ટૅગ્સ

, , , , , , ,

બંધુઓ , વડીલ બંધુઓ અને બ્લોગર બંધુઓ . . પ્રસ્તુત છે એકના ભાવમાં બે ની ઓફર ! . . થોડુક જુલાઈ અને આખો ઓગષ્ટ 🙂 . . તો તમારા ” ધાણી-દાળિયા ” ની વ્યવસ્થા કરી લેશો અને વિદેશી પીણું ભાવતું હોય તો ‘ પેપ્સી ‘ અને દેશી ભાવતું હોય તો ‘ છાશ ‘ પણ સાથે રાખશો 😀

પણ એક મિનીટ ઉભા રહો ; એક વાત ચાલતા યંત્રે { Breaking News } કહી દઉં કે આ વખતથી ત્રણ નવી ક્રેડીટસ ઉમેરવામાં આવી છે ; કે જે છે Name of Directors અને Genre અને Tagline . . . { લ્યો એમાં શું થઇ ગયું ?} . . થઇ કઈ નથી ગયું , પણ થાળીમાં થોડીક ઝાઝી વાનગી હોય તો મોઢામાં પાણી આવે અને ભૂખ લાગે !

THEIR SIDE { HOLLYWOOD } contd. . . 

1} Me , myself & irene , 2000

રહોડ ટાપુના પોલીસદળમાં ફરજ બજાવતો આપણો ચાર્લી , તેની પ્રેમિકા સાથે લગ્ન કરી ઠરીઠામ થયો હોય છે , ત્યાં જ ચાર્લીને માથે પોતાના ત્રણ ત્રણ છોકરાઓ મુકીને , તેની પત્ની એક ડ્રાઈવર સાથે ભાગી જાય છે . . અને ચાર્લીની માઠી બેસે છે . . અને ચારે બાજુથી ચિત્ર વિચિત્ર પરેશાનીઓથી પીડાતા ચાર્લી હવે પર્સનાલીટી ડીસઓર્ડર નો ભોગ બને છે . . .મતલબ કે હવે કોઈ જો એને હેરાન કરે તો અંદરથી નીકળે છે , એક નવો જ ચાર્લી . . . કે જેનું નામ હોય છે . . હેન્ક ઇવાન્સ 😀 . . કે જે પોતાની મજાક ઉડાવતા નાના છોકરાથી માંડીને મોટા દાદા સુધી કોઈનેય નથી છોડતો . . . ક્યારેક તો પોતાનો ખાર પોતાની માથે કાઢવા પોતાને જ હેરાન કર્યા રાખે છે 🙂 . . ત્યાં જ એક છોકરી આયરીનને છેક , ન્યુયોર્ક સુધી મુકવા જવાનું કામ ચાર્લી પર આવી પડે છે . . અને પછી શરુ થાય છે , ત્રણ પાત્રોની જલસા પાણીની સફર , કે જેમાં હોય છે . . ચાર્લી , આયરીન અને હેન્ક !

મુવી જોવાનું મુખ્ય કારણ :

જીમ કેરી‘ના મુવીઝ જોવા માટે કોઈ કારણ નો હોય , ઓ સનતા બનતા અને જનતા . . 😀 એ તો બસ મુઠ્ઠીયુ વાળીને બેસી જવાનું . . અને જુઓ પછી દાંત કઢાવી કઢાવી ને , આપણને બોખા નો કરી નાખે તો . . દાંતના પૈસા પાછા 😀

એક રીતે આ પણ મગજ બાજુમાં મુકીને જ જોવાનું મુવી છે , પણ તેઓ તેને એકે એક જગ્યાએ સાચી પાડી બતાવે છે ! તમે જીમ કેરીના કોઈ પણ મુવીઝ જોઈ લ્યો , તમને તેના રેટિંગસ મોટાભાગે 7થી નીચે જ મળશે , પણ તેના મુવીઝ હસાવી હસાવીને તમારી  પદુડી કાઢી નાખશે . . . અને તમે જાણો જ છો કે ક્યારેક કોઈ પણ કારણ વગર અચાનક જ આપણે હસવા માંડીએ છીએ ત્યારે કોઈ વાતે અટકતા જ નથી . . . કે આનો ‘સ્ક્રૂ’ ઢીલો થઇ ગયો છે . . તો હાં જીમ કેરી રૂપી ” પકડ ” તે જ સ્ક્રૂ ઢીલો કરવાનું કામ કરે છે 😀

{+} Points :

चलाओ ना नैनो से बाण वे . . .

