ટૅગ્સ

, , , , , , , , ,

{ Gentle rather Mental request 😉 : Let the Post be loaded for fully 1 minute , & see the Miracle 😀 }

Our Side { Bollywood }

1} Ek tha Tiger , 2012

મુવી જોવાનું મુખ્ય કારણ : Why this Kolaveri di ?}

1} લુપ્ત થતા વાઘની ચિંતા મને ખાઈ જતી હતી , ને હુંએક થા ટાઈગર ” જોઈ બેઠો 😀

2} એ ખબર હતી કે ; એક ના એક દિવસે તો મારે જોવું જ પડશે . . . પણ . . બણ ને પણ . . હું થીયેટરમાં જોવાથી તો છેલ્લે બચી જ ગયો ! 😉

3} Directer , Kabir khan ( known for New York ) . . & Google Goddess Ms. Kaif 😉

Google Goddess & fading Tiger

– – અહિયાં કોઈ પણ પ્રકારનું એવું જોડાણ કે લગાવ ડીરેક્ટર ઉભું નથી કરી શકયા કે જેના પરથી બે પ્રેમી પંખીડાઓની માર-ફાડ લવ-સ્ટોરી બની શકે ! . . . No thrill + No deep romance + No suspense + weak story + hit heroine + aging man = 19 years age different 😉 કાઈ વાંધો નહિ , આપણે તો ગુજરાતમાં રહીએ છીએ તો આપણે ” સિંહ “ની ચિંતા કરીએ . . . ‘વાઘ‘ ની વાત ‘વાઘણ‘ જાણે !

{+} Points :

Beauty & fool

1} મોટાભાગે તો કાઈ ઉકાળી લેવા જેવું નથી , તો પણ કેટરીનાના ડાન્સ નંબર્સ કેમ રે ભૂલાય હો રાજ !

2} એ દ્રશ્ય , કે જેમાં ઘણા બધા લોકવાળો દરવાજો સલમાન ખોલવાની ટ્રાય કરે છે 😉

3} Saiyara , Lapata & Mashaallah Songs !

Genre : Action , Thriller

Director : Kabir khan { also ; New York , Kabul Express }

Tagline : This Time He Fights For His Love.

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? { Theater Or Home-theater ! } :

એક થા ‘ઘર’ ! હજી પણ છે 😉 / Once upon a time in My ” Home ” !

Verdict : [ 😦 ]

Save tiger ! , but Save India also from Salman khan ( mania ) 😉

વાઘ આવ્યો રે વાઘ . . અને બધા નાસી છૂટ્યા 😀 ચાલો બસ્સો કરોડ . . બસ્સો કરોડ રમીએ

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} Teri Meri Kahaani , 2012

આ કહાની છે , 1910ના સમયના અંગ્રેજોનાં સમયના જાવેદ અને આરાધનાની . . . 1960ના સમયના તાજે તાજા ભારતના ગોવિંદ અને રૂખસારની . . . અને 2012ના ભારતથી દુર લંડનમાં  ક્રિશ અને રાધાની . . . અલગ થાળી અને અલગ વાનગી . . .અલગ ખાનારા અને અલગ પીરસનારા 🙂

2005માં આવેલ તાઈવાનીઝ મુવી Three times પરથી અંદાજે પ્રેરિત , આ મુવીમાં કુણાલ કોહલી દર વખતની જેમ જ આ વખતે પણ એક સારો સ્ટાર્ટ આપીને હાંફી જાય છે . . . મુવી ઘણું હલકું ફૂલકું છે . . પણ સ્ટોરી ફીનીશ થવા સમયે જ કોઈ ફીનીશીંગ ટચ જોવા નથી મળતો ! . . . હમ તુમ સમયનો જાદુ કુણાલ કોહલી ઉભો કરવામાં નિષ્ફળ રહ્યા છે . . પણ જો રજાનો દિવસ હોય અને . . . એ ય ને ઘરમાં એકલા એકલા ફૂલ વોલ્યુમ પર ટાઈમપાસ કરવાની ઈચ્છા હોય તો આ મુવીથી શ્રેષ્ઠ કઈ જ નથી . . ખી ખી 😉

