ટૅગ્સ

,

અર્જુન , થોડા સમય થી અટવાયેલી પણ હમણા જ રીલીઝ થનારી ભારત ની એનીમેશન  ક્ષેત્રે થોડીક advanced મુવી . ઓલમોસ્ટ તો એના વિષે ચર્ચા થઇ જ ગયી છે , પણ જોઈએ શું નવું છે આ એનીમેશન માં . ( ખાસ તો ભારતીય  એનીમેશન માં . . . )

       અહી ડીરેક્ટર અર્નબ ચૌંધરી ( પહેલી જ ફિલ્મ ) એ અર્જુન ની કથામાં , અર્જુન એક યોધ્ધા તરીકે કેવી રીતે વિકાસ પામે છે , તે દર્શાવવા ની કોશિશ કરી છે , પણ કથા ની દ્રષ્ટિ એ પિક્ચર અનેક જગ્યા એ તેની રીધમ ગુમાવી બેસે છે , પિક્ચર ની શરૂઆત માં ૧૫ થી ૨૦ મિનીટ સુધી માં કોઈ પણ જાત નો રસ ડેવલપ નથી થતો ! પણ જેવા હસ્તિનાપુર માં ષડયંત્રો ની હારમાળા શરુ થાય છે અને સ્ટોરી  એક ગ્રે વાતાવરણ માં એન્ટર થાય છે , ધીમે ધીમે પિક્ચર તમને પોતાના માં તરબોળ કરવાનું શરુ કરી દે છે .
  અને મૂળ કથા પૌરાણિક હોય અને તે પણ પછી એનીમેશનમાં , તો તો આપને તેને બંને રીતે મુલવવી પડે . કે જ્યાં એક બાજુ સ્ટોરી થોડીક પકડ ગુમાવે છે ( થોડી મતલબ થોડી ક જ હો . . ) , અલબત છેલ્લી ૩૦ મિનીટ માં પિક્ચર તેનો અસલી કલેવર ધારણ કરે છે અને જલસા પડી દે છે ! ત્યાં બીજી બાજુ ભારત લેવલે બનેલું એનીમેશન પૈસા વસુલ કરી દે છે . અહી ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે જો અહી નાણા ની કોઈ સમસ્યા ન નડત તો આ એક હોલીવુડ કક્ષા ની ગ્રાન્ડ મુવી બની શકત .
કથામાં ઊંડા ખેચવા નું કામ સ્ટોરી સાથે બેકગ્રાઉંડ મ્યુઝીક નું પણ હોઈ છે , પણ અહી વિશાલ – શેખર ઉણા ઉતર્યા છે , વોલ્ટ ડીઝની અને UTV ના સહકાર થી ભારત માં તેનું નિર્માણ થયું છે .
હવે જોઈએ એનીમેશન લેવલે તેના કેટલાક જબરદસ્ત પાસા . . .

૧) અહી બેકગ્રાઊંડ લેવલે આવતું એનીમેશન, ( મતલબ કે મુખ્ય પાત્ર ની પાછળ આવતા દ્રશ્યો જેવા કે પહાડ , નદીઓં , રાજમહેલ , જંગલ , પશુ પક્ષીઓ , મેદાન , માનવ મહેરામણ નો પ્રવાહ , કે પછી ધજાઓ સાથે કુચ કરતા લોકો . . ) ગજબ ની હદે જબરદસ્ત છે , અદભુત . . .!
૨) જ્યાં લક્ષ્યવેધ થવા નો હોય , ત્યાં નું પથ્થરો નું અત્યંત વિશાળ સભા ગૃહ .
૩) અર્જુન દ્વારા કરાતું પાણી માં રહી ને થતું મત્સ્યવેધ .
૪) હસ્તી ( હાથી ) ઓ થી ભરપુર હસ્તિનાપુર .
૫) અત્યંત ગ્રાન્ડ લેવલે બનાવેલું ઇન્દ્રપ્રસ્થ નું એનીમેશન , ખુબ જ લાજવાબ .
૬) અર્જુન ની તપસ્યા પછી નીકળતો ભવ્ય આકાશ સ્થીત ટાપુ .
થોડાક જ નેગેટીવ પાસા .

૧) મુખ્ય પાત્રોનું ડલ કેરીકેચર ( દા.ત  યુધીષ્ઠીર અને ખુદ અર્જુન ) .
૨) ગધેડા પર બેસી ને આવતા શકુની ની વિચિત્ર રજૂઆત ( મહાભારત અંગે ની કોઈ પણ રજૂઆત માં [ TV/Cinema ] શકુનીને તદન વિચિત્ર દેખાડાય છે , હકીકતે તે રાજનીતિ કક્ષા એ અત્યંત વિચક્ષણ વ્યક્તિ હતો , કે જ્યાં એક બાજુ કૌરવ પક્ષે તે હતો  ત્યાં તેનો સજ્જડ જવાબ દેવા પાંડવ પક્ષે આપણો કાનુડો હતો .)
૩) અર્જુન ના સખા , માર્ગદર્શક , સંરક્ષક એવા શ્રી કૃષ્ણની પિક્ચર માં અત્યંત ઓછી હાજરી .
૪) ક્યાંક ક્યાંક એનીમેશન સાથે રીઅલ સીન મિક્ષ કરેલા છે , કે જે થોડાક Odd લાગે છે .
————————————————————————————————-
લટકામાં . . .!

શ્રી કૃષ્ણ ( અર્જુન ને ) : પોતા ના માટે તો લડાઈ હર કોઈ લડે છે પણ સાચો સંઘર્ષ તો એ છે કે જે પુરા સમાજ માટે થય ને લડાઈ છે . અને આર્યાવત પોતાનું ગૌરવ ત્યારે જ પ્રાપ્ત કરશે જયારે સર્વત્ર ધર્મ નું રાજ હશે . ( પિક્ચર નો એક સંવાદ )
અર્જુન વિષે ના નિષ્ણાતોના અભિપ્રાય . . .
Advertisements