ટૅગ્સ

, , , , ,

ચાલો ત્યારે , આ નવો અને નાનકડો રીવ્યુ કેવો લાગે છે , . . . . . . . એ કહેજો તમ તમારે 🙂 { નાનું પરિવાર . . સુખી પરિવાર }

અને હા ; Monthly Reviews – 4a { Oct } અત્યારે નથી આપતો , પણ થોડા જ દિવસમાં આપીશ 🙂

Our Side { Bollywood }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Tumhi ho bandhu . .

Tumhi ho bandhu . .

1} Cocktail , 2012

એજ મસ્ત મિત્રોથી શરુ થતી વાત અને પછી એકમેકને ગમવા લગતા લોકો . . . એ જ લીવ – ઇન રીલેશનશીપ અને પછી એમાંથી એકને ગમે અને બીજાને ન ગમે 😦 . . . એ જ પહેલી નજરે ન ગમતું વ્યક્તિ , પાછળથી જ ખુબ પ્યારું લાગવા માંડે { કારણકે તેની સાથે , એ જ સહજતાથી અને કોઈ અપેક્ષા વિના સમય પસાર કરેલો હોય છે , માટે }. . . પણ મૈત્રી , એ પ્રેમના પહેલા પગથીયા તરીકે જો શરુ થાય , તો એમાં ખોટું શું છે ? . . . અને એ જ બધી પ્રેમમાં મીઠી લાગતી વાતો 🙂 . . .

Trio-logy !

Trio-logy !

ફિલ્મનો ઉતરાર્ધ ખુબ જ ક્રિસ્પી છે , પણ બીજા ભાગમાં મુવીને કદાચ પહેલા ભાગની ઝડપ નડી હશે . . . પ્રીતમના મસ્ત અને ઉર્જા ( કે જે પાડી દે છુટા , પુર્જા 😉 ) થી ભરપુર ગીતો . . અને નવી નવી આવેલ કાનુડી , ડાયેના પેન્ટી 🙂 . . અને સૈફ તો આવા વાનરવેડા વાળા રોલમાં તો એકદમ ખીલી ઉઠે છે અને દીપિકા . . Just Unstoppable . . અરે બોમન તો ભુલાઈ જ ગયા !!! અને ડીમ્પલ પણ . .

ક્યા જોયું અને કેમ ? : “ઘરે” કોકટેઈલ પીધું / કેમ કે “તરસ” લાગી હતી 😉

Verdict : [ 🙂 ] ,

તું જ ભાઈ અને તું જ ભાઈબંધ અથવા ભાઈબંધી 😀

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Heroine

Heroine

2} Heroine , 2012

મધુર ભંડારકરનું હર હંમેશની જેમ એક વિવાદાસ્પદ વિષય પરનું મુવી , પણ આ વખતે ” ફેશન ” જેવી મજા ન આવી કારણકે , મૂવીની સ્ટોરી સતત હિરોઈનના જીવનની દુખદ વાતોને જ ઉજાગર કર્યે રાખે છે ; જાણે કે બધી હિરોઈનો બુદ્ધિના બળદીયા જેવી હોય . . હશે કેટલીક , પણ તે પણ સમયનો માર ખાધા બાદ એક ની એક ભૂલ બીજી વાર રીપીટ ન જ કરે . . . હા , આ ક્ષેત્ર જ સતત અસુરક્ષાનું છે . . એક દશકના ‘રાજ’નું છે . . . પણ તે ઘણું આપે પણ છે , જો સમજતા આવડે તો . . . આ ફિલ્મને થોડું ઘણું યે જો ચાર્મ આપનારું પરિબળ હોય તો , તે છે ” કરીના કપૂર ” . . માત્ર અને માત્ર . . એકાદ ગીતને બાદ કરતા સંગીત પણ એકદમ ફિક્કું છે . . અને ડીરેક્શન પણ , જરા પણ પકડ્વાળું નથી 😦

ક્યા જોયું અને કેમ ? : “ઘર” in / For Kareena only 🙂

Verdict : [ 😐 ] 

Life ki Naughty Kahaani . . .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Bunch of Jokers . .

