ટૅગ્સ

, , , , , , , , ,

[ This could be longest post of mine in the sense of , it may take 3 to 4 minutes to load . . as it is full of ‘ GIF ‘ images & so many other Images . .  so open it first . . have a little walk & come back . . . & Now , your dish is ready to serve 😀 ]

Overall જોવા જઈએ તો , હરેકને એમ લાગે કે આટલા બધા હિંસા અને ધ્રુણા ઉપજાવે તેવી દુનિયાની વાત શું કામ ? આવા હિંસક મુવીઝ્ની સભ્ય સમાજ પર કેવી અસર પડે ! તેની દુરગામી અસરો આજના યુવાઓ પર કેવી રહેશે . . . આવા મુવીઝ જ સભ્ય સમાજના સંસ્કારોનું હનન કરે છે અને હરેક તે વાતો . . . . . કે જે ” ગેંગ્સ ઓફ વાસેપુર ” જોઇને , કહેવાતા સુસંસ્કૃત લોકો નાકનું ટીચકું ચડાવીને કહે છે !!!

તે લોકોની જાણ ખાતર , તેમના સુખ અને સમૃદ્ધિ ભર્યા નાના સંસારની બહાર પણ એક રોજેરોજની કાપાકાપી અને સંઘર્ષભર્યા હાડમારીની એક એવી હળાહળ ઝેરના ઘૂંટડા જેવી જીંદગી ભારતના અંદાજીત 90%ની માથેના લોકો જીવે છે . . . કે જેમનો અંદાજો તો તેમને હોય જ છે પણ તે વિષે અજાણ રહેવાનું જ તેમને કોઠે પડી ગયું હોય છે ! { પછી ભલે તેમનું બહાનું ધર્મનું હોય કે કર્મનું હોય !}

તમારી શેરીમાં કાઈ શાંતિ હોય , એટલે એવું ન સમજી શકાય કે આખી દુનિયા શાંતિભાઈ કે શાન્તીબેનથી ભરેલી છે . . . તો ભારતમાં આટ આટલી દિવસેને દિવસે . . રોજ બરોજ વધતી જતી ગુનાખોરીનું કારણ શું ? શું તેની પાછળ તેમને થયેલ અન્યાય હોય છે ? નાં રે નાં . . !  તો ? . . કેટલીક વાર તો સાવ અમસ્તા જ ગુનાખોરીનું એક એવડું નાનકડું બીજ રોપાઈ જાય છે કે ક્યારે તે આવનાર ભવિષ્યમાં એક એવું ગુનાખોરીનું વિશાળ સામ્રાજ્ય બની જશે કે કાઈ કહેવાય નહિ !!!

અનુરાગ કશ્યપ અહિયાં મૂળે સાડા પાંચ કલાક લાંબી એવી ગેંગ્સ ઓફ વાસેપુર માં તમને ભારતની જ ભૂમિમાં રહેલા કેટલાય એવા લોકોની , તેમને જે તે સમયે અસર કરતી પરિસ્થિતિઓની { આઝાદી પહેલાની હોઈ કે પછીની , રાષ્ટ્રીયકરણ હોય કે પછી કેટલીય વાર અલગ અલગ પ્રદેશોમાં વહેચતા વિસ્તારો હોય } અને તેમાંથી ઉદભવતા ગુનાખોરીના એવા સામ્રાજયની વાત કરે છે કે જે તમને તે પાત્રો અને તેમની પરિસ્થિતિ સાથે જકડી રાખશે ! . . .  તેમના ( Criminal world ) વાણી / વર્તન / વ્યવહાર ની કૈક અલગ જ દુનિયામાં તમને એવા તો ઝબોળીને ડૂબકી લગાડાવશે કે જયારે તમે બહાર આવશો ત્યારે કઈક અલગ જ દુનિયા તમારી સામે ઉભી હશે !

