ટૅગ્સ

, , , , , , , , , ,

લો ત્યારે , રિવ્યુઝ નાના કર્યા ત્યાં તો . . . જોવાયેલી ફિલ્મોની સંખ્યા વધવા માંડતા . . . સરવાળે પોસ્ટ તો લાંબી ની લાંબી જ રહી 😯 . . . આ તો બકરું કાઢતા ઊંટ પેઠું ❗ કહ્યું છે ને , કે ઊંટના તો અઢાર અંગ વાંકા 😆

આ સમયે , હજી એક ફેરફાર રિવ્યુઝનાં Indication માં કર્યો છે . . . કે જેમાં 🙂 અને 😀 ની વચ્ચે એક મધ્યમ સ્માઈલી . . મતલબ કે + 🙂 ઉમેર્યું છે . . તો હવે પછી ફૂંકી ફૂંકીને છાશ પીજો 😀

😦 < 😐 < 🙂 < + 🙂 < 😀 < + 😀

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Their Side { Hollywood }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

1} Ice Age: Continental Drift , 2012

પહેલા ભાગમાં હિમયુગ , બીજામાં બરફની શિલાઓનું પીગળવું ( Meltdown ) , ત્રીજામાં ડાયનાસૌરનાં જગતનો ઉદય , અને હવે ચોથા ભાગમાં . . . પૃથ્વી પર ઘણા યુગો પહેલા સમસ્ત ભૂમિનો ટુકડો એક અખંડ ભાગ રૂપે હતો , નહી કે સાત અલગ ખંડોમાં . . . તો હવે અહી સર્જાય છે , તે અખંડ ટુકડામાંથી . . . સાત ખંડો . . એ પણ બે લાંબા દાંતવાળી ખિસકોલીની , એક ઓક નટ ( Oak Nut / Acorn ) ખાવાની લાલચે . . . જે લોકો આઈસ એઈજ સીરીઝથી વાકેફ હશે , તેઓ જાણતા જ હશે . . આ ખૂંખાર ખિસકોલીના પરાક્રમો 😀 , આ વખતે સીડ ( સ્લોથ ) ના મમ્મી પપ્પા તેમની ભારાડી દાદીને સીડના ગળે વળગાળીને રફુચક્કર થઇ જાય છે અને અધૂરામાં પૂરું હિમશીલાઓના ટુકડા થતા મેમથ ( હાથી ) તેના પરિવારથી જુદો પડી એક મોટી શીલા પર , ફરી એજ જુના મિત્રો ( સ્લોથ , વાઘ અને સ્લોથની તે માથાફરેલ દાદી ) સાથે ભરદરિયે સંઘર્ષ ખેડતા , ભટકાઈ પડે છે એક ડાકુઓની ટોળી સાથે .

& Drift begins .  . !

& Drift begins . . !

ફિલ્મમાં એજ ક્રિસ્પી ડાયલોગ્સ , સ્મુધ ( સુંવાળું , આંખોને જોવું ગમે તેવું ) એનીમેશન . . . એજ ટ્વિસ્ટ & ટર્નસ અને એજ નિર્દોષ મજા છે . . આ વખતે ‘સિડ’ની દાદી ભારે મોજ કરાવી દે છે . . ભેગા ભેગા મેમથની દીકરી અને તેના વિચિત્ર મિત્ર ‘લુઇસ’ [ એક પ્રકારનું સસ્તન કે જે ભૂગર્ભમાં ટનલ બનાવે છે ] ની મિત્રતા પણ ઘણું શીખવાડી દે છે . અને એ જ મોજ – મસ્તી કે જે તમે એક ટીપીકલ હોલીવુડ એનિમેશનમાં જોવા માંગો છો 🙂 , આઈસ એઈજ વિષે વધુ , જાણવું હોય તો અહી મજા પડશે [ Link ]

ક્યા જોયું અને કેમ ? : Ice ” Home ” / Animation is always welcome 🙂

Verdict : [ 🙂 ] ,

Drift is Necessary , Once in a life 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} The Rebound , 2009

Miss & Match Couple !

Miss & Match Couple !

