ટૅગ્સ

, , , , , , , ,

पेश-ऐ-खिदमत हे . . . ” જલસા-પાણી ” સીરીઝ અંતર્ગત હેઠળ . . .{ એલાવ આ અંતર્ગત અને હેઠળ તો એક જ નો કહેવાય ? } Monthly Reviews ની એક નવી શ્રેણી ઉર્ફે હારમાળા . . .

ખરેખર તો હું જયારે બ્લોગ જગતરૂપી સાગરમાં છબછબીયા કરતો આવ્યો હતો , ત્યારે જ એવી ઈચ્છા હતી કે મહિનાના અંતે ‘બોલીવુડ’ અને ‘હોલીવુડ’ અને બાકી જે પણ ઉગી નીકળ્યા હોય એ ‘વુડ’ના Monthly Reviews આપું ! . . . પણ પછી તો જુલાઈ યે ગયો , તે ગયો ઓગષ્ટ અને સરકી ગયો તે સપ્ટેમ્બર પણ . . હો રાજ 🙂

તે છેલ્લે ભોગવવાનું કોને ભાગે આવ્યું ? . . . અરે તમારે જ ને , બીજા કોને 😉 કારણ કે હવે એ રણીયામણી {સોરી રળિયામણી 😉 } ઘડી આવી પહોચી છે કે જયારે હું એક સાથે આખો નવેમ્બર મહિનો તમને ધણધણાવીશ . . . કારણ કે જુલાઈ / ઓગષ્ટ / સપ્ટેમ્બર / ઓક્ટોબર અને આવનારા નવેમ્બરમાં ” મુવીઝ ” રીલેટેડ પોસ્ટ ઘણી . . અરે ખુબ ઘણી થશે ! તો કૃપાબહેનની અસીમ કૃપાથી ધીરજ રાખજો અને મને સહન કરજો કારણ કે ધીરજભાઈ ફ્રુટવાળાના ફળ ખુબ જ મીઠા હોય છે 🙂 { આમ ય હું લાંબી પોસ્ટ માટે કુખ્યાત છું 🙂 , કુખ્યાત રાજકોટવાળો }

तो गुरु हो जा शुरू . . .અને ચાલુ કરીએ જુલાઈ મહિનાથી અને પહેલો દાવ આવશે , આપણા બોલી શકતા  ઝાડનો { બોલીવુડ } 🙂 . . તો Let’s the Rumpus start t t t t t t t t t t t t t t 😀

Our side { Bollywood & other woods }

1} Fatso! , 2009

Fatso! { Source : indya101.com }

જુલાઈની શુભ શરૂઆત થઇ ” ફેટસો ” થી { } , એક હળવી અને પચવામાં સ્વાદિષ્ટ જાડી વાનગી 🙂

આ સાહસ છે , રજત કપૂર & ટોળકીનું , મતલબ કે મુવી ભલે એટલું ઝબરદસ્ત હીટ ન જાય પણ એમની પાસે કાંઇક નવો વિષય હોય જ { ટોળકી = રણવીર શૌરી , સૌરભ શુક્લા , વિનય પાઠક , પૂરબ કોહલી અને રજત ખુદ પણ . . } અને મુવી જોવાના પૈસા ખરેખર ઉગી નીકળે 🙂 { એક તો ટીકીટના ભાવ ય ઓછા હોય અને ઘેટાઓની ભીડ પણ ન હોય 😉 }

સ્ટોરી તો આપ સૌને ખબર જ હશે , પાંચ મિત્રો { નવીન [ પૂરબ કોહલી ] , નંદીની [ ગુલ પનાગ ] , સુદીપ [ રણવીર શૌરી ] , યશ [ નીલ ભુપલમ ] અને ગુંજન બક્ષી } નું એક ગ્રુપ , ધીંગા મસ્તી , ખાઈ પી ને મોજ ! , નવીન સાથે નંદીની ની જોડી અને યશ સાથે ગુંજનની જોડી અને આપણો જાડિયો એકલો 😦 જયારે યશ , સુદીપ અને નવીન કોઈ બહારની જગ્યાએ ફરવા જઈ રહ્યા હોય છે , ત્યાં જ પથારી ફેરવવામાં ઉસ્તાદ એવા પ્રભુની અસીમ કૃપાથી થાય છે એક એક્સીડેન્ટ ! અને ભૂલથી યમદૂત દ્વારા સુદીપને બદલે નવીનનો જીવ લેવાઈ જાય છે . . . અને પછી શરુ થાય છે , મિક્ષ ભેળ તરફની સફર 🙂