[ For more to know about Gangs of Wasseypur : Link 1 & Link 2 ]

 Gangs of Wasseypur , 2012

મુવી જોવાનું મુખ્ય કારણ : Why this Kolaveri di ?}

અનુરાગ કશ્યપ ” ( મુખ્યત: ) અને હવે તિગ્માંશુ ધુલિયા અને મનોજ વાજપેયી , નવાઝુદ્દીન સિદ્દીકી  . . . પણ ખરા , એક ગાભા કાઢી નાખે એવા અભિનેતાના સ્વરૂપમાં 😀

Yes , Anurag Kashyap the Director of  Gulaal , Dev D , That Girl in Yellow Boots ( truly shocking !) . the chain continues as well the Chain maker too 🙂 . . that’s the answer of Indian cinema to Hollywood‘s Quentin Tarantino 🙂

{+} Points :

1} અહી અસંખ્ય પાત્રો છે , એટલા કે જેટલા છેલ્લે હિન્દી સિનેમામાં કદાચ નજીકના ભૂતકાળમાં ક્યારેય નહિ જોવા મળ્યા હોય ! Almost  દરેક પાત્ર અહિયાં અમસ્તું જ નથી મૂકી દેવાયું . . ક્યાંક ને ક્યાંક તો નજીકના ભવિષ્યમાં તેની બટરફ્લાય ઈફેક્ટ તો તમને જોવા મળશે જ ! અને નવી પેઢીના ચિત્ર વિચિત્ર નામ તો ખરા જ . . { પરપેન્ડીક્યુલર , ટેંજેન્ટ , ડેફીનેટ 😀 } . . . અહિયાં એટલી બધી નાની નાની Moments ( ક્ષણો ) છે કે તમારા દિમાગમાંથી વર્ષો સુધી તે નહિ ભૂંસાય .

2} અનુરાગ કશ્યપનું ” સિનેમા ” તમને જકડી રાખશે , જો ખરેખર એ તમને જે દેખાડવા માંગતો હોય તે તમે જોવા માંગતા હોય તો . . . એ પછી અત્યંત ક્રૂર રીતે થતી હિંસા હોય કે ગંદકી ભરેલા ચીતરી ચડે તેવા દ્રશ્યો ! કે પછી રોજ બરોજની જિંદગીમાં જીવાતા સામાન્ય ભારતની વાસ્તવિકતા { ગરીબી , મીંઢાપણું , સામાન્યતા , લુચ્ચાઈ , દંભ , ગાફેલાઈ , ડફોળપણુ , ભારતીય રાજકારણ , દયા , કરુણા , પ્રેમ , ગોરખધંધા , ધર્મને નામે અધર્મ , ભ્રષ્ટાચાર , સામાન્ય આદમીની માફ કરવાની ક્ષમતા , બધું જ ભૂલી જવાની ક્ષમતા , પેઢીઓથી ચાલ્યું આવતું વેરઝેર , નાણે નાથાલાલ વળી ઉક્તિ , જ્ઞાતિવાદ , અસ્પૃશ્યતા , મોંઘવારી . . . }

Sardar khan

3} સરદાર ખાન ( મનોજ વાજપાઈ ) અને સરદાર ખાનના પિતા બનતા શાહીદ ખાન ( જયદીપ આહલાવત ) વચ્ચે દેખાવમાં ગજબનાક સામ્ય ! , યુવાન તેમજ આધેડ , રામાધીર સિંહ વચ્ચે પણ દેખાવમાં ગજબનાક સામ્ય !!

Ramadhir sinh

4} આ પુરા ડ્રામાનું મુખ્ય પાવર હાઉસ છે , સરદાર ખાનના પાત્રને ધરમૂળથી જીવી જનાર . . મનોજ વાજપાઇ ! [ ક્રૂર , લંપટ , લુચ્ચો , બેવકૂફ , એકદમ સામાન્ય . . એવા દરેક ભાવ એક જ પાત્રમાં ઉપસાવનાર ] અને સામે એટલી જ ઠંડકથી તેના દુશ્મનનું પાત્ર ભજવતો તિગ્માંશુ ધુલિયા . . અને સરદારનો જમણો હાથ એવો અસગર ( જામીલ ખાન ) તો કેમ ભૂલાય 🙂 અને નાનું  કદ પણ મોટી પ્રતિભા નવાઝુદ્દીન સિદ્દીકી { પિતાએ જેમ વેરનો વારસો આપ્યો , તેમ ડફોળાઈનો વારસો પણ આપ્યો ! 😉 }