રીબાઉન્ડ” . . . સ્ટોરી છે , એક ડિવોર્સી અને બે બાળકોની માતા એવી એક સ્ત્રી અને હજુ માંડ 23-24 ની આસપાસની વયે પહેલો જ દગો પ્રેમમાં ખાધેલ એક નવજુવાન વચ્ચે પાંગરતા પ્રેમની ! . . . કેથરીન -ઝેટા- જોન્સ દર વખતે સ્ક્રીન પર એક આભા ઉપજાવી જાય છે , અહીંયા પણ એક આડેધ સ્ત્રીની ભૂમિકામાં તે તમને convince કરી શકે છે અને પોતાની ઉંમર કરતા વધુ મેચ્યોર એવા યુવકનાં પાત્રમાં ” જસ્ટીન બાર્થા ” પણ એકદમ ફીટ બેસે છે 🙂 . . . આ મુવી એકદમ લાઈટ અને ઇઝી ગોઇંગ છે . . . સેન્ડી ( કેથરીન ) ના બે બાળકો અહીંયા વિચિત્ર રીતે તેમની ઉંમરથી ઘણી મોટી મોટી અને વિચિત્ર વાતો કરતા નજરે પડે છે [ Beware of Kids 😳 ] !!! . . . બંને પાત્રો પ્રથમ તો ડેટિંગ કરે છે , ત્યારબાદ લીવ ઇન રિલેશનમાં રહે છે . . . પણ ત્યારબાદ શરુ થાય છે મુશ્કેલીઓનો દોર . . . અને { આગળ તમે જ જોઈ લેજો 😉 }. . . મેં અગાઉ પણ કહ્યું , તેમ આ કોઈ એવું ગ્રેટ મુવી નથી , પણ મુવીમાં એક easyness છે , જે તમને જોવા અને સમજવામાં મજા આવશે 🙂

ક્યા જોયું અને કેમ ?ઘરે જ રીબાઉન્ડ થયો / I just LOVE Light Romantic Comedies 😎

Verdict : [ 😐 ]

It’s allowed to be rebounded , at once in Lifetime 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Flying flying . . Yes , Papa !

Flying flying . . Yes , Papa !

3} Madagascar 3: Europe’s Most Wanted , 2012

માડાગાસ્કર શ્રેણીમાં આ ત્રીજું પગલું છે , આશા છે કે તમે પહેલા બે ભાગ જોઈ જ ચુક્યા હશો . . . પહેલો ભાગ સારો હતો . . બીજો તેનાથી પણ સારો હતો અને ત્રીજાએ તો દિલ ચોરી લીધું 🙂 [ F.I.R લખાવવાની બાકી છે ! ]. . . સુપર્બ & ક્લાસિક એનીમેશન . . .અને પાછી ઝબરદસ્ત સ્ટોરી પણ . . with Twist & Turns !!! . . . આ વખતે ચારેય દોસ્તો ( Lady હિપોપોટેમસ , જિરાફ , ઝીબ્રા અને સિહ ) એક લેડી હન્ટર { પ્રાણીઓને વીણી વીણી ને ખતમ કરી નાખવો જેનો શોખ હોય છે . . અને પાછું તેનું ડબિંગ પણ મસ્ત કરાયું છે 🙂 } ની ચંગુલથી બચતા બચાવતા , એક સર્કસનાં પ્રાણીઓથી ભરેલી ટ્રેઈનમાં ચડી બેસે છે અને શરુ થાય છે , તેઓની તે નવા જ દોસ્તો સાથેની રોમાંચક સફર ! . . . એક વાત એ કે , ધબધબાટી બોલાવવામાં દર વખતની જેમ જ ” પેન્ગ્વીનની ટોળી ” ને કોઈ ન પહોંચે 😀