મુવી જોવાનું મુખ્ય કારણ: ગુલ અને માત્ર ગુલ 😉 , ગુલ તો ‘દસ્તો’ મારે તો ય આપણને તો એ ગુલદસ્તા જેવો જ લાગે 😀 { જોકે મુવી સારું જ છે , આ તો મેં મારું કારણ જણાવ્યું ! } & [ અને બીજું યે એક કારણ ઈ , કે ગુલને અને મારે બંનેને ગાલમાં ખાડા પડે છે 🙂 , પણ હજી ગુલને ગાલે ચીંટીયો ભરીને Same pinch કહેવાનો મોકો આવ્યો નથી 😉 ]

ગુલ પનાગ { Source : glamsham.com }

ગુલ પનાગ { Source : glamsham.com }

ગુલ પનાગના બીજા મસ્ત મુવીઝ : ડોર { અદભુત }, ટર્નીંગ ૩૦ { સુપર્બ}, મનોરમા સિક્સ ફીટ અન્ડર {રોમાંચક} , હેલ્લો { નબળું ચિત્રણ – વન નાઈટ એટ કોલ સેન્ટર પરથી}, રણ { નથી જોયું 🙂 }

{+} Points :

1} જયારે નવીન સ્વર્ગમાં જાય છે ત્યારે ત્યા ચારેબાજુની સરકારી ઓફીસ જેવું ભીડ , કોલાહલ , લાંબી લાંબી લાઈનો , ફાઈલોના થપ્પા . . . જેવું વિચિત્ર વાતાવરણ 🙂 , New concept !

2} યમદૂત કમ ક્લાર્ક કમ પ્યુન બનતા બ્રિજેન્દ્ર કાલરાની સ્ક્રીન પ્રેઝન્સ !

3} Last but not the least : રણવીર શૌરી { હમણા એક થા ટાઈગરમાં કેવા ‘ચમ્બુ’ જેવા રોલમાં આવ્યો હતો તે 🙂 } , ઉર્ફે ફેટ્સો !

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? : ઘરે , 😦

Verdict : [ 🙂 ]

Go for itજોઈ જ નાખો તમ તમારે , આપણે તો રામના રખવાળા 😀

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} Kick , 2009 [ Other wood ! ]

Kick , 2009

હવે તો સાઉથની મુવીઝ બધા જોવે છે , તો હું શું કામ નહિ 🙂 જો ડેવિડ ધવનની મુવી જોવા મગજ ઘરે મુકીને જવું પડતું તો દક્ષિણની પિકચરો માટે તો . . . Please keep your Brains out , it can cause hard damage to your health & believing 😉 પાછા એ બધાનાં નામ યે કેવા હોય છે , એક ઓર તકદીરવાલા , મેં વાપિસ આઉંગા { તો ગયો તો જ શું કામ ? } , એક ઓર વિનાશક , યમરાજ – એક ફોલાદ , ગોલીમાર . . . .  😀

આપણા મુવીના હીરો ‘કલ્યાણ’ ને કાંઈક ને કાંઇક કરવા માટે કોઈ ને કોઈ અલગ-તલગ પ્રકારની “કિક” ની જરૂર પડે છે , અને એ માટે તે બાઘા અને ચક્રમ જેવા અવનવા કરતબ કર્યા જ રાખે છે { ફાંકાઓથી ભરપુર ચમનતમ મુવી ! } , મતલબ કે એને કાઈકેય પડકારજનક કરવું હોય તો કઈક ને કૈક ઝટકો તો જોઈએ જ !

એક બીજી વાત સાઉથની મૂવીઝમાં હંમેશા ત્રણ થી ચાર કોમેડિયન જ રીપીટ થયા કરે છે , કોઈ પણ સાઉથની મુવીઝ ઉપાડીને જોઈ લ્યો તેમાંથી તમને લ.સા.અ તરીકે આ ત્રણ થી ચાર નમુના મળશે મળશે અને મળશે જ . . . 🙂

આ મુવીના રાઈટ્સ લઈને તેનું હિન્દી સંસ્કરણ સાજીદ નડિયાદવાલા , સલમાન ખાન ને લઈને ” કિક ” નામ થી જ બનાવે છે , લ્યો ત્યારે હજી એક હથોડો ખાવા તૈયાર રહેજો , વળી બધી પ્રજા ભેગી થઈને સલમાનને ૧૦૦ કરોડનો ફાળો કરી આપશે 🙂

મુવી જોવાનું મુખ્ય કારણ : ઈલીએના ઉર્ફે એલીએના ઉર્ફે એલીના , who could be else 🙂

{+} Points :

1} જયારે મગજ કામ ન કરતુ હોય ત્યારે , જોવા જેવું ટાઈમપાસ ! , Nothing else .

