ટૅગ્સ

, , , , , , , , ,

ફરી પાછો હાજર , મુવીઝના વર્ડીકટ્સ લઈને . . . એ જ લાંબી લચક પોસ્ટ્સ 🙂 થોડોક ઇન્તેઝાર { પોસ્ટ લોડ થવામાં } અને ઘણી મજા 😉 . . કે સજા !!! 😀

હા , આ વખતથી એક નવું “મારું અંગત” ફીચર્સ ઉમેરું છુંAny Theater Moment ? જોઈએ પછી આગળ ઉપર મજા આવે છે કે નહિ 🙂

Their Side { Hollywood } :

1} The Hunger Games , 2012 

The Hunger Games

The Hunger Games

નજીકના ભૂતકાળમાં થયેલા લોહીયાળ બળવાઓ , ફરી ઉથલો ન મારે તે માટે વિજેતા ( The Capitol ) દ્વારા પરાજિત 12 રાજ્યોમાંથી ( Defeated Northern American countries ) એક સ્પર્ધાનું આયોજન થાય છે અને તે માટે બારેય રાજ્યોમાંથી બે – બે {12 – 18 } વર્ષની વયના ઉમેદવારો પસંદ કરવામાં આવે છે કે જેઓએ એક જીવસટોસટની સ્પર્ધામાં ભાગ લઇને જીતવાનું હોય છે , પણ આ સ્પર્ધા એકબીજાના જીવ લેવાની હોય છે . . . હા , કુલ ચોવીસ જણામાંથી છેલ્લે કોઈ બે જ બચશે ! . . પણ આ સ્પર્ધાનો મતલબ શું ? એ જ કે રાજધાની દ્વારા ‘પાનેમ’ના બારેય પરાજિત જીલ્લાઓ હંમેશા ભયના ઓથારમાં જીવતા રહે અને ફરી ક્યારેય માથું ઊંચકવાની હિંમત ન કરે !!!

પણ જયારે જીલ્લા ’12’માંથી એક નાનકડી 12 વર્ષની છોકરી ‘પ્રાઈમ્રોઝ ‘ એવરડીનનો અચાનક નંબર આવી જાય છે , ત્યારે તેની મોટી બહેન ‘કેટ્નીસ’ એવરડીન તેના બદલે પોતાને તેમાં લેવાની માંગ કરે છે અને શરુ થાય છે એક જીવલેણ સફર . . . કે જ્યાં સામેના દરેક જિલ્લાઓના પ્રતિસ્પર્ધીઓ કેટલાય સમયથી આ ખેલની તૈયારી કરતા હોય છે ત્યાં , કેટ્નીસ એક નવા નીશાળીયાની જેમ જ કુદી પડે છે અને શરુ થાય છે , સ્પર્ધાનો પહેલો પડાવ 

I Volunteer

I Volunteer

મુવી જોવાનું મુખ્ય કારણ : { Why this Kolaveri di ?}

ફિલ્મનો ફર્સ્ટ લુક ( કે જયારે તે બહાર પડ્યો હતો ) , જેનીફર લોરેન્સ અને Apocalypseની થીમ પર બનેલ મુવીઝ પ્રત્યેનું મારું આકર્ષણ 🙂

{+} Points :

1} મૂળમાં , આ મુવી 2008માં આવેલ સુઝાન કોલીન્સની નોવેલ ટ્રાયોલોજી 1] The Hunger Games 2] Catching Fire 3] Mockingjay માનો પ્રથમ ભાગ The Hunger Games છે અને તેને અધ ધ ધ સફળતા મળી ચુકી છે કે તેની આવકથી લાયનગેટ સ્ટુડિયો તેજીમાં આવી ગયો છે !

2} જાણકારોના મત મુજબ ફિલ્મ મોટાભાગે તેની મૂળ નોવેલથી વફાદાર રહે છે કે જે તેનો પ્લસ પોઈન્ટ એટલા માટે બની ગયો છે કે ‘ સુઝાને ‘ તેનો હાથ , અહિયાં સ્ક્રીનપ્લેમાં પણ અજમાવ્યો છે .