The Real Heroes

The Real Heroes

પણ  આ વખતે કિંગ જુલીયન અને સોન્યા ભાલુની જોડી પણ ઝ્લ્સો પાડી દ્યે છે 😀 . . . સર્કસના , જયારે બધા પ્રાણીઓ ભેગા મળીને સર્કસને પુન: ધબકતું કરે છે , તે એનીમેશન Sequence તો ગજબ અને ગાભા કાઢી નાખે તેવી છે ! . . . એકેએક દ્રશ્યોમાં જો તમને આ ભાગ મોજ ન પડાવી દ્યે તો , નામ બદલી નાખજો ” વર્ડપ્રેસ ” નું 😆 [ ઘણી વાર તો , આપણા હિન્દી ડબિંગવાળા તો બસ મોજ કરાવી દે છે , Hats Off to them ]

ક્યા જોયું અને કેમ ? : “Home“s most Wanted / કાઈ જ પૂછો માં

Verdict : [ 😀 ]

What a Wanted they are 😀 , Just Search them !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Safe house !

Safe house !

4} Safe House , 2012

મેટ વેસ્ટન , એક C.I.A ઓફિસર છે કે જેનું કામ છે એક એવા સેઈફ હાઉસ { અમેરિકાનું પ્રતિનિધત્વ ધરાવતી એક જગ્યા , કે જ્યાં બહારી દેશોના એ ગુનેગારોને રખાય છે કે જેઓએ અમેરિકા વિરુદ્ધ ગતિવિધિઓ કરી છે } અને તેમાના કેદીનું અમેરિકાથી બહાર ધ્યાન રાખવાનું કે જ્યાં સુધી તેની કસ્ટડી , CIAનાં અધિકારીઓ ન લઇ લ્યે . . પણ એક વખત એક એવો કેદી { ટોબીન ફ્રોસ્ટ – ડેન્ઝલ વોશિંગટન } લઈ આવામાં આવે છે કે જે પોતે એક ભૂતપૂર્વ ઓફિસર હોય છે અને તેનું નામ ભૂતકાળમાં બહુ આદરથી લેવાતું હતું . . . પણ ત્યાં જ સેઈફ હાઉસ પર હુમલો થાય છે અને બધા જ લોકોને મારી નખાય છે અને માત્ર મેટ અને ટોબીન જ ત્યાંથી નીકળી શકે છે . . . ટોબીન પાસે એવું તો શું હોય છે . . શું નવશીખયો મેટ તેનું કામ પાર પાડી શકશે ? . . તેની જ સ્ટોરી છે , આ મૂવીઝમાં . . . સ્ટોરી ધીમે ધીમે ઓગળે છે અને સેઈફ હાઉસકીપરની જવાબદારી શું હોય છે , તેની ચોંકાવનારી હકીકતો બહાર આવે છે . . . ડેન્ઝલ વોશિંગટન , એ એક એવો ચહેરો છે કે જે તમને સિનેમાના પડદે જોવો ગમે 🙂 One of the Pleasant Actor . રયાન રેનોલ્ડસે પણ સારું કામ પાડ્યું છે , પૂરું મુવી તે બે પાત્રો પર જ આકાર લ્યે છે , એકવાર જોઈ નાખવામાં વાંધો નહિ 🙂

ક્યા જોયું અને કેમ ? : Safe ” House ” 🙂 / Denzel In Washington 😉

Verdict : [ 😐 ]

