ટૅગ્સ

, , , , ,

Where the Wild things Are { 2009 } Director : Spike Jonze

કલ્પના અને એમાં પણ બાળકની કલ્પના . . . { ઓં હો હો , ઈ ક ‘લ્પના’ સામે તો આપણા ય ‘પના’ ટૂંકા પડે હો , બાપલીયાવ . .  [ ડાયરો પૂરો !] } & Now Get ready and fasten your BLOG belt ! to fly with Time . . !

મેં સમય હું { હરીશ ભીમાણી } , અને હું આજે આપને લઇ જઈશ , Wild Things ના પ્રદેશમાં . . પણ ક્યાં ?  there . . but where ?  Where the Wild Things Are . . . . . . . .

આ વાત છે , આ ” ફાની ” દુનિયાના એક તો ‘ફાની‘ બાળકની , a Boy with pure Joy ! , મતલબ કે Maxની  🙂

Max , એક વધુ પડતો સક્રિય છોકરો [ Hyper active ] , કે જે સતત કાંઇક ને કાંઇક કર્યાં જ કરે , જાણે કે એના લોહીમાં સતત અવનવી હરકતોના ગુબ્બારા બન્યા રાખતા હોય અને એને સતત કાંઇક ને કાંઇક કર્યાં જ રહેવું પડતું હોય ! તોફાન , મસ્તી , સર્જન , વિસર્જન . . પણ કાંઈક તો ખરું જ , છેલ્લે થાકિહારી ને સુવે તો સ્વપ્નમાં પણ સતત કંઈક ને કંઈક બનતું જ રહે , અને એ પણ વાસ્તવિકતા કરતા પણ Grand Scale પર ! { પુખ્ત વયના માટે શબ્દ છે : વિચારવાયુ ! }

Max – ધ બારકસ !

ઘરમાં રહે છે , ત્રણ પાત્રો 1) Max 2) Claire [ elder sister ] 3] One & Only Mom 🙂

Max ના પપ્પા હવે તેમની સાથે નથી , મોટી બહેન પાસે હવે Max ની માટે સમય નથી [ Teenager , u see ! ] , અને મમ્મી ઘરના બે છેડા ભેગા કરવામાં થી ઉંચી નથી આવતી ! પણ સાંજ પડ્યે તે Max ની ઉટપટાંગ વાર્તાઓ સાંભળવા માટેનો સમય તો કાઢી જ લ્યે છે , તો લો સાંભળો તમે પણ એક ;

એક વખતે બહુ જ મોટી બિલ્ડીંગસ હતી અને એ બધી ય હાલી { ચાલી } શકતી હતી , પણ ત્યાં જ એક વેમ્પાયર આવીને બિલ્ડીંગ ને બટકું ભરી લ્યે છે અને  બિલ્ડીંગનો એક ભાગ તોડી નાખે છે , પણ બટકું ભરતા જ વેમ્પાયર ના બધા દાંત તૂટી જાય છે અને એ પોંક મુકીને રોવા માંડે છે . બાકીના બધા વેમ્પાયર પૂછવા માંડે છે તું કાં રોવેશ  ?  { રોવે છે } ઈ તો બધાય તારા દુધિયા દાંત હતા ને ? Max : ના ઈ તો બધાય મારા બીજી વખતના દાંત હતા , અને એ સાથે જ તે વધુ રડવા માંડ્યો ! { 1] કારણ કે દાંત તૂટી જવાથી તે હવે વેમ્પાયર ન હતો , 2] કારણ કે બધા વેમ્પાયર તેને એકલો મુકીને જતા રહ્યા હતા { મતલબ કે તે હવે નાત બહાર હતો  } 😦  The End .

