાદ , જે થીમ સોંગ શરુ થાય છે . . . ” This is the ENDઓહોહો . . . માર સુટીયા :mrgreen: { પાછું , આ સોંગ મેં અચાનક જ પહેલી વાર સાંભળ્યું , ખબર નહી પહેલા કેમ રહી ગયેલું અને બસ અવાચક 😯 }

સાંભળો અને ભેગાભેગ ગાવ , પણ ખરા . . . આ ધુનતાનાનાના સોંગ . . .

અને બીજી વાર ફરી ADELE નાં અવાજમાં , પણ થોડા ધીમા ટોનમાં અને પિયાનો બીટસની સાથે . .

ડીરેક્ટર સેમ મેન્ડીસે , અહીંયા ‘ સ્કાયફોલ ‘ને જે થોડો ઈમોશનલ ટચ આપ્યો , એજ આ સીરીઝ માટે જબ્બર ઉછાળ અપાવનારો બન્યો { મને પણ એ મિડાસ ટચ ગમ્યો } . . . સ્ટોરી પૂર્ણપણે . . બોન્ડ / સિલ્વા [ વિલન ] / MI6ની હેડ ‘ M ‘ આ ત્રણેય પાત્રો સાથે જ ચાલે છે . . લોકોને અહીંયા એવું લાગ્યું કે બોન્ડની આ મુવીમાં , બોન્ડગર્લનું કોઈ ખાસ એવું વજન નથી અને તેને કોઈ મહત્વ જ અપાયું નથી , પણ પણ ને પણ અહીંયા બોન્ડ ગર્લ તરીકે [એવું કહી શકાય ] ” M “ને જે મહત્વ અપાયું છે , તે કાબિલે તારીફ છે . . એક રીતે બોન્ડ ના જીવનમાં , ‘ M  ‘નું મહત્વ અને વજન તેમણે અહી બતાવી ” M “નાં પાત્રનું તર્પણ કર્યું છે ! અહીંયા જે બોન્ડના પાત્રને જે માનવીય અને જીવનમાં થોડોક Pause લેનારો અપાયો છે , તે જોતા આવનારા વર્ષોમાં બોન્ડની સીરીઝ કોઈ અલગ જ પડાવે પહોંચશે , એ નક્કી 🙂

Sam & Judi

Sam & Judi

 50મી એનીવર્સરી નિમિતે સેમ મેન્ડીસ અને ત્રણ લેખકોની ટોળકી { Neal Purvis , Robert Wade , John Logan }એ બોન્ડ સીરીઝને , એક અલગ જ લેવલ બાંધી આપ્યું છે અને તેમાં અદભુત પ્રાણ ફૂંક્યો છે , Roger Deakinsની સીનેમેટોગ્રાફીએ 🙂 { પછી તે ટર્કીનો તડકો હોય કે પછી શાંઘાઈની પેલી કલરફૂલ એક્શન સિક્વન્સ કે પછી ક્લાઇમેક્ષમાં આવતું ધુમ્મસ અને સન્નાટાભર્યું સ્કોટલેન્ડ હોય ! }

Now , This is the View

Now , This is the View

 ફિલ્મને ઓલમોસ્ટ ઇંગ્લેન્ડમાં જ શૂટ કરાઈ છે અને જાણે જૂની બોન્ડ ફિલ્મોને અંજલિ આપતા હોય તેમ અહીંયા જૂની એશ્ટન માર્ટીન , Qનો પેલો જાસુસી રેડિયો , બોન્ડની એ જૂની ઓફીસ અને ઓફીસમાં બેઠેલી મિસ . મનીપેની અને મોટાભાગનાં ઈંગ્લીશ કલાકારો જ બતાવ્યા છે [ ડેનિયલ , જુડી , રાલ્ફ ફીન . . ] 🙂