Bunch of Jokers . .

3} Joker , 2012

જોકર . . શિરીષ કુંદર . . . કે અક્ષય કુમાર . . . કે આપણે 😉 . . ઓ તેરી હજી પણ આપણે ત્યાં મગજના દૂધમાં ‘જોકર’ નામનું મેળવણ , ઉમેરી મગજનું દહીં થાય છે 😀 . . દહીથી પેટમાં ગડબડ નથી થતી . . પણ મગજમાં ગડબડ થાય તેનું શું ??? . . . . . હા , પણ પેલી શ્રેયસ તળપદેની ઉટપટાંગ ભાષા બહુ ગમી 🙂 . . . સોનાક્ષી અને મિનિષા એકબીજાને પૂછતી હશે કે આપણે ક્યાં ભટકાઈ ગયા !!! . . . . . .  હં અ હં અ હં અ હં અ   < < < <   આ શું ?  જવાબ : { અક્ષય કુમાર , વાંદરાની જેમ દાંત કાઢે છે 😀 }

કયા જોયું અને કેમ ? : “ઘરે” જ સર્કસમાં 😉 / ગ્રહોની ગતિ ન્યારી છે , અને રાજકોટમાં ન્યારી ડેમ પણ છે!

Verdict : [ 😦 ] ,

તીસમારખા અને જોકર . . પછી હવે એક જ મુવી બાકી છે . . . શિરીષ અને અક્ષયની ટ્રાયોલોજીમાં . . .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

OMG !

OMG !

4} OMG oh my God ! , 2012

ગુજરાતી રંગભૂમિનું જ સંતાન એવું કાનજી વિરુધ્ધ કાનજી . . અને તેના પરથી જ ભાવેશ માંડલિયા અને ઉમેશ શુકલાનું અક્ષય કુમાર સાથેનું સંયુક્ત સાહસ એટલે . . ઓહ માય ગોડ . . . . ઘણા જ હૃદયસ્પર્શી વિષયોનું પૃથ્થુંકરણ કરી આપ્યું આ ફિલ્મે સમાજ માટે . . પણ તે લોકોને ખબર નથી કે સમાજ પણ એના માથાનો છે . . આવા તો કેટલાય ફિલ્મો ગયા , પણ જો એમ સુધરી જાય તો તો કહેવાતા ધાર્મિક લોકો પાણી ભરે !!! . . . ફિલ્મ અંદાજે એકદમ પરફેક્ટ છે , પણ આઈટમ ગીત અને થોડી લાઉડ એક્ટિંગને , જો તેઓ બાદ કરી શક્યા હોત તો , પિક્ચર ખરેખર હૃદયને અડી શક્યું હોત 🙂 જેમ કે ” તારે ઝમીન પર ” { એક વિષયને જ પુરેપુરી વફાદારીથી ચોંટેલી ફિલ્મ . . . } અને છેલ્લે છેલ્લે પણ , જે રીતે પરેશ રાવલ ભગવાનમાં માનવા લાગે છે ; તે વાત કઈ હજમ ના થઇ 😦 . . હા પણ , જે રીતે પેલી ભગવાનના મોરપીંછ જેવા કિ-ચેઈનની વાત , જતા જતા ભગવાન કરે છે , તે અદભુત છે 🙂

પણ આ મૂવીઝમાં , વ્યંગ વધુ દેખાય છે કે જેમના માથે પ્રજા થોડી વાર હસી લેશે અને વળી પાછા હતા ત્યાં ને ત્યાં . . . . પણ , ઘણા સમયે કોઈએ ભારતીય સમાજની દુખ રગ દબાવી . . એટલા માટે Hats Off  , અને હા પરેશ રાવલ એટલે પરેશ રાવલ અને બાકી બધા બીના દાલ કે “ચાવલ  😀