1} જીમ કેરીના મુખ પરના હાવભાવ . . તમને લાગે કે , તમે બે અલગ જ જીમ કેરીને જુઓ છો ! એક તો બધાના ગાભા કાઢી નાખે એવો . . . અને એક કે જેના ગાભા બધાય કાઢી નાખે 😉

2} મુવીઝના મોટાભાગના સ્ટંટસ જીમ કેરીએ પોતે ભજવ્યા છે ; કે જેમાં સામેલ છે ચાલતી ગાડીમાંથી કુદકો મારીને નીચે પડી જવું ! અને એક નાનકડી ટેકરી પરથી ગબડીને નીચે પડવું !!

3} જીમ કેરીના ત્રણ વિચિત્ર છોકરાઓ 🙂  4} ક્યુટ લાગતી , ‘બાઘા’ જેવી ” રેની ઝેલ્વેગર ” !

3 small ones

5} અને ચમનતાની મૂર્તિ જેવો આરસપહાણ જેવો ; એક ધોળિયો 🙂 [ Michael Bowman ] , કે જે તેની જિંદગીનું એકમાત્ર અભિનીત મુવી છે !

Genre : Comedy

Directors : Bobby Farrelly , Peter Farrelly { also ; Dumb & Dumber , There is something about marry – કે જેની બેઠી નકલ મારીને દીવાને હુએ પાગલ બનાવી નાખી હતી }

3 big ones

Tagline : From gentle to mental 🙂

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? : Me , myself & Home 😀

Verdict : [ 😀 ]

Have the fun riot with M , m & I 🙂

મિલ બેઠેંગે તીન યાર . .  હું . . હું પોતે અને શાંતિ  { કારણકે આયરીનનો એક અર્થ શાંતિ પણ થાય છે કે જે આખી પિકચરમાં ચાર્લી અને હેન્ક વચ્ચે શાંતિ જાળવવા મથતી હોય છે 😀 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} The Darkest Hour , 2011

Sean – during the whole mess !

બે અમેરિકન મિત્રો ‘સીન‘ અને ‘બેન‘ { બેન , જો ગુજરાતમાં આવ્યો હોય તો આપણે , તેને “બેનભાઈ” કહી શકીએ 😉 } ‘રશિયા’માં તેનો એક સોફ્ટવેર , ત્યાની કંપનીમાં વેંચવા આવે છે અને ત્યાની નાઈટક્લબમાં તે બે અમેરિકન પ્રવાસી છોકરીઓ નતાલી { દે તાલી ! } અને ‘એન’ને મળે છે . . . આમ ચારની ટોળકી પૂરી થાય છે 🙂 હવે મૂળ કહાની આગળ વધે છે . . . અને એ ન્યાયે કે ભગવાન જયારે આપે છે , ત્યારે છાપરું ફાડીને આપે છે { આપણે ટોપરુ ફાડીએ ; જયારે ભગવાન છાપરું ફાડે 😀 }. . . તેમ , આકાશમાંથી અવનવા પ્રકાશના પુંજ નીચે ઉતરે છે . . લોકોમાં ભય વત્તા આશ્ચર્યની સ્થિતિ પ્રવર્તવા માંડે છે . . . ગણગણાટ થઇ રહ્યો છે કે આ શું ? કોઈ પ્રકારની ઉલ્કા વર્ષા છે ? કે સરકાર દ્વારા કોઈ જાતની ઉજવણી થઇ રહી છે ! . . . આવું પહેલા કદી નથી જોયું ! . . જ્યાં જુઓ ત્યાં પ્રકાશના એ ગોળાઓ ઝગમગે છે . . . જાણે કે ઉભા ખેતરે પાક વાવ્યો હોય ! . . ત્યાં જ , ત્યાં ઉભેલો એક પોલીસમેન તેની પાસે જાય છે અને સાવધાનીથી નિરીક્ષણ કરે છે કે આ છે શું ?  . . અને જેવો તેને અડે છે . . . કે ખર ર ર ર ર ર . . વાત પૂરી ! { અરે મારી નહિ , એની વાત પૂરી ! }

Vanishing . . .

