ટૅગ્સ

, , , , ,

હું આ અગાઉની બોલીવુડ પોસ્ટમાં , એક વાત તો કહેતા જ ભૂલી ગયો , કે હું specially ” બોલીવુડ મુવીઝ્ને ” વર્ડીકટ આપવા સમયે , તેના ગીત , સંગીત , ગીતના શબ્દો , તેનું બેકગ્રાઉન્ડ સંગીત { કે ખરેખર તો એ જ મુખ્ય પરિબળ હોય છે , વાર્તામાં આવતા ચિત્ર વિચિત્ર વળાંકો ના સમયે , જે તે પાત્રો ની મનોસ્થિતિ હુબહુ ચિત્રણ બદલ , અને જે તમને ખરેખર ઝકડી રાખે છે ! . .  યાદ કરો , ડાર્ક નાઈટ સીરીઝ 🙂 પુરા મૂવીઝમાં આવતા નાના મોટા દરેક પાત્રો , તે પાત્રોને ઘડતું બેકગ્રાઉન્ડ , સ્ટોરી કેવી રીતે નરેટ ( કહેવાઈ ) થઇ છે . . કે પછી પૂરી વાત કોઈ ડાર્ક ટોનમાં કે હળવા અથવા તો કટાક્ષમય અંદાઝમાં કહેવાઈ છે . . . ફિલ્મ પૂરી થવા સમયે શું તે મારા મન પર કોઈ છાપ છોડી ગઈ છે કે મને તેમાંથી કોઈ નવો જ પોઈન્ટ ઓફ વ્યુ મળ્યો છે . . . કે પછી કોઈ ફાલતું સડેલી મુવીએ મને ખરેખર irritate કર્યો છે { મૂંઝવે તો વાંધો નહિ , પણ irritate તો હું ન જ થવો જોઈએ 🙂 }

હું Silly મુવીઝ જોવા સમયે કોઈ પણ પ્રકારની આશા રાખતો નથી , મને તે સમયે ઉપદેશો ગમતા નથી 😉 હું તે સમયે બસ તેમની જોડે ‘ Silly Cat ‘બનવા માટે તૈયાર જ હોઉં છું , અને Thrillers જોવા સમયે મને thrill થવી જ જોઈએ . . નહીતર ગયા એ કામથી . . 🙂 કે પછી કોઈ Historic Drama હોય તો મને જો એ લોકો તે સમયનો અણસારો ન આપી શકતા હોય તો ધૂળ જ પડી કહેવાય 😦 . . { યાદ આવ્યો , ‘અશોકા’વાળો શાહરૂખ ખાન . . . જાણે એમ લાગે કે હમણા બોલી ઉઠશે . . એ એ એ સેનોરીટા 😀 }

મતલબ કે સિમ્પલ ભાષામાં કહું તો હું ” ટ્રાન્સફોર્મર ” છું ! જો ‘ટ્રાન્સફોર્મ‘ કરતા આવડે તો 🙂

[ Too much Pictures . . . so, let it be loaded first 😉 ]

Our Side { Bollywood }

1} Rowdy Rathore , 2012

સ્ટોરી વિષે કાઈ નહિ કહું ; કારણકે જનતાએ પહેલીથી જ તેમને 130 કરોડનો ફાળો ઉઘરાવી આપ્યો છે ! , અને 130 કરોડમાં કેટલા મીંડા હોય એ , તમે શું જાણો ” રમેશ બાબુ  “ 😀

મુવી જોવાનું મુખ્ય કારણ :

1} પ્રભુદેવા . . . ઓ દેવા . . अग बाई 😀 . .  લેવા ‘દેવા’માં એક પ્રભુ’દેવા’ જ !!! . . . હા , ભાઈ આપણો તો એક જ નિયમ છે કે ; જેવા સાથે તેવા અને લેવા સાથે પ્રભુદેવા 😀 ,

ખરેખર તો , જયારે નાનપણમાં { કે બચપણમાં . . . જે પણ ‘ પણ‘ , તમને ગમે ઈ 😉 } . . . તેનું ” ઉર્વશી . . ઉર્વશી , Take it easy ઉર્વશી ” જોયું હતું , ત્યારે લાગ્યું હતું કે મારો બેટો ડિસ્કો તો જો કરે !!! . . . ઘડીક તો આને જોઇને ભૂવો ય ધુણવા માંડે 😀 , અને પ્રભુદેવાને ” અખિલ ભારતીય ભુવા સમિતિ ” નો ચેરમેન બનાવી દયે 😀 , અને . . . હમ સે હે મુકાબલા નું , પેલું ગીત . . . ” મુકાબલા . . મુકાબલા . . ઓ લૈલા ” . . તો કેમે કરીને વિસરાય ઓ રાજ 😉

