
રવીન્દ્રનાથ ટાગોર , આલ્બર્ટ કાનના બગીચામાં – પેરીસ , ૧૯૨૧
” પ્રભાત સંગીત “ { કાંઈક જડી ગયું ! }
જયારે અમે નદી પર રહેતા હતા ત્યારે થોડું ગદ્ય પણ હું લખતો , પણ તેમાં કંઈખાસ હેતુ નહોતો .જે પ્રમાણે બાળકો પતંગિયા પકડે છે તે જ પ્રમાણે કંઈ પણ યોજના વગર જ હું ગદ્ય લખતો .આ સમયે જ મેં મારી પહેલી નવલકથા ‘ બઉઠાકુરાનીર હટ ‘ લખવાનું શરુ કર્યું હતું. નદીકિનારે થોડો વખત રહ્યા પછી જ્યોતીન્દ્રભાઈએ એક ઘર કલકતામાં સડર સ્ટ્રીટમાં ચૌરંગીમાં મ્યુઝીયમ પાસે રાખ્યું . એ ઘરમાં રહીને હું નવલકથા અને ‘ સાયં સંગીત ‘ લખતો હતો , તેટલામાં કોઈ મહાન ઉલટ્પાલટ મારા અંતરમાં થઇ ગઈ !
અમારા જોરાસાંકો ઘરની અગાસીમાં હું એક દિવસ આંટા મારતો ફરતો હતો , સુર્યાસ્તનું તેજ સાંજની સંધ્યા સાથે એવું તો મળી ગયું હતું કે તે સાંજ વિશેષ મનોહર મને લાગી . અમારા ઘરની સાથે આવેલા ઘરોની ભીંતો પણ કોઈ અજબ તેજથી સુંદર જણાવા લાગી . શું સાયંકાલીય તેજની પ્રભાના જાદુથી સામાન્ય જગત પર આવી રહેલો નજીવાપણાનો પડદો ઉપડી ગયો હશે ? કદી નહિ .મેં સ્પષ્ટ રીતે જોયું કે એ સંધ્યા તો મારા પોતાના હૃદયમાં આવેલી હતી .તેની છાયામાં મારી ” અહંતા – જાત ” ભુંસાઈને અદ્રશ્ય થઇ ગઈ હતી . જયારે દિવસના તેજના ઝંખવાણામાં મારી ” અહંતા – જાત ” પ્રધાન હતી . ત્યારે જે જે પદાર્થ હું જોતો તે બધા તે ‘ જાતની ‘ જોડે જડિત થયેલા જણાતા , અને તેનાથી બધા પદાર્થો ઢંકાઈ ગયેલા જણાતા ; પણ જયારે હું મારી ” જાત – અહંતા ” ને પાછળ રાખતો થયો ત્યારે હું જગતને તેના જ સ્વરૂપમાં જોવા લાગ્યો . તે સ્વરૂપ કંઈ તુચ્છ ન હતું . એટલું જ નહિ પણ આનંદમય અને સોન્દર્યથી પૂર્ણ છે .
અમારા સડર સ્ટ્રીટમાં આવેલા ઘરમાંથી સ્ટ્રીટનો છેડો તથા સામે આવેલી ફ્રી સ્કુલના મેદાનમાં આવી રહેલા વૃક્ષો સ્પષ્ટ જોઈ શકાતા હતા . એક દિવસ સવારના હું તે દિશામાં નજર નાખતો ઓટલા પર ફરતો હતો અને વૃક્ષોની ઘટાની પાંદડાઓવાળી ટોચ પર સૂર્ય હમણા જ ઉગ્યો હતો . એ દ્રશ્ય હું જોતો હતો . એટલામાં મારા નેત્રો પરથી જાણે એક પડદો સારી જતો હોય એમ મને લાગ્યું અને જગત કોઈ આશ્ચર્યકારક પ્રકાશના મહિમાથી યુક્ત – છવાયેલું જણાયું .કોઈ અપૂર્વ આનંદ અને સોન્દાર્યના મોજાઓથી ઉછળતા તેજના આશ્ચર્યકારક સમુદ્રમાં નહાયેલું જણાયું . તેમાં આનંદ અને સોંદર્ય ચારે બાજુએ તરંગીત હતા . એ સમુદ્રનું તેજ મારા હૃદય પર ઘણા વખતથી ચઢી ગયેલા શોક અને નાસીપાસના ઘટ્ટ થરોને ભેદીને આરપાર ગયું .