3} ફિલ્મનું મૂળ જીવંત તત્વ અહિયાં છે , તેની મુખ્ય નાયિકા જેનીફર લોરેન્સ ( અમથા અમે કાઈ એમ ને એમ નહિ દોડ્યે જાતા હોઈએ ) , તે તમને છેલ્લે સુધી તે અહેસાસ કરાવી દે છે કે તે જ કેટનીસ છે અને તેને આ ખતરનાક સ્પર્ધાથી ખરેખર ઘણો ફેર પડે છે . . . { તમને પડતો હોય કે નહિ , તે તમારો સવાલ છે 😉 }

4} ફિલ્મનાં અંત સુધીમાં તેની અને તેના સહ જોડીદાર પીટા ( Josh Hutcherson ) વચ્ચેની કેમેસ્ટ્રી સારો એવો રંગ પકડી લે છે , પણ પીટા ક્યારેક ચમન જેવો લાગે છે પણ 2013માં આવનારા બીજા ભાગમાં કેટનીસ , પીટા અને ગેલનો ( Liam Hemsworth ) પ્રણય ત્રિકોણ રંગ જમાવવાની ખાતરી છે , પણ આ મુવીમાં ગેલનો રોલ સારો એવો નાનો છે [ Katniss’s Boyfriend in District 12 ] .

Togather

Togather

5} મતલબ કે છેલ્લે અહી ત્રણ ભાગમાંના પહેલા ભાગમાં કથા તેનો ખરો રંગ પકડવાની શરૂઆત કરે છે અને તેમાં તે મહદ અંશે સફળ રહે છે 🙂 પણ અહિયાં એક વાત , રીયાલીટી શો માં સમાજ જે રીતે રસ લઇ રહ્યો છે તેનું પણ થોડુક ઝાટકા મારતું વિવરણ થયું છે ( કોણ કોણ , બીગ બોસ જુવે છે ?? ) કે 12 થી 18 વર્ષના બાળકો એકબીજા સામે જીવલેણ સ્પર્ધા રમી રહ્યા છે અને છેલ્લે 24માંથી માત્ર બે જ લોકો બચી શકશે . . પણ તેમને મન તેમનું કોઈ મહત્વ નથી . . અહિયાં સ્પર્ધા ( પરાણે થતી ) નાં નિયમો આયોજકો ગમે ત્યારે બદલાવી શકે છે અને તમારે તમારા પ્રયોજકો સમાજમાંથી અપીલ કરીને કે તેમનું ધ્યાન તમારી તરફ ખેંચીને મેળવવાના હોય છે !

Genre : Action , Adventure

Director : Gary ross { also : Pleasantville , Seabiscuit }

Tagline : The Games Will Change Everyone .

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? { Theater Or Home-theater ? } :

ઘર ર ર { આ મારો સુવા સમયનો અવાજ નથી 😉 } / Game played at ‘HOME’ 😀

Verdict : [ 🙂 ]

ભૂખ્યા થઈને રમવા જ માંડો 😉

If you are Hungry then Game is Well served for You only !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} The Expendables 2 , 2012 

The Expendables 2

The Expendables 2

The Expendables 2 નો પહેલો ભાગ જેમણે જોયો હશે , તેમને તો જાણ હશે જ કે તે ભાગ ( The Expendables )કેટલો હથોડા છાપ હતો . . . પણ અહિયાં થોડું સહનશીલ વાતાવરણ છે 😉 . . . અહીંયા બીજા ભાગમાં મી.ચર્ચ ( Bruce willis )તરીકે ઓળખાતો  C.I.A નો માણસ , બાર્ની ( સિલ્વેસ્ટર સ્ટેલોન ) ને રશિયાના એક જુના ભાગમાંથી એક કન્સાઈન્મેનટ લાવવાનું કહે છે કે જે પ્લેન ક્રેશમાં ત્યાં તૂટી પડ્યું હોય છે . . . તો આખી મારફાડ ટોળકી ( Expendables )ત્યાં પહોંચે છે અને તે રહસ્યમય વસ્તુ હાંસલ કરે છે પણ , . . . ત્યાં જ ત્યાની The Sang તરીકે ઓળખાતી માથાભારે ખૂંખાર ટોળકીનો લીડર ત્યાં પહોંચીને તે વસ્તુનો કબજો લઇ લે છે અને તેમના ( Expendables )એક માણસને મારી નાખે છે . . . ત્યાર બાદ આ ટોળકી તેનો બદલો લેવા તેમની પાછળ જાય છે અને બધાયની બેન્ડ બજાવે છે { પાપા તો બેન્ડ બજાયે 😀 } અને ત્યાર બાદ , ખાધું પીધું ને તા’રાજ’ કર્યું !