મારા મતે , 1910નો અંગ્રેજોના સમયવાળો ભાગ ખુબ જ ઢીલો ભાગ હતો { અરે , ‘ઓવરએક્ટિંગ‘ નું ગુજરાતી શું થાય ? } . . . 1960વાળો ભાગ પહેલા પહેલા હલકી હલકી મુસ્કાન આપી જતો હતો , પણ છેલ્લે એમાય કઈ રામ ન હતા 😦 . . અને 2012વાળો ભાગ ફૂલ ઓફ ફન { મતલબ કે મૂર્ખાઓની મજા ( Fool’s fun ) ; નહિ હો 😉 } હતો , પણ વળી પાછું છેલ્લે ઓમ ધબાય નમ: 😦 . . . મતલબ કે એકંદરે ખાધું , પીધું ને રાજ કર્યું કહી શકાય અને ન પણ કર્યું કહી શકાય 😀

{ અને કઈ જ ઢંગધડા ‘વગરના‘ હલકા મુવીઝ અને ઢંગધડા ‘વાળા‘ હલકા મુવીઝ આપણી પહેલી પસંદ છે , હોં 😀 }

મુવી જોવાનું મુખ્ય કારણ { Why this Kolaveri di ?}

first time

પ્રિયંકા 😀 , એક નહિ . . . બે નહિ . . . ને ત્રણ ત્રણ વાર !!!

Second time

અને તમે તો જાણો જ છો કે ” ચોપરા . . ઉપ્સચોપડા મને ખુબ ગમે છે 😉

third time

{+} Points :

1} આખું મુવી ત્રણ અલગ અલગ ભાગોમાં વહેચાયેલું છે , એટલે ” એક મોટો હથોડો ” ખાવાને બદલે ” ત્રણ નાની હથોડીઓ ” આપણે ખમી શકીએ છીએ 🙂

2}

Priyanka

ત્રણેય ભાગોને પ્રાણવાયું આપનારી ” પ્રિયંકા ચોપરા ” . . .  , અન્યથા ‘ શાહિદ કપૂર ‘ની ઓવર એક્ટિંગ સહન કરવી , એ લોઢાના ચણા ચાવવા જેવું લુહારી કામ છે 😉

{ ઓકે , શાહીદ કપૂરનું ‘ મૌસમ ‘ મને ગમ્યું હતું , કે હું કહી શકું કે સોનમનું ( ‘આયત‘નું ) ‘ મૌસમ ‘ મને ઘણું ગમ્યું હતું ;)}

3} Shahid’s flirting Poems , a little bit !

– दिल में ना सही , कदमो में सही , जगह तो दी उसने (2)

ऐ अल्लाह तेरा शुक्र हे , कही से तो शरुआत की उसने !

– – – – – – – – – – – – – – – – – – – – – –

वो आग ही क्या जो लग के बढे नहीं , वो नशा ही क्या जो सर पे चढ़े नहीं

नहीं बनता तब तक कोई सच्चा आशिक , जब तक इश्क में उसे दो चार पड़े नहीं

– – – – – – – – – – – – – – – – – – – – – –

– दीवाने हे आपके इस बात से इनकार नहीं , कैसे कहे की हमें आपसे प्यार नहीं 

कुछ तो कसूर हे आपकी अदाओ का , अकेले हम ही गुनेगार नहीं

– – – – – – – – – – – – – – – – – – – – – –

Music is good

4} Music is good ;

Specially . . 1) Mukhtsar     2) That’s all i really wanna do

5} & not to forget . . . . . . Beautyfool‘ Cameos by Prachi & Neha sharma 😉

Genre : Romance , Drama

Director : Kunal Kohli { also ; Hum Tum , Fanna }

Tagline : Thrice upon a love story

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ?Theater Or Home-theater ! } :

યે તેરા “ઘર” યે મેરા “ઘર”  🙂 / Thrice upon at Home 😉

Verdict : [ 😐 ]

Wait , it’s not a sequel of Kahaani 😉 , Go for Priyanka else not !