તે દિવસે જ ‘ નીર્ઝર્રેર સ્વપ્નભંગ ‘ – ‘ જળધોધનું સ્વપ્નભંગ ‘ એ કાવ્ય બહાર ઉછાળી પડી વહી ગયું ! એ કાવ્યનો છેડો આવ્યો , પણ જગતના આનંદ સ્વરૂપ પર પાછો પડદો પડ્યો નહિ અને પરિણામ એવું આવ્યું કે આખા જગતમાં કોઈ પણ માણસ કે વસ્તુ નજીવી , અણગમી કે અપ્રિય લગતી બંધ પડી ગઈ . વળી તેને બીજે દિવસે પણ એક બનાવ બન્યો અને તે પણ મારે ખાસ આશ્ચર્ય પમાડે એવો બન્યો .
આ સાક્ષાત્કારની તેમના પર થયેલ અસર ;
હંમેશા એક ઘણો જ વિચિત્ર માણસ મારી પાસે આવીને મને ગમે તેવા નકામા પ્રશ્નો પૂછ્યા કરતો . પણ એક દિવસ જયારે બપોરે તે આવ્યો ત્યારે એને મળવાથી મને ઘણો જ આનંદ થયો અને મેં તેને સત્કાર આપ્યો . એ માણસની આસપાસ વીંટળાયેલું વિચીત્રતાનું અને મૂર્ખતાનું આવરણ જાણે સરી ગયું હોય એમ મને લાગ્યું અને મારાથી જરા પણ ઉતરતા ન હોય એવા માણસને હું માન આપું છું એવો મને અનુભવ થયો . તે માણસના આવવાથી જયારે અકળામણ કે અડચણનો જરા પણ ભાસ મને થયો નહિ અને એ માણસ જોડે મારો વખત નકામો જાય છે એમ લાગ્યું નહિ ત્યારે મને ઘણો સંતોષ થયો , અને કારણ વગર મને અડચણ અને અસંતોષ ઉપજાવનાર કોઈ અસત્ય આવરણ જતું રહ્યું હોય એમ મને લાગ્યું .
અને તે અસર હેઠળના અવલોકનો ;
ઓટલા પરના કઠેરા પાછળ ઉભો રહીને બધા રસ્તે જનારા માણસોની મુખમુદ્રા તથા ચેષ્ટા જોતા મને તે બધા ઘણા જ આશ્ચર્ય ઉત્પન્ન કરતા જણાતા . જાણે વિશ્વના દરિયા પર મોજાની હાર ન હોય ! બાલ્યાવસ્થાથી હું માત્ર નેત્રો વડે જોતો હતો પણ હવે મેં મારા સઘળા ચૈતન્યથી જોવા માંડ્યું . એકબીજાના ખભા પર હાથ મુકીને બેદરકારી થી જતા યુવાનોને જોઈ હું તે બનાવને નજીવો ગણી કાઢી શકતો નહિ , કારણકે તે દ્વારા વિશ્વવ્યાપી આનંદના ઝરાની ઊંડાઈ હું જોઈ શકતો .જે અનંત આનંદ ચારે બાજુએ હાસ્યના ઝરણા ઝરાવી રહ્યો છે તેની હું ઝાંખી કરતો .
માણસોના તદ્દન નજીવા કર્યો સાથે પણ જે અવયવોની ક્રિયા તથા મુખાકૃતીના ફેરફારો હંમેશા થાય છે તે મેં ધ્યાનથી જોયા ન હતા , પણ હવે તે બધાની વિવિધતાથી હું મુગ્ધ થઇ ગયો . વળી તે બધાને વિખુટા પાડીને હું જોતો નહોતો , પણ તે મનુષ્યના જીવનમાં , એમની જરૂરિયાતોમાં અને કાર્યોમાં હમણા પણ જે આશ્ચર્યકારક નૃત્ય થઇ રહ્યું છે તેના જ એક ભાગ તરીકે તે બધાને હું જોતો હતો .
મિત્ર , મિત્ર જોડે હાસ્ય કરી રહ્યા છે , માતા બાળકને લાડ લડાવે છે , એક ગાય બીજી ગાય પાસે જઈ તેનું શરીર ચાટે છે એ બધા બનાવોની પાછળ સૂચિત થતી અમાપ અનંતતા મારા મન પર એવા તો ધક્કા લાવતી કે સુખ જાણે દુખની છેક સમીપ આવી રહેલું લાગે છે .