એક વખતે જયારે ચિત્ર વિચિત્ર કલ્પનાઓમાં રાચતા રાચતા જયારે Max તેની મમ્મી ને પોતાની સાથે આવવાનું કહે છે કે ” ચાલ દુનિયા ડૂબવાની છે , જલ્દીથી મારી હોડીમાં બેસી જા ! ” પણ મમ્મી પોતાના એક દોસ્ત સાથે વાતોમાં ગળાડૂબ હતી તેણે ને કહ્યું કે ઘરમાં મહેમાન છે , ધીમે બોલ , તોફાન ન કર , ઠેકડા ન માર . . . પણ ધીમે ધીમે ચર્ચા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લ્યે છે

Max & Mom

અને Max મમ્મીને બચકું ભરીને ઘરની બહાર દોડી જાય છે અને બસ ભાગવા જ માંડે છે , મમ્મી પાછળ ને Max આગળ . . હવે દોડતો દોડતો Max નદીકિનારે આવી જાય છે ને હોડીમાં બેસીને , તેનો સઢ ખોલી હોડીને પાણીમાં છૂટી મૂકી દ્યે છે અને હોડી ચાલતી જ જાય છે પવનની દિશામાં . . . અને હોડી સાથે Max પણ નજરોથી દુર થતો જાય છે , આગળ ને આગળ . . . નદીમાંથી દરિયામાં . . . અફાટ દરિયો . . . { ના કોઈ નારો , ના કોઈ કિનારો ! }

દરિયાઈ તુફાનોમાં આગળ વધતો , પાણીની ઝાલક ખાતો { ઘરે થી જયારે એ ભાગ્યો હતો , ત્યારે પાછો એ સસલાનો Outfit પહેરેલો હતો , દિવસ દરમ્યાન Max સતર પ્રકારના વેશ કાઢ્યા કરતો હતો ! } , પવનનો માર્યો આમ થી તેમ ગોથા ખાતો { જાણે એને કોઈ ડર જ ન હોય , એમ તે ખીલીથી હોડીના કિનારે ” Max ” એમ કોતર્યા રાખતો ! } [ છે કોઈને આવો ભારાડી ? ] ,

દરિયાના શાંત મોજાઓને નિહાળતો , Max

હોડીના કિનારે પોતાનું નામ કોતરતો , Max

અને એક દિવસ તેને એક અજાણ્યો કિનારો દેખાય છે કે જ્યાં દુર દુર કાંઈક ભડકા જેવું પ્રકાશિત દેખાય છે .

અને હવે કહાનીમાં વળાંક આવે છે ! , કિનારે માંડ માંડ હોડીને લાંગરીને તે ટેકરીની ટોચે પોહ્ચે છે અને શું જુએ છે , એક ગંજાવર / કદાવર એવું પ્રાણી કમ માણસની જેમ વર્તન કરતુ , Monster ! અને તે ખૂંખાર થઇ ત્યાં રહેલ સર્વે વસ્તુઓની તોડફોડ કરતુ હતું , શું હતું તે ? { The Wild one ? } પહેલા તો Max ફડકી જાય છે , ધ્રુજવા માંડે છે પણ ધીમે ધીમે તે આગળ વધતો જાય છે , પણ પેલો તો અવિરત તોડફોડ કર્યે જ જાય છે , જાણે શેનાથી નારાજ હોય છે ; K.W , તે મારી સાથે આવું કર્યું જ કેમ ? અને ફરી પાછા બુમ બરાડા . . ફરી પછી વિધ્વંસક તોડફોડ . .

પણ ત્યાં જ , ધીરે ધીરે આ બધી ઘટનાઓથી Max નું પેલું અસ્થિર તત્વ જાણે જાગી ઉઠ્યું હોય એમ તે હાકોટા પાડતો ઘુસી જાય છે , તે અજાણ્યા પ્રાણીઓના સમુહમાં ! અને ત્યાં હાજીર બધા Monsters તો ઘડીક અવાચક થઇ જાય છે અને જોતા જ રહી જાય છે કે કોણ છે આ નાનું પ્રાણી ? ક્યાંથી આવ્યું છે તે ? જુઓ તો ખરા એની તાકાત , એનો જુસ્સો ! ક્યાંક તે અમને મારવા તો નથી આવી ચડ્યોને  ?