Nagma

5} સ્ત્રી પાત્રો : પહેલા તો બાઘા જેવી અને પછી સમયનો માર ખાધેલ , નગ્મા ( રીચા ચઢ્ઢા ) , મોટાભાગે શાંત રહેતી પણ ઊંડે ઊંડે કશીક ઘાલમેલ કરતી રહેતી દુર્ગા ( રીમા સેન ) , માસુમ એવી શમા પરવીન ( અનુરીતા જહા ) અને બિન્દાસ્ત એવી ફિલ્મોની રસીકડી . . મોહસીના ( હુમા કુરેશી )

Durga

6} પહેલેથી લઈને છેલ્લે સુધી ઝકડી રાખતું , પીયુષ મિશ્રાનું કાતિલ Narration ( ઉતાવળું પણ ખરું )

Piyush mishra

7} ઓ વુમનીયા . . . હોય કે પછી તેરી કહ કે લુંગા . . હોય કે આઈ એમ અ હન્ટર . .  કે પછી મોરા . . ગીત હોય . . પૂરી કહાનીને પોતાની એક અલગ જ મહેક આપનાર Song Composer સ્નેહા ખાનવલકર . . . કે જેમાં થોડો ફાળો તો પીયુષ મિશ્રાનો યે છે . . અને તેમાં અદભુત અને ગાંડાઘેલા શબ્દો પૂરનાર . . વરુણ ગ્રોવર !

8} કાબીલેદાદ ઝીણવટભર્યું  Perfection { શરૂઆતમાં 10:30 વાગે ચાલતું સાસ બહુ સીરીયલનું સોંગ હોય } કે પછી અદભુત એવી કેમેરાની કમાલ હોય { રાજીવ રવિ , શરૂઆતનું સળંગ 5 થી 7 મિનીટ ચાલતું દ્રશ્ય }

9} પૂરું મુવી કદાચ 20 થી 30 મિનીટ જેટલું ટૂંકાવી શકાયું હોત , પણ ઇતિહાસમાં નાની નાની ઝીણવટોથી ભરેલ લાંબા લાંબા મુવીઝ્નો જ દબદબો રહ્યો છે { પછી તે ફૈઝલને ગોળી વાગે છે ત્યારે પાછલા રસ્તે થઈને ઘરની બહાર નીકળે છે તે દ્રશ્ય હોય કે પછી શમશાદ વાસેપુરના રસ્તાઓ અને ગલીઓમા ડેફીનેટનો જે લાંબો લચક પીછો કરે છે તે દ્રશ્ય હોય ! } , કોઈએ 1939માં આવેલું Gone with the wind જોયું છે , તો તે હાથ ઉંચો કરે 😉

Mind Blowing Scenes

Part – ” 1

A mega Revenge is begun !

1} જયારે નાસીર પાસેથી , સરદાર એ જાણે છે કે પોતાના પિતાનું ખૂન રામાધીર સિંહે કર્યું હતું , ત્યારે નાનકડો સરદાર કસમ ખાય છે કે જ્યાં સુધી તે રામાંધીર સિંહને મારશે નહિ , ત્યાં સુધી તે ટકો જ રહેશે અને પછી જે વેરનો અગ્નિ ભભૂકે છે . . .

2} જયારે નગ્મા , સરદાર ખાનને પૂછે છે કે આ રામાધીર સિંહ કોણ છે અને બાકી બધું . . . ત્યારે સરદાર ખાન છેલ્લે કહે છે કે . .

गोली नहीं मारेंगे उसे ,

कहके लेंगे उसकी  !!!!!

Now, this is called Entry !

3} જયારે સૌ પ્રથમ વાર સરદાર ખાન અને રામાધીર સિંહ એકબીજાને કોર્ટના આંગણે મળે છે . . .  સરદાર જીપમાંથી ઉતરે છે અને નાસીર અહેમદ ( પીયુષ મિશ્રા ) તેના પર છત્રી ધરે છે !  ઓહો હો હો . . !