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? : ઘરે

Verdict : [ 😐 ]

Bypass or pass away 🙂 , જોશો તોય વાંધો નહિ , ને નહી જુઓં તો પણ વાંધો નહિ { તો વાંધો છે શું ? 😉 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

3} Vicky donor , 2012

Vicky donor , 2012 { Source : filmitadka.in }

મોટાભાગે તો બધાયે જોઈ જ લીધી હશે , તો નવું કશું જ નથી કહેવાનું પણ ભારતીય સિનેમા માં હમણા હમણા જ આવેલી ચાર થી પાંચ સાવ નવીન જ કથાવસ્તુ અને નવા સવા દિગ્દર્શકો નો અદભુત ફાલ , જો કે સુજીત સીરકાર નવા તો નથી પણ તેમની ખરી ઓળખ ભવિષ્યમાં આ જ મુવીથી ગણાશે 🙂

ભારતીય સિનેમા માટે આ વિષય ઘણો ડેરિંગ ગણાય { મતલબ કે ભારતીય પ્રજા માટે 🙂 } , પણ અહો આશ્ચર્યમ . . . કોઈ રાજકીય પક્ષને આના વિરુદ્ધ રેલી કાઢવાનું સુઝ્યું નહિ !!! એ બિચારા વિચારતા હશે કે કાઈ નહિ ચાલો , હવે ટીવી પર આવશે ત્યારે દેખાવો કરીશું 🙂 { બે ત્રણ ના ટીવી ફોડીશું અને સાંજ પડ્યે રાજી ખુશી છુટા પડીશું 😀 },

મુવી જોવાનું મુખ્ય કારણ :

1} મુખ્યત્વે તો ” આયુષ્માન ખુરાના ” પણ બાદમાં ” અન્નુ કપૂર ” પણ ખરા { ગાભા કાઢી નાખ્યા હો પણ 😀 } , આયુષ્માન ની સ્ક્રીન પ્રેઝન્સ અને ચપળતા થી તો સર્વે લોકો રોડીઝ થી જ વિદિત હશે . એનો અનોખો અવાજ , નોખા જ હાવભાવ , ધાંસુ ટાઈમિંગ { પાછું આનાથી સદંતર ઉલટા એવા જ્હોન અબ્રાહમે જ આનું નિર્માણ કર્યું છે 😀 }

{+} Points :

1} વીકી ડોનરની , પડદા પાછળની પટરાણી એવી ” જુહી ચતુર્વેદી ” – એક મહિલા ” Sperm donor ” નો કન્સેપ્ટ લઇ આવે . . . Bravo & Hats off { સ્ટોરી / સ્ક્રીનપ્લે / ડાયલોગ }, પહેલી જ ફિલ્મ અને ઢેન ટેનેન . . . નેન. . નેન

2} આયુષ્માન , યામિ અને અન્નુ કપૂરની ત્રિમૂર્તિ અને અદભુત સંગીત પણ ખરું જ ! { સતત ગાયા જ રાખે છે કે , पानी दा रंग देख के . .  પણ ભલા માણા , પાણીનો તે કોઈ દી કલર હોતો હશે અને ઓલી યે પાછી ટપારતી નથી 🙂 [ બેઉ બળિયા સાથે મળિયા અને ખાઈ પી ને છુટા પડિયા 😀 ] }

Pani da rang dekh ke { Source : filmitadka.in }

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? : ઘરે 😦 { बहार देखने की बड़ी तमन्ना थी , पर कोई गल नहीं . . .अस्सी फिर कभी देख लेंगे [ अस्सी , तुस्सी ते लस्सी 🙂 ] , बोलो तारा रा ! }

Verdict : [ 🙂 ] , तू सी बोंग हो ? 