પણ ડરવાનો વારો હવે Max નો હતો , કારણકે ઘુસતા તો ઘુસી જવાયું પણ હવે એના ટાંટિયા એકી બેકી થવા માંડ્યા ! અને જાણે એના ડરને એ લોકોએ { Monsters } સુંઘી લીધો હોય તેમ તેઓ ધીરે ધીરે Max ને ઘેરવા માંડ્યા . અને તેમાંથી એકે કહ્યું કે મને તો આ કોઈ નવીન જાતનું પક્ષી લાગે છે , આપણે આને ખાઈ જવું જોઈએ , આનું માંસ ખુબ જ પોંચું અને સ્વાદિષ્ટ હશે અને Max ના મોતિયા મરી ગયા . . ધક ધક  ધક ધક { માધુરી ની જેમ નહિ , ભાઈ ઈ ઈ  ! } અને જેમ છેલ્લી ઘડીએ કોઈ પડકાર કરી બેસે તેમ Max એ પડકાર કર્યો કે ખબરદાર . . જો કોઈ આગળ આવ્યા છો તો અહીના અહી જીવતા ભૂંજી નાખીશ , તમે મારા કદ પર ન જાતા , નહીતર જીવ ગુમાવવાનો વારો આવશે !!! હું બીજી દુનિયામાંથી આવું છું અને હું ત્યાનો રાજા છું . . અને ખલાસ Monsters ત્યાં ને ત્યાં થંભી ગયા , હવે ડરવાનો વારો હતો Monsters નો ! [ અને આમ કોઈ પણ જગ્યાએ મન ઘડંત વાર્તાઓ ઘડી કાઢવાની ફાવટ , Max ને અહી કામ લાગી 🙂 ] { જે પણ લોકો નાનપણમાં આવી વાર્તાઓ ઘડી કાઢતા , તેઓ કોમ્પ્યુટર સામે પોતાનો હાથ ઉંચો કરે }

Monsters : ર ર રાજા . . પણ ત ત તમે તો સાવ નાના લાગો છો અને . .

Max : હું જે દેખાઉં છું , તે હું છું નહિ , હજી હમણા જ એક બીજી દુનિયામાંથી ચાલ્યો આવું છું , ત્યાના લોકોએ મને છંછેડવાની ગુસ્તાખી કરી અને હવે ત્યાં કોઈ જીવતું બચ્યું નથી ! ! ! . . .

એક સન્નાટો છવાઈ ગયો , બધા Monsters સાવ ગરીબડા બની ગયા , અચાનક એક Monster બોલ્યો ; તો તમે અમારા રાજા બનશો ? અમારો કોઈ રાજા નથી . . . અમે સાવ એકલા છીએ 😦

Max : જરૂર શું કામ નહિ ? બોલો તમારે શું જોઈએ છે ?

Carol {one of the Monster , rather the Main one } : તો તમે બધું ઠીક કરી દેશો ?

Max : હા શું કામ નહિ ?  Carol : શું તમે અમારી એકલતા દુર કરી શકશો ? મતલબ કે અમારા બધાય દુખ દુર કરી શકશો ?

Max : { પહેલા તો ઘડીક મૂંઝાય છે , પણ પછી . . } હા , મારી પાસે Sadness shield { દુખ:પ્રતિરોધક કવચ} છે કે જેનાથી Sadness ક્યાય દુર જતી રહેશે અને એ Shield પછી એવડી મોટી છે કે આપણે બધા ય એમાં સમાઈ જશું ! હું જસ્ટ Sadness ને આમ પકડું છું , અને બુમ મ મ . . એક ધડાકો અને બધી Sadness નો ભુક્કે ભ્ક્કો બોલી જાય છે . . !

Carol : ઓહ . . ! હું જાણતો હતો કે એક દિવસ કોઈ ને કોઈ King જરૂર આવશે અને આપણી Loneliness ને ભડાકે દેશે . . ઓહ . . સારું થયું ને આપણે King ને ખાઈ ન ગયા , { બાકીના બધાને } તમેય બધા ગજબ છો , કોક દી તો મારું માનતા હો !

