ટૅગ્સ

, ,

એ દુનિયા એટલે . . . એનીમેશન ની  દુનિયા . . , આપણા મન માં ચાલતા ચિત્ર વિચિત્ર તરંગો , તુક્કાઓં ની બાળસહજ  વિસ્મય પેદા કરતી દુનિયા ( હું તો એવું માનું છે કે આપણે આપણા વિસ્મય ને અનંત એવું મૂર્ત રૂપ આપવા જ એનીમેશન બનાવ્યું હશે  !) કે જે દુનિયા શરૂઆત માં તો માત્ર ને માત્ર નાના ભૂલકાઓ માટે રચાતી હતી પણ ધીમે ધીમે એનો ચેપ કેટલાક મોટાઓને પણ એવો લાગ્યો કે મારા જેવા ઢાંગા હજી ત્યાં થી હલવાનું  નામ લેતા નથી . . ! અને હજુ કલ્પનાઓના પેલે પાર ના પ્રદેશ માં ઉડયા કરે છે !

અને આ એનીમેશનની દુનિયા કોના પ્રતાપે આટલા હિલોળા રહી છે ? તો જવાબ છે ચિત્ર વિચિત્ર , જેવું ક્યારેય કોઈએ વિચાર્યું પણ ન હોય એવું કલ્પનાજગત , એવું  Imaginary world !

પેન્ડોરા પર્વતો – અવતાર , મારા મતે , અવતારમાં દર્શાવાયેલા ઉડતા પેન્ડોરા પર્વતોની પરિકલ્પના , ૨૦૦૮મા આવેલ એનીમેશન મુવી Dragon Hunters માંથી લેવાયી હતી , જે પણ એનીમેશનનો એક અદભુત માસ્ટરપીસ હતું , one of my favorite .

જેમ શોધની માતા જરૂરિયાત હોય છે , તેમ એનીમેશનનું આકર્ષક પાસું , તેની રસાળતા , તેના પાયામાં રહેલું Imagination હોય છે .

જુઓ મારા વાળ અમસ્તા જ સફેદ નથી થયા !

ઘુન્ઘરાળુ વાળના  સ્વામી એવા આઈનસ્ટાઇને  કહેલું કે ,

1) “I am enough of an artist to draw freely upon my imagination. Imagination is more important than knowledge. Knowledge is limited. Imagination encircles the world.”

2) “Logic will get you from A to Z; imagination will get you everywhere.”

તો થોડુક , બીજાય શું ક્યે છે , એય જોઈ લઈએ . . .

Pablo Picasso : “Everything you can imagine is real.”

પાબ્લો પિકાસો , મહાન ચિત્રકાર

Robert falghum : “I believe that imagination is stronger than knowledge.    That myth is more potent than history. That dreams are more powerful than facts. That hope always triumphs over experience. That laughter is the only cure for grief. And I believe that love is stronger than death.”   અને જોજો હજી શું ક્યે છે . . !

Robert fulghum – લેખક & ફિલોસોફર

તેમની એક રચનાનું નામ છે , All i really need to know i learned in Kindergarten !!!!!!!!!!!!!! , ભાઈ ભાઈ !

Oscar Wilde :  “Yes: I am a dreamer. For a dreamer is one who can only find his way by moonlight, and his punishment is that he sees the dawn before the rest of the world.”

( હું માની લઉં છું , કે ઓસ્કાર વાઇલ્ડ ની ધબધબાટી તો જાણતા જ હશો ! )

ઓસ્કાર વાઇલ્ડ

Neil Gaiman : “Everybody has a secret world inside of them. All of the people of the world, I mean everybody. No matter how dull and boring they are on the outside, inside them they’ve all got unimaginable, magnificent, wonderful, stupid, amazing worlds. Not just one world. Hundreds of them. Thousands maybe.” ( તેઓં  short fiction, novels, comic books પ્રકારનું ,સાહિત્ય સર્જે છે . એમની પ્રખ્યાત કૃતિઓ છે , The sandman ( DC Comics ) અને Stardust ( કે જેની પરથી ૨૦૦૭માં તે જ નામવાળી અદભુત ફિલ્મ બનેલી હતી , અને તે મારી one of the favourite ફિલ્મ છે .) 

