Tags

, , , ,

દોસ્તો અને પ્યારા દોસ્તો , આગલી પોસ્ટ સાથે Continuity જળવાઈ રહે તે માટે Hollywood મુવીઝ્ની જ પોસ્ટ રજુ કરું છું , આશા છે આપને તે પસંદ પડશે🙂

& As Usual , This post is also full of “GIF” Images . . So , Let the whole post be loaded first🙂 Thanks { i.e Tomhanks :D}

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

My Reviews rather Verdicts range from . . 

[😦 ] – – [😐 ] – – [🙂 ] – – [😀 ] – – [ +😀 ]

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

1} Snow white & the Huntsman , 2012

Snow white & the huntsman

Snow white & the huntsman

સ્નો વ્હાઈટ , દુષ્ટ રાણી અને પેલા જાદુઈ અરીસાની પરીકથા તો તમે જાણતા જ હશો . . . અહીંયા તે કથાનું થોડુક ગ્રે ચિત્રણ અલગ જ અંદાજમાં ધડબડાટી સાથે રજુ કરવાનો પ્રયાસ થયો છે . . . જો કે આ જ વર્ષ 2012માં આ જ કથાને એક અન્ય હળવા અંદાજમાં પણ રજુ કરાઈ ચુકી છે , Mirror mirror . પોતાના પિતાની બીજી દુષ્ટ રાણી મતલબ કે પોતાની સાવકી માં જ તેના પિતાનું ખૂન કરીને રાજ્યની રાણી બની જાય છે અને સ્નો વ્હાઈટને જેલમાં પૂરી દ્યે છે . . ઘણા વર્ષો બાદ સ્નો વ્હાઈટ એ વાતની જાણ થતા નાસી છૂટે છે કે રાણી તેને મારીને લાંબા સમય સુધી યુવાન બની જવા ઈચ્છે છે . . . હવે રાણી તેને પકડવા કેટલાક શિકારીઓને સામેના ભયાનક જંગલમાં મોકલે છે , પણ તે શિકારી સ્નો વ્હાઈટની નિર્દોષતાથી પ્રભાવિત થઈને , સ્નો વ્હાઈટનો સાથ આપે છે . . . હવે આ પક્ષે છે સ્નો વ્હાઈટ અને પેલો શિકારી અને સામે પક્ષે છે કાળો જાદુ જાણતી ખૂંખાર રાણી . . . અને જામે છે , ખૂંખાર જંગ .

મુવી જોવાનું મુખ્ય કારણ : { Why this Kolaveri di ?}

Snow White ‘SAGA’ + Kristen Stewart🙂

{+} Points :

1} ફિલ્મનું Visual ખુબ જ અદભુત છે ; પછી તે બરફ્થી ઢંકાયેલ રાજમહેલ હોય કે પછી ખૂંખાર ભાસતા જંગલો કે પછી છેલ્લે મળેલું અદભુત લીલુછમ ચિત્ર વિચિત્ર પ્રાણીઓથી ભરપુર જંગલ , કે તે મહાકાય જાદુઈ હરણ કે નાની નાની ફેરી ઉર્ફે પરીઓ હોય કે નાનકડા ઠીંગુજી હોય કે પોતાના દુશ્મનને કાગડા બનીને શોધી લેતી રાણી હોય . . . જુઓ આ એક અદભુત દ્રશ્ય . .

2} સ્નો વ્હાઈટની પરીકથામાં , થોડું ખૂંખાર તત્વ ઉમેરી તેને ગ્રે શેડ આપવાનો પ્રયત્ન સારો છે પણ , ક્રિસ્ટીન સ્ટીવર્ટ ઘણી જગ્યાએ હાંફી જતી હોય તેમ લાગે છે . . તે જ રીતે ક્રીસ હેમ્સવર્થ પણ હન્ટસમેન તરીકે એકદમ બીબાઢાળ લાગે છે . . પણ સ્પેશિઅલ ઈફેક્ટસ અને ખૂંખાર રાણી બનતી ચાર્લીઝ થેરોન કઈક અંશે બાજી સંભાળી લ્યે છે . . . તેની આંખોમાં એ શાશ્વત યુવાની મેળવવાની ચાહના ડોકાય છે કે જેના માટે નાછૂટકે કે નામરજી જે પણ હોય તે કરવા માટે તેણી તૈયાર છે !