– – – આ મુવી દરમ્યાન જ સિલ્વેસ્ટર સ્ટેલોનનાં પુત્રનું અવસાન થયું હતું .

મુવી જોવાનું મુખ્ય કારણ : { Why this Kolaveri di ?}

કેટલાય દિવસથી , થીયેટરમાં કોઈ વિદેશી ભાષાનું ચલચિત્ર નહોતું જોયું ને , મા+ટે = માટે 🙂

{+} Points :

1} કાઈ બહુ નહિ . . કારણકે સ્ટોરી પણ બહુ સિમ્પલ અને ડીમ્પલ છે . . હા પણ , એક્શન સીન્સ સારા છે અને બસ બહુ વાતો નહિ કરવાની અને ડાયરેક્ટ ધાય ધાય અને બાય બાય 🙂

2} હા , પેલો બ્રુસ વીલીસ અને આર્નોલ્ડનો કારના દવાજાવાળો સીન બહુ મસ્ત છે 😀

Door opening in a gentle manner !

Door opening in a gentle manner !

3} જેસન સ્ટેધામ અને સિલ્વેસ્ટર ની જોડી વચ્ચે વચ્ચે મોજ કરાવતી રહે છે પણ જેટ લી નું કામ બહુ ઓછું છે અને મોટાભાગના પચાસ વટાવી ચુક્યા હોવાથી ધોયેલ મૂળા જેવા લાગે છે . . .  હા પણ મૂળો શરીર માટે બહુ સારો પણ હું બહુ ખાતો નથી 😉 આવતા જન્મે વાત ! પણ આ મુવી આ જન્મે સહન કરી શકાય તેવું તો ખરું જ !!

Genre : Action , Adventure { Adventure for them & Venture for you 😉 }

Director : Simon West { also ; Lara Croft: Tomb Raider , Con Air }

Tagline : Back for War

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? { Theater Or Home-theater ? } :

બબહાહારર { આ બીજો ભાગ હતો ને એટલા માટે બે – બે વાર લલખ્યુંખ્યું } / Th-Eater 😀

Any Theater Moment 🙂 / 😦 :

બહુ કાઈ યાદ નથી પણ થીયેટર યે ખાલી હતું અને પેટ પણ 😀

Verdict : [ 😐 ]

ટોળાની મારામારી ગમતી હોય તો , તમે ટોળામાં ભળી શકો છો 🙂

Go or Let it Go , anything !!! you Want 😀

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

3} Detective Dee & the Mystery of the Phantom flame , 2010 

Detective Dee

Detective Dee

વર્ષ 689 A.D નાં ચીનની આ વાત છે , મહારાણી વું નો રાજ્યાભિષેક નજીકના સમયમાં જ થનારો છે અને તેઓ ચીનની પહેલી મહારાણી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે અને તેઓ તેની યાદગીરીમાં 60+ મીટરનું બુધ્ધનું પુતળું બંધાવી રહ્યા હોય છે . . . પણ ત્યાં જ પ્રતિમાના મુખ્ય ઈજનેરનું રહસ્યમય સંજોગોમાં મોત થઇ જાય છે અને તે બધાની સામે જ ભડ ભડતો સળગી જાય છે . . તે જ ક્રમમાં આ હત્યાની તપાસ કરનાર મુખ્ય અધિકારી પણ રહસ્યમય રીતે સળગીને મારી જાય છે . . . ત્યારબાદ રાણી પોતાની સામે જ ભૂતકાળમાં બળવો કરનાર એક સાહસિક યોધ્ધાને આ ઘટનાની તપાસ સોંપે છે અને તે હોય છે ડિટેકટીવ ડી ! કારણકે આ બાબતે કોઈ પણ વિશ્વાસુ નથી !! અને તે દુશ્મન પર ભરોસો કરે છે !!!

