ટૅગ્સ

, , , ,

 

મેલુહા  ” , The Immortals of  Meluha , તત્કાલીન ભારતીય દસકા માં , જી હા દસકા માં આવેલ એક શ્રેષ્ઠતમ પુસ્તક કે જેમના લેખક છે કોલકાતા ના ” અમીષ ત્રિપાઠી ” અને જેનો ગુજરાતી માં અનુવાદ જાણીતા લેખિકા ” વર્ષા પાઠક ” દ્વારા થયેલ છે .

The Cover of " Meluha "

પુસ્તક નો પ્રકાર છે , Fantasy અને તે કથા છે ઈ.સ પૂર્વે ૧૯૦૦ ના સમય ના ભારત દેશ ની , અને કથા ના મુખ્ય નાયક શિવ ની સફર ની . . .


મેલુહા શું છે ? શિવ કોણ છે ? ચંદ્રવંશી અને સૂર્યવંશીઓં કોણ છે ? તદઉપરાંત અદભુત પાત્રતા ધરાવતા  સતી , વીરભદ્ર , નંદી , પર્વતેશ્વર , દિલીપ , આનંદમયી , બૃહસ્પતિ , આયુર્વતી , રામ , નાગ  નામ ના  ચરિત્રો નો તો અહી એક અદભુત સંગમ છે 

ઝીણી ઝીણી ગૂંથણી ઓ થી  , ક્ષણે ક્ષણે વર્તાતી રોમાંચકતા થી આ પુસ્તક ખરેખર સમૃદ્ધ બન્યું છે . આ સમય ગાળો છે ઈ.સ.પૂર્વે ૧૯૦૦ નો , મતલબ કે અંદાજીત સિંધુ સંસ્કૃતિ ના સમય નો , તો લઇએ  એક ઝલક . . . કે જે પુસ્તક ના અંતિમ પુષ્ઠ પર થી લેવાઈ છે .

દંતકથાએ ઈશ્વર બનાવી દીધો એવા માણસની કથા . . . 

ઈ.સ પૂર્વે ૧૯૦૦ . આધુનિક ભારતીયો જેને ભૂલ થી સિંધુ ખીણ ની સંસ્કૃતિ ગણાવે છે એ સમયખંડ માં . . 

ત્યાર ના લોકો એને મેલુહા ની ભૂમિ તરીકે ઓળખાતા .મેલુહા નું સામ્રાજ્ય એટલે જાણે પૃથ્વી પર નું સ્વર્ગ, જેની સ્થાપના સેંકડો વર્ષ અગાઉ મહાન રાજા રામે કરેલી .

આ ઉન્નત સામ્રાજ્ય અને એના સૂર્યવંશી શાસકો સામે ગંભીર સંકટ આવી પડ્યું છે .તેમની પૂજનીય મુખ્ય નદી સરસ્વતી ધીમે ધીમે સુકાઈ રહી છે .પૂર્વ તરફ થી ચંદ્રવંશીઓ  ભયાનક અને વિનાશક હુમલા કરી રહ્યા છે . આટલું ઓછું હોય તેમ  બેડોળ અને શાપિત છતાં યુદ્ધ-નિષ્ણાત  નાગ પ્રજા સાથે ચંદ્રવંશીઓએ હાથ મિલાવ્યા હોવા ના અણસાર મળી રહ્યા છે .

આ સંજોગો માં સૂર્યવંશીઓં પાસે જે એક જ આશા બચી છે તે છે , એક પ્રાચીન માન્યતા :

‘ જયારે જયારે અધર્મ ચારે કોર છવાઈ જાય , વિજય ની કોઈ આશા ન જણાય , શત્રુ હવે જીતી જ ગયો છે એવું લાગે ત્યારે ઉભરશે એક મહાન તારણહાર . ‘

શું તિબેટ થી આવેલો બરછટ , શરીર પર ઠેર ઠેર જખમો ધરાવતો શિવ જ છે એ મહાનાયક ?

શું એને મહાનાયક બનવા ની જરાય ઈચ્છા છે ખરી ?

શું ફરજ તથા પ્રેમિકા ને લીધે નિયતિ જેને અહી દોરી લાવે છે એ શિવ સૂર્યવંશીઓંના પ્રતીઆક્રમણની આગેવાની લેશે ? અશુભ નો નાશ કરશે ?

કર્મ જેને મહાદેવ – આપણા લાડીલા ઈશ્વર – બનાવે છે એ શિવ વિષે ના ત્રણ પુસ્તકોની શ્રેણી નું આ પહેલું પુસ્તક છે .

જી હા આ શિવ ટ્રાયોલોજી નું પ્રથમ પુસ્તક છે . અને તે પર થી શિવ કોણ છે એ વિષે મારા મન માં ઉઠેલી છાપ . . .

એક અદભુત પાત્રાલેખન શિવ નું  , 

શિવ … એક અદભુત યોદ્ધા , બરછટ જીવનશૈલી , તેમ છતાં એક બાળક જેવા વિસ્મય થી ભરેલા , મોટાં થી માંડી ને નાના સર્વે એક જ દ્રષ્ટિ થી જોનારા  . 

સંપૂર્ણતા તેમજ અપૂર્ણતા ના  અંતિમ સત્યો વચ્ચે વસતું એક વિરોધાભાસી વ્યક્તિત્વ

પુસ્તક ના કેટલાક મજબુત પાસાઓ  :

૧) શિવ અને મંદિર માં રહસ્યમય પ્રગટ થતા પંડિત વચ્ચે નો સંવાદ , કે જે ભારતીય દર્શનશાસ્ત્ર ( Philosophy ) ને એક અનેરી ઉંચાઈ તરફ લઇ જાય છે 

૨) વિકર્મ વ્યવસ્થા .

૩) મેલુહા ની નગર વ્યવસ્થા 

૪) એટલું અદભુત વર્ણન કે જે તમને હિમાલય ની વાદી ઓ ની સફર કરાવી દે

૫) નાગ લોકો નું ભયાનક વર્ણન .

હવે છેલ્લે  થોડુક  લેખક વિષે ,

અમીષ ત્રિપાઠી , IIM – કોલકોતા ના ફાઈનાન્સ પ્રોફેશનલ ૩૫ વર્ષ ના યુવા સર્જક છે . માનવશરીર અને આત્મા અંગે ની વિસ્મય પેદા કરતી ચર્ચાઓ પરિવાર માં થતી હોવાને કારણે તેમ જ પૌરાણિક કથાઓના તલસ્પર્શી વચન ને કારણે લેખક ને આ નવલકથા લખવા ની પ્રેરણા મળી છે

પ્રકાશક : આર .આર .શેઠ , અમદાવાદ .

લેખક : અમીશ ત્રિપાઠી 

અનુવાદક : વર્ષા પાઠક 

કિંમત : રૂ ૧૭૫ .

લટકામાં . . .

અને હજી છેલ્લે , મારી મેલુહા નું બેક કવર , કે જે દર્શાવે છે , મેલુહા નો બીજો ભાગ ” દાનવલોક ”