Just hold your nerve & run for it 😉 , હવે આમાં એંધાણ/વરતારો { Verdict } જેવું તો કાઈ નો હોય , પણ તોય માઉસ મારા હાથમાં છે તો એક વાત કહી દઉં , જોઈ નાખો વ્હાલુંડાવ 🙂 + 🙂 = 😀

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

4} Arjun , 2012

અર્જુન વિષે તો આપ જાણો જ છો , પહેલી વાર મેં કલમ ઉર્ફે માઉસ અહીંથી જ ઉપાડ્યું હતું { મૂવીની કેટેગરી માટે } , તો , बाकि की जानकारी के लिए हम आपको ले जाते हे हमारे संवाददाता के पास . . . यहाँ 🙂

5} Housefull 2 , 2012

હાઉસફુલ ૨ રીલીઝ થયું ત્યારે , મારા અને મોટાભાગના ગુજરાતી લોકોના પ્રિય શ્રી જય વસાવડાએ કહ્યું કે હાઉસફુલ ૨ ધાંસુ મુવી છે , ત્યારે વિચાર આવ્યો કે પહેલા ભાગમાં કાઈ ખરખરો કરવા જેવો હતો નહિ ને , આ વખતે સાજીદ ખાને શું ઉકાળી લીધું હશે ? , પણ ફાઈનલી જયારે આ મુવી ઘરે { બીજે ક્યાં ? } જોવામાં આવ્યું , ત્યારે તે મુવી ૧૦ – ૧૨ કટકે માંડ માંડ પૂરું કર્યું . . .{ આપણે જેમને માનતા હોઈએ તેમની સાથે અસંગત થવાનો પહેલી વાર આનંદ આવ્યો 😉 } . .  જ્યારે હેરાફેરી હીટ થયું ત્યારે બે લોકોનો ઉદય થયો , એક તો પરેશ રાવલ { જે ખરા હકદાર હતા } અને બીજો અક્ષય કુમાર {!} , ત્યારથી એણે જે આપણી પત્તર દેવાની ચાલુ કરી છે , તે હજી મંડ્યો જ રહ્યો છે , અને છેલ્લે છેલ્લે આપણા સૌના હિતેચ્છુ એવા શ્રી ૧૦૮ શિરીષ કુન્દરે ‘તીસમારખા’ બનાવીને એને માંડ ધીરો પાડ્યો, ત્યાં તો ‘હાઉસફુલ ૨’ અને ‘રાઉડી રાઠોડ’ થી વળી ખોંખારો ખાઈને ઉભો થયો , વળી પાછો શિરીષ કુંદર મદદે આવ્યો અને ‘જોકર’થી પાછો ધૂળ ચાટતો કર્યો , ત્યાં વળી પાછું OMG! આવ્યું અને ફરી પાછો ઉભો ! OMG! ની બધી ક્રેડીટ પાછો એ જ લઇ ગયો ! { પરેશ રાવલ ફરી પડદા પાછળ 😦 }

મુવી જોવાનું મુખ્ય કારણ :

સાજીદ ખાન , બીજું કોણ ? 🙂 . . . એ સમયમાં જયારે , ઝી સિનેમા પર “ઇક્કે પે ઇક્કા” આવતું , ત્યારે જે રીતે તે બધાયની બોલતી બંધ કરી દેતો 😀 , કાઈ પુછશો જ માં ! અને જયારે એનો વારો આવ્યો , ત્યારે . . .ફરી આપણી બધાની બોલતી બંધ છે ! જોઈએ હવે , પાછો ક્યારે સાજીદ Back with bang થાય છે !

{+} Points :

1} જ્હોન અને રણધીર કપૂરની ટેનીસ ગેમ 😀 { રણ’વીર’ , રણ’બીર’ , રણ’ધીર’ . . એમ લાગે કે ‘રણ’ પિકચરના ત્રણ ભાગના આ ત્રણ નામ છે 😉 } & { અને જ્હોન પણ આપણને હસાવી શકે છે !!! , Nothing is impossible 😉 }

2} I am a jokinggggg . . . , પ.પુ.ધ.ધુ ૧૦૮ ચંકી પાંડે 😀

3} અક્ષય કુમારનું , રણજીત સ્ટાઈલમાં ” એય ય ય ય . . . ” { જોયું રણ’જીત’ તો પહેલીથી હતો જ ; ઓલા ત્રણ ‘રણ’ પછીથી આવ્યા ! , કદાચ હવે ‘રણ’ વાળા નામ પુરા થયા હશે 🙂 }

4} નીરજ શ્રીધરનું  “ પાપા તો બેન્ડ બજાયે ” ! , કાઈ બોલશો જ માં , એક જ ભાવ !+! = !!

