ટૅગ્સ

, , , , , , ,

હમણાં હમણાં , થોડા આડા અવળા , મતલબ કે ઘડીક ઓક્ટોબર તો ઘડીક ડીસેમ્બર અને વળી અચાનક ક્યાંકથી નવેમ્બરના રિવ્યુઝ ટપકી જાય તો ચલાવી લેજો , 🙂 કારણકે એકવાર ગાડી પાટે ચડી જશે પછી વાંધો નહી આવે . { ચેતવણી : ગાડી પાટેથી ઉતરી પણ શકે છે 😀 , સૌ યાત્રીઓએ પોત-પોતાના જોખમે મુસાફરી કરવી 😉 }

Our Side { Bollywood }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Aiyyaa aiyyaa aiyyaa !

Aiyyaa aiyyaa aiyyaa !

1} Aiyyaa

એક સ્વપ્નોની દુનિયામાં જીવતી , એક તરંગી છોકરી . . બહારથી કોઈને ખબર ન પડે . . પણ અંદરથી ધડબડાટી જ ચાલુ હોય 😉 . . એને કોઈ સોહામણો રાજકુંવર નહિ પણ એક કાળો કામણગારો જોઈએ છે 🙂 ઐયા 🙂 { અને મારા તરફથી ” અગ બાઈ ” 😀 } . . . ટીપીકલ મધ્યમવર્ગીય મરાઠી કુટુંબ . . . એક ચસકેલી ” દાદી “ { આ મૂવીનું મારું પ્રિય પાત્ર 🙂 . . અત: “માજી” સટકેલ અને ફટકેલ  }. . . આખો દિવસ વિચિત્ર વસ્તુ રીપેર કરતો અને એકસાથે છ-છ સિગરેટ પીતો બાપો ! . . . આખા ગામના કુતરા ઘરે ઉપાડી લાવીને ઘરે જ પડ્યો રહેતો ભાઈ  . . અને છોકરીની ઉંમર હાથમાંથી નીકળી જતી હોવાથી દિન – રાત અહિયાં ને ત્યાં મુરતિયો જ ગોત્યા રાખતી ” માં ” ! . . . દર રવિવારે એક સાથે ત્રણ ચાર મુરતીયાઓનો ગોઠવાતો સિનેમા શો !!! . . . પણ છોકરીને તો બસ પહેલા પ્રેમ કરવો હતો અને ત્યાર બાદ ગીતો ગાઈને સાત ફેરા માંડવા હતા ! . . . એમ ને એમ ચીલા ચાલુ લગ્ન ગોઠવાઈ જાય , એમાં શું મજા ? { મીનાક્ષી ( રાણી ) ની વાત સાથે હું સહમત છું , એકમત અને સહમત ગુજરાત 😉 } . . . ઓફિસની એક નહિ પણ જેટલા આંટા છે , એ બધા જ ઢીલા હોય તેવી એક માત્ર મિત્ર 😀 { એ ભૂમિકા જાણે તેના માટે જ લખાઈ હોય તેવું લાગે છે 🙂 } . . . અને હંમેશા માદક સુંગંધ છોડતો ‘સુર્યા’ ( પૃથ્વીરાજ ) !!! અથવા તો માદક સુંગંધ ઝીલતી મીનાક્ષી ( રાણી ) !!!

Going Crazy !

Going Crazy !

આ મુવીમાં કોઈ સેન્સ છે જ નહિ , પણ માટે જ તે આટલું સ્પેશિઅલ બને છે એક No – sense ફિલ્મ , નહિ કે એક Nonsense film 🙂 . . . પણ સ્ટોરી છેલ્લે છેલ્લે , થોડાક ડચકા ખાય છે અને ક્લાઇમેક્ષમાં સ્ટોરી સાવ બીજે જ વળી જાય છે અને કઈક અલગ જ અણધાર્યું નીકળે છે . . પણ ગાંડા કાઢવા માટે અને કઢાવવા માટે અને માત્ર અને માત્ર ” રાણી ” ને જોવા માટે તો એક વાર જોવું જ રહ્યું . . . અને શું ડાંસ કર્યો છે રાણીએ ,ઘડીક તો ‘કેટરીના’ને પરસેવો વાળી દીધો 🙂 . . થોડાક માટે મસ્ત મુવી બનતા રહી ગયું 😦

ક્યા જોયું અને કેમ ? : જલસા”ઘર” / “મૈયા” એ કીધું હતું માટે 🙂

Verdict : [ 🙂 ]

Aiyyaa + Bhaiyaa + Maiyaa = Ta thaiyyaa 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Short & sweet