વિલન તરીકે ” જેવિયર બાર્ડેમ ” એકદમ ફીટ બેસે છે . . એક ક્યારે શું કરે એ નક્કી ન હોય તેવા સનકીના રોલમાં ! [ Unpredictable ] . . . બોન્ડ અને સિલ્વા [ જેવિયર બાર્ડેમ ] વચ્ચે પણ તેમણે એક અનુસંધાન એ રીતે બતાવ્યું છે કે એક જ લાગતી પરિસ્થિતિઓમાથિ કેવી રીતે બે અલગ વ્યક્તિઓ અલગ અલગ રસ્તાઓ પકડે છે [ એક હીરો જયારે બીજો વિલન બને છે ! – Like , હેરી પોટર અને વોલ્ડેમોર્ટ ] . .

Bad Guy at all !

Bad Guy at all !

જેટલો મોટો વિલન . . તેટલો જ મોટો હીરો . . !  ” હીરો ” , હોવું એ અનાયાસે વિલન જ નક્કી કરે છે !!!

ડીરેક્ટર , સેમ મેન્ડીસે કહ્યું હતું કે તેઓ આ બોન્ડ મુવી ડીરેક્ટ કરવા માટે , જરા પણ તૈયાર ન હતા પણ તેમને એક આશા અને પ્રેરણા મળી , ક્રિસ્ટોફર નોલાનની ” ધ ડાર્ક નાઈટ ” પરથી . . . અને જોવા જઈએ તો આ મૂવીઝમાં ડાર્ક નાઈટની ઘણી અસર જોવા મળે છે ❗ જેમ કે બોન્ડનું એક તબ્બકે ભાગી છૂટવું અને સિલ્વાનું જોકર સાથેનું કનેક્શનકે પછી એકલપંડે અપાતી લડત અને તેના ફળસ્વરૂપ છેલ્લે અપાતા બલિદાનો . . . એકલપણું અને બેફામ જીવન . . . ધીમે ધીમે બોન્ડ સીરીઝ એક સ્વછંદ સીરીઝમાંથી એક સતત ઝકડી રાખતી એક સ્ટોરીટેલર ડ્રામા બની રહી છે કે જે મારા મતે Most Welcome છે 🙂 અને તેનો શ્રેય જાય છે , જાસૂસો [ બોર્ન સીરીઝ ] અને સુપરહીરોઝ [ નોલાનની બેટમેન સીરીઝ ] ને લગતા વિષયો અને વાતાવરણને એક અલગ જ ડાર્ક અને વાસ્તવિક ફ્લેવર આપતા દિગ્દર્શકોને . . .

For Amazing MINIMAL Posters of all 23 Bond movies , Click HERE .

& Find Everything & Nothing about BOND here . { Documentary }

Honorable Mention : Once was Part of IMDB Top 250

ક્યા જોયું અને કેમ ?બાહિરે , થીયેટરનાં ખોળામાં / Bond SAGA + Daniel + Sam Mendes

Any Theater Moment ?નાં , આ વખતે રામના રખવાળા હતા 😉 લોકો બસ આંખો ફાડી ફાડીને જોતા હતા અને જાણે જનમ – જનમનાં ભૂખ્યા હોય એમ ; બસ ખાવા પર તૂટી પડ્યા હતા . . . જાણે કે બકાસુરોની જાન આંગણે પધારી હોય 😆

Verdict : 😦 < 😐 < 🙂 < + 🙂 < [ 😀 ] < + 😀 ,

Now , this is something after CASINO ROYALE 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} Moonrise Kingdom , 2012