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? : ઘરે , 🙂 + 😦 = 😐

Verdict : [ 😦 ]

Housefull  but , of Idiots  , હવે આમાં મારે તારક મહેતાના ‘બાઘા’ની જેમ કહેવું પડે કે ; जेसी जिसकी सोच 🙂 મતલબ; ગમે તો ગમે { અમથા ૧૦૦ કરોડનો ફાળો ભેગો થ્યો હશે ! } અને ભમે તો ભમે { મગજ , બીજું શું ? મારી જેમ ! }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

6} Bol Bachchan , 2012

૧૦૦ કરોડની વાહિયાત ક્લબમાં હજી એક વધુ એન્ટ્રી ! , કોમેડીમાં હર હંમેશ ઉંધે માથે પછડાતો અજય દેવગણ + મહતમ સમય ‘ચમનતમ’ {!} એક્ટિંગ કરતો ‘અભિષેક‘ + શોભાની પુતળી જેવી બે આયારામ – ગયારામ જેવી હિરોઈનો ! { એટલે અસીન અને પ્રાચીને કાઈ હું ખરાબ નથી કહેતો , હું ય જોવા ગયો હોત તો એ બંને માટે જ ગયો હોત 😉 } + વીણી વીણી ને જૂની ક્લાસિક પીક્ચરોની ઘોર ખોદતી નવી ઉઠાવગીર ટોળકી 🙂 , અને છેલ્લે . . . રોહિત શેટ્ટી જાણે કેમ ગયા જન્મે , ભંગારના ડેલાવાળો   હોય એમ આ જન્મે સ્કોર્પિયો-મેટાડોર-ખટારા ને ભેગા કરી કરી ને ભુક્કા જ કરવા માંડયો છે 😀 . . . એના ઘરવાળા ય હવે ત્રાસી ગયા હશે કે આવડો આ હવે આવી ભાંગ ફોડ બંધ કરે તો સારું 😉 , ભાંગ્યું તો ય ભરૂચ !

મુવી જોવાનું મુખ્ય કારણ : પરાણે જોવડાવ્યું હતું { પરાણે પ્રીત નો થાય , પણ પરાણે પિક્ચર જોવાય 😉 }. . પણ કોણે જોવડાવ્યું. . . ? To find it . . Wait & watch !

{+} Points :

1} અજય દેવગણના , બે થી ત્રણ ફન્ની { ફ્ની નહિ એવા } ડાયલોગ્સ !

2} चलाओ ना नैनो से बान वे , जान ले लो ना जान वे . .  { હિમેશ રેશમિયાના સ્વરે ગવાયેલું . . Melody થી ભરપુર [ मेलडी खाओ , खुद जान जाओ ! ] આપણને તો હિમેશ ગમે હો ! તમને ? }

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? : નહિ ઘરે કે નહિ બાહિરે !  😐 , અરે ચાલુ બસે જોવડાવી દીધું . . હવે ચાલતી બસમાં આપણો હાથ ય બહાર નો કઢાય , તો મારો તો સવાલ જ નથી 🙂 { યાદ કરો પેલી નોટીસ : તમારો કોઈ પણ ભાગ ચાલુ બસમાં બહાર કાઢવો નહિ ! }

Verdict : [ 😦 ]

Drop it and just don’t have a drop of it 😉 , બોલે એના બોર વેચાય , પણ બોલ બચ્ચન નહિ 🙂 , તો મારે બોલવું ય નથી અને મને બોર ભાવતા ય નથી !!!

7} Jannat 2 , 2012

ઇમરાન હાશ્મીનું કોમેડી મુવી { ! + 🙂 } , કઈક વિચિત્ર જ બેઢંગી સ્ટોરી !! , ભલે એમાં ‘નાં’ નથી કે હથિયારોની તસ્કરી કે તેનો ગેરકાયદે વેચાણ/ધંધો કે વિદેશી હાથ દ્વારા હથિયારોની ભારતમાં ઘુસણખોરી . . .અને તેના દ્વારા આલિયા માલિયાના { વિજય માલ્યા , કોને યાદ આવ્યું ? } હાથોમાં પણ ભડાકે દેનારી ફટકડી આવી જાય અને તે જેને અને તેને ભર બજારે ઢીંચ્યા વ વ વ . . કરી દે 🙂 , એ તો આપણા આધુનિક ભારતની ગલીઓ ગલીઓમાં ભજવાતી અને ધીમે ધીમે સત્ય બનતી વાસ્તવિકતા છે , પણ તોય સાવ પછી ધકેલ પંચા દોઢસો તો ન જ કરાય !પણ તમે ઇમરાન હાશ્મીની ગમે તે મુવી ઉપાડી લો , પહેલા ભાગમાં ઈવડો ઈ રોમાન્સ કરતો હોય અને બીજા ભાગમાં ક્યાંક ને ક્યાંક સલવાઈ ગયો હોય અને હડિયાપટ્ટી કરતો હોય . . .