Short & sweet

2} Talaash

ક્યારેક કોઈ બહુ ચર્ચિત ફિલ્મના , બે અત્યંત Extreme પ્રત્યાઘાત આવે છે . . . એકદમ સામસામેના છેડાના . . . એક કે જેમાં લોકો કહે બટકી ગયા 😦 અને બીજું કે જેમાં , એક વર્ગને ખરેખર મજા આવી હોય 🙂 . . .તલાશ પણ ગયા વર્ષનું એક એવું જ મુવી હતું , કે જેમાં મારા પ્રમાણે ફિલ્મ અત્યંત સંવેદનાથી ભરેલી હતી . . કે પછી તેમાં રેડ લાઈટ એરિયાની અને તેમાંની સ્ત્રીઓની વાત હોય . . . કે પછી પોતાના જ બાળકનાં મૃત્યુ માટે પોતાને જવાબદાર માનતો એક પિતા હોય . . . કે પછી ગમે તેવા ભયંકર ઝખ્મોને પચાવવાની તાકાત ધરાવતી એક સ્ત્રી / માતા / પત્ની હોય . . . { એને જરૂર છે માત્ર , બીજી એક ખુશીનો પાલવ પકડવાની } . . . કે એક કોલગર્લની જિંદગીની એક વાત કે જેના જીવન મૃત્યુથી કોઈને જરા સરખો પણ આંચકો નથી લાગતો { જો આપણે ન્યુઝમાં કોઈ એવા સમાચાર વાંચીએ કે , રસ્તા પર કોઈ દેહનો વ્યવસાય કરતી સ્ત્રીનો મૃતદેહ મળ્યો . . . તો મોટાભાગનાનું રુવાડું પણ નહિ ફરકે 😦 }

Mother & Wife

Mother & Wife

હા , એક વાત કહેવી જરૂરી છે કે ફિલ્મનું રહસ્ય થોડું વહેલું ખુલી જાય તો એમાં કાઈ વાંધો નહિ . . . રહસ્ય ખુલ્યા પછીયે પાત્રોનો અભિનય અને વાર્તાની માવજત કેવી રહે છે , તેનીય એક અલગ જ મજા છે 🙂 . . . . . લોકોને લાગ્યું કે હોલીવુડની એક મુવીનો એક આઈડિયા અહી બેઠો મૂકી દીધો છે , પણ નાં , ધ્યાનથી જોશો તો એવું કઈ જ નથી . . . માત્ર તેનો ઉપયોગ વાર્તામાં વળાંક લાવવા માટે જ થયો છે . . . ઝબરદસ્ત સંગીત { ખાસ તો ; જી લે ઝરા 🙂 } . . . પાવરપેક્ડ અભિનય . . . ક્રિસ્પી ડાયલોગ્સ { ફરહાન અખ્તર , અનુરાગ કશ્યપ , ઝોયા અખ્તર અને રીમા કાગતી પણ }. . . અને જકડી રાખતી સ્ટોરી { મારા મતે તો ખરી જ . } . . . આમિરના ચાહકોએ તેમની અપેક્ષા 3 ઈડિયટસ પછી એટલી તો ઉંચી કરી નાખી છે કે કોઈ પણ સારા પ્રયાસની તેઓ ખબર લઇ નાખે છે , બાકી સ્ક્રીપ્ટવાઈઝ (3 idiots ) જોઈએ અને જેના પરથી તેનો મૂળ કન્સેપ્ટ હતો { ચેતન ભગતની , ફાઈવ પોઈન્ટ સમવન } તે રીતે તો તેમાં ઘણા બધા ગપગોળા હતા !!! બાકી કોમેડીની કક્ષામાં તે ફીટ બેસે પણ એક જડબેસલાક ડ્રામામાં તે હાંફી જાય એટલી ગેરેંટી { અરે , એનો મતલબ એમ નથી કે મને ન ગમી . . પણ જે હદે તેણે સુપડા સાફ કરી નાખ્યા , તે બહુ નવાઈ ઉપજાવે તેવું હતું !! નહિતર તો રાજકુમાર હિરાણીની મુન્નાભાઈ સિરીઝની ફિલ્મો જ તેનાથી ઘણી ઊંચા દરરજાની હતી . }

Kareena with Charisma

Kareena with Charisma

 ક્યા જોયું અને કેમ ? : તલાશ તો “બાહિરે” જ થાય ને 🙂 / ” રરારી ” = આમી + રાની + કરીના

Any Theater Moment ?એ જ વાહિયાત પબ્લિક 😦 [ Q : કોઈને ખ્યાલ છે કે ગુસ્સાવાળું સ્માઈલી કેવી રીતે મૂકી શકાય ?]