આલ્બર્ટ કાનના કલેક્શનમાંથી તેમનો એકમાત્ર બીજો ફોટોગ્રાફ .
જયારે એ સમયને વિષે મેં લખ્યું :
હૃદય આજી મોર કોમન ગેલ ખુલી
જગત આસી સેખા કરી છે કોલાકુલી
” મારા હૃદયે આજ એના દ્વાર કોણ જાણે કેવી રીતે એકદમ ઉઘાડી નાખ્યા અને જગતના લોકને એકબીજા સાથે ભેટતા અંદર ઘસી જવા દીધા ! ”
ત્યારે તે કંઈ કાવ્યની અતિશયોક્તિ ન હતી .ઉલટું મને થયેલી લાગણી સંપૂર્ણ રીતે દર્શાવવાને શબ્દો જ મને જડતા ન હતા .
કવિતા વિષે :
{ બીજી વાર , પણ ખરેખર ” જબરનાક “ [ જબરદસ્ત + ખતરનાક ] }
પણ માણસ કવિતા લખે છે તે શું અમુક વાત સમજાવવા માટે લખે છે ? હૃદયમાં જે અનુભવ થાય છે તે કાવ્યના રૂપમાં બહાર આવવા માટે પ્રયત્ન કરે છે .એથી કરીને જયારે જયારે કવિતા સાંભળીને કેટલાક માણસો ” અમને સમજણ પડતી નથી ” એમ કહે છે ત્યારે ત્યારે હું પણ એક વિષમ મુશ્કેલીમાં આવી પડું છું . કોઈ માણસ પુષ્પની સુગંધ લે અને પછી કહે કે ” એમાં મને સમજણ પડતી નથી ” તો આપણે એને એમ જ કહીએ કે એમાં સમજવાનું કશું જ નથી ; એ તો પુષ્પની સુગંધ છે . છતાં એ માણસ ફરી ફરીને પૂછે અને કહે કે ” સુગંધ છે તે તો હું જાણું છું પણ એનો અર્થ શો ? ” તો એના જવાબમાં કા તો આપણે વાર્તાનો વિષય બદલવો પડે અથવા તો પ્રકૃતિનો આનંદ પુષ્પમાં સુગંધ રૂપે પ્રગટ થાય છે એમ કહી આપણા જવાબને વધારે અઘરો અને ન સમજાય તેવો કરવો પડે !
મુશ્કેલી તો એ છે કે મનુષ્ય જે કવિતા લખે છે તેના શબ્દોને અર્થ લાગેલો હોય છે , તેથી કરીને કથાનો અર્થ જરા દાબમાં રહે અને ભાવ પ્રાધાન્યને પામે એટલા માટે કવિને પોતાની હોંશિયારી વાપરીને શબ્દોને રાગ કે છંદમાં ઉલટ્પુલટ ગોઠવવા પડે છે . બાકી ભાવને પ્રગટ કરવો એ કંઈ સત્ય જણાવવાની કે બનેલી વાતનો ખ્યાલ આપવાની કે નીતિના સિદ્ધાંતને પ્રગટ કરવાની ક્રિયા નથી . માણસના મોઢા પર હાસ્ય અને નેત્રમાં આંસુઓ આવે છે તે જેમ અંતરમાં થતી ક્રિયાનું પ્રતિબિંબ છે , તે જ પ્રમાણે ભાવ પ્રગટ કરવો એ પણ માણસના અંતરની છબી કાઢવા જેવું છે . તેમાંથી તત્વજ્ઞાન કે વિજ્ઞાનની બુદ્ધિમાં ઉતારી શકે તેવી કોઈ વસ્તુ મળી આવે તો ઠીક છે , પણ એ વાત તદ્દન ગૌણ છે . કવિતાનો મુખ્ય હેતુ કંઈ તત્વજ્ઞાન કે વિજ્ઞાનને ઉપયોગમાં આવે એવી છાપ આપવાનો નથી .
આ પુસ્તકના અન્ય પ્રકરણોમાં , ” પ્રકૃતિની પ્રતિશોધ ” , ” બંકીમચંદ્ર ” , ” મૃત્યુ શોક ” , ” વર્ષા અને શરદ ” પણ અદભુત કક્ષાનું વિચારોના દોહન થકી પ્રાપ્ત થયેલું માખણ જ છે , જે તો આપે જાતે જ ચાખવું રહ્યું !