Dancing in Mithun’s style

4} જયારે સરદાર ખાન , જીપમાં બેન્ડ-બાજા સાથે , રામાધીરસિંહ ને ખુલ્લે આમ ઠંડા કલેજે ‘બેઈજ્જત’ કરે છે . . પેલું મિથુનનું ” કસમ પેદા કરને વાલે કી ” ગીત પેલા ડાન્સર પાસે ડિસ્કો કરાવીને . . . . . . . . 😀 ( My Mega Favourite )

5} ખુશીનો પ્રસંગ હોય કે દુઃખનો , પેલો બે અવાજમાં ગીત ગાતો ગાયક ( યશપાલ શર્મા ), તો હોય જ !

Singer – Yashpal sharma

O Womaniya !

 6} જયારે સરદાર ખાન , દુર્ગાંને સામેથી આવતી જુવે છે ત્યારે શરુ થતું ” ઓ વુમનીયા ” ગીત 😀 { તે ગીતની ધૂન ખરેખર તો એવી છે કે ખુરશીમાંથી ઉભા થઈને નાચવા મંડીએ !}

7} સરદારખાન જયારે તેના દીકરા દાનીશ સાથે ઘરમાં કોઈ મહત્વની વાત કરતો હોય છે , ત્યાં જ નવાસવા આવેલા વેક્યુમ ક્લીનર થી ઘર સાફ કરવામાં મજા આવતી હોય તેમ , વેક્યુમ ક્લીનર બંધ જ ન કરતી , નગ્મા !

8} સૌ પ્રથમ , જયારે પોલીસ અધિકારી સામે જ વિધાયક જે.પી.સિંહ ( રામાધીર સિંહનો દીકરો ) ને સરદાર ખાન એક ઝાપટ લગાવી દ્યે છે અને પોતાના આગમનની ઠંડી ચેતવણી રામાધીર સિંહને આપે છે ! . . . અને પછી જેલમાં ઘુસતા જ ફાંકો મારે છે કે ; S.P કે હી ઓફીસમેં , વિધાયક કો કૂટ દિયે ( સરદાર ખાન ) . . વો ભી બાપ કે સામને ( અસગર ખાન ) . . ક્યા કિયે ? ( સરદાર ખાન ) . . કૂટ દિયે ( અસગર ) 😀

क्या किये ? . . . . कूट दिये . . !

What an Expression !

9} જયારે સરદાર ખાન , જમતા જમતા જ્યારે દુર્ગાને જુવે છે અને અચાનક ઝબકીને જે મુખ પરના હાવભાવ આપે છે . . . તે તો બસ Mind Boggling 😀

10} રામાધીર સિંહ ના ઘરમાં જયારે સુલતાન ( પંકજ ત્રિપાઠી ) આવે છે , ત્યારે રામાધીર સિંહ તેની પત્નીને કહે છે કે સુલતાન આજે અહી જમીને જશે . . . ત્યારે તેની પત્ની પૂછે છે કે ; માટીની પ્લેટમાં ખાવાનું આપું ને ? { અસ્પૃશ્યતાUntouchability !}

Sultaan & Ramadhir sinh Meeting

11} હર હંમેશ પોતાની ભૂલો પર , પોતાને કોરડા વીંઝતો , નાસીર અહેમદ ( પીયુષ મિશ્રા )

Gun failure

 12} જયારે દેશી તમંચા ફૂટવા સમયે નિષ્ફળ જાય છે . . . ત્યારે સરદાર ખાન : યે કા બવાસીર બના દિયે હો ? . . પુરા હાથ ઝુનઝુના જાતા હે ! . . જબ ફોડને જાતે હે , તબ ફટ કે ફુલાવર હો જાતા હે 🙂

