ટૅગ્સ

, , , ,

Hero ( 2002 ) , બેનામ યોદ્ધો { Nameless Warrior }

People give up their lives for many reasons ,

For Friendship , for Love , for an Ideal 

Bang ! અને , આ જબરદસ્ત ટેગ લાઈન સાથે મુવી શરુ થાય છે !

{ જેમ કે Life OK પર આવતીમહાદેવ “ માં પાર્વતી શિવને પૂછે છે કે શું પ્રેમથી પણ કંઈ મહાન છે કે જેના માટે પ્રેમને પણ કુરબાન કરવો પડે ? , શિવ : કર્તવ્ય . }

મતલબ કે આ ગાથા છે પ્રેમ , વેર , અને કર્તવ્યની અદભુત કશ્મકશની . . . Then what’s the Dilemma ? Let’s START 🙂

આ કથા છે , અંદાજે  ૨૧૦૦ વર્ષ પૂર્વેના ચીન ની , કે જયારે તે અલગ અલગ સાત નાના મોટા પ્રાંતો માં વહેચાયેલું હતું , અને જેમના વચ્ચે વખતોવખત લડાઈના રણશિંગાઓ ફૂંકાયા કરતા હતા . અને તે સૌ માં સહુથી બળવાન રાજ્ય હતું  ” Qin ” રાજ્ય .

Ancient China

અને આ ‘ QIN ‘ રાજ્યના રાજાનું સ્વપ્ન હતું બાકીના પ્રાંતો પર ચઢાઈ કરી તેમને તેના રાજ્યમાં ભેળવી દેવાનું , આ માટે ઘણા વર્ષોથી તે ભયંકર યુધ્ધો લડ્યો હતો અને તે ફળ સ્વરૂપે તેણે અનેક દુશ્મનો વહોરી લીધા હતા . જેમાં મુખ્ય હતા , ૧ ) Sky  ૨) Broken sword  ૩) Flying snow .

Sky {Donnie Yen} Vs Nameless Warrior {Jet Li}

Broken sword {Tony Leung Chiu Wai} & Flying snow {Maggie Cheung}

અને જેઓ અવારનવાર બાદશાહ પર જીવલેણ હુમલાઓ કરી ચુક્યા હોય છે , પણ બાદશાહ અણીના મોંકે બચ્યો હોય છે , રાજ્યમાં આ ત્રણેય પર { જીવિત કે મૃત } ગંજાવર ઇનામોની ઘોષણા કરેલી હોય છે , અને ત્યાં જ હાજર થાય છે એક બેનામ યોદ્ધો Forbidden Palace માં, એ દાવા સાથે કે તેણે તે ત્રણેયનો સફાયો કરી નાખ્યો છે !

Jet Li , as a Nameless Warrior

Forbidden Palace

Forbidden Palace – full of Soldiers

હવે તે બેનામ યોદ્ધાને બરાબર ચકાસીને બાદશાહ સમક્ષ રજુ કરાય છે , પણ ૧૦૦ કદમ દુરથી જ !     { બાદશાહ માત્ર એકલો જ બેઠો હોય છે , કારણકે , ભૂતકાળમાં થયેલા હુમલાને ધ્યાનમાં રાખતા તેના અંગરક્ષકો પણ ૧૦૦ ડગલા દુર ઉભા હોય છે અને કોઈ તેની નજીક નથી જઈ શકતું . }

Emperor

બેનામ યોદ્ધો સૌ પ્રથમ , બળવાખોર સ્કાયનો તૂટેલો ભાલો દેખાડે છે કે જે તેના પરાજયની સાથે સાથે તેના મૃત્યુની નિશાની છે , હવે બાદશાહને થોડો ભરોસો બેસતા તેને થોડાક ડગલા હજી આગળ આવવાની મંજુરી અપાય છે અને ત્યારબાદ તે ફ્લાઈંગ સ્નો અને બ્રોકન સ્વોર્ડ સાથેની લડાઈ સમયે પ્રાપ્ત તેમની નિશાનીઓ પણ દેખાડે છે , અને તેને હજી થોડા ડગલા આગળ આવવાની પરવાનગી અપાય છે અને બાદશાહ તેને તે લડાઈનું વર્ણન કરવાનું કહે છે પણ લડાઈના કિસ્સાનું વર્ણન જ્યાં પૂરું થાય છે ત્યાં જ બાદશાહની આગળ ગોઠવેલા દીવાઓની જ્યોત હાલક ડોલક થવા માંડે છે  અને અચાનક . . .

બસ , હવે કંઈ કહેવું નથી [ નહિ ભાઈ !!! { શશી કપૂર – દીવાર } & નહિ હી હી . .{ ઠાકુર – શોલે }] , એ માટે તો તમારે ખુદ મુવી જ જોવું રહ્યું , અહીંથી શરુ થાય છે અલગ અલગ ટ્રેક પર લઇ જતી વાર્તાઓની ભરમાર ! દરેક સમયે કહેવાતી અલગ જ વાતાવરણમાં , અલગ જ કહાની ! જે તમને અસમંજસમાં નાખી દેશે . કે જે કહાનીના અંતમાં દોરી જશે , Towards the Great Wall of China .