અને એ જ પ્રભુદેવાનું , 2009માં આવેલું વોન્ટેડ જોઇને ઘડીક તો ધૂન તાના નાના . . થઇ ગયું હતું . . . માટે ફરી એ જ પ્રભુદેવાને ફિર એક નજર જોવા , હું રાઉડી થયો . . 😉

[ Fact for ‘Wanted’ : 2006માં પૂરી જગન્નાથે તેલુગુમાં Pokiri બનાવ્યું , તેના હક્ક લઇ 2007માં પ્રભુદેવાએ તમિલમાં Pokkiri બનાવ્યું , ત્યારબાદ તેના હક્ક ફરીથી લઇ  2009માં પ્રભુદેવાએ જ Wanted બનાવ્યું . . અને હજી બાકી રહી જતું હોય એમ . . . ફરીથી 2010માં એમડી શ્રીધરે કન્નડમાં Porki બનાવ્યું . . . ચારે ચાર પિક્ચર જો તમે એકસાથે  જુઓ તો તમને ચારેયમાંથી એક દોરા વા જેટલો પણ ફરક ન મળે !+! = !! ]

[ Fact for ‘Rowdy Rathore’ : 2006માં તેલુગુમાં Vikramarkudu , 2009માં કન્નડમાં Veera madakari , 2011માં તામિલમાં Siruthai , 2012માં બંગાળીમાં Bikram singha !!!! ]

2} Sonakshiઅને જો ભુલેથી ય , એનો ” અઢી કિલોનો હાથ ” પડ્યો હોય તો . . આપણા અઢી મણકા હલી જાય . . એવી ” સોનાક્ષી સિન્હા ” 😀

{+} Points :

1} Dialogues ! , What else 🙂

a) फौलाद की औलाद { પાણી થી આઘો રેજે બકા ; નહીતો કાટ લાગી જાહે  ! }

b) इलाका तेरा , धमाका मेरा { દીવાસળી તારી ; ફટાકડો મારો ! }

c) अपुन का फटका , चारसौ चालीस का ज़टका આપણો ધુંબો , પાડી દયે ગુમ્બો !}

d) Don’t angry Me !  { નરેશ કનોડિયા : મને ખારો કર માં 😀 }

e) जो में बोलता हूँ वो में करता हूँ . . जो में नहीं बोलता , वो में definitely करता हूँ { ભલભલા , ગણિતજ્ઞ ગોથું ખાઈ જાય એવી આ પહેલી છે , માટે ચાલો ગોથું ખાઈએ  😉 } , કટ્ટર ચાહકોના મતે  , આ ડાયલોગ 1992માં આવેલી રજનીકાંતની પિક્ચર ” અન્નામલાઈ ” માંથી બેઠેબેઠો ઉઠાવી લીધો છે !

2} Posters made from Oil Paintings ! { Why are we talking about posters ? , Bcz nothing is there inside the Cupboard !}

Genre : Action

Director : Prabhudeva { also ; Wanted , Pokkiri }

Taglineफौलाद की औलाद

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? : રાઉડી , તો ‘ઘર’માં જ થવાય !

Verdict : [ 😦 ]

Akshay Kumar is converting into a Big Hammer , day by day ! , may god give us that much Helmets 😀

મને મારા અઢી કલાકનું વળતર આપો 😉

2} Ishaqzaade , 2012

ઉત્તર પ્રદેશનું સ્થાનિક રાજકારણ . . બે મુખ્ય વિરોધી પક્ષો વચ્ચેનું વૈમનસ્ય . . . લડતા લડતા અને એકબીજા સામે કાવાદાવા રમતા રમતા પ્રેમમાં ખાબકતા , એકબીજાથી જુદા બે પરસ્પર વિરુદ્ધ ધ્રુવો ! { પરમા અને ઝોયા } અને છેડાતી સમાજ અને પ્રેમીપંખીડા વચ્ચેની રસાકસી અને પકડાપકડી . . . . . . પણ . . . ખતરનાક !