3} પણ મારે માટે , તો 1937માં આવેલું Snow white & seven Dwarfs જ એક અદભુત સ્નોવ્હાઈટ મુવી હતું🙂 . . ત્યારે [ 1937માં ] હું અંદાજે માઈનસ 50ની આસપાસનો હોઈશ😉

Genre : Action , Adventure

Director : Rupert Sanders { Debutante }

Tagline : The Fairytale is Over { જોયું કેવા બીવડાવે છે :D }

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? { Theater Or Home-theater ! } :

ઘરે” , કારણકે બહાર ‘Snow‘ પડતો હોય છે😉 / Snow white ” House ” !

Verdict : [😐 ]

જોવે ( To Watch ) તેના બોર વેંચાય અને ન જોવામાં નવગુણ😀

It’s just Passable if you wanna pass😉

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} Looper , 2012

Looper

Looper

વર્ષ 2074નાં સમયગાળાના , માફિયાઓ તેમના દુશ્મનોને ગેરકાયદે ઠરાવેલ ટાઈમમશીનથી વર્ષ 2044માં મોકલે છે , કે જ્યાં પહેલેથી જ તેમણે તેમનું એક નેટવર્ક સ્થાપેલું હોય છે અને તેના માણસો કે જે લુપર્સ તરીકે ઓળખાય છે તેઓ તેમને મારીને , તેમની લાશને ઠેકાણે લગાવી દ્યે છે કે જે વર્ષ 2074માં અત્યંત દુષ્કર ગણાતું કામ હોય છે . . . . પણ હવે સૌથી મોટો માફિયા ” રેઇન મેકર ” હવે કેટલીક વખત પોતાના લુપર્સને ( 2074 વાળા ) જ તેમની હાથે ( 2044 વાળા ) મરાવવા માટે તેમને 2044માં મોકલી આપે છે કારણકે તેમ કરવાથી , તે વ્યક્તિ તેને વર્ષ 2074માં નડશે જ નહિ અને આમ કરવાથી તેની ” લુપ ” બંધ કરી ગણાશે . . . અને સાથે સાથે તેને ખુબ બધું સોનું પણ અપાશે કે જેથી તે આવનારા 30 વર્ષો માટે શાંતિથી રહી શકશે . . પણ , એક વાર 2044વાળા ( Young Joe )ની સામે 2074વાળો ( Old Joe ) જ આવી જાય છે કે જે નાસી છૂટે છે અને Young Joe તેનો પીછો કરે છે , કારણકે નહીંતર તેનું અત્યારનું જીવન પણ ભયમાં આવી છુટશે  ! . . . અને ત્યારબાદ , રેઇનમેકર કે જે અત્યારે નાનો બાળક હોય છે તેને મારવા માટે Old Joe શોધમાં લાગી જાય છે . . . ત્યારબાદ પૂરી સ્ટોરી એક એકલી રહેતી ખેતરની માલિક સ્ત્રી , Young Joe & Old Joe ની વચ્ચે ફરે છે કે જે તમને લઇ જાશે એક રોમાંચક સફરે . . .

મુવી જોવાનું મુખ્ય કારણ : { Why this Kolaveri di ?}

Time travel + Bruce + Joseph + Emily = Perfect Cocktail🙂

{+} Points :