મુવી જોવાનું મુખ્ય કારણ : { Why this Kolaveri di ?}

હાથમાં આય્વું અને જોઈ નાખ્યું . . . એમાં શું ! દરેક વખતે કાઈ મહાન કારણો ન હોય 😉

{+} Points :

1} ચાઇનીઝ રાજ-રજવાડામાં સેટ થયેલી આ સ્ટોરીમાં ભવ્યતાની કોઈ કચાશ નથી અને માણસોની પણ 🙂 , ડિટેકતિવ તરીકે ; ” ડી ” સારો એવો પ્રભાવ છોડી જાય છે અને સહ કલાકારોનો અભિનય પણ ટેકારૂપ તો ખરો જ .

2} હર હંમેશ મુજબ ; એક્શન દ્રશ્યોમાં તેમને કોઈ ન પહોંચે . . તેમાં પણ ચીનના સૌથી મોટા એક સ્ટુડીયોમાં ફિલ્માવાયેલું એક સ્ટંટ દ્રશ્ય કે જેમાં 50થી વધારે વાયર થકી એક પુતળાને ખરા કલાકારો સાથે લડાવ્યું છે , તે દ્રશ્ય 🙂

3} હા , પણ દરેક વખતે ચાઇનીઝ મૂવીઝમાં તેમના કલાકારોની ઓવર એક્ટિંગ તો હોય જ . . ” હુ હા ” કરતી વખતે અને કોમેડી કરતી વખતે પણ . . માટે ઓવર ઓલ તેમને જોવામાં મજા આવે , બીજું શું ? અને ત્રીજું પણ શું 😉

Genre : Mystery , Action

Director : Hark tsui { also ; Once upon a time in China }

Tagline : – – – { પહેલી વાર ન મળી , Made in China લખવાની ઈચ્છા હતી , પણ 😀 }

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? { Theater Or Home-theater ? } :

ઘરે જ રહસ્ય સુલઝાવી નાખ્યું 🙂 / Detective ‘Me’ at Home 🙂

Verdict : [ 😐 ]

સારો ટાઈમપાસ થાય , જો તમને ચાઇનીઝ મુવીઝ ગમતા હોય , તો  તો અને તો જ 😉

One time Watch !!! for Detective’s sake only 😀

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

4} Horrible Bosses , 2011

Horrible bosses

Horrible bosses

આ મૂવીની સ્ટોરી વિષે તો તમે અંદાજો બાંધી જ શકો છો . . . ત્રણ મિત્રો . . ત્રણેયના ખૂંખાર બોસ . . . અને તેમના દ્વારા મજબુરીમાં રચાતી કોમેડી !!!

– – – પણ મારા મતે મુવી ખાસ્સું Predictable છે . . . તેમાં કાઈ જ ચાર્મિંગ નથી . . . તે જ Stereotyped હરકતો છે એકનો બોસ તેને આગળ જ વધવા દેતો નથી અને બધાય પ્રમોશન પોતે જ લઇ લે છે ; બીજાનો બોસ ખુરાંટ નશેબાજ છે અને આખો દિવસ તેની બેન્ડ બજાવે રાખે છે અને ત્રીજાની બોસ તેને સેકસ્યુઅલી હેરાન કરે રાખે છે !

મુવી જોવાનું મુખ્ય કારણ : { Why this Kolaveri di ?}

જેસન બેટમેન + જેનીફર + કેવિન સ્પેસી + કોલીન ફેરેલ .

{+} Points :

1} ત્રણેય મિત્રોની એકબીજા સાથેની કેમેસ્ટ્રી જામે છે વળી પછી ઢીલી પડી જાય છે વળી થોડુક હ્યુમર ભભરાવે છે પણ . . મુખ્ય કહી શક્ય તેવું તો કાઈ નહિ . . જો જેનીફર એનીસ્ટનનો હોટ વઘાર ન ભભરાવ્યો હોત તો , કોણ જાને કેવુયે ઉંધે માથે ભટકાત 😉 . . Nothing more found 😦

Eye Catchy !