મુવી જોવાનું મુખ્ય કારણ :

1} નમણી અને જાડુડી પાડુડી { શિશિર રામાવતના શબ્દોમાં ! , અને મારો પણ ટેકો છે 🙂 } છતાં પણ એકદમ તીખી નાક-નકશી ધરાવતી ” પરિનીતી ચોપરા ” { A Rare Combination }

કેમ બાકી ‘કાળી કોટિ‘માં . . ઝામો પડે છે ને !

2} અને ‘ દો દુની ચાર ‘થી ધબધબાટી બોલાવનાર ડીરેક્ટર ” હબીબ ફૈસલ ”

3} અમિત ત્રિવેદી + કૌસર મુનીર = કાનસુખ 🙂 , એમાય ” અમિત ત્રિવેદી ” તો દિવસે દિવસે ખીલતો જ જાય છે , એક નજર : દેવ ડી ( નેશનલ એવોર્ડ ) , વેક અપ સીડ , આયેશા , ઉડાન , નો વન કિલ્ડ જેસિકા , ચિલ્લર પાર્ટી , એક મેં ઓર એક તું , ઇશક્ઝાદે , ઈંગ્લીશ વિન્ગ્લીશ . . . પછી આ બધી ય મારી મનપસંદ છે { હા , આયેશા પણ 🙂 }

{+} Points :

1} Story with full of twist & turns ! + Rough Characters + A real kind of Background . . + Politics & there just Chaos begins . . What else needed !

{ પહેલા તો એકબીજા સામે “ધબધબાટી” અને પછી એકબીજા સાથે “બઘબઘાટી” અને છેલ્લે થઇ “તડફડાટી”  !!!}

2} ખરેખર જંગલી લાગતો ‘ પરમાં ‘ ઉર્ફે ” અર્જુન કપૂર ”

3} વિશાલ દદલાણી અને સુનિધિ ચૌહાણના મારફાડ અવાજોમાં ગવાયેલું , ” હુઆ છોકરા જવાં રે ” { એમાય , એકે એક બીટ પર ગૌહર ખાન જે નૃત્ય કરે છે . . આઘા જાવ બધાય , नाचने में हम तुमारी माँ हें ! }

4} શામલી ખોડ્ગાડે ના અવાજમાં ગવાયેલ હજી એક માસ્ટર પીસ . . . ” મેં પરેશાન ” { સાથે પ્રણીતીના અદભુત Face expressions ! }

5} સુરજ જાગાનના કાન સોંસરવા નીકળી જતા અવાજમાં . . . ” આફ્તાબો કે પરિન્દે ”

Genre : Romance , Drama { માં તે માં , બાકી બધા ‘ડ્રામા’ 😉 }

Director : Habib Faisal , { also ; Do Dooni Chaar }

Tagline : इशक्जादे हें जितने फसानो में , मिलते हे कहा अब जहानों में

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? : घरजादे 😀

Verdict : [ 🙂 ]

Love Keeps you Running , all the way . . as Love is blind & you can’t see any directions 🙂

પ્રેમ કરતા આવડે કે નો આવડે ; બાધતા આવડે તો યે મજા આવી જાહે 😉

3} Shanghai , 2012

ભારતનગરની સ્થિતિ હમણા ઘણા સમયથી ભારેલા અગ્નિ જેવી થયેલી છે . . થોડાક દિવસોમાં જ અહી ઇન્ટર નેશનલ બીઝનેસ પાર્ક ( IBP )બનવાના બ્યુગલ ફૂંકાઈ રહ્યા છે . . . સત્તાધારી પક્ષ સામે થોડાક લોકોના ટેકા સાથે વિદેશથી વિરોધી ચળવળને મજબુત બનાવવા આવી રહ્યા છે , ડો.અહમદી . . કે જેની જૂની વિદ્યાર્થી રહી ચુકેલી શાલીની સહાય પણ તેમના ખભે ખભો મિલાવી આ ચળવળને આગળ ચલાવી રહી છે . . .ત્યાં જ એક રેલીના સમાપન બાદ એક મીની ટ્રક ડો.અહમદી ને કચડી નાખે છે . . . અને આ ખૂન/ અકસ્માતની તપાસ સત્તાધારી પક્ષ તરફથી સોંપાય છે , એક I.A.S Officer ટી.એ.ક્રિશ્નન ને . . . આ ઘટના ને એક અલગ જ વળાંક આપે છે  , સ્થાનિક વિડીયો ગ્રાફર , જોગી પરમાર . . . અને શરુઆત થાય છે . . . રાજકારણ + ગુનાખોરીની દુનિયા તરફ લઇ જતી એક રહસ્યમાય સફરની !