Verdict : [ 😀 ]

Yes , Answer lies within 🙂

– – – – – – – – – – – – – – – – – – – –

No guarantee of , kamaal dhamaal malamaal

No guarantee of , kamaal dhamaal malamaal

3} Kamaal Dhamaal Malamaal

પ્રિયદર્શને , ક્યાંથી શરૂઆત કરી હતી અને ક્યાં જઈને અટક્યા 😦 . . . તેમની પાસે કૈક વાત હતી , પણ પછી પોતાના જ બોજ તળે સતત ફિલ્મો . . મતલબ કે સતત ત ત ત . . . ફિલ્મો બનાવીને તેઓ રીતસર ચવાઈ ગયા ! . . . તેમની એક અલગ જ સ્ટાઈલ છે અને એક અલગ સ્પર્શ પણ . . . તેમની દરેક “મતલબ દરેક” ફિલ્મો આજુબાજુના લોકેસન્સની રીતે એકદમ પરફેક્ટ હોય છે , આજ સુધી તેમની દરેક ફિલ્મોનો એક અલગ જ માહોલ હોય છે . . . અને તેમની ગામઠી પરિસ્થિતિઓને દર્શાવવાની રીત તો કૈક અલગ જ હોય છે 🙂 . .

અહીંયા પણ શરૂઆત સરસ બાંધી પણ પાછળથી રીતસર બે કલાક પૂરી કરવા મથતા હોય તેવું લાગ્યું . . અહીંયા દરેક કલાકાર પરેશ રાવલ , ઓમ પૂરી , અસરાની તદન બીબાઢાળ લાગે છે . . અને છેલ્લે છેલ્લે તો કઈ જ હાથમાં આવતું નથી . . અહીંયા કમાલ , ધમાલ કે માલામાલ એ ત્રણેય ભાઈઓમાંથી એકેય ભાઈ દેખાતો નથી ;).

ક્યા જોયું અને કેમ ? : ધમાલ ઘરે જ થઇ શકે 😉 / ભૂલ થઇ ગઈ 😀

Verdict : [ 😦 ] , આગળ વધો અને વધવા દો 🙂

Just crowd , no puller !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Chakravyuh !!!

Chakravyuh !!!

4} Chakravyuh

ફરીથી , પ્રકાશ ઝા નું પણ એ જ , કોઈ એક ફિલ્મ સારી આપશે . . પછી બે ત્રણ એવરેજ ફિલ્મોનો મારો . . . અને વળી પછી શાંતિ ! હજી સુધી અર્જુન રામપાલ , એક એકટર તરીકે કોઈ એવો સક્ષમ નથી થઇ શક્યો કે આખી ફિલ્મ તેના સબળ અભિનય ( ! )પર ઊંચકી શકે . . . મનોજ બાજપાઈનો રોલ એકદમ ટૂંકો અને સામાન્ય છે . . . કે તેનો અહીંયા કોઈ વ્યવસ્થિત ઉપયોગ જ થયો નથી . . . અને અભય દેઓલ , તો ખબર નહિ કેમ જાણે કે . . . પહેલી વાર એક્ટિંગ કરતો હોય , તેટલો સામાન્ય લાગે છે . . . અને એષા ગુપ્તાને તો માત્ર ફિલ્મમાં ગ્લેમર ભભરાવવા જ કેમ જાણે રાખી હોય . . .

સરવાળે ફિલ્મમાં , અતિ મહત્વનો એક મુદ્દો કે જે આખાયે દેશનું ધ્યાન એક અતિ સંવેદનશીલ મુદા પર { નક્ષલવાદ }, પ્રકાશ ઝા જેવા ડીરેક્ટર ખેંચી શકયા હોત . . . નક્ષલવાદનાં મુદ્દાને , તેમણે અહી એક તદન સામાન્ય ફિલ્મી ડ્રામાનું રૂપ આપી દીધું છે  😦 અને તેઓ પોતાના જ ચક્રવ્યુહમાં સલવાઈ ગયા 😉

ક્યા જોયું અને કેમ ? :

ઘરે” જ ચક્રવ્યુહ બનાવ્યો / કેમ કે એ જોવું હતું કે હું એમાંથી બહાર નીકળી શકું છું કે નહિ 😉

Verdict : [ 😦 ] ,

Prakash get lost in his Chakrayuh !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Director & Hero ! 5} Malegaon Ka Superman