મને તો પહેલીથી જ ‘કહાની‘ વાંચવાનો બહુ શોખ . . એમાય આ તો ” તારી મારી કહાની ” . . . જે ન વાંચે એ પણ પસ્તાય અને જે વાંચે એ ડબલ પસ્તાય  😀

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

3} Kyaa super kool hain Hum , 2012

Kyaa Super Kool Hain Hum

મુવી જોવાનું મુખ્ય કારણ : Why this Kolaveri di ?}

Kyaa Kool hai hum , 2005 { it’s almost kind of prequel 😉 } . . Yes i just Loved that early part 😀 . . .  yes again , there is nothing to hide in that . . that was almost the first attempt of indian cinema of making . . A Genuine Sex Comedy !

it was full of lightness and  twist & turns with a hidden kick ! , but but . . but the so called , sequel is not up to the standard . . . i can say that it’s the worst movie i have seen in the year of 2012 . . 😦

મને મુવી વલ્ગર હતું માટે નહોતું ગમ્યું એવું ન હતું . . પણ આખા પિકચરમાં હરામ બરાબર જો એક કે બે ડાયલોગ્સ સિવાય તમારું મોઢું મલકે તો . . નામ બદલી નાખજો . . . . .  . . . . . . તુષાર કપૂરનું 🙂 . . . કોમેડી બનાવવી એટલી સરળ નથી દોસ્ત ! . . અને એમાય સેક્સ્યુઅલ કોમેડી . . . ભલભલાની છૂટી થઇ જાય ! એમાય ‘અનુપમ ખેર’નો વાહિયાત રોલ અને ‘ચંકી પાંડે’ રૂપી મોટો ” હથોડો “{ થોડા હે , હથોડે કી ઝરૂરત હેં 😉 }

so ; it’s not that much easy to make a full fledged Sex Comedies !!! even this field needs much potential & class 🙂

{+} Points :

dancing in Austin powers style !

1} Just one Song : Dil garden garden Ho gaya . . in bursting voice of Vishal dadlani 🙂

2} One Dialogue : અને જયારે રીતેશ અનુપમ ખેરના બગીચામાં માળીને જોઇને કહે છે કે ; એય માળી . . અને તે જયારે એક સ્ત્રી નીકળે છે ત્યારે . . રીતેશ ત્વરિત જ કહે છે , અરે આ તો અંતરા માળી છે 😀

Genre : Comedy

Director : Sachin Yardi , { also ; C Kkompany }

Tagline : Some movies bring families together, this is not that movie

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? { Theater Or Home-theater ! } :

ઘરમાં ” સંતાઈને ” 😀 / Home alone !

Verdict : [ 😦 ]

You could say , Kyaa super DULL hai hum 🙂

અહી તમને કશું જ બ્યુટીફુલ નહિ મળે . . પણ હા બે બ્યુટી 🙂 અને ઘણા બધા ફૂલ્સ ( fools ) મળી રહેશે 😦

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

4} Ferrari Ki Sawaari , 2012

Ferrari ki Sawaari

મૂવીની સ્ટોરી તો આપ સૌ મારા કરતા પ્રથમ જાણતા જ હશો , માટે Skipping the Skipper first 😉

મુવી જોવાનું મુખ્ય કારણ { Why this Kolaveri di ?}

Boman + Sharman + that little fellow 😉

Duo + Kayo = Trio 😉

– –  એક અદભુત પારસી ફિલ્મ બનતા રહી ગઈ 😦 , શરૂઆત સારી રહી , પણ છેલ્લે ચિત્ર વિચિત્ર હથ-કન્ડાઓ અજમાવતા મુવી સાવ Logic less બની રહી !

– – થોડીક વધુ પડતી લાંબી અને નબળા Background Score વડે ધારી અસર ન ઉપજાવી શકી 😦

– – કોક રીતે આ મુવી હૃદયને અડતા અડતા રહી ગઈ અને ક્યાંક ક્યાંક ફિલ્મ લાગણીશીલ ને બદલે રોતલ જાજી લાગે છે છેલ્લે ,છેલ્લે ફિલ્મ જાણે હોબાળો મચાવતા પૂરી થઇ 😦