અચાનક Carol , Max ને ઉપાડે છે અને એક ખૂણામાં લઇ જાય છે અને ક્યાંકથી હાથ નાખીને એક દંડ { રાજદંડ ! } અને એક મુગટ કાઢે છે અને Max ને પહેરાવે છે , અને ગર્જના કરે છે કે હવેથી Max જ આપણો રાજા છે , અને હવે બધુય ઠીક થઇ જશે . . . ચારેબાજુ ધબાધાબી બોલી જાય છે અને બધાય Monsters ચિચિયારીઓ પાડવા માંડે છે ; King g g . .  king . . .   મતલબ કે દુનિયાથી બેખબર એવા બાળકને જ દુનિયાનો , પાછી ઈ યે Monsters ની દુનિયાનો રાજા બનાવી દેવાય છે !

Max – now as ” The King “

અને હવે Carol પૂછે છે કે King , હવે તમારો પહેલો આદેશ શું છે ?

Max { The King } : Let the Wild Rumpus Start t t t . . . { ધબધબાટી , ઠેકડા ઠેકડી , હડિયા પટ્ટી , હલ્લા ગુલ્લા , તોડ ફોડ , રાડા રાડી. . .  બીજું શું ? }

અને બધાય Monsters ખુશ થઇ જાય છે અને હરખની હેલી ઉપડે છે ; Perfect Answer . . !

{ અને જેમ , ઘરમાં બાળકને કીધું હોય તેમ , કે તારે જે કરવું હોય એ કર , અને પછી જુઓ જે ધડબડાટીનું તાંડવ બોલે છે ઈ 😀 }   , અને Max & Monsters નાચતા કુદતા , બસ જેમ ને તેમ અહીંથી ત્યાં કુદા કુદી , દોડા દોડી કરવા માંડે છે , જાણે કે ખુશીઓનું સુનામી આવી ચડે છે , Monsters  તો ૧૦ – ૧૦ ફૂટના કૂદકાઓ મારવા માંડે છે , ઝાડોના ઝાડ ઉખાડી નાખે છે , એકબીજાને કચડતા – ભટકાતા , બસ ભાગ્યે જ રાખે છે [ Max ને તો બસ જલસા જ પડી જાય છે , ન કોઈ રોકવા વાળું કે ન કોઈ ટોકવા વાળું 🙂 , આવા જલસા તો એણે કોઈ દિવસ નહોતા કર્યા ! ] , અને છેલ્લે બધાય પોહચી જાય છે ટેકરીની છેલ્લી કરાડ પર , અને તાજા જ થયેલા સૂર્યોદયને નીરખે છે , જાણે કે ખુશીઓનો દિવસ ઉગ્યો . . . , ને હવે બધાય શાંત પડે છે , જાણે કે મોજ આવી ગઈ . . આવી મોજ તો પહેલા કોઈ દી નોહતી કરી !!!

Max & Carol

Max & Carol ચિચિયારીઓ પાડતા !

Max અને Monsters સૂર્યોદય નિહાળતા !

But twist in the tail is ; જેમ દરેક ખુશીઓનો એક અંત હોય છે , દિવસ પછી રાત આવે છે તેમ ધીમે ધીમે સંજોગો પલટાય છે . Max દરેકને ખુશ રાખી શકતો નથી , K.WCarol થી દુર જતી જાય છે , Carol પોતાના ઉતાવળા સ્વભાવથી સંબંધો બગાડી બેસે છે . બધું ય ઊંધું પડી જાય છે . . .

કોઈ હવે ખુશ નથી , અને અચાનક બધાને ખબર પડે છે કે Max તો રાજા જ નથી !!! , પહેલાનો મિત્ર Carol જ હવે Max ની જાનનો દુશ્મન બની જાય છે , ને Max ને જીવ બચાવીને ભાગવું પડે છે 😦

પછી Max નું શું થયું ? શું કોઈ Max ની વાત સમજશે ? Carol ને કોણ રોકશે ? આ બધી અફરાતફરી નો અંત ક્યારે આવશે ? શું Max પાછો પોતાના ઘરે જઈ શકશે ? આ બધી વાતો માટે તો વાચક મિત્રો અને અ’વાચક’ મિત્રો તમારે તો જવું જ પડશે ! પણ ક્યાં ? Where the Wild Things Are . .