પણ એક વાત સાચી લાગી કે ગમે તેવી ક્વોલીફાઈડ છોકરી { અહિયાં ડોક્ટર } પણ આજકાલ આના જેવા ચંગુ-મંગુ , ગામના ઉતાર જેવાની સાથે ખીલે બંધાય જાય છે 😦 + 😦 = 😐

મુવી જોવાનું મુખ્ય કારણ : કાઈ નહિ . . . આવ્યું નથી કે જોયું નથી 😉 , એમ તો ઈમરાનના પિક્ચર સાવ કાઈ નાખી દેવા જેવા નથી હોતા . . . ! યાદ કરો , શાંઘાઈ / ડર્ટી પિક્ચર { આ વખતે ઈમરાનને બદલે વિદ્યાને ભાગે ડર્ટી કામ આવ્યું હતું 😉 } / વન્સ અપોન અ ટાઈમ . . .

{+} Points :

ગીત સિવાય બીજું કાઈ હોય ? મારો બેટો ક્યાં જનમના નસીબ લખાવીને આવ્યો છે કે એના પર ફિલ્માવાયેલા ગીતોની યાદી તો જુઓ  . . ઓહો હો હો . . { રમેશ મહેતા , કોને યાદ આવ્યા ? } . . . ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના . . . { મને નહિ રાખશો તો ચાલશે ! }

ક્યાં જોયું ? ઘરે કે બાહિરે ? : ઘર ઘર અને ઘર . . . तारीख पे तारीख . . .तारीख पे तारीख , અલ્યા તમે પૂછશો કે , કોઈ દી બહાર ય નીકળો છો કે ઘરે બેઠા બેઠા બાપાના પૈસે લીલા લહેર જ કરો છો ? તો મારો જવાબ છે કે લીલા હજી આવી નથી 😉 . . .અને લહેર તો મારો જન્મ સિદ્ધ અધિકાર છે 🙂

Verdict : 😦

Not found Heaven anywhere , Such a Hell-boy ! . . . જો તમારો દોસ્તાર તમને જોવરાવે તો ફટાફટ બેસી જવું . . . નહીતર જો તે તમને કહે કે જોવડાવ તો કહેવું કે બાપા ખીજાય છે 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Winner { July } : Fatso

Looser { July }: Bol Bachchan

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

જોયું મેં નહોતું કીધું કે હું લાંબી લચક પોસ્ટ માટે બ્લોગ-લોગમાં કુખ્યાત છું . . . તે હવે જુલાઈના યે બે ભાગ પાડવા પડશે . . તો હવે  ” હોલીવુડનો ” વારો ત્રણ ચાર દિવસમાં જ . . .  Monthly Reviews – 1b { July } નાં ભાગમાં

લટકામાં . . !

આયર્ન મેન – ૩ નું લેટેસ્ટ ટ્રેઇલર ! , મને ખબર જ છે કે મોટા ભાગના લોકોએ જોઈ લીધું હશે . . .પણ . . બણ ને પણ , તમારે તો જોવું જ પડશે જ 😉 . . મેં જયારે જોયું હતું ત્યારે તેને મળેલી હિટ્સ હતી = સવા કરોડ લોકો !+! { પહેલા જ દિવસે } અને અત્યારે જયારે હું અહી લીંક મુકું છું { ત્રીજા દિવસે } ત્યારે = સવા ત્રણ કરોડ લોકો !!! . . . આ વખતે ટોની સ્ટાર્કની પથારી ફેરવવા આવે છે એનો આજ સુધીનો સૌથી મોટો ખેપાની દુશ્મન ” મેન્ડેરીન ” ! . . તો જુઓ રાપચિક આયર્ન મેન + કાનુડી પેપર પોટ્સ { ગ્વેનીથ પેલ્ત્રો } અને  મેન્ડેરીન { બેન કીન્ગ્સ્લે } ની ધબધબાટી . . .

અને બોલીવુડ ની ચંપક સ્ટાઈલમાં . . .ચંપક ” અક્ષય કુમાર ” ની ‘ખિલાડી ૭૮૬’ નું આ ‘લોન્લી’ સોંગ . . 🙂 , જેને પાછું પ્રોડ્યુસ આપણા ‘નાકેશ્વર’ શ્રી હિમેશ રેશમિયા એ કર્યું છે 😀