– – વિદ્યા બાલનનું વણજોઈતું લાવણી સોંગ 😦

vidya

– – રાજેશ માપુસકરે , આ મુવી બનાવતા પહેલા , શરમન જોશીનો સ્ક્રીન ટેસ્ટ લેવાનો આગ્રહ કર્યો હતો . . પણ મુવીમાં તેનો રોલ કઈ એટલો દિગ્ગજ ન કહી શકાય કે , શરમન જોશી જેવા સિદ્ધ હસ્ત કલાકારને સ્ક્રીન ટેસ્ટ આપવો પડે 😦

{+} Points :

1} પરેશ રાવલ અને બોમન ઈરાની વચ્ચેનો સંવાદ , પરેશ રાવલની ઓફિસમાં જ . . અને છેલ્લે પ્યુનનું આવવું અને બોમનનો ઓટોગ્રાફ માંગવો 🙂

Father & Son

2} પિતા ( શર્મન ) , પોતાના પુત્ર ( ઋત્વિક સાહોર ) ને તેના દાદા ( બોમન ) કેટલા સારા વ્યક્તિ હતા , તે જયારે સમજાવે છે .

On drive !

3} જયારે ટ્રાફિક હવાલદાર પૂછે છે , કે જયારે કોઈ જોતું ન હતું કે તમે ટ્રાફિક સિગ્નલ તોડ્યું છે તો દંડ ભરવા પાછા શું કામ આવ્યા ? . . . ત્યારે શર્મન કહે છે કે ; મારો દીકરો તો જોતો હતો ને 🙂 . . જેવું જોશે . . તેવું શીખશે 😀 { વાહ , ગાંડા વાહ . . તારો તો જવાબ નથી ! }

Genre : Family , Drama

Director : Rajesh Mapuskar { Debutante }

Tagline : Small guys , Big dreams .

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ?Theater Or Home-theater ! } :

“ઘરે” ગેરેજમાં 🙂 / Inside the garage ( HOME ) no Ferrari outside please 😉

Verdict : [ 😐 ]    

The joy of ride would be indulging first , but later on it may let you down

એક લાગણીશીલ ડ્રામા કહી શકાય અને કદાચિત ન પણ કહી શકાય . . પણ એકંદરે ભારતમાં ખુબ જ ઓછા પારિવારિક મુલ્યો વાળા મુવીઝ બનતા હોઈને , ચુકી ન શકાય , તો કરાવો પરિવારને ફેરારીમાં સવારી 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

5} Well done Abba ! , 2009

મુંબઈમાં ડ્રાઈવર ની નોકરી કરતો અરમાન અલી ( બોમન ઈરાની ),એક મહિનાની રજા લઇ તેના વતન ( હૈદરાબાદ ની પાસે નું એક ગામ ) છે , જાય છે . . પોતાની દીકરીનું ( મિનિષા લાંબા ) સગપણ ગોઠવવા . .  પણ પરત ફરતા તેને ત્રણ મહિના લાગી જાય છે અને તેનો બોસ તેને નોકરીમાંથી પાણીચું પકડાવી દે છે . . પણ અરમાન અલી તેને પોતાની આપવીતી સાંભળવા મનાવી લે છે અને રસ્તામાં ગાડી ચલાવતા ચલાવતા જ પોતાની કહાની બોસને કહે છે .

તેની કહાનીમા સમાવેશ થાય છે . . . તેના જ ગામમાં રહેતો તેનો હમશકલ અને ચોર એવો ભાઈરહેમાન અલી ” અને તેની ચાલક પત્ની , કુવા માટે મળતી સબસીડી લેવા માટે તે એવો તો સરકારી કુંડાળામાં પડે છે કે . . . તેની રહી સહી બચત પણ વપરાય જાય છે અને કુવો તો ખોદાતો જ નથી પાછું ઉપરથી દેવું થઇ જાય છે . . . પાછળ કુવો અને આગળ ખાડી ! . . . પણ ત્યારે જ બાપ અને દીકરી ભેગા થઇ આ રેઢિયાળ તંત્ર સામે જે રીતે લડાઈ શરુ કરે છે કે . . તમે પણ બોલી ઉઠશો . . . ” Well done Abba ” 🙂

Fact forWell done Abba ” : { Source : Wikipedia.org }

Well Done Abba is a 2010 political satire Hindi film directed by Shyam Benegal, starring Boman Irani , Minissha Lamba and Sammir Dattani in pivotal roles. It is the remake of the 2007 Marathi film, Jau Tithe Khau . It was based on three short stories : Narsaiyyan Ki Bavdi by Jeelani Bano, Phulwa Ka Pul by Sanjeev and Still Waters by Jayant Kripalani. The screenplay was written by Jayant Kripalani and Ashok Mishra, who also wrote the dialogues . It won the 2009 National Film Award for Best Film on Social Issues.