Tinggg !

Genre : Comedy

Director : Seth Gordon { also ; Four Christmases }

Tagline : Ever Wish your Boss were dead ?

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? { Theater Or Home-theater ? } :

“ઘરે” બેઠા બેઠા હોરિબલ મુવી જોઈ નાખ્યું 😦 / No Boss at Home 🙂

Verdict : [ 😦 ]

Bypass these fellows for abusing their Bosses 🙂

હાલો હાલો , અહીંયા કાઈ જોવા જેવું નથી , પણ જોવા જેવી છે ; હોં 😉

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

5} The Hitchhiker’s Guide to the Galaxy , 2005

The Hitchhikers guide to galaxy

The Hitchhikers guide to galaxy

એક સવારે જયારે આર્થર ડેન્ટ ઉઠે છે ત્યારે જુવે છે કે તેનું ઘર તોડવાની તૈયારી થતી હોય છે અને એ પણ ત્યાંથી પસાર થવાના એક હાઈવે માટે . . . અને હજી તો આ ઓછું હોય ત્યાજ ખબર પડે છે કે તેનું અને આપણા બધાયનું ઘર ( પૃથ્વી ) પણ હવે નષ્ટ થવા જઈ રહ્યું હોય છે . . . ભયાનક અંતરીક્ષ યાનો પૃથ્વી પર ચડી આવ્યા છે . . . ત્યાં જ આર્થરનો મિત્ર ફોર્ડ પ્રીફેકટ ત્યાં આવે છે તેને બચાવવા કારણકે , તે કોઈ અન્ય નહિ પણ બીજા ગ્રહનો રહેવાસી એવો એલિયન જ હોય છે અને તે બંને તે જ અંતરીક્ષ યાનમાં , ફોર્ડની મદદથી પાછલા બારણેથી લીફ્ટ લઇ લ્યે છે 🙂 એ પણ એક લેસર વીંટી અને એક ટુવાલની મદદથી 😀 . . . { છે ને બાકી 😉 } . . અને આપણી પૃથ્વી પણ તે બાહ્ય જીવો માત્ર ને માત્ર એટલા માટે નષ્ટ કરી રહ્યા હોય છે કારણ કે તેઓને ત્યાંથી આંતરગેલેક્ટીક હાઈવે બનાવવો હોય છે !!!

Dont Panic & Carry a Towel !

Dont Panic & Carry a Towel !

ત્યાર બાદ શરુ થાય છે આર્થર , ફોર્ડ અને આર્થરની પ્રેમિકાની બ્રહ્માંડની ચિત્ર વિચિત્ર સફર 🙂 , કે જેમાં તેઓને શોધવાનો હોય છે , એક Ultimate Question !!!

મુવી જોવાનું મુખ્ય કારણ : { Why this Kolaveri di ?}

બ્રહ્માંડની સફરે કોઈ લીફ્ટ આપતું હોય તો શું કામ નાં પડવી ! . . . ખાલી ચંદ્ર પર જવાના ભાવ સાંભળ્યા છે ? તો આ તો મફતમાં લીફ્ટ મળે છે 🙂

{+} Points :

1} ફોર્ડ પ્રીફેકટ  હકીકતે એક બાહ્ય ગ્રહનો જ નિવાસી હોય છે પણ તેનો ગ્રહ નષ્ટ થવામાં હોઈ તે પૃથ્વી પર રહેતો હોય છે અને તે પુરા બ્રહ્માંડમાં તેની પાસે રહેલી એક રહસ્યમય ઇલેક્ટ્રોનિક કિતાબ ” The Hitch-Hiker’s Guide to the Galaxy ” વડે સફર ખેડી ખેડીને જ આજ સુધી બચી ચુક્યો હોય છે !