Where the Wild things Are ના સર્વે પાત્રોનો પરિચય લઈએ તો , Max ને તો તમે હવે જાણો જ છો , તો શરૂઆત કરીએ Monsters થી . . .

Carol – Monsters નો લીડર , K.W ના પ્રેમમાં પાગલ , Short temper [ રીઝે તો બધું દઈ દ્યે , અને ખીજે તો બધું લઇ લ્યે ! ] – Such a naive one . .

K.W – સૌથી પ્રેમાળ અને સમજદાર Monster

Douglas – Carol નો ખાસમખાસ મિત્ર , Carol ની ખુશી માટે એ કાંઈ પણ કરી શકે છે !

Alexander – બિચારું , આનો ભાવ કોઈ નથી પૂછતું , આલ્યો માલ્યો ગમે ઈ એને સળી કરી જાય છે { પાછું , નામ કેવું છે ! }

The Bull – એકદમ ચુપ ! બધાય જાય ત્યાં પાછળ પાછળ હલ્યું જાય , પણ છેવટે તે બોલે છે [ પણ ક્યારે , See the Movie ]

Ira – Judith ના પ્રેમમાં પાગલ , એકદમ ઠરેલ વ્યક્તિત્વ , વૃક્ષો ના થડમાં Holes પાડવામાં Expert !

Judith – થોડીક વિચિત્ર , સતત શંકાશીલ અને વાંધાવચકા કાઢયે રાખે !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

જી હાં , દોસ્તો આ મુવી બની છે ૧૯૬૩મા આવેલી બુક ” Where the Wild Things Are ” પરથી , કે જેના લેખક હતા Maurice Sendak . બાળકની લાગણી , તેના મનમાં ચાલતા ચિત્ર વિચિત્ર તરંગો , તેનામાં ધરબાયેલ ડર , પરાણે દબાયેલો  આક્રોશ ને કાંઈક અલગ જ ક્રાંતિકારી સ્વરૂપે રજુ થયેલ આ પુસ્તકે , અમેરિકન સમાજમાં ધબધબાટી બોલાવી દીધી હતી . સૌ પ્રથમ તો આ પુસ્તક તો ત્યાં પ્રતિબંધ પામ્યું હતું પણ આખરે કદરદાન પ્રજાના પ્રતાપે આ પુસ્તક આજે Cult status ભોગવે છે , એક આખી American પેઢી તેની જાદુઈ અસર હેઠળ મોટી થઇ છે .

Maurice Bernard Sendak { also known for , In the night Kitchen }

Maurice Sendak , પોતાને બાળકોના લેખક માનતા જ નહિ , પણ તેઓ કહેતા કે હું તમને બાળપણ વિષે અચરજ ભર્યા તથ્યો તો જરૂર દેખાડી જ શકું ને ! આ કદાચ પહેલી એવી બુક હશે કે બાળકો માટેની પશ્ચાદભૂ હોવા છતાં , તે આટલું ડાર્ક Background ધરાવે છે , કે જ્યાં કોઈ પણ હીરો સંપૂર્ણ નથી , હરેક વ્યક્તિ પોતાની લીમીટ જાણે છે પણ ત્યાં આવીને પણ એ અટકતો નથી .

બાળકોના સાહિત્ય {Rather , Picture Story Book } માટે અત્યંત પ્રખ્યાત એવો એવોર્ડ Caldecott Medal સ્વીકારતા 1964માં તેઓએ કહ્યું હતું કે ;

I like interesting people and kids are really interesting people , And if you didn’t paint them in little blue, pink and yellow, it’s even more interesting.”