1960નાં દશકાની વાત છે , ન્યુ ઇંગ્લેન્ડનાં એક ટાપુ પર એક ખાકી સ્કાઉટસની 12 થી 14 વર્ષોના બાળકોની એક ટુકડીનો એક કેમ્પ લાગેલ હતો . . .ત્યાં જ સ્કાઉટ લીડરને ખ્યાલ આવે છે કે સેમ સ્કોસકી { Jared Gilman }નામનો એક સ્કાઉટ કેમ્પ છોડીને ભાગી ગયો છે . . . અને ત્યાં જ થોડે દુર ટાપુના એક છેડે , ઘરમાંથી સુઝી { Kara Hayward } નામની એક છોકરી પણ સવારથી મળતી નથી . . . આ બંને છોકરાઓ ક્યાં ચાલ્યા ગયા ? . . . અરે તે બંને તો સાથે જ ઘરે અને કેમ્પથી ભાગી છુટ્યા છે ! . . . અને તે પણ બાર વર્ષની વયે !!! . . .હવે શરુ થાય છે ,  અસલી મઝા . . . તેમને શોધવા , સુઝીના મમ્મી / પપ્પા [ Frances McDormand & Bill Murray ]. . પેલો સ્કાઉટ લીડર [ Edward Norton ]. . સ્થાનિક પોલીસ અધિકારી [ Bruce Willis ] . . . અને કેમ્પના બાકીના છોકરાઓ લાગી જાય છે અને શરુ થાય છે , સાવ દિશાવિહીન એવા મોટેરાઓ અને પોતાની ઉંમર કરતા કયાય મોટા એવા ભાગી છુટેલા એવા નાના યુગલની દાસ્તાન 🙂 . . .

Just married !

આ સ્ટોરી છે , Wes Anderson ની . . . મતલબ તમારે સમજી લેવું કે અહીંયા રોજબરોજની ઘરેડથી કઈક જુદું છે અને શરૂઆતમાં વિચિત્ર લાગતી સ્ટોરી . . . ફિલ્મ પૂરી થયે તમારા દિલોદિમાગમાંથી જવાનું નામ નહિ લે [ જેમ ગળી વસ્તુ ચાખ્યા બાદ મોંમાંથી તેની ગળાશ નથી જતી , તેમ ] . . .પૂરી ફિલ્મ એક હળવા પીળાશભર્યા કલર ટોનમાં ફિલ્માવાઈ છે . . . અને ફિલ્મનું એકેએક દ્રશ્ય તમને એક શાંત અને ઘડીક ગમી જાય તેવું વાતાવરણ રચી આપે છે . . . અહીંયા હાસ્ય છે કે ઉદાસી . . તે ઘડીક અચંબામાં નાખી દે છે . . . Wes Anderson ની ફિલ્મો મોટાભાગે તમને Emotionally Disturb કરી દેશે પણ હળવા અંદાજમાં 🙂 . . . Wes Andersonએ Moonrise Kingdom માં બાળકોનો એ ગાળો દર્શાવ્યો છે કે જેમાં તેઓ નથી બચપણમાં કે નથી જુવાનીમાં . . . ફિલ્મનો હીરો [ સેમ ] અહીંયા હર હંમેશ મોઢામાં પાઈપ રાખીને ફર્યા કરે છે અને સુઝી તેની આંખો હરહંમેશ ભારે એવા કાજળથી આંજેલી રાખે છે [ જાણે તે બંનેને જલ્દીથી મોટા થઇ જાવું છે ! ] . . સેમ અને સુઝી જ્યાં રહે છે ત્યાનું વાતાવરણ વિચિત્ર અને કઈક બંડ પોકારે એવું છે !

સેમના કોઈ માં-બાપ નથી . . . તે એક અનાથાશ્રમમાં રહે છે અને સુઝીને માં-બાપ બંને છે , પણ ક્યાયથી એવું લાગતું નથી કે તેણી એક ઘરમાં રહે છે . . . વિપરીત સંજોગોમાં બંને બાળકો તેમની વયથી ઘણા વહેલા Mature બની જાય છે અને એક સ્ટેજ શો માં સેમ જયારે પહેલીવાર સુઝીને જુવે છે ત્યારે તેને પહેલી નજરમાં જ સુઝી સાથે પ્રેમ થઇ જાય છે [ અને , બંને છોકરાઓ છેક છેલ્લી ઘડી સુધી , મોટાઓને પણ પાછળ રાખી દયે ત્યાં સુધી એકબીજાનો સાથ નિભાવે છે ! ]