ક્યા જોયું અને કેમ ? : ઓહ , મારા “ઘરે” ! / જેવી ભગવાનની ઈચ્છા

Verdict : [ 🙂 ] ,

ઓ મારા , દીનાનાથ . . .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

N 5} Eega { मक्खी }, 2012

એક નાની અને નાજુકલી , લવ સ્ટોરી હજી તો શરુ જ થાય છે અને એક ખૂંખાર બીઝનેસમેન , યુગલમાંના પ્રેમીને મારી નાખે છે અને તે પ્રેમી જીવ પુનર્જન્મ લઈને માખીના રૂપે પાછો ફરીને પોતાની પ્રેમિકાની , પેલા દુષ્ટ વ્યક્તિથી છેલ્લા જીવ સુધી રક્ષા કરે છે અને હા , પેલાના નાકમાં દમ પણ લાવી દ્યે છે 🙂 અને એ પણ અલગ અલગ કેટલાય અંદાજમાં . . . ભારતીય એનીમેશન ક્ષેત્રે એક અદભુત અને ખરેખર અદભુત પ્રયાસ . . . ફિલ્મની સ્ટોરી જવા દયો , પણ જે એનીમેશન અને કેટલીય નાનામાં નાની શક્યતાઓ તેમણે અહી ઉભી કરી છે , તેના માટે તો તમારે આ મુવી જોવું જ રહ્યું 🙂 . . . થોડાક સાઉથ સ્ટાઈલનાં ચમનવેડા ઓછા કર્યા હોત તો ફિલ્મ ઘણે અંશે અદભુત બની રહેત . . .

ક્યા જોયું અને કેમ ? : “ઘર“ની માખી 😉 / માખીને નજીકથી જોવી હતી માટે !

Verdict : [ 🙂 ] ,

Once upon a Fly !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Shirin farhad ki to nikal padi

Shirin farhad ki to nikal padi

6} Shirin Farhad Ki Toh Nikal Padi , 2012

એક અલગ જ સ્ટારકાસ્ટ . . . અલગ જ વિષય { થોડે ઘણે અંશે } . . મોટાભાગના પારસી કલાકારો . . . અને પારસી વાતાવરણ . . છોકરો થોડો મોટો થઇ ગયો છે 😉 અને થોડી વિચિત્ર નોકરી પણ કરે છે 😉 { ફરહાદ }. . . છોકરી પણ પોતાની અંગત મુશ્કેલીને કારણે કોઈ છોકરો પસંદ નથી કરી શકી { શીરીન } . . . તો પછી થયું શું ? . . . કાઈ નહિ બસ , ” શીરીન ફરહાન કી તો નિકલ પડી ” . . . પણ મારી એટલી મોજ ન નિકલ પડી !!! . . . ફિલ્મની શરૂઆત અને પૂરું વાતાવરણ સરસ બંધાય છે પણ ફિલ્મ કેટલીયે જગ્યાએ અલગ જ ટ્રેક પર ચડી જાય છે અને પિક્ચર મધ્યાહાનમાં તો રીતસર ખેંચે છે . . તેમને પણ અને આપણને પણ . . ( તમારી ખબર નથી , હોં )

Miss-Match !

Miss-Match !

 બોમન જેવા કલાકાર માટે આ મુવી જોઈ શકાય પણ ક્યારેક તો તે પણ ફિલ્મને બચાવી નથી શકતો 😦 . . .

ક્યા જોયું અને કેમ ? : શીરીન અને ફરહાદ “ઘરે” જ આવ્યા હતા / બોમન માટે કાઈ પણ 🙂

Verdict : [ 😐 ] ,

એ બંનેની તો નીકળી , હવે આપણેય નીકળીએ 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

WinnerCocktail               

LooserJoker

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

1} 2011માં , આવેલ અદભુત મુવી ” શૈતાન “નાં ડીરેક્ટર બિજોય નામ્બિયાર તરફથી , નવું મુવી ” ડેવિડ “ . . .

2} પતંગ ધ કાઈટ , મુવીમાંથી . . . ગીત , ” મારું અમદાવાદ ” . . આ ઉતરાયણ માટે 

3} સ્પેશિઅલ છ્બ્બીસ , મુવીમાંથી . . . ગીત ” ધરપકડ

Advertisements