Mark Twain“You can’t depend on your eyes when your imagination is out of focus.”

માર્ક ટ્વેઇન – હકલબેરી ફીન અને ટોમ સોયર ના રચિયતા

Carl Sagan : “Imagination will often carry us to worlds that never were, but without it we go nowhere.”

કાર્લ સેગાન , SETI ના અભિયાન માટે જાણીતા

Victor Hugo: “Imagination is intelligence with an erection.”

વિક્ટર હ્યુગો , પ્રખ્યાત કૃતિઓ Les Misérables અને The Hunchback of Notre-Dame ના રચિયતા .

, And last but not the list . . .

Walt Disney : “Disneyland will never be completed. It will continue to grow as long as there is imagination left in the world.” ( પણ મારે ડિઝનીલેન્ડ જોવાનો મેળ ક્યારે પડશે ? છે કોઈ સ્પોન્સરર ?  : )  )

વોલ્ટ ડીઝની

આ બધી પિષ્ટપીંજણ એટલા માટે કરી કે ,આ બધી કલ્પનાઓ સાકાર કરી છે  છે ઝબરદસ્ત હોલીવુડ ફિલ્મોએ કે જેમાં સામેલ છે આપણી ઝક્કાસ એનિમેશન ફિલ્મોની દુનિયા . . અને એનીમેશન એટલે માત્ર કાર્ટુન જ નહિ , પણ જે પણ કાઈ Special Effects રચાય છે તે પણ એક એનીમેશન જ છે .

અને જો પ્યોર કાર્ટુનજગત ની વાત કરીએ તો , મારા મત મુજબ , માનવજાત દ્વારા રચિત અત્યંત રચનાત્મક શોધમાં ની એક રચના , એટલે એનીમેશન  . ! એક એવી રચના કે જેમાંથી તૈયાર થઇ , સ્થૂળ જગતની સર્વે સારી બાબતો ને વણીને બનાવેલી એક સુંદર પોચી મખમલી ચાદર . . .  કે એવી ચાદર , કે જેને મારા જેવા ભૂલકા ! , સવાર પડી ચુક્યું હોવા છતાં મુશ્કેટાટ પકડીને વહેલી સવાર ના સોહામણા સ્વપ્નોની સુંદર સૃષ્ટિમાં ખોવાયેલા રહેવા માંગે છે  !

ચાચા ચૌધરી અને રોકેટ

મારી દુનિયામાં , આ ડાગલા – ડુગલી  ની ધમાકેદાર એન્ટ્રી થઇ ચાચા ચૌધરી થી . . અદભુત કારટુનીસ્ટ પ્રાણ ( ડાયમંડ કોમિક્સ ) દ્વારા રચાયેલ એક એવું પાત્ર કે જેની બુદ્ધી કોમ્પયુટર થી પણ તેજ હોય , અને તેનો સાથીદાર એવો ૨૦ ફૂટ ઉંચો , એક એવો વ્યક્તિ કે જે ગુરુ ગ્રહથી આવેલો હોય ( બળ + બુધ્ધી નો જોરદાર સંગમ ! ), અને પછી ચાલુ થઇ રોમાંચની એક નવી સફર . . . અને ત્યારથી જ વાંચવાનો જે શોખ લાગ્યો કે હું વાંચેડીયો થઇ ગયો  : )

ચાચા ચૌધરી અને સાબુ

કારટુનીસ્ટ પ્રાણ

અને હવે એનીમેશન એટલે , સાદી ભાષામાં એવા પીક્ચર્સનું સંયોજન કે જેના ઉપર એક સાથે સળંગ દ્રષ્ટિ ફેરવાય તો અચાનક તે જીવંત બની ઉઠે !

ઉછળતો દડો .

