ટૅગ્સ

,

Zombieland , ઠેઠ ૨૦૦૯માં  આવેલી અને ઠેઠ હવે જોવાયેલી ધાંસુ મુવી ! , દોઢ કલાક માં એ લોકો શું શું ધબધબાટી કરી શકે છે , એની એક ફન-ટાસ્ટીક સફર . . .

Zombieland

અચાનક દુનિયામાં એક એવો વાઇરસ ફાટી નીકળે છે , કે લોકોના ટોળેટોળા ઝોમ્બી ( હાલતી ચાલતી જીવતી લાશ , કે જે બીજાને બટકું ભરતા , તે પણ ઝોમ્બી બનવા માંડે છે ! ) બનવા માંડે છે અને હવે દુનિયામાં કેટલા લોકો નોર્મલ બચ્યા છે , તેનો અંદાજ પણ લગાવવો મુશ્કેલ છે ! તો આ સ્ટોરી છે , એક ગનમેન , એક લબરમુછીયા જુવાન , અને બે બહેનોની સફરની કે જેઓં એકસાથે ઝોમ્બીઓં થી બચતા બચાવતા ખેડે છે , સ્ટોરી વિષે બીજું તો કઈ નહિ કહું , પણ ચાલો તો ય કઈક તો કહું !

૧) પિકચરમાં વન લાઈનરની ભરમાર છે , કે જે બબ્બે મીનીટે તમને મલાકાવતા રાખશે . દા:ત ; ( જયારે આ બધી ભાગદોડ થી તેઓ કંટાળી જાય છે , ત્યારે )  ” It’s wrong to be grown up ! “

૧અ – enjoy the little things !

૧બ – ( Tallahassee to Columbus ) i don’t know how to say Goodbye , ઇસીલિયે ચલ નિકલ લે !

૨) પિકચરના બેકગ્રાઉન્ડમાં આવતા લેખિત નિયમો તમને જલસા પાડી દેશે 🙂

Cardio

Double Tap

Check the back seat !

Limber up

ઝોમ્બીલેંડના પાત્રોનો જો પરિચય લઈએ તો ,

૧) કોલંબસ – મુવીનો હીરો , કે જે અપેક્ષાથી વિપરીત જબ્બર ડરપોક છે અને તેણે પોતાનો જીવ બચાવવા માટે ચિત્ર વિચિત્ર નિયમો ઘડી કાઢ્યા છે !

કોલંબસ ( Jesse Eisenberg )

૨) ટેલેહાસી – એકલો રખડતો , જાત ભાતના ઓજારોથી સુસજ્જ , એક બદતમીઝ ગનમેન . અને જે આટલા ટેન્શન વચ્ચે પણ ટવીન્કી નામનો આઇસ્ક્રિમ ખાવા માટે કઈ પણ કરવા તૈયાર છે !

ટેલેહાસી ( Woody Harrelson )

૩) વિચીથા – બંને બહેનોમાં મોટી , તેના પણ પોતાના નિયમોનો એક સેટ હોય છે , કે જેને કારણે તે હજી સુધી જીવતી છે . ચાર્મિંગ + ડેરિંગ  ( આવું કોમ્બીનેશન બહુ ઓછું હોય છે ! / અંખીયો સે ગોલી મારે  ! )

વિચીથા ( Emma Stone )

{ અને હા , તેરે નાલ લાવ હો ગયામાં , આવતો પેલો પેટ્રોલપંપ પરનો વીંટીવાળો ઠગાઈનો સીન આ મુવીમાંથી ઉપાયડો છે ! , Bad manners  😦  }

અને , હા છેલ્લે , મુવીના બેસ્ટ Scenes માંથી એક તો છે Bill murray નો કેમીઓ અને બીજો જયારે આ ચારેય એક સ્ટોરમાં તોડફોડ મચાવે છે !

Now Other Thing

એરેન્જ મેરેજ વિશેની આ શોર્ટ ફિલ્મ , આપ લોકોને ખુબ જ ગમશે એવી આશા સહ . . , આ શોર્ટ ફિલ્મનું જમા પાસું છે , તેમાં નાયિકાનો રોલ કરતી સંસ્કૃતિ ખેરનો આત્મ વિશ્વાસ થી ભરપુર અભિનય . ( માત્ર ૧૨ મિનીટ જ છે , જરા ધીરજ થી . . )

અદભુત એક્ટ્રેસ હોવાની સાથે , તે એક જબરદસ્ત લેખિકા પણ છે , તો માણો તેના આ બ્લોગ્સ . . .

૧) http://saunskruti.blogspot.in/

૨) http://amafatgirlatheart.blogspot.in/

૩) http://quotedunquoted.blogspot.in/

૪) http://thetongueslips.blogspot.in/

લટકામાં . . .

૧) તાજે તાજું જ આવેલું , Man of Steel નું ટ્રેઇલર .

૨) જબરદસ્ત ડીરેક્ટર એન્ગ લી , દ્વારા નિર્મિત Life of Pi નું તાજું ટ્રેઇલર .

૩) અને છેક ૧૯૩૯મા આવેલ The Wizard of Oz ની પ્રિકવલ , એવું Oz : The great and Powerful નું ટ્રેઇલર .

Advertisements