. . ઓ તેરી . . આ છે શું !!! અરે આ તો આખેને આખા ખાઈ જાય તેવા , નરભક્ષી ગોળા છે !!! , Oh. . no , Earth is under Alien attack !!! & these light globes are killing whole living species ! , ભાગોગોગોગો . . .{ ‘ ભાગે એ ભાયડા અને બેસે એ વાયડા ‘ 😉 }, અને શરુ થાય છે  Game of survival of the fittest . . . between Mankind & Aliens .

મુવી જોવાનું મુખ્ય કારણ :

Walt disney

{+} Points :

Only Special effects !

1} મુવીના એ દ્રશ્યો કે જેમાં માણસો શેરડીની જેમ પીલાય જાય છે ! . . તે ગોળાઓ અદ્રશ્ય હોય છે , દિવસ દરમ્યાન . . અને રાતના ચમકી ઉઠે છે . . . દિવસે તેમની હાજરી પારખવાનો એક જ ઉપાય છે ; કે તેમની આસપાસની વીજળીથી ચાલતી વસ્તુઓ ચાલુ થઇ જશે , જો તે ગોળાઓ ત્યાંથી નીકળશે . . . { આપણે ભારતમાં આવું થયું હોય તો , આપણે તો હાલતા ચાલતા એમાંથી મોબાઈલ ચાર્જ કરી લીએ એવા છીએ 😀 , આ જુઓને GEB વાળાના ધાંધિયા . . થોડીક વાર ખમોને , ભૈસાબ ! }

Genres : Sci-Fi , Action .

DirectorChris Gorak { also ; Art director in Minority report , Fight club }

Tagline The Invasion Begins Christmas Day .

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? : Home / house , with the Mouse 😉

Verdict : [ 😦 ]

Darkest hours , but of viewers ! , સુવો અને સુવા દો 😀

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

3} The Mechanic , 2011

‘આર્થર બીશપ’ , એક હુન્નરબાજ હત્યારો છે , કે ડાબા હાથનું કર્યું , જમણા હાથને પણ ખબર ન પડે ! { મારા મુજબ , તેને બે મગજ હશે , ડાબા માટે એક , ને જમણા માટે બીજું 😉 } . . . તે એકલો જ કામ કરે છે ગુનાખોરીની આ દુનિયામાં . . પણ જુના પાર્ટનર ‘હેરી’ના મોતથી તે હલી જાય છે . . અને તેના મૂળ સુધી પહોંચવાની તૈયારી કરે છે . . . ત્યાં જ હેરીનો માથા ફરેલ દીકરો ‘સ્ટીવ’ પાછો ફરે છે અને આર્થરને પોતાની સાથે સામેલ કરવાનું કહે છે . . . પણ આર્થરને તે કામ જોખમી લાગે છે કારણ કે તે જાણતો હોય છે કે સ્ટીવ કેટલો મિજાજી , ગુસ્સાથી ફાટફાટ થતો માથાભારે વ્યક્તિ છે , જો તે તેને સામેલ કરશે તો , કઈક ગોટાળો થવાની શક્યતા વધી જશે . . પણ તેણે સ્ટીવને સાથે લેવો જ પડે છે , અને . . . શરુ થાય છે કહાની . . . જે પહોચાડી શકે છે ‘ હાની ‘ 😉

મુવી જોવાનું મુખ્ય કારણ :

Jason stadham . . .  સ્નેચ , ટ્રાન્સપોર્ટર સીરીઝ , ઇટાલિયન જોબ , ક્રેંક સીરીઝ { મેં તો નથી જોઈ , ભૈસાબ ! } , એક્સપાંડેબલ્સ . . અને ઘણી બધી એક્શન મુવીઝ્થી જુનો ને જાણીતો વીર બાધવા વાળો 😀

{+} Points :

No points , only Dots . . . . . . . . . . . . . . . . . . . . . . !