“From their earliest years children live on familiar terms with disrupting emotions — fear and anxiety are an intrinsic part of their everyday lives, they continually cope with frustrations as best they can,” 

આપણે હર હંમેશા બાળકોને જોઈએ છીએ , પણ તેમના પાસેથી કશું ગ્રહણ કરતા નથી 😦 તેઓ નાની નાની વાતોમાં આટલો આનંદ ક્યાંથી ગોતી કાઢે છે ? આપણે હંમેશા એમને મોટા બનાવવા પાછળ શું કામ પડ્યા હોઈએ છીએ ? આપણને શું ગમે છે , આપણે કોને પગે લાગીએ છીએ , આપણે શું કરવું જોઈએ , આપણે શું બોલવું / ખાવું / પહેરવું જોઈએ તેનું એક જાતનું પોલિશિંગ આપણે સતત બાળકો પર કરતા રહીએ છીએ ! અને ક્યારેય તે આપણી પાસેથી શું ઈચ્છે છે તે નથી પૂછતાં !

કે આ દુનિયામાં આવીને એમણે આપણા ઉપર કેટલો ઉપકાર કર્યો છે , તેને બદલે નાનપણથી આપણે જ તેને માતા પિતા મહાન છે તેમનો દરજ્જો ભગવાન સમાન છે . . એવા ચિત્ર વિચિત્ર થોડા થોડા હ’થોડા’ માર્યા કરતા હોઈએ છીએ . . એના મનમાં કોણ જાણે કેટલીય ગડમથલ ચાલ્યા કરતી હોય છે કે આ શું છે ? , આ કેમ છે ? , આવું ન હોય તો ન ચાલે ? { આપણે એટલી સામાન્ય હકીકત પણ નથી કહી શકતા કે અમે બધા પણ એક સામાન્ય માણસો જ છીએ , કે જે તારી જેમ જ અચંબિત થવા માંગીએ છીએ , પણ સાલું હવે કોઈ રોમાંચ જ થતો નથી ! } કદાચ સવાર સવાર માં ‘વળ’ માં કે ઉતાવળમાં આપણે એમને ધમકાવી નાખ્યા હોય કે પછી ધબકાવી નાખ્યા હોય , તોય સાંજ પડ્યે એ નિર્દોષ કાનુડાવ અને કાનુડીયુ આપણા સામે નિર્દોષ હાસ્ય રેલાવતા ઉભા રહી જશે , અને ઉલટાનું આપણને Sorry કહેશે ! !! !!!

Sorryદોસ્તો , થોડુક વધારે થઇ ગયું , નહિ ? મારો બ્લોગ હોય એટલે કાંઈ સાવ પછી  🙂

પણ મુવી જરાયે એવું નથી , એમાં કોઈ પણ જાતની Heavy Talks નથી , બસ રમતા રમાડતા , બહુ મસ્ત મસ્ત વાતો આપણને શીખવાડી દ્યે છે . અને બસ હવે એક છેલ્લો ” શોટ ઓન ધ નોટ ;

Max to Alexander : યાર તમારે કોઈ King ની નહિ , પણ એક Mom ની જરૂર છે 🙂 , so this is for my Lovely ” MOMA “ [ in ROSHESH SARABHAI’s style ]

Max & Alexander

લટકામાં . . !

1} Mini Interviews માટે પ્રખ્યાત TateShots દ્વારા લેવાયેલો Maurice Sendak નો ઈન્ટરવ્યું

2} Where the Wild Things Are , story book ના કેટલાક અંશ ;

Let the Rumpus Start . . .

3} અને વર્ષ ૨૦૧૨ માં ‘ વ્હાઈટ હાઉસ ‘ માં ” ઈસ્ટર ” ના સેલિબ્રેશન સમયે બાળકોની સામે  બુક ” Where the Wil Things Are ” નું વાંચન કરતા બરાક ઓબામાં ! { કદાચ આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી , આ બાળ દિવસે { ૧૪ નવેમ્બર } આવો કોઈ પ્રોગ્રામ ઘડી કાઢે તો નવાઈ નહિ , હોં :)}

” “