में थु थु गुटखा का किंग हु , मै हिंदुस्तान के हर बच्चे को , हर जवान को , हर बुढ्ढे को . . . सडको पर , दीवारों पे , स्कुलो में . कोलेज में , टॉयलेट में . . थूकते हुए देखना चाहता हूँ . . . क्युकी मुझे गन्दगी पसंद हे . . . I Just Love Gandagi 🙂 . . . આ ડાયલોગ છે , ફિલ્મના વિલનનો અને તેની સામે પડ્યો છે . . . એક ચડ્ડીમાં , બે પાતળા સોટી જેવડા સુપરમેન સમાઈ જાય તેવો આપણો ધોયેલ મુળા જેવો ” માલેગાવનો સુપરમેન “ 😀

એક અડધી , આપજે ને બકા !

એક અડધી , આપજે ને બકા !

નિર્દેશિકા , ” ફીઝા અહેમદ ખાન ” દ્વારા , માત્ર એક જ હેન્ડીકેમથી અને એ પણ માત્ર એક લાખના જ નેનો બજેટમાં બનાવેલ સુપર ડોક્યુંમેન્ટરી . . .એટલે ” માલેગાવ કા સુપરમેન ” 🙂 . . . મહારાષ્ટ્રના એક નાનકડા ઉદ્યોગોથી ધમધમતા એક અત્યંત પછાત કહી શકાય તેવા વિસ્તારમાં , લોકોની ફિલ્મો પ્રત્યેની ઘેલછા કૈક અલગ જ છે અને તેમાં એક યુવાન { નાસીર શેખ } પોતાના અલગારી શોખને પૂરો કરવા માટે બનાવે છે , ” સુપરમેન ” સિરીઝની ફિલ્મોની પેરોડી . . . કે જેમાં હોય છે પાતળો સોટી જેવો સુપરમેન અને તેની સામે પાછો વિલન હોય છે , તમાકુની ગંદગીનો રાજા , થું થું 🙂 . . . અને બેકગ્રાઉન્ડ હોય છે પાછું ” માલેગાવ “નું જ !!! ફિલ્મ ત્યાના જ કલાકારો અને લોકેશન્સ પર બનેલી છે અને ફિલ્મમાં વર્ણન કરાયું છે . . .  નાસીર શેખની ધગશની અને તેની ટીમની અને તેમને વેઠવા પડતા હાલાકી ભર્યા સંજોગોની . . .  સાથે જ વણી લેવાયી છે . . .  ભારતની ગરીબ વર્ગોની સ્થિતિ . . . સ્થાનિક અને રાજકીય રાજકારણ . . . તથા પછાત વર્ગોની એ જ બીબાઢાળ જીવનશૈલી . . . અને કઈ એવા કટાક્ષો !!! કે જે તમને હસાવી તો દેશે પણ સાથે તમને વિચારતા પણ કરી મુકશે કે આ એ જ ભારત છે કે જેને આવનાર ભવિષ્યની મહાસતા ગણાવાઈ રહી છે !

એક અદભુત કવિતા , ફિલ્મમાંથી . . માલેગાવની સ્થિતિને દર્શાવતી . . .

चाँद ऐ रात के सहरा में भटकते हुए चाँद , जा कही और चला जा ,की ये बस्ती तेरे काबिल हे नहीं

ये वो बस्ती हे जहा रात के सन्नाटो में इज्ज़त – ओ – नब्ज़ को नीलाम किया जाता हे

इस जगह बिकते हे इंसान भी सिक्को की अवेज़ , इस जगह प्यार को बदनाम किया जाता हे

इस जगह ज़ुल्म -ऐ- हलाकत (#) के सिवा कुछ भी नहीं , इस जगह कर्ब-ऐ-अज़ियत (##)के सिवा कुछ भी नहीं .

इस जगह मुफलिस-ओ-नादार बिलखते बच्चे , जिन के कानो में लडकपन से जवां होने तक

कारखानों में भारी मशीनों की सदा गूंजती हे , ममता भरी लोरी की तरह .