Genres : Action , Thriller .

Director Simon West { also ; Lara croft , Con air , The Expendables 2 }

TaglineSomeone has to fix the problems.

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? :

મિકેનિક તો ઘરે જ આવે ને , આપણે કાંઈ થોડું મિકેનિક પાહે જવાય ! ના રે ના . . .

Verdict : [ 😦 ]

This Mechanic could damage your Mechanism 😉

મીકેનીકને બોલાવવો પડે , એવી સ્થિતિ જ શું કામ નિર્માણ કરવી ? આપણે ભલા ને આપણું કામ ભલું 😀

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

4} The Dark knight rises , 2012

ભાઈ , બેટમેન વિષે ; લખવા તો થોડુક લેસન કરવું પડશે . . . તો એ આપણે તેની ” હોમ રીલીઝ ” વખતે રાખીએ તો કેમ ? . . . આપની પાસેથી થોડાક ‘ હકાર ‘ અને થોડા ‘ સહકાર ‘ ની આશા સહ 😀 

Verdict : [ + 😀 ]

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

5} Total Recall , 2012

આ કહાની છે . . . . 21મી સદી પૂર્ણ થવામાં છે , પૃથ્વી બે ભાગમાં વહેંચાઇ ગઈ છે . . 1} યુનાઈટેડ ફેડરેશન ઓફ બ્રિટન ( UFB ) 2} કોલોની ( મતલબ ; જુનું ઓસ્ટ્રેલીયા ! ) . . પૃથ્વીના બાકીના ભાગોમાં વિનાશક રસાયણ યુદ્ધની વિનાશક અસર હેઠળ એટલી તો તારાજી ફેલાયેલી છે કે ત્યાં હવે માત્ર સુકી ભઠ્ઠ જમીન સિવાય કશું જ બચ્યું નથી ! અને શ્વાસ લેવા માટે ઝેરી હવા . . .

અને બન્ને જગ્યાઓ વચ્ચેનું આવન-જવાન માટેનું એક જ સાધન છે . . એ છે એક મહાકાય લીફ્ટ , કે જે પૃથ્વીના કેન્દ્રની નજીક થઈને માણસોને પૃથ્વીના સમા છેડે પહોચાડે છે . . . સોંસરવી , એ પણ પૃથ્વીના ગર્ભમાંથી !!!!

અહી શરુ થાય છે , કહાનીના હીરો ડગ્લાસ ક્વીડની . . તે રહેતો હોય છે , કોલોનીમાં અને કામ કરવા જતો હોય છે UFBમાં . . તેનું જીવન એક ઘડિયાળના કાંટાની જેમ રોજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલ્યું જ જતું હોય છે , તે આનાથી કંટાળી ચુક્યો હોય છે . . .રાત્રે આવતા ભયાનક સ્વપ્નોથી તે પરેશાન થઇ ચુક્યો હોય છે . . . અને તે ચાલી નીકળે છે ,પોતાના દિમાગમાં કૃત્રિમ યાદો નંખાવવા . . એવી જગ્યાએ , કે જ્યાં થોડા રૂપિયામાં , તમને તમારી મનપસંદ યાદો તમારા મગજમાં નાખવાની સવલત મળે છે , પણ ત્યાજ સર્જાય છે , એક મુસીબત . . . પોલીસની એક ટુકડી તે જગ્યાએ હુમલો બોલી દ્યે છે . . પણ હવે મોડું થઇ ચુક્યું હોય છે . . ડગ્લાસ ખરેખર કોણ હતો ? તે કોલોનીમા શું કરતો હોય છે . . . તેને રાતે આવતા ભયાનક સ્વપ્નોનું રહસ્ય શું છે ?

for recalling . . .