ફિલ્મના અદભુત દ્રશ્યો અને ક્ષણોમાં . . . Childhood અને Adulthood વચ્ચેનો એ ગાળો કે જેમાં નિર્દોષતા , ડર , પ્રેમ , નાજુકાઈ , મુર્ખ યોજનાઓ , નિષ્ફળતા , અભાનપણે મોટાઓનું વર્તન નિહાળી તેમને અનુસરતા બાળકો અથવા તો તેમનું એ જ વર્તન નિહાળી તેનાથી તદન ઉલટું વિચારતા બાળકો , બળાપો , બેદરકારી , ઉતાવળ નું ખુબ જ અદભુત નિરૂપણ કરાયું છે .

સુઝીના એકબીજાથી તદન બેફીકર અને જાણે વર્ષોથી વાત જ ન કરી હોય તેવા માં-બાપ [ ભારતના ઘણા ઘરોમાં આવા માં-બાપ જોવા મળે છે 😀 ] . . . ટાપુનો તે સ્થાનિક અધિકારી [ બ્રુસ વીલીસ ], કે જેને કેટલાય વર્ષોથી કોઈનો પ્રેમ મળ્યો હોતો નથી અને તે આ જોડીમાં તેનો પ્રેમ શોધે છે . . . કે મહાન સ્કાઉટ લીડર બનવાના સપના જોતો , સ્થાનિક સ્કાઉટ માસ્તર [ એડ્વર્ડ નોર્ટન ] . . . અથવા તો આટલી નાની ઉંમરે ગાભા કાઢી નાખે તેવો અદભુત અભિનય કરતા એ બંને બાળકો . . .

Bob balaban - The Allrounder

Bob balaban – The Allrounder

કે વારે વારે આવીને કોઈ વાર Narrator , તો કોઈ વાર Weatherman , તો કોઈ વાર Historian ની ભૂમિકામાં Bob Balaban ! . . . ઘરમાં જ બાળકોને , સ્પીકરથી જમવા બોલાવતી એક અજીબ “માં” કે મોઢા પર બાર વાગી ગયા હોય અને વર્ષોથી પોતાનો ભાર પોતે જ ઉપાડીને થાકી ગયો હોય તેવો “બાપ” કે પછી એકેએક દ્રશ્યમાં અદભુત જીવંત લાગતો ન્યુ ઇંગ્લેન્ડનો આ ટાપુઅહીંયા કશુયે એવું નથી કે જે તમને જકડી ન રાખે . . . જાણે કે એક પ્રકારનું ગુમસુમ / મૂંઝાયેલું અને હૃદયસ્પર્શી હાસ્ય કે પછી  દરેક દ્રશ્યોમાં ખળભળાટ બોલાવતો ટાપુનો સુસવાટા મારતો પવન . અને તે અદભુત આંખો કે જેના દ્વારા આ શક્ય બન્યું તે સીનેમેટોગ્રાફરRobert Yeoman

Dreamy Island

અને અન્ય દ્રશ્યોમાં : કે જેમાં સેમ ; ‘સુઝી’ને પહેલીવાર કાગડાના વેશમાં બેકસ્ટેજમાં જુવે છે અને કહે છે ; કાગડો મારું પ્રિયતમ પક્ષી છે 🙂 . . .કે પછી નાના જીવડાઓની વિચિત્ર બુટ્ટી બનાવીને સુઝીના કાનમાં પહેરાવતો “સેમ”

Fantastic Four !

Fantastic Four !