મુવી જોવાનું મુખ્ય કારણ : { Why this Kolaveri di ?}

1}  બોમન ઈરાની + શ્યામ બેનેગલ = A Superb Satire created 🙂 , ફિલ્મની દરેકે દરેક ફ્રેમ્સમાં તમને ” શ્યામ ” રંગનો બોમન જ દેખાશે 🙂 , આ મુવી બોમન ઈરાની વિના કલ્પી પણ ન શકાય !

Boman & minisha ( A perfect Duo )

{+} Points :

1} અહી મુવી ટાઈટલ ના બે અર્થ કહેવાયા છે કે કે 1} તમે કરી બતાવ્યું અબ્બા અને 2} તમે કુવો બનાવીને જ જંપ્યા !

2} મિનિષા લાંબા ની હૈદરાબાદી સ્ટાઈલ ની બોલી . . કે જેમાં તે ‘કુવા’ને જે રીતે ‘ બાઉડી ‘ . . બાઉડી . .  કહે છે કે આપણને કુવો ખોદવાનું મન થઇ જાય 😉 . . ફિલ્મ ” યહાં ” પછી લાંબા સમયે ‘ લામ્બા ‘ નો ચમકારો 😀

Delighted duo

3} મિનિષા લામ્બા અને સમીર દત્તાણીની હલકી-ફૂલકી નાજુક કેમેસ્ટ્રી 🙂

4} ગામનું ચારે તરફનું ભ્રષ્ટ વાતાવરણ બતાવવામાં સફળ રહેલા શ્યામ બેનેગલ . . . હજી તાજો જ પરણેલો એક એન્જીનીયર કે જે ડ્યુટી કરતા તેની પત્ની પાસે જ વધુ પડ્યો રહે છે . . સરપંચ પત્ની વતી બધા જ વ્યવહાર ચલાવતો પતિ ! . . . એક વિરોધ પક્ષનો નેતા , કે જેને બધી જ વસ્તુઓમાં વિરોધ દેખાય છે . . . એક સરકારી ફોટોગ્રાફર . . . સસરા એ આપેલ પૈસાથી પોલીસ ચોકીનો મખ્ય ઇન્સ્પેક્ટર બનેલો એક પોલીસ ઓફિસર , પણ હવે જલ્દીથી લાંચ ખાઈ ખાઈ ને સસરાને પૈસા પરત કરવાની ચિંતામાં પડેલો એક ઈમાનદાર પોલીસ અધિકારી ! . . . અને છેલ્લે અરમાન અલીનો જોડિયો ભાઈ અને તેની લુચ્ચી પત્ની 🙂

Genre : Drama , Comedy

Director : Shyam Benegal {also ; Bharat ek khoj , Ankur , Manthan . . }

Tagline : खबर भेज दो दिल्ली को , चूहा खा गया बिल्ली को { Probably }

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ?Theater Or Home-theater ! } :

કુવો તો ” ઘરે ” જ ખોદાય ને 😉 / Well should be dug at ” Home ” only 😀

Verdict : [ 🙂 ]

Whether you liked it or not , you must sayWell done Abba ” 😀

બાપા તમે તો ભારે કરી , ઘણી ખમ્મા . . ઘણી ખમ્મા 😉

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Winner { Sept. } : Well done Abba

Looser { Sept. }: Kyaa super Kool hai hum

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

1} The Impossible { Based on true Tsunami Events } :

2} World War Z : { Zombies are back in a Heavy Style !}

3} Warm Bodies : { Zombies are back with a Lovely Flavor !}

4} Oz : The Great & Powerful { 2nd Trailer , Extended } :