મુવી જોવાનું મુખ્ય કારણ :

1} જૂની ટોટલ રિકોલ નહોતી જોવાઈ એથી નવીનો ઘડો લાડવો કરવાનું નક્કી કર્યું 😉

2} ડીરેક્ટર , લેન વાઈસમેન { ડાઈ હાર્ડ 4 , માટે જાણીતા }

3} અને કોલીન ફેરેલ { કોને ફોનબુથ યાદ આવ્યું ?}, જેસિકા બીલ અને કેટ બેકીન્સેલ જેવી સ્ટારકાસ્ટ . . .

{+} Points :

1} જયારે ડગ્લાસ ક્વીડ { કોલીન ફેરેલ } નો પોલીસ દ્વારા પીછો થઇ રહ્યો હોય છે , તે સમયની દિલધડક Chase sequence . . .

2} as always , Special effects !

3} હકીકતે , ટોટલ રિકોલ 1990માં આવેલ આર્નોલ્ડ શ્વાર્ઝ્નેગર અભિનીત ‘ ટોટલ રિકોલ ‘ ની રીમેક છે , કે જે ખુદ 1966માં આવેલ સાયન્સ ફિક્શન નોવેલ ” We can remember it for you wholesale ” પરથી પ્રેરિત છે . અને જૂની ટોટલ રીકોલને , તે સમયમાં વિઝયુઅલ  ઈફેક્ટસ માટે ઓસ્કારમાં નોમીનેટ કરાયું હતું !

Genres : Sci-Fi , Action , Thriller

DirectorLen Wiseman { also ; Live free or Die hard , Underworld }

Tagline : What is Real ?

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? : બાહિરે . . ! – Galaxy – Out of the BOX 🙂

Verdict : [ 😐 ]

Wanna have Total recall ! then go , if not , then have Partial recall at Home 🙂

જે યાદ ( Recall )કરે એ પણ પસ્તાય , ને . . ન યાદ કરે  એ પણ પસ્તાય 😉

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

6} Contraband , 2012

ક્રીસ ફેરાડે એક સ્મગલર હતો ; પણ જેમ હંમેશા બને છે તેમ એક ‘સારી છોકરી’ મળતા તે હવે આ બોગસીયા ધંધા છોડીને પોતાનું કઈક નાનું અને સ્વપ્ન સજાવે છે {સારી છોકરી મળવી એ ખરેખર ‘ભગવાન’માં માનતા કરી દે તેવી વાત છે ; માટે જે જે લોકોને સારી છોકરી મળી હોય તે પોતાનો હાથ ઉંચો કરશે અને મહાનગરપાલિકામાં પોતાનું નામ નોંધાવશે 😉 }; મતલબ કે જો બીત ગઈ થી વો બાત થી !. . . પણ પણ . . . છોકરી તો સારી મળી ગઈ પણ સાળો સારો ન મળ્યો, ને . . . ભોગવો હવે કરમની કઠણાઈ 😉 . . . સાળાથી હેરાફેરીમાં કઈ ભૂલ થઇ જાય છે અને તેનું ચૂકવણું  કરવાનું આવે છે , જીજાજી ‘ક્રીસ’ પર ! . . ગુંડાઓ હવે ક્રિસના પરિવારને હેરાન કરે છે અને નાછૂટકે ક્રિસને જુના ધંધામાં આવવું જ પડે છે અને તે જાય છે પનામા દેશમાંથી દરિયાઈ રસ્તે દાણચોરીથી નકલી નોટો લાવવા . . અને શરુ થાય છે જોખમ + માથાકૂટ + ભવિષ્યમાં ફૂટવા માટે તૈયાર એક રહસ્યની . . .

મુવી જોવાનું મુખ્ય કારણ :

કાઈ નહિ ! ; લાગ્યું કે ‘માર્ક વ્હોલ્બર્ગ’ અને ‘કેટ બેકીન્સેલ’ છે . . તો દાળ પીવાની મજા આવશે . . પણ આ તો દાળમાં કૈક કાળું નીકળ્યું !

{+} Points :

ખાનું આજે ખાલી રાખવામાં આવે છે 😀

Genres : Action , Crime

DirectorBaltasar Kormákur { also ; Inhale , The Deep }

TaglineWhat would you hide to protect your family?

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? : Home Land 🙂

Verdict : [ 😦 ] , No , Contraband in our area . . please !