1} અહીંયા , સૌથી પહેલું નામ આવે છે , Cid નું પાત્ર ભજવતો બાળક Pierce Gagnon . . . . છેલ્લે સૌથી વધુ તમારા મન પર જો કોઈ અસર છોડી જશે તો એ આ જ નાનું બાબુલીન છે🙂 આટલી નાની ઉંમરે . . . આટલું સ્ટ્રોંગ પરફોર્મન્સ મેં હજી સુધી કોઈ પણ અન્ય મૂવીઝમાં નથી જોયું !!! . . . ભય , નિર્દોષતા , આશ્ચર્ય , ભોળપણ , મૂંઝવણ , સાથે સાથે ઉંમર કરતા વધુ પાકટતા , સંબંધોમાં પોતાની સુરક્ષા ઈચ્છતો એક બાળક પોતાની માં મા જ સર્વસ્વ જોતો અને અન્ય કેટલીયે ભાવસૃષ્ટિનાં દર્શન , આ બાળક તેના મુખ પર તમને કરાવી દેશે . . એ ગેરેંટી મારી . . . નહીતર ફોલોઅર્સમાંથી નામ કાઢવાની છૂટ મારા તરફથી { નહીતર , કેમ જાણે મારી રજા વગર , કોઈ નામ નહિ કાઢી શકતું હોય :D }

What a Boy !

What a Boy !

2} બીજા પાત્ર , માટે આવે છે જોસેફ લેવીટ્ટ અને બ્રુસ વિલીસની જોડી . . અનુક્રમે યુવાન અને પ્રૌઢ લુપર્સની ભૂમિકામાં . . . બંને વચ્ચે ખુબ જ સારી હદે ટ્યુનીંગ જળવાયું છે . . . એક સંવાદમાં . . { જયારે બંને , મતલબ કે એક જ વ્યક્તિ સામસામે એક કાફેમાં મળે છે ત્યારે } . . ઘરડો ” જો ( Joe ) ” , જુવાન ” જો ( Joe ) ” ને કહે છે કે . . વિચારવામાં થોડું ધ્યાન રાખજે કારણકે , તું જેવું જેવું હવે વિચારતો  જઈશ . . તેવો તેવો હું બનતો જઈશ અને મારી જૂની યાદો ભૂંસાતી જાશે !!!

Mother & Son . . Duo

Mother & Son . . Duo

3} અને પ્યારી , એમિલી બ્લન્ટ , તો ભૂલાય જ કેમ . . . એકલી જ એક બાળકને ઉછેરતી અને એક મહિલા ખેડૂતના પાત્રમાં જાનદાર અભિનય રેડી દીધો છે તેણીએ . . . મતલબ કે { ‘તેણી’ અને ‘ટેણી’ ની જોડી કમાલ કરે છે :D }

4} હવે ચોથા પાત્ર , તરીકે આવે છે લેખક અને ડીરેક્ટરની બેવડી ભૂમિકામાં આવતા ” Rian Johnson ” . . કે જેમણે એક – એક દ્રશ્યમાં પોતાનો જીવ રેડી દીધો છે . . માનવ જીવનના એકે -એક પાસાઓની સફરે લઇ જવાની સાથે રોમાંચનો ખરો અર્થ , તે તમને છેલ્લે સમજાવી દે છે અને મુવીનાં ક્લાઇમેક્ષને ખરા અર્થમાં દર્શકોને પોતાની સીટ સાથે ચોંટીને બેસવા મજબુર કરે છે !!! { 90 % મૂવીઝમાં , ક્લાઇમેક્ષનું અસ્તિત્વ હવે  ભૂંસાતું જાય છે . . રોમાંચમા ને રોમાંચમા પોતાના નખ કરડવાની વાત હવે ભૂતકાળ બનતી જાય છે😦 }

5} અને અન્યમાં જોઈએ તો . . . એક મુવીઝ્ને હંમેશ માટે પ્રેક્ષકો અને વિવેચકોના હૃદય અને મગજમાં સ્થાન અપાવે છે , ફિલ્મના સિનેમેટોગ્રાફર અને બેકગ્રાઉન્ડ સ્કોરથી સજ્જ કરનાર વ્યક્તિ . . જેમ કે અહિયાં અનુક્રમે છે Steve Yedlin & Nathan Johnson . . કે જે મુવીઝ્ને ક્લાસીક મુવીઝમાંથી કાતિલ મૂવીઝ સુધીની સફર કરાવે છે🙂 . . યાદ છે Inception અને Batman Series માટે Hans Zimmer :)