મુવી જોવાનું મુખ્ય કારણ :

અસલી ‘ દીબાકર બેનર્જી ‘ + દખ્ખણનો ‘ અભય દેઓલ ‘ ! + ‘ કલ્કી કોચ્લીન ‘ { કેમ બાકી , ભારતમાં ‘ કલ્કી ‘ અવતાર થયો ને 😉 } + ખીંખીયાટા કરતો ‘ ઇમરાન હાશ્મી ‘ = Fantastic Four 😀

{+} Points :

1} મુવી 1967માં આવેલ , ગ્રીક પોલીટીકલ નોવેલ ” Z ” પર આધારિત છે { Author : Vassilis Vassilikos }; કે જેના પરથી 1969માં તે જ નામની મુવી ” Z ” બની ચુકી છે અને ઓલરેડી બે ઓસ્કાર પોતાને નામે કરી ચુકી છે , દિબાકરે તેના હક્કો મેળવીને તેને ભારતીય રાજકારણના સંદર્ભે  અદભુત શૈલીથી કચકડે મઢી બતાવી છે .

2} આ કોઈ એક્શન પેક્ડ સીરીઝ નથી કે નથી કોઈ રોમેન્ટિક ડ્રામા . . પણ આ છે એક એવો પ્રયાસ કે જેમાં તમને જોવા મળે છે ; આજના ખરડાયેલા ભારતની એક ઝલક ! કે ખરેખર ભારતની મહતમ વસ્તી કેવી રીતે તેમની સમસ્યાઓનો સામનો આ નપાવટ અને નઘરોળ સરકારી તંત્રમાં કરે છે !! , કે ક્યારે અહી કોઈ જોજનો લાંબી ઝુંપડ પટ્ટીઓ બંધાય જાય છે અને ક્યારે તે બરોબર વેંચાઈ જઈને ત્યાં કોઈ વિશાળ સ્થાપત્ય સાકાર થવાની રૂપરેખા ઘડાવા માંડે છે ! . . કે અહી 2020 સુધીમાં ભારતની મહાસતા બનવાના બણગા ફૂંકાય છે અને નીચલી પાયરીના લોકોને જીવનની પ્રાથમિક જરૂરિયાતના પણ ફાંફા હોય છે . . અને એ ભયંકર ગરીબી અને અજ્ઞાનતામાં જન્મ લે છે ; ગુનાખોરીની એક એવી દુનિયા કે જે પોતાના જ પગ પર કુહાડી મારીને રાજકારણીઓના મુળિયા મજબુત કરે છે અને પછી ક્યાં ગુમનામ થઇ જાય છે , તે કોઈને ખબર સુધ્ધા નથી હોતી . . . . . . અદલ આવા જ ‘ભારતનગર‘ની સફરે લઇ જાય છે , દિબાકર બેનર્જી . . . હર હંમેશની જેમ કોઈ પણ ચિત્ર વિચિત્ર શીખ આપ્યા વગર . . . સીધું ત્યાં જ તમને લઇ જાય છે અને તમને સ્તબ્ધ કરી દે છે . . . એ પછી તેમની Editing ની કળા હોય કે પછી તેમના મૂવીની અદભુત Cinematography { Nikos Andritsakis }, અથવા તો પર Script તેમની પકડ ! { Co written – Urmi Juvekar }

3} રાજકારણના ગંદા અને વિશાળ ખાબોચિયામાં , પોતાના મુલ્યો અને સતાની વચ્ચે પીસાતો એક I.A.S અધિકારી T.A.Krishnan , ઉર્ફે અભય દેઓલ . . . અદભુત અભિનય ક્ષમતાથી તેણે આ ભૂમિકામાં ચાર ચાંદ રેડી દીધા છે . . Specially his Tamil Accents + string like Mustache 🙂