કે જેને સળંગ જોતા , તે આ રીતે દેખાય છે !

આટલી સાદી વાત તો સૌ કોઈ જાણે છે ,એનીમેશન મૂળ તો ત્રણ પ્રકારે બનાવાય છે . ૧) હાથે બનાવેલ ૨) CGI ( Computer generated imagery ) ટેકનીક અથવા તો ૩) લાઇવ ઓબ્જેક્ટ ને 3D પરિમાણ માં શૂટ કરી ને . . . ( સામાન્યત: ૨૪ થી ૩૦ ફ્રેમ/ સેકંડ ની ઝડપે ) .

એક્ચુય્લી આ બધો ઉભરાટ , The Amazing Spiderman જોયા બાદનો છે , ત્રણ ત્રણ ગાભા કાઢી નાખે એવી બ્લોકબસ્ટરની સીરીઝ બાદ , માત્ર દસ વર્ષના ગાળામાં જ ફરીથી તેને Re-boot કરવી , અને તે પણ એકદમ જુદા જ અંદાજ માં , જલસા પાડી દીધા ( અને એ સાથે રાજકોટમાં IMAX Theater ન હોવાનો અફસોસ પણ રહી ગયો !  )  Andrew Garfield અને  Emma Stone ની જોડી જલસા પાડી દે છે ! ( અને અત્યારે તે ૫૦૦+ મિલિયન $ કરતા પણ વધારે ની કમાણી સાથે ધબધબાટી બોલાવે છે , પણ તેમ છતાં તેની સ્પીડ ધીમે પાડી છે ,  એનીમેશન કોમેડી માદાગાસ્કાર ૩ : Europe’s Most Wanted  ફિલ્મે ! . . ) અંતે હવે કઈક ધમાકેદાર થઇ જાય ? તો જુઓં આ ક્લાસિક Trailers કેટલીક આવનારી અને કેટલીક આવી ચુકેલી ફિલ્મોના . . .

( અચાનક એક છોકરી , જંગલોના એક એવા ભાગમાં પહોચી જાય છે , અને . . . Epic / May 2013 )

( એક રાજકુમારીની સફર ની રોમાંચક અને સાહસિક ગાથા – Brave , Already જુન માં આવી ચુક્યું  છે  . )

( જુદા જુદા પરીકથામાં આવતા એન્જલ , એક ડાર્ક શક્તિઓના માલિક સામે લડવા મેદાને પડે છે ! – Rise of the Guardians , Nov . 2012 )

( એક ઘરના ઊંડાણમાં રહેતી એક વહેતીયા જેવી છોકરીની વાત – The Secret World of Arrietty , ૨૦૧૦ ની સાલમાં ઓલરેડી આવી ચુક્યું છે , મારું અંગત ફેવરીટ . મહાઅદભુત એનીમેશન !)

( ત્રણ સીરીઝ બાદ , ચોથો ભાગ , ત્રણ મિત્રોની વાત ( મેમથ , સેબરટુથ અને  ? ) , આ ભાગમાં પૃથ્વી પર ખંડોની રચના થાય છે  : )  Ice age : Continental drift , US માં રીલીઝ થઇ ચુક્યું છે .)

લટકામાં . . .
ઓયે ત્યારે  કાર્ટુન  ,હવે એમાં શું જોવાનું હોય ? એ તો નાના છોકરા જોવે , હવે તું કઈ નાનો થોડો છે ! એવું મને મારી મમ્મી એ કેટલીય વાર કહ્યું હશે , પણ મારી મમ્મી ને પણ મેં એનો એવો ચસ્કો લગાય્ડો કે ક્યારેક તો ઈ પણ મારી ભેગી બેસી જાય છે ટોમ એન્ડ જેરી જોવા .  : )  ( મિલ બેઠેંગે તીન યાર , હું , મારી મમ્મી ને મારો ભાણિયો  ! )
————————————————————————————————-
માણો , કાર્ટુન જગતની કેટલીક ઉતમ Websites :