6} અને છેલ્લે , જુવાન જો ( Young Joe ) એવું તો દાન કરી નાખે છે કે { સૌથી શ્રેષ્ઠ દાન . . . અરે કન્યાદાન નહિ ;) } કે તમને લાગે કે એક જ વ્યક્તિ સમયના અલગ અલગ ગાળાઓમાં કેટલી અલગ અલગ રીતે વર્તન કરે છે . . તેમના વિચારોના પડઘાઓ  કેટલી અલગ રીતે પ્રસરાય છે . . છેલ્લે તે પોતાનું જીવન ક્યાંથી શરુ થયું અને ક્યાં જઈને પહોંચ્યું , તેનું સરવૈયું માંડે છે અને ત્યાં હાજર સર્વેનું જીવન પોતાના એક જ નિર્ણયથી  ફેરવી નાખે છે . . . અને એક અલગ જ બટરફ્લાય ઈફેક્ટનું નિર્માણ કરી નાખે છે . . કે જેનું તેને નાનપણથી જ સ્વપ્ન હતું

7} હકીકતે અહીંયા , લુપર્સમા ટાઈમ ટ્રાવેલ તો એક કન્સેપ્ટ તરીકે જ લેવાયો છે પણ તે તમને સંબંધ ,સમય અને એક માતાનું એક બાળકના જીવનમાં શું પ્રદાન હોય છે . . તે આંટી ઘૂંટીઓ વિષે જે રીતે સમજાવી જાય છે . . કે તે તમને એક ચાર વર્ષનો ફૂલ ટાઈમ કોર્ષ પણ ન સમજાવી શકે ! . . અને લોકો હજી કહ્યે જ રાખે છે કે સિનેમા સમાજને બગાડવાનું કામ કરે છે !!!  કારણકે તેમણે હજી સુધી દબંગ અને હબંગ જ જોયું હોય છે . . .  મૂળ સુધી તો તેઓ હજી પહોચ્યા જ નથી હોતા😦

Genre : Sci – Fi , Thriller , Drama

Director : Rian Johnson { also ; Brick , The Brothers Bloom }

Tagline : Hunted by your future. Haunted by your past.

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? { Theater Or Home-theater ! } :

બહારબહારબહાર { જોયું આને લુપ કહેવાય😉 } / Loop with the Audience in ‘Theater’ !

Any Theater Moment ? :

આટલું બુદ્ધિના બળદીયા જેવું Audience મેં હજી સુધી નથી જોયું !!!!!! એમાં પણ કોલેજીયનોની એક બે ગેંગ આવી ચડી હતી . . અરે આમાં તો જરાય એક્શન નથી !!! . . . આ લોકો તો વાતો જ કર્યે રાખે છે !!! . . . અરે યાર આના કરતા તો રેસકોર્સની પાળીએ બેઠા હોત તોય આંખ્યું ઠરત !!! અને અન્ય કેટલીય ન લખવા જેવી વાતો !માટે જ આ ક્લાસિક મુવીમાં દેકારા-પડકારા કરવા બદલ , એ બધા ચમનીયાવને ગેલેકસીના ભીના બાથરૂમમાં પૂરી દેવા જોઈએ અને પોતા મરાવવા જોઈએ😀

Verdict : [ +😀 ]

Loop yourself into this incredible Looper🙂

કેટલીક વખત કેટલાક મુવીઝ એટલા તો ઝબરદસ્ત હોય છે કે તમારા ગાભા કાઢી નાખે . . . એટલા માટે જ હું આ મુવી માટે તમને બે જોડી કપડા પહેરીને જ જોવાની ભલામણ કરું છું😉