2} અહિયાં , બ્રહ્માંડમાં લીફ્ટ લેવાનો એક જ રસ્તો હોય છે , બસ એક ટુવાલ સાથે રાખો અને આંગળી ઉંચી કરીને લીફ્ટ માંગો . . સામેવાળાને લીફ્ટ નહિ દેવી હોય તો પણ તમને લીફ્ટ મળી જશે . . પણ ટુવાલ તો ફરજીયાત છે , હોં { આપણેય અહિયાં S.T બસોમાં છે જ ને એવું કે હાથ ઉંચો કરો ને બસમાં બેસો 😉 }

3} અહીંયા હોય છે , ગેલેક્સીનો ભાગેડુ પ્રમુખ { બે માથા સાથે }, ચોરાઉ અંતરીક્ષ યાન સાથે અને સાથે હોય છે એક અતિ નિરાશ અને ઉદાસ એવો રોબોટ 😦 કે જે સતત તણાવ અને ચિંતાની જ વાતો કર્યા રાખે છે ! , અને પ્યારી કાનુડી Zooey Deschanel ને તો ભૂલાય જ કેમ 😉

4} બ્રહ્માંડનું નિર્માણ કરતા આર્કિટેકસનું કામ અત્યંત અદભૂત દેખાવાયું છે અને તેમની લીફ્ટ તો આડી ને ઉભી . . . જ્યાં કહો ત્યાં ચાલી જાય ! ગ્રહોના ગ્રહો બનાવી નાખે છે ઉભાને ઉભા . . . પર્વતો , નદીઓ , જ્વાળામુખીઓ . . જે કહો તે 🙂

National Towel Day !

National Towel Day ! Link

5} મૂળ તો આ વિષય , ડગ્લાસ એડમ્સ નામના ઈંગ્લીશ લેખકના ભેજાની નીપજ છે , જે તેમણે 1977માં એક રેડિયો કોમેડીના રૂપે લખેલ હતું અને વચ્ચે તેના પરથી 1981માં તો એક સફળ ટીવી સીરીઝ પણ બની હતી ( Link ) . . કે જેમના 2011માં નિધન બાદ Austria માં તો 25 મેં નાં દિવસે રાષ્ટ્રીય ટુવાલ દિવસ પણ ઉજવવમાં આવે છે કે જેનો મતલબ છે કે ગમે તે થઇ જાય , પણ Don’t Panic { કે જ્યા તેમને , આ નોવેલનો પ્રથમ વાર વિચાર આવ્યો હતો }

Genre : Comedy , Adventure

Director : Garth Jennings { also ; Son of Rambow }

Tagline : The answers to what’s out there are in here.

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? { Theater Or Home-theater ? } :

ઘરેથી લીફ્ટ લીધી , રોડ સુધી કોણ હડીયા કાઢે ? / Hitchhikers at Home 🙂

Verdict : [ 😐 ]

એક વાર જવામાં વાંધો નહિ . . પણ ટેવ ન પડે તેનું ધ્યાન રાખવું 🙂

Go & Hitchhike yourself but for a while only 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

6} Batman: Mask of the Phantasm , 1993

Batman - mask of the phantasm

Batman – mask of the phantasm

ગોધેમ શહેરમાં એક નવી જ રહસ્યમય આકૃતિ દેખાય છે કે જે બેટમેનની જેમ જ માસ્ક પહેરેલ છે , પણ તે થોડુક વધારે બિહામણું છે , તે અચાનક જ ધુમાડાના ગોટે ગોટા ફેલાવીને ગાયબ થઇ જાય છે અને તે બેટમેનની જેમ અપરાધીઓને પોલીસને સોંપી દેતો નથી , પણ વીણી વીણી ને મોતને ઘાટ જ ઉતારવા માંડે છે . . બેટમેન તેનું રહસ્ય પામવા તેની પાછળ જ છે પણ , દરેક સમયે તે તેને થાપ આપીને છટકી જાય છે . . . તે જ અરસામાં બ્રુસની જૂની પ્રેમિકા એન્દ્રિઆ બ્યુંમોન્ટ પણ ગોધેમ પછી ફરે છે . . . અને જોકર તો ભૂલાય જ કેમ ! આ બધા તાણાવાણામાં ઘુંટાતું જાય છે , તે બેનામ રહસ્યમય નકાબપોશ નું રહસ્ય . . . શહેરની પોલીસ તેને બેટમેન જ સમજીને તેની પાછળ પડે છે . . . અને ખુલતા જાય છે એક પછી એક રહસ્ય !!!