Passable . . . One time Safe & Second time Kareena 😀

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

5} The Bourne Legacy , 2012

ભૂતકાળમાં C.I.A અને બીજી ગુપ્તચર એજેન્સીઓ દ્વારા હાથ ધરાયેલ , રહસ્યમય ઓપરેશન્સમાંના કેટલાક ભયંકર આડા ફાટ્યા અને તેમાના એક એજન્ટ ‘ જેસન બોર્ન ‘એ તેનો ભાંડો ફોડી નાખ્યો અને સંલગ્ન ઓપરેશન્સની ફાઈલો એક લેડી ઓફિસરને આપી દીધી અને તેણીએ તે ગુપ્ત ફાઈલો મીડિયામાં આપી દીધી . . . અને પછી જે અફરાતફરી ફેલાઈ કે તેને પગલે બીજા એક ગુપ્ત ઓપરેશનની વીગતો પણ એક પત્રકારે લીક કરવા લાગી , પણ તેનો કાંટો કાઢી નાખવામાં આવ્યો અને હવે આ ગુપ્ત ઓપરેશન્સ ની ભયંકરતા સમજાતા ઉપરી લોકોએ , હવેની બધી જ આવી જોખમી યોજના ધડાધડ બંધ કરવા માંડી , પણ પણ પણ અહીંયા પણ ‘બોર્ન’ની જેમ જ એક માથા ફરેલ એજન્ટ હતો , જેનું નામ હતું ‘ ‘એરોન ક્રોસ ‘ . . . Rachel હવે શરુ થાય છે , સતાધારીઓ અને એરોન ક્રોસ વચ્ચે ઉંદર બિલાડીની રમત . . .   જે લોકોએ બોર્ન સીરીઝ જોઈ હશે , તેઓ જાણતા જ હશે કે તે સિરીઝે કટલી પકડ જમાવી હતી . . પણ બણ ને પણ . . .અહીંયા ક્યા ગોથું ખાઈ ગયા , તે ન સમજાયું 😦 . . . શરુ શરૂમાં ફિલ્મ અત્યંત ધીમું અને ખુબ જ મુન્ઝ્વનારું છે , ઠેઠ મધ્યાંતર પછી ફિલ્મ થોડી ગતિ પકડે છે અને પછી ધાય ધાય અને ઢીશુમ ઢીશુમ 🙂 . . . અરે હા , અહીંયા રાચેલ વેઈઝ અત્યંત સોહામણી લાગે છે { કોઈની નજર ન લાગે 🙂 }

ક્યા જોયું અને કેમ ? : ” Home ” Legacy / Sake of Previous Bourne Series

Verdict : [ 😐 ] ,

Legacy is somewhat derailed 😦

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

I'll do Axe , Y &  Z

I’ll do Axe , Y & Z

6} Abraham Lincoln: Vampire Hunter

આ મુવીમાં અમેરિકાના આદરણીય રાષ્ટ્રપતિ ” લિંકન “ને એક અલગ જ કાલ્પનિક અવતારમાં દેખાડાયા છે કે જેમાં તેઓ એક કુહાડી લઈને વેમ્પાયરોની એક બે ને ત્રણ કરતા હોય છે 🙂 . . . લિંકનનાં મૂળ જીવન પ્રસંગને ઓલમોસ્ટ વફાદાર રહીને અહીંયા તેમનું ચિત્રણ સરસ રીતે થયું છે અને તે સમયની અમેરિકાની સીવીલ વોરનો કન્સેપ્ટ પણ સારો બહેલાવાયો છે . . . સ્ટોરીમાં . . લિંકન જ્યારે નાના હોય છે , ત્યારે તેમની માતાને એક વેમ્પાયર મારી નાખે છે , અને લિંકન નાનપણથી જ તેનો બદલો લેવા માંગતા હોય છે . . . અને તેને “બાર”માં મળેલા એક મિત્ર તરફથી વેમ્પાયરોને મારવાનું પ્રશિક્ષણ મળે છે અને શરુ થાય છે , વેમ્પાયર અને લિંકન વચ્ચેનો જંગ . . .

Cut - Paste !

Cut – Paste !

અહીંયા ગુલામીપ્રથાનો મુદ્દો પણ ખુબ સરસ આકાર પામ્યો છે . . તેમનું અંગત જીવન અને તેમની રાજકીય વિચારસરણી અંગેના તથ્યો પણ , આ જુદી જ કથામાં સરસ વણી લેવાયા છે . મતલબ કે વેમ્પાયર વિષયક મુવીઝ ગમતી હોય તો , લિંકનની તેમની સાથેની બઘડાટી અને તેમનો પોતાની જ વિચારધારા સાથેનો સંઘર્ષ જોવો ગમશે 🙂

ક્યા જોયું અને કેમ ? : બઘડાટી અને “ઘર“ઘરાટી / આયવું નથી કે ઉડાડ્યું નથી 😀

Verdict : [ 😐 ] ,

Watch Lincoln with an ” AXE ” Effect 😀

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Dark fallows

Dark fallows

7} Dark Shadows

જો તમને ટીમ બર્ટનના મુવીઝ ગમતા હોય તો જાણી લેવું કે તમનેય પ્રકાશની સાપેક્ષે અંધારું ખુબ ગમે છે અને તમારી આંખોની રોશની ઝાંખી પડે તેટલી જ વાર છે 😉 . . . { ટીમ બર્ટન / અંધારું / ભૂત-પ્રેત-વેમ્પાયર } આ ત્રણેય નામ હંમેશા [ અમર-અકબર-એન્થની ] ની જેમ સાથે જ રહે છે 😀 . . . સ્ટોરીમાં તો . . . .