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

3} The Secret World of Arrietty , 2010

The Secret world of Arriety

The Secret world of Arrietty

શહેરથી દુર એક હરિયાળીથી છવાયેલ ઘરમાં , નાનો શોન રહેવા માટે તેની નાની પાસે આવે છે કેમકે તેના હૃદયમાં કાણું હોય છે અને ડોકટરે તેને ભારે પરિશ્રમ કરવાની મનાઈ કરેલ હોય છે , તેના માતા-પિતાના હવે ડિવોર્સ થઇ ગયા હોય છે અને નાકડો શોન ભારે ગુમસુમ રહેતો હોય છે . . પણ ‘શોન’નુ અહીંયા આવવાનુ એક અન્ય કારણ પણ હોય છે , કે તેની માતાએ તેને કહ્યું હતું કે અહીંયા આજુબાજુ નજીકમાં જ સાવ કીડી મંકોડા જેવા જીણા લોકો પણ રહે છે . . . અને તેમની એક અલગ જ દુનિયા પણ હોય છે . . તેઓ આપણી આસપાસ જ રહે છે અને આપણને ખ્યાલ પણ હોતો નથી . . . અને સમય આવે છે કે જ્યારે શોનની મુલાકાત નાનકડી Arrietty સાથે થાય છે અને તેમની ઉતાર ચઢાવ વાળી મૈત્રી શરુ થાય છે કે જેમાં એક અડચણ હોય છે , ઘરની દુષ્ટ નોકરડી કે જે પણ આ નાના લોકોની તલાશમાં હોય છે અને . . .

મૂળમાં ” The Secret World of Arrietty ” , એ 1950ના દશકામાં મેરી નોર્ટનની કલમે લખાયેલ 5 ભાગમાં પથરાયેલ , ” The Borrowers ” નામે એક સર્જન છે . . કે જેના અન્ય ભાગમાં 2) The Borrowers Afield ( 1955 ) , 3) The Borrowers Afloat ( 1959 ) , 4) The Borrowers Aloft ( 1961 ) , 5) The Borrowers Avenged ( 1982 ) નો સમાવેશ થાય છે .

મુવી જોવાનું મુખ્ય કારણ : { Why this Kolaveri di ?}

Hand made Animation + Studio Ghibli🙂

Dum laga ke . .

Dum laga ke . .

{+} Points :

1} અહીંયા એકે – એક ખૂણો તમને Colors અને Creativity થી ભરેલો છે . . જોઈ લ્યો જોઈ શકો તેટલું🙂 અને મને Hand made Animation ખુબ ખુબ ખુબ જ ગમે છે , With black border !

Like this !

Like this !

Just Live

Just Live

2} ” Arriety “ની દુનિયા નાની હોવાથી , તેની આસપાસનું જગત તેમણે જે હદે દેખાડ્યું છે , તે કાબિલે દાદ છે ; જેમ કે ઘરની આસપાસ પુષ્કળ હરિયાળી , લીલા પાન , નાજુક ડાળીઓ , ગોકળગાય , તીડ , વાંદા , પોતાની બે મુછોથી એકબીજા સાથે વાતો કરતા જીવડાઓ , મોટા ઉંદરો , અડવાથી દડા જેવું બની જતું એક જીવડું , કંસારી , કીડીઓ અને મંકોડા , હવાની લહેરખીઓથી ઉડતા પાંદડાઓની હારમાળા , ખડખડ પાંદડાઓનો અવાજ , જ્યાં નજર પહોંચે ત્યાં સુધી લીલું ઘાસ , છેક નીચેથી ઘરની અગાસી સુધી વીંટળાઈ વળેલા વેલના છોડવા , દુર એક ઝાડ પર રહેતો કદાવર કાગડો , વરસાદના સમયે પાંદડાની છત્રી બનાવીને દોડતી ‘ Arriety ‘ , કોંકણવરણો તડકો , વાતાવરણમાં પથરાયેલો સન્નાટો સુદ્ધાં અને એવું કઈક અજબ ગજબ . . . . .🙂

3} જાણે કુદરતથી દુર ભાગી છુટેલી માનવજાત માટે જ ખાસ બનાવ્યું હોય કે જુઓ અહી પ્રકૃતિના ખોળે શું શું પથરાયેલું છે , તેવું ગીત Cecile Corbel નાં સ્વરમાં . . .