4} પોતાના આદર્શોને મઢનાર એક { આદર્શવાદી + બુદ્ધિજીવી + ચુંબક } ની જેમ ખેંચતા પુરુષના પ્રભાવમાં ચાલી નીકળનાર એક એવી યુવતી , કે જે નજર સામે જ પોતાના એ ” અંતિમ” ને મોતના મુખમાં ગરકતા જોઇને , એવી તો ઘાંઘી થાય છે . . કે જેની સજ્જડ લોહીની રતાશભાળી ગયેલ આંખો આપણને વીંધી નાખે . . . અને એક સમયે જે મૌન આપણ ને અકળાવી નાખતું હોય . . એ જ બીજી સમયે ચીસાચીસ અને રાડોરાડમાં કેવી રીતે પરિવર્તિત થાય . . . તેનો તાદ્રશ અનુભવ કરાવતી ” કલ્કી કોચ્લીન ”

{ તાજેતરના સમયમાં બોલીવુડમાં આવેલ ત્રણ ( Beauty + Attitude ) હિરોઈનો . . . . .  1) અનુષ્કા શર્મા 2) પરીનીતી ચોપરા 3} કલ્કી કોચ્લીન .}

{ ખરેખર તો હિરોઈનો આપણા પર , તેમનાસોન્દર્યથી નહિ , પણ તેમનીઅદાઓથી જ રાજ કરતી હોય છે 🙂 , Point to be Noted My Lord !}

5} પહેલી નજરે પોર્નોગ્રાફરની સાવ અલગ જ ભૂમિકા કરતો , પીળા અને ગોબરા દાંત વડે મઢાયેલો ઇમરાન હાશમી , એકેએક સીન્સમાં તમારું દલડું ચોરી તમારા મોઢા પર એક કાતિલ મુસ્કાન લાવી દેશે

Yellow yellow . . Dirty fellow

6} દિબાકર બેનર્જીનું સિનેમા તમને દંગ કરી દેશે . . પહેલેથી લઈને છેલ્લી ફ્રેમ સુધી . . . અહી આવતા કોઈ પણ પાત્રો ફાલતું નથી , પછી ભલે તે પોતાકરવા વળી બાઈ જ કેમ ન હોય !

ફિલ્મના શ્રેષ્ઠ દ્રશ્યોમાં . . .

1} જયારે તપાસ સમિતિ એક સ્કુલના ક્લાસમાં ચાલતી હોય છે , ત્યાં જ એક ટપ ટપ . . કરતો ફૂટબોલ આવી જાય છે અને બીજી જ ઘડીએ એક છોકરો સાવ સાહજીકતાથી તેને ઉઠાવીને ચાલ્યો જાય છે , અને બધાય બાઘાની જેમ જોતા રહી જાય છે 😀

2} તે જ ક્લાસમાંથી જયારે કોઈ પણ બહાર નીકળે છે ત્યારે ત્યાં લગાવાયેલા ભીના પોતાથી લપસી જાય છે , છેલ્લે ખુદ અભય દેઓલ પણ !

3} ‘મુતરડી’માં ઇમરાન હાશમી , અભય દેઓલને ઓફર કરે છે કે હું એક વિડીયોગ્રાફર છું , જો તમારે કોઈ સરકારી ફંક્શન શૂટ કરવું હોય તો . . . આ રહ્યું મારું કાર્ડ 😀

in Lavatory

4} જયારે અભય દેઓલની ગાડી ધબધબાટી બોલાવતા ટોળામાં ફસાઈ જાય છે અને તે ચારે બાજુની અંધાધુંધી જોઈને સ્તબ્ધ થઇ જાય છે !

5} કોમ્પ્યુટરનું CPU લઈને ભાગતો ઇમરાન હાશ્મી !

run boy run . .

Genre : Crime , Thriller .

Director : Dibakar Banerjee { also ; Oye Lucky ! lucky oye , L S D , Khosla ka Ghosla }

Tagline : कसम खून की खाई हें , शहर नहीं शांघाई हें

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ?ઘર’ની બારીમાંથી શાંઘાઈ જોયું  🙂

Verdict : [ 😀 ]

Welcome to the Shanghai of India , The City of Chaos 🙂

શાંઘાઈ માં તમારું બેન્ડ ન વાગે તો બેન્ડના પૈસા પાછા , આ તો અમને પોતાનું જ શહેર લાગ્યું