અને છેલ્લે ઠાકુર વિરમે છે , ત્યારે . . .
આ બધા વિરોધ અને અડચણોમાંથી મારો પ્રભુ મને કેવા આનંદમય નૈપુણ્યથી – કળાથી – હોંશિયારીથી જીવનના અંતરમાં – ઊંડામાં ઊંડા રહસ્યના વિકાસ તરફ દોર્યો જાય છે તેનું હું વર્ણન પણ શી રીતે કરું ? અને કદાચ એ પરમ આશ્ચર્ય હું સ્પષ્ટ રીતે બીજાને સમજાવી – જણાવી શકું તો પછી એ જીવન રહસ્ય સિવાય બીજું જે કંઈ હું બતાવીશ તે બધું કેવળ ભ્રમવાળું જ હશે . મૂર્તિનું પૃથ્થુકરણ કરતા તેની ધૂળ – માટી જ હાથમાં આવે , તેનાથી શિલ્પીના હૃદયનો આનંદ પ્રાપ્ત ન જ કરી શકાય . આ પ્રમાણે મારા હૃદયની સૌથી અંદરની ઓરડીમાં વાચકને લઇ જઈને હું રજા માંગીશ .
અને છેલ્લે , હું ય વિરમું છું . આપે તો નોંધ્યું જ હશે કે આ વખતે બહુ બકબક નથી કર્યું , Between the lines ! પણ તમારે તો કાંઈક કહેવું જ પડશે . { કુછ તો લોગ કહેંગે ! ( ચાલો સ્વ. રાજેશ ખન્નાને પણ માન આપવા કાંઈક તો કયો બાપલ્યા . .) લોગો કા કામ હેં કહેના ( Comments . . ) }
તો આપને , આ સીરીઝ કેવી લાગી , જરૂરથી જણાવશો . ટોલ ફ્રી નંબર છે . . . અરે નીચેનું કમેન્ટ્સ બોક્ષ : ) Heeee
અને હા રવીન્દ્ર દાદા પરના અન્ય બે પુસ્તકો ઉપર પણ વાતું થાશે , ડાયરામાં . . પણ વચમાં મુવીઝ ને ય યાદ તો કરી લેવા જ પડે ને . . : ) તો Next ” Movies ” & Latter ” New book ” .
પ્રકાશક :
ડિવાઇન પબ્લિકેશન્સ { divinebooks@gmail.com }
૩૦ , ત્રીજો માળ , કૃષ્ણ કોમ્પ્લેક્ષ , જુનું મોડલ સિનેમા
ગાંધી રોડ , અમદાવાદ – ૩૮૦૦૦૧
Ph. ૦૭૯ – ૨૨૧૬૭૨૦૦ , Mb. ૯૪૨૭૦૧૨૮૯૫
ISBN : 978-93-81002-40-7
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
લટકામાં . . !
કોલકાતા નિવાસી અંતરાના બ્લોગ વડે માણો , રવીન્દ્રનાથ ટાગોરના જીવનની ઝાંખી ફોટોગ્રાફ્સમાં : )
આવી સંખ્યાબંધ , ઠાકુરના જીવનની ઝાંખીઓ જોવા માટે તો ત્યાં જ જવું રહ્યું . .
http://www.antarasdiary.com/photography-rabindranath-tagore/
પિંગબેક: સહજ ભાવ « ગદ્યસુર
રવીન્દ્ર સફરે , જોડાવા બદલ આભાર , સુરેશદાદા : )
ગમ્યું તેનો ગુલાલ કરવા બદલ સહૃદય આભાર .
LikeLike
મિત્ર નિરવ,
ખૂબ જ આનંદની સફર કરાવો છો. કશું પામ્યા હોવાનું લાગે !
અંતરાની ડાયરી પણ ગમી. આભાર.
LikeLike
૧) આભાર , યશવંત સર . . મારા વામન બ્લોગ પર , આપના વિરાટ પગલાનું સ્વાગત છે .
૨) અને જીવનના સફરમાં , ” સહજતા “રૂપી નદી થઈને ” આનંદ ” સ્વરૂપી સાગર તરફ ગતિ કરું છું , તો સફર તો આનંદમયી જ રહેવાની 🙂
LikeLike