So many years have passed
The dew is still on the roses
I left my childhood
In a garden green

Come in the garden and look at the trees
I used to play there when I was a child
Squirrels and birds, little fairies
Settled down there long ago

So many years have passed
The dew is still on the roses
I left my childhood
In a garden green

Come in the garden and sit on the grass
I used to sit there when I was a child
Ivy and moss, little daisies
Covered the lane long ago

So many years have passed
The dew is still on the roses
I kept my memories
In that garden green

I kept my memories
In that garden green

Time to leave

Time to leave

4} એકદમ જ દેશી સ્ટાઈલનું એનીમેશન અને સાથે સિમ્પલ અને હૃદય સ્પર્શીસ્ટોરી . . . મોર્ડન એનીમેશન કરતા વિરુદ્ધ એકદમ ઓછો કોમ્પ્યુટર ઈફેક્ટસ નો ઉપયોગ . . છતા પણ તેને ટક્કર મારે તેવું ચિત્રણ !!! અને તે માટે એક જ નામ આવે છે કે જે પશ્ચિમના ડીઝની અને ડ્રીમવર્કસ સ્ટુડિયોને સજ્જડ ટક્કર મારે છે . . . ” સ્ટુડિયો ઘીબ્લી ” . . આ સ્ટુડિયોનાં એક એકથી ચડિયાતા એનીમેશન મુવીઝ સિનેમા જગત પર રાજ કરે છે .

5} અને આ સ્ટુડિયો ઘીબ્લીનું જીવંત તત્વ છે , ” Hayao Miyazaki ” કે જેમણે એનીમેશનને ડાગલા – ડુગલીનાં પહેલા પગથીયાથી ઊંચકીને તેને પર્વતની ટોચ સુધી પહોંચાડ્યું છે .

Genre : Animation , Adventure , Family

Director : Hiromasa Yonebayashi { Debutante }

Tagline : Do not be seen by humans. That’s been the law of children of the underfloor.

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? { Theater Or Home-theater ! } :

“ઘર” ના ભેદી કમરમાં😉 / The Secret world of My “HOME”🙂

Verdict : [ +😀 ]

આવી જ એક નાનકડી Arrietty , મારા ઘરના ય ભોંયરામાં રહતી હોય તો કેવી મજા આવે . . . એના માટે તો હું ભોંયરું ખોદાવવા ય તૈયાર છું😉

Let Arrietty , be entered into your BIG World , She will show you Tiny & happy moments🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Winner { October } : Looper  &  The Secret World of Arrietty  [ Both ]

Looser { October } : None [🙂 ]

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

મિત્રો અને વડીલ મિત્રો . . . આ વખતે એક ઘોષણા અથવા તો ઉદઘોષણા . . . હવેથી Monthly Reviews ની પોસ્ટ હેઠળ મુકતા રિવ્યુઝની લંબાઈ ખુબ જ ઘટાડવામાં આવશે , તેનું કારણ માત્ર અને માત્ર એક જ કે . . . આ સીરીઝ હેઠળ દર મહીને માત્ર 8 થી 9 મુવીઝના રિવ્યુઝ જ અપાય છે મતલબ કે નાછૂટકે મારે તે મહિના પુરતું તેટલા જ મુવીઝ પુરતું લીમીટેડ રહી જવું પડે છે અને જો હું મારી મૂળ ગતિ પ્રમાણે મુવીઝ જોવા રહું તો , ક્યારેય તે બધા મુવીઝને આ સીરીઝ હેઠળ ન સમાવી શકું કારણકે તેમાં મારી પ્યારી આંખો અને લાંબી લાંબી આંગળીઓનો ખુરદો બોલી જાય . . . કારણકે તમે જાણો જ છો કે હું કેવડી લાંબીબીબીબી પોસ્ટ કરું છું અને તેનાથી ઉલટું જો મૂળે જોવાયેલા બધા જ મુવીઝ્ને જલ્દીથી પોસ્ટ પર ઉતારવા બેસું તો તો , વેઠ જ ઉતરે !!! . . .

Just Smile e e !

Just Smile e e !

 પણ પણ પણ , કોઈ પણ ખુબ જ સુંદર મુવીઝ હું જયારે જોઇશ ત્યારે ત્યારે મારી મૂળ આદત મુજબ😉 જ તે પોસ્ટને હું ખુબ લંબાવીશ🙂 . . . આશા છે કે આપ મને સમજશો અને મારી ઉપર ધીમેકથી દાંત નહિ કાઢો😀