चाँद . . ऐ रात के सहरा में भटकते हुए चाँद , जा कही और चला जा . . . तू मेरी बस्ती से 😦

{ # = Season of Tyranny , ## Agony of Torture }

ક્યા જોયું અને કેમ ? : The “ઘર”ગાવ / વચ્ચે વચ્ચે , થોડું સારુંયે જોઈ લેવું જોઈએ . . . શું કયો છો , ‘માલેગાવ’વાસીઓ 🙂

Verdict : [ + 😀 ]

Hats off , Superman & all Ordinary men .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

6} Student of the Year

અહીંયા કોઈ સ્ટુડન્ટ જેવું લાગતું નથી . . . તો પછી , સ્ટુડન્ટ ઓફ ધ યરની તો વાત જ ક્યાં આવી !!! . . ત્રણ નવા કલાકારો . . ગાભા કાઢી નાખે તેવી પબ્લીસીટી  . . અને કરણ જોહર જેવું મોટું નામ ( ! ) . . . વાત અહીંયા હાઈસ્કુલની થાય છે અને બધા જ કલાકારો જાણે એક એક ધોરણમાં ત્રણ ત્રણ વાર નાપાસ થયા હોય તેવું લાગે !!! { આલિયા ભટ્ટ ને છોડીને , કારણકે તેને તો 10માં ધોરણમાં ભણતી હોય તેવું બતાવ્યું હોત તો પણ , કાઈ વાંધો ન આવેત 😉 } . . . સ્ટુડન્ટ ઓફ ધ યરની “સ્પર્ધા”નો { માત્ર સ્પર્ધાની જ વાત થાય છે } આખેઆખો આઈડિયા , હેરી પોટરની મુવીમાંથી જ ઉપાડી લીધો છે ! . . . પહેલા થોડુક ફ્લર્ટ . . પછી થોડા ગીતો . . પછી થોડી કહેવાતી સ્પર્ધા  . . અને છેલ્લે થોડુક ઉપર ઉપરથી ગંભીર બનવું 😀  . . .

Little angel

Little angel

આખા મુવીમાંથી જો સૌથી Awkward પાત્ર કોઈ હોય તો તે , અભિમન્યુ બનતો ” સિદ્ધાર્થ મલ્હોત્રા ” છે . . કે જે સતત ફિલ્મના પ્લોટમાં કોઈ એલિયન જેવો લાગે છે . . અને આલિયા તો જાણે કોઈ માસુમ પરી . . પણ અહિયાં પરીનું કોઈ કામ નથી , માટે આગળ વધો 😉 . . માત્ર ને માત્ર વરુણ ધવન જ થોડું વ્યવસ્થિત ધ્યાન ખેંચે છે . . . ફિલ્મનો એન્ડ ખતરનાક હાસ્યાસ્પદ છે અને ઋષિ કપૂર એકદમ જોકર જેવું પાત્ર કરે છે { ખબર નહિ દર વખતે ” ગે ” વ્યક્તિનું પાત્ર કરણ જોહરને કેમ આકર્ષે છે ! } . . . હા છેલ્લે પેલો પ્યારો જાડિયો બધાની ધૂળ કાઢી નાખે છે 😀 . . ગીતોની ધૂન બહુ સરસ છે પણ , શબ્દો એકદમ Confusing છે 🙂 . . . . . ઈશ્ક વાલા લવ . . . ખારુ એવું મીઠું , મીઠી એવી ખાંડ અને ભીનું એવું પાણી 😀

ક્યા જોયું અને કેમ ? : “ઘર” ઓફ ધ યર / મ્યુઝીક અને આલિયા 🙂

{ કરણ જોહરમાં કોને રસ છે 😀 }

Verdict : [ 😦 ]

No students found , just duffers !

અને  એક બીજી વાત . . હમણા હમણાથી પંજાબી કોમ્યુનીટી બાદ ગુજરાતી કોમ્યુનીટીની મજાક ઉડાડવાનું ફિલ્મોમાં વધી ગયું છે . . જ્યાં જુઓ ત્યાં આપણે ગુજરાતી પ્રજા એટલે તેઓને માટે માત્ર અને માત્ર ઢોકળા અને થેપલા !!! { ઋષિ કપૂર અને કોચની પત્ની વચ્ચેના એક સંવાદ , પરથી }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Winner :[ Malegaon Ka Superman ]

Looser : [ Kamaal Dhamaal Malamaal ]

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

1} એક કામવાળી બાઈ કે જે અચાનક એક દિવસ એક સાડીથી એટલી તો પ્રભાવિત થઇ જાય છે કે પોતાની જિંદગીની બધી મૂડી લગાવીને પણ તે સાડી મેળવવા ઈચ્છે છે અને શરુ થાય છે , સંઘર્ષ . . . { આપણા સુસજ્જ , ગુજરાતી કલાકાર . . સવિતા જોશી દ્વારા } ” Gangoo Bai

2} અને ” ફસ ગયા રે ઓબામા ” , ના ડીરેક્ટર તરફથી . . અર્શદ વારસી અભિનીત . . ” Jolly LLB ” { થોડીક હાર્ડ લેન્ગવેજ છે , જરા ધ્યાન રાખીને 😉 }