4} Aagey se right , 2009

નવો સવો પોલીસ ઇન્સ્પેક્ટર , { દિનકર વાઘમારે } પોતાની ડ્યુટી  પર હાજર થવા જઈ રહ્યો છે ; પણ રસ્તામાં જ તેની બંદુક { હનુમાનજીનું સ્ટીકર લગાડેલી } , બારકસ તોફાનીઓ દ્વારા ઝૂંટવાઈ જાય છે અને શરુ થાય છે બંદુક શોધવાના તેના હવાતિયા ! . . . બીજી બાજુ પાકિસ્તાનમાંથી એક જેહાદી { બલમા ‘જાનુ’ ઉર્ફે રશીદ અલ ખૈરી } મુંબઈ પર હુમલો કરવા આવે છે અને સ્થાનિક દક્ષીણભારતીય { રાઘવ શેટ્ટી } ડોનની સાથે મળીને તેના પ્લાનને અંજામ આપવા જઈ જ રહ્યો હોય છે કે તે આતંકવાદીને એક પબ સિંગર { પર્લ }સાથે પહેલી જ નજરમાં પ્રેમ થઇ જાય છે 🙂 . . . અને શરુ થાય છે , એક એવી સફર કે જેમાં તમારે વળવું પડશે , આગળથી જમણી તરફ 😉

[ FACT : Aagey Se Right was nominated for the annual SXSW “Excellence in Title Design” Awards 2010, competing with international films like Bored To Death, Cigarette Girls, Community, Where The Wild Things Are, Up In The Air and others. Aagey Se Right was the only Indian finalist at the awards. The title design has been designed and animated by Upasana Nattoji. . . source : Wikipedia ]

મુવી જોવાનું મુખ્ય કારણ :

આગળથી જમણે વળ્યો ને . . હાથમાં આવી ગઈ ! . . શું ? . . मेलडी खाओ . . खुद जान जाओ  😉

{+} Points :

1} પહેલી જ મુવીથી , ” ઓલમોસ્ટ ” ધમાકેદાર એન્ટ્રી મારી છે . . . ડીરેક્ટર ઇન્દ્રજીત નટુજીએ 🙂

{ જાણે કે લક્ષ્મીપતિ બાલાજી છેલ્લે છેલ્લે આવીને 10 બોલમાં 30 રન મારી જાય અને આપણે થોડાક માટે જીતતા જીતતા રહી જાય 😉 }

2} કે.કે.મેનન અને વિજય મોર્ય ની જલસા પડાવી દે તેવી જુગલબંધી, Specially ” વિજય મોર્ય

Dazzling Duo ( Kay kay menon & Vijay Maurya )

3} ભારતી આચરેકર + માહી ગીલ + શ્રેયસ તલપડેના નાના નાના ચમકારા 🙂

SMS me on 420420 . . . please .

Do aliens drink Cow’s Milk ? nine cows are missing . .

4} Opening Sequence of ” Aagey se Right ” .

Opening sequence of Movie

5} જયારે ઇન્સ્પેક્ટર વાઘમારે , ડોન રાઘવ શેટ્ટીના અડ્ડામાં જાય છે , ત્યારે ત્યાં લાગેલુ એક સાઈન બોર્ડ

Sign bord

Genre : Comedy , Drama

Director : Indrajit Nattooji

Tagline : Gun-on-the-run.com { Probably }

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ?Aagey se right & you would reach my “HOME” 🙂

Verdict : [ 🙂 ]

Just Fun & Not much Harm you would have , if you go “AAGEY SE RIGHT” 😀

આગળથી ડાબે જાવ કે જમણે ; મોજ પાકી છે 🙂 પછી થોડીક તો અગવડ વેઠવી પડે , એમાં શું 😉

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Winner { August } : Shanghai     Looser { August } : Rowdy Rathore

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

અને હવે થોડુક ઉભા રહો અને થોડીક તાજી લહેરખીઓ શ્વાસમા લો અને પછી બેય હોઠો ને બેય કાન તરફ ખેંચીને થોડુક મલકો 🙂 , આવનારા આખા વર્ષમાં , ધડાકેદાર સંવત 2069માં 😀 . . .

🙂 Happy New Year 🙂 , My All Blog Buddies !

{ Picture Courtesy : http://misseychelles.wordpress.com/ }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

1} Dabangg 2 : { Now He makes more Holes , so nobody can understand that , from where to breathe & where to . . . 😉

2} Race 2 :

3} Django Unchained : { Quentin Tarantino is back !}

4} Escape from planet Earth :

5} The Lone Ranger : { Johnny Depp & Gore verbinski , Duo is back }