કોલીન્સ ફેમીલી , ઇંગ્લેન્ડથી અમેરિકા સ્થળાંતર કરીને એક દરીયાકીનારાની જગ્યાએ ફિશિંગનો વ્યવસાય કરે છે અને ત્યાં જ કોલીન્સ્પોર્ટ શહેર વસાવે છે , તેમના પુત્રને ( બાર્નાબસ ) તેમની નોકરાણી એકપક્ષીય પ્રેમમાં ઠુકરાવતા . . કાળો જાદુ કરીને બાર્નાબસનાં માતા-પિતાને મરાવી નાખે છે અને બાર્નાબસની પ્રેમિકાને એક ડુંગરની ટોચ પરથી પરાણે આત્મહત્યા કરાવીને મરાવી નાખે છે અને બાર્નાબસને પણ વેમ્પાયર બનવાનો શાપ આપીને તેને એક પેટીમાં પૂરીને શહેર બહાર દફનાવી દ્યે છે . . . પણ આખરે બે સદીઓ બાદ બાર્નાબસ તેમાંથી છૂટીને બહાર આવે છે . . . અને બદલાયેલ પોતાના નવા શહેરને જુવે છે . . તે તેના ઘર તરફ પાછો ફરે છે અને ત્યાં તેને મળે છે તેના જ કુટુંબના નવા પરિવારજનો . . . અને તે નોકરાણી ઉર્ફે ડાકણ , કે જે હવે શહેરની નવી પૈસાદાર માલેતુજાર સ્ત્રી બની ગઈ હોય છે . . . હવે શરુ થાય છે , આગળની કહાની . . . નાં , અહીંયા કોઈ Hardcore વેરની વસુલાતનો વિષય નથી , પણ એજ જોહની ડેપ અને ટીમ બર્ટનની જોડીનો કાળો કેર છે 😉 . . . હા , પણ જોહની ડેપને આવા ને આવા રોલ્સમાં જોઈ જોઇને હવે કંટાળો આવે છે 😦 . . .

ક્યા જોયું અને કેમ ? : “HOME” alone / નસીબમાં લખ્યું ભોગવવું પડે છે 😉

Verdict : [ 😦 ] ,

No more dark shadows please from Tim & Johnny !!!

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Let's Vow !

Let’s Vow !

8} The Vow

એક યુગલ કડકડાતી ઠંડીમાં , હજી તો ગાડીમાં બેસીને વાતો કરી રહ્યા હોય છે ત્યાં જ એક ટ્રક તેમને પાછળથી ઠોકી દ્યે છે અને પત્નીને મગજમાં ગંભીર ઈજા થાય છે અને તેણી તેના લગ્ન પહેલાનું બધું જ ભૂલી જાય છે 😦 . . . હવે જ પતિની પરીક્ષા શરુ થાય છે અને તે તેણીને પુન: પોતાના પ્રેમમાં પાડવાની તૈયારી આદરે છે . . . . કારણકે તે એમ નહતો ઈચ્છતો કે તેણી તેની સાથે માત્ર ને માત્ર , તે બંનેએ લગ્ન કર્યા હોઈ , તેની સાથે મજબુરીથી રહે ! . . . ફિલ્મ ખરેખર સત્ય બનેલ કિસ્સા પરથી પ્રેરિત છે અને અહીંયા પતિ ( ચેનીંગ ટેટમ ) અને પત્ની ( રાચેલ મેકએડમ્સ ) ની ભૂમિકામાં ખુબ જ અદભુત લાગણી રેડે છે અને તેમની કેમેસ્ટ્રી અહીંયા ઉડીને આંખે વળગે છે . . . ફિલ્મ એકદમ નાજુકાઈથી ભરેલી લાગે છે . . . ” Vow ” , મતલબ વિવાહ સમયે અપાતા એકબીજાને છેલ્લી ઘડી સુધી નિભાવવાના ” વચનો . . . જરૂર જોજો , તમને વિવાહ સમયના વચનોની સાર્થકતા સમજાશે { મારા તો બાકી છે , એટલે અત્યારથી પ્રેક્ટીસ કરું છું 😉 }