દાણચોરી ( Contraband )કરવી નહિ અને દાણચોરી જોવી પણ નહિ 😉

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

7} Battleship , 2012

અમેરિકાનું નૌકાદળ દરિયાઈ વિસ્તારમાં પોતાની કવાયત કરી રહ્યું હોય છે , આપણી કહાનીનો હીરો પણ તેમાં શામેલ હોય છે . . પણ તેની જ મસ્તીમાં , બેફીક્રીમાં . . અને તે એડમિરલની દીકરીને પ્રેમ કરતો હોય છે પણ એડમિરલ આવા કોઈ ચમનીયા સાથે તેની દીકરીનું સગપણ કરવા રાજી નથી . . . આવી જ બધી રોજીંદી ઘટમાળની સાથે કવાયતની દિલધડક રજૂઆત ચાલુ જ હોય છે . . ત્યાં જ અવકાશમાંથી ખાબકે છે 5 અજાણ્યા અવકાશયાન . . તે નજીકના જ દરિયાઈ પટ્ટામાં કે જ્યાં નૌકાદળ કવાયત કરી રહ્યું હોય છે . . . અને શરુ થાય છે , એલિયન્સ અને માણસો વચ્ચેની એક ઓર જંગ . . .

મુવી જોવાનું મુખ્ય કારણ :

1} મુવીઝ જોવાનો ગાંડો ચસ્કો + જાણીતા કલાકાર { Liam Neeson } + નામચીન સ્ટુડિયો . . . બીજું શું જોઈએ છે , તમારે . . ? મારે . . ? રે . . ? . . ? { જોયું કેવા પડઘા પડ્યા 😀 }

2} રિહાના અને બ્રુકલીન ડેકર તો ખરી જ 😉

{ 1. રિહાના એક ‘મરીન’ સોલ્જર બનેલી છે ; કે જેમાં તે સાવ ચમન લાગે છે . . સોરી ચમેલી લાગે છે 😉 2. અને બ્રુકલીન ડેકર , કદાચ બ્રુકલીન શહેરમાં . . ડબલ ડેકર બસમાં જન્મી હશે . . માટે તેનું નામ આવું છે 😉 😉 }

{+} Points :

1} હકીકતે બેટલશીપ મુવી , ક્લાસિકલ વોર ગેમ્સ { રમત } ; ” બેટલશીપ ” પર આધારિત છે ! ; કે જેમાં વિધવિવિધ ખાનાઓમાં તમારે જહાજોની જગ્યા સંબંધી ખાનાઓમાં તેમને ગોઠવવાના હોય છે .

2} મુખ્યત; ગાભા કાઢી નાખે એવી . . મારા . . તમારા બધાવના . . . . . એવી જબરદસ્ત ” સ્પેશિઅલ ઈફેક્ટસ ”

જુઓ એક નમુનો ; કે જયારે એલિયન શિપ્સ , પોતાની આજુબાજુ કેવી રીતે છેક ” વાતાવરણના ઉપલા સ્તર ” સુધી રક્ષણાત્મક કવચ બનાવે છે !

Genres : Sci-Fi , Adventure

Directorપીટર બર્ગ { also ; હેનકોક , ધ રનડાઉન , ધ કિંગડમ }

TaglineThe battle for Earth begins at sea.

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? : Home ship 😉

Verdict : [ 😐 ]   , Your Ship could be sunk away 😉

યુદ્ધ કરવું કે નહિ ઈ તમે જાણો . . પણ એક વાર યુદ્ધ મેદાનમાં આંટો મારવામાં કોઈ વાંધો નહિ હો 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

8} Hero , 2002

અને હીરો વિષે , તો આપ સૌ જાણો જ છો , ન જાણતા હોય તો બસ પાંચ જ મિનીટ જ થશે { Link }

Verdict : [ 😀 ]

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Winner { July } : Zombieland         Winner { August } : Hero

Looser { July } : Batman Returns   Looser { August } : The Darkest Hour

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

1} Trailer of Despicable Me 2 :

2} Trailer of G.I.Joe – Retaliation :

3} Trailer of A Good day to Die Hard :

4} Hitchcock :

Advertisements