13} જયારે સરદાર ખાનને ત્યાં ત્રીજા બાળકનો જન્મ થાય છે , ત્યારે તે નગ્માને જોવા માટે આવે છે . . ત્યારે બંને બાળકો પૂછે છે કે અમ્મા કો દેખે બીના હી જા રહે હો . . . સરદાર : વો તો બેહોશ હે નાં . . . ઉસસે કેહના , કિ  હમ નયા કુર્તા પહન કે આયે થે 😀

14} જયારે સરદાર ખાન નાં દીકરા દાનીશને ગોળી વાગે છે ત્યારે જે રીતે તે બેબાકળો અને રઘવાયો થાય છે ; એ ખરેખર કાબિલે દાદ અભિનય છે , અને પછી જે હોસ્પીટલમાં બઘડાટી બોલાવે છે . . . 🙂

Mind it !

 15} અને પછી સરદાર ખાન જે રીતે રામાધીર સિંહ ને ઉપાડી લ્યે છે ; અને એની ગાડી ત્યાં ને ત્યાં ભંગારમાં ભંગાવી નાખે છે ! અને જે પછી ધમકાવે છે . .

 16} સિનેમાના પડદા પર અમિતાભ અને વહીદા રહેમાનના રૂપમાં , પોતાને અને પોતાની માં ને જ જોતો ફૈઝલ ખાન  . . . . . અને ચુપચાપ રડી લેતો દીકરો ( નવાઝુદ્દીન સિદ્દીકી નો લાજવાબ અભિનય ) . . . અને બીજા જ દ્રશ્યમાં મોહસીના જયારે ચીસો પાડતી પાડતી બોલે છે . . .” જીયો બચ્ચન ” . . ત્યારે જે રીતે ફૈઝલ , મોહસીનને જોઈ રહે છે ! . . એ દ્રશ્યો ખરેખર એક Superb Switch-over છે .

Quick Gun Murugan !

17} અરીસામાં જોઇને ગોળીઓ ચલાવતો ફૈઝલ 🙂

 

Namaste !

18} જયારે ફૈઝલ જેલમાંથી છૂટીને આવતો હોય છે ત્યારે બજારમાં એક સ્ત્રીને હાથ જોડતા જોઇને પહેલી નજરે તે પણ તેને નમસ્કાર કરે છે , પણ પછી ખબર પડે છે કે આ તો પુતળું છે 😀

19} અને છેલ્લે ફૈઝલ અને મોહસીના , તળાવના કિનારે બેઠા હોય છે . . ત્યારે મોહસીના કહે છે કે મને પૂછ્યા વગર તું મને શું કામ અડ્યો ? . . અને ફૈઝલ રડી પડે છે 😦 . . . . મોહસીના : અરે હું નાં નથી પડતી , પણ તમારે પહેલા Permission તો લેવી જોઈતી હતી ને 🙂 { Prafull in Khichdi : Main kya he ? . . . Answer : Permission 😉 }

Part – ” 2

1} સરદાર ખાનના શોકમાં તેના ઘરે વાગતું ગીત , ” યાદ તેરી આયેગી ” અને સરદાર ખાનના ખૂન બાદ , ઘરે આવીને બધા ય એય ને પલોઠી વાળીને જમતા હોય છે . . ! , અને વળી પાછું દાનીશનાં મૃત્યુ બાદ , વાગતું ગીત . . ” તેરી મહેરબાનીયા , તેરી કદરદાનીયા  ” !!! . . . દરેકને ફીટ થતું કોઈક તો ગીત હાજર જ હોય . . અને એક પછી એકનો ખેલ ખતમ થતો હોય , તોયે પણ કોઈને પણ કશો ફેર જ ન પડે . . એય ને એનો બદલો લઈને વળી પાછા હતા ત્યાં ને ત્યાં !

2} નગ્માના મહેણા સાંભળી બોલતો ફૈઝલ : રો મત બુઢિયા . . બાપ કા , દાદા કા , ભાઈ કા સબકા બદલ લેગા તેરા ફૈઝલ !

Movie freak ! Like me

3} જ્યારે ફૈઝલ મોહસીનાને પિક્ચર માટે પૂછે છે , ત્યારે ફૈઝલ કહે છે કે તારો હાથ નહિ પકડું . . ને તને હેરાન પણ નહિ કરું . . . મોહસીના : તો તુમ્હારી અમ્મા કે સાથ હી જાઓ નાં , હમારા ક્યા કામ હે ?