ક્યા જોયું અને કેમ ? : Vow at “Home” / Romantic drama & Rachel McAdams 🙂

Verdict : [ 🙂 ] ,

Vow . . To . . Wow 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Neither Para nor man !

Neither Para nor man !

9} ParaNorman

નોર્મન એક એવો છોકરો છે કે જે મૃતાત્માઓને જોઈ શકે છે અને તેમની સાથે વાત કરી શકે છે . . પણ કોઈ તેની વાત માનતા નથી અને તેને પાગલ ગણીને તેને ‘પેરા’નોર્મન કહીને તેની મજાક ઉડાવે છે ! . . તેનું કોઈ ખાસ મિત્ર પણ નથી અને તેના જ ઘરના તેનાથી કંટાળી ગયા હોય છે . . . પણ ત્યાં જ , નોર્મનનો કાકો ( કે જે પણ આવી જ શક્તિ ધરાવતો હતો ) તેને એક અલૌકિક અને ગેબી કામ સોંપે છે કે જેમાં નજીકના સ્મશાનમાં જઈને ત્યાં એક ડાકણની કબર પર જઈને તેને એક જાદુઈ વાર્તા સંભળાવવાનું કહીને મૃત્યુ પામે છે ! . . . તે ડાકણને વાર્તા કેમ સંભળાવવાની હતી ? નહિ તો એવો તો કયો શ્રાપ આ શહેર પર તૂટવાનો હતો ? . . . તે સઘળી જ વાત આ ફિલ્મમાં ખુબ જ હળવા અંદાજમાં કહેવાઈ છે 🙂 . . નોર્મનનો સમાજમાં કરવો પડતો સંઘર્ષ . . તેની સાહસની ગાથા . . તેના નવા મિત્ર બનાવવા . . . તેના પરિવારની નજીક આવવું . . અને છેલ્લે એક અત્યંત અદભુત જવાબદારીભર્યું કામ તે નિભાવી શકે છે કે કેમ , તે માટે તો તમારે આ ફિલ્મ જોવી જ રહી 🙂 . . . અહીંયા ઉપયોગમાં લેવાયેલું એનીમેશન એક અલગ જ પ્રકાર , ” Stop Motion Animationનામે ઓળખાય છે . . . જુઓ તેનો એક નમુનો .

ક્યા જોયું અને કેમ ? : Normal “Home” / Son of Animation 🙂

Verdict : [ + 🙂 ] ,

A boy with Heart 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

અને જુઓ આ મારા જેવા એ સૌ હોલીવુડ ફિલ્મોના રસિયાઓ માટે . . . વર્ષ 2012ની ઘણી બધી હોલીવુડ મુવીઝ્નું ઊંધિયું  ❗ , કે જેમાં ઘણી બધી મહત્વની ફિલ્મોના કેટલાય દ્રશ્યો એકબીજામાં વણીને એક સળંગ અદભુત ચાદર બનાવી છે . . આ બંદો ( કે જેણે આ બનાવ્યું છે ) , તે દર વર્ષે આવી જ અદભુત મિક્ષ ભેળ અથવા તો ઊંધિયું બનાવે છે 🙂 . . . ચોક્કસ જોજો . . . રખે ને ઉતાવળે Bypass ન કરી દેતા . . . અને હા , આ ઉન્ધીયામાં આપણી પણ એક મૂવીનું એક દ્રશ્ય માત્ર અડધી સેકંડ પુરતું જ આવે છે . . . જો તમે ધ્યાનથી જોશો તો જરૂર જવાબ મળી જાશે 🙂 . . . તો બોલો કઈ છે , એ ફિલ્મ ?