મુવી જોવાનું મુખ્ય કારણ : { Why this Kolaveri di ?}

બેટમેન + જોકર + એનીમેશન = 🙂

Always standing .

Always standing .

{+} Points :

1} ભલે ટીવી એનીમેશન સીરીઝ હોય , પણ છેક છેલ્લે સુધી રહસ્ય જાળવવામાં સફળ રહ્યા છે , મારું તો માનવું છે કે હોલીવુડની કોઈ પણ ટીવી સીરીઝ તેમના મુવીઝ્ને ટક્કર મારે તેમ હોય છે . . . તેઓ ત્યાં પણ એકદમ ટાઈટ સ્ક્રીનપ્લે જાળવી રાખે છે અને બેટમેન – જોકરનો કન્સેપ્ટ ક્યારેય જુનો થવા દેતા નથી 🙂 અહી પણ જોકરના ભૂતકાળની કેટલીક વાતો છે સાથે એન્ડ્રીયા અને બ્રુસ વેયનનાં ભૂતકાળની પણ . . અને ઉભા રહો પેલા રહસ્યમય નકાબપોશની પણ { આ ‘નકાબપોશ’ શબ્દ પણ કેમ છે , બાકી 😉 }

Ye ae ae . .

Ye ae ae . .

2} હકીકતે આ ભાગ 1990નાં દશકમાં આવેલ બેટમેન સીરીઝનાં ફાઈનલ ભાગ તરીકે રીલીઝ થવાની હતી { મેં આખી સીરીઝ જોઈ છે , બાકી જબરદસ્ત છે , હોં . . . બેટમેન જોઈ જોઇને કાર્ટુન નેટવર્ક ઘસી નાખ્યું 😉 }

Genre : Animation , Action

Directors : Eric Radomski , Bruce W. Timm

Tagline : The Dark Knight fights to save Gotham City from its deadliest enemy.

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? { Theater Or Home-theater ! } :

1993માં તો હું બહુ નાનો હતો એટલે ઘરે જ જોયું હોય ને 😉 / Home Cave !

Verdict : [ 😐 ]

Watch For Batman , Nothing Else !

જોઈ લ્યો હવે , એમાં શું ?

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

7} The Lorax , 2012

The Lorax

The Lorax

એક શહેર છે કે જ્યાં કશું જ કુદરતી નથી . . . કશું પણ નહિ . . ઘાસ નહિ , વૃક્ષો નહિ , હવા પણ નહિ !!! અને ત્યાં શુદ્ધ હવા પહોંચાડવાનું કામ , શહેરનો એકમાત્ર ખુબ જ મોટો બીઝનેસમેન કરતો હોય છે અને લોકોને પણ કોઈ જ ફેર નથી પડતો . . . પૂરું શહેર એક ખુબ જ મોટી બાઉન્ડ્રીથી ઘેરાયેલું છે . . . લોકો કદી તેની બહાર ગયા જ નથી , જાણે કે તેઓ કુદરતથી દુર જ થઇ ગયા છે  . . પણ એક છોકરા ( ટેડ ) ને ફેર પડે છે કે , કારણકે તેની મનની માણીગર એવી એક છોકરીને જીવંત વૃક્ષોથી અત્યંત લગાવ હોય છે અને તેણી તેના ઘરની પાછળ વૃક્ષોના મોટા મોટા ચિત્રો દોરી દોરી ને જ સંતોષ માની લે છે . . . પણ છોકરાને હવે ઝુનુન ઉપડે છે કે તે , તેણીને એક છોડ ભેટ આપી શકે . . પણ છોડ વાવવા માટે તો હવે બીજ જ કયા છે ? . .