4} ફૈઝલ , નવું સવું પેજર લઈને , મોહ્સીનાને ઘરે આવે છે અને મોહસીના માટે માંગું નાખે છે { અને ત્યારે વાગતું ગીત : કાલા રે મોરા સૈયા 🙂 }

What is he doing , here !

Cinema is #$%

5} રામાધીર સિંહ , સુલતાન સાથે ભારતમાં ” સિનેમા ” ની અસર વિષે જયારે વાત કરે છે , ત્યારે !

6} ટેંજેન્ટ અને પરપેન્ડીક્યુલર , ની ખતરનાક જોડી . . એમાય પરપેન્ડીક્યુલર તો કેટલીક વાર જાણે ” જોકર “ની યાદ અપાવી દે છે !

7} બજારમાં જયારે મોહસીના , એક માણસને ફૈઝલની ઉંમર કેટલી છે , એ બતાવવાનું કહે છે ત્યારનું દ્રશ્ય 😀

8} જેલમાં મોબાઈલમાં મોહ્સીનાના અવાજે ગીત સાંભળતો ફૈઝલ : જો ભી રોન્ગવા હે ઉસે રાઈટવા કરોજી . . . મોરા !

Definite – The Rising

9} સુલ્તાનને જયારે ડેફીનેટ મારવા જાય છે , ત્યારે ત્રણ જણા મોબાઈલમાં એકબીજા સાથે જે રીતે વાત કરતા હોય છે તે દ્રશ્ય !

10} અને છેલ્લે મોહસીનાની હાજરીમાં જયારે ફૈઝલ રડી પડે છે અને કહે છે કે મારા અબ્બા પાછા અહિયાં આવ્યા જ ન હોત તો આ બધું શરુ જ થયું ન હોત 😦 . . મારે આવું કાઈ કરવું જ નહોતું 😦 😦

Blood is thicker than Water !

અને છેલ્લે છેલ્લે . . . શરૂઆતમાં પણ ત્રણ જ જણા હતા ( નાસીર ,સરદાર અને અસગર ) અને છેલ્લે ય ત્રણ જ જણા ( નાસીર , મોહસીના અને ફૈઝલનો દીકરો ) બચે છે !!! અને ગીત ગુંજી ઉઠે છે

ઇક બગલમે ચાંદ હોગા , ઇક બગલ મેં રોટિયા    

ઇક બગલમે નીંદ હોગી , ઇક બગલ મેં લોરિયા  

હમ ચાંદ પે રોટી કી ચાદર ડાલકે સો જાયેંગે 

ઓર નીંદ સે કહ દેંગે , લોરી કલ સુનાને આયેંગે 

Genre : Crime , Drama

Director : Anurag Kashyap { Black Friday , Gulaal , Dev D }

Tagline : तेरी कह के लूँगा [ Part1 ]

Taglineकरेंगे वार , आखरी बार ! [ Part2 ]

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? { Theater Or Home-theater ! } :

ઘરે ધીંગાણું કરી નાયખું . . .   /   Biggest Battle atHOMEground 😉

Verdict : [ + 😀 , Part 1                   Verdict : [ 🙂 ] , Part 2

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

Finally , Let’s have a visit of Superb creations from the web-world 🙂

1} Teri keh ke Lunga ! [ Source : http://www.atharvapatil.tumblr.com ]

2} Comparison between GOW & Sholay [ Source : http://www.brijesht.tmblr.com ]

3} Minimal Poster [ Source : http://www.minimalmoviepostersindia.in ]

यहाँ कबूतर भी एक पर से उडता हे . . .

4} Minimal Poster [ Source : http://www.myminimalposters.tumblr.com ]

5} Minimal poster [ Source : Mustafa Lokhandwala, Dezinade Studio ]

6} Sketch / Poster [ Source : http://www.mohaps.com ]

Permission is Must !

Advertisements