કે પોતાના જ નિષ્ફળ લગ્નજીવનની વાતો કરતા સુઝીના માં-બાપ . . . કે પછી રાત્રે સ્ટોરીબુકમાંથી બીજા છોકરાઓને સ્ટોરીઓ સંભળાવતી ; અદભુત સુઝી ! . . . અને હર હંમેશ બ્રુસ વિલીસની આંખોમાં દેખાતો શાંત સન્નાટો ! . . . અહીંયા બધું જ અસામાન્ય અને વિચિત્રતાથી ભરપુર છે [ મોબાઈલ અને કોમ્પ્યુટર્સ વગરની એક શાંત અને ધીમી દુનિયા !] પણ સાથે તે એટલી જ સહજતાથી તમારી સાથે જોડાઈ શકશે અને તમારું એક સંભારણું બની જશે 🙂 One of the PURE CINEMA . તો શું સેમ અને સુઝી ; નિર્દોષતા અને સ્વંયસત્તાનું એવું કોઈ Moonrise Kingdom બનાવી શકે છે કે જેના રાજા – રાણી અને પ્રજા તે બંને જ હોય ? એ માટે તો તમારે Moonrise Kingdom જોવું જ રહ્યું 🙂

અહીંયા સૌ દોસ્તો સાથે મુવીમાં આવતું એક ગીત વહેંચવા ઈચ્છીશ { ભલેને પોસ્ટ લાંબી થઇ જાય 😆 } ; કે જે ખુબ જ અદભુત છે . By Françoise Hardy .

It is the time of love,
the time of friends and adventure.
As the time comes and goes,
one thinks of nothing in spite of one’s wounds.
Because the time of love
it’s long and it’s short,
it lasts forever, one remembers it.

At twenty, we tell ourselves that we rule the world,
and that all the blue sky will be in our eyes forever.

It is the time of love,
the time of friends and adventure.
As the time comes and goes,
We think of nothing in spite of our wounds.
For the time of love
it fills your heart
with so much warmth and happiness.

One fine day it’s love and the heart beats faster,
for life follows its course
and one is totally happy to be in love.

It is the time of love,
the time of friends and adventure.
When the time comes and goes,
one thinks of nothing in spite of one’s wounds.
For the time of love
it’s long and it’s short,
it lasts forever, one remembers it.

Honorable Mention : Once was part of IMDb Top 250 .

ક્યા જોયું અને કેમ ? : HOMErise Kingdom / Wes Anderson 🙂

Verdict : 😦 < 😐 < 🙂 < + 🙂 < 😀 < [ + 😀 ] ,

A Moonrise Kingdom plus Heaven Too 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

1} અને આ જુઓ એક અદભુત કલ્પનાજગત . . .” અપસાઈડ ડાઉન ” . . .  કે જ્યાં બે જોડિયા ગ્રહોની બે એવી અલગ અલગ દુનિયાઓ અસ્તિત્વ ધરાવે છે કે જેમાં બન્નેમાં એકબીજાથી તદન ઉલટી ગ્રેવિટી [ ગુરુત્વાકર્ષણ ] હોય છે અને બન્ને દુનિયાઓ અલગ અલગ એ રીતે વહેંચાઇ હોય છે કે જ્યાં એકમાં હોય છે સાધનસંપન્ન લોકો અને બીજી દુનિયામાં હોય છે ; મધ્યમવર્ગીય લોકો . . . એક દુનિયામાંથી બીજી દુનિયામાં જવાનું એકદમ પ્રતિબંધિત હોય છે . . . અને ત્યાં જ પાંગરે છે ; પ્રેમનો અંકુર . . શરુ થાય છે . . . પ્રેમીઓનો સનાતન સંઘર્ષ એકબીજાને મળવાનો અને પામવાનો . . . [ મારા બેટાવ ; ક્યાંથી આવા અદભુત પ્લોટ્સ કાઢી આવે છે . . . માર સુટીયા ! ]

2} અને યાદ છે ; મેઘાણી દાદાનું પુસ્તકકોન ટીકી ” . . . એ જ કથા-વસ્તુ પરની સિનેમેટિક ગાથા એટલે ; મુવી ” કોન ટીકી ”

Advertisements