# # # ~ ~ ~ # # # ~ ~ ~ # # # ~ ~ ~ # # # ~ ~ ~ # # # ~ ~ ~ # # # ~ 

Hero ના જમા પાસાઓ & થોડી રસપ્રદ હકીકતો :

1] માત્ર દોઢ કલાકમાં , માત્ર પાંચ પાત્ર પર જબરદસ્ત સેટ અપ .

2] Classic Cinematography & Sound ; ઘૂઘવતો પવન , ખુલ્લા મેદાનમાં વહેતા વાદળો , ટપ ટપ દડી જતા આંસુઓ , સંભળાતું પ્રચંડ મૌન , વરસાદના ટીંપાઓની આરપાર નીકળી જતી તલવાર , મ્યાનમાંથી નીકળતી તલવારનો અવાજ , પહાડોની ગોદમાં લપાયેલાં સરોવર ! , વરસાદના ટીંપાઓનું સંગીત , દીવાલમાં ખૂંપી જતા બાણોનો વરસાદ , પવનમાં ચહેરા પર ઉડતી લટ અને કપડાઓનો ફડફડાટ અને ઘણું બધું . . .

3] Classic Martial Arts { As in all Chinese Movies ! } , કે જેમાં બ્રોકન સ્વોર્ડ ની બેનામ યોદ્ધા સાથેની સરોવરની શાંત સપાટી પર થતી હવામાં લડાઈ ! { પાણીની સપાટી પર અને હવામાં પણ ? જાવ જાવ હવે ! }

4] No Item Song , you see – શીલા કી જવાની ક્યારેક તો “જવાની 🙂

A] ચીનના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોંઘી Movie !

B] ઉપરના ત્રીજા મુદ્દામાં દર્શાવેલી ” Lake Fight ” માટે ત્રણ અઠવાડિયા લાગ્યા હતા , કારણ કે Director ‘ Yimou Zhang ‘ ઈચ્છતા હતા કે સરોવરની સપાટી એકદમ સ્થિર હોવી જોઈએ કે જેથી અદભુત Mirror effect મળી શકે !

C] Nameless અને Sky વચ્ચેની લડાઈના બેકગ્રાઉન્ડમાં એક અંધ સંગીતકાર સંગીત સંભળાવતો હોય છે { અદભુત પરિકલ્પના ! } , તે વાદ્યનું નામ  , એટલે ‘ QIN ‘ !

D] Forbidden Palace ના પ્રાંગણમાં હકીકતમાં કુલ ૧૮૦૦૦ સૈનિકો {લોકો} ને ભેગા કરાયા હતા !

{ ઓય બાડી ! { બાડી = બા } ૧૮૦૦૦ માણા ?}

E] Quentin Torantino ઇસ્ટર્ન સિનેમાના , ધાંસુ ચાહક છે { હા ભાઈ , Inglorius Bastard વાળા } , & અમેરિકામાં આ મૂવીની રિલીઝમાં તેમનો સિંહ ફાળો હતો ! , અને તે સમયે Hero એ {2 years later , released } નં.૧ સ્થાન પર ડાયરેક્ટ એન્ટ્રી કરી હતી , અને તે અમેરિકામાં અત્યાર સુધીની ૩જી Biggest grosser { in Foreign category }છે !

F] વર્ષ ૨૦૦૩મા , તે ” Best Foreign Language Film ” ની કક્ષામાં Oscar નામાંકન પામી હતી .

લટકામાં . . !

1] ” The Hobbit ” { J.R.R Tolkien } , બુક પર આધારિત { કે જેના પરથી અગાઉ ક્લાસિક ” લોર્ડ ઓફ ધી રિંગ્સ ” બની ચુકી છે} ટ્રાયોલોજીનો પ્રથમ ભાગ ,

The Hobbit: An Unexpected Journey [ Almost , તો બધાએ જોઈ જ લીધુ હશે , પણ હજી એક વાર જોઈ લેશો તો . . . 🙂] 100ri 4 d le 😦

2] જે કંઈ ઘટી રહ્યું છે , ભૂતકાળમાં / અત્યારે / કે ભવિષ્યમાં . . તે કંઈ ને કંઈ કશાક રીતે એકબીજાથી જોડાયેલું છે , અલગ અલગ યુગોમાં બનેલી કે અત્યારે બની રહેલી કે બનવાની બાકી હોય તે સર્વે ઘટનાઓમાં કાંઈક તો કડી છે ! Everything is connected .

Wachowski brothers {Directors of MATRIX } માંના એક ભાઈ Andy Wachowski તથા  Tom Tykwer ની જુગલબંધીમાં . . ” Cloud Atlas

3] અને The Usual suspects , X-men , Valkyrie , Superman Returns ના ડીરેક્ટર બ્રાયન સિંગર , દિગ્દર્શિત . .  ” Jack the Giant Killer ” , Coming in 2013 .

4] ત્રણ મિત્રોની {1 Junior + 2 Seniors } , એક ફ્રેશ સ્ટોરી [ કેટલાય સમયે , કાનુડી એવી Emma Watson ના દુર્લભ દર્શન પ્રાપ્ત થયા 🙂 ] , The Perks of being a Wallflower