દંતકથાઓને સાચી માનીને ટેડ શહેરની બહાર જવાનું નક્કી કરે છે કે જ્યાં વન્સ-લર નામના કોઈ પાગલ વ્યક્તિ પાસે એક બીજ હોવાનું મનાય છે . . .અને છોકરો શહેરની બહાર નીકળે છે પણ જ્યાં , બહાર જુવે ત્યાં સર્વત્ર સુક્કું ભઠ્ઠ , ક્યા પણ હરીયાળીનું નામોનિશાન નહિ !!! . . અને ત્યાંથી જ શરુ થાય છે વન્સ-લર અને લોરેક્ષની કહાની . . . કે વન્સ-લર ની કઈ ભૂલને કારણે સર્વત્ર હરિયાળી લુપ્ત થઇ ગઈ હતી . . કે લોરેક્ષ ક્યાંથી આવ્યો હતો . . .

મુવી જોવાનું મુખ્ય કારણ : { Why this Kolaveri di ?}

જેમ કે ઉપરના પોસ્ટરમાં કહેલ છે તેમ તે The Despicable નાં Creators વડે બનાવેલ છે , માટે જ તો 🙂

{+} Points :

1} લોરેક્ષ નામનું આ પાત્ર , 1971માં સર્જન કર્યું હતું , તેઓ બાળવાર્તાના ઘણા જાણકાર મહારથી હતા અને સમાજના અનેક ચર્ચાતા મુદ્દ્દાઓને ધ્યાનમાં લઇ તેઓ તેમના પાત્રો બાળકો માટે હલાવી ભાષામાં સર્જતા ; જેમ કે લોરેક્ષ અહિયાં વધુ પડતું ઓદ્યોગિકરણ અને વૃક્ષોના વધુ પડતા છેદનને અનુલક્ષીને તૈયાર કરાયું હતું , તેમના વિષે વધુ જાણવા [ Dr. Seuss ] , [ The Lorax ]

Dhisum m m . .

Dhisum m m . .

2} તેમના અન્ય પાત્રોમાં How the Grinch Stole Christmas નો પણ સમાવેશ થાય છે કે જેના પરથી ઈ.સ 2000માં જીમ કેરી અભિનીત How the Grinch Stole Christmas પણ બન્યું હતું

2} ફિલ્મનો કન્સેપ્ટ ઘણો જ સુંદર છે , એનીમેશન પણ ખુબ જ ચોકસાઈવાળું અને ક્રિસ્પી છે . . પણ તેઓ થોડા સમય બાદ સ્ટોરીની ટ્રીટમેન્ટમાં જબ્બર માર ખાય જાય છે 😦 . . ફિલ્મ રીતસર ડચકા ખાતી હોય તેવું લાગે છે અને માંડ માંડ આગળ વધતી હોય તેવું લાગે છે ! , ઢગલાબંધ એનીમેશન મુવીઝ જોયા , પણ ઘણા સમય બાદ કોઈ એનીમેશન મુવીઝે  મને નિરાશ કર્યો . . છેલ્લે આવું ચીકન લીટલ , સમયે બન્યું હતું 😦

Genre : Animation , Comedy

Directors : Chris Renaud , Kyle Balda { also ; Despicable Me }

Tagline : The Legendary . . Slightly Annoying . . Guardian of the Forest .

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? { Theater Or Home-theater ! } :

ઘર – પરિવાર  🙂 / Lorex at ‘Home’x !

Verdict : [ 😦 ]

ક્યા થાપ ખાઈ ગયા , સાલું ખબર જ ન પડી 😦 { આ સાલું કોણ છે ;)}

Biggest Disappointment from the Creators of The Despicable Me 😦

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

8} Where the Wild things Are , 2009

Where the Wild things are

[ 😀 ] , Please Click here .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Winner { Sept.} : Where the Wild things Are

Looser { Sept.}  : Horrible Bosses

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

1} A Wednesday નાં ડીરેક્ટર નીરજ પાંડે તરફથી , ” સ્પેશિઅલ છ્બ્બીસ “મને તો મજા આવી 🙂 ,  ને તમને ?

2} અને ચેતન ભગતની 3 Mistakes of my Life પરથી , આવતું મુવીઝકાઈપો  છે ”

Advertisements